ભીંતર ના વ્હેણ – પ્રકરણ ૧૬

s-gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ

પ્રકરણ ૧૬

ઉર્વશી ની ઓફિસ માં ઘણા પ્રોજેક્ટ પર કામ ચાલતું હતું.દિલ્હી માં ઉર્વશી આઈ.આઈ.એ.

ના ડિરેક્ટર નૈષધ હાંસોટી ને મળી હતી. નૈષધ હાંસોટી નું વ્યક્તિત્વ અનાકર્ષક તો નહોતું જ

છતાંય ઉડીને આંખે વળગે એવું પણ નહોતું. આડંબર નો અભાવ, મિલનસાર સ્વભાવ, અને

તિક્ષ્ણ અવલોકન કરવાની શક્તિ અને તેટલું જ ઝડપી નિશ્ચયાત્મક વલણ. આ હતું હાંસોટી

નું સરવૈયું. આઈ.આઈ.એ. ને એક ખુબજ અસરકારક સંસ્થા માં ફેરવી નાખવાનો યશ નૈષધ

હાંસોટી ને ફાળે જાય છે.

 

છેલ્લા થોડાક સમય થી આઈ.આઈ.એ. નો ખાનગી સંદેશ વ્યવહાર ખોરવાયો હતો.

ઘણી સાવચેતી રાખવામાં આવતી, તે છતાં ય જાણભેદુઓ સંદેશ આંતરી શકતા હતા. જાસૂસી

કામ માં હિંસા નિવારણ અશક્ય હોય છે અને પગેરાં ઢાંકવા પણ એટલા જ અશક્ય હોય છે.

જાસૂસી કામ આડકતરી રીતે થાય. જેથી કરી ને જવાબદારી પરોક્ષ બની જાય. ઘણીવાર

કાયદા-કાનૂન ની અવગણના કર્યા વગર ન થઇ શકે એવા કામો માટે બીજા રસ્તા પણ શોધવા

પડે. નૈષધ ની કારકિર્દી દરમ્યાન કાયદા-કાનૂન ના સીમાડાઓ ઉપર આવા તો અનેક હુમલા

થયા હતા. અને અણઉકલ્યાં સરહદી પ્રશ્નો ની જેમ સંઘર્ષો જારી રહેતા. ખરું ખોટું તો રામ

જાણે! નૈષધ અરાજકતા નો હીમાયતી નહોતો , વાસ્તવિકતા એને માટે વધુ અગત્યની હતી.

અત્યારસુધી દુનિયાભર ના વહીવટી તંત્રોએ કોઈ એવો આદર્શ કાયદો ઘડ્યો નહોતો જે

સર્વમાન્ય હોય.એટલે કે કાયદા ના ઘડતર માં જ ખામી હોય તો એના અમલ માં પણ ખામી

રહેવાની. કાયદો ઘડનારા માનવો પણ એમની સમજ પ્રમાણે કાયદો ઘડે. ઘણીવાર કાયદો

ઘડાય એની સાથે સાથે એમાંથી બચવાની છટકબારીઓ પણ તેટલીજ ચાલાકી થી જન્મે.

અધૂરામાં પૂરું ન્યાયધીશો પણ સર્વાંગસંપૂર્ણ નથી હોતા. કાયદા નું આખું માળખું ક્ષતિઓનું

ષડ્યંત્ર છે. અને ક્ષતિવાળા માણસો એનું આદર્શરીતે પાલન કરી શકે ખરા? ન્યાય અંધ છે,

બહેરો નથી, મૂંગો નથી છતાંય બધાને સંતોષ આપી શકે ખરો? ફરિયાદી ની તરફેણ માં ચુકાદો

આવે તો એને ન્યાય મળ્યો હોય એમ લાગે. જયારે આરોપીને અસહ્ય અન્યાય થયો હોય એમ

લાગે. ખરું પૂછો તો કાયદા-કાનૂન અને અદાલત એક નાટક છે! જે ન્યાય નામની ભૂમિ પર

 

ભજવાય છે; પણ એ મનોરંજન સસ્તું નથી. જેમ કાયદા ની સંખ્યા વધે એમ અપરાધો નું

પ્રમાણ પણ વધ્યા કરે.કાયદાનું ઘડતર જેટલું અગત્યનું છે એટલોજ અગત્યનો એનો

તટસ્થપણે કરાતો અમલ પણ છે. અહીં તો જેમ નવા વર્ષ ના મોડેલ બહાર પડે એમ દર વર્ષે

કાયદા બદલાય.કયા કાયદાનું પાલન કરવું ને ક્યા નો ભંગ કરવો!

 

નૈષધ શિસ્તપાલક હતો. આવી કશમકશભરી કામગીરી વિચાર માંગીલે એવી

હતી. છતાંય કાયદાનું અક્ષરશઃ પાલન કરવાની શિસ્ત એણે કેળવી હતી. માભોમ ની રક્ષા

કરવાનું પણ લીધું હતું. એમાં કાયદાનો સમાવેશ પણ થતો હતો. કાનૂની ક્ષતિઓ સાથે એને

બહુ લેવાદેવા નહોતી પણ કાયદા નો અમલ કરવા માટે એ હંમેશા તૈયાર રહેતો.

 

વાહીદ અને વઝીર પીટર ના ચહેરા ના હાવભાવ ઉપરથી પારખી ગયા કે

પરિસ્થિતિ ગંભીર હતી. એમણે અણુકેન્દ્રના ડ્રાઈવરને ધમકી આપી કે અણછાજતું પગલું

ભરવાનો અંજામ બૂરો આવશે. વાહીદ ની તો ઈચ્છા હતી કે ડ્રાઈવર ની હત્યા કરીને એના શબ

નો નિકાલ કરવો. અનેક બકરી ઈદ ઉજવી ચૂકેલા વાહીદ ને માટે માટે એક વધુ બકરો હલાલ

કરવાનું સહેલું હતું.પીટર સમક્ષ વાહિદે આ પ્રસ્તાવ મુક્યો પણ એને બહાલી ન મળી કારણ કે

પીટર જરૂર વગરની જાનહાનિનો વિરોધી હતો. પીટરે વાહીદ ને કહ્યું કે મૃતદેહ કરતા જીવંત

દેહ ને હેન્ડલ કરવો સરળ હોય છે. મૃતદેહ બોજ બની જાય અને કોઈનું ધ્યાન દોરે. જયારે

જીવંત વ્યક્તિ ને મોત નો ડર બતાવીને ધારેલું કામ કરાવી શકાય. જો કે આજે તો જીવન અને

મૃત્યુ વચ્ચેની ક્ષીણ થતી રેખાની સાક્ષી જેવા જીવંત મૃતદેહો કોઈનું પણ ધ્યાન દોર્યા વગર

મુંબઈ માં ડગલે ને પગલે ડચકા લઇ રહ્યા છે.

 

અંતે નક્કી કર્યું કે અન્ય ટ્રકો ના મેળામાં ભળી જવું. બીજી સામાન્ય ટ્રકોની જેમ

રસ્તે પડવું, સાવધાનીથી કોઈનું પણ ધ્યાન દોર્યા વગર. મેઈન હાઇવે પર જવાને બદલે

ગલીકૂંચીઓનો ઉપયોગ કરવો.કદાચ કોઈ રોકટોક થાય તો માર્ગ ભૂલ્યાનો ડોળ કરવો.પૂછપરછ

કરીને માર્ગદર્શન માંગવાનું. અજ્ઞાત અબુજ વર્તણુક ભલભલા ચબરકોને પણ થાપ આપે.

એટલે આજકાલ ના નેતાઓ અજ્ઞાત-અબુજ હોવાનો ડોળ કરીને લોકોને થાપ આપતા

 

અચકાતા નથી. લોકો ભૂલ કરનારનો વિશ્વાસ સહેલાઈથી કરે કારણ કે ભૂલ કરનાર ની દયા

આવે. પીટર પણ વ્યવહારુ હતો. એનામાં કોઠાસૂઝ હતી, અનુભવી હતો. એણે કરવાના કામ

ને મુદ્દાસર ગોઠવ્યું. સહુપ્રથમ ટ્રક નો દેખાવ બદલી નાખવો જેથી શોધ કરનારને થાપ આપી

શકાય. પછી ટ્રકને એક શીપ પર ચઢાવીને બાંગ્લાદેશ અથવા રંગુન તરફ લઇ જવી. પછી ચીની

અણુકેન્દ્ર ના સહકારથી એક અણુશસ્ત્ર બનાવવું. આ કામ લોઢાના ચણા ચાવવા જેવું

હતું.જો આટલું કરાય તો આગળ ઉપર શું કરવું એ વિષે કુરેશી સાથે મસલત કરવી.

 

પીટરને ખાત્રી હતી કે કુરેશી જરૂર કોઈ રસ્તો કાઢશે. પીટર ની ઊંડે ઊંડે ઈચ્છા

હતી કે આ દુઃસાહસ સફળ થાય તો બદલામાં મળનાર શિરપાવમાં એનું દળદર ફીટી જાય અને

ઓડ્રિ જેવી અનેક લાલનાઓની લાલિત્યમય લાગણીઓના ધોધ માં એ નિરંતર ભીંજાતો રહે.

શ્રીલંકા કે એવા કોઈક ટાપુ ની છાયા માં શેષ જીવન મોજશોખ માં વીતાવે. હાલ તો એણે

સિરાજ ના કારખાને જવું વધારે યોગ્ય લાગ્યું. રાત ના અંધકાર નો લાભ લઇ ને ત્રિપુટીએ

સિરાજ ના કારખાના થી થોડે દૂર મુકામ કર્યો. જો કોઈ પૂછપરછ થાય તો સિરાજને રીપેર

કરવા આપેલી કાર ની ડીલીવરી લેવા આવ્યા છીએ એમ જણાવવાનું નક્કી કર્યું. નસીબજોગે

મુંબઈ ના નાગરિકોમાં કોઈ સવિશેષ કુતુહલ પ્રગટવાની શક્યતા નો સંભવ નહોતો. પોતાની

પળોજણો માં થી ફુરસદ મેળવી શકવાનું દુર્ભાગ્ય તો કોઈક નસીબદાર ને જ મળે.

 

પીટરે દાઢીમૂછ નો તયાગ કર્યો ને કાલિપ્રસાદ બની ગયો. વાહીદ અને વઝીર

ને કોઈની નજરે નહીં ચઢવાની તાકીદ કરી . પીટર પ્રસિદ્ધિથી દૂર રહેવામાં માનતો હતો.

એના મટે પ્રસિદ્ધિ બેધારી તલવાર હતી. આવી તલવાર અન્ય ને ઘાયલ કરી શકે એ તો ઠીક

પણ વાર કરનારને પણ વાઢી શકે. પ્રસિદ્ધિ ને વરેલા અહિંસક રાજનેતાઓ પણ આમાં

અપવાદરૂપે નથી.પ્રસિદ્ધિ જેવી તલવાર નો ઘા ખાધા વગર સફળતા નો ગોળ ખાવા ન મળે!

 

સિરાજ ઝેદી કારખાને આવ્યોઅને ત્યાં જ કાલિપ્રસાદ આવી પહોંચ્યો. સિરાજ ને

આશ્ચર્ય તો થયું પણ પોતાના મનોભાવો ને મ્હાત કર્યા. કાલિપ્રસાદે સિરાજ ની મદદ માંગી.

ટ્રક ને બતાવી ને કહ્યું કે એનો રંગ બદલાવીને નફાકારક ભાવે વેચવાની તક સાંપડી છે અને જો

 

સિરાજ તાત્કાલિક રંગી આપે તો એને પણ એના મહેનતાણા કરતા વધુ રકમ મળી શકે તેમ

હતું. સિરાજ માટે આવી તક જતી કરવાનું મુનાસીબ નહોતું; છતાંય એને ઊંડે ઊંડે સંશય હતો

કે કાલિપ્રસાદ નો વિશ્વાસ કરાય કે નહીં? ટ્રક નું કામ કરી આપવાનું નક્કી કર્યું પણ એક શરત

કરી કે અડધા પૈસા એડવાન્સ માં મળે અને કામ બપોર પછી થશે કારણ કે હજુ ગઈ કલ ના

આદરેલા કામ પુરા થયા નહોતા. કાલિપ્રસાદે કબુલ્યું. પૈસા નો બંદોબસ્ત કરવા કલાક ની મુદત

માંગી. બપોર પહેલા ટ્રક લઈને પાછો ફરશે એમ જણાવ્યું.

 

કાલિપ્રસાદ એના શાગિર્દો સહિત નાસ્તો લેવા ગયો. ગઈ કાલથી બધાએ

રમઝાન વગર ના રોઝા રાખ્યા હતા એટલે ભૂખ નું દુઃખ અસહ્ય નહોતું અને અનિવાર્ય પણ

નહોતું. એમને ટ્રક માં છુપાવેલી કાર ના ડ્રાઈવર નો પણ વિચાર આવ્યો. કાલિપ્રસાદે એક સુની

ગલી તરફ ટ્રક વાળી. ખુબ જ સાવધાની પૂર્વક કોઈ ની નજરે ચઢ્યા વગર ટ્રેઇલર માં પ્રવેશ્યો.

ડ્રાઈવર ને પોતાના બનાવટી દાઢીમૂછ લગાવ્યા અને કાળા ચશ્મા પહેરાવી ટ્રક માં થી નીચે

ઉતાર્યો.ડ્રાઈવર ના ખભે હાથ મૂકી અંધ માનવી જેવો વર્તાવ કરવાનું સૂચવ્યું. અને ચેતવણી

પણ આપી કે અણછાજતી વર્તણુક અત્યંત હાનિકારક નીવડશે. કાલિપ્રસાદે વાહીદ અને

વઝીર ને ટ્રક ની ચાવી આપી અને નાસ્તાપાણી પતાવી સિરાજ ના કારખાને પહોંચવાનું

જણાવ્યું. ડ્રાઈવર ના ખભે હાથ મૂકીને એને મેઈન રોડ તરફ દોર્યો. થોડુંક ચાલીને બેઉં એક

રેસ્ટોરન્ટ માં પહોંચ્યા. ડ્રાઈવરે રેસ્ટરૂમ વાપરવાની પરવાનગી માંગી. બેઉં જણા રેસ્ટરૂમ માં

પ્રવેશ્યા અને હળવાશ અનુભવીને પાછા ટેબલ પર ગોઠવાયા.ડ્રાઈવર ચબરાક હતો અને

સમજી ગયો કે બાજી બગાડવામાં કોઈ જ ફાયદો નથી. એટલે એની વર્તણુક એક અંધમાનવી

ને અનુરૂપ રહી. ઘણીવાર ન બોલ્યા માં નવ ગુણ હોય છે.! ડ્રાઈવર નો આશય કાલિપ્રસાદને

નચિંત કરવાનો હતો.

ક્રમશઃ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: