ભીંતરના વ્હેણ – પ્રકરણ ૪૮

લેખકઃ સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ

                                           પ્રકરણ: ૪૮

પંચશીલ, સહઅસ્તિત્વ, અહિંસા અને એવા તો કેટલાય આદર્શોના 

પૂજક અને પ્રચારક જેવા આપણે મોડું મોડું પણ શીખ્યા કે તટ્સ્થનીતિ 

અને દેશની સુરક્ષા એક સામર્થ્ય ઉપર નભે છે..ડંખ ન  મારવાની ઈચ્છા 

રાખનારે પણ ફૂંફાડો તો રાખવો જ રહ્યો! સ્વીત્ઝર્લેન્ડ ની એક 

તટસ્થ રાષ્ટ્ર તરીકે ગણના થાય છે છતાંય એ દેશ ના સંરક્ષણમાં 

કોઈ ક્ષતિ નથી, ઉણપ નથી કે કચાશ નથી. મજાલ છે કોઈ પણ 

દેશની કે સ્વીત્ઝર્લેન્ડ ઉપર હુમલો કરે! આપણે પણ કાશ્મીર  

પ્રશ્નનો સંતોષકારક ઉકેલ લાવવા માટે વાટાઘાટો કરી, યુનાઇટેડ 

નેશન્સ માં ધા નાખી પણ શું કાંદા કાઢ્યા? આંતરરાષ્ટ્રીય અદાલતમાં 

ન્યાયનું શોષણ થયુ. પરિણામે કાશ્મીરનો પ્રશ્ન હજી પ્રજ્વલિત છે. 

નિઝામ જેવા કંઈકને નમાવનાર  સરદાર પટેલ પાસે કાશ્મીરની શું 

વિસાત? આપણા નસીબે કાશ્મીર પ્રશ્નનો ઉકેલ લાવવામાં આપણે 

ધોખો ખાધો.

   તેવી જ રીતે ચીની આક્રમણનો જડબાતોડ જવાબ આપવાની 

આપણી અશક્તિનું કારણ શું હતું? ગેરરસ્તે દોરનારા આપણા 

નેતાઓ અને એમની પોકળ તટસ્થતાની વિદેશનીતિ અને આપણી 

પૂર્વતૈયારીઓની કમી. અહિંસા, શાંતિ અને સહચરો ઝંખનાર દેશ 

ઉપર આક્રમણ થાય ત્યારે સુરક્ષા માટે શત્રુનો ફરજીયાત સામનો 

કરવામાં કે શત્રુની હિંસા કરવામાં કોઈ બાધ ન હોઈ શકે! ચાવવાના 

અને બતાવવાના જુદા દંતશૂળ રાખનાર દેશો સાથેના વ્યવહારમાં 

નીતિમત્તા અસ્થાને હોય છે; એ વાત સતત ધ્યાનમાં રાખવી જ પડે. 

લાતોના ભૂતને વાતોથી ન મનાવાય! સશક્ત ભારતની આજે 

પ્રગતિશીલ અને પ્રતિષ્ઠિત દેશોમાં માનપૂર્વક ગણના થાય છે. 

એટલા માટે કે “હમ ભી કિસીસે કમ નહીં”….છતાંય આપણા 

આંતરિક દુષણો જેવા કે લાંચરુશવત, કોમવાદ, દલિત સમસ્યા, 

જુના રીતરિવાજોની શૃંખલા નહીં તોડીએ તો દેશનું ભાવિ 

અંધકારમય બની રહેશે. એક સચોટ ઉપાય છે; જુના ખાઇબદેલા , 

તકસાધુ અને મતલબી નેતાઓને કાયમી નિવૃત્તિ આપવી. 

અબજોની વસ્તીમાં શું  મુઠ્ઠીભર નૂતન, નવજાત નેતૃત્વ નહીં મળે? 

જેથી વારસાગત ઠેકેદાર નેતૃત્વ ની પકડમાંથી મુક્તિ મળે?

                     અન્સારીના આવાસમાંથી નીકળેલા મુલાકાતીઓ ની 

કાર કાબુલ જતી હતી. અન્સારીને એમનો પ્રત્યક્ષ પીછો કરવાની 

જરૂર ન’તી. અફીણના અમૂલ્ય પાકનું રક્ષણ ઠેરઠેર ગોઠવાયેલા 

વિડીયો કેમેરા સાથે સંકળાયેલા ક્લોઝડ સરકીટ ટેલિવિઝનના 

આયોજન હેઠળ હતું. અન્સારીનું સંદેશ વ્યવહાર અને સંરક્ષણ 

કેન્દ્ર અતિ આધુનિક હતું. અન્સારીની સર્વેલન્સ ટીમના અહેવાલ 

મુજબ પેલા શખ્સો જલાલાબાદને રસ્તે વળ્યાં હતા. અન્સારીની 

જલાલાબાદ ખાતેની ઓફિસને કાર અને એના મુસાફરોનો પીછો 

કરવાની સૂચના મળી ગઈ. જલાલાબાદનો વાહન વ્યવહાર હજુ  

પછાત હોવાને કારણે કામ સરળ બન્યું. અન્સારીના માણસોને 

ખૈબરઘાટ થી આવી રહેલી કારને ઓળખવામાં મુશ્કેલી ન પડી. 

ખુબ જ સાવધાનીપૂર્વક કારનો પીછો થયો. કાર એક મસ્જિદના 

ખંડેર પાસે અટકી અને કારમાંથી બે શખ્સો ઉતરીને ખંડેરમાં પ્રવેશ્યા. 

પરસાળને છેવાડે આવેલી રૂમ માં દાખલ થયા. અન્સારીના માણસો 

ચુપકીદીથી અનુસર્યા. રૂમ સંદેશવ્યવહારની અદ્યતન ઇલેક્ટ્રોનિક 

સામગ્રીઓથી સુસજ્જ હતો. એક શખ્સે માઈક્રોફોન લઈને સ્વીચ 

દબાવી, ટ્રાન્સમીટરનું ડાયલ ફેરવ્યુઅને સાંકેતિક સંદેશો વહેતો 

મુક્યો.જવાબમાં કાબુલ એરપોર્ટ જવાની સૂચના મળી.એક શખ્સને 

ઢાકા જવાનો અને બીજાને રંગુન જવાનો આદેશ મળ્યો.ટિકિટ 

એરપોર્ટ પરના બાંગ્લાદેશ વિમાનના કાઉન્ટર પર થી પીક અપ 

કરવાની હતી.

                  રૂમનું બારણું બઁધકરીને બન્ને શખ્સો કાબુલને રસ્તે 

પડ્યા. અન્સારીને વિગતવાર અહેવાલ મળ્યો,.એણે કહ્યું “સંદેશ 

વ્યવહાર ના નિષ્ણાતને ખંડેરની તપાસ કરવા મોકલું છું. એની 

રાહ જુઓ અને દરમ્યાનમાં ખંડેરની  દેખરેખ વ્હાલું રાખો.” 

અન્સારીએ પોતાના કાબુલ ના જનાનખાનાને ફોન જોડ્યો. 

મેનેજરને કાબુલ એરપોર્ટ આવી રહેલા બે શખ્સોની વિગતો 

જણાવી. એક આકર્ષક સ્ત્રી ઢાકા જનાર શખ્સનો સંગાથ કરે અને 

બીજી રંગુન જનારની સંગાથે જાય. તેની તાબડતોબ વ્યવસ્થા 

કરવાનો હુકમ કર્યો.

            જલાલાબાદથી નીકળેલા બે શખ્સો કાબુલ પહોંચ્યા. 

બે બુરખાધારી સ્ત્રીઓ નજર આવી એટલે નવાઈ પામ્યા કારણકે 

કાબુલ એરપોર્ટમાં એકલવવાયી સ્ત્રીઓ ભાગ્યે જ જોવા મળતી. 

સ્ત્રીઓનો સામાન એમના ઊંચા ઘરાનાની સાક્ષી પૂરતો હતો. 

સ્ત્રીઓએ બાંગ્લાદેશ વિમાન ના કાઉન્ટર પર ચેક ઈન વિધિ પતાવી.

બેગ ચેક ઈન કરીને કેરી ઓન હાથમાં લઈને સ્ત્રીઓએ ઢાકાની 

મલમલ જેવી આછીપાતળી સિક્યુરિટી ક્લિયરન્સ પાર કરીને 

ડિપાર્ચર લાઉન્જની શોભામાં અભિવૃદ્ધિ કરી. પેલા બે શખ્સો 

પાસે પણ કેરી ઓન બેગ હતી. ચેક ઈન અને સિક્યુરિટી ક્લિયરન્સ 

પતાવીને તેઓ પેલી સ્ત્રીઓથી  થોડા અંતરે બેઠા. વાતચીત દરમ્યાન  

ગણ્યાગાંઠ્યા પેસેન્જરોની હાજરીમાં એમના સ્ત્રીઓ તરફ મીટ 

માંડવાના પ્રયત્નો નિષ્ફ્ળતાને વર્યા. પાણી પર ફેલાતી આગની 

જેમ બુરખાની જાળીમાંથી ડોકાઈ રહેલી નમણી નજરો સાથે 

આહલાદક અથડામણો થતી  રહી. વર્ષોથી  ખંડિત થયેલી 

અફઘાન ધરા પર શેખચલ્લીઓના કામણકીલ્લા ચણાયા!

        ફ્લાઇટ એનાઉન્સ થઇ. પેસેન્જર બોર્ડિંગ નિર્વિઘ્ને પત્યું. એક 

સ્ત્રીના ઓવરહેડ બિનમાં બેગ ચઢાવવાના અસફળ પ્રયત્ન જોઈને 

એક શખ્સ એની વ્હારે આવ્યો. ફ્લાઇટ ફૂલ નહોતી એટલે પેસેન્જરોએ 

મનપસઁદ સીટ લીધી.પેલા બે શખ્સોથી બે હરોળ પાછળ સ્ત્રીઓ 

ગોઠવાઈ. ફ્લાઇટ કાબુલથી ઢાકા અને રંગુન થઈને કૌલાલુમ્પુર 

જવાની હતી. ફ્લાઇટ ઢાકા પહોંચી એટલે એક શખ્સ ઉતર્યો અને 

એની પાછળ એક સ્ત્રી પણ ઉતરી ગઈ.અડધા કલાબાદ વિમાન 

રંગુન જવા ઉપડયુઅને સમયસર રંગુન પહોંચ્યું. બીજો શખ્સ અને 

સ્ત્રી ત્યાં ઉતરીને ઇમિગ્રેશનની લાઈનમાં સાથે થઇ ગયા.

                       ઇમિગ્રેશન પતાવીને અબળાએ બેગેજ ક્લેઇમની 

દિશામાં ડગ મંડ્યા. એકાએક એનો પગ લથડ્યો. એની દર્દનાક 

આહટ સાંભળીને પેલો શખ્સ મદદે આવ્યો અને એને ટેકો આપીને 

પડતા બચાવી.બેગ ક્લેઇમ કરવામાં મદદ કરી. આભારવશ નારીના 

શબ્દોની સુંવાળપ એને સ્પર્શી ગઈ અને એ ધન્ય બન્યો હોય તેમ 

લાગ્યું! બહાર નીકળતી વખતે વાતવાતમાં જાણી લીધું કે એ સ્ત્રી 

એની બીમાર માસીની સેવાચાકરી કરવા આવી હતી. માસીનું 

સરનામું જાણીને પેલા શખ્સની સ્ત્રીદાક્ષિણ્યની ભાવના સળવળી 

અને સ્ત્રીને કહ્યું ” મારે એ તરફ જ જવાનું છે. જો તમને વાંધો ન હોય 

તો તમને ઉતારતો જઈશ.” ઔપચારિક આનાકાની બાદ એ સ્ત્રી 

કબૂલ થઇ. રસ્તે થયેલ સ્વાભાવિક વાતો દરમ્યાન સ્ત્રીએ પેલા 

શખ્સનું નામ સરનમું મેળવી લીધું. અજાણ્યા મુલ્કમાં સદ્દભાવી 

સહાયક સાથે થયેલી ઓળખાણમાં ઓટ ન આવે તે ધ્યાનમાં 

રાખીને સ્ત્રીએ કહ્યું “તમારા અહેસાનનો બદલો ચૂકવવાનું સદ્ભાગ્ય 

મને આપો. ઠરીઠામ થાઉં પછી આપણે જરૂરથી મળીએ. મારી 

એકલતા પણ દૂર થશે.” પેલા શખ્સે એની અનાવશક્યતા ઉપર 

ભાર મુક્યો. પેલી સ્ત્રીએ લગણીસભર જવાબ આપ્યો; “એ તમારી 

સજ્જનતા છે. તમારી નિખાલસતાએ મારા મનમાં તમારા માટે 

અહોભાવ પ્રગટાવ્યો છે. મને નિરાશ ન કરો એ મને ગમશે.” પેલા 

શખ્સના હૈયામાં હર્ષની હેલી આવી અને એણે એટલું જ કહ્યું કે 

” તમે મને જરૂરતથી વધારે સન્માનિત કરીને ન શરમાવો.” પેલી 

સ્ત્રીનો મુકામ આવ્યો અને એ વિદાય થઇ. સામાન ઠેકાણે કરીને 

થોડોક આરામ કરીને એક પબ્લિક ફોન પરથી અન્સારીએ આપેલો 

નમ્બર જોડ્યો. સામી પાર્ટીએ ફોન ઉપાડ્યો સાંકેતિક વિધિ બાદ 

વિગતોની આપ- લે થઇ. પેલા શખ્સ સાથેના સંબન્ધો ગાઢ 

બનાવવાની સૂચના મળી. અન્સારીના રંગુન ખાતેના માંણસો પેલા 

શખ્સની હિલચાલ ઉપર દેખરેખ રાખશે એ પણ નક્કી થયું. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: