ભીંતર ના વ્હેણ- પ્રકરણ ૧૭

S.Gandhi

ભીંતર ના વ્હેણ

                                                                    પ્રકરણ ૧૭

પરીક્ષિત નો સમય ઓફિસ માં જ જતો હતો.મિટિંગ મુલાકાતો, ફોન પર

વાતચીત વગેરે ને લીધે ઓફિસ ની બહાર જવાનું શક્ય નહોતું. ટ્રક ની શોધ નું  સંકલન જ એક માત્ર ધ્યેય હતું.પરીક્ષિત ની સ્થગિત અવરજવર ને લીધે વામન અને વિશ્વનાથ માટે ખાસ કામ હતું નહીં. બેઉં ને પ્રવૃત્તિમય રહેવું પસંદ હતું.

એટલે એમણે કમ્પ્યુટર નો ઉપયોગ કરીને ખોવાયેલી ટ્રક અને એનરિચ્ડ યુરેનિયમ સાથે આતંકવાદીઓની હિલચાલનું સંકલન કરીને વિવિધ શક્યતાઓની યાદી બનાવવા માંડી. આ સમસ્યા ઘણી કઠિન હતી. વળી શક્યતાઓ પણ પુષ્કળ હતી. ગંભીર માં ગંભીર સમસ્યા એ હતી કે આતંકવાદીઓ આ યુરેનિયમ માં થી એક અણુશસ્ત્ર બનાવીને અણુધડાકો કરીને ખુબજ જાનહાની અને નુકશાન કરી શકે તેમ હતા. બીજી શક્યતા એ હતી કે યુરેનિયમ ને સ્મગલ કરીને દેશમાંથી બહાર લઇ જઈ ને વેચવામાં આવે! યેન  કેન પ્રકારેણ આ શક્યતાઓ નિવારવી જ રહી. વિશ્વનાથ દારૂગોળા અને બૉમ્બ બનાવટ નો નિષ્ણાત હતો. એણે ગેરકાયદે અણુશસ્ત્ર બનાવી શકે એવા માણસો ની તપાસ કરવાનું નક્કી કર્યું.જો કોઈ સધ્ધર બાતમી મળે તો સઘળી હકીકત પરીક્ષિત સમક્ષ રજૂ કરવાનું નક્કી કર્યું.એક વાત સ્પષ્ટ હતી કે આવા ગેરકાયદે નિષ્ણાતો ની સંખ્યા નાની હતી.

મારા જેવા નિષ્ણાત સાહિત્યકારો ની જેમ જ સ્તો! ફર્ક એટલો જ કે સાહિત્યકાર ગેરકાયદે નથી હોતા. તદુપરાંત અધકચરો અણુશસ્ત્ર બનાવવાનો પ્રયાસ સાધનસામગ્રી વગર શક્ય નહોતો. આવી સાધનસામગ્રી મેળવવાનું પણ મુશ્કેલ હતું.

વિશ્વનાથે કોઈ ની સાથે વાત કરવા ફોન કર્યો. કોઈ પણ  ઓળખવિધિ વગર એણે વાત શરૂ કરી. બન્ને પક્ષ એકમેક થી પરિચિત હોય તેમ લાગતું હતું. વિશ્વનાથે જણાવ્યું કે એની પાસે પાંચ ગ્રામ હતા અને કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વગર ઘડતર કરી આપે એવા કારીગર ની જરૂર હતી. સામેથી જવાબ આવ્યો કે એવા કારીગરો તો મળે એમ હતા પણ સાધનસામગ્રી ભેગી કરવાનું જોખમકારક હતું. કારણકે આવા અટપટા કામની સામગ્રી વિશે લોકોની નજરે ચઢ્યા વગર છડેચોક તપાસ કરવાનું કામ અશક્ય હતું. વિશ્વનાથ સાહજિક વાત કરતો હતો.એના હિસાબે આ કામ અસાધ્ય નહોતું.કોઈ પણ નિષ્ણાત કારીગર દરેક  જોઈતી વસ્તુ નો બંદોબસ્ત કરી શકે. અલબત્ત આવા કામ નો ખર્ચ ઉઠાવી શકે એવા માલેતુજાર જવલ્લેજ જોવા મળે. છતાંય વિશ્વનાથ નો ભેટો એવા કોઈકની સાથે  થયો હતો, જે મહેનતાણું તથા અન્ય ખર્ચને આસાનીથી પહોંચી શકે તેમ હતું. આવશ્કયતા હતી ભરોસાપાત્ર કામ કરનારની. સામી પાર્ટીએ ઘટતું  કરવાની બાંહેધરી આપી અને એકાદ બે દિવસ માં સંપર્ક કરવાનું જણાવ્યું.

રઝિયા ઝેદી કામે સમયસર પહોંચવા ઉત્સુક હતી. એને મોડા પડવું નાપસંદ હતું. નિગાર ઝેદીએ રઝિયા ના હાથમાં એક પેકેટ આપ્યું અને કામે જતા પહેલા, એ પેકેટ સિરાજ ને પહોંચાડવાની સૂચના આપી. રઝિયા અવારનવાર આવી રીતે સિરાજ ને ચીજ વસ્તુઓ આપવા જતી એટલે કોઈ પણ જાતની નારાજગી બતાવ્યા વગર સંમત થઇ. રઝિયા વહેલી નીકળી અને ચાલ થોડી તેજ કરી. સિરાજનું કારખાનું બહુ દૂર નહોતુંન.કારખાનાની નજીક આવી ત્યારે એણે એક કાર ને ટ્રક ના ટ્રેઇલરમાં થી ઉતારવામાં આવતી હતી તે જોયું.આ કૈં નવું  હતું. એના ભાઈ ના કારખાના આગળ આવી અવરજવર ચાલ્યા જ કરતી.બીમાર દુરસ્ત કાર ની સુરત ફેરવી નાખવાનો તો ભાઈ નો ધંધો હતો. એટલે રઝિયા નાકૂતુહલ ને કોઈ  આશ્ચર્ય ન થયું. રઝિયાએ જોયું કે ત્રણ શખ્સો આ કામ રસથી જોતા હતા. એમના હાવભાવ પરથી ઉતાવળ માં હોય એમ લાગ્યું અને કોઈનું ધ્યાન ન દોરવાની એમની ઉત્સુકતા છાની ન રહી.આમ તો રઝિયાને આ માણસો વિશિષ્ટ ન લાગ્યા એટલે એણે ધ્યાન ન આપ્યું. એકાએક ઝબકાર થયો અને ત્રિપુટી ના બે ચહેરા આછાંપાતળા પરિચિત હોવાનો અણસાર આવ્યો. ક્યાંક જોયા હોય એમ લાગ્યું.

રઝિયા ના મનઃચક્ષુ સળવળ્યા અને તાજેતર માં જોયેલા ચહેરાઓની હારમાળા દ્રષ્ટિમાં થઇ. એણે મનઃચક્ષુને વધુ સતેજ કર્યા, સાવધ કર્યા, એની યાદશક્તિ તાજી થઇ અને પળભરમાં ચમકારો થયો. આ એજ બે શખ્સ હતા જેમણે એનું અપહરણ કરવાની કોશિશ કરી હતી.આવા શકમંદ શખ્સો સાથે એના ભાઈ ને સંબંધ હોવાની શક્યતા થી  એ ધ્રુજી ઉઠી. હાલ પૂરતો રઝિયાએ મનોદશા પર કાબુ મેળવ્યો. સિરાજ ની ઓફિસ માં જઈને પેકેટ આપ્યું અને ટ્રક અને કાર વિશે સાધારણ પૂછપરછ કરી. એના ભાઈએ કહ્યું કે કાલિપ્રસાદ એનો ગ્રાહક હતો. ટ્રક નું  રંગકામ થાય તે દરમ્યાન એની  બગડી ગયેલી કાર ને કારખાના ના પાછળ ના ભાગ માં રાખવાની હતી. રઝિયાએ કામે જવા

બસ પકડી.

રઝિયાના મનની વિચારમાળામાં પુષ્પો ગૂંથાવા લાગ્યા. આવતે વર્ષે એણે અમેરિકા જવાનું વિચાર્યું.અમેરિકન કોન્સ્યુલેટ ના સ્ટાફ ને અમેરિકા ના વિઝા સહેલાઈથી મળતાંહતાં. નિગાર ઝેદી રઝિયા ને એકલી જવા દે તેમ નહોતું. ખાસ કરીને અપહરણ ના પ્રયાસ બાદ. અપહરણ ની સાથે પેલા બે ચહેરા ફરી પાછા નજર સમક્ષ સજીવન થયા. રઝિયાએ પોતાની યાદદાસ્ત ને પડકારી.ચહેરાઓને બારીકાઇ થી નીરખ્યા, એકાગ્રતા થી અવલોક્યા. ફક્ત ક્યાંક જોયા હોય એમ લાગ્યું. વાત  આગળ ન વધી.રઝિયાના મનનું સમાધાન ન થયું. એણે પર્સ ફંફોળ્યું , આદત પ્રમાણે, કોઈ પણ પ્રયોજન વગર. અને પરીક્ષિત નું  કાર્ડ હાથમાં આવ્યું.કાર્ડ જોતાંની સાથે જ કોન્સ્યુલેટ ની પાર્ટીમાંથી ટેક્સી પકડી ને ઘરે જવા નીકળી તે સમગ્ર બનાવ ચલચિત્ર ની જેમ એના માનસપટ પર ખડો થયો.આસ્તે  આસ્તે એની માન્યતા દ્રઢ થઇ. ઓફિસે પહોંચીને પરીક્ષિત નો સંપર્ક કરવાનો નિરધાર કર્યો પછી જ નિરાંત અનુભવી.

પરીક્ષિત નો ફોન જીવંત થયો. પરીક્ષિત નો આ ફોન અનલિસ્ટેડ હોવાથી એનો ફોન નંબર ગણ્યા ગાંઠ્યા લોકો પાસે જ હતો. પરીક્ષિતે રીસીવર કાને ધર્યું. સામે ઝફર નામની વ્યક્તિ હતી. સંવાદ ટૂંકો પણ માહિતીપ્રદ હશે તેમ લાગ્યું.ઝફરે જણાવ્યું કે અમુક મોટા કાવત્રાબાજોએ એક ગંભીર પેંતરો રચ્યો હતો. એમનો ઉદ્દેશ મહત્વાકાંક્ષી અને હાનિકારક હતો. જે સુલેહશાંતી ના કરાર થવાના હતા તેમાં વિક્ષેપ પડવાનો હતો. હવનમાં હાડકા નાખનારા પેદા થયા હતા. ઝફર ના કહેવા પ્રમાણે કહેવાતા કોમવાદી અને આતંકવાદી સંગઠનના છમકલાઓને  મોટું પીઠબળ હતું. અને એ વડવાઈઓ જેમ ફેલાયેલું હતું.ઝફર ના જણાવ્યા પ્રમાણે કુરેશી નામનો શખ્સ, ચીની સરકાર ની સહાનુભૂતિ અને માર્ગદર્શન હેઠળ દોરીસંચાર કરતો હતો. ઝફર ના હિસાબે આ બાબત ની તપાસ કરવામાં જાનનું જોખમ હતું. તેમ છતાં બાંગ્લાદેશ ના મુંબઈ ખાતે ના હાઈકમિશન ઉપર નજર રાખવાનું સૂચવ્યું. ફોન ની લાઈન પાછી નિષ્પ્રાણ થઇ ગઈ. પરીક્ષિત દ્વિધા માં પડ્યો. અત્યારસુધી ઝફર તરફથી મળતી માહિતી સધ્ધર અને શુદ્ધ હતી.

છતાં આ બાતમી માન્યામાં ન આવે એવી હતી. સુલેહશાંતી નું વાતાવરણ સર્જાયું હતું અને સહીસિક્કા નજીકના ભવિષ્યમાં  જ થવાના હતા.

(ક્રમશઃ)

One response to “ભીંતર ના વ્હેણ- પ્રકરણ ૧૭

  1. Dipti Trivedi. May 27, 2020 at 2:03 PM

    interesting storyline.
    I always wait for the next prakran.
    This number 17 seems missing lines in-between, if you can check and correct, it always has so many important moves , hard to make connection if we miss the lines.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: