ભીતરના વ્હેણ પ્રકરણ ૩૯

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ                                     પ્રકરણ;૩૯

પીટર મનોમન વિચારી રહ્યો.ખતીજાની ચેતવણીથી સ્પષ્ટ થયું કે ઉચાળા ભરવાનો સમય પાકી 

ગયો છે. 

એનરિચ્ડ યુરેનિયમ આંતરીને હવાલે કરવા બદલ મહેનતાણાના અડધા પૈસા એડવાન્સમાં મળ્યા હતા. બાકીના પૈસાની એક શ્રીલન્કાની બેંકમાં વાયર ટ્રાન્સફરની વ્યવસ્થા થઇ ગઈ હતી.પીટરનો ઈરાદો નેપાળમાં વસવાનો હહતો.એ સારી રીતે સમજતો હતો કે આવા કામઢાંઢા કરનારાઓની સલામતી પરપોટા જેવી હતી. આ ષડ્યંત્ર રચનારાઓ પગેરાં ઢાંકવા માટે કોઈનો પણ જાણ લેતા અચકાશે નહીં, એ નિઃશનક હતું.પગેરા શોધવા આવનાર પગીઓને ગેરરસ્તે દોરવાની આ તરકીબ હતી.સિરાજને કારખાને જઈને એકાદ ભરોસાપાત્ર સેકન્ડ હેન્ડ કાર ખરીદીને નેપાળ ડ્રાઈવ કરી જવાનું વ્યાજબી લાગ્યું.પ્લેઈનમાં કે ટ્રેઈનમાં મુસાફરી કરવામાં જોખમ હતું. બીજે દિવસે સિરાજના કારખાને જવાનું વિચાર્યું.

          મુનિરા “પ્રભુકૃપા” એપાર્ટમેન્ટ પહોંચી. ચોકીદાર સાથે વાતે વળગી અને જરૂરિયાત કરતા વધારા વાત્સલ્યની લ્હાણી કરી. ચોકીદાર ઘડીકમાં તો મુનિરાના વાણીપ્રવાહમાં તરબોળ થઇ 

ગયો. આછકલા અડપલાઓથી ચોકીદાર 

અંજાયો. જયારે મુનીરાને લાગ્યું કે ચોકીદાર મીંણ અને માખણ કરતા પણ વધુ 

તેજીથી પીગળી રહ્યો છે ત્યારે વાતને વલંક આપ્યો. એપાર્ટમેન્ટ ૨-D  વિષે પૂછપરછ આદરી. પર્સમાંથી સાથે લાવેલા ફોટા કાઢીને ચોકીદારને 

દેખાડ્યા. ચોકીદાર તત્ક્ષણ ખતીજાને અને ખતીજાના ડ્રાઈવરને અને જોસેફને ઓળખી ગયો. 

વિનાયકની દક્ષિણા અને ચેતવણીને વિસારે પાડી. જીવતા 

તાગતાં ચાડિયાની જેમ સઘળી હકીકત મુનીરાને જણાવી. ઇલેક્ટ્રિક સમારકામ 

કરવા આવનાર માણસોનો પણ ઉલ્લેખ કર્યો. મુનીરાએ પ્રમાણસર  આશ્ચર્ય, 

કુતુહલ અને જિજ્ઞાસા દાખવીને ચોકીદારને પ્રોત્સાહન આપ્યું અને ધાર્યા કરતા વધુ માહિતી  

કઢાવી લીધી. અંતે ચોકીદારના ગાલ પર એક પ્રેમાળ ટપલું મારીને એપાર્ટમેન્ટ ૨-D  તરફ પ્રયાણ કર્યું.ફરી એકવાર મુનીરાનુ લાવણ્ય વિનાયકની લાંચ કરતા વધુ શક્તિશાળી 

સાબીત થયું. ચોકીદારે આજ પછી એ ગાલનું પ્રક્ષાલન નહીં કરવાનો નિર્ણય લીધો; એમાં કૈં નવાઈભર્યું નહોતું.

                        મુનીરા મકાનમાં દાખલ થઇ. સાવચેતી ખાતર ચહેરા પર દુપટ્ટો વીંટી લીધો. લીફ્ટનો ઉપયોગ કરવાને બદલે  દાદરા ચઢી ગઈ. પરસાળમાં ટાંગેલા 

ટ્યુબલાઈટના ફિક્ષ્ચરને બારીકાઈથી જોયું. ત્રિશૂળ ની કામગીરી એટલી તો  પછાત નહોતી કે 

ફિક્ષ્ચરમાં છુપાવેલો કેમેરા કોઈની નજરે  ચઢે. હકીકતમાં એ મોશન ડિટેક્ટર કેમેરા હજુ પણ 

સક્રિય હતો.મુનીરાની તસ્વીર એના દ્વારા ત્રિશુળમાં પહોંચી. મુનીરાએ ડોરબેલ દબાવી પણ કોઈ જવાબ ન આવ્યો. પર્સમાંથી રફીકની આપેલી ચાવી વાપરીને ફ્લેટનો દરવાજો ખોલીને મુનીરા 

પલભર થંભી. કોઈ સિક્યુરિટી એલાર્મ ન સળવળ્યા એટલે એ હિંમત થી આગળ વધી.

                      એક રૂમમાં બંદીવાન માણસ હતો. 

પરીક્ષિતની સૂચના પ્રમાણે અણુકેન્દ્રના ડ્રાઇવરની જગ્યા ત્રિશૂળ  ના માણસે લીધી હતી. એ 

યોજના  હતી વધુ માહિતી મેળવવાની. કોઈ વધુ શિકાર ફસાય એ માટે જાળ ફેલાવવામાં આવી હતી. મુનીરાને જોઈને ત્રિશૂળનો માણસ હસ્યો અને પૂછ્યું ” આપની શું સેવા કરું?” મુનીરા સહેજ 

ખચકાઈ અને જણાવ્યું કે એ ફ્લેટ એની એક મિત્રનો છે, જે ઘણા વખતથી વિદેશમાં રહેછે. એ

 મિત્રના કહેવા પ્રમાણે ફ્લેટની દેખરેખ રાખનાર બાઈ થોડા વખતથી લાપતા હતી અને એટલે

 મુનીરા એના ફ્લેટની તપાસ કરવા આવી 

હતી. ત્રિશૂળના માણસ ના જણાવ્યા પ્રમાણે એને કશી જ ખબર નહોતી. એ ફક્ત એટલું જાણતો હતો કે એક સ્ત્રી અવારનવાર હવસની ભૂખ સંતોષવા એની મુલાકાતે આવતી હતી. એના જેવી 

કામસૂત્રની ઉપાસક એણે આજ સુધી જોઈ નહોતી. જવાબમાં મુનીરાએ જણાવ્યું કે એનો ઈરાદો નિષ્કામ હતો. બીજી લાંબી લપછપ કર્યા  વગર ભાગી જવામાં જ સલામતી લાગી. મુનીરા તરત જ પાછી ફરી.

                   મુનીરાએ જઈને રફીકને અહેવાલ આપ્યો. રફીક ખતીજાની ચાલચલગતથી પરિચિત હતો. ખતીજાના પ્રયોજનનો અણસાર આવ્યો અને  એણે અનુમાન બાંધ્યું. ખતીજા અને એના ડ્રાઈવરનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હશે. પ્રભુકૃપા નો ચોકીદાર મુનીરાના બતાવેલા ફોટામાંથી જે માણસને ઓળખી શક્યો હતો તે માણસ વઝીર  ના જણાવ્યા પ્રમાણે અણુકેન્દ્રના કાફલાનો રખેવાળ હતો. રફીકનું મગજ ચકરાવે ચઢ્યું. અણુકેન્દ્રના કાફલા સાથે ખતીજા અને કુરેશીને શું નિસ્બત ? ખતીજાને બળજબરીથી ક્યાં લઇ જવામાં આવી હશે? ખતીજા અને કુરેશી સાથે બીજા કોઈ સંકળાયેલા હતા? રફીકે હાઈકમિશનરની ઓફિસ તરફ પ્રયાણ કર્યું.

          ખતીજા વાહીદ અને વઝીરને મળી. એણે આડકતરો ઈશારો કર્યો કે 

એમણે થોડાક સમય માટે મ્યાનમાર જતા રહેવું. અહીં ખાસ કરીને એમના માટે 

પરિસ્થિતિ વણસી રહી હતી. ખતીજાના જણાવ્યા પ્રમાણે ચોરાયેલા એનરિચ્ડ

 યુરેનિયમની તપાસ એમના આંગણે આવવાની શક્યતા હતી. બાંગ્લાદેશ હાઈ 

કમિશન એમને રક્ષણ આપી શકે એમ નહોતું. ખતીજાએ એમના જીવનનિર્વાહ ની વ્યવસ્થા કરવાની પણ ખાત્રી આપી. વાહીદ અને વઝીર ચોંક્યા અને થોડા હતાશ પણ થયા. એમની વફાદારી અને કામગીરીના બદલામાં એમને ધૂળ મળી! ધર્મઝનૂની આતંકવાદીઓ પણ આખરે તો કાચી 

માટીના માનવી જ ને ! 

ધર્મ તો નિઃસ્પૃહ છે અને રહેશે. ધર્મથી ભૂખ્યા પેટ કે ખાલી ગજવા ભરાતા નથી.ધર્મના નામે મતભેદો ઉભા કરાય, થાય, માલમત્તા વધે અને સત્તાના સોદા થાય. ધર્મને નામે ચાલી રહેલા ધતીંગો તો ભલભલાની શ્રદ્ધા ડગાવી દે છે. આ બધું વાહીદ અને વઝીર સારી રીતે જાણતા હતા, સમજતા 

હતા,  બેઉં ને  ઘર બાળીને તીરથ કરવા નીકળ્યા હોય એવી લાગણી થઇ. પરવશતાના માર્યા એટલું તો સમજી શક્યા કે હાલ ખતીજાના સૂચન સાથે સંમત થયા વગર છૂટકો નહોતો.

 મુંબઈથી મલયેશિયા અને ત્યાંથી વહાણમાં રંગુન પહોંચવાનું. રંગુન પહોંચીને ક્યાં, કોને અને 

ક્યારે મળવાનું તે પણ નક્કી જ હતું. એમના માટે નકલી ઇન્ડિયન પાસપોર્ટ તૈયાર હતા. 

બાંગ્લાદેશ એરલાઇનના વિમાનમાં રિઝર્વેશન પણ થઇ ગયું હતું. ચોવીસ કલાકમાં જ ભારતની બહાર નીકળી જવાની આ યોજના પર પાડવાની બાંહેધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: