ભીંતર ના વ્હેણ પ્રકરણ: ૨૦

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ

પ્રકરણ: ૨૦

પરીક્ષિત મુંબઈ એરપોર્ટથી સીધો ઘરે ગયો. મોડી રાત નો સમય હતો. ઉર્વશી ઓફિસ નું કામ પતાવીને

છાપું વાંચતી હતી. શુભાંગી અને અનુરાગ એમના રૂમ માં હતા. ઉર્વશીને જોતાં જ પરીક્ષિત ના થાકેલા

ચેહેરા પર ઉલ્લાસ ઉમટ્યો. ઉર્વશી એની પ્રેરણા હતી , એનો વિસામો હતી. એનું સર્વસ્વ હતી. ઉર્વશી ના

હૃદય માં પણ પરીક્ષિત માટે આવીજ લાગણીઓનું

ઝરણું અસ્ખલિત વહેતુ હતું. મનમેળ ના સંવેદન ને જ  આ નાજુક લાગણીઓની વેલનું પોષણ થાય છે. અને એની સતત માવજત પણ અનિવાર્ય છે, ઉર્વશીના

આવકારી સ્મિતમા આલિંગન કરતા પણ વધુ આત્મીયતા હોવા છતાં પરીક્ષિતના બાહુપાશ ની કેદ ઉર્વશીએ સહર્ષ સ્વીકારી.શારીરિક હાવભાવની ભાષામાં જે આપલે થઇ એને વાચા આપવાની દુષ્ટતા બેમાંથી

કોઈએ ન કરી. એકમેકના સ્પર્શનું માદ્કતાવિહોણું

માધુર્ય પણ એટલુંજ માર્મિક હતું. ઉર્વશી પરીક્ષિત ના કામ વિષે ક્યારેય પૂછપરછ ન કરતી. એને ખબર હતી કે પરીક્ષિત ની કામગીરી ગંભીર પ્રકાર ની હતી, અને જાહેર ચર્ચા નો વિષય નહોતી. એનાથી અજ્ઞાત રહેવું ઉર્વશીના હિતમાં હતું. અને ઉર્વશીની સલામતી માટે જરૂરી હતું. ન કરે નારાયણ અને

ઉર્વશી આતંકવાદનો ભોગ બને તો બળજબરીથી આતંકવાદીઓ એની પાસેથી કોઈ બાતમી કઢાવી શકે. એ શક્યતાનું નિવારણ ઘણું જ અગત્યનું હતું. ઉર્વશી એવી કોઈ પણ શતરંજ નું પ્યાદું બને એ ઉભય ને

મંજુર નહોતું. આધિનતાનો  અસ્વીકાર  કરનારને

પણ નિંદ્રાધીન થયા ના ચાલે. નિંદ્રા આગળ નમતું

જોખવું જ પડે.પોપચાંનાં વજનથી નિંદ્રાનું ત્રાજવું ભારે થયું અને હળવેકથી બંને શયનાધીન થયા.

 

હકીકતમાં ઉર્વશી પણ બે દિવસ પહેલાજ દિલ્હી થી  પછી ફરી હતી. એના પ્રસ્તાવને મંજૂરી મળશે એમ એનું મન કહેતું હતું. એકાદ પ્રસંગ એવો ઝંખતી હતી, જેમાં પોતાનો કસબ અનેકાર્યદક્ષતા પ્રદર્ષિત કરવાનો મોકો નળે.

 

અનિવાર્ય લેખાતી નિર્દોષ જાનહાની અટકે અને કાળા કરતૂતોના કરનાર ને મ્હાતકરવામાં આવે. એની વ્યૂહરચના એક નવોજ આકાર લઇ રહી હતી. ઉર્વશીના

મગજ માં. એ માનતી કે ઘણીવાર ગૂંચવણભર્યા

મામલાઓનો ઉકેલ સરળ હોય છે. સાવ દેખીતું અને વાસ્તવિક આયોજન પણ એટલુંજ અસરકારક નીવડે કારણકે એમાં નવીનતા ન હોય.

યુક્તિ પ્રયુક્તિઓ ન હોય અને છતાંય અણધારેલું હોયઉર્વશીએ જે સાપ  બનાવ્યો હતો એનું નામ હતું

“વિશેષ નાગ”. એ નાગ ની ફેણમાં જ એની વિશેષતા હતી. ફેણ ઘેન ના રસાયણ થી અથવા ઘાતક ઝેર  થી સજ્જ કરી શકાય એવી હતી. સાપ નું સંચાલન રિમોટ કંટ્રોલ દ્વારા એક ટ્રક માંથી થાય. સાપ ની નજરમાં જે આવે તે બધું ટ્રક માં ગોઠવેલા ટીવી મોનિટર પર સ્પષ્ટ દેખાય. સાપ ની આંખોમાં ઝૂમ, વાઈડ એન્ગલ અને ટેલિફોટો લેન્સ  ધરાવતા

પાવરફુલ  કેમેરા ગોઠવ્યા હતા. કોઈ પણ ચીજ વસ્તુ  ઝીણવટપૂર્વક જોઈ શકાય. ક્લોઝ સર્કિટ ટીવી

ટેક્નિકનો પુરેપુરો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રક પણ બહુરૂપી હતી. પ્રસંગોચિત વાઘા ધારણ કરે. બોલબેરિંગની ગોઠવણી થી ચુપકીદીથી સરકતા સાપ નો રંગ પણ જરૂર પ્રમાણે બદલી શકાય તેવો હતો. લીલોતરી કે ભેખડ માં આસાનીથી ભળી જાય. સાપના  વિશિષ્ટ  બંધારણ ને કારણે એની પકડ કેભીંસમાં જે સપડાય, તેના અંગ

ઉપાંગો સજા ન રહે, નિષ્ક્રિય બની જાય. વર્ષોની

મહેનત  બાદ સાપ સર્જન ની સાધના પુરી થઇ હતી.

આ બાજુ  જોસેફ નો સાથીદાર કાલિપ્રસાદનો પીછો કરીને  કોલિવાડા  વિસ્તાર માં આવ્યો. કાલિપ્રસાદ ટેક્ષીમાં થી ઉતર્યો અને એક દુકાનમાં પ્રવેશ્યો. જોસેફ નો સાથી પણ ટેક્સી છોડીને એક સામાન્ય રાહદારીની જેમ દુકાન તરફ

ગયો.કૈંક ખરીદવાનું યાદ આવ્યું હોય તેમ જયારે એ

દુકાનમાં પ્રવેશ્યો ત્યારે સામેથી એક દાઢીમૂછવાળા ને દુકાનમાં થી બહાર જતા જોયો. દુકાનમાં બીજા ઘરાક પણ હતા પણ કાલિપ્રસાદ જ નહોતો! વિમાસણ

ખડી થઇ. કાલિપ્રસાદ ગયો ક્યાં?  એ અકળાયો. એક ત્રિશુલ ના અફસર માટે આ અણછાજતું ગણાય. એણે તરત જ જોસેફ નો સંપર્ક કર્યો અને અહેવાલ આપ્યોજોસેફને તરત જ ખ્યાલ આવ્યો કે દુકાનમાં અવશ્ય કોઈ ભેદ છે.જોસેફે એના સાથીદારને હિંમત આપી

અને નવી કામગીરી સોંપી; દુકાનમાં ચાલી રહેલી

અવરજવર ઉપર નજર રાખવાની, સેલફોનથી દુકાનમાં આવતા-જતા લોકોના ફોટા પાડીને ત્રિશુળને મોકલવાની. દુકાનનું નામ સાથીદારે ત્રિશુળને મોકલ્યું અને થોડીવારમાં જવાબ પણ આવી ગયો કે એ નામની દુકાન તો વર્ષો થી  બંધ હતી. તો પછી આ કોની દુકાન અને કઈ દુકાન?

 

હોમમિનિસ્ટર કુશળ અગ્રસેન ના આવાસમાં એક

અસાધારણ ઘટના બની. વાત કરતા કરતા પરસેવો

થતો હતો.કુશળના ચીંતિત ચહેરાની ભૌગોલિક રચના માં ફેરફાર થયા.કપાળ પર કરચલીની કુંપળોમાં ફણગા ફૂટ્યા. એમણેદબાયેલા સ્વરમાં ફોન કરનાર

વ્યક્તિને હવે પછી  ક્યારેય એમના નિવાસસ્થાને ફોન ન કરવાની તાકીદ કરી. શૈલજા પુણ્યાર્થી પણ એમ ગાંજી જાય એવી ન હતી. એણે અગ્રસેન ને કહ્યું કે કાચના મહેલમાં રહેનારને પથ્થરબાજી કરવાનું પરવડે નહીં. શૈલજાએ પાણીચું પરખાવ્યું. પ્રાઈમ મિનિસ્ટર ને આજે મોડી સાંજે મળવા  આવનાર વ્યક્તિ ની માહિતી એને મળવી જ જોઈએ. અને જો તેમ નહીં થાય તો કુશળ ની પ્રતિષ્ઠાને હાનિ થશે.

 

શૈલજા પુણ્યાર્થી કન્યાકુમારી તરીકે પ્રખ્યાત હતી. એ નામ ધારણ કરવા પાછળ રહસ્ય હતું. વૈમનસ્ય. નિર્દોષ પારેવા જેવીશૈલજાને આંગણે યૌવન ના પગલાં થયાન થયા ત્યાં તો પાશવી પારધીઓએ પારેવડાંને પીંખીનાખ્યું.શૈલજા નું શીલ ખરડાયું. કૌમાર્યવસ્થા ની

કુણાશ પર કઠોર કામવાસનાએ સ્થાપેલ વર્ચસ્વથી એરીઢી થઇ ગઈ હતી.હવસખોરોની હોળીમાં  હોમાયેલીશૈલજામાંથી કન્યાકુમારીનો  જન્મ થયો હતો. આમતો એને પુરુષો પ્રત્યે ઘૃણા નહોતી, પણ એમની

પાશવીવૃત્તિઓની એ સખ્ત વિરોધી હતી. શૈલજા એ

પણ જાણતી હતી કે પાશવી નરાધમ પુરુષો કરતા

સદાચારી પુરુષોની સંખ્યા વધારે હતી. કન્યાકુમારીની કામવાસનાની સાધના અશ્લીલતાના અખાડાઓમાં પરિપક્વ થઇ હતી.  ખજુરાહોના શિલ્પની શિખામણ ના સથવારે નિપુણ બની હોવા છતાં,સ્વાનુભવના શિક્ષણની તોલે કોઈ જ ન આવે.શૈલજા સ્વયંને એક અનુભવી અને આકર્ષક નગરવધુ માનતી હતી. આપણા

પૂર્વજોની દુરંદેશી પણ કમાલ ની હતી. એક સુંદર કન્યા ને મેળવવા માટે રામાયણ કે મહાભારત ના  મંડાણ ન થાય એટલે એવી કન્યા ને સાર્વજનિક નગરવધૂનું બિરુદ અર્પણ કર્યું. આવી નગરવધુ કોઈ ની ન થાય, પણ બધા

એના થવા માટે તલસે અને  આશ્વાસન મેળવે કે ખેર, જે પોતાને ન મળી એ બીજા કોઈને ય ન મળી!ઘાસના પૂળા પર બેઠેલા શ્વાન! કન્યાકુમારી પૈસાપાત્ર પ્રતિષ્ઠિતો

અને પહોંચેલા પોલિટિશિયનોની માનીતી હતી. અને તેમને પહોંચીવળે તેવીહતી.સરકારી વહીવટી તંત્રના માળખામાં મિનિસ્ટર  દીઠ પોર્ટફોલિયો હોય છે અને કોઈ વીરલાઓ એકથી વધુ ખાતાં સંભાળે! શૈલજા આવા  મિનિસ્ટરોની મિનિસ્ટર હતી!

કુશળ અગ્રસેન એક અનુભવી, વિચક્ષણ અને વિદ્વાન રાજ્યકર્તા તરીકેપ્રખ્યાત હતો. સરદાર પટેલ જેવી

કુનેહ એનામાં હતી. સ્વતંત્ર દેશ ના વિકાસની સાથે સાથે સંકુચિત પ્રાંતવાદ, રાજકીય, આર્થિક અને

સામાજિક ગુંડાગીરીનો સડો પણ વિકસ્યો. વિદેશથી આઉટસોર્સ થયેલ રોજગારીથી દેશમાં આબાદી ની સાથે બીજા ઘણા અનિચ્છીય આગમન થયા. આતંકવાદના આગમન સાથે કુસંપ ના બીજ રોપાયા અને રાજકારણ કુસ્તીનો અખાડો બની ગયું.

દેશનું વિભાજન થાય તે પહેલા કુશળ અગ્રસેન સત્તા પર આવ્યો. એણે સ્વતંત્ર કાશ્મીરની માંગણી કરનારાઓને જાહેર માં એવી રીતે ખુલ્લા પાડયા કે એમની

લાગવગ ઘટી ગઈ. કાશ્મીરનો આર્થિક વિકાસ થયો. લાંબા સમયથી ચાલી રહેલા કાશ્મીરના ઝઘડાનો અંત આવ્યો. શક્તિશાળી ઇન્ડિયન આર્મીએ કાશ્મીર પર વર્ચસ્વ સ્થાપ્યું અને સરહદને સુરક્ષિત બનાવી

પરિણામે કાશ્મીર ભારતનું એક સાવધાન અને

સુરક્ષિત સ્ટેટ બન્યું.

 

જુના ઝઘડાઓનું નિરાકરણ કરવા કુશળ અગ્રસેન

હંમેશા તૈયાર રહેતો, પણ બહારના કોઈ પણ દેશ ની ડખલ વગર. ખાસ કરીને પશ્ચિમી દેશો કે જેમની

ડિવાઇડ એન્ડ રુલ ની પ્રથાએ અત્યારસુધી હરેક  પ્રશ્નને  સળગતો જ રાખ્યો હતો. બીજી શરત એ હતી કે આતંકવાદને ભારત ક્યારેય નમતું નહીં જોખે.

ખરેખર એણે આતંકવાદીઓને નમાલા અને નકામા બનાવી દીધા. આર્થિક ઉન્નતીએ લોકોમાં નવી આત્મશ્રદ્ધા જગાવી. લોકોને આતંકવાદની પોકળતા નો અહેસાસ થયો. એમને ખાતરી થઇ કે શારીરિક, માનસિક અને આર્થિક સુખચેન પ્રાપ્ત કરવા માટે આતંકવાદ

નિષ્ફ્ળ ગયો છે. આતંકવાદ આથમ્યો. સમજુતીભર્યું નિરાકરણ જયારે થાય ત્યારે પણ અવિભાજ્ય કાશ્મીર પર ભારતનું વર્ચસ્વ રહેશે. એ નિઃશંક છે. ટૂંક સમયમાં આખો પ્રદેશ પૃથ્વીનું સ્વર્ગ તો ન બની શક્યો, પણ

નર્ક તો ન જ રહ્યો. સુખચેન ની સુંવાળપ અનુભવ્યા

પછી કોને પણ સારાસાર નો ખ્યાલ આવ્યો. કોમવાદ

નાબૂદ થયો. પહેલીવાર દેશમાં અપૂર્વ એકતા નો ઉદય થયો. આતંકવાદ અને ગુંડાગીરીમાં સામ્ય છે. ગુંડાગીરી એક ઘરેલુ આતંકવાદ જ છે ! રામરાજ્ય તો ન

સ્થપાયું પણ એક પ્રગતિશીલ અને પ્રતિષ્ઠિત લોકશાહી માં ભારત ની

ગણના થવા લાગી.

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: