શી મત્ – કમ્પ્યુટરી ગીતા– જુગલકીશોર.

શી મત્ – કમ્પ્યુટરી ગીતા
(અનુષ્ટુપ)

ધુતરાજ ઉવાચ :

કાવ્યક્ષેત્રે, ગીરાક્ષેત્રે સમવેતા લખેશરી
પ્રીન્ટ–કમ્પ્યુટરે સૌ શું કરી રહ્યાં છ, ક્હે મને.

સંચય ઉવાચ :

કાવ્યક્ષેત્રે વીવીધા છે, સ્વરુપોની બધી ઘણી,
ભાષાક્ષેત્રે સુવીધા થૈ હવે યુનીકોડ તણી.

પ્રીન્ટનું ક્ષેત્ર તો જાણે આઉટડેટું થ્યું ગણો;
પેન ને કાગળે સૌને દુખાવો આંગળાં તણો !

સાંકડાં સામયીકો સૌ નીશ્ચીત લેખકો થકી,
નવાંને ચાન્સ ના કોઈ; કોઈ અપવાદે લકી !

લેખકો જુથમાં ટોળે વ્યસ્ત સૌ રાજકારણે,
ભાષા–સાહીત્યને મુક્યાં ધકેલી બ્હાર બારણે !

એવે ટાણે કી–બોર્ડે આ દીશા શી ઉઘડી નવી !
ગીરા ને કાવ્યક્ષેત્રે જે થઈ તે ક્યાં બીજે થવી ?!

સ્પીડમાં લખતું આ, શું ગણેશજી…..કમ્પ્યુટર ?!
ચડીને વાહને દોડે જાણે માઉસ–ઉંદર !!

– જુગલકીશોર.

મિત્રોની કાવ્ય પંક્તિઓ

મિત્રોની કાવ્ય પંક્તિઓ

Asmita Shah

લઘુ કાવ્યો

(૧)

હું જ્યારે જ્યારે
અભિવ્યક્ત કરું છું
મારી અભિવ્યક્તિને
તુજ સમક્ષ
ત્યારે સુંદરતા મારી
ચોપાસ વળગી રહે છે
કહે છે …
હા ! તું સુંદર છે

અસ્મિતા

(૨)

અભિવ્યક્તિને
અભિવ્યક્ત કરવાની
જરૂર પડે છે
જયારે જયારે
એકલતાને પ્રસવ
પીડા ઉપડે છે .

અસ્મિતા

(૩)

ચેહરા પર લીપાઈ
જાય છે ભાવ
આંખોની લિપિના
પણ મન ટપાર્યા
કરે બસ હવે !

અસ્મિતા

(૪)

પવનપાવડી પેહરી
વસંત કેવો આવી
પોંહચ્યો
હવે ,
સ્મરણોનાં મોરનો
રોજ
થનગનાટ.

અસ્મિતા

(૫)

પ્રેમ અને ધૃણા
જીવનના કિનારા
બે
નદી બિચારી
કિનારા લઇ દોડે
જીવનપર્યંત

અસ્મિતા

(૬)

મન છે
આરોહ અવરોહ
ચાલ્યા કરે છે
વિચારોની પૃષ્ઠભૂમિ પર
તો ય
સંબંધોની રંગોળી
પૂર્યા કરું છું
માનવ મેહરામણમાં

અસ્મિતા

(૭)

પાંખો છે
ફેલાવી દો ગગન સુધી
કંડારી દો
શબ્દ્શીલ્પ ને
કવિતાના રંગમાં
પછી રોજ
સ્નેહનું ઝાકળ
ઝરમર ઝરમર …

અસ્મિતા

*******

Tulip

s-gandhi

સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી

(૩) ઘેલી આશા 
કાજળ ભર્યા નયનો ગમે છે
જયારે શરમ થી ભારે પલકો નમે છે
ને ઘટાદાર ઝુલ્ફો માં અરમાનો ભમે છે
સ્વપ્નો માં પણ સનમ , કેવી રમતો રમે છે
તાજગી ભરી કળીઓ  જેવું હાસ્ય ખીલે છે
ને સિતમગર ના સિતમ મનડું, હર્ષ થી ઝીલે છે
તરસ્યું મન, જામ આંસુ તણા પી લે છે
સ્વપ્નો માં પણ આહ ન કરનારા, હોઠ સીવી લે છે
ઓળખાણ થઇ જાય તો ય નજરો ફેરવે છે
ને એની ભોળી અદાઓ, નિર્દોષ ને પણ ગુનેગાર ઠેરવે છે
એના સ્પર્શ તણો ઇન્તજાર રોમે રોમ સેવે છે
સ્વપ્નો માં પણ કોઈ ઘેલી આશા જીવે છે
*******
લહેર
છૂટે હાથ ને અગર છૂટે સાથ પણ
ખરતા નથી સમય ની ડાળી એ સચવાયેલા સગપણ
નિશાની વગર ની પગથી ના અવશેષ શું મળે
(જેમ)   ક્ષણજીવી સાગર ની લહેર માં કિનારા ની આશા સળવળે
*****
 માવઠું 
 રખોપા તો હતા વસંતી વાયરા ના
 ને હતી પાનખર વેગળી,
 તોય  ન વિકસી રડી ખડી કળી
 વરસ્યા વિના વિદાય થઇ કંજૂસ વાદળી
 બે આંસુ ના છાંટણે  તરસી ભોમકા ન પલળી

જુભાઈની કવિતા ગુમ થઈ.

સોસિયલ મિડિયા પર ધમાકેદાર સમાચાર.
.
અમદાવાદના જાણીતા માનીતા કવિશ્રીજુભાઈની નખરાળી કવિતા ગુમ થઈ ગઈ.  ક્રાઈઈમ બ્રાન્ચના માનવા મુજબ આ સ્થાનિક બાબત નથી પણ ગુમ થવા પાછળ આંતરરાસ્ટ્રીય તત્વોનો હાથ છે.  નાના નાના કવિતડાઓ અને લેખકડાઓ ફફડી રહ્યા છે જો જુભાઈ જેવા જુભાઈની કવિતા ગુમ થઈ જાય તો આપણી રચના, કૃતિકા,  નું શું?
.
પણ ઈન્ટર પોલે શોધી કાઢ્યું કે કોઈ શાસ્ત્રીનામનો ચોર એને ઘડીના છઠ્ઠા ભાગમાં ઉપાડીને અમેરિકા લઈ ગયો છે. ક્રાઈમ પેટ્રોલની કસ્ટડીમાં જેમ ઝપેટા દંડા પડે એમ શાસ્ત્રીના રિમાંન્ડ લેવામાં આવ્યા.
.
પાછળથી જુભાઈએ જણાવ્યું હતું કે શાસ્ત્રી ધાક ધમકી આપીને એમની નજર સામે ઉપાડી ગયો હતો.
@@@

તાજા ખબર….કવિતા જાતે જ જુભાઈના લાઈકી ચમચાઓથી ત્રાસીને શાસ્ત્રી સાથે એના બ્લોગમાં રહેવા ચાલી ગઈ હતી.

ચિંતિત જુભાઈ

ચોરી ચારે કોર !!

“કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ ચીત્તડાનો ચોર,

આ જગતમાં જ્યાં જુઓ ત્યાં ચોરી ચારેકોર !” **

કોઈ ગન ચોરે કોઈ ફન ચોરે, કોઈ ચીભડાનો ચોર,

બ્લોગજગતમાં પણ હવે ચોરીનો ભારે શોર !

કોઈ કણ ચોરે. કોઈ મણ ચોરે, કોઈ ટનબંધો જણ ચોર,

સાહીત્ય જગતમાં ‘આગુસે ચલી આતી હૈ’નું જોર !

કોઈ છદ્મચોર, કોઈ ભગ્નચોર, કોઈ છતરાયું પણ ચોર,

જાહેર, ખાનગી, રાજકારણી – રાત હોય કે ભોર !

કોઈ દાણચોર, ને માખણચોર, ને ચાખણ, પાખણ ચોર,

બણબણ, છણછણ, ચણભણ તોયે ખણખણ કરતો ચોર.

આ ચોર અને ચોરીની વાતે ચોરેચૌટે શોર,

પણ “ચોરી પર શીરજોરી” ની જો વાત હોય, શીરમોર !!

– જુગલકીશોર.
––––––––––––––––––––––––––––––––
** જુના ગુજરાતી સૌજન્યગીતની પંક્તીઓ

સૌજન્યઃ

શ્રી જુગલકિશોર વ્યાસ

રચનાની રચનાઓ

રચનાની રચનાઓ

rachana

રચના ઉપાધ્યાય

*

ઓરતા

કાળાશ ઓઢે છે રાત લઇ સ્વપ્નના ઓરતા

હાથતાળી આપે એને સલૂણા ઉષાના ઓરતા

ભુલી ગયો કે ઘરના છે તૂટેલા બધા બારણા

ભેગું કરતો રહ્યો ઘરમાં લઇ માણવાના ઓરતા

ચણતી રહી જીદગી ગંજીફાના ઊંચા મીનારાં

ભેગા થતા રહ્યા બસ થોડાંક શ્વાસના ઓરતા

ઉંબરે હજીયે કયારેક થશે ધબકતા પગલા

બસ બિછાવ્યા છે ક્યારનાં આંખોએ ઓરતા

હાથ વચાળે ચાકડે કરતા નૃત્ય માટીના ઘડા

જીંદગી એમ નચાવતી માનવીનાં ઓરતા

પગ માંડ્યા છે માંડ, છે માત્ર સફરની વાંછના

મંઝીલના નામે તમને ભટકાવાનાં ઓરતા 

શબ્દોને શું ખબર કલમ ઉઠાવનારની ઇચ્છા?

એને પાનાંની”રચના”મા સમાવાનાં ઓરતા

#######

.

હાથમાં કંઈક તો આવશે

શબ્દોને ખાંડણિયે કૂટીશ તો હાથમાં કંઈક તો આવશે

ડગ માંડીશ કોઈક કેડીએ તો હાથમાં કંઈક તો આવશે

બરફ પીગળી પીગળી પાણી જમીનમાં ઉતરી જશે

મૂળિયાથી ટોચ સુધી ઝાડના હાથમાં કંઈક તો આવશે

જખમી થાયા કરું છું અનંત જંગમાં હારીને જાત સાથે 

રાત્રે નીંદ્રારણીની સોબતે હાથમાં કંઈક તો આવશે

નિશાન શીશીરનાં મીટાવી રહી છે હવા આસ્તે આસ્તે

એંધાણી વસંત જેવી હાથમાં કંઈક તો આવશે

નીકળીશ ના ઘરની બહાર કોઈના મળવાની આશ સાથે

લઈશ હવે મોબઈલ ત્યારે હાથમાં કંઈક તો આવશે

#######

.

ઉઠે

ધરતી પર પગ જમાવી, આભને આંબવા હાથ ઉઠે

હર જન્મનું સખ્ય સાત જન્મોના બંધન વગર ઉઠે

સ્પર્શનાં સળગતા ગુચ્છામાંથી ગુલાબી શાતા ઉઘડે

શબ્દોના ધામ કાગળમાંથી મરડી આળસ મૌન ઉઠે

નિરંકાર આત્મામાંથી કદીક મૂર્તી પાર્થિવ નીપજે

તૃષ્ણાના અંધારા વનમાંથી ઉજળી કેડી એક ઉઠે

દર દર ભટકું કરતા તારું સામું ચાલી મળવું બને 

ચણેલી દિવાલ ભલે ક્ષિતિજની પણ ક્યાંય ન ઉઠે

પ્રેમ એટલે મોત, જીંદગી જ્યાથી પામે જીવન છે

તો જ હર “રચના” નવપલ્લવિત નીખરી થઈ ઉઠે

નયન નિર્ઝરા – અસ્મિતા શાહ

 સૌજન્યઃ ફેસબુક મિત્ર

asmita

Asmita Shah

3 એપ્રિલના રોજ 05:14 AM વાગ્યે ·

નિરખી શકું નાં મુજને તુજ નયનમાં
થયો હું એવો દિગ્મુઢ તુજ વદનમાં

સૌદામિની સી ચમકી તુ ચિત્વનમાં
અહો ! જાણે વરસી અભ્રથી ર્મૃદુ નિર્ઝરા

દ્રશ્યો કેવા ઉઘડ્યાં સકંપે અધરોષ્ઠ
ઔદાર્ય શું સૌંદર્યનું સહર્ષ ધસ્યો તુજ પાસ !

પાલવ કેવો નગુણો પવનને સાથ દેતો
સમય કેવો ધીમો સુરમ્ય વેહ્તો

નમતી સાંજે કમળફૂલમાં ખેલતો ભૃંગ દીઠો
સ્મૃતિપટ પર સહજ ઉપસ્યું સરતું ઉરે થી વસ્ત્ર

નીચી નજરે કુસુમ ધીમા શ્વાસ ભરતું
નિરખી શક્યોના મુજને તુજ નયનમાં તથાપિ !

અસ્મિતા

કાવ્ય ગુંજન ૫૧.

કાવ્ય ગુંજન ૫૧.

આભાર સહિત ફેસબુક પરથી તફડાવેલી મિત્રોની રચનાઓ.

Sanjay Smita Gandhi

કોઈને લીફ્ટ મળી ગઈ…ને કોઈ દાદરા ચડી ગયા,
કોઈએ સંઘર્ષ કર્યો, કોઈને સુખો સહેલાઈથી જડી ગયા..

કોઈનું પેટ વધી ગયું તો કોઈના વાળ ખરી ગયા…
ઉંમર સાથે વધતા વર્ષો… આપણી સાથે કળા કરી ગયા..

દરેકના શું સપના હતા ને દરેક શું બની ગયા….
પરિસ્થિતિ પ્રમાણે બધા પોતપોતાના રસ્તે પડી ગયા..!

સંજય ના એ સોનેરી દિવસો બહુ ઝડપથી સરી ગયા..,
યાદ બનીને મનના ખૂણે એ ડીપફ્રીજ થઈને ઠરી ગયા..

-સંજય

*****************************

Asmita Atul Shah

છે શરમના શેરડાની વાત …

ધરતીમાં ઉગ્યું છે લીલેરું ઘાસ અને ક્ષિતિજે મળવાની આશ ..
ધરતી અને આભનો આમતો મેળ કોઈ નહિ પણ વરસીને આપે ઉપહાર
છે શરમના શેરડાની વાત ..

સલોની સાંજ અને બાંકડો ઝગમઘે ફૂલો વેરાયાની વાત ..
રાત અને રાણીનો સહિયારો સંપ અને ફોરમ વેરાય ચોપાસ ..
છે શરમના શેરડાની વાત

મનગમતી નાર અને ગાલે એના ખંજન છે આંખોથી હસવાની વાત..
આમ જુઓ તો મનના આ મેળ બધા તો ય ખેલ કેવા રચાય સંગાથ ..
છે શરમના શેરડાની વાત …

પ્રેમમાં ડૂબી જવું અને પ્રેમમાં તરી જવું છે વસંત અને પાનખરની વાત
આમ જુવો તો મૂળ એનું એ જ છે મોસમ બદલાયાની વાત
છે શરમના શેરડાની વાત

અસ્મિતા

***********************************

Surendra Gandhi

 

આરઝૂ ઇતની સી હૈ, હો જાયે ઉનસે મુલાકાત

કેહની હૈ રાઝે ઉલ્ફત ઔર ખુલુસે વફા કી બાત 

સઁવાર દું ઝુલ્ફે ઉનકી, ચમકા દું વોઃ ચેહરા

માંગ ઉનકી સજા દું, હો  ઉનકે દિલ મેં અપના બસેરા 

ખુદાઈ આપ મેં મેહસૂસ કરનેકી હો ગઈ હૈ આદત 

ફરિશ્તા ક્યાં મુઝે બનાયા, ઔર કી ચાહત કી ઈબાદત 

ખો જાયેં એક દુજે મેં,ઢૂંઢ ન પાયે હમ જહાં વાલે

સદીયાં સાથ ચલેંગે, હોંગે રાહબર આલમે ઉજાલે

સુરેન્દ્ર ગાંધી

કાવ્ય ગુંજન ૫૦

કાવ્ય ગુંજન ૫૦

 

જુગલકિશોર

Jugalkishor J

ગાંધી તારા દેશમાં –

ગાંધી તારા દેશમાં ગાંધી શબ્દ વગોવાય,

god બની જાય ગોડસે, મંદીર એનાં ચણાય.

સાદી તારી જીવની, સાદી તારી વાત,

તોય શકે ના જીરવી, કેવી માનવજાત !

પગલું તારું એવડું માપ્યું નહીં મપાય,

પણ એ ચરણે ચાલવું અઘરું નહીં જરાય.

ચરણ-આચરણ સાથમાં, બે સંયોગે જાય,

નહીંતર એવું ચાલવું નકરું નીષ્ફળ થાય !

ત્રણ વીસુ દસકો જતાં પગલાં રહ્યાં ભુંસાઇ,

પણ પથ તેં દોરી દીધો એમ ભુંસાશે કાંઈ ?!

તું કણકણ, જનમન વસ્યો, ખસ્યો ખસે નહીં એમ,

“તું શાશ્વત છે તત્ત્વ ત્યાં ટકે ગોડસે કેમ ?!”

— જુગલકીશોર. (૩૦,૦૧,૧૮)

*

asmita

 Asmita Shah

इजाजत हे तुम्हें

इजाजत हे तुम्हे …

मुजे देखो ..मुजे मेहसूस करो …
मुजे अपनी बाहों में जकड़ लो….

छू लो मुजे …चूम लो मुजे …
जी भर के मुजे देखो …चाहो मुजे …

मेरे अस्तित्व का अनुमान मत लगाओ …

में तुम्हारे इर्द गिर्द ही हु ..जिन्दा !
मुजे पानेकी तमन्ना रखो …

हो सकता हे मुझे पाने के लिए…
तुम्हे कई कठिनाइयों का सामना करना पड़े ..

तुम थक कर टूट जाओ…फिर भी डटे रहो….

हा ! में इश्वर नहीं हु ..फिर भी उससे कम भी नहीं हु
मेरी इबादत कर लो …पुकार लो मुजे …

में तुम्हारी इच्छा हु …

अपने मन के खेत में मुझे बो दो ..

जितनी शिद्दत से तुम मुझे चाहोगे उतनी ही शिद्दत से
में तुम्हे गले लगा लुंगी …

तुम्हे में इस जंहा का बादशाह बना दूंगी

मेरी आगोश में आ जाओ …
मेहनत और आत्मविश्वास के साथ ….

अस्मिता

*

વ્યક્તિત્વ

s-gandhi

સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી

લોકવાયકાએ બનાવ્યો મને કલાકાર

અદા ન થઇ શકી બેવફાઈ, ન બન્યો વફાદાર

કરમાઈ પાંગરતી વેલ, ને દઈ ન શક્યો આધાર

કરે ય શું એક સ્તમ્ભ નિરાધાર

ઉદાસી અજવાળવા પીધી બે છાંટા શરાબ

સાંખી ન શકી દુનિયા, ગણ્યો મને ખરાબ

મળ્યું કાઈં, ને ગુમાવ્યું શું, રહ્યો નહીં હિસાબ

વરસે પ્રશ્નો ની ઝડી, મળે ન કોઈ જવાબ

લખાય શબ્દહીન કાવ્ય ને મનમીત ની આવે યાદ

છેડું કોઈ રાગિણી , ને ઉભરાતા અશ્રુ માંગે દાદ

ફાવશે મૃગજળ ના નશા માં રહેવું  ચકચૂર

ભટકતી મઁઝીલ હોય સમીપ કે દૂર

સમજણનો બરફ-નરેશ ડૉડીયા

પ્રવીણ શાસ્ત્રી

આજે ન્યુ જર્સીની અમારી કાઉન્ટીમાં ખૂબ સ્નો પડ્યો એટલે મેં એક હળવી પોસ્ટ ફેસબુક પર મુકી______

“મારા વ્હાલા કવિ મિત્રો, આપને જરા વરસાદ આવે એટલે રોમૅન્ટિક ગલગલીયા થાય, વસંત આવે ને ભ્રમર ગાન શરૂ થઈ જાય એટલે બેચાર ગઝલો ફેસબુક પર ઠપકારી દો તો જરા અમારા સ્નોની પણ કવિતા ઠોકી દોને! ધારો કે તમારી કાર સ્નોના ઢગલામાં ફસાઈ ગઈ હોય, તમારા ચારે પૈડા ઘુર્ર્ઘુરાટી કરતા ફર્યા કરતા હોય પણ તમારી કાર ત્યાંની ત્યાં જ હોય, એવામાં બીજી કોઈ પટાકડી આવીને ડ્રાઈવર સાઈડ સાઈડ પર આવીને એવી ઠોકે કે તમારાથી બહાર પણ ન નીકળાય અને પછી નેચર કોલિંગ તકાદો કરે……બસ લખી દો એકાદ સરસ ગઝલ. મારે મારા બ્લોગમાં મુકવી છે. કવિ મિત્રો પ્લીઝ એકાદ કવિતા તો આપો.”

પ્રતિભાવમાં મળ્યા એક મૃદુ હૃદયના કવિમિત્ર નરેશભાઈ ડૉડીયા.

Naresh Dodia

 નરેશ ડૉડીયા

Tulip

એ મળી હતી ત્યારે બિલકુલ બાલીસ
અને મુગ્ધ કુમારીકા જેવી હતી,
પ્રત્યેક પળ જાણે એને જીવી લેવાની
હોય એ રીતે ઉત્સાહથી થનગનતી હતી.
એને તુલીપનાં ફૂલો બહું ગમતાં હતાં
સમરટાઇમમાં અચુક અમારા બેકયાર્ડમાંથી
એ મનગમતું તુલીપ એના માટે તોડી જતી

એક વરસ,બે વરસ,ત્રણ વરસ એમ વરસો વિતતા ગયા
જેમ જેમ શીયાળાઓ વિતતા ગયા એમ એના પર
બરફની જેમ સમજણનાં થર ચડતા ગયા.
અને એ નીચે દબાતી રહી

દરેક શીયાળા પછી બરફને ઓગાળવા હુંફાળૉ
સમર આવે,

ચારે બાજું રંગબેરંગી ફૂલો કતારોમાં ગોઠવાય ગયા હોય
જાણે રંગોને પહેરીને મુગ્ધ છોકરીઓ હારબંધ ઉભી હોય.
હું પણ મારા બેકયાર્ડમાં સમરટાઇમમાં ઉગેલા
રંગબેરંગી તુલીપનાં ફૂલોને જોયા કરૂં છુ અને
વિચારૂં છુ કે,

હવે એ તુલીપનાં ફૂલ તોડવા આવે તો
એને સમર જેવી લાગણીની હુંફમાં ઓગાળીને
અને સઘળૉ સમજણનો બરફ ઓગાળી નાખવો છે.
-નરેશ કે.ડૉડીયા

રૂંવાટીદાર ટહૂકા કાનની અંદર લઝરતા જાય છે
હૂફાળી એક મૌસમના એધાંણ મળતા જાય છે.
આ શીયાળાને જાશો કોઈ આપીને ઞયું પરદેશમાં
બરફના દેશમા જઈ આહ ઠંડી એ હવે ભરતા જાય છે.
– નરેશ કે.ડોડીયા

કોઇ સીમાપારથી આવેલ પંખી બોલ્યું હતું
એક મૌસમ હુંફ માટે હોય,એ સમજાવી ગયું
– નરેશ કે. ડૉડીયા

@@@@@@@@@@@

સાથે હવે જરા હસી લો

Bhupendrasinh R Raol

ની મસ્તી

અમે હોવેલ ગામમાં શાસ્ત્રી રે અચકો મચકો કારેલી,
શિયાળે ફ્લોરિડા ગચ્છન્તિ કરતા રે અચકો મચકો કારેલી
ફ્લોરિડાના ગવર્નરે વિઝા ના આપ્યા રે અચકો મચકો કારેલી,
એમાં હવે બરફ વર્ષમાં ફસાણા રે અચકો મચકો કારેલી.
બુઢી ગોરાંદે એ આંખ મિચકારી રે અચકો મચકો કારેલી,
અમારુ લોહિનું દબાણ વધી ગયું રે અચકો મચકો કારેલી.
તીયા કોળાંદે એ કારને ઠોકી રે અચકો મચકો કારેલી.
ઓ નીવાબેન કહી આંખ ઉઘડી રે અચકોમચકો કારેલી
અમારા બધા દુખ નાશ પામીયા રે અચકોમચકો વઘારેલી રે.
કવિતા પૂરી..
😄😄😄🙏🙏🙏

કાવ્ય ગુંજન ૪૯

 

કાવ્ય ગુંજન ૪૯

asmita

Asmita Shah

આંખને પલકારે દરેક ક્ષણ વિલિન થાય છે અને તે જ ક્ષણ નવસર્જન પણ કરે છે. સમજ બહાર માત્ર માની લીધેલું મર્યાદિત વિશ્વ જ નહિ ક્ષણે ક્ષણ બ્રહ્માંડમાં નવસર્જન ચાલ્યાં કરતું જ હોય છે. પહેલી પંક્તિથી જ કવયિત્રી ગહન વાત કહી દે છે “ક્ષણની અણીએ ઉભેલું સકલ વિશ્વએ ક્ષણ તો નાશવંત જ છે તો શું વિશ્વ પણ તે જ ક્ષણે નાશવંત…..ના વિશ્વનું પણ નવસર્જન તે ક્ષણે થતું હોવું જોઇએ ને?  અસ્મિતાનું આ આખું કાવ્ય વાંચી આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો.

ક્ષણ

ક્ષણની અણીએ ઉભેલું સકલ વિશ્વ
ક્ષિતિજની પેલે પારથી ડોકાતું મન

કોઈ આઘાત,પ્રત્યાઘાત,
હરીત વનો, સ્મૃતિઓ,
ટહુકા પ્રેમના, ટુકડા પ્રેમના,
પળે પળે ઉગતું ,સુકાતું ઘાસ,

મૌનની પ્રગાઢ શાંતિમાં પથરાયેલું શબ્દોનું આલિંગન
રક્તકણોમાં ઉભરતા…શમતા..
રોગ,પીડા ,દુઃખ,સુખ,
કાલ્પનિક…દૈહિક ..મનોદૈહિક .
..
સર્વને વિખેરતી હું બદલાતી જાઉં છું…

આ સ્પંદન ..ગીત..લય ..ભાવ..પકડી
મુઠ્ઠીમાં બંધ કરું છું ચસોચસ …અને ..
અવકાશમાં ઉડાડી મુકું છું .

પ્રાદુર્ભાવ માટે જ તો ….અસ્મિતા

આવું જ એક બીજું સરસ કાવ્ય અસ્મિતા શાહનું વિચારવા જેવું છે. શ્વાસ અને ઉચ્છવાસની આ આવનજાવન છે; કોને કોનો કેટલો સાથ છે તેની આ વાત છે.

અને અસ્મિતની આ એક બીજી કૃતિ….

Asmita Shah

વેહ્તો પવન ખાવાની આ વાત છે
ઉગતા ઉમંગોને ઉછેરવાની આ વાત છે

તમે કહો તો આ વાટની વાત માંડુ
બોલતી આંખોને સાંભળવાની આ વાત છે

સ્પંદનોનો સાગર મેં સાતમાં પાતાળે જોયો
કેટલા સ્પર્શ્યા? સ્પર્શાનુંભાવની આ વાત છે

એકલું હળ જોડી કઈ ખેતરે જવાય નહિ
બીજ રોપ્યા પછી ફણગો ફૂટ્યાની આ વાત છે

ઘેરાયેલા વાદળ તો વરસી જવાના છે
પલળ્યા પછી કોણ ભીંજાયું તેની આ વાત છે

રોજ આકાશે સુરજ ડૂબે અને ચાંદ ડૂબે
સવાર અને રાત વેહ્ચાયાની આ વાત છે

કસ્તુરીમૃગ ને જોયું તેં અસ્મિતા આયનામાં
કસ્તુરી શોધવા બહાર ભમવાની આ વાત છે

છે ખબર શ્વાસ અને ઉચ્છવાસની આ આવનજાવન છે
કોને કોનો કેટલો સાથ છે તેની આ વાત છે .

અસ્મિતા

<><><><><><><><><><> 

અસ્મિતાની ગહન કૃતિ બાદ

જરા હળવી વાત

મારા બ્લોગમાં રજુ થતાં બધા જ કાવ્યો મારા ફેસબુક મિત્રોના છે. ફેસબુક જગત એક અનોખું જગત છે. ફેસબુક એ વ્યક્તિની આગવી ઓળખ છે. વ્યક્તિના પોતાના મનોભાવને, માનસિક સર્જનને એ ફલક પર રજુ કરે છે. અને પ્રતિભાવની એક ભૂખ ઉપડે છે. હું કહું છું તે ઘણાં બધા મિત્રોને પસંદ પડે. અને વખાણના બે શબ્દો કહે. વાહવાહ કહે-કરે. વડીલ મિત્ર દાવડાજીએ આ જ વાત સરસ રીતે પદ્યમાં છંદબધ્ધ રજુ કરી છે.

P.K.Davda

PK Davda

પ્રતિભાવની ભીખ

*
(વસંતતીલકા-મામ પાહિયો ભગવતી ભવદુખ કાપો)

*
FB મહીં સરકતા ફરતા સુજાણો,
પ્રેમીજનો, રસભરી કવિતા જો માણો,
થોડોક તો હ્રદયમા સમભાવ સ્થાપો,
ઓ વાંચકો મનભરી પ્રતિભાવ આપો.

*

ભૂલો હશે, અરથનો અવકાશ થાતો,
હોંસે લખું અંતરમાં ઉછળેલ વાતો,
આ મોજને પ્રસરવા પગથાર આપો,
ઓ વાંચકો મનભરી પ્રતિભાવ આપો.

*

કોને કહું ઉછળતા મનના વિચારો,
FB વિના પ્રસરવા નથી કોઈ આરો,
આપો વખાણ નહિં તો ફટકાર આપો,
ઓ વાંચકો મનભરી પ્રતિભાવ આપો.

*

ના સાહિત્ય સર્જનનો વ્યવસાય મારો,
માંડું અહિં, ઉભરતા મનના વિચારો,
આપો મને, કદિક તો શિરપાવ આપો,
ઓ વાંચકો મનભરી પ્રતિભાવ આપો.

*

થોડું કહ્યું, સમજદાર તમે, વિચારો,
જો હું લખું સતત, ના શબદો ઉચારો,
તો વાંચકો, ન લખવા ફરમાન આપો,
કાં વાંચકો મનભરી પ્રતિભાવ આપો.
-પી. કે. દાવડા

(સગાં દીઠાં મેં શાહઆલમના ભીખ માંગતા શેરીએ….)