ભીંતર ના વ્હેણ પ્રકરણ ૨૪

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ પ્રકરણ ૨૪

વહી ગયેલી વાર્તા

પરિક્ષિત વિદ્વંસ એક ઉચ્ચ કક્ષાનો વૈજ્ઞાનિક, દિવાકર

માધવન સંચાલિત "ન્યુ કેસરી" (ન્યુરો સેન્સરી કેમિકલ રિસર્ચ)

નામની ભારત સરકારની અજ્ઞાત રીતે કામગિરી બજાવતી

સંસ્થામાં જોડાય છે. ઉર્વશી ચિદમ્બરમ સાથેનો સમાગમ

લગ્નમાં પરિણમે છે. "ન્યુ કેસરી જેવી જ અન્ય સંસ્થા

"ત્રિશૂળ" ના અધ્યક્ષ ભાસ્કર ચૌહાણને ગંભીર અકસ્માત નડે

છે. પરીક્ષિતને ભાસ્કર ચૌહાણની જવાબદારી સોંપવામાં આવે

છે. અણુકેન્દ્ર્માથી રવાના થયેલ એન્રીચડ યુરેનિયમનો કાફલો

ખોરંભે છડી જાય છે. આંતરરાષ્ટ્રીય હિત ધરાવતી સંસ્થાઓ અને

વ્યક્તિઓ ભારતનું અહિત કરવાની પેરવી કરે છે. પરિક્ષિતના

નેજા હેઠળ "ત્રિશૂળ" એન્રીચડ યુરેનિયમની ભાળ મેળવવા

કટિબદ્ધ થાય છે.

વિદેશીઓની વિસ્તૃત જાળ

અને આંતરિક પ્રપંચને લીધે કોકડું વધુ ગૂંચવાયછે. હાથવેંતમાં

જણાતો ઉકેલ ઝાંઝવાના જળ જેવો વેગળો જ રહે છે.પરિક્ષિત

ધીરજથી ખંતપૂર્વક ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહે છે. અનાયાસે

મામલો અંગત બની ગયો અને મ્યાનમાર, રંગુનને બારણે ટકોરા

પડે છે.

પ્રકરણ ૨૪

બાંગ્લાદેશ હાઈકમિશન, એક બહુ જુનાતો નહીં પણ પાકટ

વયના મકાનમાં, હાજી અલી વિસ્તારમાં મહાલક્ષ્મી રેસકોર્સની

સામેની બાજુએ વસ્યું હતું. સુરક્ષા માટે મકાનને ફરતી આઠ ફૂટ

ઊંચી દીવાલ હતી.એમાં એક લોખંડી દરવાજો હતો. રાબેતા

મુજબ બાંગ્લાદેશના પહેરેદારોની નિરંતર દેખભાળ અવરજવરનું

નિયંત્રણ કરતી. મકાનના ભોંયતળિયામાં હાઈકમિશનના

 

વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.એની ઉપર બે

માળમાં ઓફિસો અને એની ઉપરના ચાર માળમાં હાઈકમિશનર

અને એના રસાલાનો નિવાસ હતો. સત્તાવાર પરવાનગી કરતા

વધારે માણસો અહીં રહેતા હતા. ભારત સરકાર એ બાબતે

હાઈકમિશનરનું ધ્યાન અવારનવાર દોર્યા કરતી, પણ જે દેશ

પોતાની જ વસ્તી ગણતરી ચોક્સાઈથી નથી કરી શકતો એ જાણ

હોવાથી પોતાનો વાળ વાંકો નહીં થાય; એ માન્યતાને આધારે

બાંગ્લાદેશ હાઈકમિશન આંખ આડા કાન કર્યા કરતું.

વહેલી સવારથી મોટર સાઇકલ-સવાર

વિનાયક ભંડારી, બાંગ્લાદેશના હાઈકમિશનના મકાનનું

ઝીણવટથી અવલોકન કરી રહ્યો હતો. વાહનોની અવરજવર માટે

જે મુખ્ય રસ્તો હતો તેમાંમાણસોની આવ-જા કરવા માટે એક

નાનો દરવાજો હતો. વિનાયકે જોયું કે સામેની બાજુએ

રેસકોર્સના દરવાજા બહાર અડ્ડો જમાવીને હાઈકમિશનના

મકાન ઉપર સંપૂર્ણ નજર રાખી શકાય એમ હતું. રેસકોર્સના

સંચાલકને ભંડારીએ પોતાની ઓળખ આપીને એક ખુબ જ

અગત્યની કામગીરી બજાવવા માટે રેસકોર્સના દરવાજા પાસે એક

સેન્ડવિચ વેચવાની રેંકડી ગોઠવવાની રજા માંગી અને સહકારની

આશા વ્યક્ત કરી. સંચાલક તરફથી નિર્વિઘ્ને પરવાનગી મળતા

જ ભંડારીએ તરત જ ત્રિશૂળમાં ફોન કરીને એક ઓફિસરને

સાધનસામગ્રીની ગોઠવણ કરીને રેંકડી લઈને રેસકોર્સના દરવાજે

હાજર થવા જણાવ્યું. બપોર પહેલાતો ત્રિશૂળનો માણસ

માલસામાન સાથે હાજર થયો અને સેન્ડવિચનું વેચાણ ચાલુ થઇ

ગયું.

આવી જાસૂસી દેખરેખ માટે બે

માણસો જરૂરી હોય. જરૂર પડે તો એક માણસ કોઈકનો પીછો

કરે તો બીજો મામલો સંભાળી શકે અને દેખરેખમાં વિક્ષેપ ન

પડે. દિવસના પૂર્વાર્ધ દરમ્યાન કઇં ખાસ ન નીપજ્યું.બાંગ્લાદેશ

હાઈકમિશનમાં થતી વાતજ્વર આછીપાતળી રહી. મોટાભાગના

 

તો વિદેશીઓ હતા, જેમાં કશું શકમંદ ન જણાયું. વિનાયક અને

એનો સાથીદાર સાવધાનીપર શિથિલતા ન આવી જાય, તેની

ખાસ તકેદારી રાખતા રહ્યા. હતોત્સાહની મંદીમાં ઘેરાઈને દેવાળું

ફૂંકવાનું એમને માટે અનુચિત હતું. કદાચ એટલે જ સિગરેટ ફૂંક્યા

કરતા હતા.

છેક નમતા પહોરે એમની

તપસ્યા ફળી. હાઈકમિશનનો લોખંડી દરવાજો ખુલ્યો અને એક

ડિપ્લોમેટિક લાઇસન્સવાળી કાર બહાર નીકળી. ડ્રાઈવર

શિવાયની બારીઓના કાચ ટીન્ટેડ હોવાથી કારના પેસેન્જર્સ

દેખાય તેમ નહોતું. વિનાયક ભંડારી હળવેકથી મોટરસાઇકલ

ચાલુ કરીને વાહનોની વચ્ચે સરક્યો અને હાઈકમિશનની કારને

સલામત અંતરે રહીને અનુસરતો રહ્યો. ભંડારીના સાથીદારે

ત્રિશૂળ માં ફોન કરીને આ બાબતની જાણ કરી. પરિક્ષિતને

અહેવાલ મળ્યો અને એણે તરત જ ત્રિશુલમાંથી એક

મોટરસાઇકલ સવારને રવાના કર્યો. પ્લાન એવો હતોકે આ

મોટરસાઇકલ સવાર વોંકોટોકીથી ત્રિશૂળની સ્પેશિયલ ફ્રીક્વન્સી

ઉપર વિનાયક ના સતત સંપર્કમાં રહે અને કારની પ્રગતિથી

માહિતગાર બને. અમુક અંતરે વિનાયક ખસી જાય અને એની

જગ્યાએ ત્રિશૂળનો બીજો માણસ પીછો ચાલુ રાખે. વળી પાછી

થોડા સમયબાદ અદલાબદલી થાય અને પીછો ચાલુ રહે. પીછો

થઇ રહ્યો છે, એવી શંકા પણ હાઈકમિશનના ડ્રાઈવરને ન થાય,

એ ખુબ જરૂરી હતું; કારણકે રે પણ એટલો જ સાવધ હોઈ શકે.

જયારે હાઈકમિશનની કાર

વરસોવા પહોંચી ત્યારે વિનાયક પીછો કરી રહ્યો હતો. પ્રભુકૃપા

બિલ્ડિંગના ગેઇટ પાસે કાર અટકી અને ચોકીદારે દરવાજો

ખોલ્યો, કાર કમ્પાઉંન્ડમાં દાખલ થઇ. મકાનના દરવાજા બહાર

મોટરસાઇકલ પાર્ક કરીને વિનાયક ચોકીદારને મળ્યો અને

પૂછપરછ કરી. ચોકીદારનાકહેવા પ્રમાણે એ કાર ફ્લેટ નમ્બર ૨-

D માં રહેતા બંકિમ બૅનરજીના ફ્લેટની દેખરેખ રાખવા માટે

 

આવી હતી કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી બંકિમ બૅનરજી કુવૈતમાં

રહેતો હતો અને એની સગી અમીના અવારનવાર આવીને

સાફસૂફી કરાવતી હતી. ચોકીદારના હાથમાં સો રૂપિયાની નોટ

પકડાવીને વિનાયકે તાકીદ કરીકે આ પૂછપરછની જાણ કોઈને ન

થવી જોઈએ. ચોકીદારે વિનાયકને નચિંત રહેવા જણાવ્યું.

વિનાયકે મોટરસાઇકલ થોડેક દૂર રસ્તાની સામી બાજુએ પાર્ક

કરી કે જ્યાંથી એ બરાબર નજર રાખી શકે.

 

સિરાજ સમયસર કારખાને પહોંચી

ગયો હતો. ટ્રક્નું રંગકામ શરૂ થયું. ત્યારબાદ સિરાજ એની

ઓફિસમાં હતો. થોડીક વાર પછી ફોન સુરીલા અવાજમાં

રણક્યો; કારણકે સિરાજને જુના મીઠી ઘંટડીનો રણકારવાળા

ફોન ગમતા. નવા ફોન નો રણકાર સાંભળીને કોઈ કર્કશ બેસૂરા

રાગમાં કોઈક દર્દભર્યું ગીત ગાતું હોય એવો એહસાસ સિરાજને

થતો. કાલિપ્રસાદનો અવાજ સાંભળીને સિરાજના કાન સરવા

થયા. કાલિપ્રસાદે જણાવ્યું કે અનિવાર્ય સંજોગોને લીધે ટ્રક નો

કબજૉ લેવા આવી શકાય એમ ન હતું. વધુમાં એ પણ ઉમેર્યું કે

એના માણસો પૈસા ચૂકવીને ટ્રક અને કાર નો કબજૉ લેવા

આવશે. સિરાજને કોઈ વાંધો ન હતો અને બપોર સુધીમાં કામ

પતી જશે તેમ જણાવ્યું.

સિરાજના કારખાનેથી થોડેક દૂર

પીટર, વાહીદ અને વઝીરને મળ્યો અને રંગકામની ચુકવણીના

પૈસા આપ્યા. ટ્રકમાં અણુકેન્દ્રની કાર ચઢાવીને બાંગ્લાદેશ

હાઈકમિશનમાં પહોંચાડવાની યાદ દેવડાવી. પીટર "આઝાદ

ઈમ્પોર્ટસ" પાસે બનેલા બનાવોથી ચિંતિત હતો. એનો સંશય દ્રઢ

થઇ રહ્યો હતો કે એની હિલચાલ પર દેખરેખ રાખવામાં આવી

રહી છે. સાવચેતી ખાતર એણે ટ્રક થી દૂર રહેવાનું નક્કી કર્યું.

આમ તો પીટર જમાનાનો ખાધેલ તકવાદી ખેલાડી હતો. એણે

મ્હાત કરવાનું અઘરું હતું. સ્વભાવે એ શંકાશીલ નહોતો અને

 

અસાવધ પણ નહોતો. શંકા અને સાવધાનીમાં સગપણ હોય તો

કેવું! એકમેક વગર બન્ને અધૂરા! શંકાશીલ સાવધાનીથી ચાલે

અને સાવધાની શંકાનું નિવારણ અવશ્ય માંગે. વળી પીટરની

મહેચ્છા હતી કે આ કામ નિર્વિઘ્ને પર પડે પછી સુરા અને

સુંદરીઓના સાનિધ્યમાં સુખચેનથી જીવન વિતાવવું.

વિનાયક નો સાથી પણ થોડા

વખત માં પ્રભુકૃપા પાસે પહોંચ્યો.વિનાયકની તપસ્યાનો અંત

આવે તે પહેલા એણે ત્રિશૂળને ફોન કરીને વર્તમાન પરિસ્થિતિનો

અહેવાલ આપ્યો. પરીક્ષિતને વાકેફ કરવામાં આવ્યો. પરિક્ષિત ની

સૂચના અનુસાર હાઈકમિશનની કાર પ્રભુકૃપાથી પ્રસ્થાન કરે

ત્યારબાદ વિનાયકે ફ્લેટ ૨- D ની તપાસ કરવી. અને એના

સાથીદારે કારની સાથે રહેવું. બે કલાક બાદ બાંગ્લાદેશની કાર

પ્રભુક્રુપામા થી નીકળી અને હાજી અલી ની દિશામાં રવાના થઇ.

વિનાયક નો સાથીદાર સાવચેતી થી કારને અનુસર્યો. વિનાયક

પ્રભુકૃપા ના ચોકીદારને મળ્યો, પોતાની ઓળખ આપી અને એને

મૌન સેવવાની ચેતવણી આપી. વિનાયક ફ્લેટ ૨-D ના

તાળાનુંનિરીક્ષણ કરી રહ્યો હતો. સુરક્ષા માટે સિક્યુરિટી એલાર્મ

હતું. સહું પ્રથમ એણે સિક્યુરિટી એલાર્મ ને નિષ્ફ્ળ બનાવ્યું.

થોડીવાર રાહ જોઈ અને સબસલામત લાગ્યા બાદ એક ચાવીનો

ઝુમખો કાઢીને ત્રણ ચાવીઓ પસંદ કરી. પહેલી ચાવી થી તાળું

ખુલ્યું. થોડી વાર થોભીને વિનાયક ફ્લેટ માં પ્રવેશ્યો, હાજરી નું

એલાન કર્યું.

અંદરની રૂમમાં થી એક અવાજ

આવ્યો.વિનાયક અવાજની દિશામાં સાવધાનીથી હાથમાં

તાકેલી બંદૂક સાથે વળ્યો. બેઉં વચ્ચે ઓળખની આપ-લે થઇ.

ડ્રાઈવરે વિનાયકને ખતીજા વિષે જણાવ્યું, ખાસતો એની

હવસવૃત્તિ બાબત, વિનાયક એકાગ્રતાથી દરેક માહિતીની

માનસિક નોંધ લેતો રહ્યો. ખતીજા ની હાઈટ, બાંધો, દેખાવ

ઇત્યાદિ એક ડાયરીમાં લખી અને ડાયરી ખિસ્સામાં મૂકી. હાલ

 

પૂરતું તો એણે ડ્રાઈવરને કૈં ન કરવાનું સૂચન કર્યું. ફ્લેટ નું

ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યા પછી પણ કૈં ખાસ જાણવા ન મળ્યું.

અંતે નક્કી કર્યું કે ફ્લેટમાં થતી અવરજવર ઉપર કેમેરા દ્વારા

નજર રાખવી. ત્રિશૂળ માં ફોન કરીને સર્વેલન્સ ટીમને

કામગીરીનો અહેવાલ આપ્યો.ટિમ ના લીડરે ચોવીસ કલાકની

અંદર છુપા કેમેરા ગોઠવી આપવાની બાહેંધરી આપી. પરિક્ષિત

સમક્ષ આ પ્લાન રજૂ થયો.એની સંમતિ જરૂરી હતી. અને કોર્ટ

પાસેથી કાયદેસરની પરવાનગી મેળવવાની જવાબદરી પણ એની

જ હતી. પરિક્ષિતે અણુકેન્દ્રના ડ્રાઈવર સાથે વાત કરી અને

હિંમત અને ધીરજથી કામ લેવા બદલ ડ્રાઇવરનો આભાર માન્યો.

વધુમાં એ પણ જણાવ્યું કે એ ડ્રાઇવરના કુટુંબીજનોને એની

કુશળતા ના સમાચાર પહોંચાડશે.

પરિક્ષિતે માધવનની

ઓફિસ નો નંબર જોડ્યો અને મુલાકાતનો સમય માંગ્યો.

માધવને એને તરત જ આવવા જણાવ્યું. થોડીકવારમાં પરિક્ષિત

માધવન ને મળ્યો. અત્યારસુધી થયેલી પ્રગતિનો અહેવાલ

આપ્યો. માધવન એની ટેવ પ્રમાણે નિર્લેપભાવે ધ્યાનથી સાંભળી

રહ્યો હતો. પરિક્ષિત પણ વર્ષો ના અનુભવને લીધે માધવનની

ટેવ થી ટેવાયેલો હતો.જો કે હવે એને માધવનના મગજમાં શું

ચાલી રહ્યું છે , એનોય અણસાર આવતો. અંતમાં તારવણ એવું

નીકળ્યું કે બાંગ્લાદેશ હાઈકમિશનની દેખરેખ ચાલુ રાખવી.

ઔડ્રી, પીટર અને પ્રભુકૃપા ની સર્વેલન્સ ચાલુ રાખવી. વાહીદ

અને વઝીર ઉપર પણ નજર રાખવી. ઉર્વશીનો બનાવેલો

કમ્પ્યુટર પ્રોગ્રામ પણ કાર્યરત થઇ ગયો હતો. જાળ પથરાઈ હતી

…કોણ, ક્યારે અને કેવી રીતે ફસાશે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: