Category Archives: પટેલ બાપાનું ‘રિવર્સલ’

રિવર્સલ ઈ આવૃત્તિ

અમેરિકાના અનોખા પરિવારની મસ્તીભરી નાટ્યાત્મક વાર્તા

REVERSAL1

પટેલબાપાનું રિવર્સલ

વાંચવા માણવા નીચે ક્લિક કરી ડાઉનકોડ કરો

રિવર્સલ ઈ આવૃત્તિ

REVERSAL 50 – રિવર્સલ ૫૦

REVERSAL 50

REVERSAL1

PHOTO CREDIT: GOOGLE IMAGES

રિવર્સલ ૫૦

રોઝીમે’મ, ઈફ યુ ડોન્ટ માઇન્ડ, આઈ વુડ લાઇક ટુ કોલ યુ માય ગ્રાન્ડમા. કેન આઈ? નાવ મમ્મીજી હેસ ટાઈડ ધ નૉડ ઇન બીઈટ્વીન યુ એન્ડ ગ્રાન્ડપા યુ આર માય અવર ઓફિસિયલી ગ્રાન્ડમા.

ડોન્ટ બી સીલી માય ચાઈલ્ડ.  યોર ગ્રાન્ડપા એન્ડ આઈ આર બેસ્ટ ફ્રેન્ડસ. વી આર નોટ હસબંડ એન્ડ વાઈફ. જોઈનિંગ ટુ પીસ ઓફ ક્લોથ ઓર વર્શીપ ટુ ઘેધર ઈસ નોટ વેડિંગ. આઈ નો વ્હોટ ઈન્ડિયન વૅડિંગ ઈસ. આઈ હેવ એટેન્ડેડ એન્ડ સીન ધી ઈન્ડિયન વેડિંગ સેરિમોની. હસબન્ડ વાઈફ હોલ્ડ ઈચ અઘર હેન્ડ, કોલ હસ્તમેલાપ. ઇન વીટનેશ ઓફ ફાયર ગોડ અગ્ની ધે સર્કલ એરાઉન્ડ કોલ મંગલ્ફેરા. પ્રોમીસ ઈચ અધર એન્ડ વોક ઈસ સપ્તપદી. વી ડીડનોટ ડુ એની થીંગ.  બટ કોલિંગ મી ગ્રાન્ડમા; સ્યોર, યુ કેન ટેલ્મી ગ્રાન્ડમા. આઈ ડોન્ટ માઈન્ડ માય ડિયર મીનુ. આઇ એપ્રિશિયેટ ધેટ. ઈવન યુ કેન કોલ મી દાદીમા. યોર મધર ઇન લૉ ટુ બી હૅસ અનઓફિસિઅલી ગિવન મી ધેટ પોઝિશનલ ટાયટલ. બેટી તુ ગુજરાતીમાં બોલશે તો પણ મને અંડરસ્ટેન્ડ તો થશે જ. મને રીડીંગ રાઈટિંગ નથી આવડતું પણ બધી વાત અંડરસ્ટેન્ડ તો થાય છે. એમ આઈ રાઈટ વિઠ્ઠુ?

યેસ વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. આ મીનુ-મુમતાઝની સાસુ અને મારી માયા ડોટર ઇન લો એ રમત રમતમાં, જસ્ટ ફોર ફન  પાછળથી છેડા છેડી બાંધી દીધા એટલે મેરેજ થઈ ગયા એવું ના કહેવાય!

ના હોં. બાપા! અન ઓફિસિયલી નહિ. ટુ હન્ડ્રેડ પરસેન્ટ ઓફિસીયલી મેંતો તમે મનમાં સાવધાન બોલીને રોઝિમેમ સાથે તમને પરણાવી જ દીધા છે. મેં તમે પૂજા કરતા હતા ત્યારે પાછળથી છેડાછેડી બાંધ્યા તે ફન માટે નથી બાંધ્યા. જ્યારે ટેણકાને અને મીનુને પાટલે બેસાડીને આપણા રિવાજ મુજબ વેવીશાળની પુજા કરાવી તે પહેલાં જ તમને બન્નેને સાથે બેસાડીને પૂજા કરાવી દીધી હતી. તમને સંસ્કૃત શ્લોકમાં શું સમજ પડે! આજકાલ છોકરા છોકરીઓ ભાગી જઈને લગ્ન કરે ત્યારે આવી જ રીતે દશ મિનિટમાં ફિલ્મી સ્ટાઈલે મેરેજ પતાવી દે છે… મને તમે વગર લગ્નએ સાથે  હરતા ફરતા હતા તે મારી જ આંખમાં નહિ પણ આખા સમાજમાં બધાને ખૂચતું હતું. આ આપણી ઈજ્જતનો અને સંસ્કારનો સવાલ છે. અને બાપા આ વેડિંગને નહિ માનતા હો તો ગમે તે એક વ્હાઈટ કોલર વાળાને બોલાવીને તમને બન્નેને આઈ ડુ, આઈડુ કરાવી દઉં. તેમાંયે મને વાંધો નથી. જો તમને ઘોડે ચડવાનો શોખ હોય તો સફેદ ઘોડો પણ મંગાવી લઉં. થાળી વેલણવાળી પટલાણીઓને બોલાવી તમારો વરઘોડો પણ કાઢીએ પણ તમને વગર લગ્નએ રોઝિમેમ સાથે તો ન જ રહેવા દઉં. રોઝિમેમ સાસુજી, ગુજરાતીમાં સમજ તો પડે છેને કે હું શું કહેવા માંગું છું? નો મોર હેન્કી પેન્કી એસ ફ્રેન્ડ. નાવ આઈ હેવ ડોટર ઈન લો ઇન અવર હાઉસ. એના પેરન્ટ્સ ઘરમાં આવશે એ બાપાને માટે શું માનશે? આઈધર યુ આર મિસ્ટર એન્ડ મિસિસ પટેલ ઓર નો મોર એની કાંઈન્ડ ઓફ ઈલ્લુ ઈલ્લુ.  વિનોદ આ બન્ને ડોહાડોહીને ગુજરાતીમાં સમજ ના પડી હોત એઓ સમજે તે લેન્ગ્વેજમાં પાડી દો. એટલે પત્યું. કાલે જઈને કોર્ટમાં રજીસ્ટર કરાવી દઈશું.

બાપરે આતો ખરી લાગી છે?

માસી, આ બે સીનિયર ડોસલાઓ સાથે લાગ્યા વગર છૂટકો જ નથી. ડોક્ટર અંકલે તમને લગ્ન વગર સાથે રહેવા કહ્યું હતું  ત્યારે તમે જ કહ્યું હતું કે લગ્ન વગર તો સાથે ન જ રહેવાય. ડોસીઓ સમજે નહિ અને ડોસાઓ ફ્રેન્ડ ફ્રેન્ડ કરીને જલસા કર્યા કરે.

પણ માયા મારી વાત અને ધર્મ જૂદા છે રોઝિમેમનો ધર્મ અને માન્યતા જૂદી છે.  આજે વર્ષોથી તેમની સારી મૈત્રી છે. એનાથી વિશેષ શું જોઈએ? હું તો માનું છું કે એમને આપણા જેવા લગ્નની જરૂર નથી.

અરે વાહ માસીબા. હું હિન્દુ છું. બાપા હિન્દુ છે. રોઝિમેમ ખરેખર તો આપણા કરતાં સુપર હિન્દુ છે તો લગ્નમાં શું વાંધો છે? પહેલા હું જ ના કહેતી હતી હવે હું જ ફોર્સ કરું છું. રોઝિમેમ પ્લીઝ પ્લીઝ પ્લીઝ આઈ લવ યુ મેમ. ઈન બિહાફ ઓફ માય ફેમિલી પ્લીઝ મેરી માય લવિંગ ફાધર ઈન લો વિઠલજી પટેલ.

મૉમ ઓફિસીઅલી વેડિંગ પહેલાં ગ્રાન્ડપાએ રોઝિની સામે ઓન હિસ નીસ પ્રપોઝ કરવું પડે. ગ્રાન્ડપા પ્લીઝ પ્રપોઝ રાઈટ નાવ.

એઈ ટેણીયા, મોટાની વાતમાં ડખો ના કર. રોઝિ નહી, સે મેમ. તારા કરતાં તો મારી મીનુ ડાહી છે કે વિવેક શું છે તે સમજે છે. વિનોદ તમારે શું કહેવું છે? આ આપણા ફેમિલીની વાત છે. બાપાની વાત બાપા જાણે એમ કહીને છૂટી ના જવાય. તમારી પણ જવાબદારી છે.

માયા બાપાની લાઈફમાં આપણે માથું મારવાની શી જરૂર? આપણે તો એઓ હેલ્ધી અને હેપ્પી રહે એ જ જોવાનું. છતાંયે મારે એટલું તો કહેવું જોઈએ કે મારી બા ગયા પછી મેમ નેબર તરીકે આપણી લાઈફમાં આવ્યા અને ધીમે ધીમે આપણા જ બની ગયા. મને યે બાપાનું સુખ જોઈને રોઝિમેમને મૉમ કહેવાનું મન થઈ જાય છે. એમની બન્નેની ફ્રેન્ડશીપ થી જ બન્નેને નવી લાઈફ મળી છે. વી ઓલ આર ગ્રોન અપ એન્ડ મેચ્યોર પિપલ. આપણાથી બાપાની કે ટોનીની લાઈફમાં માથું ના જ મરાય. જો બન્નેના લગ્ન થાય તો મને ગમશે. લગ્ન ન કરે અને ડોમેસ્ટિક પાર્ટનર તરીકે સાથે રહે તો પણ મને વાંધો નથી.

મે આઈ સે સમ્થીંગ?

સ્યોર મેમ.

વ્હેન વી વેર ઈન બોલ્ટિમૉર, ઈવન માય એક્ષ એન્ડ નાવ બેસ્ટ ફ્રેન્ડ સ્ટીવ ઓલ સો સજેસ્ટ ટુ ગેટ મેરી વીથ વીઠ્ઠુ. યુ નો વ્હોટ વીઠ્ઠુ સેઇડ?

માય યંગર બ્રધર ભરત ઓલ્સો સજ્જેસ્ટેડ ધ સેઇમ થીંગ, બટ માયા વોન્ટ એપ્રુવ ધેટ.  નાવ ઈફ યુ  ઈન્સિસ્ટ એન્ડ ઈફ વીઠ્ઠુ પ્રપોઝ આઈ મે કન્સીડર તું જોઈન યોર ફેમિલી. વી વીલ ગો એન્ડ રજીસ્ટર ટુ મોરો. નાવ વિથ ઓર વિધાઉટ પેપર અવર લાઈફ વિલ નોટ ચેઇન્જ.

બ્રાવો બ્રાવો બ્રાવો…..ગ્રાન્ડપા ઓન યોર ની… રાઈટ નાવ…પ્લીઝ, ડોન્ટ વેસ્ટ એ મિનિટ…જલ્દી કરો.

ટોની બેટા, ડોન્ટ સાઉટ, યુ આર નોટ ટિનેજર ટ્વેલ, યુ આર ગ્રોનઅપ બીગ મેન. આઈ હેવ તુ આસ્ક માય ફ્રેન્ડ એન્ડ યોર ગ્રાન્ડ પેર્ન્ટ્સ ઓપીનીયન ઓલસો. કંચનલાલ, કામીનીબહેન તમે અમારી ફ્રેન્ડશીપની ટીકા કરતા હતા. અમારાથી લગ્ન થાય?

વેવાઈ અમને શરમાવો નહિ.. અમે ખુબ જ રાજી છીએ. અમને ગમશે.

અને મારી સ્કુલની મોનિટર મારી મંગળી તો મને રોઝિથી છૂટી પાડવા જ અમેરિકા આવી હતી. એ તો મંજુરી ના જ આપે.

એઈ વિઠ્ઠલ વધારે લવારા કરવાની જરૂર નથી. વધારે બોલશે તો આ ઉમ્મરે પણ બધાની હાજરીમાં અંગુઠા પકડાવીશ.

ના  મારી મંગળાબેન ના, હવે તો કમ્મર તુટી જાય. ર્ના કરતાં તો એક ઘૂટણ પર બે મિનિટ ઊભા રહેવાનું વધુ સારું.

જો તમારી સૌની મંજુરી હશે તો હું રોઝિને પ્રપોઝ કરી જોઇશ. જો એ સ્વીકારશે તો આવતી કાલે જ રજીસ્ટર કરાવી દઈશું. પણ પ્રપોઝ કરતાં પહેલાં મારે બંધ બારણે સુકન્યાના ફોટા સાથે માનસિક વાત કરીને એની મંજુરી કઈ લેવી છે. પ્લીઝ પાંચ મિનિટ મને મારા રૂમમાં એકાંતમાં ગાળવા દો. હું આવું છું.

ઓકે બાપા તમને ડિસ્ટર્બ નહિ કરીયે. પાંચને બદલે દશ મિનિટ લેજો. વાંધો નહિ. હવે મારી ડાહી દીકરી મીનુ-મુમતાઝ બાપા રૂમમાં મારા સુકન્યાબાને ભાવિક સ્મર્ણાંજલિ આપવા ગયા છે તે દરમ્યાન જરા તમારા પરાક્રમોનું પુરાણ પણ અમને અને નાના નાનીને જણાવોને.

અત્યારે તો હું ટોનીયા પર પણ હું એન્ગ્રી છું. બદમાશ આટલા વર્ષોથી મીનુ સાથે લફરા કરતો રહ્યો અને મને સતાવવા જૂદી જૂદી છોકરીઓને ફ્રેન્ડ તરીકે ઘરમાં લાવતો રહ્યો. લાસ્ટ મિનિટ સૂધી અમને ઊલ્લુ બનાવતો રહ્યો. છેલ્લા ત્રણ દિવસની મારી ઊંઘ હરામ કરી નાંખી. મીનુને પહેલેથી જ ઘરમાં લાવીને ઓળખાણ કરાવી હોત તો અમને કેટલો આનંદ થાત.

‘બટ મૉમ….’

ટેણીયા, નો બટ ને નો ફટ, જ્યારે મીનુએ ફોન ઉપાડીને મુમતાઝ કહ્યું ત્યારે તો મારું હાર્ટ બંધ થઈ જાય એવું લાગતું હતું. મનેશું ખબર કે એનું ખરું નામ તો મીનુ છે. બેટી મીનુ મને મારા ટોનીયા પર અને એના બાપ પર પણ મને જરાયે વિશ્વાસ નથી. દરેક વાતમાં મને ઊડાવવાની ટેવ પડી ગઈ છે. આ તારા મુમતાઝ નામની વાત કહે,

મમ્મી, ટોનીએ તમને કહ્યું નહિ હોય પણ હું અને ટોની જ્યારે એઇઠ ગ્રેડમાં હતા ત્યારે એક સ્મોલ એશીયન ડ્રામા હિસ્ટ્રી પ્રોજેક્ટ  માટે ક્લાસમાં કર્યો હતો. એમાં ટોની શાહજહાં બન્યો હતો અને હું મુમતાઝ બની હતી. તે ટાઈમમાં તો વી વેર કિડ્સ. વી વેર જસ્ટ ફ્રેન્ડસ. અમારા બધા ફ્રેન્ડ મને મુમતાઝ જ કહેતા. ટોનીનું તો ગ્રુપ ખૂબ મોટું. ટોની તો ઘણી ફ્રેન્ડ સાથે હળતો મળતો. પણ કોઈની સાથે સીરીયસ નહોતો.  દરેક વેલેન્ટાઈન ડેને દિવસે એ ઘણી બધી ફ્રેન્ડને એ કાર્ડ મોકલતો પણ મને એ લંચ માટે લઈ જતો. મારા કાર્ડ પર એ “મુમતાઝ માય લવ” લખતો. બસ, ઓન્લી ઓન વેલેન્ટાઈન ડે. એ બીજી છોકરીઓ સાથે ઠ્ઠ્ઠા મશકરી કરતો પણ મારી સાથે હંમેશા ખૂબ જ સીરીયસ રહેતો. બીજી છોકરીઓને તો કીસ પણ કરતો પણ એ બહુ બહુ તો મારો હાથ એના હાથમાં લઈને વાત કરતો. ઘણી છોકરીઓને એવી ઈચ્છા હતી કે ટોની એને પ્રોમ માટે પૂછે. પણ એણે મને જ “પ્રોમ ડેઇટ” તરીકે ડેન્સ પાર્ટીમાં લઈ જવા પૂછ્યું. મુમતાઝ વીલ યુ બી માય ડેઇટ ફોર પ્રોમ.

હાઈસ્કુલ પછી અમે જૂદા પડી ગયા. મારી મમ્મી પાસ અવે. ત્યાર પછી હું અને મારા ડેડી ન્યુયોર્ક મુવ થયા. ટોની પણ ન્યુયોર્ક મૂવ થયો. અમે રોજ મળતા હતા. ઓફિસ પણ નજીક જ હતી. અમે પણ ખૂબ નજીક આવી ગયા.  બસ અમને તો મારા પપ્પાના આશીર્વાદ મળી ગયા હતા. આપના આશીર્વાદ માટે હું રોજ જ ટોનીને કહેતી ચાલ, ડેડી-મમ્મીને પગે લાગીને એમની મંજૂરી લઈ લઈએ. એ કાયમ કહેતો મારે મારી મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે. જાહેર કરીએ તે પહેલાં પમ્મીને થોડો ફની શૉક આપવાનો છે. કહેવાનો છું કે હું તો પાકિસ્તાની છોકરી મુમતાઝ અમિન ને પરણવાનો છું. પછી ઈસ્લામ સ્વીકારીને એક કાળી એક ધોળી અને એક ચાઈનીસની સાથે મેરેજ કરવાનો છું પછી પાકિસ્તાન મુવ થવાનો છું. એક દિવસ માટે મજા કરાવવી છે. આ સાથે થોડી મારા ડેડીની વાત કહી દઉં.

મેં હાઈસ્કુલ પછી ન્યુયોર્કમાં લૉ કરવા માંડ્યું. આ મારા ડેડી મનોજ અમિન એટર્ની છે. એમની ઓફિસમાં પણ હું મદદ કરું છું. ડેડીની કાળજી લઉ છું મારા ડેડી હજુ યંગ છે.  અમારી સાથે આવેલા આ સ્મિતા આન્ટી, અમારી ઓફિસમાં જ કામ કરે છે ડિવોર્સી છે. મેં આન્ટીને અને મારા ડેડીને મેરેજ કરવા સમજાવ્યા છે. બન્નેને એકલતા સાલે છે એ હું સમજું છું. આવતા મહિને સારું મુહુર્ત જોઈને સાદાઈથી મર્યાદિત સ્વજનોની હાજરીમાં એઓને સાથે જોડવા છે. એ શુભપ્રસંગે આપ સૌને એમની દીકરીનું હાર્દિક આમંત્રણ છે.લ મારું આ the Doctor of Juridical Science (S.J.D.) નું છેલ્લું વર્ષ છે. પૂરું થાય પછી તમે જે પ્રમાણે મુહુર્ત કાઢશો તે પ્રમાણે મારા ડેડી અને નવા મમ્મી કન્યાદાન કરી મેને તમારા ખોળામાં પધરાવશે.

ટોની હોંગકોન્ગથી કોન્ફરન્સ માટે હવાઈ ગયો ત્યારે હું પણ હવાઈ પહોંચી હતી. ત્યાર પછી એની સાથે વેકેશન માટે હુ ટોની અને એનિ બોસ ફેંગ સાથે હોન્ગકોંગ ગઈ હતી. મારી સંમતિથી જ એણે સ્પર્મ ડોનેશન પણ કર્યું હતું.

બેટી મીના, તારા એન્ગેજમેન્ટ તો સવારે થઈ ગયા. હવે તું મારી થઈ ગઈ ખરું ને? મારું એક કામ કરશે?  

મમ્મી એક નહિ જેટલા કહેશો એટલા બધા જ કરીશ.

જો કિચનમાં જઈને ડ્રોવરમાંથી જાડામાં જાડું એક વેલણ અને એક મોટું બ્રુમ લઈ આવ, જરા તારા હબીની મારે પહેલા પિટાઈ કરવાની છે. અહિ માનો જીવ જાય અને દીકરાને ઢોલ સાથે ભાંગરા કરવા છે. આઈ એમ અપસેટ વીથ રોઝિમેમ એન્ડ બાપા ઓલ્સો. નાવ આઈ અંડરસ્ટેન્ડ ધેટ ધે મસ્ટ હેવ સીન યુ ઈન હવાઈ. બટ ડીડન્ટ સે એ સિંગલ વર્ડ એબાઉટ યુ. ઇન ધીસ ફેમિલી યુ ઓલ આર વન અને આઈ એમ ઓલવેઝ એલોન. બાપા રૂમમાંથી આવે તે પહેલાં ટેણીયા ટોનિયાની ધૂળ ખંખેરવી છે.

મમ્મી એ કામ તો હું મેરેજ પછી રોજ તમારા વતી કર્યા કરીશ. પણ નાના મોંએ એક વાત કરી લઉં. બાપા રૂમમાંથી આવે તે પહેલાં આજે ગ્રાન્ડમાને ઈન્ડિયન ડ્રેસ પહેરાવીએ અને ભલે ગ્રાન્ડપાં અમેરિકન સ્ટાઈલથી પ્રપોઝ કરે પણ ઘરના મંદીર પાસે દીવો કરીને પ્રપોઝ કરે તો વધુ સારું લાગે. ટોની પ્લીઝ દોડીને  સામેથી ગ્રાન્ડમાના કોન્ડો રૂમમાંથી જીસસનો ફોટો અને ક્રોસ છે તે પણ લઈ આવ. રન, મારી સામે ના જોયા કર. નહિતો મમ્મીને વેલણ લાવી આપીશ.

000

ચાલો બાપા આવી ગયા.

બાપા તમે ઘુંટણ પર તો બેસી ગયા પણ બોલતા કેમ નથી? બાપા કેમ રડો છો? શું થયું? આર યુ ઓલરાઈટ? બાપા મેં મારી જીંદગીમાં બા ના ગયા પછી પહેલી વાત તમારી આંખમાં આંસુ જોયા.

બેટા, રૂમમાં તારી બા સાથે ઘણી વાતો કરી. એણે ફરી મને યાદ કરાવ્યું. આપણે સાથે જીવ્યા એ પ્રેમથી જીવ્યા, બાકીની જીવન તમે આનંદથી જીવજો. જાણે આજે એણે મને નવજીવનની મંજુરી આપી દીધી. આંખમાંથી લાગણીના અમૃત જ વહે છે. મેં કહ્યું કે હું રોઝિમાં સુકન્યાના જ દર્શન કરીશ. તો એણે કહ્યું મને સુકન્યા જ રાખજો. રોઝિને સુકન્યા બનાવશો તો રોઝીને અન્યાય ઠશે. રોઝીને રોઝિ તરીકે જ હૃદયમાં સમાવજો. તારી બા કેટલી સમજદાર હતી.

માય ડિયર રોઝ્લીન, માય બેસ્ટ ફ્રેન્ડ એન્ડ માય લવ, ટુ ડે ઈન ધ વીટનેસ ઓફ અવર ઓલ માઈટી ગોડ એન્ડ માય ફેમિલી આઈ વોન્ટ ટુ સે; વ્હેન આઈ લુક ઈન્ટુ માય હાર્ટ, આઈ સી ઓન્લી યુ. ઈફ યુ કેન લુક ઈનટુ યુ યોર હાર્ટ એન્ડ ઓન્લી સી મી, ધેન વી શુડ સ્પેન્ડ ધ રેસ્ટ ઓફ અવર લાઈવ્સ ટુ ઘેધર એસ હસ્બન્ડ એન્ડ વાઈફ. રોઝિ વીલ યુ મેરી મી?

……. અને રોઝિના એકાક્ષરી ઉત્તર સાથે એક એમેરિકા નિવાસી વિશિષ્ટ પટેલ કુટુંબના વિઠ્ઠલ બાપાનું રિવર્સલ પુરું થયું.

સમાપ્ત.

ગુ.દ. જુન, ૨૦૧૭

આજથી ૫૦ મહિના પહેલાં શરૂ થયેલ “રિવર્સલ” હળવી શ્રેણી સુખદ અંત સાથે પૂરી થાય છે. ગુજરાત દર્પણમાં હપ્તાવાર પ્રગટ થયા પછી એ પ્રતિલિપિના ફલક પર પણ વહેતી થઈ અને ૧૦,૮૦૦ કરતાં વધુ વાચક મિત્રોએ માણી. “ગુજરાત દર્પણ” માસિકના નિયત પૅઇજ ૧૨૦ પર કાયમ વાંચનાર વાચક મિત્રો, મારા બ્લોગના વાચક મિત્રો, પ્રતિલિપિના વાચક મિત્રોનો હું આભારીરી છું. મારી વાર્તાઓ અને આગામી શ્રેણીઓમાં આપ સૌને રસ પડશે જ એ શ્રધ્ધા સાથે વિરમું છું. આભાર, આભાર, આભાર.

*

When I look into my heart, I see only you. If you can look into your heart and only see me, then we should spend the rest of our lives together.

REVERSAL 49 – રિવર્સલ ૪૯

REVERSAL 49

REVERSAL1

રિવર્સલ ૪૯

 ‘અરે, હાંભળો છો?’

‘તું ફોન પર વાત કરે છે અને હું ફોન પર બરાબર સાંભળું છું. પ્લીઝ, બુમાબુમ ના કર. તારો અવાજ બધાને જ સંભળાય છે. હવે હું કાંઈ આપણા બેઝમેન્ટની ઓફિસમાં નથી કે તારે બુમ પાડવી પડે. અત્યારે મારી સાથે ક્લાયન્ટ છે.’

‘કોણ છે? જે હોય તેને ટૂંકમાં પતાવો. અગર એને પાછા કાલે બોલાવજો. ઈમ્પોર્ટન વાત કરવાની છે. કોણ ક્લ્યાયન્ટ છે?’

‘મેરીલીન’

‘મેરીલીન મનરો વળી ક્યાંથી જીવતી થઈને તમારી ઘરાક બનવા આવી.’

‘અરે! ડાર્લિંગ તું ધીમું બોલ. એ મેરીલીન મનરો નથી પણ મિસિસ મેરીલીન વાઘેલા છે. મારી સામે જ બેઠેલી છે. પ્લીઝ જરા ધીમે બોલ.  હું બોલું તે એને ન સંભળાય એટલો ધીમે બોલું છું પણ તારા બરાડા તો સામે બેઠેલીને પણ સંભળાય છે.’

‘એને ખબર તો પડવી જોઈએ ને કે આ સામે બેઠેલા પટેલ તો પરણેલા છે; અને ચાર જુવાન છોકરાના બાપ છે.’  

‘અરે અરે, ચાર છોકરાંની મારી મનોકામના પર તેં ઓન્લી “વન ઈઝ ફન” કરીને આઈસ કોલ્ડ વૉટર રેડી દીધું હતું.  ચાર ક્યાંથી આવ્યા બાકીના ત્રણ તો મેં એડપ પણ નથી કર્યા. આપણે ત્યાં હાઉસકિપર પણ નથી રાખી કે કેલિફોર્નિયાના એક્ષ ગવર્નર આર્નોલ્ડ સ્વેર્ઝ્નેગ્ગ્નર્ની જેમ છોકરા બનાવવાની ગરબડ કરું. તારે જો ઈચ્છા હોય તો આપણે આપણા ટોનીને ભાઈ બહેનની ગિફ્ટ આપીએ. હજુ આપણે જુવાન છીએ.’

‘શરમાવ હવે.  ચાંપલાશ છોડો અને પેલી મિસીસ મેરીલીન વાઘેલાને વહેલી રવાના કરો. એની હિસ્ટરી તો આખા અમેરિકાને ખબર છે. મને એના પર, જરા યે  વિશ્વાસ નથી. વાઘેલા તો એનો ચોથા નંબરનો હતો. એ વીડો થઈ તે પહેલાં જ પાંચમો શોધતી હતી. તમારે એના પર દયા ખાઈને પાંચમા થવાની જરૂર નથી.  એને ફિટાંઉસ કરી જલ્દી આવો.’

‘હમણાં ખૂબ કામ છે. મોડેથી રાત્રે વાત કરીશું.’

‘ના હમણાં ને હમણાં જ; અને અત્યારે જ. હું બાપાને પણ  ફોન કરીને બોલાઉં છું. આપના દીકરાના જીવનનો સવાલ છે.’

‘શું થયું ટોનીને? વ્હોટ હેપન? ઈઝ હી ઓલરોઈટ? આઈ એમ કમિંગ.’

૦૦૦૦

‘બાપા બેસો. ને વિનોદ, તમે મારી પડખામાં નહિ. મારી સામે બેસો. જરા વડીલની મર્યાદા રાખતા શીખો.’

‘માયા બીજી વાત છોડ આપણા ટોનીને શું થયું? બે દિવસ પછી વિકેન્ડમાં તો આવવાનો હતો? કંઈ પ્રોબ્લેમ છે? તબીયત બગડી છે? એક્સિડન્ટ થયો છે? હોસ્પિટલમાં છે? કોઈએ કિડનેપ કર્યો છે? શું થયુ?’

‘બાપા બહુ મોટો પ્રોબ્લેમ છે. આપણી ઈજ્જતનો સવાલ છે.’

‘ઓહ! તબીયતનો સવાલ કે સલામતીનો સવાલ નથી ને? બસ ઈજ્જતની વાત તું નિરાંન્તે બાપા સાથે બેસીને ડિસ્કસ કર્યા કરજે. તમે બન્ને ઈડિયા બોર્ન છો. હું અને ટોની અમેરિકન બોર્ન છીએ. અમારી ઈજ્જત જૂદી જ હોય છે. હું ઓફિસમાં જાઉં છું. મિસિસ વાઘેલા સાથેનું કામ હમણાં જ પતાવવું પડે એમ છે. રાત્રે મને બધી વાત સમજાવજે.’

‘બાપા આ તમારા અનાડીને સમજાવો કે અહિ મૂંગા મુંગા બેસીને વાત કરું તે સાંભળી લે.’

‘વિનોદ બેટા, જરા બેસ એ શું કહેવા માંગે છે તે તો સાંભળ? એ મુંઝાતી હોય કે ટોનીની કોઈ સમસ્યા હોય તો કંઈક તો કરવું જ પડેને?’

‘કેટલો બધો જુલમ. મિસિસ વાઘેલા ઓફિસમાં મારી રાહ જૂએ છે. બિચારીએ હમણાં જ મિસ્ટર વાઘેલાની દિવસ ક્રિયા પતાવી. હવે બિચારીને નવો સંસાર માંડવાનો છે. પણ તે પહેલાં એના એકાઉન્ટનું ક્લિયરન્સ કરવાનું છે.’

‘મિસિસ  વાઘેલાની દિવસક્રિયા પણ કરજો. બસ (????) ચોંટાડીને આ ચેર પર બેસી જાવ નહિતો…તો જોવા જેવી થશે.’

‘ચાલ તારી વાત શરૂ કર.’

‘ગઈ કાલે આખી રાત મને ઊંઘ ના આવી. ટોનીએ રીના સાથે લફરૂં કેમ કર્યું એના જ વિચાર આવ્યા કરતા હતા.’

‘મને જગાડવો હતો ને?’

‘ચૂપ.’

‘આજે સવારથી હું રીના એકલી પડે તેની રાહ જોતી હતી. લંચ ટાઈમે એકલી પડી. મેં એને કહ્યું ચાલ આજે આપણે બે બહાર જઈને લંચ લઈએ.’

‘પછી તમે બન્ને લંચ લેવા ગયા. લંચ લીધું. પાછા આવ્યા અને રીના ટોનીની ગર્લફ્રેન્ડ છે અને બન્ને મેરેજ કરવાના છે એ કહેવા માટે બાપાને અને મને દોડાવ્યો. થેન્ક્યુ. તારી વાત પૂરી. મિસિસ વાઘેલા મારી રાહ….’

‘પૂળો મૂકો મિસિસ વાધેલા પર…’

‘હલ્લો, મોના! ધીસ ઈઝ માયા.….ટેલ મિસિસ વાધેલા, મિસ્ટર પટેલ ઈઝ વેરી બીઝી. કમ ટુમોરો. વી હેવ ફેમિલી ઈમર્જન્સી.’

‘વ્હોટ, વ્હોટ હેપન મિસિસ પટેલ?’

‘નન ઓફ યોર ડેમ બિઝનેશ. ડુ, એઝ આઈ સે. ગેટ રીડ ઓફ વાઘેલા વીચ.’

‘અરે અરે! સ્ટાફ સાથે આમ વાત ના થાય.’

‘મારી વાત સાંભળવાની ચિંતા નથી અને વાઘેલા વાઘેલા કર્યા કરો છો. હું શું કહેતી હતી તે પણ ભૂલી ગઈ.’

‘તમે બન્ને લંચ લેવા ગયા.’

‘મેં તો એને માટે ઘણું મંગાવ્યું પણ એણે તો માત્ર સલાડ જ લીધું. બાકીનું મારે પૂરું કરવું પડ્યું.’

‘એટલે તને એસિડીટી થઈ એમને?’

‘તમે ચૂપ રહેશો? મેં એને પૂછ્યું તને ટોની ગમે છે? શરમાયા વગર કહી દીધું “ઓહ વેરી મચ. હેન્ડસમ અન્ડ સેક્સી”.

‘મેં એને પૂછ્યું, ટોનીને તુ ગમે છે. તો કહે “મારામાં ન ગમવા જેવું શું છે?” ક્યારથી એ તારો બોય ફ્રેન્ડ છે?

‘તો કહે. ટોની? માય બોયફ્રેન્ડ? નો, હી ઈઝ નોટ માય બોયફ્રેન્ડ.’

‘ઓહ તો તું એની ગર્લ ફ્રેન્ડ નથી? એક વાત પૂછું તારો કોઈ બોય ફ્રેન્ડ છે ખરો?’

‘તો નફ્ફટની જેમ કહે પહેલા બે હતા, બન્ને દેશી નક્કામાં નીકળ્યા. નાવ માય બોયફ્રેન્ડ ઈઝ બિલ. બિલ પીટરસન. વેરી હેન્ડસમ એન્ડ મોસ્ટ ચાર્મિંગ ફ્રેન્ડ. વીઆર સીરીયસ નાવ’

‘મને તો હાશ થઈ ગઈ. આપણા ફેમિલીમાં રીના વાળંદ ના ચાલે. મેં એને માટે ડબલ ડિલ્ક્ષ ફાલુદો મંગાવ્યો. બેટી કેલરી કાઉન્ટરે ના પીધો, મારે પૂરો કરવો પડ્યો. મને પૂછે “તમને ખબર છે કે એની ખાસ ફ્રેન્ડ કોણ છે?”

‘મેં કહ્યું હા એની. બોસ ફેન્ગ ચિબુડી.’

‘નોપ્પ.’

‘તો કોણ? તને ખબર છે?’

‘યેસ. પણ ટોનીએ ફેમિલીમાં કોઈને પણ કહેવાની ના કહી છે. સર્પ્રાઈઝ આપવાનો છે, એટલે તો મારે એને લેવા જવાનું છે.’

‘મેં એને કાલાવાલા કર્યા કે આઈ એમ હિઝ મધર. મને તો કહેવાય.’

‘ના તમને તો ખબર ન જ પડવી જોઈએ એવું કહેતો હતો. એની ખાસ ખાસ ફ્રેન્ડ એની સાથે જ આવવાની છે.  કંઈ બીગ એનાઉન્સમૅન્ટ કરવાનો છે એવું પણ કહેતો હતો. આખી વાત તો મને પણ ખબર નથી. અને ખબર હોય તો પણ તમને તો કહેવાય જ નહિ. સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ.’

‘રીના તો માને જ નહિ. હું તો મા છું. મારો તો જીવ અકળાય. છેલ્લે મારે એને કહેવું પડ્યું કે મને કહેશે તો હું તને રોઝિમેમ પાસે બીગ રેઇઝ અપાવીશ અને બોનસ પણ.  તોયે માની નહિ. મેં એને ધમકાવી તને ફાયર કરીશ. તો કહે આન્ટી આપણે તો ફ્રેન્ડ પહેલા, જોબ પછી….. આજ કાલના છોકરાઓને કાંઈ પડી જ નહિ. જોબની પણ પડી નહિ. પણ બાપા મેં આંખમાં પાણી સાથે એનો હાથ મારા હાથમાં લઈને પુછ્યું કે એ “ખાસ”ના કોઈ સગાને તું ઓળખતી હોય તો એટલિસ્ટ એનું નામ સરનામુ તો કહે.’

‘રીના વાળંદ એની ગર્લ ફ્રેન્ડ નથી એટલું પૂરતું નથી? એ કોઈ પણ છોકરી સાથે હોય એટલે તરત જ કૂદી પડે કે એની ગર્લફ્રેન્ડ છે અને તારા ઘરની વહુ બનવાની છે. પછી એણે કહ્યું?

‘ના એ જરા પણ બોલી જ નહિ.’

‘પછી મેં એની દેખતાં સીધો ટોનીને જ ફોન કર્યો. તો ટોનીને બદલે એની “ખાસે” જ ફોન ઉપાડ્યો. એણે મારું નામ જોયું હશે તે ગુજરાતીમાં જ વાત કરવા માંડી. “મમ્મી, હું મુમતાઝ બોલું છું” ટોની શાવર લે છે.” હું વધારે વાત કરું તે પહેલા તો તમારા દીકરા ટોનીએ ફોન લઈ લીધો “મૉમ, અત્યારે જ અમે એરપોર્ટ પર જવા નીકળીએ છીએ અને મારો ફોન એરોપ્લેન મૉડ પર મુકું છું. ત્યાં આવ્યા પછી ઘણી વાતો કરવાની છે. રીનુડીને મેસેજ આપજો કે અમને એરપોર્ટ પર લેવા આવી રહે. પ્લેઈન ટાઈમસર છે. બાય મૉમ લવ યુ.” અને ફોન કટ થઈ ગયો. રીનાએ પણ મેસેજ સાંભળ્યો. મને કહે અત્યાર સૂધી મને માય ડિયર રીનુ કહેતો હતો અને હવે તમારો ટપુડો મને રીનુડી કહે છે. મારા હાથના ઝપેટા ખાવાનો થયો છે. પછી રીનાએ શું લવારા કર્યા તે મેં સાંભ્ળ્યા જ નહિ. હું તો “મુમતાઝ”માં જ અટવાઈ ગઈ. બાપા મને એમ કે હું વાળંદ કાઢું. પણ વાળંદને બદલે અલ્લાહ વાળી મુમતાઝ ભરાઈ. બલરું કાઢતાં ઊંટ ભરાયું, બાપા આ મુમતાઝ એટલે….ના ના એના કરતા તો રીના સારી. મુમતાઝ, મુમતાઝ, મુમતાઝમાં ખોવાઈ ગઈ અને રીના તો થેન્ક્યુ આન્ટી ફોર લંચ કરીને ઉભી થઈ ગઈ. આપણો ટોની કઈ ભેરવાઈ ગયો લાગે છે. શું કરીશું?’

‘આપણે શું કરવાનું? છોકરો રાજી તેમાં આપણે રાજી. તું શું કામ ચિન્તા કરે છે. આખી વાત જાણ્યા વગર ખોટા વિચારે કેમ દુઃખી થાય છે?’

‘કાલે વાતો કરીશું. હું જઈશ. મારે રોઝિને મેડિસીન આપવાનો સમય થયો છે. હું જઈશ કાલે વાત.’

‘ચાલ માય ડિયર હું પણ જઈશ મિસિસ વાઘેલા….’

‘વાઘેલા વાઘેલા વાઘેલા કરવાનું છોડો, એ રૂપાળીને તો મોનાએ ક્યારની વદા કરી દીધી અને તમારો સ્ટાફ પણ ઘર ભેગો થઈ ગયો. બેસો અને વાત કરો.’

‘મારે એ ઈસ્લામિક ટેરરિસ્ટ મારા ફેમિલીમાં ન જોઈએ. ઇવન ટ્રંપને પણ ઈસ્લામિક નથી ગમતા. ઈસ્લામિક અમેરિકામાં નહિ. ઈસ્લામિક મારા ઘરમાં નહિ. આપણે આપણા પ્રેસિડન્ટની ફિલિંગ તો સમજવી જોઈએને?’

‘આપણાથી એવું ડિસ્કિમિનેશન ના થાય. એ ગુનો કહેવાય.’

‘આ માયા પટેલની એમપ્લોયમેન્ટ ઓફિસ નથી કે એમ્પ્લોયી હાયર કરવાની છે. આ તો ડોમેસ્ટિક ડોટર ઈન લૉ હાયર કરવાની છે. અમેરિકાના સુપ્રિમ કોર્ટ જજની જેમ આખી જીંદગી માથે ઠોકાવાની છે.  નૉ મિન્સ નૉ.’

‘પણ મિયાં બીબી રાજી તો ક્યા કરે માયા કાજી?’

‘હું ભૂખ હડતાલ પર ઊતરીશ.’

‘અને ક્લોઝેટમાં બેસીને રોજ ચાર વાર ઉપવાસના પારણા કરીશ.’

‘મને ચીઢવવાનું માંડી વાળો નહિ તો જોવા જેવી થશે. તમારે આખી જીંદગી ઉપવાસ કરવા પડશે.’

‘માય ડાર્લિંગ માયા, આપણો ટોની હવે નાદાન નથી. હી ઈઝ એન ઍડલ્ટ. પોતાની જાતે જે ભણવું હોય એ ભણીને પોતાના પગ પર ઊભો રહેતો થયો છે. એના જીવનના ડિસીસન એણે જ લેવાના છે. સમય બદલાયો છે. કાલે એ આવશે. એ શું વાત કરવાનો છે એ પણ વી ડોન્ટ નો. આઈ એમ પ્રાઉડ ઓફ માય સન.’

‘પ્રાઉડ તો હું પણ છું. કોઈ અમેરિકન હોય તો કદાચ ચલાવી લઉં, પણ આપણા ઘરમાં નમાઝ?’

‘ટોની ક્યાં આપણી સાથે કાયમ રહેવાનો છે? ચિંતા છોડ. હજુ ચિંતા કરીને ઘરડા થઈ જવાની આપણી ઉમ્મર નથી. હવે તો લાઈફ એક્ષ્પેકન્ટન્સી પણ વધી છે. એ હિસાબે તો આપણે અડધે પણ આવ્યા નથી. અત્યારે તો લાઈફ એન્જોય કરવાનો ટાઈમ છે. ભૂલી જઈએ તે પહેલાં થોડી પ્રેક્ટિસ કરી લઈએ’

‘હા વાત તો પાછી એની એ જ. છોડો મને. વળગવાની જરૂર નથી.’

‘પ્લીઈઈઈઝ હની.’

‘નો પ્લીઝ એન્ડ નો હની.’

‘જો વાંધો ના હોય તો મીસીસ વાઘેલાને ફોન કરૂ? ફોનથી પણ થોડું કામ થશે. એની સાથેનું કામ પુરું થયું નથી.’

‘બેશરમીની પણ હદ થઈ ગઈ. ચાલો ચેન્જ કરીને શાવર લો. ડિનર લઈને સૂવાનો સમય થશે. મારા ભાગ્યમાં તમારી સાથે આખી જીંદગી લમણાંઝિંક કરવાનું લખ્યું હશે એટલે જ મારા પપ્પામમ્મીયે આ યુનિક પટેલ પરિવાર શોધી કાઢ્યું. ચાલો હવે મુડ આવશે તો જોયું જશે. પહેલા ખાઈ લઈએ. મને ટેન્સન હોય ત્યારે બહુ ભૂખ લાગે છે.’

(ક્રમશઃ)

ગુજરાત દર્પણ મે ૨૦૧૭.

રિવર્સલ ૪૭ *REVERSAL 47

 

REVERSAL 47

REVERSAL1

રિવર્સલ ૪૭

*

‘એઈ, આટલી વારમાં જ ઘોરવા માંડ્યું?’

‘આજે તો ખૂબ થાકી ગયો છું.  તેં મને અર્થ વગર દશ બાર મંદિરે મને  રખડાવ્યો. રોઝીને અને બાપાને લઈને સવારથી મંદિરે સમુહ યાત્રા કાઢી હોય એમ બાપા, રોઝી, મંગળામાસી, ડોક્ટર અંકલ, તારી મમ્મી પપ્પા બધાને લઈને એક ડઝન મંદિરે ભટક્યા. બાપા અને રોઝી સવારે બૉલ્ટિમોરથી આવ્યા કે તરત તારો ફતવો ફાટ્યો. આપણે બધાએ પાંચ મંદિરે જવાનું છે. આજે ને આજે જ. ત્યાર પછી જ રોઝીમેમ એના એપાર્ટમેન્ટમાં પગ મૂકશે. અને જવું હતું તો તારે ડ્રાઈવ કરીને બધાને લઈ જવા હતાને? આ બધા નાટક કરવાની શું જરૂર હતી?’

‘આ કંઈ નાટક નથી. બાધા એટલે બાધા. આ તો રોઝીમેમ સારા થઈને આવે તે માંટે મેં બાધા માની હતી. સાજાસમા ઘેર આવે એટલે એમને લઈને પાંચ મંદિરે દર્શન કરાવવા. તમે એકાઉન્ટન્ટ છો, પણ મેથ્સમાં ખૂબ જ કાચા. આપણે પાંચ મંદિરે જ ગયા હતા. ગણપતી, હનમાનજી, ઊમિયામાતા, મહાદેવજી અને આપણા સવામિનારાણય બાપાના મંદિરે! બાર મંદિરે નહોતા ગયા.’

‘દરેક મંદિરમાં આ બધા જ એકના એક દેવ દેવીની મુર્તીઓ તો હતી જ. ત્યાં જ પગે લાગી હોત તો ના ચાલતે? બધે ભટકાવ્યો. આ બધા મંદિરમાં હજારવાર સૂઝ કાઢવાના. ટેન ડિફરન્ટ ડિરેક્શનમાં બધે દોડાવ્યો. બસો અઢીસો માઈલ આમતેમ ભટકાવ્યો. કોઈપણ મંદિરના પ્રોપર એડ્રેસનું પણ ઠેકાણું નહિ. જીપીએસના મેપમાં પણ આવે નહિ.  આવી બાધા માનવાનું શું કામ?’

‘મારા મમ્મીના દાદીમાં આવી બાધા માનતા. કોઈ માંદું પડે ત્યારે કહેતા કે આ છોકરું સાજું થઈ જાય એટેલે ગામના પાંચ મંદિરે પગે લગડાવીશ. હું આઠ મહિનાની હતી ત્યારે મને ડાયેરિયા થઈ ગયા હતા અને દાદીમાએ બાધા માની હતી.અને પાંચમંદિરે દર્શન કરાવ્યા હતા. આજની ઘડી અને કાલનો દા’ડો. આટલા વર્ષોમાં કોઈદી ડાયેરિયા થયો નથી. આ બધી શ્રધ્ધાની વાત છે તમને આ ના સમજાય.’

‘અરે! મુરખની સરદાર; સોરી માઈ બ્યુટિફુલ બારડોલી બ્રેઈન માયાદેવી, તે વખતે તારી ગ્રેઈટ ગ્રાન્ડમાએ ઈન્ડિયાની ફોર ડિરેક્શનના મંદિરની બાધા ના માની હોય. તે જ વિલેજના પાંચ સાત મંદિરે બહારથી દર્શન કરાવ્યા હશે.’

‘આઠ મહિનાની હતી તો આઠ મંદિરની બાધા કેમ નહોતી માની? પરમેનન્ટ કોન્સ્ટિપીશન રહેતે.’

‘જુઓ બાધાની વાતમાં એલફેલ બોલવાનું નથી. બાપા રેશનાલિસ્ટ છે તો પણ એણે દલીલ અપીલ કરી નથી. તમે આવ્યા એ બદલ બીગ બીગ થેન્ક્સ. થેન્ક્સ અ લોટ. સુક્રિયા. આભાર. ગરાસીયા.’

‘તેં કોઈ દિવસ મારી બાને માટે કેમ આવી બાધા નહોતી માની.? તને મારી બા નહોતી ગમતી એવું  બઘા કહેતા હતા તે સાચું જ છે. એટલે  જ તેં મારી બા માંદી હતી ત્યારે આવી બાધા માની ન હતી. બાધા માની હોત તો મારી બા આજે જીવતી હોત.’

‘વાતને ખોટી દિશામાં ડાઈવર્ટ ના કરો. અત્યારે લડવા ઝગડવાનો સબ્જેકટ ઓપન નહિ કરતા. મારો મુડ બગડશે તો મહિના સૂધી લટકતા રહેશો. બાને લિવર કેન્સર હતું અને ખૂબ મોડું પકડાયું હતું. અને બીજીવાત આજે બા જીવતાં હોત તો બાપાને રોઝિમેમ સાથે લફરાં કરવાના ચાન્સ જ ના રહેત.’

‘ચાલ ઘણી વાત કરી, મારી ઊંઘ ઊડી જાય તે પહેલાં જરા એક નેપ લઈ લેવા દે. આઈ એમ વેરી ટાયર્ડ. પ્લીઝ લેટમી ટેઇક વન નેપ. પછી જરા એનર્જી ડ્રિન્ક્સનો ડોઝ લઈ લઉં એટલે તને જે સર્વિસ જોઈતી હોય તે આપવા આ બંદો તૈયાર. જસ્ટ વન નેપ.’

‘મારે તમારી કોઈ જ સર્વિસ જોઈતી નથી. નિરાંતે ઊંઘી જાવ. કહેતા હો તો લુલાબાઈ સંભળાવું. લુલ્લાબાઇ, એન્ડ સ્લીપ ટાઈટ, માય ડાર્લિગ સ્લીપીંગ. ઓન ધ શીટ વ્હાઈટ એસ ક્રીમ, વીથ અ હેડ ફુલ ઓફ ડ્રીમ. કે પછી તમારી બા ગાતા હતા તેવું. વિનોદમારો ડાહ્યો, ને પાટલે બેસીને નાહ્યો, પાટલાનો પગ ખોડોને વિનોદને જોઈએ ઘોડો. કે પછી ફિલ્મી ગીત?  ધીરે સે આજા રી અઁખિયન મેં

નિંદિયા આજા રી આજા, ધીરે સે આજા.’

‘આખરે આજા આજા કરીને મારી મારી ઊંઘ ઊડાડી જ…. ‘

‘અરે! ભગવાન, ઓ મારી મહામાયાદેવી; આપ આ વિનોદભક્તની સર્વિસ વગર એક પણ દિવસ રહી શકતા નથી. ખરેખર તો આને હું આપના પ્લેઝરેબલ બ્લેસિંગ્સ સમજું છું. આજા આજા કહ્યું છે તો આ આવ્યો.’

‘જરા દૂર રહેશો તો ચાલશે. વધારે નજીક આવવાની જરાયે જરૂર નથી. શાંતિથી જ્યાં છો ત્યાં જ પડ્યા રહો અને મારી સાથે બે ઘડી વાતો કરો.’

‘વાત? ડાર્લિંગ વાત તો ગમે ત્યારે થાય. અત્યારે તો તેં હાલરડાં ગાઈ ગાઈને મને જગાડ્યો જ છે તો પછી….’

‘અળગા રહીને વાત કરો. સમજાતું નથી કે દરેક જેન્ટ્સના રોજે રોજ આ જ ધખારા હોય છે?’

‘હની જો તું ડે ટાઈમ અમેરિકન શોપ ઓપેરા જૂએ તો ખબર પડે કે મારી ઉમ્મરના બિઝનેસ એક્ઝિક્યુટિવ્સની સેક્સ લાઈફ કેવી હોય છે.’

‘હું તો નવરી હતી ત્યારે પણ એવા ડર્ટી શો નહોતી જોતી. વર નોકરી ધંધામાં ભટકતો હોય અને છોકરાંઓ સ્કુલમાં હોય એટેલે ઘેર બેઠેલી બધી નવરીઓ ગંદા શોપ ઓપેરા જોયા કરે. મને ક્યાં એ બધાને માટે ટાઈમ છે. અને હોય તો પણ હું એવા અમેરિકન શો ના જોવું. કેટલા લાંબા સમયથી એકેયે ઈન્ડિયન સીરીયલ નથી જોઈ. મને તો હવે ઘડીની ફુરસદ નથી મળતી. એક વાત પૂછું/

શું ખરેખર આપણે ટીવીમાં જોઈએ છીએ એવી જ લાઈફ બધા મોટા સાહેબોની હોય છે? બધા જ બોસ એના સેક્રેટરીઓ સાથે લફરાં કરતા જ હોય છે? મારી જાણ બહાર તમે કોઈક વાર તમારી પેલી બે પટાકડીઓ મોના અને લીસા સાથે કોઈક વાર….યુ નો વ્હોટ આઈ મીન. તમને તો એનું જાણે વ્યસન છે. હવે તો તમે ઢગલા બંધ અપ્સરાઓને ઓફિસમાં રમતી કરી છે. રિવર્સલ ક્લબને મારો ગોલી. હવે તો હું જ તમારી ઓફિસમાં આવીને બેસવાની છું.’

‘કેમ તને મારા પર વિશ્વાસ નથી?’

‘ના જ હોયને.આટ આટલા વર્ષો પછી પણ મને જૂઓ અને તરત બાઝવા જ આવો. કોઈ દિવસ સરખી વાત જ નહિ. માયાને જૂઓ એટલે ભૂત જ આવે. તમારી ઉમ્મરવાળા બધાજ પુરુષો ગાંડાવેડા કરતા હશે? મને લાગે છે કે બધા લોચા પિસ્તાળીશથી પાંસઠમાં જ પડે. જૂઓને બોલીવૂડ હોલીવૂડવાળાઓના લફરાં અને ડિવોર્સના નાટકો થાય છે તે બધા તમારી ઉમ્મરવાળાના જ હોય છે. મને હંમેશાં બીક જ રહ્યા કરે છે. મારા પપ્પા એકલા એકલા યુરોપ ફરી આવ્યા હતા. મમ્મી માનેલા ભાઈસાથે લોસવેગાસ જઈ આવી હતી. દીકરો હોંન્કોંગમાં રખડે છે. બાપાએ તો જાણે રોઝીમમ્મી સાથે નાતરું જ કર્યું હોય એમ ઈન્ડિયામાં સાથે હર્યા ફર્યા. ચાલો સમજ્યા કે સાથે ભરતકાકા અને કાકી હતા; તોયે શું. સૂતા બેસતા તો એક સાથે જ ને? બોલ્ટિમોરમાં રોઝી સાથે સાથે રહી આવ્યા. અને તમે વીસ બાવી ઓફિસ ગોરી ગોરી ગોપીકાઓની વચ્ચે ટીપીકલ પટેલ બ્રાન્ડના કલરના કનૈયાજી સતત ફરતાં હોય, છાસવારે ભર બપોરે બિઝનેશ લંચમાટે કલાકો સૂધી બહાર જતા હોય તો કેમ વિશ્વાસ બેસે?’

‘માયા ડાર્લિંગ ઓફિસમાં જોબ કરતી છોકરીઓને પોતાનો સંસાર હોય છે. એમને એમના પતિ અને બાળકો હોય છે. એમને પણ ફેમિલીની જવાબદારી હોય છે. સિંગલ હોય એમને પોતાના બોયફ્રેન્ડ કે ફ્રેન્ડ હોય. એમના રસના વિષયો પણ જૂદા જૂદા હોય. એઓને તો આઠ કલાક કામ કરી પગાર લઈ પોતાનું બજેટ બેલેન્સ કરવાની જ ચિંતા હોય છે.’

‘તોયે તમે લોકો લફરાં તો કરો જ કરો. પેલી કોઈને કહો કે હું રેઇઝ આપીશ, પ્રમોશન આપીશ આવું આવું કહીને જ ભોળી છોકરીઓને ફસાવતા હોવા જોઈએ.’

‘તું પણ ભોળી જ છેને? તોયે મારી સાથે ક્યાં ફસે છે. અરે હસતી નથી; ફસતી નથી, અને ઉંધતા હસબંડને જગાડવા માટે ……..’

‘હા હા એમ કહોને ભસતી રહું છું’.

‘હું એમ કહું છું. આજે મારે બાપામાટેની ચોખ્ખી વાત કરવી છે.’

‘એક કામ કર તું બાપાની ચોખ્ખી વાત કરતી જા અને મને જરા મસાજ કરતી જા જા. મારો થાક પણ ઉતરી જશે અને બાપાની વાત પણ પૂરી થઈ જશે.’

‘મસાજ બસાજ ભૂલી જાવ. વાત ના સાંભળવી  હોય તો એસ્પીરીન લઈને ઊંધી જાવ. તમારી સાથે વાત જ નથી કરવી. ગુડ નાઈટ. હું જે કરવાની છું તે હવે તમને કહેવાની જરૂર નથી. યુ ડોન્ટ હેવ ટુ નો. એવી કોઈ અગત્યની વાત નથી તે તમારે જાણવી જોઈએ.’

‘હની, હવે હું જાગી જ ગયો છું તો જલ્દી જલ્દી વાતકહી જ દે. વાત જલ્દી પતે પછી…યાહૂહૂહૂઊ.

શું વાત છે?’

‘એવી કોઈ ખાસ વાત નથી. આતો રોઝીમેમના ડ્રેસની વાત હતી. બૉલ્ટિમોરથી આવ્યા ત્યારે જાણે હવાઈથી આવ્યા હોય એવા હવાઈયન ડ્રેસ પહેરીને આવ્યા અને મંદિરની વાત કરી એટલે તરત ડ્રેસ બદલીને રોઝીમેમે સરસ સાડી ચડાવી દીધી. તમને ખબર છે કે એ ટ્રીટમેન્ટ પૂરી થયા પછી સીધા અહિ આવવાને બદલે બે વીક હવાઈ વેકેશન માણી આવ્યા હતા? અને વચ્ચે કેલિફોર્નિયા રોકાઈને નવી સાડીઓ પણ લઈ આવ્યા હતા.’

‘હા હું ડ્રાઈવ કરતો હતો ત્યારે ઊંઘતો ન હતો. તમારી લેડિઝની વાત સાંભળતો હતો. મમ્મી અને મંગળા માસી માટે પણ નવી સાડીઓ લાવ્યા છે. તારે માટે પ્રિયંકા ચોપરા જેવો ડ્રેસ પણ લાવ્યા છે.’

‘હું કાલે તમને પહેરી બતાવીશ. ‘મેં તો રોઝીમેમે આપ્યો એટલે તરત જ પહેરી જોયો. લેટેસ્ટ ચારે બાજુંથી પોણા ઈંચની સ્લીટવાળી લોંગ કુર્તી સ્ટાઈલનું કમીઝ  ને લેટેસ્ટ ડિઝાઈનર સલવાર. મને તો બહુ જ ગમ્યા. રિયલી સી કેર્સ ફોર અસ.’

‘હવે જો સાડી ડ્રેસની વાત પૂરી થઈ હોય તો આપણી વાત….’

‘હા વાત પૂરી થઈ ગઈ હવે બીજી કોઈવાત બાકી નથી….તમ તમારે ઊંઘવા માંડો.’

‘આ તો હું એમ કહેતો હતો કે જો સમય હોય તો અત્યારે જ પહેરી બતાવ ને. મને તારી ફેશન પરેડ અને કૅટ વૉક જોવાનું ગમશે.’

‘આપશ્રીની ખોરી દાનતનો મને પૂરો ખ્યાલ છે. બેડરૂમમાં તમારી નજર સામે ડ્રેસ ચેઇન્જ કરું અને તમારા દિમાગમાં ભડકો થવા માંડે. સોરી મિસ્ટર પટેલ. ઈટ ઈસ નોટ ગોઈંગ ટુ વર્ક આઉટ.. ગુડ નાઈટ.’

‘બસ તેં મને તારા સલવાર કમિઝની વાત કરવા માટે જ ઊંઘમાંથી ઊઠાડ્યો? મારી બા કહેતી હતી કે વગર કારણે ઊંઘતાને ઊઠાડે તો પાપ લાગે. હવે જો તારે એ પાપમાં થી મૂક્ત થવું હોય તો….’

‘તો શું?’

‘યાહૂ,’

‘શરમાવ હવે. આ ઉમ્મરે. તમારા યાહૂએ તો આપણા સંસ્કાર અને ઈજ્જતના કાંકરા કરી નાંખ્યા છે. સીરિયસ વાત કરવાની છે. વેરી સીરીયસ. આપણો દીકરો એનાથી ત્રણ વર્ષ મોટી ચાઈનીસ બોસ સાથે હોંન્કોંગથી ત્રણ દિવસ માટે હવાઈમાં હોનોલૂલૂ લોંગ વીકેન્ડ ગાળવા ગયો હતો. આ તો એણે આપણને જણાવવાની તસ્દી જ નહોતી લીધી. બસ દુનિયામાં મન ફાવે ત્યાં ગમે તે  ડોસીઓ સાથે ભટકવું.  અહી માબાપ બેઠા છે તેનું ભાન જ નથી. કોઈ પૂછે કે તમારો દિકરો ક્યાં છે તો આપણે જવાબ આપવાનો કે હશે કોઈ આફ્રિકાના જંગલમાં.’

‘મોટા છોકરાંઓએ વાત વાતમાં ડેડી મમ્મીને જણાવવાનું ન હોય. હોનોલૂલૂ જવાનો હતો તે મને ખબર હતી. ત્યાં એ ઓફિસ કોન્ફરન્સમાં એની બોસ સાથે જવાનો હતો તે મને ખબર હતી. મને એ ખબર ન હતી કે બાપા અને રોઝીએ પણ એને મળવાના ઈરાદાએ જ એમનું ટ્રાવેલિંગ પ્લાન એ પ્રમાણે ગોઠવ્યું હતું.  રોઝીમેમને  ટોનીની ચાઈનીસ બોસે  એક ખાસ વાત કરી હતી અને સોઝીમેમએ મને સ્વામિનારાયણ ટેમ્પલના લેડિઝ રૂમમાં આંચકો લાગે એવી વાત કરી હતી. મને કહેતા હતાં કે માયા યુ આર ગોઈંગ ટુ ગ્રાન્ડમા. મને તો ચક્કર આવી ગયાં.’

‘વ્હોટ માયા વ્હોટ?’

‘કેમ વ્હોટ વ્હોટ કરવા માંડ્યું? જાવ સૂઈ જાવ. આટલું જાણ્યું એટલું ઈનફ છે.  તમે અને તમારા બાપા અને તમારો દીકરો બધા આખા અમેરિકન થઈ ગયા છો તો  ભોગવો. હવે તમે અને હું ઘરડા થઈ ગયા. એની પેલી ફેન્ક ફેન્ક ચીબડી બોસ છે ને….’

‘ફેન્ક ફેન્ક નહિ,  વૅન ફેન્ગ.’

‘જે હોય તેણે આપણા ભોળીયા દીકરાને ફસાવ્યો.’

‘શું થયું? ટોનીએ વૅન ફેન્ગને?’

‘ના ના, એને નહિ. એની ચાલીસ વર્ષની મોટી બહેન ને…..’

‘મને સીધી વાત કર. બ્રોકન સેન્ટન્સના પીસીસ ના ફેંક.’

‘આપણા ટોનીએ એની ચાલીશ વર્ષની બહેનની IVF માટે  સ્પર્મ ડોનેશન કર્યું.’

‘ઓહ એમાં કાઈ વાંધો નહીં. દીકરાએ ધમનું કામ કર્યું.’  

‘છીછીછીછી, આવા ગંદા કામને તમે ધરમનું કામ કહો છો. મારા નાદાન દીકરાને ભોળવીને ચાઈનીશ ચીબી ચોબાવલીઓ શુંશું કરાવતી હશે?’

‘ તારો દીકરો નાદાન નથી. મરદ છે મરદ. લીગલી એડલ્ટ છે. જો આ શબ્દનો જ વિચાર કર. આ સ્પર્મ ડોનેશન કહેવાય. ડોનેશન એટલે દાન. આમાં શરીર સંપર્ક થતો નથી. ઘણાં ઘણાં જાણીતા માણસો પણા પોતાનું વિર્યદાન કરે છે. પણ મને ટોની સાથે વાત કરી લેવા દે.  અત્યારે અમેરિકામાં રાત્રે અગ્યાર વાગ્યા છે એટલે હોંગકોન્ગમાં બપોરે બાર વાગ્યા હશે. લેટ મી ફાઈન્ડ આઉટ; વ્હોટ્સ ધ સ્ટોરી.’

…..

‘ટોનીએ શું કહ્યું?’

‘ટોની તો મિસ ફેન્ગની બહેન ને મળ્યો પણ નથી અને મળવાનો પણ નથી. જે થશે તે લેબમાં પેટ્રી ડિસમાં જ થયું છે. જે કરશે તે ડોક્ટરો જ કરશે. બાળકના ઉપર ટોનીનો કોઈ અધિકાર પણ નહિ. . એણે વકીલ અને ડોક્ટરની સલાહ લઈને જ કામ કર્યું છે. મિસ ફેન્ગની બહેન પોતે મેડિકલ ડોક્ટર છે. અનમેરિડ છે. અમેરિકામાં જ ભણી હતી. અહિની હોસ્પિટલમાં કામ કર્યું હતું અને અમેરિકન સીટીજન છે. ખૂબ જ પૈસાદાર છે. અને સોસિયલ વર્કર પણ છે. આપણા દીકરાએ યાહુમાં ઈન્વોલ્વ થયા વગર જ ધર્મનું કામ કર્યું છે.’

‘તમારા પૂજ્ય બાપા, તમે અને તમારા સુપુત્ર ટોની કોર્ટમાં જઈને તમારી અટક બદલી નાંખો. તમારામાં ગુજરાતી પટેલના કોઈ લખ્ખણ જ નથી. આપણા ગુજરાતમાં પાટિદાર કોમની કેટલી બોલબાલા છે. તમને તો જાણીને વાત કરવાની યે દરકાર નથી. ઈન્ડિયામાં એક અનામત પાર્ટી ઉભી થવાની છે. જેમ ઈન્દિરાએ આઈ કોંગ્રેસ પાર્ટી રચી હતી તેમ લવ અનામત અને કુશ અનામત પાર્ટી બનવાની છે. જરા ઈન્ડિયાની વાતમાં રસ લેતા હો તો! અમદાવાદ એર્પોર્ટપર ઉતરો એટલે ઇમિગ્રેશનમાં પહેલો સવાલ એ જ પુછાશે કે તમે એલ અનામત છો કે કે અનામત છો.

મને મારા બિઝનેસમાં રસ છે. મને લોકલ મેયર સાથે સંબંધ રાખવાના છે, આપણા ગવર્નર, કોંગ્રેસમેન, સેનેટર, પ્રેસિડન્ટ કોણ છે શું કરે છે તેના પર ધ્યાન રાખવાનું છે. આઈ એમ અમેરિકન બોર્ન એન્ડ યુ આર બારડોલી…..’

‘બસ ગુડ નાઈટ અમેરિકન…..’

‘પણ યાહૂ….? હું તો નિરાંતે ઊંઘી જતો હતો અને તેં મને ભર ઊંઘમાં થી ઉઠાડ્યો. મારા મનથી એમ કે તેં મને યાહૂ માટે ઊઠાડ્યો.’

‘નો મોર યાહૂ… નાવ યુ આર ગોઈંગ ટુ બી ધ ગ્રાન્ડફાધર ઓફ ચાઈનીસ બેબી. યુ આર નાવ ઓલ્ડ મેન.ગુડનાઈટ ઓલ્ડમેન.’

(ક્રમશઃ)

ગુ.દ. માર્ચ, ૨૦૧૭

રિવર્સલ ૪૬

REVERSAL 46

REVERSAL1

રિવર્સલ ૪૬

 

“અરે માયાઆઆ, સાભળેછેએએએ; જલ્દી આવ, મરી ગયોઓઓ….”

“શું થયું, શું થયું? બુમ પાડો છો એટલે જીવતા જ છો. સાજા સમા જ છો”

“અરે મારી આંખમાં સાબુ ગયો છે, પ્લીઝ હેલ્પ.”

“લો આ આઆવી… કશું તો નથી થયું. શાવરમાં નિરાંતે સ્નાન તો કરી રહ્યા છો. નફ્ફટ કહીંના. શરમ નથી આવતી આ ઉમ્મરે આવા નખરા કરતાં, આપણા પહેલાં હનીમુન પર પણ મને આમ જ આવી ખોટી બુમ પાડીને મુવીને ગભરાવીને શાવરમાં ખેંચીને ભીની ભીની કરી દીધી હતી. જરા તો શરમાવ. નાના બાબા નથી. તમારી આંખમાં સાબુ નથી ગયો. સેક્સ ભરાયો છે. જો ખરેખર શોપ ગયો હોય તો આંખમાં પાણી છાંટી આંખ સાફ કરો. ક્યારના કોન્સર્ટમાં ગાતા હો તેમ પોપ સોંગ અડધા કલાકથી બરાડ્યા કરો છો. જલ્દી શાવર લઈને બહાર નીકળો. અને સાંભળો,  કઉં છું, પૂરા વસ્ત્ર પરીધાન કરી કિચનમાં પધારજો. હમણાં હમણાં તમને ઘરમાં દિગંબર થઈને ફરવાની કુટેવ પડી છે. સારા નથી લાગતા. આવતી કાલે બાપા આવે છે. કુટેવ સુધારી દો. બ્રેક્ફાસ્ટ તૈયાર છે.  બાપાને ટકોરા મારીને એક રૂમમાંથી બીજા રૂમમાં જવાની ટેવ નથી. ચાલો હવે શાવરની બહાર નીકળો. એક રવિવારે નિરાંતે સાથે બેસીને બ્રેકફાસ્ટ કરીએ તેને બદલે…..”

“અરે દયાની દેવી, મારી મેરીલીન મનરો માયા. સન્ડે મોર્નિંગ  સેક્સી માયાને બદલે તું સવાર સવારમાં સાર્જન્ટ માયા કેમ બની જાય છે. કેટલાયે મહિનાનો ઉપવાસી છું”

“જૂઠડા કહીંના… હા ઉપવાસી છો તો કરો પારણા. સીરીયલ, બ્રેડ, મિલ્ક્, ઉંપમા, ગોટા, ફાફડા, જલેબી, પેન કેઇક, જ્યુસ, કોફી બધું. ટેબલ પર તૈયાર છે. રોજ તો કાયમની દોડાદોડી.”

“આ આવ્યો. બેઠો”

“પહેલા સેલ ફોન સ્વિચ્ડ્ ઓફ કરો અને મારી સાથે શાંતિથી વાત કરતાં કરતાં બ્રેકફાસ્ટ કરો. રોજ તો હું પણ એરૅબિક અને  એક્વા એક્સર્સાઈઝની દોડા દોડીમાં હોઉં તમે યે ઓફિસની ઉતાવળમાં ફોન પર વાત કરતા બ્રેડના ડૂચા મારી ને બ્રેકફાસ્ટ કરો છો.”

“બોલ, શું નવાજૂની છે? આજે તો ગ્રાન્ડ બુફે બ્રેક ફાસ્ટ લાગે છે ને? ઈન્ડિયન અમેરિકન કોમ્બિનેશન.

હા અમેરિકન આપણા ઘરનો અને ઈન્ડિયન મમ્મીએ મોકલ્યો છે.”

‘તમને ગોપાળદાદાની વાત ખબર છે?’

‘શું થયું? દાદા ગયા? સારા માણસ હતા,’

‘ના, ગયા નથી. એમણે રાધાદાદીને ડિવૉર્સ આપી દીધા. ગઈ કાલે ઍરોબિક સેસન્સ પછી જબરી ધમાધમી થઈ.’

“ના હોય હમણાં બે વર્ષ પર તો લગ્ન કર્યા હતા. આ તો એમના ત્રીજા લગ્ન હતા.”

હવે રાધાદાદીને ડિવૉર્સ આપીને કોઈ નવીને ચોથી વાર પરણવાના છે. ગઈ કાલે જ રિવર્સલ ક્લબમાં બધા સાથે વાત કરતા હતાં. શાદી ડોટ કોમમાં મેમ્બરશીપ રિન્યુ કરાવી હતી. અને ગુજરાત દર્પણમાં પણ એડ આપી હતી. ગોપાળદાદા તો આપણા બાપા કરતાં પણ મોટા છે. હશે લગભગ પંચ્યાસી સત્યાસી વર્ષના. એમના તો દીકરાઓ પણ સાંઠ પાંસઠના છે. મને તો એવું લાગે છે કે ગોપાળદાદા આપણી ક્લબમાં આવે છે તે પણ ફાંફા મારવા જ આવે છે. વર્ષોથી અમેરિકામાં છે. ખૂબ પૈસા કમાયા છે. પાંસઠ વર્ષની ઊમ્મરે નોકરીમાંથી રિટાયર્ડ થયા, સડસઠ વર્ષે દાદી ગયા. બે-ત્રણ વર્ષ તો એકલા રહ્યા. છોકરાઓ તો પોતાના સંસારમાં જૂદા રહેતા હતા. દીકરાઓએ છૂટ આપી; મમ્મી હવે પાછા નહી આવે. એક ડોટર ઈન લો એ કહ્યું મારા દૂરના માસી વર્ષોથી વિધવા થયા છે. એમને મદદની જરૂર છે. બિચારા ઈન્ડિયામાં એકલા છે. તમારા દીકરાને તો કશો વાંધો નથી. જો તમારી ઈચ્છા હોય તો ચાલો આપણે ઈન્ડિયા જઈએ. સાદાઈથી લગ્નનું ગોઠવી દઈએ. બસ, સાદાઈ તો શું, પાંચસો માણસની હાજરીમાં, વાજતે ગાજતે સિત્ત્રેર વર્ષે ઘોડે ચડ્યા. નવી દાદી પૂરી વૈષ્ણવ આખો દિવસ હાથમાં માળા હોય, દાદાતો બધું જ ખાય, બધું જ પીએ, પૂલ રમે, અને ગોલ્ફ પણ રમે. પાર્ટીમાં ગોરકી સાથે ડેન્સ પણ કરે અને સ્વિમિંગ પૂલમાં સિગાર પણ પીએ. નવી દાદી તો એની સાથે જાય તો યે કપાળ સૂધીનું માથું ઓઢીને બેસે. એ કેમ મેળ બેસે. દાદાએ દીકરા વહુને કહ્યું, બેટા મને આ માજીથી છૂટો કર. બિચારી એકલી છે. તું એને પાળ પોષ.  અને છેલ્લા પંદર વર્ષમાં બે વાર ડિવૉર્સ આપી દીધા. હવે પહેલી દાદીને યાદ કરી કરીને ચોથી દાદીને શોધે છે. એકલા રહેવાતું નથી અને નવીઓ સાથે ફાવતું નથી.

કનુકાકાએ કહ્યું કે “દાદા હવે તો ધીમા પડો, સન્યસ્તાશ્રમમાં દેહનું, આત્માનું કલ્યાણ થાય એ દિશામાં વિચારો ” એટલે દાદાએ તો ગર્જના કરી ‘કનીયા, તું બેસ. તને ખબર નથી તારા દાદા તૈણ વાર પરણેલા, અને તે જમાનામાં ચાર પાંચ કારસ્તાનમાં ગવાઈ ગયેલા. હું તો ઓફિસિયલ મેરેજ રજીસ્ટર કરાવીને બૈરી રાખું છું. મારી સાથે હોય ત્યાં સૂધી પાળું છું અને ન ફાવે તો છૂટો થઈ જાઉં છું. આ આપણો વિઠ્ઠલીયો કે’ છે તે સાચુ જ કહે છે. જન્મેલા છે તે મરવાના જ છે. ધેર ઈઝ ઓન્લી વન લાઈફ ટુ લીવ. પોતાને સુખરૂપ થાય એ રીતે જીવવું. કનીયા તું તો મારા કરતાં વીશ વરસ નાનો છે તોયે મારો બાપ લાગે છે. ઈન્ડિયન ફિલમ તો જૂવે છેને? તને બોલિવૂડના લફરાઓની વાત ખબર છે? તારી પેલી બિપાસા બાસુ  ડિનો મારિયા, જોન ઈબ્રાહિમ, હર્મન જેવાઓ ને છોડીને બે વાર ડિવૉર્સ કરી ચૂકેલા કરણસિંઘ ગ્રોવરને પરણેલી. શાહિદ કપુરની મા નિલીમા તો ત્રણવાર પરણેલી, વ્હી. શાંતારામ, કિશોરકુમાર, કબીર બેદી, આઈ એસ. જોહર, મહેમુદ અને એનો દીકરો લકી એ બધા વારંવાર પરણે તેનો વાંધો નહીં અને તારો ગોપાળદાદો બે ચાર વાર પરણે તેમાં  કનીયાના પેટમાં દૂખે. અમેરિકામાં રહિને પણ હજુ તું પાંચ ગોમનો દેશીનો દેશી જ રહ્યો છે.’

‘બિચારા કનુકાકાની ગોપાળદાદાએ બરાબરની ધોલાઈ કરી નાંખી. દાદાને  બધા વડીલ સમજે. વટ ભારે. કોઈ મર્યાદા છોડીને દાદાની સાથે દલીલ ન કરે પણ આપણી બટકબોલી રીનાએ ડાદાની બરાબર ઊડાવી. એણે કહ્યું દાદા મારી કોલેજ ફ્રેન્ડ ડોલી, પોર્ટુરિકન છે. દાદા, સી વેરી સેક્સી, બ્યુટિફૂલ અને તમને બધી જ રીતે ગમે એવી જ. એ ઓલ્ડ હોય, વીશ પચ્ચીસ મિલિયન ડોલર બેન્કમાં હોય, અક પગ ગ્રેવમાં હોય અને બીજો મારા બેડમાં હોય એવો હસબન્ડ શોધે છે. એ તો પંચાણું ઉપરનાને શોધે છે. તમે તો એને માટે બહુ યંગ છો. એટલે ત્મારો પત્તો ના લાગે, પણ તમે કહેતાં હો તો ટ્રાય કરી જોઉં. કદાચ બાંધ છોડ કરે. નીગોશીયેટ કરી જોઈએ.’

‘તો ગોપાળદાદાએ શું કહ્યું તે જાણો છો?’

‘ના, હું ક્યાં ત્યાં હતો. કહ્યું હશે કે ટ્રાય કરી જો.’

‘ના દાએ તો કહ્યું કે જો તેં મને દાદા ન બનાવ્યો હોત તો તને જ પ્રપોઝ કરતે, આમ કહી ને સીધા એક ઘુંટણ પર બેસી ગયા. આપણી રીમા પણ જબરી. દાદાની હેટ ઉતારી ટાલ પર હાથ ફેરવી કહ્યું, થેન્ક્યુ હની માય ગોપાલ. હજુ તો હું બહુ નાની છું. બસ ટ્વેન્ટી યર પછી પાછા પ્રપોઝ કરજો. માય એન્સર વીલ બી યસ. બધા હસી હસીને થાકી ગયા. બહુ મજા આવી. પછી તો રીના દાદાને પગે પણ લાગી અને કહ્યું કે મારો બોયફ્રેન્ડ પણ તમારા જેવો ફની અને ફ્રેન્ક છે.’

‘સી હું પણ એ જ કહેવા માંગું છું કે જમાનો બદલાઈ ગયો છે. પીપલ આર સ્પોર્ટ્સ. હસી મજાક ડોસાઓ અને જુવાનો પણ કરતા રહે છે. આજકાલ ઘરના કરતાં બહારનું જગત વિસ્તર્યું છે. આમણે બન્ને તો કાયમ સાથે ને સાથે છીયે પણ બહાર લેડિઝ જેન્ટ એક સાથે કામ કરે છે, હરે ફરે છે. નવા સંબંધો અને લાગણીઓ ઊભી થાય છે. ઘણાં ઘરના અને બહારના સંબંધોની મર્યાદા જાળવીને સંસારને સમતોલ રાખે છે. કેટલાક ખાનગી એફેર્સમાં ભેરવાય છે અને દુઃખી થાય છે. કેટલાક દુઃખી થઈને રિબાવાને બદલે ડિવૉર્સ લઈ છૂટા પડે છે અને નવી જીંદગી શરુ કરે છે. ગોપાળદાદાએ બોલિવૂડના લોકોની વાત કરી તે બધાની વાત તો મને ખબર નથી પણ હોલિવૂડમાં કે સામાન્ય અમેરિકનોમાં પણ એક બે ડિવૉર્સની કે મેરેજની હવે નવાઈ નથી. લગ્ન વગર પણ દર બે-ત્રણ વર્ષે બોય ફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડ બદલીને સાથે રહેવાવાળા પણ વધ્યા જ છે.  હોલિવૂડમાં ચાર પાંચ મેરેજવાળા વાળા તો ઘણાં જ મળી આવશે. જેરી લૂઈસે છ વાર લગ્ન કર્યા હતા. કોમેડિયન એક્ટર મીકી રૂની, ટોક શો હોસ્ટ લેરી કિંગ, બ્યુટિફુલ એલિઝાબેથ ટેલરે આઠ વાર લગ્ન કર્યા હતા. હમણાં જ ૨૦૧૬માં ગુજરી ગયેલ ઝા ઝા ગેબોર્નો રેકોર્ડ નવ લગ્નનો છે.’

‘ઓહ માય ગોડ! આઠ આઠ લગ્ન? ઝા ઝા નવ વાર? વિનોદ તમને એક વાત પૂછું? હું મરી જાઉં તો તમે બીજા લગ્ન કરો ખરા?’

‘જો તું સો વર્ષની ઉમ્મરે મને મૂકીને હેવનમાં પહોંચે, તો એકબે અપ્સરાને નીચે મોકલી આપજે. ધામધૂમથી વેડિંગ થશે. બાકી અત્યારે તો તારા સિવાય બીજી કોઈનામાં રસ નથી. પણ જો તું મારા જેવા સેક્સી યંગ મેનથી ત્રાસી હોય અને તું જો મને ડિવોર્સ આપી દઈને કોઈ સાધુ સંત સાથે ચાલવા માંડે તો પછી મારે કંઈ વિચારવું પડે. હું લગ્ન કરી લઉં. એકલા તો ફાવે જ નહિ.  જો એ બીજી સુંદરી તારા જેવી ના હોય તો ત્રીજી, અને ત્રીજીની સાથે ન ફાવે તો ચોથી, અને ચોથીને મારી સાથે નફાવે અને તે ભાગી જાય તો…….’

‘બસ, બસ બસ પાંચમી, છઠ્ઠી, સાતમી, સત્તરમી, સતાવીશમી. હવે સપના જોવાનું બંધ કરો સેક્સી યંગમેન.  આ માયા નથી તમને ડિવૉર્સ આપવાની અને વહેલી મરવાની પણ નથી. જોકે જઈશ તો મારા ચૂડી ચાંદલા સાથે જ જઈશ. પહેલા પણ કહ્યું હતું અને હમણાં પણ કહું છું કે જો બીજી કોઈને મારા જીવતાં કે મર્યા પછી મારા બેડરૂમમાં લાવ્યા છો તો બન્નેને કપડા વગર ઘરની બહાર કાઢીશ. ઝાડુએ ઝાડુએ ઝપેટીશ. કોઈને નહિ છોડું. હું તમારી બા જેવી નથી કે તમને રજા આપી દઉં કે હું મરી જાઉં પછી પટાકડીઓ સાથે જલસા કરજો. અરે સ્વપનામાં પણ કરવા નહિ દઉં. સમજ્યાને વિનોદ પટેલ.’

‘ઓ બાપરે, માયા અત્યારે તું ગોસ્ટ છે કે રિયલ લાઈફ માયા છે? મને તો ગોસ્ટ લાગે છે. જો તું રિયલ હોય તો ગીવમી હગ કમોન માય સ્વીટ વીચ.’

‘એઈ…એઈ બાઝમબાઝી છોડો. ગોસ્ટ સાથે આમ છેડછાડ ના થાય. સળગી જશો. છોડો મને. સવાર સવારમાં નાહીધોઈને ભગવાનના પૂજા પાઠ કરવાના હોય….આવું બધું ના થાય,… મેં ના કહીને…પ્લીઝ હું હવે પચ્ચીસની નથી જુવાન દીકરાની મા છું…….આ તો ખરા છે…છેવટે…’

૦૦૦૦૦૦૦૦

‘તમારી પાસે બેસીને વાત કરવાનો કઈ ધરમ જ નથી. એના કરતાં દૂરથી ફોન પર વાત કર્યા કરવી વધારે સલામત અને સારી. હવે ધરાયા હો તો મારી વાત સીરીયસલી સાંભળી લો. આવતી કાલે બાપા અને રોઝીમેમ પાછા આવે છે. મેં રોઝીમેમ માટે બાધા રાખી છે. એ સાજા થઈને આવે એટલે આપણે બધાએ મંદીર જવાનું છે. મારા તરફથી મંદીરમાં એકસોએક ડોલર મૂકવાના અને રોઝીમેમ કહે તે ચેરીટીમાં રિવર્સલ ક્લબ તરફથી દશહજાર ડોલર ગિફ્ટમાં આપવાના છે. તમારે જે રીતે એકાઉન્ટમાં એડજસ્ટ કરવા જેવું લાગે તે પ્રમાણે કરજો. ઈટ ઈઝ યોર જોબ. યુ આર ક્લબસ એકાઉન્ટનટ.’

‘અરે વાહ, માયા મેમ સ્ટાર્ટેડ ટુ ગીવ મી એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ. આઈ લાઈક ઈટ.’

(ક્રમશઃ)

ગુ.દ. ફેબ્રુ, ૨૦૧૭

રિવર્સલ ૪૫

રિવર્સલ ૪૫

REVERSAL1

 

“અરે સાંભળો છોઓઓઓઓઓ?”

“હા, હા, સાંભળું છું. હું સો માઈલ દૂર નથી. તું બેડ પર બેઠી બેઠી મારી આતુરતાથી રાહ જૂએ છે એ પણ જાણું છું. હું બાથરૂમમાં બ્રશ કરતાં કરતાં, મિરરમાંથી પિન્ક નાઈટીમાંથી ઉભરાતાં મને ઈનવાઈટ કરતાં તારા યૌવનને પણ જોઈ રહ્યો છું. જરા ધીરજ રાખ, હમણાં જ તારે માટે, તારી દૈહિક સેવામાં હાજર થઈ જઈશ. હમણાં બાપા અને રોઝી નથી એટલે રિવર્સલ ક્લબની, ડોસલાઓને જુવાન બનાવવા, જાત જાતની કુદાકુદીમાં તું ખૂબ થાકી જાય છે તે પણ હું જાણું છું. તારી ટાયર્ડ બોડીના મસાજ માટે આવી પહોંચું છું.”

“મારે બોડી મસાજની જરૂર નથી. અને ગાઉન ચડાવ્યા વગર દિગંબર થઈને એમનેમ બાથરૂમની બહાર નીકળશો નહિ. બાપા નથી એટલે શરમ વગર બેડરૂમમાં કપડા વગર ફરવાની ટેવ પડી ગઈ છે. પણ હવે પહેલા જેવા સારા નથી લાગતા. રોજ થોડી કસરત કરો. હવે કમ્મર નથી વધવાની. પચાસ પછી પેટ જ વધ્યું છે. મારી સામે નહિ, મિરરમાં આપના ઓવર સાઈઝ, માટલા જેવા સ્ટમકને જોવાનું રાખો.”

“હની મને મારા શરીરમાં નહી તારા કસરતથી કેઅવાયલા કર્વમાં રસ છે. હું તો પ્રેમથી સરસ મસાજની જ વાત કરું છું. તું થાકેલી હોય એટલે નેચરલી  મારી ઘણી ઘણી સારી વાતો પણ બોરિંગ લાગે. મારે તો તારો થાક ઉતારવો છે. સ્વિડીસ મસાજથી તારા શરીરના થીજી ગયેલા બ્લડને ધમધમાટ ફરતું કરવું છે. સ્વિડીસ મસાજ શું છે તે તું જાણે છે? આખા શરીરના રિલેક્ક્ષેશન માટે શરીરના દરેકે દરેક મસલ્સને હળવેથી દબાવતા, ચાંપતા, ઠપકારતાં, પ્રેસર આપતાં, તારી બ્યુટિફુલ બોડીના વહેતા બ્લડને હાર્ટ તરફ પૂશ કરવાની થેરેપીને સ્વિડીસ મસાજ કહેવાય છે. માય સ્વીટ હની માયા, મસાજ માત્ર રિલેક્ક્ષેશન જ નહિ પણ મારું વંડરફૂલ મસાજ, તારા ફેફસામાં ઓક્સિજન લેવલ પણ વધારશે. ન્યુયોર્ક ટાઈમ્સમાં મેં હમણાંજ વાંચ્યું કે સ્વિડીસ મસાજ સ્ટ્રેસ હારમોન્સ “કોર્ટિસૉલ” ને ઓછું કરે છે. ઈમ્યુન સેલમાં વધારો કરે છે. રસિક વાતો કરતાં કરતાં સર્ક્યુલર મોશનમાં મારા આંગળા હથેળી તારા સિલ્કી સ્મુધ બટરી બોડી પર ફરતા રહેશે અને તું સ્વર્ગનું સુખ પામતી રહેશે.”

“બસ બસ બસ. લવારા બંધ કરો. મારે નથી જાણવું. મસાજની જરૂર પડશે તો હું પારલર ફિલિપાઈન લેડીને ઓળખું છું, તેને બોલાવી મસાજ કરાવી લઈશ. તમારી જરૂર નથી. તમારે મને જરાયે અડવાની જરૂર નથી”

“એ ફિલિપીનો લેડીના કરતાં મારો મસાજ સુપર ડુપર હશે. સેટિશ્ફેક્સન ગેરંટેડ.”

 “આઘા રહો; મેં કહ્યું ને કે મારે મસાજની જરૂર નથી. મને ખબર છે મસાજને બહાને મને ભોળવીને કાયમ ફસાવી છે. તમારા હાથ અને આંગળા કાયમ ક્યાંથી ક્યાં ફરે છે તેનો મને વર્ષોનો અનુભવ છે. સીધે સીધા ગાઉન પહેરીને બેડમાં આવો. મારે વેરી વેરી સિરીયસ વાત કરવાની છે.”

“આવી વાત કરીને હની, પ્લીઝ મારા મૂડને, ફ્રિઝના ફ્રોઝન કમ્પાર્ટમેન્ટમાં ના મૂક. આપણે નેવું પંચાણું વર્ષના થઈશું પછી સિરીયસ વાતો કરીશું. રોજ હનુમાન ચાલીસા ગાતા ગાતા, જય સ્વામિનારાયણ કહીને નિરાંતે ઊંઘી જઈશું.”

“જૂઓ આજે મારે આપણા ટોનીની વાત કરવાની છે.”

“શું? વ્હોટ હેપન ટુ અવર ટોની.”

“ટોનીનો ફોન આવ્યો હતો. એ જરૂર કરતાં જલ્દી મોટો થઈ ગયો છે. પહેલેથી જ તમે અને બાપાએ એને બગાડી મૂક્યો છે. આ તો અમેરિકા છે. દીકરો સ્માર્ટ છે કહી કહીને, થાબડી થાબડીને છાપરે ચડાવ્યો છે. બધી સ્વતંત્રતા આપી દીધી છે. એને ન્યુયોર્કથી અહીં બોલાવી લો અને તમારી સાથે ઓફિસમાં લગાવી લો.”

“કેમ શું થયું?”

“શું થયું શું? ઘરથી બહાર પાંચસો માઈલ દૂર જવા દીધો હવે દશ હજાર માઈલ દૂર જવાનો છે.”

“ક્યાં જવાનો છે?”

“ક્યાં શું, હોંગકોન્ગ.”

“ઓહ,  એ તો મને ખબર છે; તે જાય; એમાં શું  મોટી વાત છે. આ ઉમ્મર હરવા ફરવાની છે.”

“એ કાંઈ એક બે વીકના વેકેશન માટે નથી જવાનો. ખાસ્સો ત્રણ મહિના, પૂરા બાર નહિ પણ ખરેખર તો તેર વીક માટે જવાનો છે. કહેતો હતો કે એની ફર્મ એને ત્યાંની નવી ઓફિસના સેટ અપ માટે મોકલે છે. ત્યાંના સ્ટાફને ટ્રેઇન કરવાનો છે.”

“એ  પણ મને ખબર છે. તે જાય એમાં શું? આઈ એમ પ્રાઉડ ઓફ અવર સન. મારા કરતાં પણ સ્માર્ટ છે. જોકે તારા કરતાં તો કોઈ પણ કોઈ જ સ્માર્ટ નથી. જો  તને થર્ટીનનો ફિગર અપશુકનિયાળ લાગતો હોય તો એને કહેવાનું કે પંદર વીક રહેજે અને પછી આવજે. ઈટ્સ નોટ બીગ ડીલ!”

“બોલ્યા, ઈટ્સ નોટ બીગ ડીલ, જૂઓ, હું સિરીયસ વાત કરું છું. ખોટી ચાંપલાશ નથી કરવાની, ઓકે.  મારી વાત બરાબર ધ્યાનથી સાંભળો. મારે એને હોંગકોન્ગ નથી જવા દેવો?”

“પણ કેમ?”

“એ પેલી એની સાથે ચાઈનીસ છોકરી રહે છે તેની સાથે જવાનો છે. એ પારકા દેશમાં એની સાથે જ રહેશે તે પણ મને નથી ગમતું. એ છોકરી મારા દીકરાને ઊંધુ ચત્તું સમજાવીને ભોળવીને કાયમને માટે ચીન લઈ જાય તો?”

“જો હની, હું તને આ વાત કરવાનો જ હતો. તારી સાથે તારા દીકરાએ જેટલી વાત કરી તેટલી બધી ડિટેઇલમાં મારી સાથે નથી કરી. મને તો ટૂંકો ટેક્ષ્ટ મેસૅજ જ કર્યો હતો કે એની રૂમ પાર્ટનર અને કોવર્કર વૅન ફૅન્ગ સાથે ત્રણ મહિના માટે ઓફિસ સેટ અપ માટે હોંકોંગ જવાનો છે. વૅન ફૅન્ગ સાથે છે એટલે એને લેન્ગ્વેજનો કોઈ પ્રોબલેમ નહિ નડે. વૅન ફેન્ગ એની સિનિયર પણ છે. એને ઘણું શીખવાનું મળશે.”

“કપાળ તમારા બાપનું. એના કરતાં ત્રણ વર્ષ મોટી છે. એ એના દેશમાં જઈને તમારા દીકરાને શું શીખવવાની? તમારામાં તો જરા પણ અક્કલ નથી. એની સાથે રાત દિવસ એકલા રહેશે તો, મારા ભોળીયા છોકરાને દિવસે શું શીખવશે અને રાત્રે શું શીખવશે? શું શું થાય તે સમજાય છે?”

“શું થાય? કંઈ નહિ થાય. અત્યારે પણ એપાર્ટમેન્ટ શેર કરે જ છેને? બન્નેના બેડરૂમ પણ જૂદા છે. હોંગકોન્ગમાં પણ જૂદા જ હશે. ચિંતાની જરૂર નથી. દિવસે કામ કરશે. સાથે ડિનર લેશે. થોડું હરશે ફરશે અને રાત્રે થાકીને ઉંઘી જશે. નવા એન્વાયરોમેન્ટમાં નવી ઓફિસ સેટ કરવી, ત્યાંના લોકલ સ્ટાફને ટ્રેઈન કરવા એ બધા કાંઈ ખાવાના ખેલ નથી. સારું છે કે એને એની ફ્રેન્ડનો સાથ છે.”

“તમને હું શું કહેવા માગું છું તે કેમ સમજાતું નથી.”

“તો સમજાવને?”

“જો એમની વચ્ચે યાહૂ થઈ જાય તો?”

“ઓહોઓ.. તો શું? બાવીસ વર્ષનો દીકરો નાદાન ન કહેવાય. એડલ્ટ છે. હી ઈઝ મેન નાવ. તારી જેમ બારડોલી પ્રોડકટ નથી. મેઇડ ઈન યુ.એસ.એ. બાપનો મેઇડ ઈન યુ.એસ,એ. દીકરો છે. સમજુ છે. એની જવાબદારી  બરાબર સમજે છે. શું કરવું, શું ન કરવું એ જાણે છે. લેટ હીમ હેવીંગ ફન ઓફ યંગ એઇજ. હી શૂડ બી અવેર ઓફ અન્ડર્સ્ટેન્ડિંગ એન્ડ કૉન્સિક્વન્સીસ ઓફ હિસ એક્ટ.”

“ઓ બાપરે! ઓહ માય ગોડ. આઈ ડોન્ટ બીલિવ ઇટ. યુ સૅઇડ ધીસ. મને તો આવું વિચારતાં એ પાપ લાગે. મને તો પહેલેથી જ મોરલ વગરનું તમારું અમેરિકન કલ્ચર નથી પચતું. તમે બધા જ જેન્ટસ, ટ્રંપ અને બિલ ક્લિન્ટન જેવા જ. જાહેરમાં જે બોલવું હોય તે બોલો અને પછી કહો કે આ તો બોઇઝની લોકરરૂમ ટોક કહેવાય. મારે મારા દીકરાને બિલ ક્લિન્ટન અને ડોનાલ્ટ ટ્રંપ જેવો લફરાબાજ નથી બનાવવો. જીવનમાં ચારિત્ર્યનું મોટું મૂલ્ય છે. લગ્ન થાય ત્યાં સુધી જાત જાળવવી જ જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ. અને પરણ્યા પછી પણ લફરાં તો ના જ કરાય. મારા ટોનીને મારે ભારતીય સંસ્કાર આપવા છે. અને મોડર્ન બાપ દીકરા જૂદાજ કૂદકા મરાવે છે. મારો ટોની હજુ તો, એ માત્ર બાવીસ વર્ષ નો જ થયો છે.”

“તમને ખબર છેને કે ચાઈનીશ છોકરી અને પટેલની છોકરી સાથે રહેતી હતી અને ન્યુયોર્ક કોન્ડોમેનિયમનું ભાડું મોંઘું પડ્યું એટલે આપણા દીકરાને પટાવીને સાથે રાખી લીધો. મને એમ કે પટેલની દીકરી છે, જો ટોનીને ગમતી હોય તો આપણે વિચારીશું, પણ એ છોકરીતો કોઈ બીજાને જ પરણી ગઈ. કહેતી હતી કે પટેલ ફ્રેન્ડ તરીકે સારો પણ હસબંડ તરીકે કામ ન લાગે. હવે છેલ્લા ત્રણ મહિનાથી આપણો ટોની અને એની ચાઈનીશ સુપરવાઈઝર એક જ કોન્ડોમાં રહે છે. હું એમને જૂદા કરવા ફોન કરવાની હતી પણ, તમારા અમેરિકન ચિરંજીવી એ ધડાકો કર્યો. જાણે સાસરે મહાલવા જવાનો હોય એટલો હરખાતો હતો. હું તો ચાઈનીસ પટાકી સાથે હોંગકોંગ જાઉં છું.”

“હની, પેલી પટેલની છોકરી બીજાને પરણી ગઈ અને કહેતી ગઈ કે પટેલ ફ્રેન્ડ કે હસબંડ તરીકે તો સારો પણ સાસુ તરીકે પટલાણી નક્કામી. પટલાણી સાસુ, કામ ન લાગે. પચ્ચીસ પાંત્રીસ વર્ષ અમેરિકામાં રહેલી હોય પણ છેવટે તો એની એ જ.”

“હા હા તમારે જે કહેવું હોય તે કહો પણ હું તો, દુનિયાના કોઈપણ ખૂણામાં હોઈશ પણ મારા સંસ્કાર અને ધર્મ સાચવી રાખીશ. મને તો તમારા બાપા બગડ્યા તે પણ નથી જ ગમતું અને સાડીસત્તરસો ને સાતવાર નથી ગમતું. ઠીક છે બાપા આખરે તો એકલા તમારું બ્લડ છે, પણ મારો ટોની દીકરો તો મારું પણ બ્લડ છે. મારે એને વેંગીફેંગી સાથે હોંગકોંગ નથી જવા દેવો. પ્લીઝ તમે કંઈ કરો ને? એક કામ કરો કે અત્યારે જ એને ફોન કરો કે તારી મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે. તું તારી ટ્રીપ કેન્સલ કરીને જલ્દી આવી જા. એને કેન્સર પણ છે. અને ટીબી પણ છે.”

“આ સિવાય બીજા કેટલા રોગનું કહેવાનું છે? મમ્મીના બ્રેઈનમાં ફુગાવો છે.  અને પૂરેપુરી ગાંડી થઈ થઈ છે.”

“જૂઓ વિઠ્ઠલજીના દીકરા, એક વાત વિચારો, આપણો દીકરો ભોળવાઈ જાય,  ભેરવાઈ જાય અને વગર લગ્નએ કંઈ વાકુચૂકું કરી બેસે તો ન ઓળખાણ ન પિછાણ અને પારકા ને અઢાર કે ભણતું હોય તો ચોવીશ પચ્ચીસ વર્ષ પોષવાનું. દીકરાએ આવી ગરબડ કરી હોય તો કોઈ સારા ઘરના પટેલની દીકરી આપણા ઘરમાં નહી આવે.”

“જો તું પટેલની દીકરી ઘરમાં લાવવાની વાત કરે છે અને મારા સેલ પર તારા દીકરાનો ટેક્શ્ટ મેસેજ છે.”

“લાવો મને આપો  લેટમી સી. એને ટેક્શ્ટ કરી દો. કમ સૂન……મૉમ ઈઝ સીરિયસ…..કેમ હસો છો?”

“અરે! પણ કેમ હસો છો? કહો તો ખરા!”

“તું જેવું કહે છે તેવો જ ટેલિગ્રામ ઈન્ડિયામાં મારા ગ્રેટ ગ્રાન્ડ્પાની લાસ્ટ મોમેન્ટ હતી ત્યારે આવેલો.   આતો બાપાએ કરેલી વાત યાદ આવી. બાપા બોમ્બેમાં હતા. એ વખતે ગામમાં ફોન ન હતા. પહેલા એક ટેલિગ્રામ મળ્યો કે ગ્રાન્ફાધર એક્ષ્પાયર્ડ. પછી બીજો ટેલિગ્રામ આવ્યો ગ્રાન્ડફાધર સીરીયસ, કમ સૂન. બીજો ફોન પહેલા ડિલીવર થયો અને પહેલા કરેલો ટેલિગ્રામ પછી ડિલીવર થયો હતો.”

“તેલ્લ લેવા જાય તમારા ડોસલાઓ, પહેલા ટેક્ટ્સ મેસેજ શું છે તે જોવા દો.”

“લે જો. પ્લેનમાં બોર્ડિંગ થઈ ગયું છે અને ટેક ઓફ માટે રન વે પર છે. એણે ફોન બંધ કર્યો છે.”

“આ બધા તમારા હાથના કરેલા હૈયે વાગશે ત્યારે જ ભાન આવશે. ચાલો સૂઈ જાવ.”

“હની….પણ મસાજનું શું!!!”

“કહ્યું ને  ડાહ્યા થઈને સૂઈ જાવ…મૂડ નથી.”

(ક્રમશઃ)

####################

+++++++++++++++++++++++

નીચેની ગઝલ આપના શ્રાવ્ય મનોરંજન માટે જ છે.

રિવર્સલ ના સંદર્ભમાં નથી.

રિવર્સલ ૪૪

 

રિવર્સલ ૪૪

REVERSAL1

 

‘વિનોદ તમે બે દિવસ કોન્ફરન્સમાં ગયા હતા, બાપા અને રોઝી બૉલ્ટીમોરમાં છે, ટોની એની બે ફ્રેન્ડ સાથે ન્યુયોર્કમાં છે. પપ્પા મમ્મી એના બિઝનેશમાં વ્યસ્ત છે. આઈ મિસ યુ.’

‘રીયલી? સ્વીટી, મને ખાત્રી જ હતી કે તું યાહુઊઊઊ મિસ કરશે જ.’

‘જાવ હવે! સુથારનું ચિત્ત બાવળીયે. હું તો મારા વિનોદને મિસ કરતી હતી. તમારા યાહૂને નહિ. મને તો યાહુનું વેકેશન ગમ્યું. તમે વેકેશન લીધું હતું કે પછી આડા અવળા ધંધામાં બીઝીને બીઝી હતા? લપસણી લીસાને પહેલીવાર લઈને ગયા હતા એટલે ચોખ્ખું ને ચટ્ટ પૂછું છું. મારા માથા પર હાથ મૂકી, મારા સમ ખાઈને ટ્રુથ, નથ્થીંગ બટ ધી ટ્રુથ, હોલ ટ્રુથ જે હોય તે કહી દો. બે રૂમ બુક કરાવીને એક જ રૂમમાં, એક બેડમાં લપસણી લીસા સાથે તો રાત નહોતી માણીને?’

‘તારા માથા પર નહિ પણ તારા હાર્ટ પર હાથ મૂકીને ……’

‘હં, હં હં… છેડછાડ નહિ. હાર્ટ તમે હાથ મૂક્યો ત્યાં નથી.  મારા માથા પર હાથ મૂકો….સીધી વાતનો સીધો જવાબ આપો. સ્ટ્રેઈટ એન્સર.’

‘ડુ યુ વોન્ટ માઈ ઑનૅસ્ટ એન્સર?’

‘યસ.’

‘કેન યુ હેન્ડલ ધ ટ્રુથ?’

‘યસ.’

‘યસ. આઈ વોઝ બીઝી, વેરી વેરી બીઝી વીથ લપસણી લીસા. ડે એન્ડ નાઈટ. રાત્રે એક વાગ્યા સૂધી.’

‘વ્હોટ? ઓહ માઈ ગોડ, ઓ ભગવાન, ઓ સ્વામિનારાયણબાપા, આની પાસે સાચું બોલાવવાનો પણ ધરમ નથી! આટ આટલા વરસ પછી મારે આ સાંભળવાનું? આખરે તો બિલ ક્લિન્ટન અને ડોનાલ્ટ ટ્રંપની ભૂમિ પરની જ પેદાશને? મારા તો ભાગ્ય જ ફૂટી ગયા! અરે! આટલો બધો ભભડો, સોરી વલખાત હતો તો મને કોન કરવો હતો ને? ચાર્ટર પ્લેઈન કરીને દોડી આવતે. મને સાથે લઈ જવી હતી ને?’

‘સી? આઈ ટોલ્ડ યુ. યુ કેન નોટ હેન્ડલ ધ ટ્રુથ. માયા ડાર્લિંગ, પહેલાં તું મને એ કહે કે તું હસતાં હસતાં બોલે છે કે રડતાં રડતાં? ઘણા માણસોના ચહેરા હસતી વખતે અને રડતી વખતે એક સરખાં જ લાગે છે. પહેલાં તો ખબર જ નહીં પડે કે આ સુંદરી રડે છે કે હસે છે.’

‘હા હા હું રડું છું મારા નસીબને. મારા ફૂટેલા કરમને. મારા ગયા જનમના દુશ્મનને. રાત્રે એક વાગ્યા સૂધી કોઈ પણ ગોરકી સાથે શરમ વગર ચોટી રહ્યા હતા. એમ કેમ નથી ભસતા કે એક વાગ્યા સૂધી લપસણી લીસા સાથે શૈયામાં લપસી લપેટાઈ રહ્યા હતા. તમારા પિતાશ્રી માતૃશ્રીની હયાતીમાં તો કોઈની સામે નજર બગાડીને જોયું પણ નથી. બા જરા આનંદથી જીવજો એમ કહી ગયા અને બાપાએ તો આનંદની ડેફિનેશન જ બદલી નાંખી. જેવું તમારા બાપા કરે, તમારો દીકરો કરે તે જ તમે હૌ કરવા માંડ્યું ને? બાપા હો બાલ્ટિમોરમાં શું કરતા હોય તે આપણે થોડા જાણવાના છે. હવે તો રોઝીમેમને સારું છે તો પણ કેવા એક રૂમમાં પડી રહ્યા છે. પાછા આવવાનું નામ જ નથી લેતા’

‘માયા માઈ સ્વીટ હની. હું, લીસા, જ્યોર્જ અને ડેની બધા સાથે જ લોન્જમાં બેસીને મારા પ્રેઝંટેશન માટે તૈયારી કરતા હતા. ઈટ વોઝ રીયલી ટાયર્ડસમ કોન્સફરન્સ. વાત તો સાચી જ હની તારા સાથ વગરની શૈયા નકામી. તને લઈ ગયો હોત તો ભલે મારો દિવસ ખરાબ જાત પણ રાત તો સુધરી હોત!. તું સાથે હોત તો, આપણા હનીમુનના દિવસને તાજો કરતે. જાસ્મિન અને રોઝપેટલ્સ વાળા બેડ પર, તારી સ્મુધ સ્મુધ સિલ્કી બોડી પર હની બટર લગાવીને તારા ટો થી લીક કરતો કરતો કરતો…’

‘બસ બસ બસ ઈન્ડિયન પોએટ લવારે ચઢે તેમ તમારે લવારે ચડવાની જરૂર નથી. આવું બોલીને મને પચ્ચીસ વર્ષ પહેલાની રાતો યાદ કરાવવાની જરૂર નથી. આઈ નો, મને મારા વિનોદ પર વિશ્વાસ છે.  એટલે તો ક્યારની રાહ જોઈને બેઠી હતી. પણ, બિચારા વિનોદ પટેલ તો થાકી ને આવ્યા છે. ચાલો! જેવા જેના ભાગ્ય. આમ પણ હવે વિનોદજીની ઉમ્મર થઈ. બસ શાંતીથી ઊંઘી જાવ. તમારો અંગુઠો મોમાં મૂકીને જે સ્વપના જોવા હોય તે જોતાં જોતાં જે સ્વામિનારાયણ થઈ જાવ.’

‘ના હની, એમ તો ઊંધ ના આવે. બોલિવૂડના શમ્મીકપુરના યાહૂઉઉઉઉઉ વગર ઊંઘ ના આવે.’

‘એક કામ કરો. એક યાહુ, બે યાહુ, ત્રણ યાહુ એમ આંખ બંધ કરીને એક્સો આઠ વાર બોલ્યા કરો. સરસ ઊંઘ આવી જશે.’

‘બાપા મારી બાને કહેતા હતા કે કોઈ પણ નામની માળા કે રટણ કરતા પહેલા એનો અર્થ સમજવો જોઈએ. મને તો એનો મિનિંગ ખબર નથી. હું તો એમ જ માનું કે યાહુઉઉઉઉ કરીને માયા સાથે બેડમાં, યુ નો વોટ આઈ મીન.’

‘નો, આઈ ડોન્ટ નો વોટ યુ મીન. પણ એક વાત કહું. મંગળામાસી એક રાત મારી સાથે રહ્યા હતાં. મજાની વાતો થઈ. મારાથી એમને કહેવાઈ ગયું કે હવે વિનોદ આવે ત્યારે મારે એને યાહૂઉઉઉ કહીને દોડાવવો પડશે. તો એમણે મને પૂછ્યું ‘આ યાહૂ શું છે?’ મેં જવાબ આપ્યો ‘મારાથી ના કહેવાય! આતો અમારા વિનોદનો કૉડવર્ડ છે. તમને ના સમજાય. મને કહેતાં શરમ લાગે. બસ સમજી જાવ’ અને માસીએ કહ્યું ‘સમજી ગઈ’. પણ વિનોદ આ શબ્દ તો તમે વાપરવા માંડ્યો આ યાહૂ શબ્દ આપણી મજા ને માટે કેમ વાપરવા માંડ્યો. મને યે સમજાતું નથી.’

‘આપણે લવમાં એકદમ વાઈલ્ડ બનીને જે કરીએ તે યાહુ કહેવાય. આર યુ રેડી?’

‘આમ બાઝવા ના આવો. જરા દૂર રહીને વાત કરો. યાહૂ એટલે શું? તમે એકદમ કેમ યાહૂ શબ્દ પકડ્યો?’

‘હું નાનો હતો ત્યારે બોમ્બેમાં, ભરતકાકા સાથે જંગલી મૂવી જોવા ગયેલો. ત્યારે ’ચાહે કોઈ મૂઝે જંગલી કહે’ સોંગ ખૂબ ગમી ગયેલું. હું આખો દિવસ યાહૂ યાહૂ કર્યા કરતો હતો. કાકીએ મને પૂછ્યું “આ યાહુનો અર્થ શું” તો મેં કહ્યું શમ્મીકપુર સાયરાબાનુ સાથે જે કરતો હશે તેને યાહૂ કહેવાતું હશે. બસ મારા અધ્ધર જવાબનો ઊંધો મિનિંગ કરીને બધા ખૂબ હસ્યા. પછી તો બધાએ મારું નામ જ વિનોદયાહુ પાડી દીધું હતું. પછી મને ડિક્શનરીમાં જોઈને મને કાકીએ અર્થ સમજાવ્યો હતો. યાહૂ એટલે જંગલી, મૂર્ખ, ભાન વગરનો, એનિમલ બ્રેઈનનો માણસ, ઢોર. હું યાહૂ ની બૂમ પાડી ને ગાતો હતો ત્યારે કાકીએ કહ્યું હતું, વિનોદિયા અત્યારે માથું ના ખા. પરણે પછી યાહૂની બુમ પાડ્યા કરજે. હવે મને ખબર નથી કે કાકીએ કયા અર્થમાં કહ્યું હતું પણ હું તો જે મિનિંગમાં કહું છું તે તું સમજે જ છે. યુ નો વોટ આઈ મીન. આટલાં આટલાં વર્ષ પછી જ્યારે હું બાથરૂમમાંની તારી બોડીની – બેધિંગ બ્યુટીની કલ્પના કરું એટલે મારામાં રહેલો જંગલી બુલ જાગૃત થઈ જાય એટલે હું યાહૂ યાહુ બુમ પાડવા માંડું. હવે સમજાયું?  તો હો જાયે યાહૂઉઉઉઉઉઉઉ. ચાહે કોઈ મુઝે જંગલી કહે!’

‘અરે અરે આમ ગાંડા ના થાવ. ને આટલા બધા બરાડા ના પાડો. કોઈ સાંભળશે તો પોલિસને બોલાવશે.’

‘મને ખબર છે. આખા ઘરમાં આપણા બે સિવાય કોઈ નથી. બાજુના બિલ્ડિંગમાં પણ રોઝીમેમ નથી. દીકરો ન્યુયોર્કમાં લહેર કરે છે. મને ગાવા દે.’

‘યાહૂ…..ચાહે તૂ મુઝે જંગલી કહે, ચાહે તૂ મુઝે યાહૂ કહે, તારે જે કહેવું હોય તે કહે; હું તો તારા લવમાં પડ્યો છું હું શું કરું? યાહૂઉઉઉઉઉઉઉ..’

‘મારા કાન ફાટી જવાના. આ ગાતાં ગાતાં સલમાન ખાનની જેમ શર્ટ ઉતારતાં હેવનમાંથી શમ્મીકપુર અને મહમ્મદ રફી સાહેબ તમને જૂએ તો એઓ જરૂર માથું કૂટે કે આ જંગલી તો અમારા કરતાં પણ વધારે યાહૂ નિકળ્યો. જંગલી ફિલ્મ ઉતારવા જેવી જ ન હતી.’

‘પ્લીઝ હની.’

‘પ્લીઝ બ્લીઝ કંઈ નહિ. પહેલા તમારા કોન્ફરન્સની બધી વાતો કરો, પછી બીજી વાત.’

‘ફાયડે ઈવનિંગમાં રજીસ્ટ્રેશન, રાત્રે સોસિયાલાઈઝેશન, ડેન્સ અને ડિનર, સેટરડે મોર્નિંગ વકશોપ, લંચ, લેકચર્સ ડિનર, પાર્ટી, થાકીને અડધી રાત સૂધી સનડેની મારી કીનૉટ સ્પીચ પ્રેઝન્ટેશન માટેની તૈયારી, સન્ડે મોર્નિંગ બ્રેકફાસ્ટ લાસ્ટ સેસ્ન્સમાં મારી ફાઈનલ સ્પીચ, ઍવૉર્ડસ ડિસ્ટ્રીબ્યુશન, લંચ અને હમણાં હવે તારી પાસે અને સાથે યાહૂઉઉઉઉઉઉ.’

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

‘જાણે ભૂખાળવું પ્રાણી…તમે તો ખરા છો! તમારા જેવું ગાંડપણ તો આ ઉમ્મરે કોઈ પણ કરતા ન હોય. બાવનના થવાના અને પચ્ચીસની કૂદાકૂદ? ઓહ! માય ગોડ. એક વાત પૂછું. જો હું મરી જાઉં તો તમારા યાહુનું શું થાય? તમે બીજા લગ્ન કરો?’

‘મારું બ્રેઈન કોઈ પણ દિવસ આવા ક્રેઝી વિચાર કરવાને ટેવાયલું જ નથી. મારા પહેલા મરવાનો વિચાર જ કેમ કરે? હાઉ ડેર યુ? ડોન્ટ સ્પોઈલ માય મૂડ. હું શું કરૂ તે મને ખબર નથી, પણ હું તારા પહેલા મરી જઈશ પછી તું નિરાંતે સ્વામિનારાયણ સંત સાથે સંસાર માંડીને શિક્ષાપત્રીનો અભ્યાસ અને ચર્ચા કર્યા કરજે. મને વાંધો નથી, અત્યારે તો બસ બીજી કોઈ વાત જ નહિ. વાત કરવાની માત્ર યાહુની જ. આપના પ્રેમની. મને ખબર છે. એક સમય આવશે. યાહુનો ઊછાળ ઓછો થશે, વખત જતાં એ સંપૂણ બંધ પણ થશે. પણ લવ પ્લસ યાહુ આપણી લાઈફમાં રહેશે ત્યાં સુધી આપણે યુવાન રહીશું. ચાલો યાહુને જૂદી જૂદી રીતે માણીયે અને જાણીએ.’

‘અરે! એઈ યાહુ બોય, હમણાં તો!…. યુ જંગલી બોય….ગેટ લોસ. પટામણી વાતોનો હવે કોઈ દહાડો નહી વળે. પાસે આવ્યા તો જોવા જેવી થશે. અત્યારે તમને બચાવવા કોઈ આવવાનું નથી. ફરી યાહૂ બોલ્યા તો ઝાડુ લઈને ઝૂડી નાંખીશ.’

‘અરે જોગમાયા, અરે, મહામાયા માયાવતીજી, માય ડાર્લિંગ, માય હની, એ વાત નથી, હું તો તને નેટ જગતના યાહુની વાત કરું છું. યાહુનો અર્થ શું છે તે ખબર છે?

‘ના, આડી અવળી વાત ના કરવાના હો તો બતાવો. પણ તે પહેલાં ઉતારેલા કપડાં ફરીથી દેહ પર ચડાવો. એટલી વારમાં હું હોટ ચોકલેટ લઈને આવું છું. ડાહ્યા થઈને માણસની રીતમાં વાત કરો. મને પણ કંઈ જાણવાનું મળે.’

‘યાહૂ એટલે  “Yet Another Hierarchically Organized  Oracle”

‘જો  Yet નો Y Another નો A  Hierarchically નો H  Organized  નો O Oracle નો O મળીને યાહુ વર્ડ બન્યો.

‘Hierarchically એટલે ચડઉતર સ્તરોવાળી વ્યવસ્થા  અને Oracle  એટલે જવાબ કે સલાહ મેળવવાની જગ્યા. હવે સમજાય છે?’

‘થોડુંક થોડુંક. હું તો એમ માનતી હતી કે શમ્મીકપુરના યાહૂ ઉપરથી જ યાહુનું નામ પડ્યું હશે. એક વાત કહું? આપણે તો આપણો યાહૂનો ખાનગી કોડેડ અર્થ જૂનો જ ચાલુ રાખીશું?’

‘રીયલી? તો હો જાય બીજીવાર યાહૂઉઉઉઉઉ.’

‘જાવ હવે. શર્ટ ઉતારવાની જરૂર નથી. આંગળી આપતાં પહોંચું પકડવાની વાત નહિ કરવાની. હવે ડાહ્યા થઈને ભગવાનનું નામ લઈને ઊંધી જાવ. મન્થલી ક્વોટા પૂરો’

‘કયા ભગવાનનું નામ લેવા માંડું?’

‘આપણા લવ કુશના પિતાશ્રી રામચંદ્ર ભગવાન ના પરમ ભક્ત અંજની સૂત કેસરીનંદન વાયુપુત્ર સંકટમોચન હનુમાનજીનું સ્મરણ કરતાં કરતાં ઊઘી જાવ. એમાં જ તમારું કલ્યાણ છે.’

‘સંકટમોચન હનુમાનજી મારું સંકટ દૂર કરતા રહેજો. એક આખો ઓઈલનો ડબ્બો તમને ચડાવીશ. પ્રોમિશ.

ઘર્રર્રર્રર્રર્ર….. ઘર્રર્રર્રર્રર્ર….. ઘર્રર્રર્રર્રર્ર…..

‘ડાહ્યા થઈને કે’વા ઊંઘી ગયા…થાક લાગ્યો હતો તો પણ કેટલી કૂદાકૂદ! ‘બિચારા મારા વિનોદ, તનને ભલે થાક લાગે પણ મન તો પચ્ચીસીનું જ રાખે છે….ખરેખર હું નસીબદાર છું’

ગુ.દ. ડિસે, ૨૦૧૬

રિવર્સલ ૪૩

REVERSAL1

રિવર્સલ ૪૩

 “માસી, આજે તો બધું ખાલી ખાલી લાગે છે, બાપા, રોઝીમેમ અને ડોક્ટર અંકલ બૉલ્ટીમોર ગયા છે, અને વિનોદ લીસાને લઈને કોન્ફરન્સમાં ગયા છે. સારું છે કે તમે આજે મારે ત્યાં આવી ગયા. મારે તમારી સાથે ઘણી ઘણી વાતો કરવી છે. નાની હતી ત્યારે તમારા પાડોશમાં હતી. ઘાઘરી ચોળી પહેરી હું, મમ્મી અને તમે સ્વામિનારાયણ મંદિરે જતા. રાત્રે આવીને ઘણી વાર તમારી સાથે સૂઈ જતી તે દિવસો યાદ આવે છે. તમારી બાપા સાથેની ઓળખાણને કારણે તમે વચ્ચે પડીને વિનોદ સાથે ગોઠવી આપ્યું. માસી તમારે કારણે જ આજે હું અમેરિકામાં સુખી છું. સુખ છે પણ મારો સ્વભાવ વાત વાતમાં ચિંતા કરવાનો થઈ ગયો છે. મને બળી, બધાને માટે જ ખૂબ ચિંતા થાય છે.”

‘કોની વિનોદની ચિતા થાય છે? લીસાને લઈને ગયો છે એટલે ચિંતા થાય છે? કોની લીસાની ચિંતા થાય છે? કે વિનોદની?’

‘માસી તમે યે શું મને ઉડાવો છો? તમારી ઉમ્મરનું પણ રિવર્સલ થઈ ગયું હોય એવું લાગે છે. પંચોતેરના મારા માસી શત્તાવનના થઈ ગયા. પીઢ અને ફની. સાચું કહું મને વિનોદની ચિંતા છે અને નથી;  આજ કાલની અમેરિકન છોકરીઓ પર જરાયે વિશ્વાસ નહિ. લીસાએ આજ સૂધીમાં ત્રણ ચાર બોયફ્રેન્ડ બદલ્યા છે. મારે ધ્યાન તો રાખવું જ પડે. વિનોદ અને લીસા બેમાંથી એકેયે સ્વામિનારાયણ બાપાની શિક્ષાપત્રી વાંચીને તમારી જેમ પચાવી નથી.’

‘માયા, ઈન્ડિયામાં હતી ત્યાં સૂધી હું પણ માનતી હતી કે મેં પચાવી છે. અને હજુ પણ મારી આસ્થામાં ફેર નથી પડ્યો. પણ તારા સસરાજીએ અને તારા ડોક્ટર અંકલે શિક્ષાપત્રીની આડ અસરો કાઢી નાંખી છે.’

‘માસી, હું નથી માનતી કે તમે બાપા પાસે કોઈ આડ અસરો કઢાવવા ગયા હોય. બાપા તો કોઈ પણ સંપ્રદાયની કંઠી બાંધ્યા વગર બધા જ મંદિરોમાં જાય. તેમ છતાં કોઈ બાપુની કોઈ કથા કે સપ્તાહમાં પણ ગયા નથી. કોઈના વખાણ નહિ, કોઈની વખોડ નહિ. રોઝી સાથે કોઈ કોઈ વાર ચર્ચમાં પણ પહોંચી જાય અને રોઝીને આપણાં કોઈ મંદિરે પણ લઈ જાય. બાપા તો ધરમની ચર્ચા પણ કરવા ન માંગે; પણ લગ્ન પછી ડોક્ટર અંકલે તમારી આડ અસર કાઢી હોય એવી શક્યતા છે. માસી એક ખાનગી વાત પુછું?’

‘પૂછ, પણ પૂછ્યા પહેલાં જ તારો સવાલ જાણી ગઈ છું. અને મારો જવાબ છે ના.’

‘તો પછી લગ્નનો શો હેતુ. વિનોદ તો આજે પણ જાણે તાજા જ પરણ્યા હોય એમ મને રોજ રોજ દુખી કરે. ડોક્ટર અંકલ તમને દુખી નથી કરતા?’

‘તું મીઠ્ઠી થઈને મારી પાસે શું ઓકાવવા માંગે છે?  તારી મમ્મી મને મોટી બહેન ગણે છે અને મને એની બા જેટલું માન આપે છે. આવા સવાલો પૂછાય? તને મારી ઉમ્મરનો ખ્યાલ છે?’

‘માસીબા, આઈ એમ સોરી. પણ કેટલીક વાતો જે મમ્મી સાથે પણ ન થાય તે ગ્રાન્ડ મધર સાથે થાય. તમે મારા ગ્રાન્ડમધર કહેવાવ. તમે તો સદાય શિક્ષાપત્રી પ્રમાણે બ્રહ્મચર્ય પાળ્યું. અને ન કલ્પેલી ઉમ્મરે લગ્નનો ધડાકો કર્યો. વિનોદતો ડોક્ટર અંકલ અને તમારી કાલ્પનિક રોમૅન્ટિક સેક્સ લાઈફની વાતોના ગપ્પા મારીને મને હસાવતા અને ખિજવતા અને પટાવી એનો સ્વાર્થ સાધતા રહે છે. હવે  મારું મેનાપોઝ નજીક આવી રહ્યું છે. કેટલીક ઈચ્છાઓ મોળી પડતી જાય છે. પણ માસી, યુ નો કે એ જ ટાઈમ જેન્ટસને માટે પણ મિડલાઈફ ક્રાઈસીસનો કહેવાય છે. વિનોદ તો મારા દેહના દિવાના છે છતાં યે જો હું દરેક વખતે નન્નો વાસુ તો સમજી પણ જાય. પણ મારા મેનાપોઝને લીધે મારી ગેરહાજરીમાં મોના કે લીસા મારા રિપ્લેશમેન્ટમાં  એની પોઝિસન ના ગોઠવી દે તેની ફડક રહે છે. આખરે તો વિનોદ અહીં જન્મેલા છે, અહીં લગ્ન પહેલાં છોકરીઓ સાથે દોસ્તી રાખી ચૂક્યા છે. મેં એમને લગ્ન પહેલાની કૉઈ વાત પૂછી નથી. એમણે કહી નથી. પણ લગ્ન પછી કોઈ પણ દિવસ એમણે આડું ટેડું કર્યું નથી. બસ મારી સાથે જ. તો યે આખરે તો વિનોદ પુરૂષ છે. નજર તો રાખવી જ પડે. સોરી મારે તો તમારી વાત જાણવી હતી ને મેં મારી વાત કરી નાંખી.’

‘જો દીકરી માયા. હું તને સાચો જવાબ આપું. લગ્નનો અર્થ જ જોડાઈ જવું, એકમેકમાં ભળી જવું. સ્નેહ અને લાગણીના બંધને બંધાઈ જવું. પરસ્પરના હિતને એક કરી દેવા. તું જાણે છે કે ડોક્ટર મને મંદિર જવા માટે કારમાં રાઈડ આપતા. વિધુર ડોકટર કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત ન હતા. પણ ઘરના આંતરિક કલહને કારણે દુખી હતા. બસ મંદિર માત્ર એમને માટે જવાનું સ્થાન હતું. કારમાં આવતા જતાં એમણે મારી સામે હૈયાની વાતો કરવા માંડી, એમને એમના વહુ દીકરાથી જૂદા થવા માટે કોઈ રસ્તો મળતો ન હતો. એક વાર તો આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા હતા. અનુકંપાએ મને એમની સાથે જોડી દીધી. લગ્નથી અમારા પરસ્પરના હિતો પણ જળવાય એમ હતું. બસ લગ્નથી જોડાઈ ગયા. તે સમયે સેક્સનો તો વિચાર પણ કર્યો ન હતો. આજે અમે એકબીજાની સામે નિ;સંકોચ વસ્ત્રો બદલી શકીયે છીએ. એકબીજાને હેતથી આલિંગન આપી શકીયે છીએ એને શું સેક્સ ન કહી શકાય? અમે “કંઈક કરવું જ” કે “કઈક ન જ કરવું “ કે દંપતિ વચ્ચે “કંઈક” ફરજીયાત થવું જ જોઈએ એવા નિયમો રાખ્યા નથી. હા શરીરના અને મનના આવેગોને દબાવવા ન જોઈએ એવું ડોક્ટરે શીખવ્યું છે. જો યોગ્ય સંજોગો હોય તો એ આવેગોને દંપતીએ લગ્ન જીવનમાં કે સહમતી પૂર્વકના સહજીવનમાં, કુંઠીત કરવા ન જોઈએ. અને આજ વાત મેં રિવર્સલ ક્લબમાં જણાવી છે. જીવનમાં આજથી દશ વર્ષ પહેલા જે ભૌતિક, દૈહિક કે માનસિક સુખ માણ્યું હોય તે જ સુખ આજે પણ ભોગવી શકો એ માટે તન મનને તૈયાર કરવાનું ધ્યેય આપણી ક્લબનું છે. આ જ રિવર્સલનો હેતું છે. વધુ નહિ થોડા પાછળ વળો અને થોડા યુવાન થાઓ. જો તમે સાંઠ વર્ષના હો તો ભલે વીશ કે પચ્ચીસના ન થઈ શકો પણ પચાસના થવાનો થોડો પ્રયત્ન કરો તો સહેલાઈ થી થઈ શકાય. સાંઠના હો અને સિત્તેરની જેમ વિચારવા અને વર્તવા માંડો તે કેમ ચાલે? આ બીજાની વાત નથી. મારી પોતાની વાત છે. મેં પંચોતેરની ઉમ્મરે એંસી પંચ્યાસીની જેમ વિચારવાનું અને વર્તવાનું શરૂં કરી દીધું હતું. તારી બર્થ ડે પાર્ટિમાં મને છોકરીઓએ પૂલમાં ધકેલી દીધી હતી અને હું જાણે ડૂબી જવાની હૌઉં એમ વિઠ્ઠલજીને વળગી પડી હતી. ત્યારે એકી સમયે શરમ, ગભરામણ, અને ન સમજાય એવો સ્પર્શનો ઝણઝણાટ અનુભવ્યો હતો. લગ્નની પહેલી રાત્રે આલિંગન માત્રએ મને ચાળીસીનો અનુભવ અનુભવ્યો હતો. આ જ વાત હું જોતી આવી છું. તારા બાપાએ તારી સાસુને કદાચ કદીએ જાહેરમાં આલિંગન આપ્યું ના હશે પણ રોઝીને કોઈ પણ સંકોચ વગર આપણી હાજરીમાં હગ કરતા થઈ ગયા છે. એ જ એ બન્નેની શારીરિક માનસિક સ્વસ્થતાનું કારણ છે. એ એમની ઉમ્મરનું રિવર્સલ છે.’

‘એનો અર્થ એ કે જો બાપા અને રોઝી ગરબડ કરવા માંગે તો એમને આપણે કરવા દેવી જોઈએ એમ?’

‘ગરબડ એટલે?’

‘ગરબડ એટલે ન કરવી જોઈએ એ ગરબડ. તમે પરણ્યા પછી પણ જે ગરબડ નથી કરતા તે ગરબડ’

‘ઓહ, સમજી. જો એ ગરબડ કરે તો તું શું કરે? તને શું ફેર પડે? એમને પણ શું ફેર પડે? આ ઉમ્મરે થાય થાય અને શું થાય? બે ઘડીનો દૈહિક આત્માનંદ.  તારે એમની ગરબડમાં શા માટે કોઈ પણ ગરબડ કરવી જોઈએ?’

‘માસી, માસી, માસી. તમે તો મારા કરતાં પણ મોડર્ન થઈ ગયા. વિનોદની ભાષામાં જ વાત કરતા થઈ ગયા. માસી આજની વાત પરથી તો એવું જ લાગે છે કે તમે મને સાચો જવાબ આપ્યો નથી. જો તમારા આવા વિચારો હોય તો તમારો ના નો જવાબ ખોટો જવાબ લાગે છે.માસી તમેયે કોઈ દવા તો લેવા નથી માંડી ને? ડોક્ટર અંકલ પેલી બ્લુ પીલ્સ લે છે ખરા? કે પછી અમિતાભ બચ્ચનજી જે ચ્ય્વનપ્રાશના એમ્બેસેડર છે તે લે છે?’

‘મીઠડી થઈને તું જે જે સવાલો પૂછે છે તે બધાનો જવાબ ના છે. હું સાચી વાત જ કરું છું. અમારે માટે અમારા લગ્ન દેહસુખ માટે નહિ પણ એક સથવારા માટે જ થયા છે.’

‘ચાલો માસી જવા દો એ વાત. મને તમારે માટે પૂજ્યભાવ છે. હવે પછી આવી વાતો નહિ કરું. આ તમારા જમાઈ છે ને તે કાયમ ટિખળ કર્યા કરે એટલે જરા વાત કાઢી. દરેકે ઘરડા થવાનું છે. માનસિક રીતે મહિલાઓ પર ઉમ્મરની અસર વધુ જલ્દી થાય અને પુરુષો ગુંલાટ મારવાનું ભૂલે નહિ.’

‘મને બીજી ચિંતા રોઝીમેમની છે. એને કેન્સર હશે તો એમનું શું થશે? કેન્સર શબ્દ આવતાં જ એમ થાય કે થોડા જ સમયમાં રિબાઈ રિભાઈ ને મરવાનું. રોઝીમેમ પરાણે વ્હાલા થઈ ગયા છે. અને વ્હાલા છે એટલે ચિંતા થાય છે.’

‘ચિંતા શેની માયા? રોઝી તો ફાયટર છે. સારી થઈને આવશે.’

“હા ના કરતે  પ્યાર થઈ જાય એવી વાત છે અને એટલે જ ચીંતા થવા માંડી છે. એક અમેરિકન  નેબર સાથે આટલી માયા બંધાઈ જશે એવું માન્યું જ ન હતું. અમેરિકામાં તો વર્ષો સૂધી નજીકમાં રહ્યા હોય તો પણ બોલવા ચાલવાનો પણ નાતો નથી. રોઝીમેડમ તો જાણે ઘરની જ વ્યક્તિ હોય એમ બાપા સાથે જોડાઈ ગઈ યા છે. બાપા મને ચિઢવવા જ જાત જાતની વાતો કરતાં પણ રોઝી સાથે તો પૂરા ધીર ગંભીર અને જેન્ટલમેન જ રહ્યા હતા. માસી બાપા સાથે મેડમને ખરેખર લફરું હશે કે?”

“લફરું એટલે?”

“લવ”

“એવું કોઈ દિવસ વિઠ્ઠલજીએ કહયું નથી. એ તો ફ્રેન્ડ જ કહે છેને? ફ્રેન્ડશીપ રીંગ પણ પહેરાવી હતીને? હું તો ઈન્ડિયાથી આવેલી મને યે ક્યાં ખબર હતી કે એન્ગેજમેન્ટ રીગ અને ફ્રેન્ડશીપ રીંગ શું બલા છે. પણ આજે સમજાય છે કે જીવનમાં માનવીને માનવીનો સથવારો જોઈએ છે. સમાજનો સામુહિક સથવારો. ભલે વ્યક્તિગત સંબંધો ના હોય પણ આજુબાજુનું વાતાવરણ માનવ સમુદાયથી જીવંત રહેતું હોય. આપણાં મંદિરો કે મંડળો, સભાઓ અને કથાઓના ટોળા એક માનસિક સથવારો આપે છે. મારે માટે સ્વામિનારાયણ સંપ્રદાય એ સગવડ પૂરી પાડતી સલામત સંસ્થા હતી. હવે એનું પહેલાં જેટલું વળગણ નહિ રહે. રિવર્સલ ક્લબે મને એક નવો સમાજ આપી દીધો છે. હું કુટુંબ વગરની હતી. તમે મને કુટુંબ આપ્યું છે. અને જે સથવારાની મને કલ્પના પણ ન હતી તે ડોક્ટરે મને આપી છે.

‘માસી તમે તો બહુ કૂલ છો પણ ડોક્ટર અંકલ પુરૂષ છે. જો કોઈકવાર એ એમના સથવારાની વ્યાખ્યા બદલે અને તમારી પાસે વધારે અપેક્ષા રાખે તો તમે શું કરો? રૂમમાં દોડાદોડી કરો કે પછી……’

‘તારો વિનોદ તારી સાથે નથી એટલે મારો જીવ ખાવા બેઠી છે. મારી જગ્યાએ તુ હોય અને તું જે કરે તે જ હું પણ કરું ઓકે!! હવે મારે આ વિષયમાં જરા પણ વાત કરવી નથી. તારી વાતોથી મારી ઉમ્મરના પચ્ચીસ વર્ષ ઓછા થઈ જાય છે. જે મને શોભે નહિ. ડોક્ટર બોલ્ટિમોરથી આવે ત્યારે જોયું જશે કોણ કોને દોડાવે છે’

‘હિપ્પ હિપ્પ હુર્રે…..મારા મરજાદી મંગળામાસીનું રિવર્સલ થઈ ગયું. હવે વિનોદ આવે ત્યારે મારે એને યાહૂઉઉઉ કહીને દોડાવવો પડશે.’

‘આ યાહૂ શું છે?’

‘મારાથી ના કહેવાય! આતો અમારા વિનોદનો કૉડવર્ડ છે. તમને ના સમજાય. મને કહેતાં શરમ લાગે. બસ સમજી જાવ’

‘સમજી ગઈ. ગુડનાઈટ’

‘માસી આઈ લવ યુ. જય શ્રીકૃષ્ણ. મારા પ્રણામ. ગુડનાઈટ.’

ગુજરાત દર્પણ. નવેમ્બર ૨૦૧૬

 

રિવર્સલ ૪૨

REVERSAL 42

રિવર્સલ ૪૨

REVERSAL1

 

“સાંભ્ળો છોઓઓઓ?”

“હની, હવે હું આપણા ધરના બેઝમેન્ટની ઓફિસમાં નથી. તારા કોર્પોરેશનના સામેના બિલ્ડિંગમાંની ઓફિસમાં છું. અને તું ફોન પર મારી સાથે વાત કરે છે. ટેવ મુજબ ફોન પર “સાંભળો છોના” બરાડા પાડવાની જરૂર નથી. આપણા દેશી ડોસલાઓ હજુ ઈન્ડિયા ફોન કરે છે ત્યારે તારી જેમ જ મોટે મોટે બરાડા જ પાડે છે. બોલ શું વાત છે?”

“સોરી ભૂલી જ ગઈ. હવે તો બે ને બદલે ઘણી બધી પટાકડિઓ યન્ટઓફિસમાં ભરી છે. અત્યારે કોની સાથે લપેટવામાં પડ્યા છો?”

“અત્યારે મારી સામે ચાર બેઠી છે. એક ચાઈનીસ, એક મેક્ષિકન એક અમેરિકન અને એક પંજાબણ છે. પણ એમાંથી બે ને જ પસંદ કરવાની છે. બધી જ બ્યુટિફુલ અને એક્ષ્પિરિયન્સવાળી છે. કોને રાખું અને કોને ના પાડું એ સમજાતું નથી.”

“હાયમા! શરમ નથી આવતી? હું બેઠી છું અને એક સાથે બીજી બે? શાનો શાનો એક્ષ્પીરીયન્સ ધરાવે છે? લિસા જેવો લપસવાનો કે વ્હાઈટ હાઉસવાળી મોના જેવો? મોનાલીસા બે તો છે જ. દશરથ બનવાનો વિચાર છે. ઘરમાં મોરારી બાપુની કથા બેસાડવી છે?”

“કોણ  દશરથ? દશરથભાઈ ગાંડાભાઈ પટેલ મારા ક્લાયંટ તો હજુ વાંઢા છે. કોઈ બીજા દશરથની વાત છે? પ્લીઝ મને કન્ફ્યુઝ ના કર.

અમેરિકનબોર્ન ઈન્ડિયન સાથે પરણવું એટલે આ જ મોટો ત્રાસ. રામાયણ મહાભારનું બેઝિક નૉલેજ પણ ઝીરો. ન સમજે હવાડો કે ન સમજે ભવાડો. સામાન્ય રામાયણની સીધી વાતમાં પણ બુદ્ધિની બેંકરપ્સી. અરે વિઠ્ઠલપુત્ર વિનોદકુમાર હું રામના ફાધર દશરથરાજાની વાત કરું છું. એમને ત્રણ વાઈફ હતી. તમે પણ આટલા વર્ષ પછી, હું બેઠી છું અને મારી હયાતીમાં બીજી બે પસંદ કરવા બેઠા છો. રામાયણમાંથી મહાભારત કર્વું છે? તમે તો મારે માટે એક જ છો. દ્રૌપદીની જેમ હું પણ મારે માટે બીજા ચાર શોધી કાઢું?”

“હની, આ બધી કોમ્પ્લિકેટેડ વાતમાં મને કન્ફ્યુઝ ના કર. અત્યારે હું રીના અને શીલાના રિપ્લેશ્મેન્ટ માટે છોકરીઓના ઈન્ટર્વ્યુ લઈ રહ્યો છું. રીના અને શીલા પાર્ટટાઈમ નહિ પણ તને ફુલટાઈમ મદદ કરશે. બાપાએ પણ કહ્યું છે કે બન્ને છોકરીઓ એનર્જેટિક છે. ડોસાઓ એની સાથે કૂદવા તૈયાર થઈ જાય એવી છે?”

“ખરેખર બાપાએ આવું કહ્યું હતું?”

“ના ભઈ ના. બાપાએ તો માત્ર એટલું જ કહ્યું હતું કે એવ્રી બડી લાઈક બોથ ગર્લ્સ. રીના અને શીલા બન્નેને વડિલો સાથે માયા પણ છે. એ વાત જવા દે; બન્ને તને મદદ કરશે એટલે તારી સાથે પણ લમ્ચ પછી થોડો રેસ્ટ લઈ શકાશે. ચાલ એ જ્યુસી વાત તો પછી પણ તેં સાંભળો છો, સાંભળો છો ના બરાડા કેમ પાડ્યા?”

“કેમ શું. અહિ બાપા, મમ્મી પપ્પા, ડોક્ટર અંકલ, મંગળામાસી બધા તમારી રાહ જૂએ છે. બાપા કંઈ વાત કરવાના છે. છોકરીઓના સિલેક્શનમાં ગુંચવાતા હો, તો ચારેને રાખી લો. તમને તો મારા સિવાય કોઈ પણ ચાલે. બધીને હા કહી દો અને જલ્દી આપણા ભવનમાં પ્રવેશો.”

“સીધી વાત કર, શું આજે નેશનલ કન્ફ્યુઝન ડે છે કે વાત વાતમાં પુરાણના શ્બ્દો લાવી મને કન્ફ્યુઝ કરે છે. ભવન હવન છોડ. હું આ ઈન્ટર્વ્યુ પતાવીને હમણાં જ આવું છું. તારી વાત સાચી જ છે. હું ચારેને હાયર કરી દઉં છું.”

****

“બાપા આ તમારા સુપુત્રજી આવી ગયા, જલ્દી વાત કરો કે એઓશ્રી નવી હાયર કરેલી પટાકડીઓની વધુ તપાસ માટે ઓફિસમાં જાય. બોલો શું ખાસ વાત છે? તમે બહુ સીરીયસ છો. કયો નવો ધડાકો કરવાના છો?”

“વાત સીરીયસ છે અને સીરીયસ નથી. મેં બોલ્ટીમરમાં એક એપાર્ટમેન્ટ રાખ્યો છે. ત્યાં હું અને રોઝી થોડો સમય રહેવાના જવાના છીએ.”

“બાપા, મને ખબર જ હતી કે એક દિવસ તમે આ ઉમ્મરે પણ અવળી ગુંલાંટ મારવાના જ છો. પહેલાં હું ના કહેતી હતી. પણ હું તો શું પણ આખી દુનિયા હવે તો જાણે છે શ્રીમાન વિઠ્ઠલ પટેલ રોઝી પાડોસણને પરણ્યા નથી પણ પરણ્યા જ છે. હવે કોઈને શૉક લાગવાનો નથી. મંગળામાસીના લવએફેર્સની વાત બધાને માટે શૉકિંગ હતી પણ તમે તો વર્ષો પહેલાથી અમને જાત જાતના ચાળા કરીને મેન્ટલી પ્રીપેર કરી જ દીધા હતા. બોલ્ટિમેર જવાની શું જરૂર છે? આમ પણ હમણાં હમણાં મેડમના એપાર્ટમેન્ટમાં જ પડી રહો છો ને? અરે તમે આપણા ઘરમાં પણ રહો તો મને વાંધો નથી. બા ગયા હતા ત્યારે તમને આ બધું કરવાનું લાઈસન્સ આપી જ ગયા હતાને? ફ્રેન્ડશીપ ને બહાને ડાયમંડ રીંગ જમણા હાથમાં પહેરાવી હતી. હવે ઓફિસીયલી ડાબા હાથમાં પહેરાવી દો કે પત્યું.”

“બેટી, માયા! વિચાર તો એવો જ છે. હવે તારી એપ્રુવલ મળી ગઈ છે એટલે સારો શુકનવંતો દિવસ જોઈને પ્રપોઝ કરી જોઈશ.”

“જૂઓ બાપા તમે જે કાંઈ પણ કરો તે ભરતકાકાને અને આપણા લોયરને પૂછીને જ કરજો. પ્રીનેપ્ટુઅલ એગ્રીમેન્ટ્સ પાંચ જણાની સલાહ લઈને તૈયાર કરજો.”

“બાપા, તમને નથી લાગતું કે આ બારડોલી બ્રેઈન પહેલા કરતાં કેટલી સ્માર્ટ થઈ ગઈ છે? બિઝનેશ શરૂ કર્યા પછી વાતવાતમાં લોયરની સલાહ લેતી થઈ ગઈ છે.”

“આઈ એમ પ્રાઉડ ઓફ માય સ્માર્ટ ડોટર ઈન લૉ.”

“માયાઆઆઆ!”

“શું માસી?”

“માયા દીકરી, વિઠ્ઠલભાઈ જે વાત કરવાના છે તે  પહેલા સાંભળી લે. પછી બીજી વાત.”

“ઓહ બાપા આઈ એમ સોરી. શું વાત છે? આ બૉલ્ટિમોરની શું રામાયણ છે?”

“રોઝીને ત્યાંની જહોન હોપકીન હોસ્પિટલમાં દાખલ કરવાની છે. કેટલો સમય લાગશે તે નક્કી નથી.”

“કેમ? મેડમને શું થયું? બાપા! તમે કાંઈ ગરબડ તો નથી કરીને? હાય રામ?”

“માયા! મેડમની ઉમ્મર અને વડીલની મર્યાદાનો ખ્યાલ રાખીને બોલવાનું રાખ. અને અત્યારે બોલવાનો સમય નથી સાંભળવાની વાત છે.”

“સોરી મમ્મી. મને ખબર નહી કે તમે બધા ખૂબ જ સીરીયસ વાત કરો છો. સોરી બાપા, તમે વાત કરો હવે હું મૂંગી રહીશ.”

“બેટી માયા, જો તને યાદ હોય તો ભાંગરા જાઝ પછી અમે તરત રોઝીના એપાર્ટમેન્ટમાં ચાલ્યા ગયા હતાં. ખરેખર એને ચક્કર આવતા હતા. થોડા સમય પછી એને સારું લાગ્યું. બીજે દિવસે ડોક્ટર અંકલને વાત કરી. રોઝી સાથે થોડી વાતો થઈ જે મને પણ આ પહેલાં ખબર ન હતી.”

“થોડા વર્ષો પહેલાં એને બ્રેઈન ટ્યુમર જણાયું હતું. ખૂબ વહેલું નિદાન થયું. સદ્ભાગ્યે એ નાનું ટ્યુમર નોન કેન્સરસ હતું. સર્જરી થઈ. અને થોડા રેડિયેશન પણ લેવાયા. સારું થઈ ગયું હતું.  થોડા સમય માટે રોઝીને જીવનમાંથી રસ ઊડી ગયો. હાઈસ્કુલનો બોયફ્રેન્ડ અને એનો એક્ષ, રંગીન સ્વભાવનો. એની જુવાનીની બધી શારીરિક અપેક્ષાઓ પૂરી થાય એમ હતું નહિ. સ્ટિવે બહાર ચરવા માંડ્યું. પણ એને ચાહતો રહ્યો. એની ખૂબ કાળજી પણ રાખી. દરમ્યાન એ લોટરી પણ જીત્યો. રોઝીએ સ્વેચ્છાથી એને છૂટો કર્યો. તારી બાએ મને જે કહ્યું હતું, લગભગ રોઝીએ પણ સ્ટિવને એવૂ જ કહ્યું હતું. “વી હેડ ગુડ ટાઈમ. યુ આર ફ્રી ટુ એન્જોય યોર લાઈફ બાય યોર વે વિધાઉટ ગિલ્ટ. આપણે હંમેશા ફ્રેન્ડ રહીશું.” ડિવૉર્સ થયા. પણ એની સાથે ફ્રેન્ડશીપ જાળવી રાખી. આપણી પાડોસણ બની. મને અને રોઝીને એક વિશિષ્ટ હુંફની જરૂર હતી. અમને એ હુંફ એકબીજામાં મળી ગઈ. ઘણી વાતોની સમાનતા જણાઈ અને ગાઢ મિત્રો બન્યા. હવે મૂળ વાત પર પાછો આવું.”

“ભાંગરા પછી રોઝીને વર્ટિગો જેવું લાગ્યું. રાત્રે સખત માથાનો દુખાવો થયો. સવારે ડોક્ટર અંકલ સાથે હોસ્પિટલમાં જઈને ચેક કરાવ્યું. સલાહ મળી કે હોપ્કિન્સમાં બતાવો. પહેલા જેવું જ ટ્યુમર હોવાની શક્યતા છે. જહોન હોપકિન્સ બ્રેઇન ટ્યુમર માટેની ખૂબ જાણીતી ટીચીંગ હોસ્પિટલ છે.”

“એનો એક્ષ સ્ટિવ પણ આવી ગયો હતો. ફાઈનાન્સ માટે ચિંતા ન કરવા જણાવી ગયો છે. બોલ્ટિમોરમાં રહેવાની વ્યવસ્થા પણ એણે જ કરી આપી છે. હું રોઝી સાથે જ રહીશ.”

“એને ખબર જ હતી કે કદાચ કોઈ દિવસ આ ટ્યુમર ફરી જાગશે એટલે જ એણે પોતાની આર્થિક વ્યવસ્થા પણ આપણા પર વિશ્વાસ અને પ્રેમ રાખીને આપણા પર છોડી છે. અમે મિત્રો છીએ. જ્યાં સુધી જીવીશું ત્યાં સૂધી મિત્ર તરીકે સાથે જ જીવીશું. એકલા પડ્યા પછીની વાત ભગવાન પર છોડીશું.”

“બાપા મને માફ કરો. હું હંમેશાં આડા વિચારો જ કરતી રહી છું. તમે કેટલીયે વાર સૂચન કર્યું કે તમારો સંબંધ મૈત્રી સંબંધ છે પણ મેં ઘડીક માન્યો અને પછી  તરત શંકાશીલ બનીને નકાર્યો. માય ડેડી ઈઝ ગ્રેઇટ.”

“મને ખાત્રી છે કે હમણાં તું માને છે અને આવતી કાલે તું નહિ માને.”

“બાપા પ્લીઝ, એક બાજુ તમે સીરીયસ વાત કરો છો ને હું જ્યારે સીરીયસ થવા માંડુ એટલે તમે જ મને ખોટા સિગ્નલ આપીને મારી ગાડી ખોટા પાટે ચઢાવો છો. મને રોઝીમેમની ખૂબ ચિંતા થાય છે?”

“તમે ક્યારે બોલ્ટિમોર જવાના છો?”

“પરમ દિવસે સવારે હું રોઝી અને ડોક્ટર અંકલ નીકળી જઈશું. એનો એક્ષ અમને એપાર્ટમેન્ટ પર મળશે. અંકલ બે દિવસ પછી પાછા આવશે.”

“બાપા હું પણ તમારી સાથે આવીશ. તવીયત બગડે તો એક લેડી સાથે જોઈએ.”

“માયા તું અમારી સાથે આવે તો તારા બિઝનેશનુમ શું?”

“બિઝનેશ જાય ચૂલામાં. આપણે માત્ર પાડોસી જ નથી. રોઝીમેમ આપણા ફેમિલી મેમ્બર જેવા જ છે. અને હું અત્યારે જ એમના એપાર્ટમેન્ટમાંથી એમને આપણે ત્યાં લઈ આવું છું. એમને એકલા રહેવા દેવાના નથી. આપણે ત્યાં ઘણી જગ્યા છે.”

“એકલા કેમ. હું છું ને એની સાથે મારા પર વિશ્વાસ નથી એમને?”

“કયા અને શાના વિશ્વાસની વાત કરો છો? બાપા, જરા નાનાની મર્યાદા રાખતા પણ શીખો. મને ચિડવી ચિડવીને જ બાપ દીકરાએ આવી કરી છે. મારી સાથે કોઈ સરખી વાત જ નથી કરતું. તમે બેસો. હું એને સામે જઈ લઈ આવું છું.”

“માયા, સી ઈઝ ઓલ રાઈટ. એ સ્વસ્થ છે. અત્યારે એ આરામ કરે છે. એવું સ્વરૂપ આપવાની જરૂર નથી કે એ જાણે મરણ પથારીએ છે. કદાચ કશું પણ ન નિકળે. બધા જ ટુમર કે ગ્લેન્ડ કેન્સરના નથી હોતા.  આજે તો અમે સાથે આરામ કરતાં કરતાં જૂની ફિલ્મ મોગલે આઝમ જોવી છે.”

“હા હા આવી તબિયતે પણ તમે તો “પ્યાર કિયા તો ડરના ક્યા” એવું ગાવાના એમને? એના કરતાં તો એના એક્ષને બોલાવીને બને ભાયડાઓ તમારું પેલું જૂનું સોંગ ગાવ ને?”

“કયું સોંગ?”

“ફિલ્મ પડોસનનું “એક ચતુર નાર જરા હોશીયાર” સોંગ. મેડમ બે માંથી કોને પસંદ કરે એ પણ ખબર પડે!”

“રોઝીને આનંદમાં રાખવા એ ફિલ્મ પણ બતાવીશ. એણે એ ફિલ્મ જોઈ નથી. મોગલે આઝમ તો પહેલા જોઈ હતી. એને પાછી જોવી છે. એને ઐતિહાસિક ફિલ્મ વધારે ગમે છે. એમાં એને ભાષાની મુશ્કેલી પડતી નથી.”

“બાપા. તમને અને તમારા ચિરંજીવીને સીધી વાત આડેપાટે ચડાવવાની કુટેવ પડી ગઈ છે. હું તમારી સાથે બોલ્ટીમોર આવવાની વાત કરું છું. મને લઈ જવી છે કે નહીં?”

“વિઠ્ઠલજી સાથે ડોકટર પણ જવાના છે. આપણે બે જણે અહિનો બિઝનેશ સંભાળવાનો છે.”

“પણ માસી!”

“શું?”

““હું જાઉ તો શું વાધો?”

“એક વાત કહું? હું તારી સાથે તારા ઘરમાં રહી છું. વિનોદને તારા વગર નહિ ગમે તે પણ જાણું છું. બીજી વાત. વિનોદને નવી ઓફિસમાં એકલો રાખવાનું તને ગમશે?”

“ઓહ માય ગોડ? માસી, ઓ માસી તમે આ બોલો છો? મારા પહેલાના માસી ક્યાં ગયા? આતો કોઈક નવા પરણેલા મિસીસ શાહ બોલે છે. મારા માસી તો આવી વાત કરે જ નહિ. ઓહ માય ગોડ. તમારી વાત સો ટકા સાચી જ છે હું અમારા વિનોદને ગમે ત્યાં ચરવા છૂટો નહિ મૂકું. હવે કોઈ નહિ હોય ત્યારે આવતી કાલે મારે મિસીસ શાહ સાથે ખાનગી વાતો કરવી છે.”

“જરૂર કરીશું, મિસીસ માયા પટેલ!!!”

રિવર્સલ ૪૧

રિવર્સલ ૪૧

REVERSAL1

 

‘માયા ડાર્લિંગ શું થયું? આજે તો તેં દશ વાગ્યામાં જ ઊંઘવા માડ્યું?’

‘ના ઉંઘતી નથી.  જરા આરામ કરું છું અને વિચાર કરું છું. આ ડોસાઓ જરા યે થાકતાં નથી અને મને થકવી નાંખે છે. સવારથી રાત સૂધી અર્થ વગરની દોડાદોડી. બળ્યો આ બિઝનેશ. થાકી જવાય એટલે એમ થાય કે છોડી દઉં; માનશો નહિ પણ આપણો આ પ્રોગ્રામ બીજી હેલ્થ ક્લબ કે જીમ કરતાં અલગ છે. શરૂઆત તો કેટલી શાનદાર કરી. કરી હવે આપણા ડેડી અને રોઝીમેમ પણ ગુલ્લી મારતાં થઈ ગયા છે. જરા વાર આવે અને બન્ને જણાં ક્યાં તો બહાર નીકળી જાય કે ઉપર મેમના એપાર્ટમેન્ટમાં જ ભરાઈ રહે. મને ડેડી માટે ખૂબ માન અને પ્રેમ છે પણ બાપા આપણે પટાવી સમજાવીને કંઈ ધડાકો કરવા જશે તો  હું એમની સગી ના થાઉં સમજ્યા.’

‘હની તું થાકી જાય અને મારી યુવાની બરબાદ થઈ જાય એ તો મને પણ ના પોષાય. તને નથી લાગતું કે બાપાએ આ શરુ કર્યું છે તે તારા અને મારા ફાઈનાસિયલ બેનિફિટને ધ્યાનમાં રાખીને જ કર્યું છે? બાપા પોતાને તો તારા બિઝનેશના એમ્પ્લોઈ જ ગણે છે. મેડમ રોઝીબા સીઈઓ છે. એની પાસે રોજની કુદાકુદની અપેક્ષા ના રખાય એમ બાપા જ કહેતા હતા. ધાર્યા કરતાં “રિવર્સલ કોર્પોરેશન”ને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. મારી પાસે જે આંકડા છે તે તો ગ્રોથના આંકડા છે.  હું માનું છું કે ભલે મારી સ્વીટ સેક્સી હની માયા આખો દિવસ બીઝી રહે પણ રાત્રે તો ફ્રેસંમફ્રેસ જ હોવી જોઈએ યુ નો વોટ આઈ મીન.’

‘નો આઈ ડોન્ટ નો, વ્હોટ યુ મીન. જરા સમજાવોને.’

‘સમજાવુ? રીયલી?’

‘હાં હાં ફ્રેસંફ્રેસ તો મેં આજે જ સાંભળ્યું.’

‘ઓકે. જો વાત એમ છે કે…..’

‘હાં હાં હાં….પ્લીઝ જરા દૂર રહીને વાત કરો. પાસે આવીને વળગી વળગી ને જ વાત સમજાવવાની જરૂર નથી…..નો એક્શન. જસ્ટ ધી વર્ડઝ.’

‘મેં ના કહીને….સમજતા જ નથી. જો મેં ના કહી છે હોં …આ બધું કાયદા બહારનું છે હોં….આતો ખરા છે…. મારી જગ્યાએ કોઈ બીજી હોય તો પોલીસને જ બોલાવે. જવા દઉં છું આજનો દિવસ. બધા જ પુરૂષો તમારા જેવા હોય છે?’

‘હની, બધાની વાત તો મને ખબર નથી પણ જો શરીર સશક્ત હોય, ધંધા કે પરિવારની કોઈ ચિતા કે સ્ટ્રેસ ના હોય તો આ મિડલ એઇજ ઈઝ ધ બેસ્ટ પિરિયડ ઓફ ધ લાઈફ. આપણે ફોર્ચ્યુનેટ છીએ. દીકરો ટોની મોટો થઈ ગયો છે. વોલસ્ટ્રીટમાં સારી જગ્યાએ કામ કરતો થઈ ગયો છે. એની ચિંતા નથી. બાપા આપણી લાઈફમાં માથું માર્યા વગર આપણા હિતમાં જે હોય તે કરતા રહે છે. પપ્પા મમ્મી પણ હવે એમના કેટરિંગના બિઝનેશમાં જામી ગયા છે. શું ચિંતા છે? તું મારી વાઈફ છે પણ મારે માટે તો તું મારી લાઈફની વન એન્ડ ઓન્લી વન લવ, લાઈફ એન્ડ બેડ  પાર્ટનર છે.  ભલે તું મને ક્રેઝી, પાગલ કે દિવાનો કહે પણ મારું હાર્ટ તને ઝંખે છે, માઈન્ડ તારામાં ભમે છે અને બોડી મોટે મોટેથી સાઉટ કરે છે છે માયા કમ એન્ડ હગ મી. યુ નો, તને ખબર છે કે આ યોગા, ડેન્સ એક્સર્સાઇઝની દોડાદોડીમાં તેં કેટલુ વેઈટ લોસ કર્યું છે. જાણે ટ્વેન્ટીવનની પતલી કમરની ફ્રેસંફ્રેસ લડકી. બ્યુટી ફૂલ એન્જલ. સમજાયો ફ્રેસંફ્રેસનો મીનીંગ.’

‘વાહ પટેલ વાહ. જો ગુજરાતી વાંચતા લખતા આવડતું હોય અને આ જ વાત ગુજરાતીમાં લખી હોત તો ગુજરાતી પોએટ્રી માટે અમદાવાદની કોઈ સંસ્થાએ બેસ્ટ પોએટ્રી માટે એવૉર્ડ આપ્યો હોત. પ્રેમ અને શરીરની ઝંખના જ કોઈ પંણ અકવિને કવિ બનાવી દે એ મને આજે સમજાયું.’

‘આઈ લવ યું મારા વિનોદ, સમાવી લો મને તમારામાં.’

૦૦૦૦૦૦૦

‘જૂઓ મારા જાનુ, ડોન્ટ બી સેલ્ફિસ. હવે  એમ ઊંઘવા નથી માંડવાનું. ભલે અત્યારે  હું તમારી પોએટ્રીમાં ફસાઈ ગઈ. પણ ખરેખર દોડાદોડીમાં થાકી જાઉં છું. તમે જરા મારી સાથે સમય ગાળતા હો તો!’

‘મેં કહ્યું તેમ બાપા ભલે મારા વખાણ કર્યા કરે પણ હમણાં હમણાં રોઝીમેમ સાથે ભરાઈ રહે કે બહાર ભટક્યા કરે છે. મારા એકલાથી પહોંચી વળાતું નથી. બે ત્રણ કલાક સવારે મારી સાથે ન ગાળી શકો. એટલિસ્ટ એક્વા એક્સરસાઈઝનું તમે સંભાળી લેતા હો તો? તમને તો સ્વિમિંગ ગમે છે. ઓલ્ડ લેડિઝને પણ તમારા જેવો સેક્સી જુવાનીયો ચાર ફૂટ પાણીમાં કસરત કરાવે તે વધારે ગમે.’

‘તારે મને શું એક્વા જીગલો બનાવવો છે? અને તે પણ ડોસીઓની ક્લબમાં. ઈવન બાપા પણ એમાં જતા નથી. સોરી. ના મારાથી તો સમય કાઢી શકાય એમ નથી. તું જાણે છે કે મારે પણ સ્ટાફ વધારવો પડ્યો છે. બાપા જાણે છે કે તારા પર બર્ડન વધી ગયું છે. ઈટ્સ નોટ ઈઝી. મારા સ્ટાફમાં રીના અને શીલા બે ઈન્ડિયન છોકરી છે. એને યોગા અને ડેન્સમાં અનુભવ અને ઈન્ટરેસ્ટ છે. એ બન્ને મને પૂછતી હતી કે સર અમને બે કલાક તમારા પ્રોગ્રામમાં જવા દેશો. અમને બહુ મન થાય છે. નિર્દોષ છોકરીઓ છે. એઓ બન્ને કોલેજમાં ભણે પણ છે. હું એને ઓફિસીયલી પાર્ટટાઈમ તને મદદ કરવા છૂટી કરીશ. એનો શોખ પોષાશે અને તને મદદ મળી રહેશે.’

‘એક વાર એ મને પણ પૂછતી હતી. પણ તે વખતે મેં એમને કહ્યું હતું કે આ તો સિનિયર સિટિઝન માટેનો પ્રોગ્રામ છે. બિચારી નિરાશ થઈ ગઈ હતી. હા એને હું  રાખી લઈશ. ડોસાઓ પણ ખૂશ થઈ જશે. ગુજરાતી હિન્દી પણ જાણે છે. પણ તમે એને તમારા પે રોલ પર જ રાખજો. પગાર થોડો વધારી આપીશું. એમને ગમશે. મને પણ આન્ટી આન્ટી કરે છે. બ્યુટીફુલ પણ છે. મને તો એમ થાય કે આપણા ટોની માટે….’

‘માયા મમ્મી ટીપીકલ દેશી મધર થઈ ગઈ ને? આપણે ટોનીની લાઈફમાં માથું નથી મારવાનું.  સમય આવશે ત્યારે એ જાતે જ આવીને કહેશે મોમ બ્લેશ અસ, હિયર ઈઝ યોર ડોટર ઈન લો. આપણી તમામ જવાબદારી એની મરજી પ્રમાણેનું વેડિંગ અને ભવ્ય રિસેપ્શન. પછી હાથ કંકેરી નાંખવાના.’

‘પણ મને તમારા બાપા અને તમારા દીકરા બન્નેના લફરાં નથી ગમતાં. તમારી ઉપર નીચેની પેઢીના બધાના જાત જાતના બેન્ડ વાજા સાંભળું અટલે જ મને વાત વાતમાં તમારી દાનત પર પણ શંકા જયા કરે. પહેલાં તો તમારી ઓફિસમાં મોના અને લીસા બે જ પટાકડીઓ હતી હવે તો બારની ઉપર છે. પહેલાં તો હું નવરી હતી તે ધ્યાન રાખતી હતી. હવે મને ક્યાં ટાઈમ મળે છે? તમે નજીકમાં છો તે ખબર નથી પડતી. હું તો બળી ક્યાં ક્યાં ધ્યાન રાખું.  પેલી બે છોકરીઓ મેનહટ્ટનમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી. એક આપણી પટેલ અને બીજી ચાઈનીસ બુચડી. તેની સાથે ટોની શું કરવા રહેવા ગયો તે જ મને સમજાતું નથી.’

‘તને યાદ છે! પહેલા એક ટીવી સીરીઝ આવતી હતી તે તને ખૂબ ગમતી હતી. જહોન રીટર્સ ની “થ્રીઝ કંપની”. સાન્ટામોનિકામાં બે છોકરીઓને પૈસા બચાવવા રૂમમેઈટ જોઈતો હતો અને એક મળી ગયો. આપણા ટોનીના કેસમાં પણ એવું જ છે. એને પણ એપાર્ટમેન્ટની જરૂર તો હતી જ. એ મેચ્યોર છે. પેલી છોકરીઓ તો એની રૂમમેટ જ છે. કોઈ એની ગર્લફ્રેન્ડ નથી. એની પસંદગીની એ લઈ આવશે. આપણે તો એને બ્લેસિંગ્સ આપવાના અને એ જ પુછવાનું કે ડુ યુ નીડ હેલ્પ.’

‘ના ના એમ એને બધી છૂટ આપી નથી દેવાની. એને માટે છોકરી તો હું જ શોધીશ. તમારું ડહાપણ નથી ચાલવા દેવાની. આપણા રીત રિવાજ જાણે અને પાળે એવી પટેલની દીકરી જ જોઈએ. અને તેમાંયે પસંદગી તો મારી જ. તમારે માટે પણ તમારી બા એ જ મને શોધી હતીને? તમારે તો હા કહ્યા સિવાય બીજી ક્યાં બુદ્ધિ લડાવવાની હતી.’

‘લડાવી હોત તો કોઈ અમેરિકન બ્યુટી ઘરમાં હોત.’

‘જાવને લઈ આવો. મળશે ભેંસના રંગની. એક શું કરવા? અગીયાર લઈ આવો. મારે શું? આજે આવીને કાલે ઘરના સૂપડાં સાફ કરીને હાલતી થશે? મારી કંઇ કદર કિમ્મત જ નથી. આટ આટલી વેઠ કરીયે, પ્રેમ કરીયે તેની કઈ પડી જ નહિ. બસ મનથાય એટલે યાહુ કરતા આવી પડો. મારી સાથે હશો ત્યારે પણ કોઈ સસ્તી અમેરિકનના જ ગંદા ફેન્ટસી વિચારો કરતા હશો. હું ક્યાં તમારા મનમાં શું છે તે જોવા આવવાની છું. મને બધું જ યાદ છે. જાવ તમે કાગળીયા લઈ આવો. જ્યાં કહેશો ત્યાં સહી કરી આપીશ. ડિવોર્સ આપીને કોઈ મંદિરમાં ભજન કરવા બેસી જઈશ. એમાં જ મારા દેહનું કલ્યાણ થશે.’

‘અરે મેં ક્યાં એવું કઈ કહ્યું છે? હની, આઈ લવ યુ.’

‘જુઠ્ઠું બોલો છો. આજે પહેલાં તમે યાહુની વાતમાં મને ભોળવી. સ્વાર્થ પત્યો એટલે અમેરિકન મળતે એમ નથી બોલ્યા?’

‘હા. અમેરિકન બ્યુટી હોત પણ તારા કરતાં તો બ્યુટિફુલ ના જ હોત. મારી બાએ તને શોધી પણ એનો અર્થ એવો નથી કે બાએ કહ્યું અને મેં હા પાડી દીધી. મારામાંની સ્પેશિયલ સેન્સે કહી દીધું કે વિનોદ, આ તો ઐશ્વરિયા કરતાં પર બેટર બ્યુટી છે. ગ્રેબ હર નાવ. તારા તો અંગે અંગમાંથી સેક્સ ઝરતો હતો તે વખતે. આજે પણ છે. પણ  તને જ ખબર નથી. તેં ગમે તેવા ગારમેન્ટ ચડાવ્યા હોય પણ તે મારી નજરમાંથી ડિસએપીયર થઈ જાય છે અને રહે છે ઓન્લી તારું બટરી બટરી બોડી, અને એ પણ ના જોઉં અને જસ્ટ ઇમેજીન કરું તોયે…..તોયે… જા એવું બધું ના કહેવાય. ટેસ્ટોસ્ટેરોન લેવલ પીક પર પહોંચી જાય છે. આપણા બાપા હું નાનો હતો ત્યારે બાની સામે ગાતાં હતાં. ‘તારી રૂપની પુનમનો પાગલ એકલો’ એ લાઈન યાદ રહી ગયેલી. એ હું તારે માટે મનમાંને મનમાં રોજ જ ગાઉં છું.’

‘જાવ હવે…મસકા પાલીસ બંધ કરો. તમારો સબ્જેક્ટ એકાઉન્ટીંગનો છે. સાયંન્સ અને સાહિત્યમાં ડાફાં ન મારો. એક દિવસમાં બે વારના દિવસો ગયા. હવે બે મહિનામાં મૂડ હોય તો એક જ વાર. લાંબી રજા. છાપરે ચઢીને યે લવ સોંગના બરાડા પાડશો તો યે કશું જ વળવાનું નથી. બાપા પાસે આવું જ શીખ્યા? પેલી કહેવત સાચી જ છે, કુવામાં હોય તે જ હવાડામાં આવે.’

‘હવાડો એટલે શું?’

‘તમારું અને મારું માથું. જવાદો એ અર્થવગરની વાતો. પાછા પૂછશો અર્થ વગરની  વાતો એટલે શું? એટલે કે મીનીંગલેશ. લીસન. પણ મારે તમને ખૂબ સીરીયસ વાત કરવાની છે. બાપા કંઈક ઊંડું રાંધી રહ્યા છે. પણ સમજાતું નથી, હમણાં બે દિવસ પર બાપા ડોક્ટર અંકલને રોઝીમેમના એપાર્ટમેન્ટમાં ખેંચી ગયા હતા. પછી ગઈ કાલે મેમનો એક્ષ રોઝી મેમને મળવા આવ્યો હતો. લાંબો સમય બેસી રહ્યો હતો. બાપાને પૂછ્યું કે બાપા આ બધું શું માડ્યું છે તો કહે કાલે ખબર પડશે ત્યારે વાત કરીશ. પણ એમની કાલ આવતી જ નથી.’

‘ખબર નથી, મને પણ કહેતાં હતાં કે થોડી ગંભીર વાતો કરવાની છે. આવતી કાલે કરીશું. રોઝીમેમની બેન માર્થા, ડોક્ટર અંકલ, મંગળા માસી, પપ્પા-મમ્મીની ક્લોઝ સેશન રાખી છે.’

‘આઈ હોપ બાપા કંઈ ધડાકો ના કરે તો સારું. ચાલો ગુડ નાઈટ.’

‘હની તું થાકી છે. જરા મસાજ કરી આપું. આઈ પ્રોમિશ બીજી કોઈ આડી તેડી વાત કે છેડછાડ નહિ.’

‘ના મસાજ તો નહિ; પણ બે એસ્પીરીન આપી દો. થેન્ક્સ. જૈશ્રી ક્રિશ્ના.’

(કમશઃ) 

 પબ્લિશ્ડ ઈન ગુજરાત દર્પણ સપ્ટેમ્બર ૨૦૧૬