ભીંતર ના વ્હેણ પ્રકરણ ૫૭ અને ૫૮

લેખકઃ સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૫૭
જોગીન્દર ત્રણ કરોડ રૂપિયાની બાબતમાં સંતોષકારક ખુલાસો આપી ન શક્યો.

પૈસે જપ્ત તપ થયા પણ હાલ પૂરતું સ્વિસ ખાતાને અકબંધ રાખવાનો પરીક્ષિતે

નિર્ણય લીધો. તે ઉપરાંત એ ખાતામાં ચાલતી હિલચાલ પર નજર રાખવાનું કામ

વારાંગના ને સોંપવામાં આવ્યું.રંગુન તરફ પ્રયાણ કરવાની તૈયારીઓ વેગ પકડ્યો.

અફઘાનિસ્તાનમાંથી નીકળેલું પગેરું ચાઈના સુધી પહોંચ્યું હતું. અંતે ચાઈનીઝ
અંડરવર્લ્ડ, જે ટ્રાયના નામે ખ્યાતનામ હતું;તેના દોરીસંચારના સબળ પુરાવા મળ્યા

હતા. ટ્રાય નું ધ્યેય અન્સારીના અફીણ ના ધંધાનો કબ્જો લેવાનું હતું. પરીક્ષિતની

મૂંઝવણ વધી.ટ્રાય ને ત્રિશૂળ માં શું રસ હોઈ શકે? અન્સારી અને અફીણ

બેઉંમાં ત્રિશૂળ અને ટ્રાય ને રસ હતો. ત્રિશૂળ અફીણના ઉત્પાદન નો નાશ

કરવાની પેરવીમાં હતું અને ટ્રાય અફીણ ઉદ્યોગના વિકાસ અને નિકાસની

ગડમથલમાં વ્યસ્ત હતું. ત્રિશૂળની પ્રત્યેક હિલચાલ ઉપર દેખરેખ રાખીને ટ્રાય

ત્રિશૂળથી બે ડગલાં આગળ રહેવા માંગતું હતું. અન્સારીની હાજરી રંગુનમાં
હાજરીથી માહિતગાર પરીક્ષિતે ટ્રાય ની હાજરી પણ રંગુનમાં હોવાની શક્યતા

માન્ય કરી. રંગુનમાં રણસંગ્રામના મંડાણની શક્યતા સબળ થઇ.
ખતીજાના ડ્રાઇવરના સવિસ્તર અહેવાલથી ખતીજાને સંતોષ થયો.અણુકેન્દ્રની

કારનો નિકાલ થયો હતો. કુરેશીનું શું થયું-એ પ્રશ્ન ની સતામણી નજીવી હતી.

ખતીજાએ આગળ ઉપર લેવાના પગલાં વિચાર્યા. એને કેદ કરનાર કોણ હતા,

એ વિચાર વમળની ઘુમરીઓ સદૈવ ઘેરી વળતી. સાવચેતી ખાતર એણે હમણાં

અદ્રશ્ય રહેવાનું નક્કી કર્યું. પ્રભુક્રુપામા જવાય એમ નહોતું. બાથરૂમ હજુ
રીપેર થયું નહોતું. બાંગ્લાદેશના સિક્યુરિટીઓફિસરની વર્તણુક પણ એને

નાપસંદ હતી. રફીકને અંધારામાં રાખવામાં સલામતી હતી.
રફીકથી જેમ બને તેમ દૂર રહેવાનું હિતાવહ લાગ્યું. તેંણીને રંગુન જવાનો

વિચાર આવ્યો;વાહીદ અને વઝીર પણ ત્યાં હતા. એમની મદદ મળે તેમ હતું.

ખતીજાએ રંગુન જવાની તૈયારી કરી. ખતીજા પાસે ડિપ્લોમેટિક પાસપોર્ટ

હોવાને કારણે વિઝાની જંજાળ ન’તી. અવરજવર અબાધ હતી. મુંબઈથી

બેંગકોકની ફ્લાઇટ બુક કરાવી.ત્યાંથી રંગુન જવા માટે ખાનગી વાહનની

વ્યવસ્થા કરી. ચોવીસ કલાકમાં રંગુન પહોંચવાનું હતું.
રેમન્ડ રાઉસના આદેશ અનુસાર માંસાદના સભ્યો નિર્વિઘ્ને પહોંચ્યા.

તેમણે બેન્જી ના કમ્પ્યુટર ના હિસાબકિતાબની ઝીણવટભરી તપાસ

આદરી. ઘણી હાનિકારક બાતમી હાથ આવી. તેમાં મુખ્યત્વે ચાઈનીઝ

ઇન્ટેલિજન્સ ખાતાનો ઉલ્લેખ હતો. વધુ તપાસ કરતાં જણાયું કે ચાઈનીઝ

જાસૂસી ખાતામાં ચાઈનીઝ અંડરવર્લ્ડ નો હાથ હતો અને એમને અફીણના

ધંધામાં રસ હતો.
અરાજકતા અને અફીણનું જોડું સગવડિયું હતું. જિન-તાઓ-મિન્હને

સવિસ્તર માહિતી મળી. એ તરત જ બેજિંગ ગયો અને તપાસ આદરી, જેમાંથી

ચોંકાવનારી વિગતો બહાર આવી. ખાસ તો ચાઈનીઝ માર્ગદર્શન હેઠળ રંગુનમાં

થઇ રહેલઅણુશસ્ત્રનું ઉત્પાદન. .
એને ખાત્રી હતી કે સત્તાના સુત્રધારો રાબેતા મુજબ આ બાબતનો સત્તાવાર

ઇન્કાર કરશે, આંખ આડા કાં કરશે. એણે પોતાની રીતે તપાસ આદરી.

લાગતાવળગતાઓનો કલાકો સુધી સંપર્ક સાધ્ય બાદ રંગુનમાં ચાલતી પ્રવૃત્તિઓ

ક્યાં, ક્યારથી અને કોના દોરીસંચાર હેઠળ છે, એની વિગતો મળી. સંડોવાયેલા

કૌભાંડીઓને કચડી નાખાની યોજના ઘડવાનું નક્કી કર્યું. આ બાજુ પરીક્ષિત પણ

રંગુન જતા પહેલા ભાસ્કર ચૌહાણને મળવા ગયો. ભાસ્કરની તબિયત

સુસસસસધરા પર હતી. થોડાક સમયમાં ડોકટરે એને ઘરે જવાની રજા આપી હતી.

પરીક્ષિતે રંગુનમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ વિષે વાત કરી. શુભાંગી અને
રેહાનાનો પણ ઉલ્લેખ કર્યો. ભાસ્કરના ઇઝરાયલી સ્નપર્કની બાતમી પ્રમાણે

મોસાદના અધ્યક્ષ રેમન્ડ રાઉસ નામ ધારણ કરીને રંગુન પહોંચ્યા હતા. કોઈ

ષડ્યંત્રમાં સંડોવાયેલા માણસોની ધરપકડ થઇ હતી. તે ઉપરાંત રેમન્ડ

રાઉસ જિન-તાઓ-મિન્હ નામના ચાઈનીઝ ને મળ્યા હતા. ભાસ્કરે આ

બધી વિગતો પરીક્ષિત ને જણાવી સાવધ રહેવાનો અનુરોધ કર્યો.મુલાકાત

પતાવી પરીક્ષિત ઘરે ગયો.

શુભાંગીની ભાળ મળ્યા બાદ વામન પરીક્ષિતના ઘરે ન’તો રહેતો. વામન

અને વિશ્વનાથ બીજે દિવસે વહેલી સવારે પરીક્ષિતને લેવા આવવાના હતા

કારણ કે રંગુન જવાની તૈયારીઓને આખરી ઓપ આપીને તરત જ રવાના

થવાનું હતું. ઉર્વશી હજુ કામે થી પછી ન’તી ફરી. સામાન્યતઃ પરીક્ષિતની એક

બેગ હંમેશા તૈયાર રહેતી, જેથી અચાનક ક્યાંય જવાનું થાય તો તૈયારી

કરવામાં સમય ન બગડે. પરીક્ષિત રંગુન પહોંચીને લેવાના પગલાંઓની

મનોમન છણાવટ કરી રહ્યો હતો. પરીક્ષિતે વિચારમાળાના મણકાઓને

અનુક્રમમાં ગોઠવ્યા.

હંમેશ મુજબ ઉર્વશીના આગમનનો અણસાર પરીક્ષિતને આવ્યો

અને ખરેખર ઉર્વશીએ આદત મુજબ પરીક્ષિતના આછાંપાતળા થઇ રહેલ

ઝુલ્ફામાં આંગળીઓ ફેરવી.પારસ્પરિક સ્મિતની આપ-લે થઇ. સ્મિતની

આપલે બાદ ઉર્વશીનો ચિંતીત ચહેરો પરીક્ષિતની ચકોર નજર બહાર ન

રહ્યો. એણે ઉર્વશીનો હાથ પકડીને પોતાની બાજુમાં બેસાડી.પરીક્ષિતના

હાવભાવમાં કોઈ પ્રકારની અધીરાઈ નહોતી,પ્રોત્સાહન હતું. ઉર્વશીને

વાત કરવી હોય તો ધ્યાનપૂર્વક સાંભળવાની તૈયારીની શાક્ષી આતુરતા નો

શેરડો પુરી રહ્યો હતો.
ઉર્વશીના સહકાર્યકરોનાં કામકાજમાં સદાચાર અને ભાઈચારો હતો,

નિખાલસતા હતી, છતાંય આજે વિશ્વાસ ભંગ થયો હતો. ઉર્વશીને શકે

હતો કે ત્રિશૂળના અસ્તિત્વથી જાણભેદુઓ અજ્ઞાત નહોતા. કમ્પ્યુટરના

પેટનું પાણી ન હાલે અને તેમ છતાં એના પેટમાં કઈં ખાનગી ન રહી શકે.

કમ્પ્યુટર હેકર્સ માટે કશું અશક્ય નથી હોતું. અર્થાત આપણું જ બનાવેલું

કમ્પ્યુટર આપણને જ બનાવી જાય, એમ પણ બને! ઉર્વશીના મગજમાં

ચાલી રહેલી કશમકશને વાચાનું વ્હેણ મળ્યું. પ્રત્યુત્તરમાં પરીક્ષિતના

સહકારી વલણ અને અનુકમ્પાએ ઉર્વશીને હૈયાધારણ આપી અને કહ્યું

” વારાંગનાની મદદથી પરિસ્થિતિનો તાગ મેળવીએ,પછી શું કરવું તે નક્કી કરીશું.”
ઉર્વશી સંમત તો થઇ પણ એના મનનું સંપૂર્ણપણે સમાધાન ન થયું. સમય

બગાડ્યા વગર પરીક્ષિતે લેપટોપ ચાલુ કરીને વારાંગનાને કામગીરી સોંપી.

ત્રિશૂળ સાથે જોડાયેલા ઉર્વશીની કમ્પનીના બધા પ્રોગ્રામમાં ચાલી રહેલી

અવરજ્વર ક્યારે અને કેવી રીતે થઇ હતી એની તપાસ કરવાની. કોઈ

અનધિકૃત પ્રવેશ થયો હોય તો એનો તાગ મેળવવાનો હતો. વહેલી સવારે

વામન અને વિશ્વનાથ આવ્યા. પરીક્ષિત તૈયાર જ હતો. ઉર્વશીની આંખોએ

વિદાય આપતી વખતે સાવચેતી, સલામતી અને હેમખેમ પાછા ફરવાનો

અણસાર દર્શાવ્યો. પરીક્ષિતની નજરે સંમતિસૂચક જવાબ આપ્યો.

ત્રિપુટી કારમાં રવાના થઇ. વામને સુકાન સંભાળ્યું હતું. થોડુંક અંતર

કાપ્યા બાદ એને લાગ્યું કે એક મોટરસાઇકલ પીછો કરી રહી હતી.

એટલે એણે કારની ઝડપ વધારી.રિયર વ્યુ મિરરમાં મોટર સાઈકલની વધી

રહેલી ઝડપ નજર આવી. પાંચ મિનિટ બાદ વામને ઝડપ ઘટાડી. મોટર

સાઈકલની શિથિલ થતી ઝડપ એના ધ્યાન બહાર ન રહી. વામને પીછો કરી

રહેલી મોટર સાઇકલ નો ઉલ્લેખ કર્યો. પણ કોઈના ય પેટનું પાણી ન
હાલ્યું. વિશ્વનાથે ત્રિશૂળ હેડક્વાર્ટર્સમાં ફોન કરીને હેલિકોપ્ટર ટીમને પીછો

કરી રહેલી મોટર સાઇકલ ના સવારનું અપહરણ કરવા આમન્ત્રી. હેલિકોપ્ટર

ટીમ ત્રિશૂળના હેલિપેડ ઉપરથી રવાના થઇ. એક મોટો ચકરાવો લીધો અને

શિવાજી પાર્ક પાસે ત્રિશૂળની કારને અનુસરતી મોટર સાઇકલ પ્રત્યક્ષ થઇ.

આગળ વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પાસે ટ્રાફિક સ્થગિત હતો. એટલે

એ વિસ્તારમાં અપહરણની શક્યતા સરળ લાગી. ગોકળગાયની ગતિએ

ચાલતો ટ્રાફિક આખરે સ્ટેડિયમ પાસે પહોંચ્યો એટલે હેલિકોપ્ટરમાંથી

એક લોખન્ડી દોરડા સાથે બંધાયેલા ત્રિશૂળના માણસનું અવતરણ થયું.

જયારે એ જમીન લગોલગ પહોંચ્યો ત્યારે હેલિકોપ્ટર ગતિમાન થયું

અને ગરુડ જેમ શિકાર ઉપર તરાપ મારે તેમ એણે મોટરસાઇકલ સવારને

ઝડપ્યો. હેલિકોપ્ટર સંચાલકે દોરડું પાછું ખેંચ્યું. ત્રિશૂળના માણસ ને અને
સાઇકલ સવારને હેલિકોપ્ટર ગળી ગયું, અને ડો. લાખાણીની ઓફિસની

દિશામાં વળ્યું.બેકાબુ બનેલી મોટર સાઇકલ નજીવો તરખાટ
મચાવીને પડખાભેર થઇ ગઈ. વિશ્વનાથે ત્રિશૂળમાં ફોન કરીને

મોટરસાઇક્લનો કબ્જો લેવાની વ્યવસ્થા કરી.

ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૫૮
પરીક્ષિત ઓફિસમાં પહોંચ્યો એટલે તરત જ એની સેક્રેટરીએ એના

હાથમાં એક સીલબંધ કવર મૂક્યું. પરીક્ષિતે કવર ખોલ્યું. પ્રાઈમ
મિનિસ્ટર નરેશ નિત્યાનંદ રતરફથી આવેલા દસ્તાવેજ હતા. ચાર દિવસ

પછી સુલેહ- શાંતિના કરાર ઉપર સહી સિક્કા થવાના હતા.
અચંબો પમાડવાનો આશય હતો.સિક્યોરિટી અને સલામતીની વ્યવસ્થાને

અવકાશ નહોતો. સર્વાનુમતે હિસ્સો લેનાર દેશોએ ભારતીય નૌકાદળના

વિમાન વાહક જહાજ( એર ક્રાફટ કેરિયર) ” લાલ બબહાદુર ” ના ડેક ઉપર

વિધિ કરવાનો ઠરાવ માન્ય કર્યો હતો. લાલ બહાદુરના કાફલામાં લડાયક

જહાજો, નૌકાઓ અને સબમરિનોનો સમાવેશ થયેલ હતો. કોઈ પણ

હવાઈ કે દરિયાઈ હુમલાનો સામનો કરવાની શક્તિ હતી. નૌકાકાફલો

લક્ષદ્વીપ ટાપુના કિનારાથી બે માઈલ દૂર સમુદ્રમાં લાંગર્યો હતો. હિન્દુસ્તાન,

પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, પેલેસ્ટાઇન, ઇઝરાયેલ અને અન્ય આરબ

રાજ્યો સુલેહ-શાંતિના કરાર પર સહી સિક્કા કરવાના હતા. એક નવી
સહઅસ્તીત્વના સદાચારના સન્માન ની જ્યોત જ્વલંત બનવાની હતી.

વેરઝેર,ખૂનામરકી અને આતંકવાદ ઉપર કાયમી પડદો પડવાનો
હતો. નિત્યાનંદના આદેશ અનુસાર ત્રિશૂળના ચુનંદા માણસો, નૌકાસૈન્ય

અને એરફોર્સને સલામતીની વ્યવસ્થા ના આયોજનમાં મદદકર્તા થશે.

લક્ષદ્વીપને ફરતા એકસો માઈલ ના ઘેરાવામાં કોઈ પણ જાતની દરિયાઈ

અને હવાઈ મુસાફરી ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે. અરબી સમુદ્ર અને

હિન્દી મહાસાગરમાં મુસાફરી ખેડતી નાની મોટી નૌકાઓને પણ આ

પ્રતિબંધની જાણ કરવામાં આવી હતી. ઇન્ડિયન એરફોર્સ લક્ષદ્વીપની

હવાઈ સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં ગૂંથાયું હતું.
પરિક્ષિ માટે આ દ્વિધાની ક્ષણ હતી. રંગુન જવાનું મુલતવી રાખવું પડે

એ પાલવે એમ નહોતું. રંગુનમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ ગંભીર હતી. વળી

શુભાંગી પણ ત્યાં જ હતી. શુભાંગીના જણાવ્યા મુજબ રેહાના આજે

અન્સારીને મળવા જવાની હતી.ત્યાર બાદ અન્સારીનું ગલ્ફસ્ટ્રીમ જેટ

વિમાન બેઉં છોકરીઓને બેંગકોક પહોંચાડશે અને ત્યાંથી મુંબઈની

ફ્લાઇટ પકડવાની યોજના હતી.પરીક્ષિતે વારાંગના ને સોંપાયેલી

કામગીરીનો અહેવાલ જોયો.ચાઈના અને ઇઝરાયેલમાં શરૂ થયલી

હેકર્સની યાત્રા ફરતી ફરતી ત્રિશૂળના આંગણે આવીને અટકી. પરીક્ષિત

વિચારી રહ્યો. ચાઈના અને ઇઝરાયેલ આ કાવતરામાં સહભાગી હતા

કે આ સંજોગોવશાત હકીકત હતી? છતાંય પરીક્ષિતની માન્યતા દ્રઢ

થઇ. ચીની અને ઇઝરાયેલી તત્વો રંગુનમાં અણુશસ્ત્રનું ઉત્પાદન કરી

રહ્યા હતા. કદાચ સત્તાવાર સરકારને અંધારામાં રાખીને!સત્તાવાર

સરકારનો આમાં હાથ પણ ન હોય!ઇઝરાયલ કરાર ઉપર સહી

સિક્કા તો કરવાનું હતું.ચૌહાણની બાતમી પ્રમાણે મોસાદના અધ્યક્ષ

પણ રંગુનમાં હતા અને જિન-તાઓ-મિન્હ પણ ત્યાં હતો. એમનું ત્યાં જવાનું

પ્રયોજન શું હોઈ શકે? શું એ બેઉં સંપર્કની સાંકળે સંકળાયેલા હતા?

પરીક્ષિતે લક્ષદ્વીપની સલામતીનો બંદોબસ્ત આટોપીને તરત જ રંગુન
પહોંચવાનો નિર્ણય કર્યો. સુલેમાન સૈયદ ઓફિસે પહોંચ્યો. મુલાકાતીઓની

હાજરીનું કુતુહલ ક્ષણમાં જ શમી ગયું.અન્સારીના માણસોને ઓળખવામાં

વાર ન લાગી. એ કઈ બોલે તે પહેલા જ આગન્તુકે વાતનો દોર સંભાળ્યો.

“અન્સારીએ તમને તાબડતોબ રંગુન બોલાવ્યા છે અને તમને સુખરૂપ

પહોંચાડવાની જવાબદારી અમારી છે.” સુલેમાન આશ્ચર્ય પામ્યો.

એકાએક તો એવું શું કામ આવી પડ્યું હશે?
કોઈ અટકળ પણ ન બાંધી શક્યો. એણે કહ્યું ” મારે થોડાક અગત્યના

કામ પતાવવા પડશે. ટેલિફોન કરીને પતાવું એ પછી તમારી
તહેનાતમાં હાજર છું.” અન્સારીના માણસોએ અડધો કલાકનો સમય આપ્યો.
સુલેમાન પોતાની ખાનગી ઓફિસમાં ગયો અને હોંગકોંગમાં ટ્રાયને

ફોન જોડ્યો પણ કોઈ જવાબ ન મળ્યો. એની અકળામણ વધી. અંતે

એણે બેઇજિંગ ફોન જોડ્યો. સામેથી પૂછવામાં આવ્યું કે ” એવી તે શી

મુશ્કેલી આવી પડી કે અહીં ફોન કરવો પડ્યો?” સૈયદે જણાવ્યું કે

હોંગકોંગમાંથી જવાબ ન મળતા અહીં ફોન કરવો પડ્યો. વધુમાં એ પણ જણાવ્યું

કે, અન્સારી સમક્ષ હાજર થવાની દરખાસ્ત લઈને આવેલા વળાવીયાઓ

મારી વાટ જોઈ રહ્યા છે.” સામ પક્ષે સવાલ કર્યો ” અન્સારીને આપણા

સંપર્કની ગંધ તો નથી આવી ને?” સૈયદે કહ્યું ” રંગુન અને બાંગ્લાદેશ ફોન

કર્યા પણ કોઈ જવાબ ના મળ્યો.” સામેથી સૂચન આવ્યું “આપણે બહુજ
સાવચેતીપૂર્વક કામ લેવું રહ્યું. કોઈ પણ હિસાબે અન્સારીને આપણા

સંબંધો વિષે અંધારામાં જ રાખવો પડશે.” અને લાઈન કપાઈ ગઈ.
બીજા બે ફોન પતાવીને સૈયદ અન્સારીના વળાવીયાઓ સાથે જવા

માટે તૈયાર થયો. રસાલો નિર્વિઘ્ને બોમ્બે ફ્લાઈંગ ક્લબ પહોંચ્યો.

ત્યાંથી એક ચાર્ટર ફ્લાઇટ બેન્ગકોકનો પ્લાન ફાઈલ કરીને ઉપડી.એ
ચાર્ટર ફ્લાઈટની વિગતો વારાંગનાની નજરે પડી કારણ કે પેસેન્જર

મેનીફેસ્ટમાં સુલેમાન સૈયદનું નામ હતું. તરત જ વારાંગનાએ
ત્રિશૂળને મીહીતી મોકલી, જેની જાણ પરીક્ષિતને કરવામાં આવી. પરીક્ષિતને

લાગ્યું કે ભલે ફ્લાઇટ પ્લાન બેન્ગકોકનો હતો પણ ફ્લાઇટ
જઈ રહી છે રંગુન કારણ કે અન્સારી રંગુનમાં છે. છતાંય સાવચેતી ખાતર

એણે બેંગકોક અને રંગુન ખાતેના ત્રિશૂળના કર્મચારીઓને ફ્લાઈટની

વિગતો મોકલાવી અને ચાંપતી નજર રાખવાનો અનુરોધ કર્યો. આ

માહિતી ટ્રાય ને પણ મળી, બેંગકોકના એરપોર્ટ પાસેથી. એમને પણ

ચાંપતી નજર રાખવાનો બંદો બસ્ત કર્યો.
કુશળ અગ્રસેનના પર્સનલ સેક્રેટરીએ કન્યાકુમારીને ફોન જોડ્યો અને

ચાંદનીચોકની એક સામાન્ય હોટેલમાં મુલાકાત ગોઠવી. બે કલાક પછી

મળવાનું નક્કી થયું. કન્યાકુમારી તૈયાર થઈને નીકળી. ત્રિશૂળનો માણસ

એની સાથે થયો, કન્યાકુમારીની નામરજી હોવા છતાંય. કન્યાકુમારીએ

એને થાપ આપવાનું નક્કી કરી રાખ્યું હતું. બહાર નીકળીને એણે એક

સિનેમાગૃહનો રસ્તો લીધો. ટિકિટ લઈને એ થિયેટરમાં પ્રવેશી.શો શરૂ થાય

એ પહેલા એ શૌચાલય જવા માટે ઉભી થઇ.સાથે અલ્પાહાર માટે ચોકલેટ

ખરીદવાને બહાને ત્રિશૂળનો માણસ પણ બહાર આવ્યો. કન્યાકુમારીએ

શૌચાલયમાં જઈને પર્સમાંથી એક બુરખો કાઢીને પહેરી લીધો.માથાથી

પગ સુધી ઢંકાઇને એ બહાર આવી અને થિયેટરમાં પ્રવેશી.બુરખાધારી

સ્ત્રી જો કન્યાકુમારી ન હોય તો શું એ હજી શૌચાલય માં જ હતી?
સમસ્યાનો ઉકેલ લાવવા એ મેનેજરની ઓફિસમાં મદદ માંગવા ગયો.

એની પ્રેમિકા શૌચાલયમાંથી બહાર નહોતી આવી, કદાચ કોઈ
અણધારી આપત્તિનો ભોગ બની હોય. મેનેજર એને લઈને, એમની હાજરીનું

એલાન કરતો, સ્ત્રીઓના શૌચાલયમાં પ્રવેશ્યો. દરવાજાની ઓથે થિયેટરમાં

છુપાઈ રહેલી કન્યાકુમારીએ તકનો લાભ લીધો અને ઝડપભેર સિનેમાગૃહ

છોડીને રસ્તા પર આવી. એક ટેક્સી પકડી અને ચાંદનીચોકની વરધી

આપી. સલામતી ખાતર બુરખો તો ઓઢી જ રાખ્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: