કાયર

કાયર

પાંત્રીસી ઊર્જિતા ફુલ સાઈઝ મિરર સામે ઉભી રહીને પોતાની નાભીની આજુબાજુ હાથ ફેરવતી હતી. એક અઠવાડિયુ વીતી ગયું છે. ના ના એ શક્ય જ નથી. પણ કદાચ? જો કોંડોમ ક્રેક હોય તો? હોય તો યે શું? બે દિવસથી સાવર કેન્ડીનો જ ચટકો લાગ્યો છે.ઊર્જિતાએ પ્રેગ્ન્ન્ટી ટેસ્ટ કરી લીધો. હાસ થઈ ગઈ. એણે પાર્ટીમાં જવા સરસ સાડી પહેરવા માંડી અને રાહુલ આવી પહોંચ્યો. અડધી વિંટાવળાયલી સાડી ખેંચાઈ ગઈ અને ઊર્જિતા રાહુલની છાતીમાં સમાઈ ગઈ.

રાહુલ કોલેજની હોકી ટીમનો ખેલાડી હતો. પાંચ ફૂટ દશ ઈંચની ઊર્જિતા કોલેજની બાસ્કેટ બોલની ખેલાડી હતી. અમૃતસરથી મુંબઈ આવેલો રાહુલ હેંડસમ અને આધુનિક વિચાર ધરાવતો પ્રતિભાશાળી યુવાન હતો. બસ; બે વચ્ચે પ્રેમ થવા માટે આટલું પુરતું હતું.

ઊર્જિતા ગુજરાતી માબાપની ના મરજી છતાં પંજાબી રાહુલ સાથે લગ્ન કરવા તૈયાર હતી. જો કે રાહુલ પણ લગ્નની જરૂરીયાતમાં માનતો જ ન હતો. બાર વર્ષ પહેલાં ઊર્જિતા અને રાહુલનું સહજીવન શરૂ થઈ ગયું હતું. રાહુલ મેજર એપ્લાયન્ન્સ નો સેલ પ્રમોટર હતો. દેશભરમાં સેલ્સ એડવાઈઝર તરીકે ફરતો રહેતો હતો. ઊર્જિતા પ્રાઈવેટ ફર્મમાં મેનેજર હતી. પાર્ટટાઈમ વિમેન્સ એંપાવરમેન્ટ મુવમેંટમાં સક્રિય કાર્યકર્તા હતી. બન્નેનું જીવન સારી રીતે વહેતું હતું.

બે દિવસથી ઊર્જિતાને લાગતું હતું કે પેટમાં કંઈક ગરબડ છે. ગઈ કાલે જ પ્રેગ્નંટી ટેસ્ટની કીટ્સ લાવી હતી. આજે સાડી પહેરતાં પહેલા ટેસ્ટ કરી લીધો.

‘છોડ મને. ફ્રેસ થઈને તૈયાર થઈ જા. પાર્ટીમાં જવાનું મોડું થઈ ગયું છે.’

રાહુલ બાથરૂમમાં ગયો અને એણે પ્રેગ્નંસીટેસ્ટનું ખાલી પેકેટ જોયું.

‘ઊર્જિ…ઈઈઈ. કમ હિયર. વોટ ઇઝ ધિસ? યે ક્યા હૈ?’

‘કાન્ચ્યુ રીડ ધ લેબલ?’

‘કેમ આ ટેસ્ટ કરવાની શી જરૂર પડી?’

‘ડાઉટ ગયો એટલે ટેસ્ટ કરી લીધો.’

‘આર યુ પ્રેગનન્ટ?’ઊર્જિતાએ આંખ નચાવી હકારમાં તોફાની જવાબ આપ્યો..

‘વ્હોટ? આર યુ સીરીયસ? ઈટ ઇઝ ઇમ્પોસીબલ. મેં કાયમ કોન્ડોમ વાપર્યા છે. તું પણ પિલ્સ લેતી હતી. એ બને જ નહિ.’

‘ના, આપણે બન્ને ઘણી વાર ચૂકી પણ ગયા છીએ.

”ના મને એવું યાદ નથી, જે હોય એ. લેટ્સ ગો ટુ ધ ડોક્ટર ટુમોરો. એબોર્ટ ધેટ કચરો.’

‘કચરો?’

‘સોરી, યોર કિડ.’

‘માય કિડ? ઓર અવર્સ કિડ?’

‘આપણે ક્યાં પરણેલા છીએ?’

‘પણ આપણે સાથે રહીયે છીએ. સાથે જીવીયે છીએ. પ્રેમ કરીએ છીએ તો બાળક પણ આપણા બન્નેના જ કહેવાય ને?”પ્રેમ બ્રેમ તો ઠીક છે. પ્રેમ પ્રેમની જગ્યાએ છે. પણ આપણે આપણી સગવડ માટે સાથે રહીએ છીએ. આપણી જરૂરીયાત સંતોષવા માટે સાથે રહીએ છીએ?’

‘જરૂરીયાત? કઈ જરૂરીયાત?’

‘લાઈક…..’

‘લાઈક વ્હોટ?’

‘લાઈક સેક્સ. જો મારે કિડસ અને ફેમિલી જોઈતું હોત તો મેં મનપસંદ કુડી પંજાબણ સાથે લગ્ન કર્યા હોત. આઈ ડોન્ટ વોન્ટ કિડ્સ. આઈ ડોન્ટવોન્ટ ફેમિલી. મુઝે ઝંઝટ નહિ ચાહિયે. આઈ વોન્ટ ફ્રી લાઈફ. મારે જવાબદારી વગરનું જીવન જોઈએ છે. કાલે જઈને એબોર્શન કરાવી આવજે. શરૂઆત છે. અઘરું નથી.’

‘આપણાં માબાપે આપણે ઝંઝટ તરીકે પેદા કર્યા હતા? સ્ટ્રગલ કરીને કેમ મોટા કર્યા છે. એ રિસ્પોન્સીબલ સેક્સ છે. રિસ્પોન્સિબલ લવ છે.’

‘જો ઊર્જિ, હું પ્રેકટિકલ માણસ છું. મને લગ્નનું બંધન નથી જોઈતું. ફેમિલીનું બંધન નથી જોઈતું. મારે મુક્ત અને સગવડવાળું જીવન જ જોઈએ છે. મને સમજવાની કોશીશ કર. હું તને પ્રેમ કરું છું પણ તે મારે માટે અને મારી જરૂરીયાતને માટે મારી રીતે. યાર આપણી લાઈફમાં બચ્ચાની શી જરૂર છે. ગેટ રીડ ઓફ ઈટ. આપણે બન્ને સુખી છે. હેપ્પી છીએ. બચ્ચાઓના ક્રાઊડની શી જરૂર?’

ચર્ચા દરમ્યાન મનિષાનો ફોન આવ્યો.

‘ઊર્જિતા ક્યાં ખોવાઈ ગઈ? અમે તારી રાહ જોઈએ છે.’

‘સોરી મનિષા, જરા અગત્યનું કામ આવી પડ્યું છે. અત્યારે આવી શકાય એમ નથી. માય સીન્સીયર એપોલોજી. કાલે મળીશું.’

ઊર્જિતાના હ્ર્દયમાં જાણે નિષ્ઠુર કિરપાણ ઘૂસી ગયું. બાર વર્ષના લિવિંગ ટુ ગેધર પછી પણ રાહુલને ઓળખી ના શકી. ભલે લગ્ન કર્યા ન હતા પણ અંધપ્રેમમાં એણે તો લગ્ન વગર જ પત્નીની બધી જ ફરજો અદા કરી હતી. માબાપે પર પ્રાંતિય સાથે લગ્ન વગર ન રહેવા કેટલી સમજાવી હતી. પરિવાર માટે લગ્ન જરૂરી છે એવા કેટલાયે ભાષણ સાંભળ્યા હતા. પશ્ચિમની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિમાં આસમાન જમીનનો ફેર છે એવી કેટલીયે જૂનવાણી વાતને આધુનિક વિચારધારા દ્વારા ફગાવી દીધી હતી.

‘મેં તારે માટે મારા માબાપને છોડી દીધા. મને એમ કે ભલે થોડો સમય સાથે રહીશું. કેરિયર બનાવીશું. સમય આવશે ત્યારે લગ્ન કરીશું. બળકો થશે. આપણો પોતાનો સંસાર હશે. અને હવે તું બાળકને ઝંઝટ સમજે છે. એ કચરો છે? આ જ તારી ભારતીય સંસ્કૃતિ છે. એબોર્શન ઇઝ ઇસ સીન. એ પાપ છે. ગેરકાયદેસર છે. એ જીવની હત્યા છે. એમાં હું માનતી નથી. એ હું કદીએ કરીશ નહિ.’

‘એ કિડસ મારું નથી. તને થઈ જ નહિ શકે.’

‘કેમ તને તારા પર વિશ્વાસ નથી?”છે, પણ તારા પેટનો કચરો મારો નથી. બોલ એ કોનો છે?’

‘તારા બાપનો…..’

‘ઊર્જિ….વોચ યોર લેન્ગ્વેજ.’ રાહુલનો હાથ ઊપડ્યો પણ ઊર્જિતાએ એને ઝાટકો મારી પાછળ વાળી દીધો. ‘ખબરદાર મારા પર હાથ ઉપાડ્યો છે તો.’

રાહુલ અને ઊર્જિતાના જીવનમાં ઘણી ચર્ચાઓ થતી પણ આ સંવેદનશીલ વિષયની જલદ ચર્ચા કદીએ થઈ ન હતી.

‘રાહુલ તારો લિવિંગ ટુ ઘેધરનો મતલબ તો સાથે રહો, જાનવરની જેમ ભોગ ભોગવો. સેક્સ કરો. કૂતરાની જેમ સૂંઘીને છૂટા પડો. સ્વાર્થ બદલાય બીજું જાનવર શોધી લો. એ જ ને?’

‘ઊર્જિ. હા હા. માનવી પણ એક જાનવર જ છે. હું પણ એમાનો જ જાનવર છું. જાનવરમાં બે જ જાતી હોય છે. મેઈલ અને ફિમેલ. ન ધર્મ ન સમાજ. માનવી પણ જાનવર છે. તું પણ જાનવર છે. મારી ઈચ્છા અને સંતોષ માટે જ જીવવા માંગું છું. જવાબદારી વગરનું જીવન. મને ખુલ્લામાં એકલા રહેવું છે. આઝાદ રહેવું છે. બચ્ચા બચ્ચાની પળોજણ કે ફેમિલી બેમિલીની જફા તને ક્યાંથી વળગી? જો તારે મારી સાથે આ રીતે રહેવું હોય તો કાયમને માટે મારી સાથે રહી શકે છે.’

‘અને મારું બાળક?’

‘હજુ તે જનમ્યું નથી. નિકાલ કરી દે એ નાનકડા કીડાને.’

‘નાનકડો કીડો? તારી માએ કીડાને નિકાલ કરી દીધો હોત તો? હું એક સ્ત્રી છું. તું મારા સ્ત્રીત્વનું અપમાન કરી રહ્યો છે. માતૃત્વ જ સંસારનું સર્જન છે. કોલેજમાં હતો ત્યારે તો સ્ટેજ પરથી વુમન એમ્પાવર્મેન્ટની મોટી મોટી વાત કરતો હતો. એનાથી જ તો હું આકર્ષાઈ હતી. પણ વાસ્તવિક જીવનમાં તો તું ખુબ બોદો જ નીકળ્યો. આજે આટલા વર્ષે તારું જંગલી પણું પ્રગટ થયું. તું પણ સ્ત્રીનું શોષણ કરનારો જ નીકળ્યો.’

‘ઊર્જિ, સ્ટોપ ધીસ નોન્સેન્સ. આપણી વચ્ચે આટલો સમય સરસ ચાલી રહ્યું હતું અને વચ્ચે તેં આ છોકરું પેદા કરી દીધું. ન ફાવતું હોય તો ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. આઈ ડોન્ટ નીડ યુ. એક ગઈ તો એક્કીસ મિલેગી.’

‘તારા આ પશુ સ્વરૂપ જોયા જાણ્યા પછી તારી સાથે એક ક્ષણ પણ રહેવું હરામ છે. હું તને મિત્ર માનતી હતી. પ્રેમ કરતી હતી. લગ્ન વગર પત્ની તરીકે બધી ફરજ બજાવતી હતી. લોકો તો એમ જ માનતા હતા કે આપણે મેરિડ જ છીએ. મિત્રો બાળકો માટે પૂછતા પણ હું જવાબ આપતી કે અત્યારે કેરિયર પર ધ્યાન આપું છું. હજુ બે વર્ષની વાર છે. પછી બેબી બનાવીશ. બરાબર રાહુલ જેવો જ. સ્માર્ટ એન્ડ હેન્ડસમ. પણ તું તો પામર ગધેડો નીકળ્યો. મેં મારા માબાપને અવગણ્યા અને જીંદગીના અમૂલ્ય બાર વર્ષ વેડફ્યા. જેને માનવ જીવનની સમજ અને કિમત નથી તે ઇન્સાન નથી. હેવાન છે.’

ઊર્જિતાએ એની બેગ લીધી, બારણું ખોલ્યું.’વેઇટ, હજુ પણ કહું છું, છોકરાં છૈયાની જવાબદારી વગર મારી સાથે કાયમ રહી શકે છે. આઉટ સાઈડ વર્ડ ઇઝ વેરી બેડ. બી રિયાલિસ્ટિક.’

‘હું કાયર સાથે રહેવા નથી માંગતી. બળાત્કારથી કે પ્રેમ વગર પણ બાળકો જન્મે છે. ફાધર તો કોઈપણ પુરુષ એક મિનિટમાં બની શકે છે. પુરુષનો પુરુષાર્થ ત્યારે જ જણાય જ્યારે બાળક પુખ્ત ઉમ્મરનું થાય ત્યાં સુધી લાલન પાલન કરી, શિક્ષીત કરી સસારમાં મૂકે. ખરી મર્દાનગી પેદા કરેલા બાળકોને પ્રેમથી ઊછેરવામાં છે. તું તો કાયર છે. નામર્દ કાયર.’

‘અને સાંભળ, મારી ચિંતા કરવાની જરૂર નથી. આઈ એમ સ્ટ્રોંગ ઈનફ ટુ સર્વાઈ બાય માયસેલ્ફ. એન્ડ લિસન. બરાબર સાંભળી લે. આઈ એમ નોટ પ્રેગનન્ટ.’

‘મને શંકા થઈ એટલે મેં ટેસ્ટ કર્યો હતો. થેંક્સ ગોડ, મેં તારું સાચું સ્વરૂપ ઓળખી લીધું.’ બાય.’……..’

શોર્ટ ફિલ્મ આધારિત પ્રવીણ શાસ્ત્રીની વાર્તાગુજરાત દર્પણ ફેબ્રુઆરી ૨૦૨૦””

2 responses to “કાયર

  1. Raksha Patel November 3, 2020 at 2:59 PM

    જડબે સલાટ જવાબ! નારીની વ્યથાને વાર્તામાં અદ્ભુત રીતે વહેતી કરી દીધી…..વાહ!

    Like

  2. anil1082003 October 30, 2020 at 11:55 PM

    URGI MAKE RIGHT DECESSION, AFTER 12 YEARS RAHUL IS NOT READY TO ACCEPT THEIR KIDS. IT’S BETTER FOR URJITA ,GO SEPERATE STILL SHE IS NOT PREGNENT SHE SAVED HER LIFE SAFE. RAHUL ONLY WANT SEX WITH SUJITA FOR LIVING TO GETHER LIKE ENJOYMENT WITH WOMEN. AS A TOYS

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: