ભીંતર ના વ્હેણ પ્રકરણ ૨૩

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ પ્રકરણ ૨૩

 

નિયત કાર્યક્રમ પ્રમાણે એક વિમાન ઉડ્યું અને દશ

હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યું.નિષ્ણાતોએ વારાંગનાની

આરાધના કરી એટલે કે એક્ટિવેટ કરી. ત્રીસ સેકન્ડ માં

વારાંગનાએ વિમાનનું સંચાલન કરવા માંડ્યું અને દશ મિનિટમાં

સહી સલામત રીતે જમીન પર ઉતાર્યું. પરિક્ષિત આ કામગીરીથી

પ્રભાવિત થયો. વારાંગનાના ગુણદોષનું સરવૈયુંકાઢવામાં આવ્યું.

વારાંગનાની આણ એની આસપાસના એકસો માઈલના વર્તુળ

પૂરતી મર્યાદિત હતી. વારાંગનાની નારીસહજ, લાક્ષણિક સર્જક

અને સંહારશક્તિને વ્યાપક બનાવવાનો પ્રસ્તાવ પરિક્ષિતે રજૂ

કર્યો. વિચારવિનિમયને અંતે બે વિકલ્પોએ આકાર લીધો. એક

વિકલ્પ એ હતો કે એક જમ્બો જેટમાં વસવાટ કરતી વારાંગનાની

અસરકારકતા વિસ્તૃત બને. જમ્બો જેટ માં વિહરતી વારાંગના,

કોઈ પણ વિમાન નો શિકાર કરી, એન મ્હાત કરી શકે. એવું

આયોજન અસંભવ નહોતું. બીજો વિકલ્પ હતો, વારાંગનાનો

સેટેલાઇટ સાથે મેળાપ કરાવવાનો. સેટેલાઇટ વારાંગનાની

શક્તિના રીલે સ્ટેશનનું કામ કરે અને પોઝિશન ગાઈડન્સ

સિસ્ટમની મદદથી કોઈ પણ ઉડતા વિમાનનું સંચાલન કબ્જે

કરે. એક મહિનાના ગાળામાં બેમાંથી એક વિકલ્પને કાર્યસિદ્ધ

કરવાના ઠરાવને બહાલી મળી. પરિક્ષિત ત્રિશૂળની જે અદ્યતન

નૌકામાં એલિફન્ટા આવ્યો હતો , તેમાંજ પાછો ફર્યો.

 

નૈષધ હાંસોટી છેલ્લા કેટલાક સમયથી ચિંતાતુર

હતો.ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી, આઈ.આઈ.એ.નો

ખાનગી સન્દેશ વ્યવહાર સલામત ન'તો રહ્યો. ખુબ જ

અગત્યનીસેન્સિટિવ અને સઁરક્ષણાત્મક બાતમીઓ અવારનવાર

ઇન્ડિયાનું હીટ કરનાર આતંકીઓ ને સાંપડતી અને એના માઠા

પરિણામ આવતા.

 

નૈષધ અને ઉર્વશીની તાજેતરમાં દિલ્હીમાં થયેલી મુલાકાત

પછી નૈષધ ભાસ્કર ચૌહાણ ને મળવા મુંબઈ આવ્યો હતો.

ભાસ્કર ચૌહાણનેઅકસ્માતમાં થયેલી ઈજાઓ હજુ માવજત

માંગતી હતી. પ્રભુકૃપાથી કે આત્મબળથી એણે પોતાની સારવાર

માં સક્રિય ભાગ લીધો હતો. ભાસ્કર ચૌહાણનું પ્રોત્સાહિત,

આશાવાદી અને નીડરતાભર્યું વલણ ફરી એક વાર સાબિત કરી

ગયું કે દર્દીનું સહકારી અને આશાવાદી વલણ ક્વોલીટીસભર

તબીબી માવજત જેટ્લુજ અસરકારક હોય છે. પરિણામે

ભાસ્કરને હોસ્પિટલના રુમમાં હરવાફરવાની, બેસવા ઉઠવાની

છૂટ મળી હતી. ભાસ્કરે નૈષધને ઉમળકાભેર આવકાર્યો. અને

નૈષધ પણ ભાવથી ભેટ્યો. પરસ્પર લાગણીભરી આપ-લે taim

થઇ. પરંતુ ઔપચારિકતા માં ટાઈમ બરબાદ કરવાનું બેમાંથી

કોઈના સ્વભાવને અનુરૂપ નહોતું.

નૈષધે મુદ્દાની વાત પર આવતા

જણાવ્યુકે આઈ.આઈ.એ. નો ખાનગી સંદેશ વ્યવહાર

સહીસલામત નહોતો. કોણ, ક્યાંથી, કેવી રીતે આ બધી

બાતમીઓ મેળવી શકેછે, તે જાણવું અત્યન્ત જરૂરી હતું. એટલુંજ

નહીં પણ જાણભેદુની પહોંચ અને પથરાયેલી જાળનો સફળતાથી

નાશ વરવાનો હતો. આ કામગીરી ખુબજ ચીવટથી અને ખાનગી

રીતે કરવાની હતી. રાજનેતાઓ જેવા હવનમાં હાડકા

નાખનારને આ બાબત વિશે જરૂરથી વધારે માહિતી નહીં

આપવાનું નક્કી થયું. વાંદરાઓ જેમ ઘા ને રુઝાવા ન દે તેમ

આવા કહેવાતા લોકનેતાઓ પોતાની લોકપ્રિયતા વધારવા માટે

આ બાબતનો અંગત લાભ ન ઉઠાવે, તો એમની કોખ લાજે!

ભાસ્કર અને નૈષધનું મુખ્ય કામ હતું, ઇન્ટેલિજન્સ અને બાતમી

એકઠી કરવી, એનું પદ્ધતિસર વર્ગીકરણ કરવું અને એના

આધારે યોગ્ય પગલાં લેવા.

ઉર્વશીને પણ ભાસ્કર ચૌહાણે અગાઉથી નૈષધ

હાંસોટી મુલાકાતે આવે ત્યારે હાજર રહેવાની ભલામણ કરી

હતી. ઉર્વશી એના કામમાં થી ફુરસદ મેળવીને આવી પહોંચી.

ઉર્વશીની કમ્પ્યુટર નિપુણતાથી ભાસ્કર અને

નૈષધ માહિતગાર હોવાને કારણે એનો લાભ લેવાનું નક્કી કર્યું

હતું.

ઉર્વશીએ નૈષધની સમસ્યાના સોલ્યુશનની યોજના પણ ઘડી

રાખી હતી. ઉર્વશીએ એક વિચક્ષણ પ્રસ્તાવ રજૂ કર્યો. એણે એક

નવી કમ્પ્યુટર લેન્ગવેજ બનાવી હતી. આ ભાષા શરૂઆતમાં

અસંગત લાગે પણ એની રચના પાછળનું રહસ્ય સમજાય

એટલે એની ખૂબી, ખાસિયતો અને સર્વોપરિતાનો ભેદ પામી

શકાય! ઉર્વશીએ એક અભિમન્યુનો ચકરાવો બનાવ્યો હતો. અને

એ ભંડારને ખોલવાની ચાવી એણે ભંડારમાંજ ભેળવી દીધી

હતી. એ ચાવીને ઓળખવાનું અને પ્રાપ્ત કરવાનું અશક્ય અને

અસંભવ હતું. ચાવીનું વર્તુળાકાર ખોળિયું એવું હતું કે ભલભલા

કમ્પ્યુટર હેકર્સ પણ હારી જાય. અને ગમે એટલી માથાકૂટ કરે

પણ એ ચાવીનો સાક્ષાત્કાર ન કરી શકે. વર્તુળમાં આદિ અને અંત

ન હોય. આવી અનાદિ અને અનંત ચાવીનીશોધમાં ભટકનારા

ખરેખર ભટકી જશે એની ઉર્વશીને સંપૂર્ણ ખાત્રી હતી. આ

ચાવીની ઓળખ નૈષધ, દિવાકર પરિક્ષિત અને ઉર્વશી સિવાય

બીજા કોઈને નહીં આપવામાં આવે. ઉપરાંત અનધિકૃત

પૂછપરછ કનારાઓની એટલે કે કમ્પ્યુટર હેકર્સની અને કમ્પ્યુટર

ઓપરેટર્સ ની સંપૂર્ણ બાતમી એક વખત સિસ્ટમ માં દાખલકર્યા

પછી ડીલીટ કે નાબૂદ કરવાનો કોઈ ઉપાય નહોતો. કોણ ક્યારે

અને ક્યાંથી આ તિજોરી પર છાપો મારે છે, એ જાણવા મળે

એટલે બાકીનું કામ સહેલું થઇ જાય. નૈષધ અને ભાસ્કર ના

ઉર્વશી પ્રત્યેના સન્માનમાં અઢળક વધારો થયો.ઉર્વશીને આ

યોજના જેમ બને તેમ જલ્દી અમલમાં મુકવાની ભલામણ થઇ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: