ભીંતર ના વ્હેણઃ પ્રકરણ ૫૬

લેખકઃ સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ :૫૬
ત્રિશૂળનો ડ્રાઈવર નક્કી કર્યા મુજબ રસ્તાની એક બાજુએ કાર પાર્ક કરીને

જોસેફ અને વિનાયકની રાહ જોતોહતો.ટ્રાફિક નહિવત હતો.ડ્રાઈવર ચિંતાતુર

નહોતો પણ એને સાવધ રહેવું વધુ પસંદ હતું.થોડીક વાર પછી ત્યાંથી એક ટ્રક

પસાર થઇ અને આગળ જઈને અટકી.બે માણસો ટ્રકમાંથી ઉતરીને પાર્ક કરેલી

કાર તરફ ગયા.ત્રિશૂળના ડ્રાઇવરની શકમંદ નજરે એમને આવતા જોયા.નજીક

આવ્યા એટલે ચોંકયો. આ તો એ જ માણસો હતા, એમણે જ મહાલક્ષ્મી રેસકોર્સ

પરથી એનું અપહરણ કર્યું હતું! પેલા બે માણસો પણ ડ્રાઈવરને ઓળખી ગયા.જો કે

એમણે અજ્ઞાતભાવે ડ્રાઈવરને પૂછ્યું ” શું થયું છે કારને? કોઈ મદદ જોઈએ છે?

” જવાબમાં ડ્રાઈવર બોલ્યો ” ના મદદની જરૃર નથી. મારા માણસો આવતા જ હશે.

” આગંતુકો પૈકીનો એક બોલ્યો “માણસો આવે ત્યાં સુધી અમારી સાથે ચા-પાણી
લેશો તો અમને ગમશે.” ડ્રાઈવરે નકાર ભણ્યો. આગંતુક બોલ્યો “તમે કોણ છો , એ

અમને ખબર છે.જિંદગી સાથે દુશમનાવટ ન હોય તો અમારી સાથે ચાલવામાં જ

ભલાઈ છે.” ડ્રાઈવર બોલ્યો ” તમારા ચિત્તભ્રમનો જવાબ શી રીતે આપું ? મને

નથી લાગતું કે આપણે પહેલા મળ્યા છીએ.” પેલા બે જણ સાથે જ બોલી ઉઠ્યા

“અમને નાહકની ખૂનામરકી પસંદ નથી.અમારી સાથે ચાલ.”
” અને ન એવું તો?” ડ્રાઈવરે પૂછ્યું. ” તો તમારું મૃત્યુ થશે.” એટલું જ બોલતાની

સાથે જ ગોળીઓ વરસી.અને કાર ના ચારેય ટાયરો વીંધાઈ ગયા. ” હવે ખાતરી

થઈને?” જવાબમાં ત્રિશૂળનો ડ્રાઈવર મૌન રહ્યો. બળજબરીથી એને ટ્રકમાં બે

માણસોની વચ્ચે બેસવું પડ્યું.
ટ્રક ગતિમાન થઇ.સાથે સાથે ત્રિશૂળના માણસના મગજના ચક્રો પણ

તેજીલીઝડપે ફરી રહ્યા હતા. એકાએક એણે બાજુમાં બેઠેલા પેસેન્જરને બોચી

માંથી ઝાલીને એનું માથું ટ્રકની બારીના કાચ સાથે જોરથી અફાળ્યું અને દરવાજો

ખોલીને એને ટ્રકની બહાર ફેંકી દીધો. આ બનાવ થી હેબતાઈ ગયેલા ટ્રક ડ્રાઈવરે

કાબુ ગુમાવ્યો અને ટ્રક સામેથી આવતી બીજી ટ્રક સાથે અથડાઈ.ભયાનક

હોનારત સર્જાઈ. બન્ને વાહનો આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયા અને કોઈના બચવાની
આશા ન રહી. સામેની ટ્રકમાં ચાઈના થી યુરેનિયમ બનાવવાની સામગ્રી આવી

રહી હતી અને એ પણ સાવ નકામી થઇ ગઈ.સામગ્રી સમયસર ન પહોંચી એટલે

વોરોસિલોવે ચાઈનીઝ ઇન્ટેલિજન્સ ચીફને ખબર આપી. ટ્રકની શોધમાં એક

ટોળી રવાના થઇ અને ભસ્મીભૂત થયેલી ટ્રકનો પત્તો મેળવ્યો. સત્તાધીશોને

આ સમાચાર પહોંચ્યા. નિષ્ક્રિયતા ઘેરી વળે તે પહેલા જોસેફ વિનાયકની

શોધનું આયોજન કરતો હતો. એણે એજન્ટ આર ને ફોન કર્યો અને
બગડેલી કાર ક્યાં હતી તે જણાવીને કાર ને ખસેડવાની ગોઠવણ કરવાનું જણાવ્યું.

નસીબજોગે કાર માં છુપાયેલી ત્રિશૂળની સામગ્રી સલામત હતી. જોસેફ સામગ્રીની

બેગ ખભા પર લાદીને પગપાળો વિનાયકની શોધમાં નીકળ્યો, સાવધાનીપૂર્વક

નિશાનીઓને અનુસરતો ચોકીદારની કોટડીની દિશામાં. કોટડીની નજીક આવીને

તે અટક્યો. કૂતરાં દેખાયા નહીં એટલે કોટડીમાં પ્રવેશ્યો. કોટડી નિર્જન હતી. બહાર

નીકળીને દૂરબીનથી આજુબાજુની ભૌગોલિક રચનાની સમીક્ષા કરી. દૂર દૂર

એક કાંટાળા તારની વાડ દેખાઈ અને એણે એ દિશામાં પગલાં મંડ્યા. વીસ

મિનિટમાં તે વાડ પાસે પહોંચી ગયો. એક નાનો પથ્થર વાડ ઉપર ફેંક્યો

પણ કઈં ન થયું. એક ધાતુનો ટુકડો બેગમાંથી કાઢીને વાડ પર ફેંક્યો, તરત

તણખા થયા. જોસેફ સમજી ગયો કે વાડમાં ઇલેક્ટ્રિક કરંટ વહેતો હતો.સાથે

લાવેલા મોજાં હાથના પંજા પર ચઢાવ્યા, વાયર કાપવાની કટર કાઢીને વાડમાં

છીંડું પાડીને નિર્વિઘ્ને વાડ ઓળંગી. છુટા છવાયા વૃક્ષોની ઓથે લપાતો લપાતો
એક પટાંગણ પાસે પહોંચ્યો. એક ઘટાદાર ઝાડ પર ચઢીને સંતાઈગયો જેથી

કડાઈ જવાની ધાસ્તી ન રહે. હળવેકથી દૂરબીન વાપરીને અવલોકન કર્યું.

છુટાછવાયા મકાનોમાં રોજિંદી અવરજવર નજરે ચઢી. એક મકાનની
અવરજવર ધ્યાન ખેંચે એવી હતી. સામગ્રીમાંથી અમુક ચીજો કાઢીને ખિસ્સામાં

મૂકી અને ઝાડની ડાળીઓમાં બેગને સંતાડી. ઝાડ પરથી ઉતરીને જોસેફ

પેલા મકાન પાસે પહોંચ્યો. સિક્યુરિટી ગાર્ડ પાસે જઈને રુઆબપૂર્વક કહ્યું

” હું આ મકાનની જડતી લેવાનો છું.બાતમી મળી છે કે કોઈ અનધિકૃત

માણસને એક ચાઈનીઝ ચોકીદાર કેદ કરીને અહીં લાવ્યો છે.” સિક્યુરિટી

ગાર્ડ આશ્ચર્ય પામ્યો અને તે કઈં કહે તે પહેલા જોસેફ ગરજ્યો ” મારો કિંમતી સમય
બરબાદ કરવાની સજા ન ભોગવવી હોય તો મારો માર્ગ મોકળો કર. મારા

કામમાં દખલ કરનારને હું કદાચ સાંખી લઈશ પણ બૉમ્બ બનાવનાર મોટા સાહેબ

નહીં સહન કરે. ” આમ કહીને જોસેફે ખિસ્સામાંથી સેલફોન કાઢ્યો અને

બે ચાર બટન દબાવ્યા પછી બોલ્યો :
“હું કેદીની તપાસ કરવા આવ્યો છું. એક કેદીની બાતમી મળી છે.” પછી

સિક્યુરિટી ગાર્ડનું નામ વાંચવાનો પ્રયત્ન કરતા કહ્યું “એનું નામછે….” વાક્ય

પૂરું થાય તે પહેલા ગાર્ડ કરગર્યો ” મારુ નામ ન આપો.ખુશીથી જે તપાસ કરવી

હોય તે કરો.” જોસેફે સેલફોન ખિસ્સામાં સેરવ્યો અને ચોકીદારને કહ્યું ” હું જ્યાં

સુધી પાછો ન ફરું ત્યાં સુધી આ મકાનમાં કોઈને પ્રવેશવા ના દઈશ.” ચોકીદાર
બોલ્યો “ભલે.”
અને જોસેફ મકાનમાં દાખલ થયો.સેલ ફોન કાઢીને મકાનની વિગતોનો “આંખો

દેખ્યો અહેવાલ” વર્ણવ્યો, ફોટા પણ લીધા.મકાન બે માળનું હતું પણ ભૂગર્ભમાં

પાંચ માળ હતા. એ દાદરા ઉતરીને ભોંયતળિયે પહોંચ્યો. એક લોકર રૂમ નજરે

ચઢ્યો. રૂમમાં ડોકિયું કર્યું,નિર્જન હતો. એક ખૂણામાં ગોઠવેલા યુનિફોર્મમાંથી

એક જોડ ઉપાડી અને એ પહેરી લીધો. એના કપડામાંથી વસ્તુઓ લઇ
લીધી.મકાનની તપાસ કરતા જણાયું કે મકાનમાં વિવિધ પ્રકારની અદ્યતન

સામગ્રી હતી. કમ્પ્યુટર મોનિટર ઉપર બિછાવવામાં આવેલી
આંકડાઓની ઇંદ્રજાળ નજરે ચઢી. ઉપલા બે માળમાં અનેક જાતના મશીન

હતા.જોસેફનો સેલ ફોન ફોટા ઝડપી રહ્યો હતો. ત્યાંથી બહાર નીકળીને ગાઈગર

કાઉન્ટર ચોતરફ ફેરવ્યું. સામેના એક મકાનમાંથી રેડિએશન સિગ્નલ આવતા હતા.

જોસેફ એ જગ્યાએ પહોંચ્યો. એક કર્મચારી એનું કાર્ડ સ્વાઇપ કરીને મકાનમાં

દાખલ થતો હતો. જોસેફે ખિસ્સું ફંફોળવાનો ડોળ કર્યો અને પેલા માણસની
સાથે જ મકાનમાં દાખલ થઇ ગયો. અંદર બધા કર્મચારીઓએ લાંબો સફેદ

કોટ પહેર્યો હતો. એણે ઝડપથી કોઈક ઓફિસમાં જઈને સફેદ
કોટ પહેર્યો અને હાથમાં કલીપ બોર્ડ લીધું. એ મકાનનો એક માળ જમીન ઉપર હતો અને બે માળ જમીન ની નીચે. ઉપલા માળ પર ગાઈગર કાઉન્ટર સુષુપ્ત રહ્યું
પણ જેવો ભોંયતળિયે ગયો કે એનો ગણગણાટ શરૂ થયો. એ ગણગણાટની

દિશા ને અનુસર્યો. બારણું ખોલવાનો પ્રયત્ન એળે ગયો એટલે
ખિસ્સામાંથી એક નાની પાવરફુલ કરવત કાઢી અને જોતજોતામાં તાળાનું

હેન્ડલ કાપ્યું. ખિસ્સામાંથી એક સળીયો કાઢીને કપાયેલા હેન્ડલની અંદર

નાખીને દરવાજો ખોલીને અંદર ઘુસ્યો. એક અણુશસ્ત્ર બનાવટના આખરી

તબક્કામાં હતું. સેલ ફોનમાં ફોટા ઝડપીને જોસેફ નીકળી ગયો અને મકાની

બહાર નીકળતા પહેલા સફેદ કોટનો એક કચરાની ટોપલીમાં નિકાલ કર્યો.
વિનાયકનો પત્તો મેળવવામાટે શું કરવું? એ મૂંઝવણ જક્કી ઘેટાની જેમ

અડીખમ રહી! ઉઘાડા પડી જવનો ભય પણ ડગલે ને પગલે સાથે જ હતો.છતાંય

હિંમત અને ધીરજથી કામ લીધા વગર કોઈ પર્યાય નહોતો.અંતે “જેવા પડશે

એવા દેવાશે” એ વલણ અખત્યાર કર્યું. ફરતા ફરતા જોસેફ ભોજનાલયમાં

પહોંચ્યો. બુફે ટેબલ પર ગોઠવેલા દહીં ભાત અને માછલીમાંથી એક ડીશ

ભરી અને એક વિશાળ ટેબલ પર અન્ય કર્મચારીઓથી થોડેક દૂર બેઠો. એકાદ

બે વ્યક્તિઓએ હાથ કર્યા અને જોસેફે પણ અભિવાદનનો પ્રત્યુત્તર
વાળ્યો.જોસેફના કાન સરવા અને આંખો સાવધ હતી. “ચીન થી આવી રહેલી

ટ્રકને અકસ્માત નડ્યો હતો અને એમાં રહેલા સામાનનો આગમાં નાશ થયો

હતો.” એવા ત્રુટક ત્રુટક શબ્દો કાને અથડાયા. વોરોસિલોવ નામ પણ કાને

પડ્યું પણ વધુ ઘટસ્ફોટ ન થયો. એટલામાં એક નવાગંતુકે જોસેફની બાજુમાં

બેઠક લીધી. ઔપચારિક અભિવાદન પત્યું. વાતચીત દરમ્યાન એ વ્યક્તિએ

એક ઇન્ડિયન જાસૂસ પકડાયો છે એમ જણાવ્યું. એને ક્યાં રાખવામાં આવ્યો છે ,

તે પણ ખબર પડી. અફવા હતી કે એ શખ્સ ઇન્ડિયાના કોઈ અત્યંત ખાનગી
જાસૂસી ખાતાનો સભ્ય હોય.પેલાએ જોસેફની કામગીરી વિષે પૂછ્યું. જોસેફે

જવાબ આપ્યો “વોરોસિલોવ સાથે કામ કરું છું. કામ અત્યંત ખાનગી છે એટલે

મારાથી વધુ કઈં નહીં કહી શકાય.” વાત ત્યાં અટકી. જમણ પતાવીને જોસેફ

ઉભો થયો. એક બર્મીસ પસાયતો આવીને જોસેફની ડીશ લઇ ગયો. લશ્કરી

રાજનો એ ફાયદો હતો. મ્યાનમારના ગણવેશધારીઓ ગણનાપાત્ર હતા. એમને

કોઈ કષ્ટ ન પહોંચે, એનું ધ્યાન આમજનતા રાખે એમાં ખોટું શું?
સેલફોનમાં ઝડપાયેલા ફોટા વારાંગનાની નજર પર ઉતરીને પરીક્ષિતના

ટેબલ પર ઠરીઠામ થયા.પરીક્ષિતે હાથ ઘરેલુ કામ પતાવ્યું અને ફોટાની ફાઈલનું

સીલ તોડ્યું. કવર કાઢીને ફોટા જોયા. એક અવ્વ્લ દરજ્જાની માહિતી મેળવવા

બદલ જોસેફને મનોમન શાબાશી આપી. મામલાની ગંભીરતાનો પરીક્ષિતને ખ્યાલ

આવી ગયો. સ્સસ્સ્સસ્ક્રેમ્બલે ફોન થી પ્રાઈમ મિનિસ્ટર નિત્યાનંદ ને ટૂંકાણમાં

મ્યાનમારમાં જે બની રહ્યું હતું એનો અહેવાલ આપ્યો અને જણાવ્યું કે “સજ્જડ

પુરાવા મારી પાસે છે.” નિત્યાનંદે કહ્યું “હમેશ મુજબ તમારી પ્રસંશનીય કાર્યદક્ષતા

વિષે શું કહું? સમસ્યાનું નિરાકરણ વિના વિલંબે થાય એ જરૂરી છે.” પરીક્ષિતે

જવાબમાં સંમતિ સૂચક હકાર ભણ્યો અને ફોન કોલનો અંત આવ્યો.
રેમન્ડ રાઉસ નામધારી મોસાદના અધ્યક્ષ, બેન્જીની ઓફિસમાંથી મળેલી

બાતમીના આધારે આગળ શું પગલાં લેવા એ વિચારી રહ્યા હતા.

જિન-તાઓ-મિન્હ મળવા આવ્યો અને માહિતીની આપલે થઇ.જેનો સારાંશ

હતપ કે રંગુન નજીક ક્યાંક અણુશસ્ત્રનું ઉત્પાદન થતું હતું. એને માટેની સામગ્રી

ચીનથી એક ટ્રકમાં આવી રહી હતી, પણ રસ્તામાં ટ્રકને ગંભીર અક્સ્માત નડ્યો

અને ટ્રકમાં રહેલી બધી સામગ્રી ભસ્મીભૂત થઇ ગઈ.જિન-તાઓ-મિન્હ ને મળેલી

બાતમીને આધારે એણે રંગુનથી દૂર જન્ગલમાં આવેલી આ જગ્યાનો પત્તો મેળવ્યો

હતો. ચોવીસ કલાકમાં મોસાદના નેજા હેઠળ એ જગ્યાની મુલાકાતે જવાનું

નક્કી થયું.
બીજી બાજુ પરીક્ષિતે પદ્ધતિસર સમસ્યાની સમીક્ષા કરી. તારણ એવું નીકળ્યું

કે રંગુન જઈને અણુશસ્ત્રનું વિસર્જન કરવું.કોઈ પણ જાતની એની આડઅસ ન

થવી જોઈએઅને સાથે સાથે પ્રપંચીઓ જીવન્ત રહે, છટકી ન જાય.અણુશસ્ત્ર
બનાવવાની પ્રયોગશાળાનો સંપૂર્ણ નાશ કરી નાખવો જેથી પુનરાવર્તન ની

સંભાવના જ ન રહે. સુલેહ-શન્તિના કરારનામા ઉપર નિર્વિઘ્ને સહી સિક્કા થાય.

રેહાના અને શુભાંગી હેમખેમ પાછા ફરે.
પરીક્ષિતે ત્રિશૂળના કસબીઓને તેમની આવડત દેખાડવાનો મોકો મળે તેવું સાથે

લઇ જવાની ઉપયોગી સાધનસામગ્રી નું લિસ્ટ આપ્યું. એ તૈયારીઓ કરવા માટે

ચોવીસ કલાકની મર્યાદા આપવામાં આવી. ત્યારબાદ પરીક્ષિતે સ્ક્રેમ્બલર

ફોનથી શિવમ ચિદમ્બરમ નો સંપર્ક સાધ્યો. સાળા બનેવીના સંબંધ ની સાંકળ

સરળ અને સળંગ હતી. પરીક્ષિતે સીધી મુદ્દાની જ વાત છેડી.
મ્યાનમારમાં બનેલા અણુશસ્ત્રોના વિસર્જનનો પ્રસ્તાવ મુક્યો. પરીક્ષિત અણુશક્તિથી

પરિચિત હતો પણ એમાં નિપુણ ન હતો. એણે જે કરવું હતું એમાં કોઈ ક્ષતિનો કે

એક નાની અમસ્તી ભૂલને પણ રતીભર અવકાશ નહોતો. એટલા માટે સવિસ્તર

જાણકારીની આવશ્યકતા અનિવાર્ય હતી.
શિવમનું ટૂંકું પણ મુદ્દાસર નિવેદન હતું. યુરેનિયમ એક કુદરતી તત્વ છે ,

જે પૃથ્વીનીગરમીનું ઇંધણ છે. યુરેનિયમની કિરણોત્સર્ગી રજ એટલે કે રેડિયોએક્ટિવ

રજ પૃથ્વીના ભૂસ્તરની હિલચાલ માટે જવાબદાર છે. એ જ યુરેનિયમ અણુશસ્ત્રોના

નિર્માણમાં પણ વપરાય છે. અણુધડાકાની પ્રક્રિયા એક ન્યુટ્રોન નામના તટસ્થ

અને સૂક્ષ્મ દ્રવ્યથી થાય છે. ન્યુટ્રોનને કોઈ જાતનો ઇલેક્ટ્રિક ચાર્જ નથી; નથી

એ પોઝિટિવ કે નથી એ નેગેટિવ. જયારે ન્યુટ્રોન યુરેનિયમના અણુઓ સાથે

અથડાય છે ત્યારે યુરેનિયમ ના મધ્યવર્તી કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસના બે ભાગ

થાય છે.આ પ્રક્રિયાને ફીઝન કહેવાય છે.આ પ્રક્રિયાના પાયા ઉપર
અણુશસ્ત્રનું સર્જન થાય છે. વિકલ્પે એક ન્યુક્લિયસનું બીજા ન્યુક્લિયસ સાથે

જોડાણ કરવાથી એનું કદ વધારી શકાય;આ થયું ફયુઝન. બેઉં પ્રક્રિયાઓ અંતે

પ્રચંડ શક્તિ પેદા કરે છે, જયારે એક યુરેનિયમ ના ન્યુક્લિયસનું વિભાજન

થાય છે ત્યારે બે થી ત્રણ ન્યુટ્રોન છુટા થાય છે, જે બીજા યુરેનિયમના નુક્લીયસનું

વિભાજન કરે અને ચક્ર્વૃદ્ધિ વ્યાજની જેમ આ પ્રક્રિયા અસંખ્ય યુરેનિયમ ના ન્યુક્લિયસ
ને વિભાજીત કરે. અંતે એક દાવાનળ ભભૂકી ઉઠે અને અંણુધડાકામાં પરિણમે.

કેડમિયમ એક એવું તત્વ છ જે ન્યુટ્રોનનું શોષણ કરી શકે.અર્થાત ન્યુટ્રોન વગર

અણુધડાકો ન થાય. ગ્રેફાઇટ પણ ન્યુટ્રોનનું શોષણ કરી શકે છે. તેવી જ રીતે

કોબાલ્ટનું સોલ્યૂશન પણ ન્યુટ્રોનનું વિરોધી છે. અંણુશસ્ત્રના વિસર્જન માટે

એની રચનાની રજેરજ જાણકારી જરૂરી છે. શિવમનો જાણકારી આપવા બદલ
આભાર પ્રગટ કરીને પરીક્ષિતે ફોનકોલનો અંત આણ્યો.

પરીક્ષિતના કમ્પ્યુટર પ્રોગ્રામર અને ઉર્વશીના ત્રિશૂળના સિક્યુરિટી પ્રોગ્રામને

સંગીન બનાવવાના પ્રયત્નોને સફળતા મળી હતી.પરીક્ષિતને મળેલા એ

અહેવાલનો ટૂંક સારાંશ આ પ્રમાણે હતો. કુશળ અગ્રસેનના પર્સનલ

સેક્રેટરીના નામની સાથે બીજાય વણનોતર્યા પરોણાઓની નામાવલી પણ હતી.

વારાંગનાને બધા નામધારીઓનો પીછો કરવાનું કામ સોંપવામાં આવ્યું.

વારાંગનાનો કસબ કામ આવ્યો અને એને સફળતા મળી. ડિફેન્સ ડિપાર્ટમેન્ટ

ના મિનિસ્ટર યશપાલ મૈનીની ઓફિસમાંથી અને અફઘાનિસ્તાનમાંથી
ત્રિશૂળના કમ્પ્યુટરમાં પ્રવેશવાના પ્રયત્નો થયા હતા. ચાઈના અને મીડલ

ઇસ્ટનો આડકતરો હાથ હોવાનીશક્યતા નક્કર હતી. ડિફેન્સ
ડિપાર્ટમેન્ટમાં તપાસ કરવાનું કઠિન નહોતું. જ્યારથી જાણકારી પ્રાપ્ત થઇ હતી

ત્યારથી ડિફેન્સ ડિપાર્ટમેન્ટના કમ્પ્યુટર ટ્રાફિક ઉપર
ચાંપતી નજર રાખવામાં આવી હતી.
અંતે મામલો ગંભીર તબક્કે પહોંચ્યો. યેશુપાલ મૈનીના રહેઠાણનું કમ્પ્યુટર

કોઈક વાપરતું હતું. યેશુપાલ ના સાળા જોગીન્દર ઉપર શંકા જતી હતી. વધુ

તપાસમાં એ પણ જણાયું કે જોગિન્દરના સ્વિસ બેન્ક એકાઉન્ટ માં ત્રણ કરોડ રૂપિયા
જમા થયેલા હતા. જોગીન્દર કઈં કમ્પ્યુટરનો નિષ્ણાત નહોતોપણ એને દોરીસંચાર

કરનારનું પગેરું કાઢવું સરળ નહોતું. ઘણી જહેમત બાદ નો ઉકેલ પણ આવ્યો.

જોગીન્દર એક આતંકવાદી જૂથ સાથે ભળેલો હતો અને એ ગ્રુપમાં બેન્જી નો હાથ

હતો. છેક
અફઘાનિસ્તાન સુધી પગેરું પહોંચ્યું, ચાઈનીઝ ઇન્ટેલિજન્સને દ્વારે.

બધા પુરાવા તૈયાર હતા ને સાથે જોગિન્દરની ધરપકડનું વોરન્ટ પણ તૈયાર થયું.

યશપાલ મૈનીને અંધારામાં રાખવાનું પરીક્ષિતને અનુચિત લાગ્યું. પરીક્ષિતે

સાવચેતી ખાતર સરકારી સલાહકારોને બદલે પોતાના સોલિસિટર બનેવીની

સલાહ લેવાનું નક્કી કર્યું. પરીક્ષિત બનેવીને મળવા એમની પફીસે પહોંચ્યો.

બેઉં વચ્ચે ચર્ચા થઇ.યશપાલ મૈની આ મામલામાં સંડોવાયેલો હશે તો છટકબારી

શોધી નાખશે. પરંતુ ધારો કે એ ન સંડોવાયેલો હોય અને છતાંય સાળાને બચાવવાનો

પ્રયત્ન કરે તો? સાપે છછુન્દર ગળ્યા જેવી હાલત થઇ. અંતે એમ નક્કી કર્યું કે

યશપાલની હાજરીમાં જ જોગિન્દરની ધરપકડ કરવી. ત્રણ કરોડ રૂપિયાનો
ખુલાસો માંગવો અને જો એમાં અસંતોષ જણાય તો પૈસા જપ્ત કરવાની કાર્યવાહી

કરવી. તે ઉપરાંત જ્યાં સુધી સુલેહ-શાંતિના કરાર ઉપર સહીસિક્કા ન થાય ત્યાં

સુધી એણે રાબેતા મુજબની હેરા ફેરી ચાલુ રાખવી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: