ભીંતરના વ્હેણ પ્રકરણ ૫૧ અને ૫૨

લેખકઃ સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૫૧
પરીક્ષિતના મ્યાન્મારને કર્મભૂમિ બનાવવાના પ્રસ્તાવને સમર્થન મળ્યું.

શુભાંગી અને રેહાનાની બાતમીએ બળતામાં ઘી હોમ્યું.માધવન
સાથે મંત્રણા કરવાનો નિરધાર કર્યો.Rને સૂચનાઓ આપી. શુભાંગી અને

રેહાનાની સલામતીનો બંદોબસ્ત કર્યો. ત્રિશૂળના ઓફિસરને
એની ધરપકડ કરનારાઓની બાતમી મેળવવાની કામગીરી સોંપી.
કુરેશી બાંગ્લાદેશ કોન્સલ જનરલની ઓફીડમાંથી બહાર નીકળ્યો.

કોન્સલ જનરલનો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઉઠ્યો જતો. એમના
આવાસમાં કોઈ પણ જાતની રુકાવટ વગર બહારના માણસો આવીને મનમાની

કરી ગયા ; કોન્સલ જનરલ જવાબ માંગતા હતા. કોણ હતા એ માણસો ? કોને

આટલી હિંમત કરી? શા માટે કરી? ટ્રક માં છુપાવેલી કાર કોની હતી? શા માટે

બાંગ્લાદેશ કોન્સ્યુલેટના કમ્પાઉંન્ડ માં હતી? પ્રશ્નોની ઝડી મુંબઈ ના વરસાદ

કરતા પણ વધારે મુશળધાર હતી.અંતમાં કોન્સલ જનરલે કુરેશીને રોકડું
પરખાવ્યું;ચોવીસ કલાકની અંદર બધી માહિતી એમના ટેબલ પર હોવી જોઈએ.
કુરેશી ધુંવાફુંવા થતો બહાર નીકળ્યો..રૂમમાં જઈને સિગરેટ સળગાવી. પીટરનો

સઁપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફ્ળ ગયો. પીટરનો ફોન જ કપાઈ ગયો

હતો. ઓડ્રિને ફોન કર્યો ત્યારે ખબર પડી કે પીટર અચાનક બહારગામ ગયો

હતો. વાહીદ અને વઝીરનો પત્તો નહોતો. કુરેશીની વિમાસણ વધી. એના

આયોજનમાં કોઈ ખામી નહોતી;બધા માણસો વિશ્વાસુ હતા તો પણ બાજી
બગડી! એણે પદ્ધતિસર છણાવટ કરી. એનરિચ્ડ યુરેનિયમ સફળતાથી

ગાયબ થયું હતું, તો પછી ટ્રક નિયત સમયે મુકામે કેમ ન પહોંચી?
નક્કી કર્યા પ્રમાણે જહાજમાં રવાના કેમ ન થઇ? પીટરને કોણે બાંગ્લાદેશ

કોન્સ્યુલેટમાં ટ્રક લાવવાની રજા આપી? ખતીજા ને કોણે પકડી હતી?

બાંગ્લાદેશ કોન્સ્યુલેટમાંથી એમનું અપહરણ કરનારા કોણ હતા?શું

આશય હતો એમનો?ટ્રંકનું શું કરવું? ટ્રકમાં છુપાવેલી કાર નું શું?
કુરેશીએ બની ગયેલી બાબતોનું સરવૈયું કાઢ્યું. ખતીજાએ પીટરને

બાંગ્લાદેશ કોન્સ્યુલેટના કમ્પાઉંન્ડ માં ટ્રક લાવવાની રજા આપી હતી.

ખતીજાની ધરપકડ કરનારાઓની કોઈ માહિતી ન હતી. ટ્રકમાં છુપાવેલી

કારને રીપેર કરાવવી, ચોરાયેલી લાયસન્સ પ્લેટ લગાડવી અને ત્યારબાદ

એજ કારમાં કુરેશીએ રંગુન પહોંચવાનો પ્લાન ઘડ્યો. કુરેશી ઊંડા

વિચારોમાં ડૂબેલો હતો અને ત્યાં જ એના દરવાજે ટકોરા થયા અને રફીક

અંદર આવ્યો.ક્ષણભર તો કુરેશી ચોંક્યો કારણકે રફીક અચાનક જ

આવી પહોંચ્યો હતો.!
રફીકે કહ્યું” અગત્યની વાતચીત કરવા માટે આવ્યો છું.”
કુરેશીએ પૂછ્યું ” કઈ બાબત વિષે?”
રફીકેપણ ચાલાકી થી જવાબ આપ્યો. ” અજાણ હોવાનો ડોળ ન કરીશ.

તારું અને ખતીજાનું ધોળે દિવસે અહીંથી અપહરણ થયું,એ એક શરમજનક વાત છે.”
રફીકે કુરેશીને વધુ બોલવાનો મોકો ન આપતા કહ્યું ” ખતીજાની પ્રવૃત્તિઓનો

મને બહુ ખ્યાલ નથી પણ મામલો ગૂંચવણભર્યો લાગે
છે. આતંકવાદીઓ સાથે આડકતરા સઁબઁધ હોવાનો સંભવ છે.”
રફીકે વાતમાં હોંકારો ભણ્યો અને કુરેશીએ આગળ ચલાવ્યું ” વાહીદ

અને વઝીર નામના બે શખ્સો ખતીજાના સમાગમમાં હતા.એમણે કોઈક

જોખમી કામ હાથમાં લીધું હતું જે સફળ ના થયું.”
રફીક મૌન રહ્યો. કુરેશીએ કહ્યું ” ખતીજાએ મદદ માંગી અને મેં ઉગરવાનો

સલામત ઉપાય બતાવ્યો; છતાંય પગેરાં ઢંકાયાં નથી.”
રફીક બોલ્યો” મને બાંગ્લાદેશની સલામતીમાં રસછે.”
કુરેશી બોલ્યો ” મને પણ એમાં જ રસ છે. પણ ખતીજાના કરતૂતોની

ગંદકીના છાંટા મને, તમને, બધાને ઉડશે”
રફીકે કહ્યું કે ઝડપથી સફાઈ કરવી પડશે.

રફીકનાં સંમતિસૂચક વલણથી કુરેશીએ મનમાં હળવાશ અનુભવી.

રફીકે ખતીજની અવરજવરમાં પ્રભુકૃપાનો ઉલ્લેખ કર્યો.
ખતીજાની ધરપકડ કરનારા ની કોઈ માહિતી નહોતી પણ બાંગ્લાદેશના

કમ્પાઉન્ડમાંથી બન્નેનું અપહરણ કરનારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના

અણુકેન્દ્રના માણસો હતા. રફીકે કુરેશીને હવે સીધો જ પ્રશ્ન કર્યો:”એ

લોકોને તમારી સાથે શું લાગે વળગે?” :” કુરેશીએ કહ્યું” મને કઈં જ ખબર નથી. મેં
પહેલા કહ્યું તેમ વાતને દાટી દેવામાં સહાય કરી હતી.”
જો કે રફીક એ વાત માનવ તૈયાર નહોતો.કુરેશીની પ્રવૃત્તિઓ અને

અવરજવરની બધી વિગતો એણે મેળવી હતી. કુરેશી સઁડોવાયેલો હતોએની

ખાત્રી થઇ ગઈ હતી. એણે ગંભીર ચેતવણી આપી. “શું છે અને શું નથી ,

એ મને ખબર છે.કોના કહેવાથી આ બધું થયું છે એનો પણ અંદાજ છે.”
કુરેશીએ કહ્યું” હું સમજ્યો નહીં.”
રફીકે એ જ ગંભીરતાથી કહ્યું :” મારી સમક્ષ નિર્દોષતાનો ડોળ કરવાની જરૂર

નથી.આપણા કમ્પાઉન્ડમાં છુપાયેલી અણુકેન્દ્રની કાર વિષે હું જાણું છું.”
હવે કુરેશીના ચહેરાનું હવામાન બદલાવા લાગ્યું.એના ચહેરા પર ચિંતા

અને ડર ડોકાયા, અસ્વસ્થતા પથરાઈ. રફીકની ચાલાક નજરે એ પારખી લીધું.

એણે આગળ ચલાવ્યું. ” અણુકેન્દ્રની કારનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ. અને તને
અફઘાનિસ્તાન બ્રાન્ચમાં મોકલી આપવાની કોન્સલ જનરલે વ્યવસ્થા કરી દીધી છે.”
કુરેશી માટે બીજો કોઈ રસ્તો ન રહ્યો. એના રંગુન ભેગા થવાના મનોરથો કથળ્યા.

સ્વાભાવિક જ એને ગમ્યું નહીં. મ્યાનમારમાં ચીની જાસૂસી ખાતાની છત્રછાયામાં

એ સલામત તો. જિન તાઓ મિન્હ સાથે વાત કરવાનું કુરેશીએ નક્કી કર્યું

કારણ કે એને વિશ્વાસ હતો કે જરૂર કોઈ રસ્તો નીકળી આવશે.
પરીક્ષિતે ત્રિશૂળના કર્મચારીઓની મિટિંગ બોલાવી હતી. ઘણા અગત્યના

મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવી અનિવાર્ય હતી. સૌ પ્રથમ મ્યાનમારમાં

ખાસ કરીને રંગુનની આસપાસના વિસ્તારમાં શું હિલચાલ થઇ રહી છે

તે જાણવું જરૂરી હતું. એના માટે ઇન્ડિયા ના જાસૂસી સેટેલાઇટ ગરુડની

ભ્રમણ કક્ષા માં ફેરફાર કરીને મ્યાનમારની પરિક્રમા કરવાનો પ્રબન્ધ થયો.

દર અઢી કલાકે મ્યાનમાર ઉપર ગરુડની જાસૂસી નજર ફરતી રહેશે ગરુડના

વિવિધ કેમેરામાં ઝડપાયેલા દ્રશ્યોને પ્રોસેસ કરીને , ત્રિશૂળના હેડ

ક્વાર્ટર્સમાં એક સ્ક્રીન ઉપર પ્રદર્શિત થતા રહે , એવી ગોઠવણ થઈ.
ત્યારબાદ અનસારી વિષે ભેગી કરાયલી માહિતીની છણાવટ થઇ.

હાલના તબક્કે અનસારીને અજ્ઞાત રહેવા દેવાનું નક્કી થયું. અનસારી

એના ખાનગી વિમાનમાં રંગુન જઈ રહ્યો હતો. વિમાન અફઘાનિસ્તાનની

દક્ષિણે અરબી સમુદ્ર અને હિન્દિ મહાસાગર પર ઉડીને , બઁગાળના

અખાતમાં થઈને રંગુન પહોંચવાનું હતું. આવી સીદીભાઈના ડાબા

કાન જેવી મુસાફરી નાછૂટકે કરવાની હતી કારણ કે ઇન્ડિયાની એર સ્પેસ

ઉપરથી ઉડવાની પરવાનગી માંગી શકાય તેમ નહોતું. વળી અનસારી

નું “ગલ્ફ સ્ટ્રીમ” જેટ પ્લેઇન દશ કલાક સુધી અટક્યા વગર કલાકના છસ્સો

માઈલ ની ઝડપે ઉડી શકતું હતું. ત્રિશૂલને આ માહિતી આસાનીથી મળી

ગઈ કારણકે અનસારી ના વિમાન નો પાયલોટ આઈ.આઈ.એ. સાથે

સંકળાયેલો હતો.

ભીંતર ના વ્હેણ

                                                         પ્રકરણ: ૫૨

જોસેફ અને વિનાયકને રંગુન મોકલવાનું નક્કી થયું. ત્રિશૂળના હેડ 

ક્વાર્ટર્સમાં પરીક્ષિત ની હાજરી જરૂરી હતી. વળી કટોકટીમાં પરીક્ષિતની 

હાલત કફોડી થઇ શકે. એક બાપના દ્ર્ષ્ટિબિંદુમાં અને ત્રિશૂળના દ્ર્ષ્ટિબિંદુમાં 

અસંગતતા ઉદભવી શકે કે વિસંવાદ જાગે તો નિર્ણાયક કોણ? સર્વોપરી કોણ? 

એક બાપ કે ત્રિશૂળ નો અધ્યક્ષ? એક બાપ સંતાન અને સંસ્થા ને એક 

ત્રાજવે તોલી શકે? તેવી જ રીતે એક સંસ્થાના અધ્યક્ષનું વલણ પણ 

પક્ષપાતી બની રહે. સર્વાનુમતે આ પ્રસ્તાવને મંજુર કરવામાં આવ્યો. જોસેફ 

અને વિનાયક પૂર્વતૈયારીઓમાં ગુંથાયા. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવામાં 

ઉણપ ન રહે તેવું આયોજન કરવું જરૂરી હતું. પરીક્ષિતની સાહજિક નિરાશા 

ઉપર અંતે સંમતિનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું. ત્રિશૂળની પ્રવૃત્તિઓના સંકલનની, 

આયોજનની અને પ્રગતિની જવાબદારી એની જ હતી. ત્રિશૂળ હેડક્વાર્ટર્સમાં 

એની હાજરીની  અનિવાર્યતા પ્રતિત થતા વાર  ન લાગી.

                              વિનાયક અને જોસેફ માટે ડિપ્લોમેટિક પાસપોર્ટની 

વ્યવસ્થા થઇ ગઈ. તેઓ રંગુન ખાતેની ઇન્ડિયન એમ્બેસીના સિક્યુરિટી 

ડિપાર્ટમેન્ટમાં કામગીરી બજાવવા જઈ રહ્યા હતા. ત્યાંની સુરક્ષાને વધુ 

મજબૂત બનાવવાના ઉદ્દેશ થી. મુંબઈથી કલકત્તા થઈને રંગુન પહોંચવાનું હતું. 

વિનાયક અને જોસેફના ડિપ્લોમેટિક દરજ્જાના દસ્તાવેજો મ્યાનમાર 

સરકારના વિદેશી મઁત્રી ને મોકલવાની જવાબદારી રંગુન ખાતેના 

ઇન્ડિયન એમ્બેસડરે સંભાળવાની હતી.

                        અનસારી રંગુન પહોંચે ત્યારે એની હિલચાલ ઉપર દેખરેખ 

રાખવાનું કામ ત્રિશૂળ ના એજન્ટ આર ને સોંપાયું. ગરુડની મ્યાનમાર પર 

ફરતી તિક્ષ્ણ નજરની પહેલી પરિક્રમા પરિપૂર્ણ થઇ હતી. વારાંગનાએ 

ત્રિશૂળ ને આંખો દેખ્યો અહેવાલ અર્પણ કર્યો. ત્રિશૂળ ના નિષ્ણાતોએ  

એ અસંખ્ય તસ્વીરોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું.જેમાં રંગુનથી પચાસેક 

માઈલ દૂર ઉત્તરે જંગલમાં એક છુપી ઇમારત ધ્યાનમાં આવી.ઇમારત ઊંચી 

નહોતી પણ વિસ્તૃત હતી.ઇમારતથી થોડેક દૂર એક કાચી માટીની લેન્ડિંગ 

સ્ટ્રીપ નજરે આવી. ત્યાંથી સહેજ દૂર એક હેન્ગર પણ સ્પષ્ટ દેખાતું હતું. 

પરીક્ષિતને રિપોર્ટ મળ્યો. વિનાયક અને જોસેફને માટે હાર્ડ કોપી પ્રિન્ટ થઇ. 

ત્યારબાદ પરીક્ષિતે વિનાયક અને જોસેફને પ્રિન્ટ સુપરત કરી અને રંગુન 

પહોંચીને સહુ પ્રથમ એ જગ્યાની તપાસ કરવાની સૂચના આપી.

                             હોમ મિનિસ્ટર કુશલ અગ્રસેનના પર્સનલ અસિસ્ટન્ટની 

કામક્ષુધા પ્રજ્વળી એટલે એણે કન્યાકુમારીને ફોન જોડ્યો.અને હોટેલ 

જનપથની લોબી માં મળવાનો પ્રસ્તાવ મુક્યો.કન્યાકુમારી સંમત થઇ.

કન્યાકુમારી ના ટેલિફોન પર થતા સંવાદો ત્રિશૂળના કાને પડે એવી 

વ્યવસ્થા કરાયેલી હતી. કન્યાકુમારીએ બહાર જવાની પરવાનગી માંગી 

અને જે મંજુર થઇ. હોટેલ જનપથ સાથે ગોઠવણ થઇ. ત્રિશૂળનો માણસ તે 

દિવસે હોટેલનું કાઉન્ટર સંભાળશે અને કન્યાકુમારી માંગે તો ખાસ 

અલાયદો – વિવિધ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી  સુસજ્જ – રૂમ આપવાની 

વ્યવસ્થા કરવામાં આવી.

                         બેન્જી બાર્ટલ્સટીનની  મ્યાનમારની પ્રવૃત્તિઓ મોસાદના 

અધ્યક્ષની જાણમાં અનાયાસે આવી ગઈ. આમ તો એમનું બજેટ નિરંકુશ હતું, 

છતાંય દુર્વ્યય અમાન્ય હતો.આગળ મહિનાના જમા ઉધારના નિરીક્ષણમાં 

એક હવાલો નજરે ચઢ્યો.રંગુનની એક બેન્કના ખાતામાં પૈસા ટ્રાન્સફર 

થયા હતા. ઇન્ટેલિજન્સ એજન્સીઓ માટે આવી બિનસત્તાવાર હેરાફેરી 

અજુગતી નથી. પૈસાની ધોલાઈ એટલે કે મની લોન્ડરિંગ માત્ર અંડરવર્લ્ડ, ડ્રગ 

કાર્ટેલ અથવા શ્રીમંતો જ કરી શકે એવું કોણે કહ્યું? તેમ છતાં ઇઝરાયલી 

ચીફના મનનું સમાધાન ન થયું. એમણે તપાસ આદરી. જુના હિસાબ 

કિતાબ તપસ્યા ત્યારે ખબર પડી કે આ હેરાફેરી નવી નહોતી. રંગુનની 

બેન્કમાંથી વિગતો મેળવી. ખાતું રંગુનના સરનામે કોઈ ઇઝરાયલી ટ્રેડ 

ગ્રુપના નામે હતું. ઇઝરાયલના બિનસત્તાવાર જૂથોની તપાસમાં આવા 

કોઈ ગ્રુપનું ઉલ્લેખ નહોતો! મોસાદની આંખોંમાં ધૂળ!!! આઅશક્ય, 

અસંભવ છતાંય હકીકતનો અનાદર ન થઇ શક્યો. કન્યાકુમારીની મારફત 

જિન તાઓ મિન્હને સંદેશો મોકલવાનું નક્કી કર્યું. જિન તાઓ રંગુન પહોંચીને 

આ ગ્રુપની તપાસ કરે, એક બિઝનેસમાં ની હેસિયત થી, વાણિજ્યના વિકાસાર્થે, 

અને જે બાતમી મળે એના આધારે આગળ ઉપર શું પગલાં લેવા તે નક્કી કર્યું.  

મોસાદના ફોન કોલ્સ ટ્રેઇસ કરવા સહેલા નથી હોતા. એટલે કન્યાકુમારીના 

કોઈ પુરુષમિત્રનો કોલ ત્રિશૂળ ના કાને પડ્યો ત્યારે કાન સરવા ન થયા. 

કન્યાકુમારીએ પુરુષમિત્રને આડકતરી  રીતે ચેતવ્યો. વાતનો વિષય બદલાયો.  

આવતીકાલના સમાચારપત્ર દિલ્હી ટાઈમ્સ નો ઉલ્લેખ થયોઅને ફોન 

કપાઈ ગયો.  આ સંવાદ ઉપર વિચારણા જરૂરી નહોતી. આવતીકાલનું 

દિલ્હી ટાઈમ્સ પહેલા ત્રિશૂળના હાથમાં આવશે અને ત્યારબાદ કન્યાકુમારીને મળશે.

           એક્સપ્રેસ ઇન્ટરનેશનલ ની ઓફિસમાં વિદેશથી એક ડિલિવરી 

પેકેટ આવ્યું.જે જી..પી.ઓ ના પોસ્ટ બોક્સના સરનામે ડિલિવર થયું. 

જી..પી.ઓ. ના પોસ્ટ બોક્સની સર્વેલન્સ વ્યવસ્થામાં ત્રિશૂળે ફેરફાર કર્યો  

હતો. પોસ્ટ ઓફિસના સહકારથી નક્કી થયું હતું કે આ પોસ્ટ ઓફિસના 

બોક્સના સરનામે આવતી ટપાલની ખબર ત્રિશૂળ ને આપવામાં આવે, 

ત્રિશૂલને ટપાલની વિગતો મળે પછી જ ટપાલ મેઈલ બોક્સમાં મુકવામાં 

આવે અને થયું પણ તેમ જ. એક ચાઇનીઝ માણસ આવ્યો , મેઈલ 

બોક્સમાંથી ટપાલ કાઢી, કવર ખોલ્યું અને એમાંથી એક પરબીડિયું 

કાઢ્યું . 

સાથે આણેલી બ્રીફકેસમાંથી એક પ્રિ-પેઇડ ઓવરનાઈટ ડિલિવરી 

કવરમાં મૂક્યું અને ટપાલમાં રવાના કર્યું.

ત્રિશૂળના માણસે ચાઈનીઝ શખ્સનો ફોટો સેલફોનમાં લઇ લીધો 

હતો એટલે એનો પીછો કરવો અનાવશ્યક હતો. એણે પોસ્ટ ઓફિસમાં 

જઈને તપાસ કરી. પ્રિ-પેઈડ કવર દિલ્હી ટાઈમ્સ ના સરનામે હતું . ત્રિશૂળના 

દિલ્હી ના એજન્ટને દિલ્હી ટાઈમ્સ ની મુલાકાતે જવાની સૂચના મળી. 

સૂચનાનો અમલ થયો. દિલ્હી ટાઇમ્સનો ટપાલ વિભાગ ત્રિશૂળની ચાંપતી 

નજર હેઠળ હતો.પ્રિપેઈડ પેકેટમાંથી નીકળેલું પરબીડિયું  હોમ ડિલિવરી 

મેનેજરના  ટેબલ પર પહોંચ્યું. મેનેજરે એક છાપાની પ્રતમાં પરબીડિયું 

સંતાડયુઅને છાપાના ઉપરના ભાગમાં જમણીબાજુએ શીર્ષક હેઠળ 

એક ટ્પકુ કર્યું. સવારે કન્યાકુમારીના બારણે ડિલિવર થયેલું છાપું 

ત્રિશૂળે આંતર્યું. સિફત થી પરબીડિયું ખોલીને કાગળ કાઢ્યો, એની 

ફોટોકોપી કરી અને કાગળને પાછો પરબીડિયામાં મૂકી દીધો. ફોટો કોપી  

ત્રિશૂળ હેડક્વાર્ટર્સ પહોંચી, રંગૂનનું સરનામું જોસેફ અને વિનાયકને 

પહોંચાડવાનો પ્રબંધ થયો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

<span>%d</span> bloggers like this: