ભીંતર ના વ્હેણ પ્રકરણ ૬૧

ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૬૧
માધવને “ન્યુ કેસરી” હેડક્વાર્ટર્સનો નંબર જોડ્યો અને સ્ક્રેમ્બલર ફોન પર વાત કરી.

એણે ડિફેન્સ ડિપાર્ટમેન્ટ ના કોમ્પ્રોમાઇઝડ કી બોર્ડનો ઉપયોગ કરવા ઘડેલી યોજના

વિષે ‘ન્યુ કેસરી”ના કમ્પ્યુટર નિષ્ણાતને સમજણ આપી. અન્સારીનાં હરીફ દુશમનોને

અન્સારીનાં વિમાનને નડેલા અકસ્મમતની ખબર પહોંચાડવી. અન્સારીનું શું થયું એની

અટકળ બાંધવી.અન્સારીનાં અફીણના ઉદ્યોગને હાનિ પહોંચાડવાનો અથવા હસ્તગત

કરવાનો મોકો મળે તેવી સંભાવનાનો નિર્દેશ કરવો. આ માહીતી બેન્જી ને પહોંચ્યા

બાદ તેના કેવા પ્રત્યાઘાતો પડશે એની અટકળ ઉપર નિશ્ચયાત્મક વ્યૂહરચના કરવાનું

વ્યર્થ હતું. હાલ પૂરતું તો “જેવા પડશે તેવા દેવાશે”નું વલણ અખત્યાર કર્યું. જોસેફ અને

વિનાયકની વિનંતીને માન આપીને માધવને એમની સાથે વ્યૂહરચનાની મસલત કરી.

જોસેફ અને વિનાયક પરીક્ષિતના હાથ નીચે કામ કરતા હતાને માધવન અન્યની

કામગીરીમાં વણમાગી દખલ દેવામાં માનતો નહોતો. નસીબજોગે એમના
આયોજનમાં કોઈ નબળી કડી ન જણાઈ. માધવને સ્ક્રેમ્બલર ફોનથી પ્રાઈમ

મિનિસ્ટરને અહેવાલ આપ્યો. જોસેફ અને વિનાયક રંગુન એરપોર્ટ ભણી રવાના થયા.

પરીક્ષિતનું વિમાન લેન્ડ થયું હતું. ઇમિગ્રેશનની વિધિ પતાવીને પરીક્ષિત વિશ્વનાથ

અને વામન સાથે બહાર આવ્યો ત્યારે જોસેફ અને વિનાયક પરીક્ષિતને રિસીવ કરવા

આવી પહોંચ્યા હતા. રંગુનના એરપોર્ટ પર દૂર પાર્ક થયેલું બોમ્બાર્ડિયર પરીક્ષિતના

ધ્યાન બહાર ન રહ્યું. વિમાન જોઈને થયેલું કુતુહલ તો શમાવ્યું પણ સંશય જરૂર

ઉદભવ્યો- એ વિમાન માધવનનું હોય તો અહીં શા માટે? કઠિન સંજોગોમાં પણ

પરીક્ષિતની માનસિક સમતુલા અકબંધ હતી. અર્જુનની જેમ એનું લક્ષ્ય પક્ષીની

આંખ પર કેન્દ્રિત હતું. માત્ર આંખ જ સ્પષ્ટ દેખાતી હતી, બાકીનું બધું ધૂંધળું હતું.
જોસેફ અને વિનાયકની પણ કસોટી થતી હતી.ગમગીનીના બોજ તળે દબાયેલા

હૈયે એમણે વોરોસિલોવની પર્યોગશાળાનો નાશ કરવા માટે ઘડેલી યોજનાનીવાત કરી.

પરીક્ષિતે આદત મુજબ એકાગ્ર ચિત્તે સાંભળ્યું. યોજના સુઘડ હતી. વોરોસિલોવને કેદ

કરવાની અગત્યતા ઉપર ભાર મુક્યો અને વિશ્વનાથને જોસેફ અને વિનાયકની

કામગીરીમાં હિસ્સેદાર બનાવ્યો. વિશ્વનાથને માટેતો “ભાવતું હતું ને વૈદે કીધું” જેવું

થયું!વાતાવરણમાં મૌન છવાયું અને જોતજોતામાં એજન્ટ “આર”નું રહેઠાણ દ્રષ્ટિમાન

થયું. રહેઠાણનો અડધો હિસ્સો ઓફિસ તરીકે વપરાતો હતો. પરીક્ષિતના રસાલાની

આગતાસ્વાગતા કરવામાં આવી. પરીક્ષિતના પગલાં ઓફિસ તરફ વળ્યાં. કોન્ફરન્સ

રૂમમાં માધવનને જોઈને કશુંક અઘટિત બન્યું હોવાનો અણસાર આવ્યો.
માધવનનો ચહેરો આદત મુજબ હાવભાવ વગરનો હતો.છતાંય આંખોની ઘનતામાં

કારુણ્ય ડોકાયા વગર ન રહી શક્યું.પરીક્ષિત માધવનને સારી રીતે જાણતો હતો.

એટલે એણે જ પહેલ કરી. “આપણા બેમાંથી એક હંમેશા હેડક્વાર્ટર્સમાં ઉપસ્થિત

રહેશે, એ નિયમમાં
અપવાદ અનિવાર્ય સંજોગોના ગામ્ભીર્યનો નિર્દેશ કરે છે.” પરીક્ષિત અટક્યો પણ

માધવન ચૂપ હતો એટલે એણે આગળ ચલાવ્યું. “ પહેલા અહીં કરવા માટેની

કામગીરીની છણાવટ અને વહેંચણીની વ્યવસ્થા કરીને ચક્રો ગતિમાન કરીએ તે

યોગ્ય રહેશે.” જવાબમાં માધવને હકાર ભણ્યો. માધવનના અંગરક્ષકો એજન્ટ

“આર”ના મુકામે ફરજ ઉપર રહેશે. વામન, વિનાયક, જોસેફ અને વિશ્વનાથને
હિસ્સે વોરોસિલોવની પ્રયોગશાળા આવી. એજન્ટ “આર” સંદેશવ્યવહારનું સંકલન

કરશેઅને તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવાના પગલાં લેશે. સભા બરખાસ્ત થઇ.
માધવન અને પરીક્ષિત કોન્ફરન્સ રૂમમાં એકલા પડ્યા. માધવને વાતનો દોર

સાંભળ્યોએને શુભાંગીના દુઃખદ અવસાન બદલ સહાનુભૂતિ તો વ્યક્ત કરી પણ

અલ્પ શબ્દોમાં. પરીક્ષિત કળી ગયો કે એટલા માટે થઈને માધવન અહીં સુધી

ન આવે, જરૂર કોઈક ગંભીર બાબત હોવી જોઈએ.પરીક્ષિતે કહ્યું” મારુ માનવું

છે કે તમે અહીં દિલાસોવ્યક્ત કરવા આવો તે તમારી અનુકંપા સૂચવે છે પણ એ તો
સમુદ્રમાં તરતી હિમશિલાની ટોચ માત્ર છે. એવું કઈં જરૂર છે કે જે તમે મને કહેતા

અચકાવ છો પણ કહ્યા વગર છૂટકો નથી.” વળી પરીક્ષિત પાછો અટક્યો. માધવનના

ચહેરા ઉપર અણધારી અનુકંપા,લાચારી અને કરુણાના આછાંપાતળા શેરડા પડ્યા. પરીક્ષિત
પ્રોત્સાહન આપતા બોલ્યો, ” તમારી જાતને વધુ કષ્ટ આપવું અયોગ્ય છે, અનાવશ્યક છે.

તમારે મનનો ભાર હળવો કરવો જ રહ્યો. માટે જે કઈં કહેવું હોય તે નિઃસંકોચ કહો.”
માધવને શરૂઆત કરતા કહ્યું કે “જે કહેવું છે તે કહેવા માટે શબ્દો શોધ્યા જડે

તેમ નથી. દુર્ભાગ્યે મારા ભાગે તમને અત્યંત માઠાં સમાચાર આપવાનું અનિવાર્ય

બન્યું છે.” ક્ષણભર રોકાઈને આગળ ચલાવ્યું ” તમારા રહેઠાણનો બૉમ્બ બ્લાસ્ટમા

ં વિનાશ થયો છે. ઉર્વશી, અનુરાગ, જાનકી અને એકનાથ મૃત્યુ પામ્યા છે.” ફરી માધવન

થંભ્યો. આ વખતે મૌન વધુ ચાલ્યું. પરીક્ષિત જડવત બની ગયો.
એની સ્થિર આંખો સમક્ષ એનું ઘર તરવર્યું અને ક્ષણભરમાં અલોપ થયું.

એણે ચિત્તને ઢંઢોળ્યું પણ વાસ્તવિકતાની પ્રતિભાશાળી કઠોરતાએ ફરી એક વાર

એના ઘર સમીપ તો ન ફરકવા દીધો એ તો ઠીક, પણ પત્ની અને બાળકોથી પણ

અળગો રાખ્યો..એક જ ક્ષણમાં એના અંતર ઉપરથી સંબંધોની કાંચળી ઉતરી ગઈ.

કુટુંબકબીલાની હસ્તી આસ્તે આસ્તે ક્ષીણ બની…ઝાંખી થતી રહી…અને કોઈક
અંધકારના આવરણ ઓઢીને વિલીન થઇ.એના અંતરમાં એક ન પુરી શકાય એવી

ઉણપના ખંડેરો શેષમાત્ર રહ્યા. આપ્તજનોને અલવિદા કહેવાનો પણ મોકો ન મળ્યો.

પરીક્ષિતે એમને હ્ર્દયના એક ખૂણામાં આજીવન સાચવવાનો નિર્ણય કર્યો કારણ

કે હ્ર્દયમાં કંડારાયેલી સ્મૃતિરેખાઓ ચૈતન્ય સભર હોય છે,જીવંત હોય છે, અજરા

અમર રહે છે. માધવન પરીક્ષિતની લાચાર હાલતનો લાચાર શાક્ષી બની રહ્યો.

લાંબા સમય સુધી મૌનનું સામ્રાજ્ય ફેલાયું. કદાચ આવી પરિસ્થિતિમાં પોકળ

શબ્દો કરતા અર્થસભર મૌનથી નિખાલસ સહાનુભૂતિ વ્યક્ત થઇ શકે છે. આખરે

માધવને મૌન તોડ્યું.”બૉમ્બ સ્ક્વોડના જણાવ્યા મુજબ બોબમ પ્લાસ્ટિક

એક્સ્પ્લોઝીવ માંથી બનાવવામાં આવ્યો હતો.” પરીક્ષિત નિર્લેપભાવે સાંભળી રહ્યો. “
આવા સંજોગોમાં જવાબદારીનો બોજ તમારે શિરે ન રહે તે ઉચિત છે. સંજોગો ભલે

કપરા હોય,ફરજ બજાવવામાંથી પાછીપાની કરનારાઓમાંથી તમે નથી.છતાંય હું

અને ભાસ્કર ચૌહાણ એ બોજ હળવો કરીશું.”પરીક્ષિતે પ્રત્યુત્તર વાળ્યો ,”કદાચ કામમાં

એકાગ્રતાથી વ્યસ્ત રહીશ તો શોકમગ્ન મૂઢતાનો શિકાર નહીં બનું. મારી હાલતનો

સામનો કરવાનું હાલ પૂરતું ટાળી શકીશ. આ બધું પતી ગયા પછી આ પરિસ્થિતિનો

સામનો કરવા માટે આખી જિંદગી પડી છે.”પરીક્ષિત ઉભો થયો અને હળવેકથી

કોન્ફરન્સ રૂમમાંથી બહાર ગયો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: