ભીંતર ના વ્હેણ પ્રકરણ: ૧૯

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ  પ્રકરણ: ૧૯

જોસેફ ટ્રકની  તપાસ કરીરહ્યો હતો. એને ખાતરી  હતીકે નક્કર પુરાવાનો અભાવ હશે. એણે ટ્રક ની લાઇસન્સ  પ્લેટ નો નમ્બર ત્રિશૂળ ને મોકલ્યો.અને તરત જ પ્રત્યુત્તર આવ્યો કે લાઇસન્સ પ્લેટ ચોરાયેલી હતી. જોસેફ ને નવાઈ ન લાગી.એ ટ્રક ના ટ્રેઇલર માં નજર ફેરવી રહ્યો હતો. સિરાજનો એક કામદાર એની પાસે આવ્યો અને ટ્રકમાંથી ઉતારેલી કારની વિગતો આપી ને એ કાર ક્યાં રાખવામાં આવી છે તે પણ જણાવ્યું. જોસેફે કાર ને ઓળખી કાઢી. એણે તાબડતોબ ત્રિશૂલને જણાવ્યું કે એન્રીચડ યુરેનિયમવાળી કારનોપત્તો મળ્યો છે. આ સમાચાર પરીક્ષિત ને સેલફોન પર એસએમએસ થી મોકલવામાં આવ્યા. જોસેફ પાસે કાર ની ચાવી નહોતી પણ ચાવી વગર કોઈ પણ કાર નો દરવાજો ખોલવાની કળા ત્રિશુલના દરેક અફસરને ગળથુથીમાં પીવડાવવામાં આવેછે. કારની અંદર  પ્રવેશીને એણે જોઈ લીધુંકે સેઇફ સલામત હતી. જોસેફ ખુબ ખુશ થયો. યુરેનિયમની સુરક્ષા ની જવાબદારી એના શિરે હતી.અને અંતે એનું પાલન કરવાનો મોકો એને મળ્યો ખરો! ગૌતમ દીવાન ને પણ આ સમાચાર મળ્યા. ગૌતમે જોસેફ પાસેથી સિરાજના ગરાજનું  સરનામું મેળવ્યું. અને એ બનતી ત્વરાએ ત્યાં પહોંચશે એ પણ જણાવ્યું. તે દરમ્યાન જોસેફ ની દેખરેખ રાખવાનો અનુરોધ કર્યો.ગૌતમ ને પહોંચતા કલાક વીત્યો. એણે  સેઇફ નું કોમ્બિનેશન લોક ખોલ્યું. યુરેનિયમ નો જથ્થો સેઇફ માં નહોતો! યુરેનિયમ ના સિલિન્ડર નું શું થયું હશે? કારના ર્ડ્ઈવર નું શું થયું? મામલો વધુ ગૂંચવાયો.

 

પ્રત્યેક પ્રશ્નના ઉકેલમાં ઉત્તરરૂપે નવા પ્રશ્નો જન્મતા હતા.એક જૂની ફિલ્મમાં ગીત હતું: એક સવાલ મેં કરું, એક સવાલ તુમ કરો. હર સવાલ કા જવાબ ભી સવાલ હો.ફિલ્મમાં એ ભલે મનોરંજક લાગે પણ વાસ્તવમાં તો હતાશાજનક.

 

ગૌતમ દીવાન અણુકેન્દ્ર પાછો ફર્યો. દિવાકર  માધવન નો અનલિસ્ટેડ નંબર  જોડ્યો. દિવાકરને ગૂમ થયેલ યુરેનિયમ સિલિન્ડર વિષે વાત કરી. દિવાકરને આઘાત કરતા આશ્ચર્ય વધુ લાગ્યું.કેટકેટલી ચોકસાઈ અને સલામતીના પ્રબંધો પાણીમાં ગયા. આવી દુર્લભ માહિતી કેવી રીતે કોઈ ત્રાહિત ના હાથમાં આટલી સરળતાથી અને સહેલાઈથી પહોંચી? માધવનના મગજના ચક્રો , પ્રકાશથી પણ વધુ તેજ ઝડપે ફરી રહ્યા હતા. મામલાની ગંભીરતાના અસહ્ય બોજમાં એ ભીંસાયો. હાલ પૂરતું તો આ બાતમી પ્રાઈમ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર અને ડિફેન્સ મિનિસ્ટર પુરતીજ મર્યાદિત રાખવાનો નિશ્ચય કર્યો. દિવાકર આદત પ્રમાણે પ્રત્યક્ષ સમસ્યાનો ઉકેલ લાવવા ઉત્સુક હતો પણ ઉતાવળો નહોતો. એને ખ્યાલ આવી ગયો કે આ તો કદાચ હિમશીલા ની એક ટોચ માત્ર પણ હોય! એની ગહેરાઈનો  તાગ લગાવવો જ રહ્યો. આવા વટવૃક્ષને જડમૂળથી નાબૂદ કરવું જ રહ્યું. ધીરજ, ખંત, ચબરાકી, સામ, દામ, ડંડ, ભેદનો ઉપયોગ કરવો જ રહ્યો. કદાચ આતંકવાદી પણ સંડોવાયેલા હોય! જે દેશ આતંકવાદીઓને સીધા દોર નકરે , એ દેશનું ભવિષ્ય ઉજ્જવળ ન હોઈ શકે. કાયદો અને જાસૂસી-ઇન્ટેલિજન્સ નો સમન્વય  સાધ્યા વગર આ કામ મુશ્કેલ બને. એક વાત નક્કી કરીકે આ કાળા કામ કરનાર દુશમનને અસાવધ રાખવો, જેથી એનો આત્મવિશ્વાસ દ્રઢ બને, જેથીએ બેદરકાર બને. એવા દુશમનને ભુલથાપ આપી શકાય. આમેય તે દિવાકર જરૂર કરતા વધારે વાણી, આચાર, વિચારનું આચરણ કરવામાં માનતો નહોતો. એના મગજમાં શું ચાલી રહ્યું છે એ ભાગ્યે જ કોઈ જાણી શકતું.   જોડ્યો. દિવાકરને ગૂમ થયેલ યુરેનિયમ સિલિન્ડર વિષે વાત કરી. દિવાકરને આઘાત કરતા આશ્ચર્ય વધુ લાગ્યું.કેટકેટલી ચોકસાઈ અને સલામતીના પ્રબંધો પાણીમાં ગયા. આવી દુર્લભ માહિતી કેવી રીતે કોઈ ત્રાહિત ના હાથમાં આટલી સરળતાથી અને સહેલાઈથી પહોંચી? માધવનના મગજના ચક્રો , પ્રકાશથી પણ વધુ તેજ ઝડપે ફરી રહ્યા હતા. મામલાની ગંભીરતાના અસહ્ય બોજમાં એ ભીંસાયો. હાલ પૂરતું તો આ બાતમી પ્રાઈમ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર અને ડિફેન્સ મિનિસ્ટર પુરતીજ મર્યાદિત રાખવાનો નિશ્ચય કર્યો. દિવાકર આદત પ્રમાણે પ્રત્યક્ષ સમસ્યાનો ઉકેલ લાવવા ઉત્સુક હતો પણ ઉતાવળો નહોતો. એને ખ્યાલ આવી ગયો કે આ તો કદાચ હિમશીલા ની એક ટોચ માત્ર પણ હોય! એની ગહેરાઈનો  તાગ લગાવવો જ રહ્યો. આવા વટવૃક્ષને જડમૂળથી નાબૂદ કરવું જ રહ્યું. ધીરજ, ખંત, ચબરાકી, સામ, દામ, ડંડ, ભેદનો ઉપયોગ કરવો જ રહ્યો. કદાચ આતંકવાદી પણ સંડોવાયેલા હોય! જે દેશ આતંકવાદીઓને સીધા દોર નકરે , એ દેશનું ભવિષ્ય ઉજ્જવળ ન હોઈ શકે. કાયદો અને જાસૂસી-ઇન્ટેલિજન્સ નો સમન્વય  સાધ્યા વગર આ કામ મુશ્કેલ બને. એક વાત નક્કી કરીકે આ કાળા કામ કરનાર દુશમનને અસાવધ રાખવો, જેથી એનો આત્મવિશ્વાસ દ્રઢ બને, જેથીએ બેદરકાર બને. એવા દુશમનને ભુલથાપ આપી શકાય. આમેય તે દિવાકર જરૂર કરતા વધારે વાણી, આચાર, વિચારનું આચરણ કરવામાં માનતો નહોતો. એના મગજમાં શું ચાલી રહ્યું છે એ ભાગ્યે જ કોઈ જાણી શકતું.

 

પરીક્ષિત હોમ મિનિસ્ટર ને મળવા દિલ્હી ગયો છે એ વાત દિવાકર જાણતો હતો. દિવાકરે પ્રાઈમ મિનિસ્ટર નો ખાનગી ફોન જોડ્યો અને પરિસ્થિતિ નો અહેવાલ આપ્યો. ત્યારબાદ ડિફેન્સ મિનિસ્ટર ને તાજા ખબર નો રિપોર્ટ આપ્યો. ત્રણેય મિનિસ્ટરોએ નક્કી કર્યું કે પરીક્ષિત દિલ્હી પહોંચે ત્યારે પ્રાઈમ મિનિસ્ટર ની ઓફિસ માં જ બધાએ ભેગા થવું. દિવાકર ને પણ આ નિર્ણય યોગ્ય લાગ્યો.

 

પરીક્ષિત માટે દિલ્હી એરપોર્ટ પર ત્રિશૂળ  ની કાર તૈયાર હતી.ત્રિશૂળ ના ડ્રાઈવરે એક સીલબંધ કવર આપ્યું. પરીક્ષિતે કવર ખોલીને કાગળ વાંચ્યો. એમાં પ્રાઈમ મિનિસ્ટર ની ઓફિસ માં હાજર થવાનો આદેશ હતો. હોમમિનિસ્સ્ટર અને ડિફરન્સ મિનિસ્ટર પણ હાજર રહેશે એ વાતનો ઉલ્લેખ પણ એમાં હતો. ત્રિશૂળ ની કાર  પરીક્ષિત ને લઈને રવાના થઇ અને એની સાથે એ કાર જેવીજ આઆબેહુંબ કાર હતી. પાછળ ત્રીજી કાર સ્સલામત અંતરે સાવચેતી થી પરીક્ષિત ની કાર નો પીછો કરતી હતી.પરીક્ષિત ની કાર ના ડ્રાઈવરને આ હકીકત નો ખ્યાલ આવી ગયો. ડ્રાઈવરે ત્રિશૂળ ની આબેહૂબ કારને સેલફોન દ્વારા સંદેશો મોકલ્યો. ડ્રાઈવરે જોયું કે પેલી આબેહૂબ કાર એની પાછળ બીજી લેઈનમાં હતી. ત્રિશૂળ ની તાલીમ અનુસાર એક ટ્રાફિક સિગ્નલ પર પરીક્ષિતની કાર એક ગલીમાં વળી ગઈ અને એની જગ્યાએ આબેહૂબ કાર એવી સિફત થી ગોઠવાઈ ગઈ  કે થોડા અંતરે અનુસરતી ત્રીજી  કાર ને અદલાબદલી નો અણસાર પણ ન આવ્યો.પરીક્ષિત ના ડ્રાઈવરે કાર સાઈડમાં પાર્ક કરી અને બીજી કાર મંગાવી. પાંચ મિનિટમાં તો બીજી કાર આવી અને પરીક્ષિતના રસાલાને લઇને રવાના થઇ. થોડીકજ વારમાં પરીક્ષિત પ્રાઈમ મિનિસ્ટર ની ઓફિસે પહોંચ્યો. પરીક્ષિત ના ધ્યાન બહાર એક પ્રેસ ફોટોગ્રાફર દૂરથી ટેલીફોટોલેન્સ વાપરીને ફોટા લઇ રહ્યો હતો. જનસમુદાય ની સમાચાર ક્ષુધા શમાવવામાં પ્રેસ ફોટોગ્રાફર સારો એવો ભાગ ભજવે.વળી સિક્યુરિટી ની દ્રષ્ટિએ પ્રેસ ફોટોગ્રાફર એટલા ખતરનાક નહીં હોય એટલે એમની જાંચ-પડ઼તાલ માં પણ હળવાશ હોય. એમની હિલચાલ પર ચાંપતી નજર પણ રાખવામાં ન આવે.

 

પરીક્ષિત પ્રાઈમ મિનિસ્ટર ને પહેલા પણ મળ્યો હોવા છતાં એમનાથી અંજાઈ ન જવાય એની

તકેદારી ધ્યાનમાં રાખી.ગમે એમ તોય એક વિશાળ લોકશાહીની સત્તા ના સૂત્રધારના પ્રભાવ અને પ્રતિભા   ભલભલાને મ્હાત કરે. બીજા બે મિનિસ્ટર પણ હાજર હતા. હકીકત એ હતીકે યુરેનિયમનો કાફલો ખોરવાયો હતોઅને કાર ની  સેઈફમાં યુરેનિયમ નો સિલિન્ડર નહોતો. યુરેનિયમ નું શું થયું? શું થઇ શકે? ક્યાં અને કેવી રીતે? ક્યારે? અને એવી તો કેટલીય સમસ્યાઓ વહેતી થઇ. પરિસ્થિતિ નાજુક અને ગંભીર હતી. વાત વણસી ન જાય એ ખુબ જ અનિવાર્ય હતું. આ વાતને કોઈ પણ હિસાબે ગુપ્ત રાખવાની હતી. દેશમાં અંધાધુંધી અને ગભરાટ ન ફેલાય તે પણ ધ્યાનમાં રાખવાનું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મામલો બિચકી ન જાય તે પણ જોવાનું હતું. એનરિચ્ડ યુરેનિયમ જેવી મહામૂલી ચીજનું લીલામ પણ થાય અને વેચનારને મોં માગ્યા દામ મળે. દૂધ પાઈને ઉછેરેલા સાપ જેવા પેટ્રોલિયમ વેચી સમૃદ્ધ આરબ દેશોની અઢળક કમાણી માટે આવા મોં માંગ્યા દામ આપવાનું સહેલું છે.

 

ત્રિશૂળ ની પ્રગતિથી દેશના સત્તાધીશો પ્રસન્ન તો હતા પણ એમનામાં ધીરજ નો અભાવ હતો.  એમની રાજકીય મૂડી અકબંધ જળવાઈ રહે અને એમની લોકપ્રિયતા ના આંકને આંચ પણ ન આવે તે પણ એટલુંજ જરૂરી હતું.અંતે આ મામલો જેમ બને તેમ જલ્દી હલ કરવા માટે યોગ્ય પગલાં લેવા. કોઈ પણ જાતની પ્રસિદ્ધિ પર અંકુશ લાદવામાં આવ્યો. ફક્ત પ્રાઈમ મિનિસ્ટર જ દેશ સમક્ષ યોગ્ય સમયે હકીકતો રજૂ કરશે.પરીક્ષિતને બધી જવાબદારી સોંપાઈ. પરીક્ષિત સહર્ષ કબૂલ થયો અને સાથે સાથે પ્રાઈમ મિનિસ્ટર ને વિનંતી કરી કે સત્તાવાર જવાબદારી લેખિત હોવી જોઈએ. એમાં એ પણ સ્પષ્ટ હોવું જોઈએ કે પરીક્ષિત આ કાર્યવાહી પ્રાઈમ મિનિસ્ટર ના પ્રતિનિધિ તરીકે , એમના આદેશ અનુસાર કરે છે. અને એનો અહેવાલ પ્રાઈમ મિનિસ્ટર સિવાય કોઈ માંગી ન શકે. હોમ મિનિસ્ટર અને ડિફેન્સ મિનિસ્ટર નો નાજુક અહમ એનાથી ઘવાયો. પ્રાઈમ મિનિસ્ટરે સમયસૂચકતા વાપરીને બેઉં ને યથાયોગ્ય માહિતી પોતે જ પુરી પાડશે તેમ કહીને તેમના ઘવાયેલા અહમ પર મલમપટ્ટી કરી. પરીક્ષિતનો દુરાગ્રહ અસ્થાને નહોતો. રાજકીય નેતાઓની સત્તાલાલસા  એક જાતની વેશ્યાવૃત્તિ જ હતી.એકમેક ના હરીફ અને દુશમન હોવા છતાં  પણ જરૂર પડે એકબીજાના પડખા સેવતા ન શરમાય. પરીક્ષિત દલાલી કરવા તૈયાર નહોતો. એમની રાજકીય પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા સાચવવા માટે એને હોળીનું નાળિયેર પણ બનાવાય એ શક્યતા પરીક્ષિત ને માન્ય નહોતી.મિટિંગ બરખાસ્ત થઇ ત્યારે પ્રાઈમ મિનિસ્ટર ના સહીસિક્કા ધરાવતો સત્તાવાર દસ્તાવેજ એના હાથમાં હતો. પરીક્ષિત ત્યાંથી એના રસાલા સહિત બે વખત કાર બદલીને એરપોર્ટ પહોંચ્યો અને મુંબઈની ફ્લાઇટ પકડી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: