ભીંતર ના વ્હેણ પ્રકરણ; ૪૧

સુરેંદ્ર ગાંધી.

ભીંતર ના વ્હેણ
પ્રકરણ; ૪૧


જોસેફ અને વિનાયકે સોંપાયેલી કામગીરી સફળતાપૂર્વક પર

પાડવા માટે મસલત કરી; યોગ્ય સામગ્રી એકત્ર કરી. એમના

સાથીદારો સાથે વાત કરીને કામની વિગતો અને દરેકની
જવાબદારી નક્કી કરી. બનતી ત્વરાએ ઘટના સ્થળે પહોંચવા

માટે હેલિકોપ્ટરમાં જવાનું નક્કી કર્યું. વીસ મિનિટમાં જ

હેલિકોપ્ટર જોગેશ્વરીની ગુફાઓ પર ચકરાવા લેતું હતું.
હેલિકોપ્ટરમાંથી લટકાવવામાં આવેલ દોરડા દ્વારા સરીને ચાર

માણસો એક ગીચ ઝાડી નજીક ઉતર્યા. દરેકે નક્કી થયા પ્રમાણે

વિવિધ દિશામાં વોકીટોકી લઈને પ્રયાણ કર્યું. અડધોએક
કલાકમાં જ વિનાયકે કાર શોધી કાઢી અને સાથીદારોને જાણ

કરી. પછી એક ઝાડીની ઓથે છુપાઈને નિરીક્ષણ કર્યું. કારની

આસપાસ કોઈ નહોતું. ધીમે ધીમે ચારો તરફ નજ ફેરવી તો
થોડેક દૂર ઝાડીમાં હલચલ જણાઈ. ધ્યાનપૂર્વક જોયું. કોઈક

છુપાયેલું હોય તેમ લાગ્યું.વિનાયકે સાથીદારોને સચેત કર્યા.

બધાએ મળીને ઝાડીને ચારે બાજુથી ઘેરી લીધી.જોસેફે

બેકપેકમાંથી એક સાપ કાઢ્યો અને રિમોટ કન્ટ્રોલની મદદથી

ઝાડી તરફ રવાના કર્યો. સાપની નીરવ હિલચાલ ધ્યાન દોરે તેમ

નહોતી. અલબત્ત, ત્રિશૂળના માણસો સાપની કામગીરીથી પરિચિત
હતા.ઘડીકમાં સાપ ઝાડીની નજીક પહોંચ્યો . સાપમાં ગોઠવેલો

નાનકડો કેમેરા ઝાડીના દ્રશ્યો ઝડપીને જોસેફની કાંડા ઘડિયાળના

મોનિટરને મોકલી રહ્યો હતો. સિરાજ બંદીવાન હતો અને એના

મોઢા પર ટેપ ચોંટાડેલી હતી. કાલિપ્રસાદના હાથમાં બંદૂક હતી

એટલે એનો ઈરાદો કળી શકાય તેમ હતો. રિમોટ કન્ટ્રોલથી

સાપને કાલિપ્રસાદની નજર બહાર એની પાછળ જ સરકાવવામાં

આવ્યો.
જોસેફની સંજ્ઞા અનુસાર વિનાયકે કાલિપ્રસાદને પડકાર્યો અને

શરણાગતિ સ્વીકારવાનો હુકમ કર્યો.જવાબમાં કાલિપ્રસાદ

ખંધુ હસ્યો અને ચેતવણી આપી કે એનો વાળ વાંકો થશે તો

સિરાજની લાશ ઢળશે. વિનાયકે કાલિપ્રસાદને કોઈ પણ

અવિચારી પગલું ન ભરવાની ટકોર કરી. કાલિપ્રસાદે ઉમેર્યું,

“સિરાજની જાન બચાવવી હોય તો મારી માંગણી પુરી કરવી

પડશે.” કાલિપ્રસાદ સહી સલામત ખટમંડુ પહોંચી જાય એની

વ્યવસ્થા થશે પછી જ સિરાજ મુક્ત થશે. એમ પણ જણાવ્યું કે

મુસાફરી દરમ્યાન અડચણ આવશે તો એની શિક્ષા સિરાજને

ભોગવવી પડશે.વિનાયકે ઉપરી અધિકારીઓ સમક્ષ આ

માંગણી રજૂ કરવાની ખાત્રી આપી.કાલિપ્રસાદે ધમકી આપી કે

દશ મિનિટમાં એની માંગણી પુરી નહીં થાય તો સિરાજ મ્રૃત્યુ

પામશે. વિનાયકે ઘટિત કરવાની ખાત્રી આપી. જોસેફે સાપને

કાલિપ્રસાદની નજીક વધુ સરકાવ્યો અને સાપે કાલિપ્રસાદનો

ભરડો લીધો.કાલિપ્રસાદ ચોંક્યો .સાપની ભીંસ સખત થતી હતી

અને એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. એણે બંદૂકની શિથિલ થતી

પકડ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. અનાયાસે ગોળીબાર

થયો પણ બંદૂક હાથમાંથી છટકી ગઈ. જોસેફે મોનિટરમાં

ઝડપાઇ રહેલા દ્રશ્યો જોતા જોતા સાપની ભીંસ વધુ સખત
બનાવી.કાલિપ્રસાદના હોશકોશ ઉડી ગયા. જોસેફે તરતજ

ઝાડીમાં જઈને સિરાજને મુક્ત કર્યો. જોસેફે સાપની ભીંસ વધુ

કડક બનાવી અને એક કડાકા સાથે કાલિપ્રસાદની કરોડરજ્જુ
ભાંગી ગઈ.એનો કમરની નીચેનો ભાગ નકામો થયો , પગ

લથડ્યા અને એ ભોંયભેગો થયો. એની આજીજીભરી નજર

પ્રાણની ભીખ માંગતી હતી. જોસેફે મહામહેનતે સંયમ જાળવ્યો.
અણુકાફલાના સ્ટાફની ઢળેલી લાશોનો બદલો વાળવાની તક

જતી કરવાની હતી. અનાવશ્યક જાનહાની નહીં કરવાની

ત્રિશૂળની પ્રણાલિકા હતી.
સિરાજ મુક્ત થયાની પરીક્ષિતને જાણ કરાઈ. હમ્મેશ મુજબ

પરીક્ષિતે કામગીરીની પ્રસંશા કરી. કાલિપ્રસાદને ડોક્ટર લાખાણીને

હવાલે કરવાનું નક્કી થયું.સિરાજને એના કારખાને પહોંચાડીને

ત્રિશૂળના માણસો પાછા ફર્યા. રઝિયાનો આનંદ અદભુત હતો
કારણ કે સિરાજ સહી સલામત હતો અને એની સામે જ ઉભો

હતો. કાલિપ્રસાદના ભેજનું દહીં ડો. લાખાણીએ વલોવી નાખ્યું.

એના ખટમંડુ જવાના આશયની અને બેંકમાં પૈસા ક્યાં અને

કેવી રીતે જમા થશે તે પણ માહિતી મળી ગઈ..કુરેશી
મ્યાનમારની અવારનવાર મુસાફરી વખતે કોને, ક્યાં અને શા

માટે મળતો હતો તે જાણવા ન મળ્યું. ડો.લાખાણીએ પરીક્ષિતને

રિપોર્ટ મોકલાવ્યો. પરીક્ષિતની સૂચના અનુસાર કાલિપ્રસાદને

પોલીસને હવાલે કરાયો. સિરાજનું બળજબરીથી અપહરણ

કરવાનો આરોપ મુકવામાં આવ્યો. ગુનેગાર ઝપાઝપીમાં ઘવાયો

હતો અને એની સારવાર ની જવાબદારી સરકારની હતી. પુણેની

યરવડા જેલના બીમાર વિભાગમાં કાલિપ્રસાદને દાખલ કરવામાં
આવ્યો. કાલિપ્રદ ક્યારેય પોતાના પગ ઉપર ઉભો નહીં રહી શકે;

એના કાળા કરતૂતોની સજા એ જીવનભર ભોગવશે.
વાહીદ અને વઝીર મલયેશિયા જઈ રહ્યા હતા એ ખબર ત્રિશૂળને

અનાયાસે મળી. મલયેશિયા ની એમ્બેસીમાં અર્જન્ટ વિઝા

મેળવવા માટેની બે અરજી આવી હતી. વિઝા ઓફિસરને

પાસપોર્ટ નકલી હોવાનો શક ગયો.ઇન્ડિયન પાસપોર્ટ ઓફિસમાં

પાસપોર્ટની તમામ વિગતો મોકલવામાં આવી. ધાર્યા પ્રમાણે

પાસપોર્ટ નકલી સાબિત થયા અને ગૃહખાતાને પણ જાણ

કરવામાં આવી.અંતે મામલો વાજતે ગાજતે ત્રિશૂળના આંગણે

આવ્યો. પરીક્ષિતે વાહીદ અને વઝીરને ઓળખ્યા. મલયેશિયાની

એમ્બેસીને નિર્વિઘ્ને વિઝા મંજુર કરવાની દરખાસ્ત કરી. વાહીદ

અને વઝીરનો પીછો કરવાનો નિર્ણય લીધો.આ કામગીરી
વિનાયક અને જોસેફને સોંપીને નિયમિત માહિતી મળતી રહે

તેવો પ્રબંધ કર્યો. વિનાયક અને જોસેફ તૈયારીમાં પડ્યા. વાહીદ

ઓળખી ના શકે તે માટે જોસેફના કાળા વાળ સફેદ બન્યા,

મૂછ મુંડાઈ ગઈ અને આંખે જાડા કાચના ચશ્મા ચઢ્યા.
જાણે પ્રૌઢત્વ પ્રગટ્યું! વાહીદ અને વઝીર એમના સહ યાત્રીઓથી

અજ્ઞાત હતા.
પરીક્ષિત આજે રોજ કરતા વહેલો ઓફિસેથી પાછો ફર્યો.

ઉર્વશીના ચહેરા પર પ્રસન્નતા અવતરી.ઘણા વખત બાદ આજે

આખું કુટુંબ ડિનરના સમયે ભેગું થયું હતું. શુભાંગી એની કોલેજના

યોજેલા પર્યટનમાં એક અઠવાડિયા માટે માથેરાન જવાની હતી.

અનુરાગનું ચિત્ત કોઈ ઇલેક્ટ્રોનિક રમતમાં ચોંટ્યું હતું. ડિનર

પતાવીને ઉર્વશી અને પરીક્ષિત બેઠક ખંડ તરફ ગયા અને

બાળકો એમની દુનિયામાં. પરીક્ષિતે વર્ષોની આદત પ્રમાણે

ઉર્વશીનો હાથ પંપાળ્યો. ઉર્વશીનો બનાવેલો સાપ ઉપયોગી

નીવડ્યો હતો તે જણાવ્યું. ઉર્વશીના ચહેરા પર સંતોષનું સામ્રાજ્ય

સ્થપાયું.આદત પ્રમાણે ઉર્વશીએ વધુ વિગતો જાણવાની

આતુરતા ન બતાવી.પરીક્ષિતની કામગીરીની ગંભીરતા એ સારી

રીતે સમજતી હતી. હળવેકથી સરકીને એ પરીક્ષિતના પડખામાં

ગોઠવાઈ ગઈ. જ્યારથી અણુકેન્દ્રની સમસ્યા ખડી થઇ હતી ત્યારથી
પરીક્ષિત અને ઉર્વશી માટે આવી ક્ષણો મહામૂલી હતી.

એમની નિક્ટતામાં કોઈ ઓટ નહોતી આવી અને અન્યોન્ય

પ્રત્યેનો પ્રેમ હજુ પણ અકબંધ હતો.છતાંય બન્નેની આત્મનિર્ભરતા
મજબૂત હતી. એમનો આત્મવિશ્વાસ અડગ હતો.વર્ષો પહેલા

થયેલી સમજૂતી હજી જીવંત હતી. એકજ જીવનકયારીમાં ઉગેલો

ચંપો અને જૂઈની વેલ જેવો એમનો અંતર-આતમનો મેળઅજોડ

અને અલૌકિક નહોતો, સ્વાભાવિક હતો.એમની લાગણીઓને

શબ્દોની કે વાચાની જરૂર નહોતી. એકમેકના સાન્નિધ્યમાં

મૌનની ભાષામાં પણ અગમ્ય અને અદમ્ય વાતો થતી. આખા

દિવસનો થાક પણ ગામતરાં કરી જતો.પ્રસન્ન દામ્પત્યની છોળો

ઊડતી. જો ફોન ની ઘંટી ન રણકી હોત તો કદાચ તેઓ

એકમેકની બાહોમાં શયનાધીન થવાની અણી
પર હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: