ચંદુને ત્યાં કોરોના લંચ.

પ્રવીણ લેખક કાર્ટુન

ચંદુને ત્યાં કોરોના લંચ.

એપ્રિલ ૨૦૨૦

“શાસ્ત્રીજી, આવતી કાલે મારે ત્યાં લંચ માટે ભેગા થવાનું છે. આવશો ને?” અમારા સુરતી મિત્ર ચંદુનો ફોન આવ્યો. અમારો ચંદુ હવે મને “સાસટરી” નથી કહેતો. મારી સાથે વ્યવસ્થીત અને વિવેકી ભાષામાં વાત કરે છે. ગયે મહિને અમે મળ્યા જ ન હતા. એટલે એ ઉંચકાયો હશે.

“કેમ આ વાઈરસ મટે તેને માટે બ્રાહ્મણ જમાડવાના છે?”  મેં પુછ્યું.

“ના. તમે, ડોક્ટર કેદાર, મંગુ મોટેલ, કરસનદાદા અને સંદિપ ભંડારી પણ બોલાવવાનો છું.”

“તને ખબર છે ને કે ઘરમાં પણ દશ માણસ કરતાં વધારે ભેગા નહિ થવાય.”

“પણ આપણે ક્યાં દશ માણસો છે? અમે બે અને તમે પાંચ. બસ આપણે સાત જ. જો ચંપા બેઝમેન્ટ માંથી ઉપર ના આવે તો આપણે છ જ.”

“કેમ ચંપા બેઝમેંટમાં મૂવ થઈ ગઈ? કંઈ તકરાર, મારામારી, અબોલા; વ્હોટ હેપન્ડ મિસ્ટર ચંદ્રકાંત ચાવાલા?”

“અરે! યાર જ્યારથી પાંસઠથી વધુ ઉમ્મરનાને વાયરસ તરત લાગી જાય એ સમાચાર આવ્યા  ત્યારથી ચંપાએ આઈસોલેશન અને સેલ્ફ ક્વોરંટીંગનો ખૂણો પાળવો શરૂ કરી દીધો છે. ત્યારથી બેઝમેન્ટમાં ભરાઈ છે. મને પણ નીચે આવવા દેતી નથી. બ્રેકફાસ્ટ, લંચ, સ્નેકસ, ડિનર વચ્ચે વચ્ચે મારી બીજી ફરમાઈસ નીચેના કિચનમાં બનાવે ખરી પણ દાદર વચ્ચે મૂકી આવે અને પછી એ અડધા દાદર પરથી મારે લઈ આવીને એકલા એકલા ખાવાનું. સાલી આ તે કાંઈ જીંદગી છે? જે કાંઈ વાત કરવાની હોય તે પણ ફોન પર જ કરે. હું તો એકલો એકલો કંટાળી જાઉં છું આટલા બધા બાયલા વેડા? તમે બધા આવીને એને કાંઈ સમજાવો તો સારું, બેઝમેંટમાં સિંક પાસે રિક્લાયનર નાંખીને બેસી રહે અને દર અડધા કલાકે હાથ ધોયા કરે છે. ટીવી પર એકના એક સમાચાર જોયા કરે છે”

અમે ચંદુને નાનપણથી ઓળખીએ. ચંદુ ટોળામાં જન્મેલો, ટોળામાં ઉછરેલો. દર મહિને કોઈને કોઈ બહાને સગા અને મિત્રોને બોલાવીને ખાણીપીણીના જલસા કરવાનો શોખ. ચંદુનું ઘર તો ખુબ જ મોટું ધીમે ધીમે એના ચારે દીકરા વ્યવસાયને કારણે છૂટા પડેલા. અવાર નવાર આવીને ભેગા મળતા પણ રોજીંદા જીવનમાં તો મોટા કુટુંબ કબીલા વાળો માણસ એકલો પડી ગયેલો. અમે જઈએ તે બન્ને પતિ પત્નીને ગમે. હવે જ્યારે આવા સોસિયલ મિત્રની પત્ની પણ આઈસોલેશન કે સેલ્ફ ક્વોરન્ટાઈનમાં બેઝમેન્ટમાં ભરાઈ જાય તો અમારા ચંદુની હાલત શું થાય? અને મારો તો ખાસ દોસ્ત. એણે મને સૌથી પહેલો ફોન કર્યો. મેં કહ્યું ‘ થેંક્સ ફોર ઈન્વિટેશન દોસ્ત પણ હમણાં મારી આંખને કારણે લાંબું ડ્રાઈવિંગ કરી શકું એમ નથી. સોરી’

એ જરા નિરાશ થયો. એણે ગાયું “તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો બેસને રે” અને ફોન કટ કર્યો. થોડી વાર પછી અમારા ડોક્ટર મિત્ર કેદારનો ફોન આવ્યો.

‘શાસ્ત્રીજી તમારી તબિયત સારી છેને?’

‘તદ્દન સ્વસ્થ છું’

‘ખૂબ કાળજી રાખજો. ડિસેંબરમાં ખાંશીને કારણે ત્રણ દિવસ ફ્લોરિડાની હોસ્પિટલમાં રહી આવ્યા અને દોડીને ન્યુ જર્સી આવ્યા અને અહિં ન્યુમોનિયાને કારણે હોસ્પિટલમાં એક વીક સારવાર લેવી પડી. તમારે ખાસ કાળજી રાખવાની જરૂર છે. તમે પાંસઠના નથી એંસી વટાવી ચૂક્યા છો. ડાયાબિટિસ, હાર્ટ, હાઈપરટેંશન, અસ્થમા, આર્થરાઈટિસ અને કિડની ફંકશન હોવા છતાં સારુ બેટિંગ કરો છો. પણ આ વાઈરસ સામે નહિ ટકાય. જાતની કાળજી જાતે જ રાખવાની છે. ચંદુને ટોળું ભેગું કરવાનો શોખ છે. તમે એને ના કહી તે યોગ્ય જ કર્યું છે. મારા પર ફોન હતો. કહે ડોક્ટર આપણે લંચ માટે ફેગા થઈએ. તમે બધા આવશો તો ચંપા પણ બેઝમેન્ટમાંથી ઉપર આવશે’

‘તો તમે જવાના છો?’

‘ના મને તો સમય નથી, ગવર્નમેન્ટ અને હોસ્પિટલોએ બધા રિટાયર્ડ ડોક્ટર અને મેડિકલ પ્રોફેશનલ્સને શક્ય એટલી હેલ્પ કરવા વિનંતી કરી છે. એટલે મેં પણ હોસ્પિટલમાં રોજ છ કલાકની સેવા આપીશ એમ કહ્યું હતું પણ વાસ્તવમાં તો સવારે સાત વાગ્યે જાઉં છું અને રાત્રે નવ દશ વાગ્યે જ ઘેર પહોંચું છું. અત્યારે પણ હોસ્પિટલમાં જ છું. આતો ચંદુનો ફોન હતો એટલે તમને રોકવા માટે જ ફોન કર્યો હતો.’

‘મને તો ચંદુની દયા આવે છે.

ના ચંદુની દયા ખાવાની જરૂર નથી. મેં ચંપા સાથે ફોન પર વાત કરી છે. એને ખૂણો પાળવાની જરૂર નથી. બન્ને પતિ પત્ની બને તેટલો શારીરિક સંપર્ક ટાળીને નજીક રહી શકે. ચંપાને વાઈરસના કોઈ પણ લક્ષણો નથી. એક વાર જરા માંથું દુખ્યું હતું અને એસ્પિરીન લેવાથી સારું થઈ ગયું હતું.

કોરોના વાઈરસમાં પહેલાં તાવ આવે, પછી નાક ગળે, શરદી અને ડ્રાઈ કફિંગ શરૂ થાય. તેના એક વીક પછી શરીરના બધા સ્નાયુ અને સાંધામાં દુખાવો શરૂ થાય અને શ્વાસ લેવાની થકલીફ થાય. બસ ન્યુમોનિયા હોય એવું જ લાગે. પણ એ ન્યુમોનિયા નથી. એ ફેફસાને લગતો વાઈરસ છે. પહેલું કોઈ પણ સિમ્પસ્ટન દેખાય એટલે ડોક્ટરને ફોન કરી એની સલાહ લેવી જોઈએ. ચંપાએ જાતે જાતે જ માથું દુખ્યું એટલે જાતે જ ક્વોરન્ટિન સ્વકારી લીધું. એમાં કાંઈ ખોટું નથી. વાઈરસથી બચવા શું કરવું એ તો હવે બધા જ જાણે છે. શાસ્ત્રીજી તમે પણ સારીરીતે જાણો જ છો છતાં તમને યાદ કરાઉં.

સર્જીકલ માસ્ક પહેરો. સાબુથી વારંવાર હાથ ધૂઓ. હાથ ધૂઓ એટલે હાથ ભીના કરીને નૂછી નાખો એવું નહિ. બરાબર વીશ કે બાવીશ સેકંડ સુધી રનિંગ વોટરમાં હાથ ધૂઓ. સેનિટાઈઝર વાપરો. મોં અને આંખ પર હાથ ના લગાઓ. તમારી ગ્રાંડ ડોટરને ત્યાં બે પપિઝ છે.  બને ત્યાં સુધી એને રમાડવા ન જવું. આ વાઈરસ પણ પ્રાણીજન્ય છે એમ મનાય છે.

    કાચું ધાન ખાવું નહિ. રંધાયલો તાજો ખોરાક જ ખાવો. બિમાર દરદીના કોંટેકટથી દુર રહેવું. બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર રાખવું. અને સામાન્ય બુદ્ધિની વાત છે કે છીંક  કે ઉધરસ ખાતી વખતે મો કવર કરવું. ક્યાંતો રૂમાલ કે બાંય થી જ મોં કવર કરવું જોઈએ. સદભાગ્યે ચંપા આ બધું જાણે છે. અને ચંદુ ચંપાની જોડી સલામત છે.

આ મોટાભાગની વાતો સામાન્ય રીતે બધા જ જાણતા હોય છે પણ ડોક્ટર મિત્રે ફરી પુનરાવર્તન કરી માનસ પટ પર તાજી કરાવી. મેં પુછ્યું ‘કેદાર,આ “covid 19” એટલે શું?

અરે શાસ્ત્રીજી આતો તદ્દન સરળ છે.  In COVID-19, ‘CO’ stands for ‘corona,’ ‘VI’ for ‘virus,’ and ‘D’ for disease. અને 19 એટલે ૨૦૧૯. રેસ્પિરેટરીના કોરોના વાઈરસ ઘણી જાતના હોય છે.

ડોક્ટર એની કોઈ વેકસીન નથી? એની ટ્રીટમેંટ શું

ભગવાનના ભજન એ જ વેકસીન. ના હજુ સુધી તો કોઇ વેક્સીન નથી. દુનિયા ભરની રિસર્ચ લેબ અને ફાર્મસ્યુટિકલ કંપનીઓ કામ કરી રહી છે. પણ એને માટે પણ વર્ષો નીકળી જાય. સત્તાવાર એપ્રુવલ માટે અનેક ડેટાઓ ભેગા કરવા પડે. ગોમૂત્ર કે શિવાંબુ પીઓ અને રોગ ભગાડો એવું ડોક્ટરોથી થોડુમ કહેવાય. કોઈ કહે છે કે મેલેરીયાની ક્વિનાઈન અને ઝિથ્રોમેક્સ અસર કરે છે પણ એને માટેના પણ પુરતા ડેટા નથી.

ડોક્ટર તમારી હોસ્પિટલની શી હાલત છે. તમારી પાસે પુરતા પરસનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ છે?

અત્યારે તો છે પણ લાંબું ચાલે તો મુશ્કેલી પડશે જ. શાસ્ત્રીજી ટેઇક કેર. મારે પેશંટ પાસે જવું પડશે.

કેદારે ફોન મુક્યો.

મેં ફોન મૂક્યો અને મંગુમોટેલનો ફોન આવ્યો.

શાસ્ત્રી, તમારી તબીયત કેમ છે?

સરસ છે.

ચાલો, ચંદુને ત્યાં આવવું છે? હું ત્યાં જાઉં છું,

અલ્યા, આપણા ટ્રંપ સાહેબ કહે છે કે સોસિયાલિઝમ ટાળો. આપણા અને અમેરિકાના બધા ગવર્નરો કહે છે કે ઘરમાં બેસો અને તું ચંદુને ભેટવા જાય છે?

ના કરસનદાદાને કેરેટ હલવો ખાવાનું ખુબ મન થયું છે. જીદે ચઢ્યા છે. હવે આ વાયરસમાં  હું ચોક્કસ મરી જવાનો. મરતાં પહેલાં કેરેટ કેઇક કે ગાજરનો હલવો તો ખાવો જ છે. બિચારા દાદાની ઈચ્છા તો અશ્વનિકુમારમાં જ બળવાની છે. પણ એના છોકરાંઓએ તો ઘસીને ના પાડી છે કે તમે ઈંડિયા આવશો જ નહિ. અમેરિકાનો વાઈરસ અહિ લાવશો જ નહિ. ઉલટા સામે થી કહે કે જો તમારા SSI ના કંઈ ડોલર બચ્યા હોય તો મંગુ અંકલને કહેજો કે અમને મોકલી આપે. તમારી દિવસ ક્રિયા કરવા પૈસા તો જૉશે જને. બિચારો ડોસો થથરે છે. એને ચંપાના હાથનો કેરેટ હલવો ખૂબ ભાવે છે. એટલે લઈ જાઉં છું’

મારે હમણાં જ કેદાર સાથે વાત થઈ. હમણાં બધાએ ઘરમાં જ બેસવા જેવું છે. ક્યારે કોને, કેવો ચેપ લાગી જાય એ કહેવાય નહિ. સોસિયાલાઈઝેશન ટાળવું જોઈએ.

દોસ્ત, તારાથી શું છુપાવવું. મોટેલ વેચવા મૂકી હતી પણ રિયલ એસ્ટેડ ડાઉન હતું. પાસેની મોટી હોટલ મારા કરતાં ઓછા ભાવે રૂમો આપતી થઈ ગઈ છે. ઘંધામાં કશ નથી અને હવે કું પણ થાક્યો છું અને ધંધામાં રસ નથી. માંડમાંડ ખર્ચા નીકળ્તા હતા ત્યા આ કરોનાએ મારું તો કરી જ નાંખ્યું. ધંધો એક દમ બંધ. સ્ટોકમાં રોકેલા અડધા થઈ ગયા. સો કે હૂએ સાંઠ, આધે ગયે નાઠ, દશ દૂંગા, દશ દિલવાઉંગા, બાકી ઓરમેં લેના ક્યા ઓર દેના ક્યા. ટ્રંપ કંઈ રાહત કરશે એવી આશા છે પણ હાથમાં કેટલું આવશે, ક્યારે આવશે એ પણ નક્કી નથી. મારે તો અત્યારે થોડી કેશની જરૂર છે. આપણે નસીબદાર છીએ કે ચંદુ જેવો ઉદાર મિત્ર મળ્યો છે. ,મેં એને મારી તકલીફની વાત કરી તો કહે ચિંતા નહિ મંગુ તારે માટે ચેક તૈયાર છે. રકમ તું ભરી દેજે.

મંગુ વાત કરતાં ગળગળો થઈ ગયો. ચાલ શાસ્ત્રી મારી સાથે.

સોરી મંગુ, આમ પણ મને સ્પિંગમાં કોઈ કોઈવર બ્રોંકાઈક અસ્થમા થઈ જાય છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેઇક એની ચાન્સ.

મારે ગમતા પ્રેમાળ મિત્રને ત્યાં જવાની ના પાડવી પડી.

તિરંગા અપ્રિલ ૨૦૨૦ માટે   

One response to “ચંદુને ત્યાં કોરોના લંચ.

  1. anil1082003 April 20, 2020 at 4:25 PM

    WAH, WAH PRAVIN BHAI, TAMARE MATE . TAMO E TO CORONA NO MEANING STRONG STRUCTURAL KARIYO. ENGINER NE, CO= CONTROL ,VI=VIRUS INVITATION , D=DINING CONTROL FOR DINNER INVITATION DURING VIRUS.. DR. KEDAR KARTA MAHAN MEANING. WISH YOU ALL ARE SAFE FROM COVID-19 FOLLOW GOVT. INSTRUCTION & START WRITTEN @ HOME

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: