ભીંતર ના વ્હેણ   પ્રકરણ ૨૫  

S.Gandhi

Surendra ga

ભીંતર ના વ્હેણ

પ્રકરણ ૨૫

શૈલજા પુણ્યાર્થી ઉર્ફે કન્યાકુમારી, હોમ મિનિસ્ટર કુશળ અગ્રસેનની

ચાલચલગતથી સારી રીતે માહિતગાર હતી.અગ્રસેનનો  પર્સનલ

આસિસ્ટન્ટ પણ કન્યાકુમારીના કામણ નો પ્રસાદ પામી ચુક્યો હતો.

આ ખુશનસીબીનો પ્રવાહ અસખલ્લીત વહેતો રાખવા માટે,

બદલામાં તે કન્યાકુમારીને અવનવી બાતમી આપતો.બેઉં એકમેકની

સગવડ સાચવી લેતા. પરસાડીયો ભગત બાતમીની દક્ષિણ આપીને

કૃપાળુ કામિનીને નિરંતર પ્રસન્ન રાખતો.કન્યાકુમારી અને પર્સનલ

આસિસ્ટન્ટ કોઈ વાર હોટેલના રૂમમાં તો કોઈસિનેમાગૃહ માં,

તો કોઈ વાર બાગબગીચામાં મળતા. બેઉં વચ્ચે થતી વાતોમાંથી

તો એક મહાકાવ્ય રચાય! કન્યાકુમારી સરકારી બાબતો વિશે

ખુબ જાણતી હતી. આજે ત્રિશૂળ અને એના સંચાલક પરીક્ષિત

વિશે જાણવા મળ્યું. અણછાજતા કુતૂહલને  છતાંય વશમાં રાખ્યું.

વળી કોઈક નવા કમ્પ્યુટર પ્રોગ્રામની પણ વાત થઇ. કન્યાકુમારીની

અધીરાઈની પારાશીશી પરાકાષ્ઠાએ પહોંચી. છતાંય નિર્લેપ ભાવે

વાતવાતમાં એણે પર્સનલ અસિસ્ટન્ટનો પાસવર્ડ મેળવી લીધો.

હોટેલના રૂમમાં માદકતા મહેકી અને ઉપાસક પર્સનલ અસિસ્ટન્ટનું

ખોળિયું કામાગ્નિની જ્વાળામાં લપેટાઈને ધનભાગ્ય બન્યું.

અણુકેન્દ્રનો સિનિયર ઓફિસર સનત હિરાવત,

એના સહકાર્યકરો માટે એક સંદિગ્ધ સમસ્યા હતો;કમ્પ્યૂર્ટો જ

મિલનસાર. એની જીવનચર્યા વિશે કોઈ નક્કર બાતમી ઉપલબ્ધ

નહોતી. વાયકા હતી કે સૈકાઓ પૂર્વે એના યહૂદી વડવાઓ વ્યાપાર

વાણિજ્ય અર્થે અહીં ઠરીઠામ થયા હતા. હજુ પણ એમની શાખ

અકબન્ધ હતી. જો કે સાપ ગયા પછીના રહી ગયેલા લિસોટા જેવી.

સમયની સાથે કદમ મિલાવીને યહૂદીઓ સમાજમાં ભળી ગયા હતા.

વ્યાપારની સાથે સાથે વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ મોખરે રહીને એક અવ્વ્લ

દરજ્જો પ્રાપ્ત કર્યો. સનત, ઇન્સ્ટીટ્યુટ ઓફ એટોમિક રિસર્ચનો

સ્નાતક હતો. એની પ્રમાણિકતા અને વફાદારી પ્રસંશનીય હતી.

અણુકેન્દ્ર્મા બનાવવામાં આવતા રેડીઓ એક્ટિવ પદાર્થોની

અવરજવર અને ઇન્વેન્ટરીની જવાબદારી સનત સંભાળતો હતો.

છેલ્લા બે વર્ષથી એક ઇઝરાયેલી જૂથના સંપર્કમાં ઘણી અનિચ્છા

સાથરે હતો. એમની બળજબરીથી ભરમાઈને સનતે ન કરવા જેવા

કામો કર્યા હતા. થોડાક વખત પહેલા એમના કહેવાથી જ એણે પુણે

જનાર અણુકેન્દ્રના કાફલાની તૈયારીમાં ભાંજઘડ ઉભી કરી હતી.

છેલ્લી ઘડીએ એણે કાફલાના સુપરવાઈઝરને  જણાવ્યું હતું કે

એન્રીચડ યુરેનિયમ ની ડિલિવરીમાં વિલંબ થયો છે; એક નાની

ટેક્નિકલ મુશ્કેલીના લીધે. સુપરવાઈઝર અન્ય કામોમાં રોકાયેલ

હોવાથી એણે સનત ને એન્રીચડ યુરેનિયમ ની કામગીરી સાંભળી

લેવાની ભલામણ કરી. સનત ને મોકો મળી ગયો અને એણે એક

ખાલી સિલિન્ડર અણુકેન્દ્રની કાર ની સેઇફ માં મૂકીને તાળું માર્યું.

બે દિવસ સુધી યુરેનિયમ એની ઓફિસમાં પડી રહ્યું.બીજે દિવસે

સાફસૂફી કરનાર માણસ કચરાની સાથે એન્રીચડ યુરેનિયમ પણ

લઇ ગયો. એકાંતમાં જઈને એ માણસે યુરેનિયમને એક સુરક્ષિત

ડબ્બામાં ભર્યું અને એક પોસ્ટ ઓફિસ બોક્સ ના સરનામે

રવાના કર્યું.

મ્યાનમારના જંગલમાં એક અદ્યતન પ્રયોગ

થઇ થયો હતો. ચાઈનીઝ એરફોર્સ ની  મદદથી ચીની બનાવટનું

એક પાયલોટ વિહોણું વિમાન, એટલે કે ડ્રોન પાંખો ફફડાવીને

ગગનવિહારી થયું. ડ્રોનનો સંચાલક એક રિમોટ કન્ટ્રોલથી ફ્લા

ઈટનું નિયમન કરતો હતો. ડ્રોન પાસે એણે જાતજાતની અંગકસરતો

કરાવી ડ્રોન ફંગોળાયું, ખાબક્યું, આંખના પલકારામાં એકદમ ઊંચે

ચઢે અને ઘડીકમાં સાવ જમીનને લગોલગ ઉડે.અડધા કલાકની

ખેલકૂદ પુરી થઇ અને ડ્રોન સહીસલામત પાછું ફર્યું. પ્રેક્ષકગણમાં

કુરેશી પણ શામેલ હતો.એ ડ્રોનની  કામગીરીથી પ્રભાવિત અને

પ્રસન્ન થયો.ભવિષ્યમાં ડ્રોન નો ઉપયોગ કરવાની યોજના

એણે મનોમન ઘડી કાઢી.

ચાઈનીઝ સરકારના જાસૂસીખાતાએ આ પ્રયોગને

ખાનગી રાખવા માટે જ મ્યાનમાર ની પસંદગી કરી હતી.

મ્યાનમારની સરકાર એક અંધારી આલમ ના બેતાજ

બાદશાહ જેવી હતી. નિયંત્રણોના બોજથી દબાયેલી સામાન્ય

પ્રજા મરવાને વાંકે જીવતી હોય એવું લાગે.અવાજ ઉઠાવનારના

હાલ બુરા થતા હતા. છેલ્લા થોડાક વર્ષોથી ઇઝરાયલી

એજન્સી “મોસાદ” ના કવચમાં તિરાડો પડી હતી. મોસાદના

બંડખોર અને અસંતોષી ઓફિસરો અને ચીની જાસુસીખાતા

વચ્ચે સંપર્ક અને સંબંધના મંડાણ થયા હતા. બેઉં નું  ધ્યેય એકજ

હતું.  કોમવાદ અને ધર્મઝનૂનની જ્વાળાઓમાં ઘી હોમવાનું.

ચાઈના સશક્ત ઇન્ડિયા ને સાંખી લેવા તૈયાર નહોતું અને

ઈઝરાયેલને સશક્ત ઇસ્લામી રાષ્ટ્રો પ્રત્યે અણગમો હતો.

દુશમનના દુશમન સાથે મિત્રાચારીની આ નીતિ એમને

મનવાંછિત ફળ પ્રદાન કરશે, એવી ગણતરી હતી. રાજનીતિની

વિચિત્રતા અને અસંગતતાનો પર પામવાનું સહેલું નથી.ભલભલા

કુશળ અને દૂરંદેશીઓ પણ એનો તાગ પામવામાં અસફળતાને

વર્યા છે. સામ્યવાદી, મૂડીવાદી અને સમાજવાદી આદર્શોના

આસક્ત સિધ્ધાન્તવાદીઓને પણ તકવાદીઓ  પરાજિત કરે છે.

એટલે જ તકવાદની તોલે કોઈ વાદ ન આવે.

સનત  હિરાવત નિયત સમયે કામકાજ

પતાવીને અણુકેન્દ્રની બસમાં ચેમ્બુર પહોંચ્યો. ત્યાંથી એણે જેકબ

સર્કલ ની બસ પકડી. સનત ની  બાજુમાં એક માણસ બેઠો. આમતેમ

નજર ફેરવીને જોયું અને સંકેત મુજબ નક્કી થયેલું વાક્ય બોલ્યો. ” હમ સાથ સાથ હૈ.” જવાબમાં સનત બોલ્યો કે ” યે રાસ્તે  હૈ

પ્યારકે ચલના સંભલ સંભલ કે.”  સંપર્ક સાધવા માટે આવા

સાંકેતિક સંદેશાઓ  જરૂરી હતા. ઉપરાંત “સબ સલામત”

ની સંજ્ઞા માટે પણ આવશ્યક હતા. જો કોઈ ભય હોય કે

ગરબડ હોય તો સનત મૌન રહે. બેઉં પોતપોતાના બસ સ્ટોપ

પર ઉતરી જાય. સંપર્ક સાધવા માટે આવા સંદેશાઓની એક

યાદી બનાવવામાં આવી હતી. દર અઠવાડિયે સંદેશ બદલાય.

લાગતા વળગળાઓને એક ખાનગી કુરિયર સર્વિસ ” એક્સપ્રેસ

ઇન્ટરનેશનલ” મારફત આ યાદી પહોંચાડવામાં આવતી.એ

કુરિયર નું સરનામું પણ માત્ર નામ પૂરતું હતું. મહમ્મ્દ અલી રોડ

પર ભીંડી બજારના એક જરીપુરાણા મકાનમાં એની નાની

અમસ્તી ઓફિસ હતી.

હરિહરન ની કામગીરી સાચે જ અસરકારક નીવડી.

વાહીદ અને વઝીરે તાજી રંગાયેલી  ટ્રક માં અણુકેન્દ્રની નાદુરસ્ત

કાર ને  ચઢાવી. સિરાજને પૈસા ચુક્વ્યાને બાંગ્લાદેશ હાઈકમિશનનો

રસ્તો લીધો. ટ્રકમાં છુપાયેલી કારની પ્રત્યેક હિલચાલ ઉપર ત્રિશૂળ

ની નજર હતી. કાર શહેરની ગલીકૂંચીઓમાં થઇ ને બાંગ્લાદેશ

હાઈકમિશન ના કમ્પાઉન્ડ માં પ્રવેશી. રેસકોર્સ ના દરવાજે ઉભેલા

વિનાયક ભંડારીના સાથીદારે પણ આ ટ્રક ની નોંધ લીધી અને

ત્રિશુળને ફોન કરીને એ જાણકારી આપી.

વાહીદ અને વઝીર ટ્રક પાર્ક કરીને કુરેશીને

મળવા હાઈકમિશનની ઓફિસ માં પ્રવેશ્યા. કુરેશી વહેલી સવારેજ

મ્યાનમાર થી પાછો ફર્યો હતો. વાહીદ અને વઝીરે કુરેશીને

અત્યારસુધી બનેલા બનાવો ની જાણ કરી. વાહીદના મનનું

સમાધાન નહોતું થયું. અણુકેન્દ્રના ડ્રાઈવર ને જીવતો રહેવા

દઈને ભૂલ કરી હતી. કુરેશીએ એ પણ જાણી લીધું કે  પીટરની

ભલામણથી ડ્રાઈવર ખતીજાના કબજામાં હતો. કુરેશીને

ડ્રાઈવર પ્રત્યે અનુકંપા ઉદભવી. નક્કી ખતીજાની  વાસના-ઉપાસના ની પુર્ણાહુતી બાદ  ડ્રાઈવર ની આહુતિ આપવામાં

આવશે. અને એ ડ્રાઈવર એક જીવતી જાગતી લાશ બની જશે.

કુરેશી ઈર્ષાળુ નહોતો પણ ખતીજાની અન્ય પુરુષો સાથેની હવસ-હોળી પસંદ નહોતી. ખતીજા સતી સાવિત્રી નહોતી જ અને કુરેશી

પણ ફરિશ્તો નહોતો. કુરેશી એવા કાચના મકાનમાં રહેતો હતો કે

જ્યાંથી બીજાઓ પર પથ્થર ફેંકવાનું મુનાસીબ નહોતું. છતાંય

એના હિસાબે સ્વભાવજન્ય ભ્રમરવૃત્તિ પુરુષો પૂરતી મર્યાદિત હતી

કારણ કે સ્ત્રીઓને તો સ્વેચ્છાએ ચારિત્ર્યભ્રષ્ટ થવાની પણ સ્વંતંત્રતા

નહોતી. તો પણ કોઈ પાશવી પુરુષની બળજબરીથી લૂંટાયેલી સ્ત્રીને

કુલટા, બદચલન,કલંકિની અને એવા તો કાઈં કેટલાય ખિતાબ એનાયત

થતા! ગમે એટલું રગદોળાયેલું હોય , કથળી ગયું હોય, અને મેલું થયું હોય,

પણ પુરુષનું ચારિત્ર્ય અકબંધ જ રહે છે. એને ઊની આંચ પણ ન આવે!

સર્જનહારે પણ કેસરિયા જ કર્યા હશે! પુરુષો તરફ પક્ષપાતી વલણ

અપનાવ્યું અને સ્ત્રીઓને અન્યાય કર્યો હોય, એમ લાગેછે.સ્ત્રીઓના

ક્રોધાગ્નિની જ્વાળા ભભૂકી ઉઠશે ત્યારે સર્જનહારને પણ ભસ્મીભૂત

કરતા અચકાશે નહીં, કેવો વિરોધાભાસ છે! દૈવી શક્તિ તરીકે પૂજનીય,

દૈદિપ્યમાન અને ઉચ્ચ આસને  બિરાજનારી નાર અધોગતિ પણ પામે છે.

સ્વાર્થસાઘુ પુરુષોની આ પ્રપંચી ચાલ હશે કે શું? કોઈ પણ પ્રકારે નારીત્વ

ઉપર પ્રભુત્વ સ્થાપવાનો આ બેહુદો પ્રયાસ તો નથી ને!નારી ને અબળા

કહેનારાઓ આમ કરીને પોતાની  નબળાઈનો ઢાંકપિછોડો તો નથી કરતા ને !કદાચ નારી નિર્માણના રહસ્યની, પ્રયોજનની અણસમજ આવી વર્તણુક

માટે જવાબદાર તો નહીં પણ કારણભૂત હોય!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: