ભીંતર ના વ્હેણ – પ્રકરણ૪૩

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ
પ્રકરણ;૪૩


શુભાંગી કોલેજ આયોજિત પ્રવાસમાં એક સપ્તાહ માટે માથેરાન

ગઈ હતી. આમ તો એ ઘણી વાર દેશાટન કરવા જતી અને

હેમખેમ પાછી ફરતી હોવા છતાં ઉર્વશી પણ પ્રમાણસર


ભાંગીની સુખાકારી માટે ચિંતિત રહેતી. અને શુભાંગી ને હમ્મેશા

સાવધાન રહેવાની તાકીદ કરતી. શુભાંગીના માબાપે એને

આત્મનિર્ભરતા શીખવી હતી, આત્મવિશ્વાસ કેળવવાની
તાલીમ આપી હતી.અસાધારણ સંજોગોમાં બેકાબુ બનતી

પરિસ્થિતિની શિસ્તબદ્ધ સામનો કરવામાં ધીરજ અને

હિંમતની અગત્યતા અને આવશ્કયતાની સમજ આપી હતી. સંતાનો
દેવના દીધેલ હોય કે નહીં પણ પ્રત્યેક માબાપ માટે મહામુલા જ

હોય છે અને ઉર્વશી પણ એમાં અપવાદ ન હતી.
શુભાંગીના સહયાત્રીઓમાં એક અંડરવર્લ્ડના ખ્યાતનામ શખ્સની

પુત્રી રેહાના અનસારી પણ હતી.રેહાનાનો બાપ સ્વૈચ્છીક દેશવટો

ભોગવીને ખૈબરઘાટમાં સ્થાયી થયો હતો. ત્યાં મૉટે પાયે અફીણનું

ઉત્પાદન કરીને માલેતુજાર બન્યો હતો. આમ તો એના અફીણ
ના સામ્રાજ્યને સીમાઓ ન હયી કે એનો કોઈ સત્તાવાર ભૌગોલિક

પ્રદેશ નહોતો. કદાચ એક જાતની રિયાસત હતી. એક સૈન્ય પણ

હતું જેનો કોઈ સત્તાવાર ગણવેશ કે ઓળખ નહોતી. એ સૈન્ય

એનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતું. મદાંધ અન્ડરવર્લ્ડની

જમાતમાં અનસારી એક અપવાદ હતો. અનસારી એના માણસોનો

માન-મરતબો જાળવતોઅને એમને સંપૂર્ણપણે સંતુષ્ટ રાખતો.

નફાખોરીમાં માનતો ખરો પણ પણ પોતાના માણસોને વ્યાજબી

હિસ્સો આપતો. એક કુટુંબીજન બનીને એમની કૌટુંબિક યાતનાઓ

હળવી કરતો. આવા વાતાવરણમાં વફાદારીના વટવૃક્ષની

વડવાઈઓ સઘન થઇ હતી. મહત્વાકાંક્ષી ચીની અફીણ

સોદાગરોને અનસારી સાથે કોઈ અણબનાવ નહોતો પણ સમગ્ર

અફીણ-સામ્રાજ્ય ઉપર વર્ચસ્વ જમાવવાની અન્સારીની

મહત્વાકાંક્ષા એમને ક્યારેક અકળાવતી. જિન તાઓ મિન્હ એમનો

બિનસત્તાવાર પ્રતિનિધિ હતો.
ભારતમાં ગેરકાયદે પ્રવેશીને એણે સફળ કામગીરી બજાવી હતી.

કન્યાકુમારીના પાવક કામાગ્નિની જ્વાળાઓથી જિન તાઓ પણ

પવિત્ર થયો હતો. એમની મુલાકાત અસાધારણ સંજોગોમાં થઇ હતી.

દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય કોમર્સ કોન્ફરન્સ માં ઇઝરાયેલી

ઇન્ટેલિજન્સના ચીફ ભાગ લઇ રહ્યા હતા. કન્યાકુમારી ઇઝરાયેલી

ચીફ સાથે પણ સંકળાયેલી હતી અને એમના સૂચનથી જ એણે

જિન તાઓ મિન્હ સાથ સબંધ કેળવ્યો હતો. ઇઝરાયેલ અને ચીન

વચ્ચેના સગવડિયા સબંધોનો આશય એક જ હતો કે હિન્દૂ-મુસ્લિમ

એકતામાં ફાચર મારવી, પરિણામે મ્યાનમારમાં એમનો સહકાર

સાકાર થયો હતો. રેહાનાના પર્યટનની માહિતી ઇઝરાયેલી

ઇન્ટેલિજન્સ ચીફ ના સૌજન્યથી જિન તાઓ મિન્હ મારફતે એના
હિતેચ્છુ ચીની અફીણના સોદાગરોને પહોંચી હતી. અને આમ

અનસારીને નમાવવાની તક મળી ગઈ. એમણે રેહનાનું અપહરણ

કરવાની યોજનાને આકાર આપ્યો. રેહાનાને સુખરૂપ પાછી

મેળવવા માટે અનસારીને અમુક શરતોનું પાલન કરવાનું હતું.
રેહાનાના બાપની વિનંતીને માન આપીને બે મુસ્લિમ શખ્સો પણ
અનસારીનાકુટુંબના મિત્રો બનીને રેહાનાની દેખભાળ કરવા

માથેરાન પહોંચ્યા હતા.
અનસારીને નિરંતર રેહાનાની ફિકર રહેતી.આ કહેવાતા મિત્રો

પોતાની ઓળખ આપીને રેહાનાને મળ્યા પણ ખરા અને એનો

વિશ્વાસ સંપાદન કર્યો. જરૂર પડ્યે સંપર્ક સંપર્ક સાધવા
માટે જે હોટેલ માં ઉતર્યા હતા એનો ફોન નંબર પણ આપ્યો.
બે દિવસો તો નિર્વિઘ્ને પસાર થઇ ગયા. ત્રીજે દિવસે રેહાના

મિત્રો સાથે ઘોડેસવારી કરવા નીકળી.થોડુંક અંતર કાપ્યું ત્યાં બે

ઘોડેસવાર ધસી આવ્યા અને રેહાનાનો રસ્તો રોક્યો. રેહાના

હેબતાઈ ગઈ , ઘોડાને થોભવ્યો અને હોશ સંભાળે તે પહેલા એક
ઘોડેસવારે રેહાનાના ઘોડાની લગામ હસ્તગત કરી. રેહાનાને

ચેતવણી આપી કે , ‘અમારી આજ્ઞાનું પાલન નહીં કરવાનો અંજામ

ખરાબ હશે.” સાવચેતી ખાતર બેઉં ઘોડેસ્વારો રેહાનાને ઘેરી વળ્યાં.

થોડેક દૂર જઈને ત્રિપુટી એકાએક અદ્રશ્ય થઇ ગઈ. ત્રિપુટીની

પાછળ થોડા અંતરે શુભાંગી એના મિત્ર સાથે આવતી હતી.

વીજળીની ઝડપે બનેલા બનાવને સમજતા શુભાંગીને ખાતરી,

થઇ ગઈ હતી કે કોઈ અજાણ્યા શખ્સોએ રેહાનાને બળજબરીથી

છૂટી પડી દીધી હતી. શુભાંગીએ ત્રિપુટીનો પીછો કર્યો. રેહાનાની

વ્હારે કોઈના આવવાની શક્યતા અપહરણ કરણનારની ગણતરી

બહારની નહોતી. આ કોઈ અણઘડ કે કાચાપોચા માણસો ન હતા;
રેહાના જેવી વ્યક્તિઓના અપહરણ તો એમની એશારામભરી

જીવનચર્યાની જીવાદોરી હતા.
ત્રિપુટી એક ઝાડની ઓથે અટકી.રેહાના છલાંગ મારીને ઘોડા પર થી
ઉતરી અને બન્ને ઘોડેસ્વારો પણ એટલીજ ચપળતાથી ઉતર્યા

અને રેહાનાને ઘેરી લીધી. તેમણે જણાવ્યું કે તેઓ અનસારીના મિત્રો

હતા અને રેહનાનું રક્ષણ કરવા આવ્યા હતા.અનસારીની સૂચના

પ્રમાણે રેહાનાને સહીસલામત ખૈબરઘાટ પહોંચાડવાની હતી.

રેહાના એમનો વિશ્વાસ કરવા તત્પર નહોતી.પુરાવાને અભાવે એ

શંકાસ્પદ બની. જો કે એણે અણસાર તો આવી જ ગયો હતો કે

સહકારી વલણ અપનાવ્યા વગર છૂટકો નહોતો. એણે પેલા બે

શખ્સો પાસેથી સવિસ્તર માહિતીની માંગણી કરી કે ક્યાંથી, ક્યારે

અને કેવી રીતે મુસાફરીની વ્યવસ્થા થઇ છે.
જવાબમાં એક શખ્સે જણાવ્યું કે અડધા કલાકમાં માથેરાનથી

જઈ રહેલી ટ્રેઈનમાં નેરળ પહોંચવાનું અને ત્યાંથી એક પ્રાઇવેટ

વિમાનમાં કાબુલ થઈને ખૈબરઘાટ પહોંચવાનું. હજી તો
વાક્ય પૂરું થાય ત્યાં ઘોડા ના ડાબલા સંભળાયા અને એક યુવતી

દેખાઈ. શુભાંગી રેહાના તરફ વળી અને પૂછ્યું “ઇઝ એવરીથીંગ

ઓલ રાઈટ?” રેહાનાનો પ્રત્યુત્તર ખચકાયો અને બોલી “
આ મારા પિતાના મિત્રો છે અને મારી સલામતી ખાતર મને અહીંથી

લઇ જવા આવ્યા છે.”
રેહાનાના ચહેરા પર છવાયેલા મૂંઝણવના ઘેરાં વાદળ સ્પષ્ટ હતા.

શુભાંગીએ કહ્યું “જતા પહેલા હોટેલ પરથી સમાન લેતીજા અને

આયોજકોને પણ જણાવી દે કે તું જઈ રહી છે.” એક શખ્સે તરત

જણાવ્યું કે “સમયની કટોકટીનો એકજ ઉપાય છે . મારો સાથીદાર

એ બધી વિધિઓ પતાવીને ટ્રેઈન સ્ટેશને મળશે. જો ટ્રેઈન ચુકી

જઈશું તો આવતીકાલ પહેલા બીજી ટ્રેઈન નહીં મળે.”
ઝડપથી બનેલા બનાવોથી ઊડતી અસ્પષ્ટતાની ડમરીમાં

વિચારશક્તિ ઝાંખી પડી. પ્રસ્તાવ વ્યાજબી હતો અને શુભાંગી પણ

એટલી જ ચબરાક હતી. રેહાના તરફ જોઈને એ બોલી ” વાંધો

નહીં હું તારી સાથે રહીશ.” રેહાનાને સહેજ ટાઢક વળી. પેલા

શખ્સે પણ શુભાંગીના પ્રસ્તાવને અનુમોદન આપ્યું. અંતે બધા

નેરળ પહોંચ્યા અને એમની રાહ જોઈ રહેલી કારમાં ગોઠવાઈને

રવાના થયા. શુભાંગીએ પોતાનું સરનામું આપીને કારને એ તરફ
લેવાનો નિર્દેશ કર્યો.થોડીવાર પછી શુભાંગીએ ફરી ટકોર કરી પણ

મૌનનું સામ્રાજ્ય અતૂટ રહ્યું.હવે શુભાંગી ચિંતાતુર થઇ પણ મન

પર કાબુ મેળવ્યો.એની સાવધાનીની માત્રામાં વધારો થયો. આગળ

શું કરવું એ વિચારની દિશામાં પગલાં ભરવા મંડ્યા. કારની ગતિ

મંદ પડી એક મેદાન નજરે ચઢ્યું.મેદાનને છેડે એક વિમાન હતું

જેમાં બેઉં યુવતીઓને બેસી જવાની ધમકી મળી. યુવતીઓ વિમાનમાં

ગોઠવાઈ અને વિમાનના એન્જીન ચાલુ થયા. વિમાને ગતિ પકડી
અને ધરતી સાથેની સગાઈ તોડી. વિમાન યોજના પ્રમાણે રંગુન

જઈ રહ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: