ભીંતર ના વ્હેણ પ્રકરણ ૫૯ અને ૬૦

લેખકઃ સુરેંદ્ર ગાંધી.

ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૫૯
કન્યાકુમારીને અણસાર તો આવી ગયો હતો કે એના ફોન કોલની માહિતી

ત્રિશૂળના કાને પડતી જ હતી. એટલે એણે ચાંદનીચોક પહોંચતા સુધીમાં તો

પ્લાન બદલી નાખ્યો. હોટેલથી થોડે દૂર ભાડું ચૂકવીને ટેક્સી છોડી દીધી.

રસ્તો ક્રોસ કરીને તે દિલ્હીના માનવ મહેરામણમાં ભળી ગઈ અને હોટેલ

તરફ ડગ મંડ્યા. બુરખાએ એના આત્મવિશ્વાસને મજબૂત બનાવ્યો હતો.
કુશળ અગ્રસેનનો પર્સનલ સેક્રેટરી તો ક્યારનો હોટેલ પર આવી ગયો હતો.

ખખડધજ હોટેલની લોબીમાં લોકોની નજરથી દૂર રહેવાના આશયથી

છાનીછપની અવરજવર ચાલુ હતી કારણ કે હોટેલ ચાંદની ચોકની

વેશ્યાઓમાં ખ્યાતનામ હતી. પર્સનલ સેક્રેટરીની અધીરાઈએ માઝા મૂકી.

એ વારંવાર ઘડિયાળ સામે તાકતો રહ્યો. કામાગ્નિનાં હવનમાં એ હોળીનું

નાળિયેર બનવા માટે થનગની રહ્યો હતો.આમ તો એનું દામ્પત્ય જીવન સંતોષકારક હતું.

પત્ની માટે કોઈ ફરિયાદ નહોતી. છતાંય રુશ્વતખોર કર્મચારીઓ માત્ર નાણાકીય

રુશ્વત નહીં પણ અન્ય રુશ્વતો જતી કરે ખરા? કન્યાકુમારીની ચપળ આંખો

બુરખાની જાળીની ઓથે ચોતરફ ફરતી હતી. એણે જોયું કે પર્સનલ સેક્રેટરી

બેબાકળો બની રહ્યો છે. કન્યાકુમારીમાં એ હવસખોરની પત્ની માટે ક્ષણિક

દયાભાવ પ્રગટ્યો; કારણ કે હવસના હ્ડ્કાયાને એક લલના લોલુપતાભરી
નજરે નીરખી રહી હતી. બીજી જ ક્ષણે તો એના પ્રસ્તાવનો સ્વીકાર થયો.

રિસેપશનીસ્ટને રોકડા પૈસા ચૂકવીને એણે રૂમની ચાવી લીધી અને રમ તરફ

રવાના થઇ. સેક્રેટરી પણ એને અનુસર્યો. કન્યાકુમારીએ છુટકારાનો દમ ખેંચ્યો

અને ઉચાળા ભરવાનું વિચાર્યું. ત્યાં તો પોલીસની એક વાન હોટેલના પટાંગણ

માં ધસી આવી. એના ટાયરની ચીસોએ ગોકીરાને ક્ષીણ કર્યો. ત્રણ-ચાર પોલીસો
ઝડપભેર ઉતરીને હોટેલમાં પ્રવેશ્યા. અને રિસેપશનિસ્ટને વોરન્ટ સુપરત કર્યું.

પ્રત્યેક રમ ની જડતી લેવાઈ. કઢંગા કજોડાંઓની ક્રિયામાં ભંગ પડ્યો. સૌ ને ધોળે

દિવસે પોલીસ સ્થાનકની યાત્રાએ બંદીવાન હાલતમાં જવાનો મોકો મળ્યો.

કોઈક ટીવી ચેનલવાળા પણ અનાયાસે ત્યાં આવી ચઢ્યા. સમગ્ર કાર્યવાહી

વાતવાતમાં જગજાહેર થઇ ગઈ. અગ્રસેનના પર્સનલ સેક્રેટરીની હાલત કફોડી

બની. એના શરીરનો રક્તપ્રવાહ સ્થગિત થઇ ગયો. ચહેરા ઉપર ફીકાશ

ફરી વળી. વાત એમ બની હતી કે વેશ્યાવૃત્તિના વેપારી જૂથમાં તિરાડ પડી હતી.

કોઈકે વેર વાળવાના આશયથી પોલીસો ને આ ગોરખધંધાની માહિતી આપી હતી.

પોલીસ આ બાબતથી અજ્ઞાત હોય એ અશક્ય હતું. હોટેલના મલિક તરફથી

પોલીસને આંખ આડા કાન કરવાની બક્ષિસ નિયમિત મળતી રહેતી. છતાંય

વર્ષને વચલે દહાડે આવી રીતે ફરજની બજાવણી કરનાર પોલીસખાતાની આબરૂ
જળવાઈ રહેતી. અગ્રસેનનો પર્સનલ સેક્રેટરી ઝડપભેર વિચારી રહ્યો હતો. નાલેશી

વ્હોરવાની હિંમત ન હતી. ગોળ ખાવો ગમતો પણ ચાબખા નહોતા ખમવા!

બંદિવાનોની હારબંધ કતાર પોલીસવાન તરફ ડગલાં ભરતી હતી.
અચાનક પર્સનલ સેક્રેટરી કતાર તોડીને રસ્તાની સામી બાજુએ પાર્ક કરેલી

પોતાની કાર તરફ વળ્યો. પોલીસના પડકારને અવગણીને કારનો દરવાજો

ખોલ્યો. કારમાં ગોઠવાઈને કાર સ્ટાર્ટ કરી ના કરી ત્યાં તો પોલીસની

બંદુકમાંથી છુટેલી વકરેલી વાઘણ જેવી ગોળી કારની બારીનો કાચ વીંધીને

સેક્રેટરીની ખોપરી સોંસરવી નીકળી ગઈ. એના નશ્વર દેહમાંથી પ્રાણપંખેરું

ઉડી ચૂક્યું હતું. કન્યાકુમારી માટે હવે પલાયન થયા વગર કોઈ પર્યાય ન રહ્યો.

ઘરે પાછા ફરવું નહોતું. એક બ્યુટી પાર્લરમાં જઈને વાળને ભૂખરો રંગ કરાવ્યો.

વાળ સુકાતા હતા તે દરમ્યાન એણે આગળ શું કરવું, તે વિચાર્યું. અંતે બુરખો

ઓઢીને બહાર નીકળી. ટેક્સી લઈને ઇન્દિરા ગાંધી એરપોર્ટ પહોંચી. એક

ક્રેડિટકાર્ડ પર મુંબઈની ટિકિટ ચાર્જ કરી. આ ક્રેડિટકાર્ડ કટોકટીના સમયે

વાપરવા માટે ઇઝરાયલી ઇન્ટેલિજન્સ તરફથી મળ્યું હતું. જેવું આ ક્રેડિટકાર્ડ

વાપર્યું કે તરત જ મોસાદને જાણ થઇ ગઈ. ક્રેડિટકાર્ડ શૈલજા પુણ્યાર્થીએ દિલ્હી થી
મુંબઈની પ્લેનની ટિકિટ ખરીદવા માટે વાપર્યું હતું. અડધા કલાકમાં શૌચાલય માં

જઈને બુરખાનો ત્યાગ કરીને ભૂખરા વાળવાળી કન્યાકુમારી નિર્વિઘ્ને પ્લેનમાં

ગોઠવાઈને ગગનગામી થઇ. મુંબઈથી શૈલજાને ઉર્ફે કન્યાકુમારીને રંગુન

પહોંચાડવાનો બંદોબસ્ત મોસાદના સૌજન્યથી થઇ ગયો હતો. ઉતારા માટે

હોટેલ બ્રહ્મપુત્રમાં એક રૂમ પણ બુક થઇ ગયો હતો. સુલેમાન સૈયદને નજરકેદની

હાલતમાં અન્સારીનાં માણસો નજરકેદની હાલતમાં રંગુન લાવ્યા.અન્સારીની

આણ રંગુનમાં પણ વર્તાતી હતી.રંગુનમાં અન્સારીએ એક પ્રયોગશાળા સ્થાપી

હતી જ્યાં અફીણને બજારમાં વેચવા માટે તૈયાર કરવામાં આવતું. રેહાના અને
શુભાંગીને ગલ્ફ સ્ટ્રીમ વિમાનમાં રવાના કરીને અન્સારી પ્રયોગશાળામાં પાછો

ફર્યો. સુલેમાન સૈયદ વિષે એણે નિર્ણય લૈલ લીધો હતો. સૈયદના ત્રાયેડસાથેના

સંબંધો વિષે એને ખબર નહોતી.ટ્રાય ના અગ્રીમ વર્તુળના સભ્યોએ સૈયદને

હમેશ માટે ચૂપ કરવાનું નક્કી કર્યું હતું. બેંગકોકમાં અલ્તાફનું શકમંદ સંજોગોમાં

મૃત્યુ થયું હતું. ટૂકશે ટુકડે મળેલી બાતમી ના આધારે અન્સારીનાં કસબની મહોર

સ્પષ્ટ થતી હતી. અલ્તાફ પાસેથી બાતમી કઢાવવામાં અન્સારી સફળ તો થયો જ

હોવો જોઈએ નહીં તો સૈયદને અચાનક રંગુન શા માટે તેડાવે, કોઈ કારણ વગર?

સજ્જડ પુરાવાના અભાવથી ટ્રાય ની આ માન્યતા નબળી નહોતી પડી. એટલે જ

સૈયદનું કેટલું કાઢી નાખવાનો નિર્ણય લેવાયો હતો. ટ્રાયના બે નિશાનબાજો ને

સૈયદને મિટાવી દેવાનો આદેશ મળ્યો હતો. ટેલિસ્કોપિક હાઈસ્પીડ બંદૂકોથી

સજ્જ નિશાનબાજો માટે હજાર મીટર થી દૂર પણ અચૂક નિશાન તાકવાનું

આસાન હતું. એમની બંદૂકના ક્રોસ વાયર સૈયદ પર મંડાયેલા હતા. પવનની ઝડપ,
બંદૂકની પકડ, બારીના કાચની જાડાઈ વગેરેની ગણતરી કરીને એક ઝાડની ઓથે

નિશાનબાજો જેની રાહ જોઈ રહ્યા હતા તે પળ આવી. સૈયદનો ચહેરો બારીની

ફ્રેઇમમાં મઢાયો અને બે બંદુકમાંથી નીકળેલી ગોળીઓએ સૈયદની ખોપરીને

હતી ન હતી કરી દીધી. કામ પતાવીને નીકળી રહેલા નિશાનબાજોને અન્સારીએ

જોઈ લીધા, અન્સારીનાં વિચક્ષણ અંગરક્ષકો તરત જ બારી પાસે ધસી આવ્યા,
અંગરક્ષકો અને નિશાનબાજો વચ્ચે ગોળીઓની રમઝટ બોલી પણ એમાં અન્સારી

ન બચ્યો. સરવૈયામાં અન્સારી અને એક નિશાનબાજની લાશ ઢળી હતી.અનાયાસે

જ ટ્રાયનો માર્ગ મોકળો થયો. શુભાંગી અને રેહાનાને લઈને ગગનગામી બનેલ ગલ્ફ

સ્ટ્રીમ વિમાન કલાકમાં બેંગકોક પહોંચ્યું. સુવર્ણભૂમિ એરપોર્ટ ટ્રાફિક કન્ટ્રોલર

તરફથી લેન્ડિંગ ક્લિયરન્સ મળ્યું અને વિમાનનું લેન્ડિંગ ગિયર બહાર આવ્યું કે

તરત જ એક જબબર ધડાકો થયો. વિમાન સાથે એના મુસાફરોનું અસ્તિત્વ

પણ આથમી ગયું.બેંગકોકના કન્ટ્રોલ ટાવર સાથે લેણદેણ પુરી થઇ અને રેડારના

સ્ક્રીન પરથી એક ટ્પકુ અદ્રશ્ય થયું. ઇમરજન્સીની પરિસ્થિતિનું એલાન

કરવાની જરૂર પણ ન રહી કારણ કે એરટ્રાફિક કન્ટ્રોલરની આંખો સમગ્ર

ઘટનાની શાક્ષી હતી. વારાંગનાએ પણ આ ઘટનાની નોંધ લઈને તરત જ ત્રિશૂળ

હેડક્વાર્ટર્સ ને મોકલી આપી. ત્રિશૂળના વિમાનમાં રંગુનને બદલે લક્ષદ્વિપ જઈ

રહેલા પરીક્ષિતને આ સમાચાર પહોંચ્યા.વિમાનના રસાલામાં વિમાનનો

પાયલોટ,કો-પાયલોટ બે એરહોસ્ટેસ તથા શુભાંગી અને રેહાનાનો સમાવેશ

થયેલ હતો.
શુભાંગીના જણાવ્યા પ્રમાણે અન્સારીનું વિમાન એને બેંગકોક પહોંચતી

કરશે અને ત્યાંથી કમર્શિયલ એરલાઈનમાં મુંબઈ પહોંચવાની હતી. પરીક્ષિતને

મળેલા અહેવાલ મુજબ ગલ્ફ સ્ટ્રીમ તૂટી પડ્યું હતું.પણ બેંગકોક પહોંચ્યા

પહેલા કે પછી? એ સવાલના જવાબ ઉપર તો જીવન મરણનો આધાર હતો!

આશાના નાજુક તાંતણે બંધાયેલા સવાલના જવાબનો બોજ ભલભલા પોલાદી

કાળજા ધરાવનારનો પણ પરાભવ કરે; પરીક્ષિત એમાં અપવાદ ન રહી શક્યો.

ત્રિશૂળ ના વિમાનના ટેલીપ્રિન્ટર ઉપર છપાયેલા એક એક શબ્દે એનું કાળજું

ચાળણી ની જેમ વીંધી નાખ્યું. ધીમે ધીમે વાસ્તવિકતા છતી થઇ, સત્ય નગ્ન

સ્વરૂપે પ્રગટ્યું. બીજું સત્ય એ હતું કે ફરજ બજાવવામાંથી પાછીપાની કરવાનો

અવકાશ ન હતો. એક અફસર મટીને બાપ બનવાનું જેટલું કઠિન હતું તેટલું

જ કઠિન બાપ મટીને અફસર બનવાનું હતું. અંતે અફસરની જીત થઇ અને

બાપ હાર્યો.લક્ષદ્વિપની કામગીરી બજાવ્યા બાદ શુભાંગીના મૃત્યુ ના આઘાતને
જીરવવાનો નીર્ધાર કર્યો.

 ભીંતર ના વ્હેણ

                                                          પ્રકરણ: ૬૦

હેલીકૉપટરે હડપ કરેલો મોટરસાયકલ સવાર ડો. લાખાણીની લેબોરેટરી માં લેન્ડ થયો. 

ડો. લાખાણીને આવવાની વાર હતી.તે દરમ્યાનમાં પૂર્વ તૈયારીઓ ચાલી રહી હતી. 

સાયકલ સવારને એના ભેજા પર થનાર રાસાયણિક પ્રક્રિયા અને એના અંજામનો 

અણસાર આવી ગયો. નસીબજોગે એની જડતી નહોતી લેવામાં આવી. એણે 

પેન્ટના ખિસ્સામાંથી એક કેપ્સ્યુલ કાઢીને મોઢામાં મૂકીને દાંતથી કચડી. 

ક્ષણભરમાં કેપ્સ્યુલના તૂટેલા કાચના ટુકડાઓએ જીભ પર કાપા પડ્યા, લોહી 

નીકળ્યું અને કેપ્સ્યૂલમાંથી નીકળેલ પોટેશિયમ સાઇનાઇડ નીકળીને લોહીમાં 

ભળી ગયું. ચાર સેકન્ડમાં સાયકલ સવારને મોઢે ફીણ આવ્યા અને બે હેડકીઓએ 

એના પ્રાણ હર્યા. એની તહેનાતમાં રોકાયેલી નર્સ ડઘાઈ ગઈ, અવાચક બની ગઈ. 

એણે એ વ્યક્તિને બચાવવાના પ્રયત્ન કર્યા હોત તો તે પણ વ્યર્થ હતા કારણ કે 

સાઇનાઇડ જીવલેણ હોય છે.ડો. લાખાણીએ આવતાની સાથે જ સમગ્ર હકીકત 

જાણી .પેલા માણસના ખિસ્સા ફંફોસતા એમાંથી એક રંગુન સ્થિત ઇઝરાયલી 

કમ્પનીનું કાર્ડ અને સાથે લેબેનીઝ પાસપોર્ટ મળ્યો, જે બે વસ્તુઓ ત્રિશૂલને 

હવાલે કરવામાં આવી.

        બાર્ટલ્સટીનના સંગઠનની એક ત્રિપુટીને ત્રિશૂળના અસ્તિત્વની ગંધ 

આવી હતી. ડિફેન્સ મિનિસ્ટર યશપાલ મૈનીના સાળા જોગિન્દરને અનાયાસે 

ત્રિશૂળના દસ્તાવેજો હાથ આવ્યા હતા. એણે સારી એવી કિંમતે બેન્જી 

બાર્ટલિસ્ટિનને એ દસ્તાવેજોની કોપી વેચી હતી. ખાતરી કરવા બેન્જીના 

ત્રણ ચુનંદા માણસો મુંબઈ આવ્યા હતા. એમને પરીક્ષિતના રહેઠાણનો 

પત્તો મેળવ્યો હતો અને સાયકલ સવાર ત્રિશૂળના હેડક્વાર્ટર્સ નો પત્તો 

મેળવવા માટે પરીક્ષિતના રસાલાનો પીછો કરતો હતો. નિયત સમયે એ એના 

શાગિર્દોને મળવા આવ્યો નહીં. ત્રિશૂળના કબ્જામાં આવેલા સાયકલ સવાર 

પાસેથી કોઈ પણ સંજોગોમાં બાતમી કઢાવવાના પ્રયત્નો થાય તે પહેલા સૂચના 

પ્રમાણે સાઇનાઇડ કેપ્સુલ ખાઈને આત્મહત્યા કરી હતી. સાથીદારોએ બીજા 

આયોજનનો અમલ કર્યો અને તેઓ પરીક્ષિતના રહેઠાણે પહોંચ્યા.

             એકનાથ બાગકામમાં વ્યસ્ત હતો. પગરવ સાંભળીને ઉભો થયો 

ત્યાં જ સાયલેન્સર લગાવેલી બંદુકમાંથી છુટેલી ગોળી એના હ્ર્દય સોંસરવી 

ઉતરી ગઈ અને એકનાથે ફની દુનિયાનો ત્યાગ કર્યો.બેમાંની એક વ્યક્તિએ 

રસોડામાં જઈને ગેસના સ્ટવમાંથી ગેસ વહેતો મુક્યો પણ પ્રગટાવ્યો નહીં 

અને એમ ને એમ ગેસ ચાલુ રાખીને બહાર નીકળી ગયો. તે દરમ્યાન બીજા 

આગન્તુકે ઘરની આજુબાજુ એક્સ્પ્લોઝીવસ ગોઠવ્યા . અડધા કલાક બાદ 

ઉર્વશી કામે જવા તૈયાર થઇ. જાનકીને ચા બનાવવા કહ્યું. જાનકી ઉર્વશીનો 

રૂમ વ્યવસ્થિત કરીને અનુરાગના રૂમ તરફ વળી. અનુરાગ સૂતો હતો. અનુરાગને 

ઢંઢોળીને જાનકી ચા બનાવવા રસોઈ ઘરમાં ગઈ. જેવો સ્ટવ ચાલુ કર્યો કે  તરતજ 

એક ધડાકો થયો અને આગ લાગી. મકાનનીઆસપાસ ગોઠવાયેલા દારૂગોળાએ 

બળતામાં ઘી હોમીને આખું મકાન જ્વાળાઓને હવાલે કર્યું. પલાયન થઇ રહેલા 

બે શખ્સોને કોઈએ જોયા નહીં. પંચમહાભૂતના બનેલા ત્રણ દેહ પાછા 

પંચમહાભૂતમાં મળી ગયા. એમની કોઈ આગવી ઓળખ ન રહી. ફાયરબ્રિગિડે 

આવીને  આગ કાબુમાં લીધી.

                           ત્રણ મૃતદેહના અવશેષો કોરોનરને મોકલાવ્યા. નસીબજોગે 

ઉર્વશીનું પર્સ મળ્યું. પર્સ સમુસાજું હતું. પર્સમાંથી મળેલા બિઝનેસ કાર્ડની માહિતીના 

આધારે ઉર્વશીની ઓફિસને દુર્ઘટનાનો અહૅવાલ આપ્યો. ઉર્વશીના કમ્પની ડિરેક્ટરને 

કાને વાત પહોંચી અને એમણે તરત જ માધવનનો સંપર્ક સાધ્યો. સમાચાર સાંભળીને 

માધવન જેવો લોખંડી પુરુષ પણ ક્ષણિક હચમચી ગયો, સમતુલા જાળવવાના પ્રયત્નો 

વામણા બન્યા.  માધવનને કખબર હતી કે પરીક્ષિત લક્ષદ્વિપ જઈ રહ્યો હતો. 

કટોકટીની પળ હતી. માધવન માટે નિર્ણય લેવાનું સરળ નહોતું.પરીક્ષિતને સોંપાયેલી 

કામગીરી નિભાવવામાં વિક્ષેપ પડે તે પણ પાલવે તેમ ન હતું. માધવને પરીક્ષિતને 

રૂબરૂ મળવા માટે લક્ષદ્વિપ જવાનો નિર્ણય કર્યો.

         માધવનના આદેશ મુજબ ન્યુ કેસરીના બોમ્બાર્ડિયર જેટ વિમાનની 

લક્ષ દ્વીપની સફરની તૈયારી થઇ રહી હતી. તે દરમ્યાન ન્યુ કેસરીનું હેલિકૉપ્ટર 

 માધવનને લઈને સંહાર એરપોર્ટ પર પહોંચ્યું.અને ત્યાં થી થોડીક ક્ષણોમાં એને 

લઇને બોમ્બાર્ડિયર જેટ લક્ષદ્વીપની દિશામાં ગગનગામી થયું. બે કલાકની 

ફ્લાઇટ દરમ્યાન માધવનના મગજ ના ચક્રો પણ ગતિમાન રહ્યા. ત્રિશૂળના 

અસ્તિત્ત્વ વિષે કોણે અને કેવી રીતે જાણકારી મેળવી? શું ન્યુ કેસરીનો 

અજ્ઞાતવાસ પણ ઉઘાડો પડ્યો? બાતમી મેળવવાળાઓનો ઉદેશ્ય શું હતો? ન્યુ 

કેસરી અને ત્રિશૂળની સલામતીને અકબંધ રાખવા માટે લીધેલા પગલાં યથાર્થ હતા?

              ઓફિસમથી નીકળતા પહેલા માધવને ત્રિશૂળ અને ન્યુ કેસરીના 

પદાધિકારી ઓને સાવચેતી પૂર્વક પણ શીઘ્રતાથી આ સમસ્યાનો નિવેડો લાવવાનો 

આદેશ આપ્યો હતો. એક વાતતો નક્કી હતી કે કોઈ જાણભેદુ સિવાય અન્ય 

કોઈનો હાથ એમાં ન હોઈ શકે , તો એ જાણભેદુ છે કોણ?  માધવનના  

માનસપટ ઉપર ન્યુકેસરીના અને ત્રિશૂળના સમગ્ર માળખાની 

આકૃતિ ઉપસી આવી.એણે એક પછી એક કર્મચારીઓને મનઃચક્ષુ સમક્ષ 

ખડા કર્યા. કદાચ કશેક નબળી કડી હાથ લાગી જાય. પણ કોઈ ત્રાહિત 

અસંતોષી  કર્મચારી  નજર ન આવ્યો. પ્રત્યેક સ્ટાફ મેમ્બરની નિમણુંક કરતા 

પહેલા અત્યંત ઝીણવટભરી ચકાસણી  કરવામાં  આવતી; જેમાં ઉત્તીર્ણ થવાનું 

અનિવાર્ય હતું. કદાચ કોઈના હાથમાં બાતમી આવે તો પણ કેવીરીતે? કમ્પ્યુટર 

હેકર્સની સફળતા સંભવિત નહોતી કારણ કે વારાંગના એમને ઉઘાડા પાડીને 

હંફાવતી.અર્થાત વારાંગનાના અધિકૃત યુઝરમાંથી  કોઈનો પાસવર્ડ ચોરાયો 

હશે? માધવને તરત સ્ક્રેમ્બલર ફોન પર ન્યુ કેસરીના કમ્પ્યુટર નિષ્ણાતને 

આ બાબતની તપાસ કરવા જણાવ્યું.

                       ત્યારબાદ માધવને પરીક્ષિતની મુલાકાત વિષે વિચાર્યું. 

માધવનની સમગ્ર કારકિર્દીમાં જવલ્લે જ એવું બન્યું હતું, જયારે હકીકતોની 

કઠોરતાએ એને હંફાવ્યો હોય. પરીક્ષિતને એ વર્ષોના સમાગમ પછી નખશીખ 

ઓળખતો હતો પણ એવો કારમો આઘાત તો પોલાદી પુરુષો પણ ન જીરવી શકે. 

જીવનની ક્ષણભંગુરતા તો સર્વવિદિત છે પણ આવી મુશળધાર ઘટ્નાઓના 

પુરમાં તો ભલભલા તણાઈ જાય. કદાચ પહેલીવાર માધવને એક અગમ્ય લાચારી અનુભવી.

         કન્યાકુમારી અને ખતીજા રંગુન પહોંચ્યા. એમની મંઝિલ એક હતી પણ રાહ અલગ, 

ખતીજા બેંગકોકથી કારમાં અને કન્યાકુમારી વિમાનમાં આવી. ખતીજાએ વાહીદ 

અને વઝીર નો સંપર્ક સાધ્યો. એ લોકો પણ ઠરીઠામ થયા હતા, એ જ મિલિટરી 

કેમ્પ માં જ્યાં ત્રિશૂળના ડ્રાઈવરને કેદ રાખવામાં આવ્યો હતો. ડ્રાઈવર છટકી 

ગયો એના બુરા પ્રત્યાઘાત પડ્યા હતા. સલામતીનો પ્રબંધ પ્રબળ બન્યો. જો કે 

ખતીજાને ઝાઝી તકલીફ ન નડી. એના કામણનો ભોગ બનવા માટે તો 

સ્વયંસેવકો ખોળવા જવું પડે તેમ નહોતું.ટૂંકમાં અહીં પણ સગવડિયું સગપણ 

સાર્થક થયું. કન્યાકુમારી માટે તો હોટેલ બ્રહ્મપુત્રા માં રિઝર્વેશન હતું એટલે 

એને કોઈ તકલીફ નહોતી. મોસાદના અધ્યક્ષ જે અહીં રેમન્ડ રાઉસના તખલ્લુસ 

હેઠળ ઉતર્યા હતા તેમણે કન્યાકુમારીને કહેણ મોકલાવ્યું કે “જિન-તાઓ-મિન્હ આપણી વચ્ચે સંપર્કની સાંકળ છે. એની મારફત સંદેશા કે સૂચના વગેરેની 

આપલે થશે.” રેમન્ડ રાઉસે જિન તાઓને પણ કન્યાકુમારીના આગમનની 

ખબર આપી હતી.

 પરીક્ષિત લક્ષદ્વિપ પર પહોંચવાની તૈયારીમાં  જ હતો ત્યાં એના વિમાનના 

ટેલીપ્રિન્ટર ઉપર સમાચારનો ઝબકારો થયો. વારાંગનાને સોંપવામાં આવેલી 

ઉર્વશીની કમ્પનીના પ્રત્યેક પ્રોગ્રામમાં ચાલી રહેલી અવરજવરનો અહેવાલ હતો. 

કોઈ પણ અનધિકૃત પ્રવેશ થયો નહોતો. ફક્ત એટલું જ જાણવા મળ્યું કે ડિફેન્સ 

ડિપાર્ટમેન્ટના એકજ કમ્પ્યુટર ટર્મિનલ ઉપર સહુથી વધુ અવરજવર નજર આવી 

હતી. પરીક્ષિતે ડિફેન્સ  ડિપાર્ટમેન્ટના કમ્પ્યુટર અધ્યક્ષ સાથે સ્ક્રેમ્બલર ફોન દ્વારા 

વાત કરી અને વધુ તપાસ કરવાની વિનંતી કરી. અડધા કલાક બાદ નિષ્ણાતનો 

રિપોર્ટ આવ્યો ત્યારે પરીક્ષિત એરક્રાફ્ટ કેરિયર “લાલ બહાદુર” ના કેપ્ટ્ન સાથે

 મંત્રણા કરી રહ્યો હતો. ડિફેન્સ નિષ્ણાતના જણાવ્યા મુજબ એ ટર્મિનલનું કી 

બોર્ડ  કોમ્પ્રોમાઇઝ થયું હતું. એ કી બોર્ડની દરેક કી ની ઇલેક્ટ્રોનિક સંજ્ઞા, 

સિંગનેચરની ઓળખનો પ્રોગ્રામ હતો; વાયરલેસ ફોન દ્વારા રંગુનમાં બેન્જી 

બાર્ટલિસ્ટિનને પ્રત્યેક કી ની હિલચાલનો અહેવાલ મળતો. અર્થાત એ 

ટર્મિનલના કી બોર્ડ પર થી વપરાતી દરેક કી ની માહિતી એકત્રિત થઈને 

બેન્જીને પહોંચતી. કમ્પ્યુટર હેક કરવાની જરૂર નહોતી!

             ડિફેન્સ ડિપાર્ટમેન્ટના નિષ્ણાતે હાલ પૂરતું તો આ વ્યવસ્થા ચાલુ 

રાખવાનું નક્કી કર્યું હતું. પણ એ કી બોર્ડ વજૂદ વગરની બાતમીના પ્રસારણ 

માટે વાપરીને બેન્જીને ભરમાવવો કે ગૂંચવણમાં નાખવો. પરીક્ષિતે મંત્રણા 

પતાવી અને “લાલ બહાદુર” ના ડેક પર આવ્યો ત્યારે એને આ બાતમી મળી. 

એણે તરત જ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના નિષ્ણાત સાથે વાતચીત કરીને એની 

કામગીરીને વખાણી અને બેન્જીને ગાફેલ રાખવાના આયોજન સાથે સંમત થયો.

           ત્યારબાદ પરીક્ષિત અને એર માર્શલ મુખરજીએ ભેગા મળીને  હવાઈ 

સુરક્ષાની સમીક્ષા કરી. કોઈ પણ વિગત ધ્યાન બહાર નહોતી, એની ખાત્રી કરીને 

વામન અને વિનાયક સાથે પરીક્ષિત ત્રિશૂળના વાઈકાઉન્ટ જેટમાં રંગુન જવા 

રવાના થયો. બીજી તરફ માધવનના બોમ્બાર્ડિયર જેટને પરીક્ષિતના વિમાનના 

ટેઈક ઓફ બાદ લેન્ડિંગ ક્લિયરન્સ મળ્યું. માધવનના વિમાનનો પાયલોટ કન્ટ્રોલ 

ટાવરના સંપર્કમાં હતો એટલે એને ખ્યાલ આવી ગયો કે પરીક્ષિત લક્ષદ્વીપથી 

નીકળીને રંગુન જઈ રહ્યો હતો. પ્લેન લેન્ડ થયું એટલે એણે માધવનને  જાણ કરી. 

માધવન એની આદત મુજબ મૌન રહ્યો.

                                   આમ તો લક્ષદ્વીપમાં માધવન માટે કોઈ કામગીરી 

નહોતી અને એ કોઈના કામમાં દખલ દેનારાઓમાંથી નહોતો. એરપોર્ટની 

અલ્પ સુવિધાનો લાભ લીધો.સ્ક્રેમ્બલર ફોનથી એણે પોતાની ઓફિસ નો નમ્બર 

જોડ્યોઅને સેક્રેટરીને કહ્યું કે “પરીક્ષિત કે અન્ય કોઈ પણ અગત્યનો ફોન કોલ 

મારા મોબાઈલ પર ટ્રાન્સફર કરવો.” ત્યારબાદ માધવને પ્રાઈમ મિનિસ્ટર 

નિત્યાનંદને ફોન જોડ્યો. ત્રિશૂળના ધારાધોરણ અનુસાર પ્રાઈમ મિનિસ્ટર 

અને હોમ મિનિસ્ટર ને પરીક્ષિત પર આવી પડેલી આપત્તિનો અહેવાલ મળી 

ચુક્યો હતો અને માધવન પરીક્ષિતને રૂબરૂ મળવા લક્ષદ્વિપ આવી રહ્યો હતો, 

તે વાતની પણ જાણ હતી જ. માધવને તાજા ખબર આપતા જણાવ્યુકે ” હું 

લક્ષદ્વિપ પહોંચું તે પહેલા પરીક્ષિત રંગુન જવા નીકળી ચુક્યો હતો. હું એને મળવા 

રંગુન જઈશ.” ન્યુ કેસરી  અને ત્રિશૂળના સર્વોચ્ચ ઓફિસરો પૈકી બેમાંથી એક તો 

હમેશા હેડ ક્વાર્ટર્સ પર ઉપસ્થિત હોય એ આવશ્યક હતું.આ પહેલો અપવાદ હતો. 

માધવને ભાસ્કર ચૌહાણને બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં ફોન કરીને દેખરેખ રાખવાની 

ભલામણ કરી. ભાસ્કર ચૌહાણ પણ આવા દુઃખદ સમાચાર સાંભળીને શોકાતુર બન્યો.

                બોમ્બાર્ડિયરનું રિફ્યુઅલિંગ થયું એટલે તરત જ રંગુન જવા માટેના 

પેપરવર્કની વિધિ પતાવીને વિમાન માધવનને લઈને જોતજોતામાં ધરતી સાથે 

નો સંબંધ તોડીને આકાશમાં અદ્રશ્ય થઇ ગયું. રંગુનના એરપોર્ટના એર ટ્રાફિક 

કન્ટ્રોલ ટાવર માં બે પ્રાઇવેટ જેટ આવી રહ્યા હતા, એની ખબર વાયુવેગે ફેલાઈ 

ગઈ. બેન્જીને ખબર આપવાનો પ્રયાસ નિષ્ફ્ળ ગયો પણ  અનાયાસે મોસાદને 

અને ટ્રાય ને ખબર પડી, તેમના કાન સરવા થયા. એમણે આગંતુકો ઉપર નજર 

રાખવાનું નક્કી કર્યું;કદાચ કોઈ માલેતુજાર  આરબ અન્સારીની વ્હારે આવતો 

હોય! આ બાજુ ત્રિશૂળ તરફથી એજન્ટ “આર” ને પણ એ જ ખબર મળી. 

એણે ટેક્સ્ટ મેસેજ દ્વારા જોસેફનો સંપર્ક સાધ્યો અને શીઘ્રતાથી પાછા ફરવાનું 

જણાવ્યું. જોસેફ તે સમયે વિનાયકને છોડાવવાની પેરવીમાં હતો. એ  જે મકાનમાં 

કેદ હતો તેની પરિક્રમા કરી રહ્યો હતો, ભીંતર કી તો રામ જાને! જોસેફ કેવી રીતે 

મકાનમાં પ્રવેશવું એની ગડમથલમાં હતો. હજુ સુધી કોઈએ એને રોક્યો નહોતો 

કારણ કે પૂછપરછ કરનારને એ કહેતો કે   ‘ હું વોરોસિલોવ સાથે કામ કરું છું અને 

કામગીરી અત્યંત ખાનગી હોવાથી કઈં કહી ન શકું.”

                 પરંતુ આ બનાવટ ક્યાં સુધી ચાલશે, તે કહેવું મુશ્કેલ હતું.

અંતે તેણે મરણીયો પ્રયાસ આદર્યો. મકાનની બહાર ઉભેલા ચોકીદારને 

જણાવ્યું કે “વોરોસિલોવ અહીં રાખેલા કેદીને મળવા માંગે છે. ચાઈના થી  

આવી રહેલી સામગ્રી નો નાશ થયો છે પણ આ કેદીને અણુશસ્ત્રો વિષે જાણકારી 

હોવાથી અટકી ગયેલું કામ ઝડપથી પૂરું કરી શકાશે.” ચોકીદાર બોલ્યો ” કેદીને 

કોઈ પણ સંજોગોમાં મુક્ત નહીં કરવાનો હુકમ છે.” જોસેફે પૂછ્યું” વોરોસિલોવ 

કોણ છે એ તું જાણેછે? એના કામમાં દખલ કરનારના બુરા હાલ થાય છે.” ચોકીદાર

 જરાક પીગળ્યો અને એણે એના ઉપરી સાથે વાત કરવા માટે શર્ટ પર લગાવેલ 

વાયરલેસ મોબાઈલનું બટન દબાવવા ડોકું નીચું કર્યું એટલે તરત જ જોસેફે ઝડપથી 

ચોકીદારની ડોક પકડી અને મરડી નાખી.ચોકીદાર થોડા સંયમ બાદ ભાનમાં તો 

આવી જશે પણ એનું ધડ નકામું થઇ ગયું હશે.

            ચોકીદારનો મોબાઈલ લઈને જોસેફે મકાનમાં પ્રવેશ કર્યો. અંદર બે ચોકીદારો 

ટીવી પ્રોગ્રામ જોવામાં તલ્લીન હતા.એમની નજર ચૂકાવીને જોસેફ દાદરા ચઢીને 

ઉપરના માળે ગયો. ઓરડીઓની હાર નજરે આવી. એણે દરેક રૂમ ના બંધ બારણાં 

ઉપર ત્રિશૂળના સંજ્ઞાસૂચક ટકોરા માર્યા. ચોથા બારણાની ઓથેથી પ્રત્યુત્તર આવ્યો 

એટલે એણે ધીમા અવાજે એક સવાલ પૂછ્યો, જેનો જવાબ ત્રિશૂળનો માણસ જ 

આપી શકે.યથાયોગ્ય જવાબ મળ્યો એટલે જોસેફે સાથે આણેલા હથિયારથી 

બારણાંનું તાળું ખોલી નાખ્યું અને વિનાયકને ભેટ્યો. બેઉં જણા સાવધાનીથી 

નીચે આવ્યાને ચોકીદારો ની નજર ચૂકાવીને બહાર નીકળ્યા. લપાઈ છુપાઈને 

જોસેફે પાડેલા છીંડામાંથી વાળ ઓળંગીને જંગલ માં અદ્રશ્ય થઇ ગયા. જોસેફે 

કરેલી નિશાનીઓના આધારે હાઇવે પર આવ્યા અને એજન્ટ “આર” ને ટેક્સ્ટ 

મેસેજ મોકલ્યો. અડધા કલાકમાં એજન્ટ “આર” ની કાર  આવીને નિર્ધારિત 

 સ્થળે ઉભી રહી. એની હેડ  લાઇટનો સાંકેતિક સંદેશો જોઈને એક ઝાડની 

ઓથે છુપાયેલા  વિનાયક અને જોસેફ બહાર આવ્યા  અને ત્રણે જણા 

એજન્ટ “આર”ને રહેઠાણે પહોંચી ગયા,

              આમ તો લક્ષદ્વીપમાં માધવન માટે કોઈ કામગીરી નહોતી અને 

એ કોઈના કામમાં દખલ દેનારાઓમાંથી નહોતો. એરપોર્ટની અલ્પ સુવિધાનો 

લાભ લીધો.સ્ક્રેમ્બલર ફોનથી એણે પોતાની ઓફિસ નો નમ્બર જોડ્યોઅને 

સેક્રેટરીને કહ્યું કે “પરીક્ષિત કે અન્ય કોઈ પણ અગત્યનો ફોન કોલ મારા મોબાઈલ

પર ટ્રાન્સફર કરવો.” ત્યારબાદ માધવને પ્રાઈમ મિનિસ્ટર નિત્યાનંદને ફોન 

જોડ્યો. ત્રિશૂળના ધારાધોરણ અનુસાર પ્રાઈમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર 

ને પરીક્ષિત પર આવી પડેલી આપત્તિનો અહેવાલ મળી ચુક્યો હતો અને માધવન 

પરીક્ષિતને રૂબરૂ મળવા લક્ષદ્વિપ આવી રહ્યો હતો, તે વાતની પણ જાણ હતી જ. 

માધવને તાજા ખબર આપતા જણાવ્યુકે ” હું લક્ષદ્વિપ પહોંચું તે પહેલા પરીક્ષિત 

રંગુન જવા નીકળી ચુક્યો હતો. હું એને મળવા રંગુન જઈશ.” ન્યુ કેસરી  અને 

ત્રિશૂળના સર્વોચ્ચ ઓફિસરો પૈકી બેમાંથી એક તો હમેશા હેડ ક્વાર્ટર્સ પર 

ઉપસ્થિત હોય એ આવશ્યક હતું.આ પહેલો અપવાદ હતો. માધવને ભાસ્કર 

ચૌહાણને બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં ફોન કરીને દેખરેખ રાખવાની ભલામણ કરી. 

ભાસ્કર ચૌહાણ પણ આવા દુઃખદ સમાચાર સાંભળીને શોકાતુર બન્યો.

                બોમ્બાર્ડિયરનું રિફ્યુઅલિંગ થયું એટલે તરત જ રંગુન જવા માટેના 

પેપરવર્કની વિધિ પતાવીને વિમાન માધવનને લઈને જોતજોતામાં ધરતી સાથે 

નો સંબંધ તોડીને આકાશમાં અદ્રશ્ય થઇ ગયું. રંગુનના એરપોર્ટના એર ટ્રાફિક 

કન્ટ્રોલ ટાવર માં બે પ્રાઇવેટ જેટ આવી રહ્યા હતા, એની ખબર વાયુવેગે ફેલાઈ 

ગઈ. બેન્જીને ખબર આપવાનો પ્રયાસ નિષ્ફ્ળ ગયો પણ  અનાયાસે મોસાદને 

અને ટ્રાય ને ખબર પડી, તેમના કાન સરવા થયા. એમણે આગંતુકો ઉપર નજર 

રાખવાનું નક્કી કર્યું;કદાચ કોઈ માલેતુજાર  આરબ અન્સારીની વ્હારે આવતો 

હોય! આ બાજુ ત્રિશૂળ તરફથી એજન્ટ “આર” ને પણ એ જ ખબર મળી. એણે 

ટેક્સ્ટ મેસેજ દ્વારા જોસેફનો સંપર્ક સાધ્યો અને શીઘ્રતાથી પાછા ફરવાનું 

જણાવ્યું. જોસેફ તે સમયે વિનાયકને છોડાવવાની પેરવીમાં હતો. એ  જે મકાનમાં 

કેદ હતો તેની પરિક્રમા કરી રહ્યો હતો, ભીંતર કી તો રામ જાને! જોસેફ કેવી રીતે 

મકાનમાં પ્રવેશવું એની ગડમથલમાં હતો. હજુ સુધી કોઈએ એને રોક્યો નહોતો 

કારણ કે પૂછપરછ કરનારને એ કહેતોકે   ‘ હું વોરોસિલોવ સાથે કામ કરું છું 

અને કામગીરી અત્યંત ખાનગી હોવાથી કઈં કહી ન શકું.”

                 પરંતુ આ બનાવટ ક્યાં સુધી ચાલશે, તે કહેવું મુશ્કેલ હતું.અંતે તેણે 

મરણીયો પ્રયાસ આદર્યો. મકાનની બહાર ઉભેલા ચોકીદારને જણાવ્યું કે

 “વોરોસિલોવ અહીં રાખેલા કેદીને મળવા માંગે છે. ચાઈના થી  આવી રહેલી 

સામગ્રી નો નાશ થયો છે પણ આ કેદીને અણુશસ્ત્રો વિષે જાણકારી હોવાથી 

અટકી ગયેલું કામ ઝડપથી પૂરું કરી શકાશે.” ચોકીદાર બોલ્યો ” કેદીને કોઈ પણ 

સંજોગોમાં મુક્ત નહીં કરવાનો હુકમ છે.” જોસેફે પૂછ્યું” વોરોસિલોવ કોણ છે 

એ તું જાણેછે? એના કામમાં દખલ કરનારના બુરા હાલ થાય છે.” ચોકીદાર જરાક 

પીગળ્યો અને એણે એના ઉપરી સાથે વાત કરવા માટે શર્ટ પર લગાવેલ વાયરલેસ

 મોબાઈલનું બટન દબાવવા ડોકું નીચું કર્યું એટલે તરત જ જોસેફે ઝડપથી 

ચોકીદારની ડોક પકડી અને મરડી નાખી.ચોકીદાર થોડા સંયમ બાદ ભાનમાં 

તો આવી જશે પણ એનું ધડ નકામું થઇ ગયું હશે.

            ચોકીદારનો મોબાઈલ લઈને જોસેફે મકાનમાં પ્રવેશ કર્યો. અંદર બે 

ચોકીદારો ટીવી પ્રોગ્રામ જોવામાં તલ્લીન હતા.એમની નજર ચૂકાવીને જોસેફ 

દાદરા ચઢીને ઉપરના માળે ગયો. ઓરડીઓની હાર નજરે આવી. એણે દરેક 

રૂમ ના બંધ બારણાં ઉપર ત્રિશૂળના સંજ્ઞાસૂચક ટકોરા માર્યા. ચોથા બારણાની 

ઓથેથી પ્રત્યુત્તર આવ્યો એટલે એણે ધીમા અવાજે એક સવાલ પૂછ્યો, જેનો 

જવાબ ત્રિશૂળનો માણસ જ આપી શકે.યથાયોગ્ય જવાબ મળ્યો એટલે જોસેફે 

સાથે આણેલા હથિયારથી બારણાંનું તાળું ખોલી નાખ્યું અને વિનાયકને ભેટ્યો. 

બેઉં જણા સાવધાનીથી નીચે આવ્યાને ચોકીદારો ની નજર ચૂકાવીને બહાર નીકળ્યા. 

લપાઈ છુપાઈને જોસેફે પાડેલા છીંડામાંથી વાળ ઓળંગીને જંગલ માં અદ્રશ્ય 

થઇ ગયા. જોસેફે કરેલી નિશાનીઓના આધારે હાઇવે પર આવ્યા અને એજન્ટ

 “આર” ને ટેક્સ્ટ મેસેજ મોકલ્યો. અડધા કલાકમાં એજન્ટ “આર” ની કાર  આવીને 

નિર્ધારિત  સ્થળે ઉભી રહી. એની હેડ  લાઇટનો સાંકેતિક સંદેશો જોઈને એક 

ઝાડની ઓથે છુપાયેલા  વિનાયક અને જોસેફ બહાર આવ્યા  અને ત્રણે 

જણા એજન્ટ “આર”ને રહેઠાણે પહોંચી ગયા,

              હમેશ મુજબ કમ્પ્યુટર મોનિટરની ઝબકતી લાઈટ જોઈને એજન્ટ 

“આર” ને અણસાર આવ્યો કે કોઈક અગત્યનો સંદેશો આવ્યો હતો. તરત 

એણે કમ્પ્યુટર ચાલુ કર્યું અને મોનિટર પર આંકડા અને અક્ષરોની ઇંદ્રજાળ 

બિછાઈ ગઈ. એણે તરત જ એક સ્પેશિયલ ડિસ્ક કમ્પ્યુટર ના સીડી પ્લેયરમાં 

મૂકી અને ક્ષણભરમાં આંકડા અને અક્ષરોની જગ્યાએ શિસ્તબદ્ધ  વાક્યોની 

વણઝાર વહેવા લાગી. એણે તરત જ જોસેફ અને વિનાયકને બોલાવીને 

સંદેશો વંચાવ્યો. ઘડીકમાં મૌનનું સામ્રાજ્ય છવાઈ ગયું. અન્સારીનું ગલ્ફ સ્ટ્રીમ 

વિમાન જીવલેણ હોનારતમાં નાશ પામ્યું હતું. વિમાનના રસાલામાંથી કોઈ 

બચ્યું નહોતું. એમાંય જાણે બળતામાં ઘી હોમાયું હોય એમ બીજા સંદેશાએ 

તો એમને ક્યાંયના ન રહેવા દીધા. પરીક્ષિતના રહેઠાણ પર એક વિનાશી 

ધડાકો થયો હતોઅને બળીને ભડતુ થઇ ગયેલી ઓળખી ન શકાય એવી 

ચાર લાશો મળી હતી. જોસેફ અને વિનાયક માટે આઘાતજનક ઘટના 

જીરવવી આસાન નહોતી.

              આવી શોકમગ્ન હાલતમાં પણ આગળ લેવાના પગલાંની અવગણના 

કરવાનું શક્ય નહોતું. એમને સોંપાયેલી કામગીરીના આયોજનમાં મન પરોવ્યું. 

એમણે વોરોસિલોવની પ્ર્યોગશાળાનો નાશ કરવાની તૈયારી કરી અને એને 

જીવતો કેદ કરવાનો પ્લાન ઘડ્યો. એણે બનાવેલા અણુશસ્ત્રો નો નાશ કરવા 

માટેના પગલાં વિચારી લીધા. યેન કેન પ્રકારેણ વોરોસિલોવ પાસેથી ષડ્યંત્રમાં 

સંડોવાયેલા તમામ લોકોની બાતમી મેળવવી. આયોજન એવું હતું કે વોરોસિલોવને 

કેદ કર્યા બાદ ટાઈમ બોમ્બથી આખી પ્ર્યોગશાળાનો નાશ કરવો. અલબત્ત, 

અણુશસ્ત્રો કબ્જે કર્યા બાદ!

                         માધવનના આદેશ પ્રમાણે વિમાનના કેપ્ટ્ન દીક્ષિતે વિમાનની 

ઝડપ વધારી અને નિયત સમય કરતા ત્રીસ મિનિટ વહેલા રંગુન પહોંચી ગયા. 

માધવન ઈમમિગ્રેશનની વિધિ પતાવીને અંગરક્ષકો સાથે બહાર આવ્યો. 

ડિપ્લોમેટિક પાસપોર્ટ હોવાને કારણે કામ ઝડપભેર પતી ગયું. માધવનની 

સેક્રેટરી પાસે એજન્ટ “આર” ને માધવનના રસાલાના આગમનની અગાઉથી 

જાણ કરવા માટે પૂરતો સમય નહોતો.નસીબજોગે એજન્ટ “આર”ને પહોંચતા 

વાર ન લાગી. ઔપચારિકઅભિવાદન પત્યું એટલે તરત જ રસાલો એજન્ટ

 “આર” ના રહેઠાણે પહૉચયો.જોસેફ અને વિનાયક પરીક્ષિતને લેવા જાય એમ નક્કી થયું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: