About

નામ :   પ્રવીણકાંત

જન્મ :   ૧૫ સપ્ટેમબર ૧૯૩૯ સુરત, ગુજરાત

પિતાશ્રી : મગનલાલ ઘેલાભાઈ શાસ્ત્રી.  (૧૯૦૨-૧૯૮૬)

માતુશ્રી ; નાનીગૌરી  (૧૯૦૫-૧૯૭૬)

મોટીબહેન : ભાનુમતિ.

જીવન સંગિની-હોમ મિનીસ્ટર-બૉસ યોગિની

પુત્ર : કર્મેશ           પુત્રી : દિપ્તી

અભ્યાસ  : B.Sc.  ૧૯૬૨ સાર્વજનિક કૉલેજ ઓફ સાયન્સ સુરત.

વ્યવસાય   નિવૃત્ત R & D Analyst . BASF

 

૧૯૫૭-૫૮. શાળા જીવનનું છેલ્લું વર્ષ – કૉલેજનું પહેલું વર્ષ.  

હાઈસ્કુલના છેલ્લા વર્ષમા લખાયલી મારી  પહેલી વાર્તા ‘પાગલની પ્રેયસીઓ’  મુંબઈથી પ્રગટ થતા માસિક  નવવિધાનમા પ્રગટ થઈ. ફોટા સાથે છપાયલી વાર્તા. જે મળે તેને વંચાવી. ખુબ ફુલાયો. બીજી વાર્તા ‘વિલ’ વાચકોને ખુબ ગમી. ત્રીજી ‘રાહતના રાહે’ને ૧૫ રૂપિયાનો પુરસ્કાર પણ મળ્યો. સીલસિલો ચાલુ રહ્યો. પછી તો ‘સ્ટ્રોબેરીનો પ્રસાદ’, ‘દહિંવડાના શુકન’,  ‘સાભાર પરત’, ‘ ભુરુ કવર’. અત્ર તત્ર પ્રગટ થતા રહ્યા…. વાર્તાના વ્યસને ઈન્ટરસાયન્સનું વર્ષ બગાડ્યું. વ્યસનને તિલાંજલી આપી. માત્ર લખવાનુંજ નહિ;  વર્તમાન પત્રો સિવાય બીજું વાંચવાનું પણ બંધ કર્યું. સંપૂર્ણ સાહિત્ય સન્યાસ.

ટ્યુશન કરીને ભણ્યો હતો. B.Sc  થયા પછી છ માસ શિક્ષકની નોકરી અને ૧૯૬૮ સુધી બરોડા રેયોન લેબોરેટરીમાં કામ કર્યું. એમ્પોયમેન્ટ વાઊચર મળતાં ૧૯૬૮માં ભારત છોડી લંડન ગયો. ત્યાં મનની ચળ હાથમાં પહોંચી. એક એકાંકીનું સર્જન થયું.

જુલીના ચક્કરમા….. ભજવાયુંયે ખરું.

૧૯૭૦મા અમેરિકા.

ડોલરના સરવાળા બાદબાકીના સમતોલનમા, આંખે નતો ગુજરાતી વાંચ્યું કે હાથે ન તો ગુજરાતી લખ્યું….જાણે આડત્રીસ વર્ષનો માનસિક અંધકારયુગ!  અડધી સદીના નામાંકિત વિદ્વાન  સર્જકો અને તેમના સર્જનથી તદ્દન અજાણ.

૨૦૦૯માં લગભગ સિત્તેરની ઉમ્મરે નિવૃત્ત થયો. નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે વાંચન માટે Iselin New Jersey ના ગુજરાત દર્પણ‘  પુસ્તકાલયમાં સભ્ય થયો. તંત્રીશ્રી સુભાષભાઈ શાહનો પરિચય થયો. એમના પ્રોત્સાહનથી લખવાનું શરૂ કર્યું. વર્ષો પછી કલમ પકડી. પહેલી વાર્તા સ્પેસગુજરાત દર્પણમાં પ્રગટ થઈ. એજ રીતે ‘તિરંગા ઈન ન્યુજર્સી’ના શ્રી નિતીનભાઈ ગુર્જરે મારા સુસુપ્તમનને જાગૃત કર્યું. જીવન સંગિની યોગિનીએ જરૂરી સહકાર આપ્યો. ગુજરાતી લેખનના ઉદ્યાનમાં મારી પાનખરની ઋતુમાં એક પીળું બદામી પલ્લવ પાંગર્યું…. નવોદિત… તરીકે પુનર્જન્મ થયો     

 હું  …પ્રવીણ શાસ્ત્રી.   સ્વજનોમા લેખક કહેવાયો. માત્ર લેખક…. જેઓ લખે તે બધાજ લેખક કહેવાતા હોય તો હું પણ લેખક.   જો પાંચ વર્ષનું બાળક કક્કો લખે તો તે પણ લેખક  . એજ રીતે હું પણ લેખક જ ને!…..  સાહિત્યકારોના સાહિત્યિક શબ્દોમાં  નહિ , પણ શેરીઓમાં કે ઘરના સોફા પર બેસીને વાતોમાં બોલાતી આડંબર વગરની બોલીમા,  કાલ્પનિક ઘટનાઓની વાત લખતો થયો. સાહિત્ય શબ્દ મારાથી ઊંચકી ન શકાય એટલો વજનદાર છે. હું સાહિત્યકાર નથીજ. આજુબાજુના જીવનના રંગ-તર્ંગોને મારી રીતે મુલવીને કાલ્પનિક રૂપાંતરિત વાતો લખું છું.

મારી એક વાર્તા, વાર્તાનું સીમાંકન ચૂકીને નવલકથા બની ગઈ.

પ્રાપ્તિસ્થાન

In the US:

Yogini Shastri

6 Saveria Court

Howell NJ 07731 USA

shastripravinkant@yahoo.com

$10

In India:

Mahesh Bhatt

Bhrahmin Falia

Jalalpore Navsari 396421 India

maheshg.bhatt@yahoo.com

Rs. 125

બ્લોગ જગતમાં અને કોમ્પુટર ટેક્નોલોજીમાં અટવાઉં છું. પૌત્રી જીના મદદ અને માર્ગદર્શન માટે સમય ફાળવે છે. મારી પ્રસિધ્ધ થયેલી વાર્તાઓ આપને માટે માટે આ બ્લોગ દ્વારા રજુ કરું છું. મારા બ્લોગ પર પધારવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.  આપનો પ્રતિભાવ મારે માટે હંમેશા આદરનીય રહેશે.

55 responses to “About

  1. PINAKIN September 29, 2020 at 2:32 AM

    Great
    JAIAMBE JAIHATKESH SHRIGOPINATHJIMAHARAJKIJAI
    PINAKIN RAMANLAL NATWARLAL MAHARAJA
    FRISCO
    TEXAS
    USA
    75035

    Like

  2. Pingback: માનીતા વાર્તાકાર પ્રવીણકાન્ત શાસ્ત્રીજી - गिरा-गुर्जरी

  3. Pingback: બ્લૉગજગતના માનીતા વાર્તાકાર પ્રવીણકાન્ત શાસ્ત્રીજી – NET–ગુર્જરી

  4. pravinshastri November 27, 2017 at 8:49 AM

    આપનો ઘણો આભાર ઠક્કર સાહેબ. સમયની અનુકૂળતા પ્રમાણે બ્લોગની મુલાકાત લઈ વાર્તાઓ વાંચી પ્રતિભાવ આપતા રહેજો.

    Like

  5. P U ThakkarP November 24, 2017 at 6:57 PM

    visited “about” …am glad to know about you…”Everyone who writes is a writer !” impressed. Hope to read stories on this blog taking time…

    Liked by 1 person

  6. હરીશ દવે (Harish Dave) December 14, 2016 at 10:20 PM

    આજે આપના બ્લૉગની શાંતિથી મુલાકાત લેતાં આપને વિશેષ જાણવાનો અવસર સાંપડ્યો, પ્રવિણભાઈ! આનંદ થયો…

    Like

  7. pravinshastri August 30, 2016 at 9:36 PM

    અરે ભઈ આ વાંદરાને નીસરણી આપવા જેવી નથી.

    Like

  8. nabhakashdeep August 30, 2016 at 8:52 PM

    આ.શ્રી પ્રવિણભાઈ

    સાચા શાસ્ત્રી..સુરતી મીઠાશ ને મારી-તમારી સંવેદનાઓ ઝીલી ,વ્યક્ત કરવાની લેખન કળા…વાંચતા ગયા તેમ ‘પ્રવિણતા’ આપની પરખાતી ગઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Liked by 1 person

  9. pravinshastri August 25, 2016 at 5:56 PM

    વોરા સાહેબ આપની નિખાલસતા મને ગમે છે. ફેસબુક પર હું જરા જરૂર કરતાં વધુ ટીખળી બની જાઉં છું. અનેક બ્લોગર મિત્રો પાસે મને ઘણું જાણવા શીખવા મળે છે. મારી વાર્તાઓ ઉપરાંત મિત્રોની મનગમતી વાતો પણ રિબ્લોગ કરતો રહું છું. બ્લોગ પર પધારતા રહેજો. ગમો અણગમો મુક્ત રીતે વ્યક્ત કરતા રહેજો. મને ગમશે.

    Like

  10. vkvora Atheist Rationalist August 24, 2016 at 11:19 PM

    આ પ્રવીણભાઈ શાસ્સ્ત્રીના ફેસબુક એકાઉન્ટ ઉપર નીયમીત મુલાકાત લઈ ક્યારેક કોમેન્ટ લખું છું. ઘણાં સમય પછી એમના બ્લોગની મુલાકાત લીધેલ છે અને હવે નીયમીત આ અને બીજા મીત્રોના બ્લોગની મુલાકાત લઈ કોમેન્ટ લખવા પ્રયત્ન કરીશ. ગુજ્રરાતી ફોન્ટમાં લખવાની સગવડ મારી પાસે ઘણાં સમયથી છે. બધા મોબાઈલમાં ગુજરાતી ફોન્ટ વાંચવાની સગવડ નથી હોતી એટલે હીન્દી ફોન્ટમાં લખતો હતો જે હવે ગુજરાતી ફોન્ટમાં લ્ખવાનું શરુ કરેલ છે.

    Liked by 1 person

  11. pravinshastri August 13, 2016 at 9:52 AM

    રોહિતભાઈ મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું તો સામાન્ય વાર્તાઓ લખું છું. વાર્તાની સાથે સાથે મારા બ્લોગમાં મિત્રો તરફથી મળતી પ્રસાદીઓ પણ રહુ કરતો રહું છું. એક લક્ષી નહિ પણ વિવિધલક્ષી વાતો મારા બ્લોગમાં પીરસતો રહું છું. શ્રી ઉત્તમભાઈ, ગોવિંદભાઈ, અને અમેરિકામાં રાઓલ, અમૃત હજારી, સુબોધ શાહ મારા અંગત મિત્રો છે. આપનું પણ મિત્ર તરીકે હાર્ડિક સ્વાગત. બ્લોગમાં પધારતા રહેજો. સૂચન, પ્રતિભાવ જણાવતા રહેજો. મને ગમશે. આપની પણ મારા વાંચકોને વહેંચવા જેવી કોઈ વાંચન સામગ્રી પીરસવી હોય તો મને વર્ડમાં મોકલજો. જરૂર અહિ રજુ કરીશ.

    Like

  12. Rohit Darji August 13, 2016 at 3:33 AM

    પ્રવિણભાઇ, અભીવ્યક્તી પરિવારમાં આપના વિચારો કાયમ વાંચ્યા છે. આજે આપના બ્લોગની ખબર પડતા જોડાઇ ગયો છુ. સફર જારી રહેશે.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી

    રોહિત દરજી” કર્મ”, હિંમતનગર

    Liked by 1 person

  13. pravinshastri September 5, 2015 at 6:47 AM

    ભાઈ તૂફાન, ખૂબ સરસ લખો છો. લખતા રહો. તમારા બધા જ કાવ્યો સરસ હોય છે. મિત્રોના કાવ્યો જ રજુ કરું છું; જે ઓ ઘણું સારું લખે છે પણ સાહિત્ય જગતમાં ખૂબ જાણી તા કે પ્રસિધ્ધ ન હોય. યુવાન છો. તમારે ઘણી દિશાઓમાં પ્રગતિ કરવાની છે. સફળતા પ્રપ્ત કરો એ જ શુભેચ્છા..

    Like

  14. તૂફાન પટેલ September 5, 2015 at 12:55 AM

    પાગે લાગુ પ્રવિણકાકા,

    સૌથી પહેલા આપનો આભાર કે મારી ગતકડા જેવી રચનાઓને પણ આપના બ્લોકમાં સ્થાન આપો છો. નથી તો હું કોઈ કવિ કે નથી લેખક બસ જોડકણાં અને ગતકડાં કરીને મારા દોસ્તોને રમૂજ કરાવું છું. હા ટાઈમ ઓછો મળવાના કારણે હું આપના બ્લોગ કે ફેસબુક પોસ્ટ પર કૉમેન્ટ નહોતો આપી શકતો. બાકી ડાયરેક્ટ બ્લોગ ખોલીને આપની અમૂલ્ય વાર્તાઓ હું ઘણીવાર વાંચતો. પચ્ચીસ હજારનો ડંખ વાળી વાર્તા મને બહુ ગમી. આપનો ફરી આભાર કે આપ જીવનમાં શ્રેષ્ઠ પાઠ ભણાવી શકે બોધ આપી શકે એવી વાતો અમને શેઅર કરો છો.

    આપનો એજ અળકામણો દિકરો ‘તૂફાનિયો’

    Liked by 1 person

  15. pravinshastri June 15, 2015 at 3:30 PM

    હિમતભાઈ મારા બ્લોગ પર પધાર્યા એ ગમ્યું. બસ કોઈ ને કોઈ બહાને પધારતા રહેજો. આનંદ અને આભાર. જ્યાં આપના જેવા મિત્રો હોય ત્યાં વળી ધમકી શાની? બસ મસ્તી અને મજાક.

    Like

  16. હિમતભાઇ મેહતા June 15, 2015 at 3:13 PM

    આપ ને ધમકી આપનાર નું નામ જાહેર કરો અશોકભાઈ બાપુ એ comment માં કહેલ છે તેને તેના જ શબ્દો થી નાવાજીસું

    Liked by 2 people

  17. pravinshah47 April 30, 2015 at 10:16 PM

    તમારો પરિચય બ્લોગ દ્વારા થયો છે. આપનું લખાણ અને આપનો સાલસ સ્વભાવ ગમે છે.

    આટલી ઉંમરે આટલી સરસ પ્રવૃત્તિ બહુ જ પ્રેરણાદાયી છે.

    પ્રવીણ શાહ

    Like

  18. Sudhir Patel July 20, 2014 at 4:11 PM

    પ્રિયશ્રી પ્રવિણભાઈ,

    આપના બ્લોગની મુલાકાત લઈ અને આપના વિશે જાણકારી મેળવી આનંદ થયો.

    આપને સાહિત્યિક સર્જન બદલ અભિનંદન અને શુભેચ્છાઓ!

    સુધીર પટેલ.

    Like

  19. pravinshastri July 19, 2014 at 11:03 AM

    હિમતભાઈ, આપના પ્રેમ બદલ ખુબ ખુબ આભાર. હવે આપની તબિયત કેમ છૅ? સર્જરી થઈ ગઈ? મેં અમેરિકામાં ૭૦ વર્ષે નિવૄત થયા પછી જ લખવા માંડ્યું. શરીર મશીનના પાર્ટ્સ ધીમે ધીમે મુશ્કેલીઓ ઉભી કરે. થોડું રિપેર કરાવી લઈએ અને ગાડું ગબડ્યા કરે. આપતો સરસ કાવ્ય સર્જક છો. મનને ભાંગવા ન દેશો. પાપની શારીરિક માનસિક હુશળતા માટે મારી પ્રભુ પ્રાર્થના આપની સાથે જ છે.

    Liked by 1 person

  20. હિમતભાઇ મેહતા July 19, 2014 at 10:53 AM

    શ્રી પ્રવીણ ભાઈ .
    પ્રણામ
    આ ઉમરે પણ ખુબ સારી પ્રવૃત્તિ કરો છો ..હું તો આપના થી નાનો છુ પણ હાલાતો એ માનસિક રીતે અપંગ બનાવી દીધો છે ..જોકે આર્થીક તકલીફ નથી પણ ..ખેર જવા દો …આપના બ્લોગ ની મુલાકાત સમયે સમયે લઉં છુ ખુબ સુંદર રજૂઆત છે ..પ્રભુ .હું બ્રાહ્મણો …ભૂદેવ ..ના પડોશ માં મોટો થયો છુ અને વણિક હોવા છતાં તેના સંસ્કાર છે તેઓ …ભૂદેવ મારા માટે વંદનીય છે ..આપની તંદુરસ્તી હમેશા સારી રહે અને આ રીતે સાહિત્ય ની સેવા સાધના ચાલુ રહે તેવી પ્રભુને પ્રાર્થના ..જય શ્રી કૃષ્ણ

    Liked by 1 person

  21. હિમતભાઇ મેહતા July 19, 2014 at 10:51 AM

    આ ઉમરે પણ ખુબ સારી પ્રવૃત્તિ કરો છો ..હું તો આપના થી નાનો છુ પણ હાલાતો એ માનસિક રીતે અપંગ બનાવી દીધો છે ..જોકે આર્થીક તકલીફ નથી પણ ..ખેર જવા દો …આપના બ્લોગ ની મુલાકાત સમયે સમયે લઉં છુ ખુબ સુંદર રજૂઆત છે ..પ્રભુ .હું બ્રાહ્મણો …ભૂદેવ ..ના પડોશ માં મોટો થયો છુ અને વણિક હોવા છતાં તેના સંસ્કાર છે તેઓ …ભૂદેવ મારા માટે વંદનીય છે ..આપની તંદુરસ્તી હમેશા સારી રહે અને આ રીતે સાહિત્ય ની સેવા સાધના ચાલુ રહે તેવી પ્રભુને પ્રાર્થના ..જય શ્રી કૃષ્ણ

    Like

  22. pravinshastri March 13, 2014 at 10:04 AM

    રેખાબહેન, મારા બ્લોગ પર પધારી પ્રતિભાવ આપવા બદલ હાર્દિક આભાર. ‘પહેલો સગો પાડોસી’ ની મમતાની વાતની સાથે સાથે આપનો પરિચય પણ મેળવી લીધો. સાહિત્યકાર શબ્દનું વજન ઉંચકી શકવાની ક્ષમતા નથી. માત્ર વાતો જ લખું છું. કુશળ હશો. કુશળ રહો..

    Like

  23. અક્ષયપાત્ર/Axaypatra March 13, 2014 at 8:54 AM

    પ્રવીણભાઈ, આપનો બ્લોગ જોઈ બહુ આનંદ થયો. વાર્તાઓ ખરેખર સરસ છે અને આપનામાં સાહિત્યકાર થવાની પૂરી ક્ષમતા હજુ ય છે જ…

    Like

  24. pravinshastri February 24, 2014 at 10:20 AM

    વિજયભાઈ,
    તમારા થોડા શબ્દોમાંથી પણ ઘણું વચાઈ ગયું,
    આપના સ્ન્હથી તરબોળ થઈ જવાયું.
    મારી વાર્તાઓ વાંચવા હંમેશનું આમંત્રણ તમને અપાઈ ગયું
    પ્રવીણ શાસ્ત્રી.

    Like

  25. vijay chaudhari February 24, 2014 at 4:57 AM

    pravin dada… … kahvu che ganu badhu pan kahi nathi saqto…..
    lakhu che ganu badhu pan lakhi nathi saq to…

    che abhav shabdo no……
    to shid ne karu “vijay”….
    mali sangat tamari toye hath milavi nathi saq to….
    kahvu che ganu pan kahi nathi saq to…../

    Like

  26. sneha patel - akshitarak January 20, 2014 at 1:21 AM

    બહુ જ સરસ બ્લોગ છે..જો કે એમાં પોસ્ટ કરાયેલી વાર્તાઓ ગમે તે જગ્યાએ હોય ત જગ્યાની શોભામાં અભિવૃધ્ધિ કરે જ એમાં કોઇ શંકાને સ્થાન નથી. માટે બ્લોગના વખાણ કર્યા એના બદલે તમારી વાર્તાઓના વખાણ કર્યા બરાબર જ સમજજો. આપે મારા બ્લોગ પર ‘રીપ્લાય’ માંગ્યો છે પણ એ શેનો એ મને ખ્યાલ નથી આવતો..સોરી કોઇ વાત મારા ધ્યાન બહાર રહેતી હોય તો..મને sneha_het@yahoo.co.in પર ઇમેઈલ કરશો પ્લીઝ.

    -સ્નેહા પટેલ.

    Like

  27. pravinshastri November 15, 2013 at 5:41 PM

    આપના પ્રેમાળ પ્રતિભાવો મને વાર્તાની યોગ્ય માવજત તરફ દોરી જશે. આપનો આભારી પ્રવીણ.

    Liked by 1 person

  28. P.K.Davda November 15, 2013 at 5:19 PM

    વર્ષોથી નવલિકાઓ વાંચવાનું બન્યું નથી. આસરે ૩૦-૪૦ વર્ષના ગાળા બાદ તમારી ટુંકી વાર્તાઓ વાંચી. નવલિકા માટે નક્કી થયેલા બધા ધારાધોરણમાં એ સર્વાંગી સફળ છે. વાંચનારને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. પાત્રોનું વર્ણન પાત્રોને જીવંત બનાવે છે. તમારી સૂક્ષ્મ નિરિક્ષણ કરવાની શક્તિનો પરિચય તમારી બધી વાર્તાઓમાં થાય છે. વાર્તાઓના વિષય પણ નાવીન્યપૂર્ણ છે.
    અભિનંદન.

    Liked by 1 person

  29. pravinshastri November 12, 2013 at 12:00 AM

    ભાઈ પ્રેમ બદલ આભાર. બ્લોગ દ્વારા મળતા રહીશું. કુશળ હશો.

    Like

  30. Ritesh November 11, 2013 at 11:36 PM

    મારા બ્લોગની મુલાકાત બદલ આભાર.તમારો બ્લોગ અને સરળ સાહજિકતા વાંચી ને પ્રસન્ન તથા ઈમ્પ્રેસ પણ થયો.પોતાની મહાનતાને વખોડવી તે એક મહાન જીત છે મારી દ્રષ્ટીએ ! સાહેબ, અવાર નવાર નેટ પર મુલાકાત લેતા રહીશું.

    Like

  31. pravinshastri September 10, 2013 at 7:24 PM

    ચિરાગભાઈ, આપનો ઘણો આભાર. ગમ્યા નગમ્યાનો પ્રતિભાવ જરૂરથી આપતા રહ્જો. હું માત્ર મારી વાર્તાઓ જ પોસ્ટમાં મૂકું છું.

    Like

  32. Chirag September 10, 2013 at 5:50 PM

    tamaaraa blog ni akaasmaate mulaakaat lidhi ane bahuj gamyo. tamaari vartao vaachvi gamshe. pranaam.

    Like

  33. pravinshastri August 7, 2013 at 11:00 AM

    પ્રભુને એ જ પ્રાર્થના કે આપની લાગણી મારા પ્રત્યે વહેતી રહે. ફરી એક વાર એ જ વાત દોહરાવું છું. હું સાહિત્યકાર નથી. માત્ર, માત્ર કાલ્પનિક વાતો જ લખું છું. આપનો આભારી છું.

    Like

  34. Pingback: (114) એક નવા સાહિત્ય મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રી અને એમની વાર્તાઓ- એક પરિચય | વિનોદ વિહાર

  35. jagdish48 April 19, 2013 at 7:23 AM

    પ્રવિણભાઈ,
    બ્લોગ ફોલોઅરમાં આપનું નામ વાંચી, અહી આવી ચડ્યો.
    પણ લાગ્યું કે આ પહેલા પણ અહી આવ્યો છું – ‘સ્પેસ’ અહી જ વાંચી હતી, બીજી પણ કેટલીક વાર્તાઓ ‘Freshly pressed’ પરથી આવી વાંચી ગયો છું. મારું તો વિજ્ઞાનથી દુર થવાનું નથી બન્યું, પણ કેમેસ્ટ્રીમાંથી માનવીની ‘કેમેસ્ટ્રી’માં એન્ટ્રી થઈ ગઈ છે. નાનપણમાં તો વાર્તાઓ, નવલકથાઓ બહુ વંચાણી. માનવીય લાગણીઓને વાચા આપતી વાતો લખવા બદલ ધન્યવાદ. મળતા રહીશુ.
    મારા બ્લોગ પર ‘બ્લેન્ક સ્પેસ’ સમય મળ્યે જોઈ જજો. સાહિત્યની સોડમ વગર કેવું લખાયું તે કહેજો.
    આભાર.

    Like

  36. pravinshastri April 2, 2013 at 6:38 AM

    આપનો ઘણો આભાર. જો શક્ય હોય તો મેડિકલ ઈલેક્ટ્રોનિસની દિશામાં જવાનું વિચારશો. ડોક્ટરોના ડાય્ગ્નોસીસ મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ પર જ આધાર રાખે છે. તમે સાહિત્યમાં રસ ધરાવો છો એ આનંદની વાત છે. પણ અત્યારે અભ્યાસનો સમય છે. આગળ વધો એ જ શુભેચ્છા.

    Like

  37. keyursavaliya April 2, 2013 at 3:25 AM

    આપની ધારણા પ્રમાણે મારી ઉમર ૨૨ વર્ષ ની છે..અને હુ એંનજિનિય્રિંગ નો અભ્યાસુ છુ……….મારુ કાઇ પણ કામ હોય તો મને તક્લીફ આપસો…….

    Like

  38. pravinshastri April 1, 2013 at 9:50 AM

    કેયુરભાઈ આપની કોમેન્ટ અને સુચન બદલ આભાર. મારી સમજ જો સાચી હોય તો આપની ઉમ્મર ૨૦-૨૨ની છે. જુવાનીયાઓ પાસે મારે ઘણું શીખવાનું છે. વિકિપિડિયામાં મારી વાર્તાઓ શી રીતે મુકવી તે આવડતું નથી. શીખી લઈશ. ૧-૧૧-૨૧ તારીખે ગાંડી-ઘેલી વાર્તાઓ મુંકતો રહું છું. બ્લોગ પર પધારતા રહેજો અને પ્રતિભાવ આપતા રહેજો.. Thanks again.

    Like

  39. keyursavaliya April 1, 2013 at 9:03 AM

    ખરેખર ખુબ જ સરસ બ્લોગ છે આપ નો…આપ વિકિપિડિયા મા પણ યોગદાન આપો ને….જો ના આપતા હોવ તો……

    Like

  40. pravinshastri March 5, 2013 at 6:36 PM

    વોરા સાહેબ વગર વિચારે જે ભચડી મારું છું. તે અજાણતાનાં સત્યબની જાય છે, વિચાર કરીને ધોઈને પાલીસ કરીને લખું તો એ જૂઠાણું થઈને મારી સામે જ ચાળા પાડે છે. કૃપા કરી વાંચતા રહો કંઈ ખૉટી ગરબડ લાગે તો મિત્ર છો. ટપલા મારવાની છૂટ છે.

    Liked by 1 person

  41. vkvora Atheist Rationalist March 4, 2013 at 9:55 PM

    અંગ્રેજોના જમાના પહેલાં સુરત ખરેખર મોટું શહેર હતું.

    દુનીયાની મોટામાં મોટી લુંટ શીવાજીએ સુરતની કરી અને આઠ લાખની વસ્તીમાંથી ચાલીસ હજાર થઈ ગઈ.

    માફી માંગવા શીવાજી ઠેઠ ઔરંગઝેબના દરબારે દીલ્લી ગયો.

    અંગ્રેજોએ સુરતથી કોઠી ખસેડી. અંગ્રેજો મુંબઈ આવ્યા.

    સત્યશોધક સભા સુરતની કહેવાય.

    અભીવ્યક્તીમાં આત્મા પરમાત્માની ચર્ચામાં શાસ્ત્ર નીષ્ણાંત સુરતના પ્રવીણકાન્ત શાસ્ત્રીના બ્લોગ ઉપર કોમેન્ટ લખી.

    Like

  42. પરાર્થે સમર્પણ October 27, 2012 at 8:46 PM

    આદરણીય વડીલ શ્રી પ્રવીણભાઈ
    બ્રહ્મ દેવ અમારે આંગણે પધારી પાવન પગલાં પાડી આશીર્વાદ રૂપી સંદેશ અર્પી ગયા અને અમે ધન્ય બની ગયા.
    હવે તો અમારે બ્રહ્મ દક્ષિણા રૂપે આપના બ્લોગ પર જરૂર આવવું પડશે.
    એ સંદેશના પ્રીતિ પાક સ્વરૂપે આપના આગણાં પર જરા અમથી લટારે નીકળ્યો છું. હવે નિયમિત સભ્ય બનાવી અમ
    બાલ ગોપાલને આશીર્વાદ પાઠવતા રહેશો એવી અભર્થના.
    સુંદર બ્લોગ જગતનું મધુરું નજરાણું મળ્યું છે એમાં આજે “પ્રવીણભાઈ શાસ્ત્રી “ના બ્લોગ રૂપી બાગમાં જોયું તો અનન્ય
    ને મનોરમ્ય ફૂલ ખીલ્યા છે ( કૃતિ રૂપી) એની મહેક માણવાનો મોકો મળ્યો ને એ મહેંકના સથવારે ધન્ય બની ગયા

    Like

  43. Pingback: (114) એક નવા સાહિત્ય મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રી અને એમની વાર્તાઓ- એક પરિચય « વિનોદ વિહાર

  44. Vinod R. Patel October 21, 2012 at 12:43 AM

    પ્રિય પ્રવીણભાઈ,

    તમારા બ્લોગની મુલાકાત લઈને ખુબ આનંદ થયો.બ્લોગમાં પોસ્ટ કરેલ વાતાઓ પણ સરસ છે.આપને
    આથી ય વધુ સફળતા મળતી રહે એવી શુભેચ્છાઓ .

    આપની જેમ મેં પણ મારી 75 વર્ષની ઉંમરે નિવૃતિની પ્રવૃત્તિ તરીકે સપ્ટેમ્બર 2011 થી મારો ગુજરાતી
    બ્લોગ વિનોદ વિહાર શરુ કર્યો છે .એમાં મારી સ્વરચિત અને અન્ય લેખકોની મને ગમતી રચનાઓને
    વાચકોને પીરસું છું.મારા બ્લોગની વેબ સાઈટ http://www.vinodvihar75.wordpress.com છે.આપ મારા
    બ્લોગની મુલાકાત લઈને આપનો પ્રતિભાવ આપશો એવી આશા છે.

    આપના બ્લોગ મારફતે આપનો પરિચય પામીને આનંદ થયો.

    વિનોદ પટેલ

    Like

  45. pravinshastri August 23, 2012 at 11:08 PM

    માર્કન્ડભાઈ,
    સપ્રેમ વંદન. આપના તરફથી નિયમિત રીતે મળતા કાવ્યો માણું છું. ૭૦ પછી લખવાનો ચડસ લાગ્યો છે. પ્રતિભાવ અને માર્ગદર્શનની અપેક્ષા…
    પ્રવીણ શાસ્ત્રી.

    Like

  46. MARKAND DAVE August 23, 2012 at 10:48 PM

    હું …પ્રવીણ શાસ્ત્રી.

    Very Nice sir, Welcome to Blog-jagat.

    Like

  47. pravinshastri August 23, 2012 at 12:08 AM

    આપના પ્રતિભાવ બદલ આભારી છું. મારી મોટાભાગની વાર્તાઓ અમેરિકાના ભારતીય સમાજમાંથી જ સર્જાયલી છે.
    પ્રવીણ શાસ્ત્રી.

    Like

  48. Dr Mukur Petrolwala August 22, 2012 at 10:47 PM

    તમારી વાર્તાઓ વાંચી – દેવકી-યશોદા અને ન સમજાતા મીંડા. સાદી ભાષામાં ચોટદાર વાર્તા. ખરેખર પ્રશંસનીય!

    Like

  49. Dharmesh Vyas July 23, 2012 at 2:22 AM

    પ્રિય પ્રવીણભાઈ,

    “જ્ઞાન સાથે ગમ્મત” પર મળેલા આપના પ્રેમ અને સહકાર જોઈને મોજેમોજ.કોમ ના નામ થી વેબ બ્લોગ શરુ કરેલ છે.

    આશા રાખીશ આપનો સહકાર ત્યાં પણ મળતો જ રહેશે.

    આપની બ્લોગ ઉપર મુલાકાત અને અભિપ્રાય મને અનુરૂપ ફેરફારો કરવામાં મદદ કરશે.

    http://www.mojemoj.com

    ધર્મેશ

    Like

  50. PH Bharadia June 15, 2012 at 8:32 AM

    પ્રિય પ્રવીણ શાસ્ત્રી,આપની ‘વાલ્મિક’ નવલિકા વાંચી ખુબજ ગમી, તમારા સાહિત્યને કોઈ સાપ્તાહિક કે
    માસિકમાં વાંચવાની તક અંહી મળી અને આપને ‘બ્લોગ’ વિષે ની માહિતી પણ આ વાર્તા વાંચ્યા પછીથીજ
    મળી,આપનો જીવન પરિચય પણ વાંચ્યો એવું લાગ્યુંકે અંગ્રેજીમાં જેને ‘Writer ‘s bloke ‘ કહેવાય તેવુંજ
    તમને થયું હોય તેવું લાગે છે !! હવે તે ખુલી જતાં ગુજરાતીભાષા વધુ સમૃદ્ધ બની રહેશે,આપની વાર્તા થકી
    લોકોને અમરિકા સ્થિત હિન્દીઓનું ત્યાંના સમાજ અને જાહેરજીવનમાં કેટલું યોગદાન આપે છે તેની પણ
    લોકોને જાણકારી મળતી રહેશે,આપે ‘વાલ્મિક’ વાર્તા જે ઢબે અને શૈલીથી લખી છે તેમાં ભાષાની માવજત
    ખુબજ અને સરસ કરી છે જેથી વાંચકોને પણ આનંદ મળે છે. વાર્તા માટેની તમારી કલ્પના શક્તિ દાદ આપે તેવી છે.હું હવે પછી આપને બ્લોગનો વાંચક બનીને રહીશ અને મારા મિત્રો સંપર્કોમાં પણ ભલામણ કરતો રહીશ.
    અસ્તુ
    -પ્રભુલાલ ભારદિઆ
    ક્રોયડન,લંડન.

    પ્રિય પ્રવીણ શાસ્ત્રી,આપની ‘વાલ્મિક’ નવલિકા વાંચી ખુબજ ગમી, તમારા સાહિત્યને કોઈ સાપ્તાહિક કે

    માસિકમાં વાંચવાની તક અંતહી મળી અને આપને ‘બ્લોગ’ વિષે ની માહિતી પણ આ વાર્તા વાંચ્યા પછીથીજ

    મળી,આપનો જીવન પરિચય પણ વાંચ્યો એવું લાગ્યુંકે અંગ્રેજીમાં જેને ‘Writer ‘s bloke ‘ કહેવાય તેવુંજ

    તમને થયું હોય તેવું લાગે છે !! હવે તે ખુલી જતાં ગુજરાતીભાષા વધુ સમૃદ્ધ બની રહેશે,આપની વાર્તા થકી

    લોકોને અમરિકા સ્થિત હિન્દીઓનું ત્યાંના સમાજ અને જાહેરજીવનમાં કેટલું યોગદાન આપે છે તેની પણ

    લોકોને જાણકારી મળતી રહેશે,આપે ‘વાલ્મિક’ વાર્તા જે ઢબે અને શૈલીથી લખી છે તેમાં ભાષાની માવજત

    ખુબજ અને સરસ કરી છે જેથી વાંચકોને પણ આનંદ મળે છે. વાર્તા માટેની તમારી કલ્પના શક્તિ દાદ આપે તેવી છે.

    હું હવે પછી આપને બ્લોગનો વાંચક બનીને રહીશ અને મારા મિત્રો સંપર્કોમાં પણ ભલામણ કરતો રહીશ.

    અસ્તુ

    -પ્રભુલાલ ભારદિઆ

    ક્રોયડન,લંડન.

    u

    kaik તમને થયું

    પ્રિય પ્રવીણ શાસ્ત્રી,આપની ‘વાલ્મિક’ નવલિકા વાંચી ખુબજ ગમી, તમારા સાહિત્યને કોઈ સાપ્તાહિક કે

    માસિકમાં વાંચવાની તક અંતહી મળી અને આપને ‘બ્લોગ’ વિષે ની માહિતી પણ આ વાર્તા વાંચ્યા પછીથીજ

    મળી,આપનો જીવન પરિચય પણ વાંચ્યો એવું લાગ્યુંકે અંગ્રેજીમાં જેને ‘Writer ‘s bloke ‘ કહેવાય તેવુંજ

    તમને થયું હોય તેવું લાગે છે !! હવે તે ખુલી જતાં ગુજરાતીભાષા વધુ સમૃદ્ધ બની રહેશે,આપની વાર્તા થકી

    લોકોને અમરિકા સ્થિત હિન્દીઓનું ત્યાંના સમાજ અને જાહેરજીવનમાં કેટલું યોગદાન આપે છે તેની પણ

    લોકોને જાણકારી મળતી રહેશે,આપે ‘વાલ્મિક’ વાર્તા જે ઢબે અને શૈલીથી લખી છે તેમાં ભાષાની માવજત

    ખુબજ અને સરસ કરી છે જેથી વાંચકોને પણ આનંદ મળે છે. વાર્તા માટેની તમારી કલ્પના શક્તિ દાદ આપે તેવી છે.

    હું હવે પછી આપને બ્લોગનો વાંચક બનીને રહીશ અને મારા મિત્રો સંપર્કોમાં પણ ભલામણ કરતો રહીશ.

    અસ્તુ

    -પ્રભુલાલ ભારદિઆ

    ક્રોયડન,લંડન.

    u

    kaik તમને થયું

    k

    k
    k

    Like

  51. pravinshastri May 17, 2012 at 9:10 AM

    Please visit my blog https://pravinshastri.wordpress.com/ for more stories. Under the date circle and the text in the post, the link to the story is in an underlined red font. Please click on the link to read the story as a PDF file.
    Thanks.
    Pravin Shastri

    Like

  52. khojema May 17, 2012 at 12:36 AM

    Nice to read your storys , how do i get the excess to your new stories

    Like

  53. pravinshastri May 13, 2012 at 6:49 PM

    Thanks again for suggestion. To be honest with you, web jagat (web jangal) is still new and confusing for me. I get lost in Blog and Face book. I have to seek and wait for my grand children. With there help I will put my profile.

    Please Stay in touch. Regards Pravin Shastri.

    ________________________________

    Like

  54. chandravadan May 13, 2012 at 6:30 PM

    This is an example of a WordPress page, you could edit this to put information about yourself or your site so readers know where you are coming from. You can create as many pages like this one or sub-pages as you like and manage all of your content inside of WordPress.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Instead of the ABOVE you can DELETE it & REPLACE it with your PROFILE !
    DR. CHANDRAVADAN
    www. chandrapukar.wordpress.com
    See you again on Chandrapukar….you can read the Post on MOTHER
    Happy Mother’s Day !

    Like

  55. chandravadan May 13, 2012 at 6:27 PM

    Pravinbhai,
    It was nice to visit your Blog.
    It is nice…..with your desire to publish VARTAO as the Posts.
    Congratulations for starting this Blog !
    Welcome to Gujarati WebJagat !
    I wish you all the Best !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Pravinbhai, I suggest you write a short PROFILE about yout self & post it as SOME INFO as anyone CLICKS “About” on the Main Page…Thus, instead of reading the Posts on HOME, one will be able to VIEW your Profile & thus know you.
    Please refer to other Blogs for what one can write briefly there !
    Just a Suggestion ! Think & do as you desire !

    Like

Leave a comment