પૂરૂં કરીને તરત નોકરી શોધે. સાધારણ આવકવાળા વાલીઓ તેમનાં બાળકોની
રુચિ પ્રમાણે આર્ટસ્ કે સાયન્સ કૉલેજમાં મોકલતા, કારણ કે તે સમયે એસએસસી
કરતાં ગ્રૅજ્યુએટ ઉમેદવારોને નોકરીમાં પ્રાથમિકતા અપાતી! અતિ તેજસ્વી
વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ મળતી તેથી તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા જતા. આ સામાન્ય પરિસ્થિતિ ૧૯૪૦ થી ૧૯૬૦ના દાયકામાં પ્રવર્તતી હતી.
ખાનગી ક્ષેત્રમાં નોકરીની સુરક્ષિતતાની કોઈ ગૅરન્ટી નહીં તેથી ત્યાં જવાની
કોઈની હિંમત ચાલતી નહીં. બૅંક અને વિમા કંપનીઓમાં લાગવગ અથવા
અમાનત તરીકે મોટી રકમ મૂકવી પડતી તેથી સામાન્ય ઉમેદવારોનું ત્યાં જવાનું ગજું નહીં.
મિલિટરીની વાત કરીએ તો અમારા બાળપણના દિવસોમાં મિલિટરી વિશે
જનતાના મનમાં ડરની લાગણી એટલી હદ સુધી હતી કે હથિયાર સાથે
તેમના આગમનની વાત થતાં જ લોકોમાં ભાગંભાગ થઈ જતી. ૧૯૪૪ થી ૪૭ના
ગાળામાં દેશમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. ગુજરાતના શહેરોની વાત
કરીએ તો ૧૪૪મી કલમ જાહેર થઈ હોવા છતાં શેરીના છેડે કે ચૌટામાં લોકો
હુલ્લડ વિશે ફેલાતી અફવાઓ સાંભળવા ભેગા થઈ જતા. દૂરથી પોલીસના
ખટારા આવતા દેખાય તો પણ લોકોમાં ખાસ કોઈ પ્રતિક્રિયા નહીં. ખટારામાંથી
પોલીસ નીચે ઉતરવા લાગે ત્યારે જ લોકો નાસીને ઘરમાં પેસી જતા. બે-ચાર જણા પકડાય તો પોલીસ તેમને ધબેડી ને છોડી દે. દલીલબાજોને ધોલ મારવા
ઉપરાંત પકડીને લઈ જવાતા. આથી વિપરીત, માર્શલ લૉ જાહેર થયો છે અને મિલિટરી આવી છે’ એવા સમાચાર પ્રગટ થતાં
જ શેરીઓ ખાલી થઈ જતી. લોકો ઘરમાં પેસી જતા. બારી બારણાં બંધ કરી
સહુ ઘરમાં બેસી રહેતા. બહાર નીકળવાની કોઈ હિંમત ન કરે કેમ કે માર્શલ લૉમાં
‘દેખો ત્યાં ઠાર કરો’ની ખુલ્લી સત્તા આપવામાં આવે અને મિલિટરીમૅનનું કામ
હતું તેમને મળેલા હુકમનું શબ્દશ: પાલન.
આ જાણે ઓછું હોય, મિલિટરીના સૈનિકો ભલે ભારતીય હોય, પણ તેમના વિશે
ગુજરાતમાં જાણકારી સાવ નહિવત્ હતી. સૈનિકોને શહેરની હદથી ઘણે દૂર,
કૅન્ટોનમેન્ટમાં એવી જગ્યાએ રાખવામાં આવતા કે તેઓ ક્યાં અને કેવી રીતે
રહે છે તેનો જનતાને જરા જેટલો ખ્યાલ નહીં. ભારતમાં મિલિટરી સામાન્ય
જનતાથી અળગી જ રહી. સિવિલિયનો પ્રત્યે તેમની ‘બેરૂખી’નું આ પ્રદર્શન
શા માટે હતું એ સત્તાધીશો જ જાણે !
આઝાદી પહેલાં ‘તાજ’ના હથિયાબંધ દુશ્મન, ભલે તે દેશી કે વિદેશી હોય, તેમને
નેસ્તનાબૂદ કરવા માટેનું સરકારનું સૌથી કારગર શસ્ત્ર હતું ‘બ્રિટિશ
ઇંડિયન આર્મી.’ ખાસ કરીને જલિયાઁવાલા બાગના કત્લેઆમ પછી જનતાના
મનમાં આ અંગ્રેજ અફસરો અને તેમની કમાન નીચેના ભારતીય સૈનિકોની
છબિ અંકાઈ ગઈ હતી.
અહીં ખાસ કહેવું જરૂરી છે કે ભારતીય સેનાએ પહેલા અને બીજા
વિશ્વયુદ્ધમાં અતુલ્ય પરાક્રમ બતાવ્યું હતું. તેમ છતાં આપણા અફસરો
અને જવાનોની વીરતા અને વિજયની વાતોને અંગ્રેજ સરકારે વિશેષ
પ્રસિદ્ધી આપી નહોતી.
આના ફક્ત બે જ દાખલા આપીશું.
૧. પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને તેના મિત્ર રાજ્યોની લડાઈ જર્મની, ઑસ્ટ્રિયા અને તુર્કસ્તાનના ઑટોમન સામ્રાજ્યની સંયુક્ત સેનાઓની વિરૂદ્ધમાં હતી. હાલના ઇઝ્રાએલ, પૅલેસ્ટાઈન અને જોર્ડન તુર્કસ્તાનના ઑટોમન સામ્રાજ્યનો હિસ્સો હતા. રણ જેવા આ પ્રદેશમાં તુર્કસ્તાનની વિશાળ સેનાનો સામનો કરવા અંગ્રેજ સરકારે ભારતની દેશી રિયાસતોના રિસાલાઓની સંયુક્ત સેના – Imperial Lancers Brigade તૈયાર કરી સમુદ્રમાર્ગે ઈજિપ્ત મોકલી, અને ત્યાંથી નેગેવ (Negev)ના રૂક્ષ રણમાં. ની ઇમ્પિરિયલ લાન્સર્સમાં ભાવનગર અને ઇડરના રિસાલાઓએ અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો. ભાવનગરના કર્નલ જોરાવરસિંહજી (જોરૂભા) અને તેમના સેકન્ડ-ઇન કમાંડ રિસાલદાર મહોબતસિંહજીએ ‘ચાર્જ ઓફ ધી લાઇટ બ્રિગેડ’ની જેમ પોતાના તલવારધારી રિસાલા (Cavalry)થી હુમલો કર્યો અને ઑટોમન – તુર્કી સેનાના રિસાલાને પરાસ્ત કરી હાઈફા બંદર પર અને પૅલેસ્ટાઈનના અન્ય પ્રદેશો પર કબજો કર્યો હતો. આજે પણ ઇઝરાએલ Haifa Day’ તરીકે જાણીતા ભારતીય અશ્વદળના વિજયને ઉજવે છે. ભાવનગર રિસાલાના આ બન્ને અફસરોને વીરતાના મેડલ અર્પણ થયા હતા. આમાંના રિસાલદાર મહોબતસિંહજીના પ્રપૌત્રી હાલ શિકાગોમાં રહે છે.
૨. આ પ્રમાણે બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના રાજપરિવારના મેજર
રાજેન્દ્રસિંહજીએ તેમની 2 Lancer Regimentની ટુકડીનું નેતૃત્વ લઈ લિબિયાના રણમાં અજેય ગણાતા જર્મન સેનાપતિ ફિલ્ડ માર્શલ રોમેલની સેનાનો ઘેરો તોડી, જર્મન સૈનિકોને બંદી બનાવ્યા હતા. શૌર્યના આ કામ માટે તેમને Distinguished Service Order એનાયત થયો હતો. રાજેન્દ્રસિંહજી આગળ જતાં ફિલ્ડ માર્શલ કરીઆપ્પા બાદ ભારતીય સેનાના કમાંડર-ઇન-ચીફ થયા. સુરતના વ્યાપારી પરિવારના તેજસ્વી યુવાન કૅપ્ટન નલીનકુમાર ધીરજલાલ નાણાવટીએ બીજા વિશ્વયુદ્ધમાં ઇટાલીના પહાડોમાં આવેલ જર્મન સેનાનો અભેદ્ય કિલ્લો મૉન્ટે કૅસિનો પર તેમના કમાન હેઠળની મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીની ટુકડીને લઈ હુમલો કર્યો હતો. પોતે ઘાયલ થયા હોવા છતાં તેમણે અંગત નેતૃત્વ કરી હાથોહાથની લડાઈ બાદ અંગ્રેજ સેનાનો કત્લેઆમ કરતી જર્મન મશીનગન્સ પર હુમલો કરી જર્મન સેનાની આ કિલ્લેબંધી સર કરી હતી. કૅપ્ટન નાણાવટીના
શૌર્યની કદર કરવા સરકારે તેમને Military Cross અર્પણ કર્યો હતો. બ્રિટિશ સૈન્યના બહાદુરી માટેના સર્વોચ્ચ ગણાતા વિક્ટોરિઆ ક્રૉસ બાદ મિલિટરી ક્રૉસ ગણાય છે, કૅપ્ટન નાણાવટી આઝાદી બાદ આગળ જતાં કાશ્મિરમાં ૧૫૦૦૦ સૈનિકોના સેનાપતિ તરીકે મેજર જનરલના પદ પર પહોંચ્યા હતા. એક હૅલિકૉપ્ટર અકસ્માતમાં તેમનું અવસાન થયું.
આ યોદ્ધાઓ વિશે ગુજરાતમાં બહુ ઓછા લોકો જાણે છે. મારી પોતાની વાત કરૂં તો જનરલ રાજેન્દ્રસિંહજી સિવાય ભારતની સેનામાં ગુજરાતીઓ હતા કે કેમ, તે પણ હું નહોતો જાણતો!
આમ મિલિટરી પ્રત્યે અનેક પ્રકારની ગેરસમજ, ભયની લાગણી અને નાખુશીની હોવા છતાં અમારા મનમાં આઝાદી બાદ મિલિટરી વિશેની છાપ સાવ બદલાઈ ગઈ. આ વિશે આવતા અંકમાં વાત કરીશું.
Thanks Pravinbhai.
On Mon, 5 Apr 2021 at 5:00 PM, પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો wrote:
> pravinshastri posted: ” સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે સમરાંગણની પૂર્વ ભૂમિકા
> (૧)
> વિદ્યાર્થી જીવન દરમિયાન મોટા ભાગના ગુજરાતના કિશોર તથા યુવક વર્ગમાં સૈન્ય કારકિર્દી હોઈ શકે એવો વિચાર બહુતાંશે&nbs”
>
>
LikeLike