Category Archives: “નવીન બેન્કરની વાતો”

બ દ લા- એક નવા દ્રષ્ટીકોણથી લખાયેલો ફિલ્મ-રિવ્યુ – નવીન બેન્કર.

સૌજન્યઃ

Navin Banker

 
બ દ લા- એક નવા દ્રષ્ટીકોણથી લખાયેલો ફિલ્મ-રિવ્યુ
(પપુધધુ શ્રી શ્રી સ્વામિ નિત્યાનંદ ભારતીજી (NB) મહોદયશ્રી-સેટેલાઈટ અને હ્યુસ્ટનના બની બેઠેલા ગાદીપતિશ્રી ની કલમે).
 
તમે આ ફિલ્મના જેટલા પણ રીવ્યુ વાંચ્યા હશે એમાં માત્ર ને માત્ર અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ કે અમૃતાસીંઘના અભિનયના વખાણ જ વાંચ્યા હશે. કેટલુ સુંદર સસ્પેન્સ થ્રીલર-મર્ડર મીસ્ટ્રી- છે ને એવી બધી જ વાત વાંચી હશે.
 
ઘરમાં ટીવી પર કે વિડીયોમાં , શાકનો વઘાર કરતાં  કરતાં કે કાન પર ફોન મુકીને ફિલ્મ જોનારાઓ ઘણી વખત ફિલ્મ માં આવતા અગત્યના દ્રષ્યો કે વાર્તા ચુકી જતા હોય છે.
 
ફિલ્મની વાર્તા એક એવી પરિણીત સ્ત્રી ના જીવનમાં બનેલી ઘટના છે કે જે સુખી દામ્પત્યજીવન જીવતી અને એક છ-સાત વર્ષના સંતાનની માતા પણ છે. કોઇ કમજોર પળે એ કોઇ પરપુરૂષ પ્રત્યે આકર્ષાઇ અને વન નાઈટ સ્ટેન્ડ મજા કરવા બીજા શહેરમાં ગઈ  અને ત્યાં એક અકસ્માત થયો. ખુન થઈ ગયું. અને પછી જે બન્યું એની બધાને ખબર છે. પણ આટલી વાત એટલી સંક્ષેપમાં અને એકાદ સીન પરત્વે જ સમેટી લેવાઈ જેની ઘણાંએ નોંધ પણ નહીં લીધી હોય !
 
કોઇ સ્પેનીશ કે અંગ્રેજી ફિલ્મ પરથી આખો કન્સેપ્ટ ઉઠાવી લેવામાં આવ્યો છે અને બે મુખ્ય પાત્રો ( અમિતાભ અને તાપસી ) તથા અન્ય ત્રણ ગૌણ પાત્રો ( અમૃતાસીંઘ, માનવ કૌલ  અને ફિલ્મમાં અર્જુન નું પાત્ર ભજવતા કલાકાર ) દ્વારા આખી કથા ફ્લેશબેક માં કહેવાઇ છે.
મોટાભાગની વાત તો મુખ્ય બે પાત્રો, એક રુમમાં સામસામા ટેબલ પર બેસીને , ડાયલોગબાજી કરીને, કહેવાય છે. વાર્તામાં સસ્પેન્સ છે, ટેન્શન છે, થ્રીલ છે. અને સૌથી વધુ તો ફિલ્મમાં અમિતાભ છે એટલે ફિલ્મ જામે છે.
 
માણસ કોઇપણપ્રકારનીએકવાક્યતાથીલાંબાગાળેમાનસિકસાહજિકતાગુમાવીબેસેછે. આમાંનહીંગમવાનુંકેનહીંભાવવાનુંબીજુંકોઇકારણનથીહોતું. પ્રક્રિયાખરુંકહીએતોએકજાતનુંરાસાયણિકસંયોજનછે. માનવીયસંબંધોમાંપણવધતાઓછાઅંશેઆવુંબનેછે.
માણસનેએકવાક્યતાનોજેઅણગમોથઇજાયછેઅનેનાવીન્યપ્રત્યેકુદરતીઆકર્ષણપેદા થાય છે

સાંભળતાંવેંતઆપણેપ્રસન્નપ્રસન્નથઇગયાહોઇએએવુંસંગીતફરીફરીસાંભળવાથીએનીપ્રસન્નતાએવીનેએવીરહેતીનથી.
કોઇચિત્રજોવુંકેપુસ્તકવાંચવુંએમાંપણઆવુંબનેછે.
અર્થશાસ્ત્રની ઘટતીજતીઉપયોગિતાનોનિયમઅહીંલાગુપડીજાયછે. નેમાનવરચિતકલાગમેએટલીઉત્તમદેખાતીહોયતોપણવારંવારએકની એક વસ્તુનો આસ્વાદકરવાથીએનીમધુરપઘટતીહોયએવુંલાગ્યાવિનારહેતુંનથી

માણસનુંમનછેઅનેનથીનીવચ્ચેજાણેઅજાણેપણભારેસંઘર્ષકરતુંહોયછે
યુ નો વોટ આઈ મીન ?
સુખી દામ્પત્યજીવન જીવતા પતિ-પત્નીના જીવનમાં પણ ક્યારેક કોઇ ત્રીજી વ્યક્તિ ગમી જાય અને થોડીક મજા કરી લેવાની તક ઉભી થાય ત્યારે આવું ‘વન નાઈટ સ્ટેન્ડ’ બની જાય એમાં કોઇ આભ તુટી પડતું નથી. હા ! ક્યારેક આ ફિલ્મમાં બને છે તેમ કોઇ અકસ્માત થઈ જાય, કોઇ ખુન થઈ જાય અને માણસ કરોળિયાના જાળામાં ફસાતો જ જાય ત્યારે અથવા પેલા ‘વન નાઈટ સ્ટેન્ડ’ને કારણે, સ્ત્રી પ્રેગ્નન્ટ થઈ જાય અને અનૌરસ સંતાન જન્મે ત્યારે માણસ ચક્રવ્યુહમાં ફસાઇ જાય છે.

ઘડપણની ઇમારતનું ભૂમિપુજન -નવીન બેન્કર-

સૌજન્ય
-નવીન બેન્કર-


 
 
ઘડપણની  ઇમારતનું  ભૂમિપુજન  -નવીન બેન્કર-
 
ગયા શનિવારે, સિનિયર સિટીઝન્સ એસોસિયેશનની મીટીંગમાં, બહારથી આવેલા ગાયક કલાકારોને એપ્રીસિયેશન તરીકે આપવામાં આવતી છોટી સી, ગીફ્ટ આપવા માટે પ્રેસિડેન્ટ શ્રી. રમેશભાઈ મોદીજીએ , મને સૌથી સિનિયર મેમ્બર તરીકે સ્ટેજ પર આવીને આમંત્રણ આપ્યું ત્યારે, માત્ર ત્રણ જ સ્ટેપ ચઢવા માટે હું શક્તિમાન ન થઈ શક્યો અને કલાકારે ત્રણ પગથિયા ઉતરીને નીચે ઉતરીને ગીફ્ટ સ્વીકારવી પડી ત્યારે, મને ત્રણસો સભ્યો વચ્ચે. શરમીંદગી અનુભવવી પડી હતી. રાજકપૂરને પણ દાદાસાહેબ ફાળકે એવોર્ડ સ્વીકારતી વખતે સ્ટેજ  પર ચઢી ન શકતાં, એવોર્ડ આપનાર મહાનુભાવને સ્ટેજની નીચે ઉતરવું પડેલું એ દ્ર્ષ્ય જોઇને મારાથી ‘ બિચ્ચારો’ બોલાઈ ગયેલું એ વાત યાદ આવી ગઈ.
આજે હું જ એ ‘બિચ્ચારો’ થઈ ગયો છું.
 
તમે હાલીચાલી શકતા હો, ફિલ્મો જોવા થિયેટરોમાં જઈ શકતા હો, કાર ચલાવી શકતા હો, સિનિયર્સની અને સાહિત્ય સરિતાની મીટીંગોમાં જઈને ભાષણો કરી શકતા હો કે મંદીરોના બાંકડે કે દોસ્તોની દુકાનોમાં જઈને બણગાં ફુંકી શકતા હો એટલે ‘૭૫’ વટાવ્યા પછી તમે તમારી જાતને જુવાન માનતા હો તો..તો..તમે આત્મવંચના જ કરો છો.
multiple medicine.jpg
માથે ટાલ પડવા માંડી હોય, આંખે બેતાલા આવી ગયા હોય, આર્થરાઈટીસ થઈ ગયો હોય, હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસની ગોળીઓ લેવી પડતી હોય,હ્રદયની ગંઠાઇ ગયેલી નળીઓની બાયપાસ કરાવી પડી હોય, ઇન્સ્યુલીનના ઇંજેક્શનો લેવા પડતા હોય, કાયમી કબજીયાત માટે ચુરણો અને ફાકીઓ લેવી પડતી હોય, કાને ઓછુ સંભળાતું હોય, હ્રદયમાં સ્ટેન્ટ મુકાવ્યા હોય,, હાથપગના મજાગરાઓ કિચુડ કિચુડ બોલતા હોય, યાદશક્તિ દગો દઈ જતી હોય, ખાવાનું ગળે ઉતારતા મુશ્કેલી પડતી હોય અને જઠરમાં અલ્સરનું નિદાન થાય અને પછી બાયોપ્સીના રીઝલ્ટ સુધી કેન્સરની શક્યતાની લટકતી તલ્વાર નીચે જીવતા હો…તો…માનજો કે  ઘડપણની ઇમારતનું ભૂમિપુજન થઈ ચુક્યું છે. એટલું જ નહીં, પણ પુષ્પક વિમાનનું બુકીંગ પણ થઈ ચુક્યું છે.
 
તમે ધાર્મિક માણસ હશો તો ચારધામની યાત્રા અને બાર જ્યોતિર્લીંગોના દર્શનના સ્વપ્ના જોવા લાગશો. મંદીરોમાં જઈને શ્રીજીબાવા કે ‘શોમીનારાયણ’ ભગવાનના દર્શન કરતા થઈ જશો. અને રેશનાલીસ્ટ હશો તો..મારી જેમ ફિલ્મો —–જવા દો એ વાત…તમને નહીં ગમે.
 
આવું કેમ થાય છે એ અંગે તમે કદી વિચાર્યું છે ?
 
મને લાગે છે કે  ભગવાને આપણા જન્મ વખતે જ, શરીરમાં-મગજમાં- એક ઇવોલ્યુશન ઓટો સીસ્ટમ ફીટ કરેલી છે. સાઇઠ વર્ષની ઉંમર પછી, એ સીસ્ટમની બેટરી ડાઉન થવા માંડે છે. શરીરના સ્નાયુઓ અને સાંધાઓ મગજની ઇચ્છાઓને સાથ આપવાનું બંધ કરવા માંડે છે. મગજની સીસ્ટમમાં સ્મૃતિભ્રંશ અને ફીઝીકલ ઇન્કેપેસિટીની જુગલબંદી થવા માંડે છે. યાદશક્તિ ઓછી થવા માંડે છે. જુનુ તો બધું યાદ રહે છે પણ નવું ભુલાતું જાય છે.મગજને થાક લાગે છે, રીફ્લેક્સીસ મંદ થવા માંડે છે.હ્રદય ચીસો પાડવા લાગે છે.ફેફસા હાંફવા લાગે છે. નવા કોષો બનવાના બંધ થવા લાગે છે. અને…. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં, દિવાસ્વપ્નો દેખાવા લાગે છે. મંદીરોવાળાઓને શ્રીજીબાવાના અને ફિલ્મોના રસિયાઓને કેટરીનાઓના દર્શન થવા માંડે છે અને…
 
પેલું કલ્પિત પુષ્પક વિમાન આવી પહોંચે છે. આ સંસાર સ્વપ્નવત થઈ જાય છે.
 
( આ બધું જ્ઞાન પેલા ‘ભૂમિપુજન’ પછી જ આવે છે, હોં ! )
 
નવીન બેન્કર- (જ્ઞાન આવ્યા તારીખ- ૨૮ ફેબ્રુઆરિ ૨૦૧૯)

મારી હૈયાવરાળ – નવીન બેન્કર

શ્રી નવીન બેન્કરનું નામ મારા વાચક મિત્રોથી અજાણ્યું નથી જ. અવાર નવાર એમની વાતો મારા બ્લોગમાં આપને માટે રજુ કરતો રહ્યો છું. આજથી એમની વાતોની મારા બ્લોગમાં એક નવી કેટેગરી “નવીન બેન્કરની વાતો”  ઉમેરી રહ્યો છું. આજનો એમનો લેખ “મારી હૈયાવરાળ” રજુ કરતાં પહેલાં એમના વિદુષી બહેન દેવિકા ધ્રુવે નવીનભાઈનો પરિચય “વિનોદ વિહાર”માં કરાવ્યો હતો. આ પરિચય મેં ને રોજ મારા બ્લોગમાં રિબ્લોગ કર્યો હતો. આજે ફરીવાર વડીલ મિત્ર શ્રી વિનોદભાઈ પટેલ અને દેવિકાબેન ધ્રુવના સૌજન્ય સહિત વિનોદ વિહારમાંથી કોપી કરીને આ પરિચયનુંપુનરાવર્તન કરું છું.
નવીન બેન્કર-  એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ. 
— દેવિકા ધ્રુવ

 

NAVIN BANKER

 

નવીન બેંકર એટલે એક મસ્ત મઝાના, રંગીલા-રસીલા,મળતાવડા, નિખાલસ, ઉમદા અને ખુબ જ ઊર્મિશીલ માનવ. તેમની કલમ એટલે કમાલ ! અજબનો જાદૂ. અમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટક, વ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિ; તેમનું અવલોકન અને અહેવાલ આબાદ જ હોય. નાટક-સિનેમા, ફોટા,સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો. 

“સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,

સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.”  

એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીન, તો વળી નજર સામે સતત ‘આ દિવસો પણ વહી જશે’નું સૂત્ર રાખી જીવનના ચડાવ-ઊતારની ફિકરને, ફાકી કરી ફરનાર અલગારી પણ લાગે. 

આજે તેમના ભીતરમાં ડોકિયું કરી વિશેષ પરિચય કરીએ.  

૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મ; ઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયા છે. તેમના દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણા ધનિક. પણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યું. તેથી પિતાની સ્થિતિ અતિ સામાન્ય. નાની ચાર બેનો અને એક નાનો ભાઈ. પોતે સૌથી મોટા. ચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં આ છોકરો અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતો.પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાના ‘વધારા’ પણ બૂમો પાડીને ખપાવવા જતો.દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતો અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતો. અરે! આ બધા કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી ! 

આર્થિક સંકડામણોની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમ. થયા . સરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યું. આ ખર્ચા-નિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યું. આજે પણ તેમને લાગે છે કે જીંદગીનો એ દોર સુવર્ણકાળ હતો. 

બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત “પ્રેમચંદજીકી સાહિત્ય સેવા” એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતુ અને પ્રથમ ઇનામ પણ મેળવેલું. તેમાં તેમની વાક્‍છટા દાદપાત્ર બની હતી. સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગે લેખનનો છંદ લગાડ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો. 

૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી. અનંતરાય રાવળ, રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકા લેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ ચાંદની’ માં પ્રગટ થઈ. તે પછી વાર્તાલેખનમાં વેગ આવ્યો. ઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહી. સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગ ડાયજેસ્ટ,આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી.તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં. આમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યા- ” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’.  ૧૮ જેટલી રોમેન્ટીક ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’.  ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી. એ જમાનામાં, બે રુપિયાની કિંમતમાં ૯૬ પાનાની પોકેટબુકોનું ચલણ હતું. રસિક મહેતા, કોલક, લક્ષ્મીકાંત વોરા, એમના જમાનાના જાણીતા લેખકો. આ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી. 

નવીનભાઈ કહે છે તેમ તેમની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ છે.હ્રદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છે.તેમની કલ્પનાની ત્રિજ્યા , જીવનના વર્તુળ બહાર જઈ શકી નથી. આભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે  તેમની  કલમ સરી છે. અતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને  જકડનારી રહી છે. 

૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું. ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  સ્વ. ચાંપશી ઉદ્દેશીના ‘નવચેતન’માં દર મહિને નિયમિત છપાતા. પ્રતાપ ઓઝા, માર્કન્ડ ભટ્ટ,અરવિંદ પંડ્યા, મનહર રસકપૂર, પ્રાણસુખ નાયક, પી.ખરસાણી, સ્વ.વિજય દત્ત, નરોત્તમ શાહ, દામિની મહેતા, જશવંત ઠાકર, દીનેશ શુક્લ, નલીન દવે વગેરે.. નામોની યાદી તો ખુબ લાંબી છે પણ મુખ્યત્વે આ છે.  

૧૯૭૯માં અમેરિકા આવ્યા . ન્યુયોર્કની ‘Russ Togs‘નામની કંપનીમાં અને સબ-વે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થ-ઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. ફિલ્મો, ગુજરાતી નાટકોના અહેવાલ, અવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો  ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યા .પહેલાં તો આ લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા.૧૯૯૧-૯૫ દરમ્યાન આ આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયો. પછી તો એ દિનચર્યા છોડી દીધી! ૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને  ક્યારેક ‘મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા, અને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જ. નાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટર, તે નાટકના કલાકારો અંગે નવીનભાઇનો અભિપ્રાય પૂછે. જૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ છે. 

નવીનભાઈને એક કામ અતિ પ્રિય રહ્યું છે અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈપણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખન. આવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાય. એ અંગેની રસપ્રદ વાતો  નવીનભાઇના મુખે સાંભળવાની મઝા આવે.અને આલ્બમ જુઓ તો નવાઈ જ પામો! મન્નાડે, આશા ભોંસલે, અનુ મલિક,એ.આર. રહેમાન,ધર્મેન્દ્ર, અમીરખાન, અક્ષયકુમાર, બબીતા, કરિશ્મા, પ્રીતિ ઝીન્ટા,પરેશ રાવલ, પદમારાણી,ફાલ્ગુની પાઠક, નાના પાટેકર, અનિલકપૂર,ઐશ્વર્યારાય,અમિતાભ બચ્ચન, સલમાનખાન અને આવાં બીજાં તો અનેક..નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય જ ! આમાનાં ઘણા કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઇન્ડીયન સ્ટોરોમાં, હિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છે. શો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઇ જવાની, સ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની  કામગીરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે.અત્યાર સુધીમાં તેમણે ૨૦૦ જેટલાં અહેવાલો લખ્યા છે. કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લે, કોઇ કમિટીમાં મેમ્બર  પણ નહીં. પોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે.  

૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માન-પત્રથી નવાજ્યું છે. ઇન્ડિય કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’  કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાં, એનાયત કર્યો છે. 

૨૦૧૩માં તેમના લગ્નને ૫૦ વર્ષ પૂરાં થયાં અને પત્ની કોકિલા સાથે પ્રસન્ન દાંપત્ય માણી રહ્યા છે. મંદિરમાં ભજન ચાલતું હોય કે ક્યાંક  સંગીત ચાલતું હોય તો ખંજરી લઈ વગાડવા બેસી જવાનું તેમને ખુબ ગમે, બંસરી વાદન પણ કરી જાણે. ગાડી ચલાવતાં ચલાવતાં ગીતો ગણગણવાનું પણ ચૂકે નહિ! હજી આજે ૭૩ વર્ષે પણ ભારત જાય ત્યારે અમદાવાદની સાંજે ઠાકોરભાઈ દેસાઈ  હોલમાં જઈ નાટકો જોવા જાય જ.ભગવતીકુમાર શર્મા, રજનીકુમાર પંડ્યા, સિધ્ધાર્થ રાંદેરિયા,અશોક દવે, વિનોદ ભટ્ટ, વગેરેને અવશ્ય મળે. અમદાવાદના પોતાના મકાનમાં જઈ, એકાંત મહેસૂસ કરી,ખુદમાં ખોવાઈ જવાની વાતો હવે કરે છે. કારણ કે, દરિયા કિનારે રેતીમાં પડેલાં છીપલાં જેવા સંસ્મરણોને વાગોળવામાં પણ તેમને મઝા આવે છે. આ છીપલાં પણ કેવાં ? ખુબ અમોલા પણ વ્યવહાર જગતમાં એનું મૂલ્ય ?  -કશું નહિ !

ઇન્ટરનેટ પર તેમનો એક બ્લોગ પણ છે.  બ્લોગનું નામ છે- 

 

‘એક અનૂભુતિ એક અહેસાસ’.

http://navinbanker.gujaratisahityasarita.org/

“મારાં સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં ત્યાં એમણે ખુલ્લાં કર્યાં છે. કેટલાક રેખાચિત્રો પણ આલેખ્યાં છે. 

બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું  બધું છે. કશી યે ઓછપની, ક્યારે ય ફરિયાદ વગર, નાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો તે નાનીસૂની વાત નથી. પોતાના ભાઈ-બહેનો પ્રત્યેનું વહાલ પણ અનન્ય છે. તેમાંની એક હું  હોવાનું ગૌરવ અનુભવું છું. આજે આ વિશેષ પરિચય લખીને મારી કલમને અને પૂ. સ્વ.માને ધન્ય સમજું છું.  

 અસ્તુ. 

 દેવિકા રાહુલ ધ્રુવ, (હ્યુસ્ટન)

Click-પરિચય- બ્લોગ- શબ્દોને પાલવડે 

ઈ-મેલ સંપર્ક :   ddhruva1948@yahoo.com

———————————————-

 Re: Greetings of the year !-મારી હૈયાવરાળ

Navin Banker

નૂતન વર્ષાભિનંદન.
મિત્ર,
પુસ્તકો ભેટમાં આપવાનો આઈડીયા સારો છે.પણ જેને પુસ્તકો મોકલો તેને ખરેખર એ પુસ્તકો વાંચવા ગમશે ? એને સમય છે ? શક્ય છે કે એનો અને તમારો ઇન્ટરેસ્ટ જુદો હોય અને એ પુસ્તકો વાંચવાને બદલે પસ્તીમાં નાંખી દે.
મને તો આવા ખુબ અનુભવો છે.
ગુજરાતી પુસ્તકોની અવદશા અંગેનો મારો એક વિગતવાર લેખ હવે પછી હું તમને મોકલીશ.
અમારે હ્યુસ્ટનમાં ગુજરાતી સમાજની લાયબ્રેરીના પુસ્તકો ગારબેજમાં ગયા.
સિનીયર સિટીઝન્સની લાયબ્રેરીમાંથી ભાગ્યે જ કોઇ પુસ્તકો લઈ જાય છે પણ પાછા તો આવતા જ નથી.
સાહિત્ય સરિતાને ઘણાં બધા પુસ્તકો મળ્યા છે પણ કોઇ લાયબ્રેરી ચલાવવા માણસ મળતા જ નથી અને વર્ષોથી- રીપીટ- વર્ષોથી કોઇ સભ્યના ગેરેજમાં, ખોખાઓમાં બંધાઇને છાજલી પર ધુળ ખાય છે.
અમેરિકન લાયબ્રેરી- ડાઉનટાઉન-મીકીની સ્માંટ્રીટ પર- ત્રણ ઘોડા ( લાકડાના ઘોડા) પર ગુજરાતી પુસ્તકો પડ્યા છે. પણ કોઇ ગુજ્જુ (!) વાંચવા લઈ જતો નથી. સ્ટારડસ્ટ, નવનીત-સમર્પણ અને ચિત્રલેખા આવતા હતા એને પણ વાંચકોના અભાવે બંધ કરી દીધા છે.
એક ઇસ્માઈલી ભાઈ નુરૂદ્દીન દરેડિયા ગુજરાત ગૌરવ બહાર પાડે છે અને મફતમાં વહેંચે છે તથા એની દુકાનમાં ગુજરાતી પુસ્તકો સાવ ફેંકી દેવાની કિંમતે વેચે છે પણ કોઇ એ દુકાનની મુલાકાતે પણ જતા નથી. કોને રસ છે અને કોને સમય છે ?
દર ગુરૂવારે અહીંના પટેલ બ્રધર્સમાં બપોરે ગુજરાત સમાચાર અને ગુજરાત ટાઇમ્સની નકલો આવે છે પણ કેટલી કોપી વેચાય છે ? અરે ! જેમના લેખો છપાયા હોય એ લોકો પણ ખરીદીને વાંચતા નથી.  માત્ર ઇન્ટરનેટ પર દિવ્યભાસ્કર અને ગુજરાત સમાચારના લેખોના હેડીંગ્સ વાંચી લે છે.
ગુજરાતી ભાષાના સંવર્ધન અને ——ની ગમે તેટલી વાતો કરો, પ્રવૃત્તિઓ કરો, સાહિત્યની સંસ્થાઓના પ્રેસિડેન્ટ બનો કે છાપા ચલાવીને ખુરશીઓ શોભાવો પણ ગુજરાતી ભાષા મરી જ રહી છે. પુછો તમારા સંતાનો ગુજરાતી વાંચી લખી શકે છે ?  એ કોઇ મેઘાણી કે મુન્શીના પુસ્તકો વાંચી શકવાના છે ? હજી આપણી પેઢી આવા ઉધામા કરીને બ્લોગ પર લખશે , એમેઝોન પર પુસ્તકો છપાવશે, ગાંઠના ફદિયા ખર્ચીને પુસ્તકો છપાવશે અને કવિઓને -લેખકોને બોલાવીને વાહવાહ કરાવશે પણ તમારા સંતાનો ગુજરાતી બોલશે ? ગુજરાતી સાહિત્ય વાંચશે ? તો પછી કોને માટે આ હાય-વોય કરો છો ?
પણ આપણને તો ગુજરાતી લખવાની ચળ ઉપડે છે ને લખી નાંખીએ છીએ કારણ કે એ આપણુમ ઓબ્સેશન થઈ ગયું છે. જીવીશું ત્યાં સુધી ગુજરાતી વાંચીશું અને લખીશું. કોઇ વાંચે કે ના વાંચે ! લખીને, ઇ-મેઇલમાં મુકી દેવું કે બ્લોગ પર પછાડી દેવું. આપણને સંતોષ થાય એટલે બસ !
ફરીથી, તમારા બધાના પ્રયત્નો બદલ અભિનંદન અને શુભેચ્છાઓ. હું તો મારી હૈયાવરાળ ઠાલવી ને હળવો થઈ ગયો.

With Love & Regards, 

NAVIN  BANKER

6606 DeMoss Dr. # 1003, 

Houston, Tx 77074 

713-818-4239   ( Cell)

My Blog : navinbanker.gujaratisahityasarita.org

એક અનુભૂતિઃએક અહેસાસ