ભીંતર ના વ્હેણ પ્રકરણ:૪૭

લેખકઃ શ્રી સુરેંદ્ર ગાંધી
ભીંતર ના વ્હેણ     પ્રકરણ:૪૭

વિનાયકે “એક્સપ્રેસ ઇન્ટરનેશનલ” 
ની યાદીમાંથી મળેલા સાત નામો પૈકી બે ચીની નામોના સરનામાં 
ટાંક્યા અને એમની અણધારી મુલાકાતે જવાનું વિચાર્યું.  સહુ પ્રથમ 
બેઉં સરનામે  ત્રિશૂળની સર્વેલન્સ ટીમના માણસો ગોઠવીને એમની 
હિલચાલ ઉપર નજર રાખવી. ત્યારબાદ અનુકૂળ સંજોગોમાં એમના 
રહેઠાણ ઉપર છાપો મારવો. જિન તાઓ મિન્હ વિષે વધુ જાણકારી 
મળવાની સંભાવના, વિનાયકને પ્રેરી રહી હતી. પરીક્ષિતને રૂબરૂમાં 
આ  વિષે ઉલ્લેખ કર્યો. વધુમાં એ પણ જણાવ્યું કે આ બિનસત્તાવાર 
તપાસમાંથી કઈં નીપજે તો સત્તાવાર કોર્ટની મંજૂરી મેળવીને વધુ 
ઊંડાણમાં ઉતરવું. વિનાયક જાણતો હતો પરીક્ષિત કાનૂનની 
પરિસીમાની આમન્યા જાળવતો , એટલે એના પ્રસ્તાવ સાથે કદાચ 
સંમત ન થાય . થયું પણ તેમ જ. ચોવીસ કલાકમાં સત્તાવાર કોર્ટ 
ઓર્ડર મેળવવાના ચક્રો ગતિમાન કર્યા. વિનાયકનેઓર્ડર મળ્યા 
પછી જ આગળ વધવાની તાકીદ કરી. વિનાયક ના મનમાં ચાલી 
રહેલી ગડમથલ ને ઉદ્દેશીને પરીક્ષિત બોલ્યો ” મારી જગ્યાએ 
કોઈ અન્ય વ્યક્તિ હોય તો એના માટે આ જ પગલું સુગમ છે.” 
વિનાયકને પરીક્ષિતના દ્ર્ષ્ટિબિંદુનો મહાવરો હતો જ, એટલે 
એણે નિઃસંકોચ સંમતિસૂચક પ્રત્યુત્તર  વાળ્યો.                       
 જોસેફ સુલેમાન સૈયદ વિષે આડકતરી રીતે તપાસ કરી રહ્યો હતો. 
ઇન્ડિયન બાર કાઉન્સિલ ની વેબ સાઈટ માંથી એણે માહિતી તારવી.
સુલેમાન સૈયદ નામચીન વકીલ નહોતો. અલીગઢ યુનિવર્સીટી નો 
સ્નાતક હતો.લખનૌ અને અલ્લાહાબાદમાં એની ઓફિસો હતી. 
સૈયદના અસીલોની યાદી નોંધનીય હતી. મોટાભાગના અસીલો 
પરદેશનાવસાહતીઓ હતા. સૈયદ એમની સ્થાવર માલમિલ્કતનો 
વહીવટી હતો. સૈયદની કાર્યવાહી વિષે તપાસવા માટે એણે કોર્ટ 
કચેરીઓના રેકર્ડ તપસ્યા. સૈયદની પ્રત્યેક કાર્યવાહી ઉપર 
ઝીણવટભરી નજર નાખી. ત્યારબાદ સૈયદ ની અવરજવર ની તપાસમાં 
અવારનવાર અફઘાનિસ્તાન, મ્યાનમાર, અને બાંગ્લાદેશની મુસાફરી 
નો ઉલ્લેખ હતો. છતાંય અટકળે આતંકવાદી હોવાનો સંશય ટાળવા
 માટે જોસેફે  ઇન્ટરપોલ વેબ સાઈટ નો આશ્રય લીધો.સૈયદના 
પાસપોર્ટ ફોટોની કોપી મોકલી આપી. ઇન્ટરપોલમાંથી વિલંબિત 
પ્રત્યુત્તર માં આવેલી અસાધારણ માહિતીમાં સૈયદના ત્રણ હમશકલ 
શખ્સોની વિગતો હતી. એક પેલેસ્ટિનનો રહેવાસી હતો . બીજો 
મલયેશિયા નો અને ત્રીજો બાંગ્લાદેશી. જોસેફને નવાઈ લાગી . 
ત્રિશૂળના એક અફસરને છાજતી પ્ર્ણાલીકામાં તંત નો અંત આણવો 
જ રહ્યો. સંભવિત શક્યતાઓના ખંડેરમાંથી ઉપસતી ઇમારતો નું 
દિશાસૂચન અગત્યનું હતું. જોસેફ પરીક્ષિતની ઓફિસમાં ડોકાયો. 
પરીક્ષિતના  ફોનકોલની પુર્ણાહુતી થવામાં જ હતી. એણે જોસેફને 
આંખના ઈશારે અંદર બોલાવ્યો. ફોનકોલ પત્યો. જોસેફે સુલેમાન 
સૈયદની વિગતોની ફાઈલ સુપ્રત કરી. પરીક્ષિતે ફાઈલ વાંચી 
ધ્યાનપૂર્વક, તત્ક્ષણ નિર્ણય લીધોસુલેમાન સૈયદ ઉપર દેખરેખ રાખવાનો. 
ત્રિશૂળની અલ્લાહાબાદ ખાતેની ઓફિસને ગોઠવણ કરવાનો આદેશ 
આપ્યો. જરૂર પડ્યે જોસેફને અલ્લાહાબાદ જવા માટે તૈયાર રહેવા 
જણાવ્યું.          
મ્યાન્મારમાંથી અનસારીને મળવા માટે બે શખ્સો આવ્યા. મુલાકાતનો 
વિષય હતો અફીણ ઉત્પાદનમાં વધારો. એમના હિસાબે ચીનમાં 
આબાદીના ફેલાવા સાથે મોજશોખમાં ઉછાળો આવ્યો હતો. 
ચીનાઓના હાથમાં અફીણ નું ઉત્પાદન સલામત નહોતું.વધી રહેલી 
માંગને પહોંચી વળવા માટે ચીનમાં અફીણનું ઉત્પાદન અનસારી 
માટે હાનિકારક હતું. આ શખ્સોની અનસારીના આશીર્વાદથી ચીનમાં  
પગપેસારો કરવાની ધારણા હતી. અનસારીના માણસોએ આ બેઉં 
શખ્સો વિષે મેળવેલી માહિતી પ્રમાણે એક નાના પાયાના દાણચોરો 
હતા. મુલાકાત દરમ્યાન અનસારીએ યોજનાને મંજૂરી આપવાની 
અનિચ્છા દર્શાવી.ચીની અફીણના સોદાગરો સાથે ચકમક માં શાણપણ 
નહોતું. અનસારી એમનો આભાર માનીને મુલાકાત બરખાસ્ત કરવામાં 
હતો ત્યાં એનો સેલફોન રણક્યો. ફોન કાને ધર્યો. સામાપક્ષે 
ઔપચારિકતાહીન સંદેશો પરખાવ્યો. ” તારી મુલાકાતે આવેલા 
શખ્સોની માંગણીનો અસ્વીકાર રેહાનાની જિંદગી માટે હાનિકારક છે.” 
અનસારી આ અણધારી ધમકીથી ગભરાય તેમ નહોતો. એણે 
વિચારવિનિમય માટે સમય માંગ્યો. સામ પક્ષે તત્ક્ષણ જવાબમાં હા 
કે ના ની માંગણી કરી. અને એ પણ જણાવ્યું કે મળવા આવેલા શખ્સની 
જવાબદારી અનસારીના શિરે હતી. એમનો વાળ પણ વાંકો થયો તો 
એની સજા રેહાના ભોગવશે.અનસારીએ રેહાના સાથે વાત કરવાની 
માંગણી કરી. ક્ષણભરમાં રેહાનાનો અવાજ અનસારીના કાન માં 
ગુંજ્યો.અનસારીએ રેહાનાની ખબરઅંતર પૂછી. રેહાનાએ જણાવ્યું 
એ સલામત હતી. પિતા પુત્રીનો સંવાદ ટૂંકાવતો અવાજ આવ્યો “હવે 
તો ખાતરી થઇ ને?” અનસારીએ હકાર ભણ્યો. એણે પ્રસ્તાવ મંજુર 
કર્યો. સામ માણસે તરતજ કહ્યું “યોજનાની નક્કી કરેલી શરતો મુલાકાતે 
આવેલા માણસો પાસેથી મળશે,એમાં કોઈ બાંધછોડને અવકાશ નથી.” 
અને ફોનકપાઈ ગયો. મુલાકાતીઓએ શરતો નો સંક્ષિપ્ત અહેવાલ 
આપ્યો અને જવા માટે પગ ઉપાડ્યો. જિંદગીમાં ભાગ્યે જ અસહાયતા
અનુભવનાર અનસારી શુન્યસમ્સ્ક બન્યો. થોડીક ક્ષણો બાદ હોશમાં 
આવ્યો. અનસારીના સંદેશ વ્યવહાર ની દેખરેખ રાખનાર માણસ 
આવ્યો અને બોલ્યો “બાંગ્લાદેશ અને મ્યાન્મારનોઆપણી સાથે 
કોન્ફરન્સ કોલ હતો.” રેહાના ક્યાં હશે? અનસારી પળભરવિચારી 
રહ્યો.બાંગ્લાદેશ માં કે મ્યાનમાર માં?     પરીક્ષિતનું મગજ અસાધારણ 
ઝડપે કામ કરતું હતું. અણુકેન્દ્રમાંથી ઉપાચત થયેલ એનરિચ્ડ યુરેનિયમ 
નું શું થયું? એ પ્રશ્ન હજુ પણ એક જક્કી ઘેટાં ની જેમ ઉભો જ હતો. 
હોમ મિનિસ્ટર કુશલ અગ્રસેનના  પર્સનલ આસિસ્ટન્ટનો ઉર્વશીના 
રચેલા પ્રોગ્રામમાં અનધિકૃત પ્રવેશ  કેવી રીતે થયો? કન્યાકુમારીની 
લાગવગ અને પહોંચ ક્યાં સુધી ફેલાયેલા હતા? જિન– મિન્હ કોણ 
હતો? ક્યાં હતો? રેહાના અન્સારીનો બાપ સીધી કે 
આડકતરી રીતે એમાં સંકળાયેલો હોઈ શકે? રંગુન રહસ્યમય બનતું 
હતું. કુરેશીના બયાનમાં પણ રંગુનનો ઉલ્લેખ હતો! ફ્લાઈંગ ક્લબના 
વિમાનનો ફ્લાઇટ પ્લાન રંગુન માટે ફાઈલ થયો હતો. પરીક્ષિતની 
અટકળ હતી કે આ બધા બનાવો સીધી યા આડકતરી રીતે સંકળાયેલા 
હતા પણ વેરવિખેર થઇ ગયેલી કડીઓનું અર્થસભર જોડાણ થતું નહોતું. 
રંગુન પરીક્ષિત ના મગજ ઉપર શિલાલેખની જેમ કંડારાઈ ગયું . 
એણે રંગુનને કર્મભૂમિ બનાવવાનો નિશ્ચય કર્યો.   ચાઈનીઝ ઇન્ટેલિજન્સ 
ચીફની મુલાકાત અલ્પજીવી હતી. ઇન્ટેલિજન્સ ચીફ મિતભાષી હતા 
અને જરૂર પૂરતું જ બોલતા. એમણે ટૂંકમાં વોરોસિલોવને જણાવ્યું 
કે ચાઈનીઝ અણુકેન્દ્રથી આવી રહેલ એનરિચ્ડ યુરેનિયમના 
શિપમેન્ટમાંથી એક અણુશસ્ત્રનું નિર્માણ બનતી ઝડપે કરવાનું હતું. 
ઈન્ડિયાથી આવેલા એનરિચ્ડ યુરેનિયમ માં થી એક અણુશસ્ત્રનું 
નિર્માણ  કરવા બદલ વોરોસિલોવની પ્રસંશા પણ કરી. વોરોસિલોવને 
આ નવા પ્રકારનું આયોજન ન સમજાયું. સમજવાની જરૂર પણ ન 
હતી. ચાઈનીઝ અને ઇઝરાયેલલી જૂથો તરફથી એને સારું એવું 
મહેનતાણું મળતું હતું.સાવચેતી ખાતર એણે ચાઇનીઝને જણાવ્યું 
“જેટલું  બને એટલું જલ્દી હું અણુશસ્ત્ર અવશ્ય નિર્માણ કરીશ પણ 
કામ એવું છે કે એમાં નાની અમસ્તી ખામી પણ શસ્ત્રને નકામું બનાવે.
” જવાબમાં ઇન્ટેલિજન્સ ચીફ બોલ્યા ” એ સમજી શકાય એવું છે  
છતાંય ઝડપ અને કાળજી વચ્ચેનું સગપણ ક્ષીણ ન બને અને વિલંબ 
ના થાય એ પણ એટલું જ અગત્યનું છે.” બન્ને પક્ષે હસ્તધૂનન કર્યા 
અને મિટિંગ બરખાસ્ત થઇ.  ચાઈનીઝ ઇન્ટેલિજન્સ ચીફ ત્યાંથી 
એક વખારમાં ગયા. વખાર ઇઝરાયેલી કંપનીની માલિકીની હતી. 
એ કંપની વિષે આછી પાતળી બાતમી હતી. આમેય મ્યાનમારની 
સરકારનું શાસન પારદર્શક નહોતું. લોકવાયકા એવી હતી કે મ્યાનમારની 
સરકાર અને ઇઝરાયેલી કંપનીએ ઔદ્યોગિક વિકાસના  કરારનામા 
પર પર સહીસિક્કા  કર્યા હતા. વાસ્તવમાં ઇઝરાયેલી સરકાર પણ 
ઇઝરાયેલી ઇન્ટેલિજન્સના બળવાખોર જૂથના આ કરતૂતથી અજાણ 
હતી.  આ બળવાખોર જૂથનો અધ્યક્ષ હતો બેન્જામિન બાર્ટલ્સટીન 
જે બેન્જી ના  હુલામણા નામે ઓળખાતો. ઇઝરાયેલી ઇન્ટેલિજન્સ 
એજન્સી “મોસાદ” ને એક સર્વશક્તિશાળી અને અસરકારક સંસ્થા 
બનાવવામાં એનો ફાળો મહત્વનો હતો. વાયકા હતી કે અમેરિકા 
ની સી.આઈ.એ. પણ  મોસાદ” ની સરખામણીમાં વામણી લાગે.
વખત જતા ઇઝરાયેલ અને પાડોશી આરબ રાજ્યોમાં સુલેહશાંતીની 
સમજ ઉભી થઇ હતી. છતાંય અપવાદરૂપે બન્ને પક્ષે ધર્મઝનૂની જૂથો 
હજી પણ વૈમનસ્યના દાવાનળ  જીવંત રાખતા હતા. બેન્જી પણ અપવાદ જ હતો.એની મોસાદની કારકિર્દી ચાઈનીઝ ઇન્ટેલિજન્સ સાથેના સંપર્કો વિકસાવવામાં ફળીભૂત થઇ હતી. બેન્જી એ ચાઈનીઝ ઇન્ટેલિજન્સ ચીફને આવકાર્યો. આડીઅવળી વાતો બાદ ચીફ મુદ્દાની વાત પર આવ્યો. જેનો સારાંશ હતો, બે શસ્ત્રોનું નિર્માણ કરવાનો. એકમાં ઇન્ડિયાનું યુરેનિયમ વાપરવાનું અને બીજા  પાકિસ્તાન માટે બનાવવામાં આવેલ શસ્ત્રમાં ચાઈનીઝ બનાવટનું એનરિચ્ડ યુરેનિયમ વાપરવાનું. અણુશસ્ત્રનો ઉપયોગ કરીને બે પડોશી રાજ્યોમાં ખળભળાટ મચાવવાનો આશય હતો. જેથી કોઈ પણ અણુશસ્ત્રની બનાવટમાં વપરાયેલું એનરિચ્ડ યુરેનિયમ ક્યાં, ક્યારે કોણે અને કેવી રીતે ઉત્પાદન કર્યું છે એ સહેલાઈથી શોધી શકાય. એ પુરાવાના આધારે આક્રમક કોણ છે એ નિઃશંક સાબિત કરી શકાય. આક્રમક રાજ્યો એક્મેકનું અસ્તિત્વ મીટાવવા માટે કમર કસે અને એને લીધે થતી ભયાનક ખુવારીમાંથી ઉગરવામાં અનેક દાયકાઓ વીતી જાય. કાચીમાટીના બનેલા માનવીઓ પણ નારદવિદ્યામાં પારંગત હોય છે. એકલા નારદમુનિ જ શું કામ , માનવીઓ પણ એકબીજાને લડાવી મારે!                                               
અત્રે એક વાત યાદ રહે.ઇન્ડિયાએ પોખરણમાં ભૂગર્ભ અણુધડાકો 
કર્યો અને અણુશસ્ત્રો ધરાવતા દેશોની હરોળમાં સ્થાન લીધું. 
શક્તિશાળી ચીન અને પશ્ચિમના દેશોને આ કઈં પરવડે? એમણે 
પેંતરો રચ્યો અને પાકિસ્તાને નોર્થ કોરિયા ની સીધી અને ચીનની 
આડકતરી  સહાયથી અણુશસ્ત્ર વિકસાવ્યું. અલબત્ત, પશ્ચિમના 
દેશોના આશીર્વાદ પણ હતા! ભારતવર્ષના ભાગલા પડ્યા ત્યારે 
રોપાયેલા વેરઝેર અને દુશમનાવટના બીજ સુકાઈ ન જાય તેની 
તકેદારી રાખવામાં આવતી હતી. પાકિસ્તાન કોઈની પણ સહાય 
વગર આપમેળે જ અણુશસ્ત્રનું ઉત્પાદન કરી શકે એ તો સ્વપ્નમાં 
પણ સિદ્ધ ન કરી શકાય. ઇન્ડિયાનું અહિત ઈચ્છનારાઓએ દીર્ઘ દ્રષ્ટિના 
અભાવે પાકિસ્તાનને મહત્તા આપી તો  ખરી પણ દૂધ પાઈને સાપ 
ઉછેર્યો છે; એ પ્રતીતિ પણ થઇ જયારે અલ-કાયદા અને તાલિબાન 
જેવા ધર્મઝનૂની જૂથો અસ્તિત્વમાં આવ્યા અને પાકિસ્તાનમાં અડ્ડો 
જમાવ્યો. મૂળ આશય કઈં અને થયું કઈં બીજું જ. બે દેશો વચ્ચેની 
દુશમનાવટ વધુ સંગીન બની. પરંતુ નસીબજોગે થયું એવું કે બે 
બિલાડીઓમાં ઝઘડો ન થયો કે વણનોંતર્યો વિનાશ વિક્સ્યો પરિણામે 
ઝઘડાની ઈચ્છા રાખતો  વાંદરો હાથઘસતો રહી ગયો.        ReplyForward

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: