ભીંતરના ભેદ પ્રકરણ ૪૨

સુરેંદ્ર ગાંધીં

ભીંતર ના વ્હેણ

પ્રકરણ: ૪૨
જોસેફે પરીક્ષિતને વિગતોથી માહિતગાર કરવા માટે ફોન કર્યો હતો.

પરીક્ષિત જાણીને ખુશ થયો. પણ જોસેફને સાવધ રહેવાની તાકીદ

કરી.જોસેફે વધુમાં જણાવ્યું “અમે કબૂતર અને ખિસકોલી પણ

સાથે લીધા છે.” પરીક્ષિતે સૂચવ્યું કે ” કટોકટીમાં કબૂતરનો

ઉપયોગ કરજો.” ફોન ની પુર્ણાહુતી થઇ. વાત એમ હતી કે

ઉર્વશીની કંપનીએ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના સંદેશ વ્યવહાર ની

સલામતી ખાતર એક નવી યોજના ઘડી હતી. ટેલીફોન અને

લેખિત સંદેશ વ્યવહાર આંતરવામાં આતંકવાદીઓ સફળ થયા

તા અને એ કોઈની જાણ બહાર નહોતું.આતંકવાદીઓને ગેરરસ્તે

દોરવા માટે પોકળ સંદેશવ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો.

અગત્યના અને મહત્વપૂર્ણ સંદેશવ્યવહારની આપ-લે ઉર્વશીની

કંપનીના બનાવેલા કૃત્રિમ કબુતરો કરતા. વાસ્તવમાં કબૂતર એક

નાનકડું ડ્રોન યાનેકે પાયલોટવિહોણું વિમાન હતું.રેડીઓ કંટ્રોલ

અને કબુતરના માળખામાં ગોઠવેલા કમ્પ્યુટરની મદદથી કબૂતરને

કોઈ પણ નિયત સ્થળે મોકલી શકાય એવો પ્રોગ્રામ ડિઝાઇન

કરવામાં આવ્યો હતો.જી. પી.એસ. ગ્લોબલ પોઝિશનિંગ

સેટેલાઇટની મદદથી કબુતરની પ્રત્યેક હિલચાલ ઉપર નજર

રાખવામાં આવતી. જયારે કબૂતર લેન્ડ થાય ત્યારે માલસામાન

કાઢી લેવાય અને કબૂતર પાછું ફરે. કબૂતર ચારસો ફૂટની ઊંચાઈથી

નીચે ઉડતું હોવાથી કોઈ પણ જાતની રોકટોક ન થતી, કારણકે કોઈના
રેડાર સ્ક્રીન પર એ દેખાય નહીં. સદ્ભાગ્યે વર્ષભરના ઉડ્ડ્યનો

દરમ્યાન કબૂતરે નિર્વિઘ્ને કોઈ પણ જાતની અથડામણ વગર

કામગીરી બજાવી હતી. અને કબુતર કમનસીબે કોઈ વિમાન
સાથે અથડાય અને હોનારતનું કારણ બને તો એમાં કોઈ અજુગતું

તો નહોતું. વિમાન અને વિહંગની અથડામણ જવલ્લે જ થવાની

શક્યતા નકારી શકાય તો નહીં ને!
નોર્થ કોરિયન રેડક્રોસ ઓફિસમાં આમ તો બહુ અવરજવર નહોતી

કારણ કે જરૂરતમંદોની જરૂરિયાતો ભાગ્યે જ પુરી થતી. ઇન્ટનેશનલ

રેડક્રોસ તરફથી સહાયમાં આવતી ચીજ વસ્તુઓનું કુપાત્રે જ

દાન થતું. બોડી બામણીના ખેતરના ખેડનારાઓ જગતના તાત
ખેડૂત જેવા દરિયાદિલ નહોતા. સર્વત્ર બને છે તેમ લાંચિયા

કાર્યકર્તાઓ અને લાગતાવળગતાઆઆઓને ઘી-કેળા હતા અને

સામાન્ય જનોને રોજા રાખવાના!તાજેતરમાં આવેલા આવા જ

એક શિપમેન્ટમાં એક સામાન્ય, નાનું પણ વજનદાર પેકેટ હતું. પેકેટ
જોઈને સમાન ગોઠવનાર નું કુતુહલ વધ્યું અને એણે ઉપરી

અધિકારીને એ પેકેટ વિષે જાણ કરી. ઉપરી અધિકારીએ કહ્યું ”

એ પેકેટ હમણાં બાજુ પર રાખો. બધું પતી ગયા પછી જોઈશું.”

ઉપરીના કહેવા પ્રમાણે પેકેટ બાજુ પર રાખવામાં આવ્યું. થોડીવાર

પછી ઉપરીએ ફોનનું રીસીવર ઉઠાવ્યું અને એક નંબર જોડ્યો,

સામેથી પ્રત્યુત્તર મળ્યો ત્યારે ઉપરીએ જણાવ્યું, “પરોણા પધાર્યા છે.”

સામેથી જવાબ આવ્યો કે ” એમને ઉતારો આપવા માટે
ધર્મશાળાની જોગવાઈ થઇ ગઈ છે. થોડીવારમાં સાજન મહાજન

પરોણાને આવકારવા આવશે.” અને ફોન કપાઈ ગયો.
નોર્થ કોરિયા ખાતેના ચાઈનીઝ એમ્બેસેડરની ઓફિસના જાસૂસી

ખાતાનો એક માણસ બૌદ્ધ ભિક્ષુકનો વેશ ધારણ કરીને રેડક્રોસની

ઓફિસે પહોંચ્યો. ઉપરીને મળ્યો. ત્યાંથી પેકેટનો કબ્જો લઈને

પ્યોંનયોન્ગ રેલવે સ્ટેશને પહોંચ્યો અને અડધા કલાક પછી બેઇજિંગની

ટ્રેઈન પકડી. ત્યાં પહોંચીને બૌદ્ધ સાધુએ બેંગકોકની ફ્લાઇટ પકડી.ત્યાંથી
ભાડાની કારમાં મ્યાનમાર સરહદનો રસ્તો પકડ્યો.કોઈ પણ જાતની

રોકટોક વગર એ બૌદ્ધ સાધુ સરહદ પાર કરીને રંગુન પહોંચ્યો. રંગુનથી

લગભગ પચાસ માઈલ દૂર જંગલમાં આવેલી પ્રયોગશાળામાં પહોંચ્યો.

પ્ર્યોગશાળાનો બાહ્ય દેખાવ સામાન્ય હતો પણ અંદર સાધન
સામગ્રીથી સુસજ્જ હતી. સાવચેતીપૂર્વક એનરિચ્ડ યુરેનિયમ

પેકેટમાંથી કાઢીને ચકાસવામાં આવ્યું. માલ ખત્રીનો હતો.

પ્રયોગશાળાના ડિરેક્ટર ભૂતપૂર્વ સોવિયેટ યુનિયનના
કઝાખસ્તાનના અણુકેન્દ્રના મેનેજર હતા. સોવિયેટ

રશિયાના વિભાજન બાદ વોરોસિલોવ માટે કઝાખસ્તાનમાં

બેકારી સિવાય કૈં નહોતું. અણુશસ્ત્રોના ઉત્પાદનનો બહોળો

અનુભવ મેળવી ચૂકેલા વોરોસિલોવને ઇઝરાયેલી જૂથની લાગવગથી

મ્યાનમારમાં અણુશક્તિ સંશોધન કેન્દ્ર ના ડિરેક્ટરની કામગીરી

મળી હોવાથી એ ઇઝરાયેલ નો ઋણી હતો. ઇઝરાયેલ અને
ચાઈનીઝ જાસૂસી ખાતાના સગવડિયા સગપણથી સાવ

અજ્ઞાત તો નહોતો. વોરોસિલોવની જવાબદારી ટૂંક સમયમાં

એક અણુશસ્ત્ર તૈયાર કરી આપવાની હતી.
અણુશસ્ત્ર બનાવવું એટલું મુશ્કેલ નહોતું. કારણકે કમ્પ્યુટર અને

આધુનિક ટેક્નોલોજી ની સગવડોથી એ કામ સરળ બન્યું હતું.

ઝીણવટ અને ચોક્સાઈભર્યું કામ કરવા માટે દાંતના ચોકઠાં

બનાવનાર ડેન્ટલ લેબોરેટરીના ટેક્નિશિયનોને એકઠા કર્યા
હતા.વોરોસિલોવની ગણતરી હતી કે આ ટેકનીશીયનો ચાર

મહિનામાં જ એક અણુશસ્ત્ર બનાવી શકશે.અણુશસ્ત્રનું માળખું

તૈયાર થઇ ગયું હતું; માત્ર યુરેનિયમ ગોઠવીને બાકીનું કામ
પૂર્ણ કરવાનું હતું. વોરોસિલોવ એનરિચ્ડ યુરેનિયમ મળી જવાથી

ખુબ ખુશ થયો. એણે ઇઝરાયેલી જાસૂસી ખાતાને સાંકેતિક સંદેશો

મોકલ્યો:” મૂર્તિ તૈયાર છે.” નોધારું ઘરબાર વગર રઝળપાટ કરી

રહેલા વાદળ સમાન પેકેટ આખરે મંઝિલે પહોંચ્યું હતું.
ત્રિશૂલને થાપ આપી શકે એવા અપવાદોની સંખ્યા નહિવત હતી.

પરીક્ષિતની મૂંઝવણ વધી. એનરિચ્ડ યુરેનિયમનું શું થયું? જનરલ

પોસ્ટ ઓફિસની મુલાકાતે કોઈ ફરક્યું નહોતું. પેકેટ નોર્થ કોરિયા પહોંચ્યું

કે નહીં તે પણ શંકાસ્પદ હતું.

પરીક્ષિતના માનસપટ પર તર્ક-વિતર્ક ના ચિત્રચારસા ઊપસ્યાં.

નોર્થ કોરિયાને એનરિચ્ડ યુરેનિયમની આવશ્યકતા તો
હતી પણ એને પહોંચી વળવા માટે ત્યાંની સરકાર બહારવટું ખેડે

એટલી નપાવટ તો નહોતી. વળી ચીનની સરકાર એમની બધી

જરૂરિયાતો પુરી પડતી હતી. મોસાળમાં જમવાનું હોય અને માં

પીરસનારી હોય તો પછી એવું જોખમકારક પગલું તો કોઈ

મૂર્ખશિરોમણી પણ ન ભરે!ભારત સરકાર અને નોર્થ કોરિયાની

સરકાર વચ્ચેના સંબંધો આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ

મુજબ સ્થપાયા હતા. તો પછી એનો અર્થ શું? એનું રહસ્ય શું?

પરીક્ષિત પ્રચલિત માન્યતાઓને બહાલી ન આપી શક્યો.

અસંગત અને અસાધારણ દ્રષ્ટિકોણથી એક વિમુખ નિરીક્ષક

બનીને આ કોયડાનું મૂલ્યાંકન કર્યું.એનરિચ્ડ યુરેનિયમની માંગ

અદભુત હતી, અણુશક્તિના ઉગ્ર ઉપાસકોને હસ્તગત આ દ્રવ્ય

વિનાશ નોતરે એ નકારી શકાય એમ ન હોતું.
અણુશક્તિના આવા ઉપાસકો તો કોઈ પણ દેશમાં મળી આવે!

છતાંય અણુશશ્ત્રોનો છડેચોક ઉપયોગ કરવા જેટલી મૂર્ખતા તો

કોઈ પણ દેશની સરકાર ન દાખવે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

<span>%d</span> bloggers like this: