જિપ્સીની ડાયરી-૧૯૭૦: અનોખી રણભૂમિ

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે.

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, September 2, 2021

૧૯૭૦: અનોખી રણભૂમિ

    અમદાવાદમાં ડ્યુટી પૂરી કર્યા પછી અમારી બટાલિયન પાછી દાંતિવાડા

ગઇ. થોડો સમય હેડક્વાર્ટરમાં રહ્યા બાદ મારી કંપનીની ગુજરાતના

બનાસકાંઠા-રાજસ્થાન-પાકિસ્તાનની સીમા પર આવેલ રાઘાજીના નેસડા

નામની જગ્યાએ નિયુક્તી થઇ. અહીં ન કોઇ નેસડો હતો, ન રાઘાજીના

વંશજ. આ ‘રણભુમિ’માં આવી જાય છે રણના ‘કિનારા’થી થારના

રણના માઇલોના માઇલો રેતીના ઢુવા; ઢુવાના છેડેથી શરૂ થતો રાજસ્થાનથી

કચ્છની કોરી ક્રીક સુધી ફેલાયેલો વિશાળ ખારો પાટ. ઢુવા પરના “ફળદ્રુપ”

ભાગમાં આકડા અને કેરડાના વૃક્ષો. એકાદું સાંગરીનું વૃક્ષ. 

    મારી ચોકી ખારા પાટના છેડે, જેને બેટ કહી શકાય તેવી જગ્યાએ. ભલું

થજો ગુજરાત સરકારનું કે રાઘાજીના નેસડામાં તેમણે SRPના જવાનો માટે

બે નાની સરખી બૅરેક્સ બાંધી હતી. એક બૅરેકના છેડે જુદી ઓરડી અને

બાથરૂમ હતી,  જે કંપની કમાંડર – એટલે લિખિતંગ નરેન્દ્રનું રહેઠાણ હતું.

આ સ્થળ એવું હતું કે ત્યાં હંમેશા રેતીનાં તોફાન ચાલુ રહે. અને તોફાન

પણ કેવાં! ઘડિયાળની નિયમીતતાથી રોજ સવારે દસ વાગે સૂસવાટા

કરતો પવન શરૂ થાય. ગરમી વધતી જાય અને વિશાળ કઢાઇમાં રેતી

મૂકી તેમાં શિંગદાણા કે ચણા શેકવામાં આવે, તેમ આ રણમાં મારા

જવાનો અને હું અમારી ચારે તરફ ઉડતી ગરમ રેતીમાં શેકાતા. અસહ્ય

ગરમી અને તરસથી જીવ ત્રાહી મામ્ થાય. પાણીનું ટૅંકર અઠવાડિયામાં

એક વાર ૫૦-૬૦ કિલોમીટર દૂરથી પાણી લાવે. પાણી પણ એવું કે ગમે

તેટલું પીવા છતાં તરસ છીપાય નહિ. એક તો ગરમીને કારણે ચ્હાના પાણી

જેવું તે ગરમ હોય, અને ઉપરથી એટલું ખારૂં કે ન પૂછો વાત! ૨૦-૨૫

કિલોમીટરના વેગથી વાતા પવનમાં ઉડીને આવતી ઝીણી પાવડર જેવી

રેતી બારી બારણાંની તિરાડમાંથી પેસીને અમારા ભોજનમાં પણ સમાઇ જતી. કહેવાય છે

કે જેલના કેદીઓના ખાવામાં કાંકરા આવતા. અમે કહેતા, કેદીઓ નસીબદાર હતા. તેઓ

કાંકરા જોઇને કાઢી શકતા. અમારી રોટલી અને દાળમાં ભળી ગયેલા રેતીના રજકણોને

અમે કાઢી શકતા નહોતા.  કુદરત હંમેશા દયાવાન હોય છે. દિવસના ભાગમાં ભલે રેતીના

તોફાન આપ્યા હોય, પણ રોજ સાંજે છ’એક વાગ્યાના સુમારે પવાનનું જોર ઓછું થાય

અને વાતાવરણ શીતળ થવા લાગે. રાતે તારલાના ચંદરવા નીચે સૂઇએ તો જાણે પવનદેવ

વીંઝણું લઇ, મધુર અવાજે હાલરડું ગાઇ સૂવડાવતા હોય તેવું લાગે. ધીમેથી વહેતા પવનમાં

કુદરતનું અદભૂત સંગીત સાંભળવા મળે. રાતે ધ્યાન ફક્ત બે વાતોનું રાખવું પડતું: ખાટલાની

ચારે બાજુએ બે ફીટ પહોળી અને બે ફીટ ઉંડી snake trench ખોદવી પડે. નહિ તો વિંછી

અને અત્યંત ઝેરીલા નાગ કે ‘બાંડી’ નામના સાપ – જેનું વર્ણન અગાઉના એક અંકમાં કરવામાં

આવ્યું હતું, તે તમારા ખાટલાની નીચે કે આસપાસ ફરવા લાગે. જો તે કરડે તો આપણી

આવી બને. બીજી વાત: ‘સ્નેક ટ્રેંચ’ ખોદી હોય તો પણ જમીન પર પગ મૂકતાં પહેલાં બૅટરીના

પ્રકાશમાં જોવું પડે કે આપણો પગ ક્યાં પડે છે! કેટલીક વાર ‘સ્નેક ટ્રેંચ’માં ઉડીને આવી

પડેલી રેતીના ઢગલાને પાર કરી સાપ-વિંછી ખાટલાની નીચે આવી જતા. જિપ્સી

મિલિટરીમાં હતો ત્યારે બીજા વિશ્વયુદ્ધની ઉત્તર આફ્રિકાની મોહિમ વિશે કેટલાક

પુસ્તકો વાંચ્યા હતા.  ત્યાંની ગરમી વિશે સૈનિકોના ફોટોગ્રાફ હતા જેમાં તેઓ બપોરની

ગરમીમાં જીપની બૉનેટ પર ઇંડું ફોડીને નાખતાં તે રંધાઇ જતું! રાઘાજીના નેસડામાં પણ

એટલી ગરમી પડતી હતી અને મેં આ પ્રયોગ કરી જોયો હતો. અને વાંચેલી વાત સાચી

નીકળી! કેમ ન હોય? અહીં ટેમ્પરેચર ૪૫થી ૫૦ ડિગ્રી સેલ્સિયસ તો સામાન્ય ગણાતું.

    મારી કંપનીમાં ત્રણ પ્લૅટૂન. એક હતી પાડણ (પાટણ નહીં!) નામના નાનકડા

ગામડાને છેડે. આ રણના ખારા પાટના છેવાડે હતું. અહીં ગુજરાતના ચાલુક્ય

(સોલંકી) વંશના સ્થાપક મૂળરાજ સોલંકી( સન ૯૪૧) એ બંધાવેલું સુંદર

મૂળેશ્વર મહાદેવનું મંદિર છે.

મૂળેશ્વર મહાદેવ. 

બીજી હતી અસારા નામના ગામડાની બહાર અને ત્રીજી રાજસ્થાન

અને ગુજરાતની સીમા પરના ગામ માવસારીમાં. રાઘાજીના નેસડામાં

એક પ્લૅટૂન જેની સાથે મારૂં કંપનીનું હેડક્વાર્ટર. આ પ્લૅટૂનનું એક

સેક્શન હેડક્વાર્ટરથી સીધા પાંચ માઇલના અંતરે ખારાપટની વચ્ચો

વચ્ચ આવેલા બેટમાં હતું.  થઇ   રણમાં સૌથી આગળ, સીમાની

નજીકના નાના બેટમાં પણ અમારી ચોકી હતી. રણમાં આવેલા નાનકડા બેટમાં

વૃક્ષો તો ઠીક, પણ કેરડાનાં ઝાંખરાં પણ નથી હોતાં. અહીં જવાનોને જમીનમાં

ભોંયરા જેવા બંકર બનાવી રહેવું પડે. અસહ્ય ગરમીમાં રહેવું તો મુશ્કેલ હોય છે જ,

પણ આવા બેટમાં ‘સૅંડ ફ્લાય’ નામનાં જીવડાં અને લાલ કીડીઓ થતી હોય છે.

એક વાર આવા જંતુ કરડે તો શરીરના તે ભાગમાં ભયંકર બળતરા ઉપડે તે આખો

દિવસ પરેશાન કરે. તે વખતે ‘ઓડોમૉસ’ સિવાય બીજા કોઇ insect repellent

મળતા નહોતા, તેથી આવી જીવાત કરડે તો તેની પીડા સહન કર્યા સિવાય

છૂટકારો નહોતો.

આવી કઠણ હાલતમાં રોજનું પેટ્રોલીંગ, હથિયાર સફાઇ, પી.ટી., મૅપ-રીડીંગ અને યુદ્ધ

વિષયક ‘ડ્રીલ’ જેવા કામ, રમતગમત અને વાર તહેવારે સામુહિક ભોજન – “બડા ખાના”માં

ભાગ લઇ સૈનિકો-અફસરો એક પરિવારના સદસ્ય જેવા બની ગયા. જો કે અફસરો અને

જવાનો વચ્ચે familiarity કદી સંભવી ન શકે, તેથી અફસરોને એકલતા અત્યંત સાલતી

હોય છે. આવામાં મિત્રો તથા પરિવારના પત્રો, પુસ્તકો, રેડિયો અને ઉંટ પર બેસીને

પેટ્રોલીંગ કરવામાં સમય ગાળવો પડે.
મહિનામાં એક વાર કર્નલ સાહેબ અમારી કંપનીના ઇન્સ્પેક્શન માટે આવતા અને

કંપનીમાં કોઇ ને કોઇ ક્ષતિ કાઢી અભદ્ર શબ્દો બોલીને જતા રહેતા. કોઇ વાર કંપની

ક્વાર્ટરમાસ્ટર અમારી જરુરિયાતો અંગે તપાસ કરવા આવી જતા. અહીં મારા જીવનનમાં

પહેલી વાર રાંધવાનો પ્રયોગ કરી જોયો. મારા મિત્ર અને ક્વાર્ટરમાસ્ટર શિવાજી જાધવની

મુલાકાત વખતે બટેટા -પૌંઆ બનાવ્યા હતા. ભલા માણસે સ્વાદથી આરોગ્યા – થોડા

કડક રહ્યા તેમ છતાં!
    મહિનામાં એક વાર જવાનોનો પગાર લેવા અમે દાંતિવાડા જઇએ ત્યારે મીઠા

પાણીથી નહાવાનો લહાવો લઇ લેતા. બાકી તો રણમાં ખારાં પાણીનાં સ્નાનથી

બપોર સુધીમાં શરીર પર મીઠું જામ્યાના અણસાર દેખાય. દાંતિવાડા જઇઓ તો

કોઇ વાર બને તો પાલનપુર જઇ સિનેમા જોઇએ અને બીજા દિવસે બૉર્ડર પાછા

વળતાં લાઇબ્રેરીમાંથી પુસ્તકોનો જથ્થો લઇ જઇએ.
    આવી હતી અમારી રણની દિનચર્યા!આ પોસ્ટ પહેલી વાર પ્રકાશિત કરી ત્યારે

કેટલાક મિત્રોએ તેમના પ્રતિભાવ લખી મોકલ્યા હતા. તે અહીં ઉતાર્યા છે.

  

Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pintere

 1. harnish5May 7, 2009 at 3:46 PMકેપ્ટનસાહેબ–લશ્કરના જીવનની
 2. વાતો જાણતો એટલે અને એક વરસના એન.સી.સી.ના અનુભવ પછી લશ્કરના
 3. અભરખા ન્હોતા રહ્યા. તમારી કચ્છની વાતો વાંચીને પરસેવો છુટી ગયો.
  અમેરિકન સ્પેસ એજંસી-નાસા ના ગુજરાતી એંજીનિયર શ્રી કમલેશ લુલ્લા પાસે
 4. પુરાવા છે કે કચ્છની રેતી ઉડીને આફ્રિકાના કિનારે પડે છે. એવા એ પવનના
 5. ફુંકારા હોય છે. કચ્છી બહુ ખમતીલા તે આ કારણે હશે.
  તમારા પુસ્તક થી લોકોમાં જવાનો માટે વધુ માન થશે. મને તો થઇ ગયું જ છે
 6. સમજો. (હરનીશભાઇ જાની – ગુજરાતના પ્રસિદ્ધ humorist. જેમના ‘સુશીલા’
 7. અને અન્ય પુસ્તકો અતિ લોકપ્રિય થયા હતા.)ReplyDelete
 8. AnonymousMay 8, 2009 at 5:23 PMIt must have been quite hard to
 9. put up with that heat in open landscape and with all those bugs and
 10. warm water to drink. However it seemed that the late evening and
 11. night brought some compensation of observing the cosmos in cool
 12. breeze. I was curious about the trench around your ‘char-pai’ (khatalo).
 13. Was a trench of that size sufficient to deter scorpions and snakes to
 14. scale the side walls? Or did you have to fill it with precious water?

  Fourteen or so years ago I had made my way to Dholavira via Sankhiali
 15. and Rapper. I had to hire a jeep to go though the Rann and along a
 16. bumpy causeway – water had filled the desert ankle deep and it l
 17. ooked like an immense sea. I had to take with me water and food.
 18. The food was nothing more than a bundle of mixed bhajiya I had to
 19. buy in Rapper. On the way we had to stop at several military check
 20. points. My driver had warned me not say anything – if found out
 21. that I was from UK a permit would be demanded. When asked I
 22. spoke in Charotari Gujarati and implied I was from Vadodara. It
 23. worked and we were flagged on. Halfway, we were stopped by
 24. a platoon of soldiers bearing guns. I was worried. My driver spoke
 25. to them. He said to me ‘Sir, they were given lift by a lorry but had
 26. dropped them off at a wrong place and they are asking us for a lift’.
 27. I said as we had a big jeep there was no problem. Seven soldiers
 28. from the Indian Army and their Captain joined me. I engaged them
 29. in conversation. They were from all parts of India – UP, Rajastan,
 30. Tamilnadu etc. When told that I was going to Dholavira their captain
 31. produced a press clipping. I was surprised that it was about Dholavira.
 32. Later they all asked me if I minded if they came with me to Dholavira.
 33. I said to them that I would be delighted to have them with me. So
 34. Narendrabhai, I went over the whole Dholavira site in the company
 35. of these marvellous Indian soldiers who were keen on our ancient
 36. history besides defending the nation against enemy – the Pakistan
 37. border was only a few miles away.

  Namaste

  Jayant Patel, London UKReplyDelete
 38. nilam doshiMay 9, 2009 at 8:23 AMઆપને અને સૌ જવાનોને સલામ…


  નિલમ દોશી.ReplyDelete
 39. Capt. NarendraMay 9, 2009 at 8:38 AM@ Jayantbhai,
  Thank you very much for the wonderful narration of your experience
 40. of the Rann. First of all, may I reproduce your mail as a comment to
 41. the blog? I believe that it will be an inspiration to all Gujaratis who
 42. have been living in the West to visit Dhola Vira and look at our heritage.

  As for the ‘Snake Trench’, I will need to explain the terrain a bit.
 43. The Rann is a unique creation of nature. You have seen two of the
 44. most fabulous phenomena. Kutch was an island with Kori Creek in
 45. the North and Gulf of Kutch in the South and East. There were
 46. islands in the earstwhile creek and eastern parts of the Gulf. When
 47. the sea receded, they became salt flats and those saline wetlands
 48. you saw. It is the islands where we have set up our outposts. These
 49. are still called “Bet”, for instance, Nada Bet, Boria Bet in Banaskantha
 50. and Biar Bet, Bedia Bet North of Khavda, and Pung Bet etc. in the Gulf
 51. area north of Dasada. These are about 10-15 feet higher than the salt
 52. flats, where we have our posts.

  These Bets are sandy, some with vegetation. Snake Trenches are
 53. only partially effective, because the sand often caves in or the
 54. light breeze shifts sand in the trench. Khatlo is the best option,
 55. and torches are useful. Besides, we have sentries patrolling
 56. during the night and their foot-falls sometimes prevent snakes
 57. from entering the perimeter.

  I am attaching a photo of one of patrols in the Rann – which
 58. you will reminiscent of your visit to Dhola Vira.ReplyDelete
 59. સુરેશ જાનીMay 26, 2009 at 11:58 PMત્રણેક મહીના પહેલાં મારા
 60. પુત્ર સાથે ન્યુ મેક્સીકોના રણપ્રદેશમાં ગયો હતો, ત્યારે આવા પ્રદેશોના પર્યાવરણ
 61. વીશે જાણવા મળ્યું હતું. પણ આ વર્ણન વાંચી, તમે શી રીતે ત્યાં રહી શક્યા હશો,
 62. તે કલ્પી પણ નથી શકાતુંં.
  તમારી ધીરજ અને કર્મઠતા માટે સો સલામ

Posted by Capt. Narendra 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: