ભીંતર ના વ્હેણ -પ્રકરણ:૪0

ભીંતર ના વ્હેણ -પ્રકરણ:૪0

 કાલિપ્રસાદ બીજે દિવસે સવારે એક સારી સેકન્ડ હેન્ડ કાર ખરીદવા સિરાજના 

કારખાને પહોંચ્યો. સિરાજે અડધોએક ડઝન કાર બતાવ્યા પછી એક કાર પર 

પસંદગી ઉતરી. ભાવતાલમાં રાબેતા મુજબની રકઝક થઇ. અંતે સોદો થયો. 

સત્તાવાર દસ્તાવેજો પર સહીસિક્કા થયા. સિરાજ પાસેથી કાલિપ્રસાદ 

ગાડી લઈને નીકળ્યો. સિરાજે તરત જ ત્રિશુળને ફોન જોડ્યો અને વિનાયકે 

ફોન લીધો. સિરાજે કાલિપ્રસાદની કાર ખરીદી ની જાણ કરી. સિરાજના ખ્યાલ 

બહાર ઓફિસના દરવાજાની આડે  છુપાઈને કાલિપ્રસાદ બધી વાત સાંભળી 

રહ્યો હતો. કાલિપ્રસાદ સિરાજને કોઈ સારા મિકેનિક વિષે પૂછવા માટે પાછો 

ફર્યો હતો. એનો વિચાર હતો કે લાંબી મજલ કાપતા પહેલા કારની સર્વિસ 

કરાવી લેવી. સિરાજ અચાનક જ દરવાજામાં ઉભેલા કાલિપ્રસાદને જોઈને 

થીજી જ ગયો! કાલિપ્રસાદે ઇશારાથી ચૂપ રહેવા જણાવ્યું. સિરાજ એકાએક 

બોલતો અટકી ગયો એટલે બીજા છેડે વિનાયક અચંબામાં પડ્યો. વિનાયક 

વધુ કૈં બોલે તે પહેલા લાઈન કપાઈ ગઈ.કાલિપ્રસાદને સિરાજ કોની સાથે 

અને શા માટે વાત કરતો હતો એ જાણવામાં રસ નહોતો.નાછૂટકે 

કાલિપ્રસાદે ગજવામાંથી રિવોલ્વર કાઢી અને સિરાજને આગળ 

થવાનો ઈશારો કર્યો.

                  બેઉં બહાર આવ્યા પછી કાલિપ્રસાદની સૂચના અનુસાર સિરાજે 

કામ કરી રહેલા મિકેનિકને ટેસ્ટ ડ્રાઈવ કરવા જઈ રહ્યો છે તેમ જણાવ્યું. 

કાલિપ્રસાદ પેસેન્જર સીટમાં ને સિરાજ ડ્રાઈવર સીટ માં ગોઠવાયા. 

સિરાજને ચેતવણી આપવામાં આવી કે સૂચનાનું પાલન નહીં થાય તો 

મૃત્યુને ભેટવુંપડશે. સિરાજને સ્વાભાવિક જ જિંદગી પ્રત્યે કોઈ  નફરત

 નહોતી. બે કલાક પછી પણ સિરાજ પાછો ન ફર્યો એટલે મિકેનિકને 

ચિંતા થઇ અને એણે સિરાજના ઘરે ફોન કર્યો.રઝિયાએ ફોન લીધો 

અને વિગત જાણી.એણે તરત જ પરીક્ષિતને ફોન કરીને બધી 

માહિતી આપી. ત્રિશૂળનો એક માણસ સિરાજના કારખાને 

રઝિયાને મળવા રવાના થયો. કલાકમાં તો માણસ પહોંચી 

પણ ગયો.મિકેનિકને બોલાવીને સાથે લાવેલા ફોટા બતાવ્યા  

તો એમાંથી એણે કાલિપ્રસાદને તરતજ ઓળખી કાઢ્યો.

પરીક્ષિતને પરિસ્થિતિનો રિપોર્ટ આપ્યો.કાલિપ્રસાદ સિરાજને 

લઈને પલાયન થઇ ગયો હતો.કઈ તરફ ગયો હશે? શા માટે 

કાલિપ્રસાદે આમ કર્યું? શું સિરાજની જાન જોખમ માં હતી?

                        સિરાજ આવી કટોકટીમાંથી પસાર તો થયો 

જ હતો પણ તેમાં નિષ્ણાત હોવાનો દાવો ન કરી શકે. શાંત 

ચિત્તે ટ્રાફિકને અનુલક્ષીને કાર હંકારી. કાલિપ્રસાદે એને જોગેશ્વરી 

ની ગુફાઓ તરફ જવાનું કહ્યું. અલ્પ ક્ષણો માટે મૌનભંગ થયો.

 સિરાજે કાલિપ્રસાદને કહ્યું કે એણે આર.ટી.ઓ. માં ફોન કર્યો 

હતો. એક કારનું વેચાણ થયું હતું તેના કાગળિયા રવાના કર્યા 

હતા તે જણાવવા માટે. કાલિપ્રસાદના વિક્ષેપ ના કારણે બધી 

વિગતો  ન આપી શકાઈ. સિરાજે એ પણ જણાવ્યું કે રાબેતા 

મુજબ પ્રત્યેક કારના  વેચાણ પછી તેની વિગતો એ ગ્રાહકની 

સુવિધા જાળવવા માટે આર.ટી.ઓ. ને આપતો હતો. કોઈ 

અણધાર્યા અકસ્માતમાં કે બનાવમાં કારની માલિકીનો પ્રશ્ન 

ઉપસ્થિત થાય તો ગ્રાહકને મદદરૂપ થઇ શકાય.સિરાજે એ 

પણ જણાવ્યું કે એ પણ દુનિયાદારીનો જાણકાર હતો.ચોરાયેલી 

લાઇસન્સ પ્લેટવાળી ટ્રકને  રંગકામ કરાવવા માટે આવનાર 

ગ્રાહક શાહુકાર તો ન જ હોય.અધૂરામાં પૂરું એ ટ્રકમાં સરકારી 

માલિકીની ચોરાયેલી કાર હોય. સિરાજ એક ધંધાદારી માણસ 

હતો અને એના કારખાને આવનાર ગ્રાહકોની જાંચપડતાલ 

કરવાની ફરજ એની નહોતી. વાસ્તવમાં કોઈ કાયદાનો ભંગ 

થયો નહોતો.સિરાજને કેવીરીતે આવનાર ગ્રાહક ની શરાફતનો 

ખ્યાલ આવે? સિરાજ ત્રિકાળજ્ઞાની તો નહોતો. સિરાજે પાછું 

વાહનવ્યવહાર પર ધ્યાન આપ્યું.

                   ત્રિશૂળના માણસે રઝિયાને હૈયાધારણ આપી. 

ત્રિશૂળ માટે આવા બનાવ અસામાન્ય નહોતા. ત્રિશૂળ વિનાવિલંબે 

સિરાજનો પતો મેળવશે અને સહીસલામત પાછો લાવશે, એવી 

બાંહેધરી આપી. કારની વિગતો લાગતાવળગતા સત્તાવાળાઓને

 પહોંચાડવામાં આવી. પરિણામે જોગેશ્વરી વિસ્તારમાંથી ફેલાયેલી 

જાળ વિસ્તૃત થઇ. શક્ય તેટલી ગલીકૂંચીઓ આવરી લેવાશે

અને કારનો પત્તો મેળવાશે.

                            રઝિયા ચિંતિત હતી કારણકે એ જાણતી 

હતી કે સિરાજ ભયાનક માણસોના હાથમાં સપડાયો છે.એવા 

માણસો કે જેઓ જાન લેતા પણ સહેજે ન ખચકાય. પરીક્ષિત 

અને ત્રિશૂળની કામગીરીમાં એને અવિશ્વાસ નહોતો પણ એ 

નિષ્ક્રિય રહેવા નહોતી માંગતી. પર્સમાંથી મોબાઈલ કાઢીને 

અમેરિકન કોન્સ્યુલેટનો ફોન જોડ્યો. એના ઉપરીને સમગ્ર 

હકીકત જણાવી અને એ ગેરહાજર રહેશે એ જણાવ્યું. મોબાઈલ 

પર્સમાં ફોન  પરત મુકવાને બદલે સિરાજને ફોન જોડ્યો.સિરાજ

 એની આદત પ્રમાણે હમેશા સેલ ફોન સાથે રાખતો. એ ફોન 

ચાલુ રાખતો પણ રિંગટોનને બદલે વાઈબ્રેશન પર રાખતો. 

સિરાજના ખિસ્સામાં ફોન ત્રીસેક સેકન્ડ સુધી ધ્રુજ્યો, રઝિયાએ

 મેસેજ ન મુક્યો અને ફોન કટ કર્યો. અને તરત જ પરીક્ષિત ને 

આ બાબત જણાવી. સિરાજના સેલ ફોન ઉપર ફોન કરવાથી 

સિરાજનો પત્તો લાગવાની શક્યતા હતી. ત્રિશૂળના  માણસોએ

 દશ જ મિનિટમાં પત્તો મેળવી પણ નાખ્યો! સિરાજ જોગેશ્વરીની 

ગુફાઓ તરફ જઈ રહ્યો હતો.જોસેફ, વિનાયક અને ત્રિશૂળના 

બીજા બે ઓફિસરને પરિસ્થિતિ ની જાણ થઇ. યથાયોગ્ય 

તૈયારીઓ કરીને બનતી ત્વરાએ જોગેશ્વરીની ગુફાઓના 

વિસ્તારમાં પહોંચવાનું હતું. પરીક્ષિતે રઝિયાને ખબર કરી, ફરી 

સિરાજને ફોન કર્યો પણ જવાબ ન મળ્યો કારણ કે ગુફા વિસ્તારમાં 

સિગ્નલ પહોંચતા નહોતા. જોગેશ્વરી પોલીસને એ વિસ્તારમાં 

ખોવાયેલી કારની  તપાસ કરવાની  સૂચના મળી ગઈ.

ReplyForward

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: