Category Archives: ભરત મહેતા અને ફિલોસોફી

વાર્તાસભા, સુરત

સૌજન્ય

Bharat Mehta

વાર્તાસભા, સુરત
<><<><<><><><><><>

 

રવિન્દ્ર પારેખની વાર્તા …’’પાર’’….સાહિત્યના [અ]મારા જેવા વિદ્યાર્થી[ઓ] માટે ત્રણ રીતે આદર્શ ઉદાહરણ છે….એક…વાર્તાના વિષયને પસંદ કરવાની વાતે, ..બીજુ…વિષયના નિરૂપણની ટેકનીકની વાતે. ત્રીજુ વર્ણનો….વાર્તાના પાત્રોનુ, પાત્રોના આંતરિક-બાહ્ય દેખાવનુ…સંવાદોનુ……વિગેરે.

વાર્તાકારની વર્ણનને લખવાની શક્તિ વાર્તાનો આત્મા છે.

ગ્રીસ ફિલોસોફર એરિસ્ટોટલએ ‘વાર્તાકારના લેખનને’ ઈતિહાસ લેખનની તુલનાએ સૌથી વધારે ફિલોસોફીકલ કહ્યુ હતુ, કારણકે એક માત્ર વાર્તાકાર જ ‘માણસ’ કેવો છે? કેવો હોઈ શકે?…હોવો જોઈએ? ની ફ્રેમમા ‘માણસ’ ને પ્રોજેક્ટ કરી શકે છે. ઈતિહાસ લેખક નહી……વાર્તકારમા રહેલી આવી અજોડ ફિલોસોફીકલ પ્રતિભા અને સંભાવના ના સંદર્ભમા, આ વાર્તા મા મને શુ દેખાયુ? તેને લખાણે લઈ રહ્યો છું.

વાર્તા નો વિષય શોષણખોર ‘સમાજ’નુ દર્શન છે. વાર્તાના વિષયમા નવાપણુ છે. પરંપરાગત રૂપથી સાહિત્યકારો સ્ત્રી શોષણની કથા લઈને આવતા હોય છે, અહીં સમાંતરે પુરુષના શોષણની કથાને ગુંથી લઈને વિષયને અનોખો…માણસની જીંદગીના થઈ રહેલા શોષણને વિષયના રૂપમા પસંદ કરીને એક પ્રકારનુ પરફેક્શન સાધ્યુ છે.

નાની વાર્તામાં પણ પાત્રોનુ ગુંથન ખૂબ જ કુશળતાથી, વિષયની આવશ્યકતા અનુશાર કરાયુ છે રીપોર્ટર રોશનીનો પ્રેમી હોવાં છતાં, તેનો ઉલ્લેખ એક જ વખત, જ્યારે રજનીના પતિના નામનો ઉલ્લેખ પણ નથી તો સાસ ખૂબ જ સૂચકરૂપથી દેખાડાઈ છે.

વાર્તાના બે સ્ત્રી પાત્રો પૈકીનુ એક દેહના વ્યાપારમા પડાયેલી રોશનીનુ છે, તો બીજુ ગૃહિણી એવી રજનીનુ છે. આ બે મુખ્ય સ્ત્રી પાત્રોની સાથે સહાયક પાત્રોમાં રજનીના સાસુ, તો બીજુ સહાયક પાત્ર રોશનીની અમ્માનુ છે…..ગૌણ પાત્રોમા રજનીનો રીપોર્ટર પ્રેમી તો વેશ્યાલયની અમ્માનો બોડીગાર્ડ…મમદુ….આમ નાનકડી વાર્તામાં પણ અડધો ડઝન પાત્રો સમાવવામાં અને તેમની પાસે માપસરનુ કામ લેવામાં સર્જકની કસોટી થઈ જતી હોય છે.

બન્ને ગર્ભવતી સ્ત્રીઓ એકબીજાને મળે છે ગાયનેકોલોજીસ્ટને ત્યાં…રજનીની આવી રહેલ આ ત્રીજી સુવાવડ છે, અગાવ બે વખત ગર્ભપાત કરાવાયેલો કારણકે ગૃહસ્થીઓમાં પતિઓના માતા-પિતાને કમાતો ધમાતો…શ્રવણ બની રહે…એવા દીકરાની જરૂર હોય છે, તો સામે પક્ષે….

વેશ્યાલયની રોશની પહેલી વાર ગર્ભને ધારણ કરે છે, જેનો પિતા એનો પ્રેમી પ્રેસ રીપોર્ટર છે….આ બધુ લેખક પોતે વાર્તામાં વચ્ચે આવીને કહેતા નથી પણ પાત્રોની વાતચીતમાંથી વાચકને દેખાતુ થાય એ રીતે વાર્તામાં ગુંથાયુ છે, જેની નોંધ અમારે લેવાની રહે છે. વાર્તાને વાર્તાના પાત્રો, પોતાની ટિપિકલ વાતો દ્વારા આગળ વધારતા જાય એ રીત ખૂબ જ અસરકારક જણાય છે….પરંપરાગત રીતમાં લેખક પોતે વાર્તાના સુત્રધાર બનતા, તેના કરતા પાત્રો પાસે જ વાર્તાને આગળ વધારતા જઈને અંતિમ મૂકામ ઉપર લઈ આવવાની રીત અસરકાર અને કાર્યક્ષમ છે.

રોશની માટે આ આવી રહેલ ‘બાળક’ ઉત્સાહનો પૂંજ છે…. આવનાર દીકરી-કે-દીકરાની ચીંતા રોશનીને તો નથી જ નથી……અમારુ—પ્રેમીઓનુ–સંતાન….નો ભાવ અનુભવતી ‘રોશનીના પ્રેમ મીજાજની અને અમ્મીની શોષક મનોભુમિકા આવી રીતે ઉપસાવી છે…. ….’દરવાજા બંધ કર દે, મમદુ. ઈસ કમીનેને મેરી બેટીકો—ત્યાં તો લબકારા જેવી રોશની લોબીમાંથી ત્રાટકી, ‘ અગર ઉસે કુછ હુવા તો મૈં પંખેસે લટક જાઉંગી, હાં!’ વાર્તાકારે માત્ર બેત્રણ સંવાદોની સહાયથી જ પ્રેમિકાના , પ્રેમિકાની અમ્મી બન્નેના મનોજગતની હાલતનો ચીતાર આપી દીધો છે.

દેહના વ્યાપારમા પડેલી વ્યાવસાયિક સ્ત્રી અને ગૃહસ્થ સ્ત્રી, બન્ને પોત-પોતાની ગર્ભાવસ્થાને લઈને એક્બીજાની સાથે વાતે વળગે છે, પોતાની કહાની એક્બીજાને શંભળાવે છે અને વાચકો સમક્ષ વિસ્તરે છે વાર્તાનો વિષય…. કે…….કે ગૃહસ્થી જીવન પણ એટલુ જ શોષક છે જેટલુ દેહવ્યાપારમાં પડાયેલી સ્ત્રીનુ….આ બન્ને અંતિમો….દેહવ્યાપાર અને ગૃહસ્થ જીવન ખૂબ જ સબળરૂપમા સંકેતો છે……સર્જનના સ્થાને શોષણના સામ્રાજ્યનુ દ્દેખાડવાનુ.

સાહિત્યના વિદ્યાર્થી માટે આ શૈક્ષણિક મટીરીઅલ છે….શૈક્ષણિક ફોકસ આ મુદ્દા ઉપર પથરાવુ જોઈએ, એવુ મને લાગ્યુ છે.

[1] રોશનીના પ્રેમી અને આવનાર સંતાનના પિતા એવા રિપોર્ટરને જોઈને મમદુ…અમ્મીના બોડીગાર્ડના મોઢેથી બોલાવાયેલો સંવાદ….’કમબખ્તને વક્ત ભી ઐસા ચુના હૈ કિ…. આનેવાલે માયૂસ હોકર લોટ હી જાયે, ‘’ ક્યા જમાના આ ગયા હૈ સાલા !’ દેહના વ્યાપારને સાધતા વેશ્યાલયમાં કેવી વાતોની અપેક્ષા રખાય ?

[2] તો…..એક ગૃહસ્થ સ્ત્રી અને દેહના વ્યાપારમાં પડેલી સ્ત્રી વચ્ચેના સંવાદમાં………બીજે અઠવાડિયે રજની સેંટરમાં ભેગી થઈ તોએ પૂછતાં પૂછતાં રહી ગયેલી, ‘’ તુમહારા ઘરવાલા ક્યા ચાહતા હૈ?’’ કારણ, રજનીએ એકદમ પૂછી મારેલું, ‘તુમ તો ‘વો’ હો ન?’ ‘વો’ ઉપર દબાયેલી સૂગથી રોશની ઘવાઈ, પછી નફટાઈથી એણે જવાબ વાળ્યો હતો, ‘હા’…..મેં તો ‘વો’ હી હું……..’

રોશનીએ ‘વો’ ઉપર ભાર ન મૂક્યો, પણ આંખો જરૂર નચાવી, ,સામે ધરેલી ચોળાયેલી નોટો જોતાં નચાવતી રહેતી તેમ જ!

…વર્ણનો….પાત્રોના મનોભાવોના- સંવાદોના…. વાર્તાનુ ઘડતર કરતીસામગ્રી છે, અને આમ જ વાત વાતમાં ‘વાત’ વાર્તાના શીખરે આવી જાય છે….આ રીતે…

[3] એકદમ સામે આવી પડેલી રજનીને જોતા રોશની છલકાઈ પડી. પછી રજની સામે રડવુ સારુ નહી એવુ લાગતા રોશનીએ આવતુ હિબકું પરાણે રોક્યું. ચહેરો લૂછી, રજની સામે જોઈ, એ હસી, ‘’ કૈસી હો?’

ઠીક હું’’ રજનીએ એને ખભે હાથ મૂક્યો, ‘પર તુઝે ક્યા ?’ ‘’પરંતુ યહાં કૈસે?’’ પિછલી બાર તો દાક્તર સાહિબાને મના.’’
‘’બસ! ઐસે હી’, રજની, કોઠે પડી ગયેલુ હસી અને બીજાની વાત કરતી હોય તેમ બોલી, ‘લડકી ગિરાને—‘’ આટલું શાંભળતામાં તો અમ્મીએ ડોકું બહાર કાઢી રજનીને કહ્યું, ‘ મત ગિરાઓ લડકી કો—‘’
‘’ પણ મારી સાસુને નથી જોઈતી છોકરી’, પછી રોશની તરફ જોતાં રજનીએ પૂછ્યું, ‘ તને શું થયુ છે ?’

‘’ મેં ભી ગીરાકર હી—બાકીના શબ્દો રિક્ષાની ઘરઘરાટીમાં ઉડી ગયા.
‘’લડકાથા’’ બોલતાં રોશનીએ ચહેરો ફેરવી લીધો. રજનીએ સળગતી આંખે અમ્મી તરફ જોયું અમે રિક્ષા વળી ત્યાં સુધી જોયા કર્યુ. ….
વાર્તા સિદ્વ થઈ ગઈ. ટૂંકી વાર્તામાં નાની નાની વાતો મોટી ‘વાર્તા’ ને સિદ્વ કરી દેતી હોય છે. ઘણી વાર મોટી મોટી વાર્તાઓમા ‘વાર્તા’ નથી હોતી….નાની નાની વાતો તળાવમાં ઉઠતી લહેરોની જેમ વહેતી રહે છે અને વાચક પ્રવાહમાં તરતો રહે છે. જ્યારે અહીં ટૂંકી વાર્તામાં વાતોની લહેરોને માટે સ્થાન જ નથી. મુદ્દાસર વાતોને સંચાલિત કરવી પડે છે….અહી એમ જ થયુ છે અને એજ અમારો શૈક્ષણિક પોઈંટ છે. વાતોના પ્રવાહમાં નક્કર ‘વિચારો’ છે.

સાસુને છોકરો જોઈએ છે અને અમ્મીને છોકરી. છોકરો ગૃહસ્થી બનાવે મિલકત વસાવે અને સાસુ અને સસરા માટે શ્રવણ બનીને ચાર ધામ યાત્રાનુ પુણ્ય કમાવી આપે. સમાજ કોને કહીશું? સાસુઓનો-સસરાઓનો…એટલે સંબંધોનો ? ….હવે ઘરડા ઘરમા વસવા જતા સમાજએ સમજણને વસાવતા શીખવાનુ છે, વાચક એવો બોધ તારવી શકે છે….જોકે આ બોધકથા નથી. પ્રેમકથા છે. પ્રેમના અભાવને ગુંથતી પ્રેમકથા છે.

અમ્મીને ‘છોકરી’ જોઈએ છે…મિલ્કત કમાવી આપે. ઉતરી ગયેલી અમ્મીની જવાનીની ટેકણ લાકડી બને…છોકરી!

સંબંધો શોષક બને છે. સમાજ એટલે શું? ક્યાંથી? આસમાનેથી આવેલો? કે પાતાળેથી વૃક્ષોની જેમ ઉગી આવેલો? કે…..

સમાજ એટલે વૈરીઓ….સમજણના વૈરીઓનુ નામ ‘સમાજ’ નથી?

પાંગળું કોણ–જ્ઞાન કે અજ્ઞાન ?

11041745_10205929494576991_6626687375119914720_n

Bharat Mehta

ભરત મહેતા

પાંગળું કોણ–જ્ઞાન કે અજ્ઞાન ?

.

સીધી સાદી સરળ વાતો કેવી રીતે ગુંચવાઈ જઈને જટીલ બની જાય ? હું એક ઉદાહરણ દ્વારા દર્શાવુ છું. જ્ઞાનની વાત સીધી સાદી અને સરળ છે….જ્ઞાન વ્યક્તિગત છે, જ્ઞાન માટેની જ્ઞાનેન્દ્રિય શારીરિક છે જેમકે આંખ એ ચક્ષુન્દ્રિય છે, શ્રવણ માટે કાન….જ્ઞાનેન્દ્રિય પાંચ છે. સમાન અનુપાતમાં કર્મ પણ શારીરિક છે, જેમકે વાચા એ કર્મ છે, જીભ એની કર્મેન્દ્રિય છે, ચિંતન કર્મ છે અને મન તેની કર્મેન્દ્રિય છે…..વિગેરે…આમ જ્ઞાન અને કર્મ શારીરિક છે તેથી વ્યક્તિગત છે. મારો લેખ—વિજ્ઞાન છે ? હોય તો ક્યાં શોધવુ ? તેમાં મનને જ વિજ્ઞાન કહ્યું. અને ઉમેર્યું… વિજ્ઞાન વ્યક્તિવાદી છે…..હવે તમે જુઓ ધર્મ કઈ રીતે પોતાનુ સ્થાન બનાવીને જ્ઞાનના સ્થાને અજ્ઞાનનુ સમર્થક બની જાય છે. મારા લેખના ટીકાકાર ‘ધર્મ’ના સમર્થક છે. તેમના કથનોમાં રહેલા રાજકારણને જુઓ.

”ભરતભાઈ ! તમે વ્યાખ્યાઓ કરો છો અને તમે જ ગુંચવાઓ છો, તમે વ્યાખ્યા કરો છો કે……
……”મન એટ્લે ‘ વિજ્ઞાન’. અહંકાર, એટલે પોતાની પ્રતિભાને જાણવી અને જાણકારી ઉપર વિશ્વાસ રાખવો…અથવા આત્મજાગુતિ એ અહંકાર કહેવાય.
આમ પોતાની વ્યાખ્યાઓ કરવામાં પોતેતો ગુંચવાઈ ગયા છે પણ વાંચનાર પણ કાંઈ સમજે નહી અને ગુંચવાઈ જાય. આખા અર્ટિકલમાં જ્યાં જ્યાં તેમની વ્યાખ્યા મુજબ વિજ્ઞાનની જગ્યાએ મન શબ્દ મુકી જુઓ એટલે સમજાઈ જશે કે ભરતભાઈ મનને જ વિજ્ઞાન કહે છે તે મુજબ જો સમજવામાં આવે તો કેવા અનર્થો અને ગુંચવાડા સર્જાય…….”

ગુંચવાઈ જવાય એવી કોઈ જ વાત નથી. જ્ઞાનની બધી જ વાતો વ્યક્તિગત છે, વ્યક્તિગત એટલે વૈશ્વિક. વૈશ્વિક સત્યોમાં ગુંચવાડો નથી આવતો. ગુંચવાડો મનસ્વી–તરંગી–ધુની- એટલે જ્ઞાન વિહોણા વિચારોથી સર્જાતો હોય છે. ટીકાકારના કથનોમાં રહેલા રાજકારણને એટલેકે આરોપણ ઉપર ધ્યાન આપો. તેઓ ગુંચવાઈ જવાનો આરોપ માત્ર લેખક ઉપર જ નથી લગાવતા પણ વાચકને પણ ઝાપટમાં લઈ લેતા હોય છે….આ થયુ અજ્ઞાનના સમર્થકનુ રાજકારણ.

.” તમારી સમજ છે વિજ્ઞાન એક માત્ર જ્ઞાનનુ માધ્યમ કે સત્યનુ માધ્યમ છે ” ટીકાકારનુ આવું કથન છે. મારો પ્રત્યુત્તર છે, જ્ઞાન જો સત્યનુ માધ્યમ ના હોય, તો શું અજ્ઞાન હોવાનું ? જો તમે જ્ઞાન સિવાયનો કોઈ વિકલ્પ લાવો તો શું થાય ? ધર્મો સ્થપાય, સ્થપાયા….અજ્ઞાનને પ્રચારતા અનુયાયીઓના ચરિત્ર્યો ઘડાય અને ચોતરફ વિનાશ વેરાય. ખરેખર વેરાયો છે.

ટીકાકાર આગળ કહે છે…

” જ્યારે મને સમજાય છે કે બહારના વિકાસ માટે વિજ્ઞાન અને ભિતરના વિકાસ માટે ધર્મ (કહેવાતા ધર્મોની વાત નથી) એમ બન્ને જરુરી છે. એકલુ વિજ્ઞાન પાંગળું છે અને એકલો ધર્મ પણ પાંગળૉ છે. પશ્ચિમ અને પૂર્વ બન્ને તેના માઠાં પરિણામો ભોગવી રહ્યા છે. પશ્ચિમના દેશોએ વિજ્ઞાનમાં તો ખુબ પ્રગતિ કરી પરંતુ ધર્મને કોરાણે મૂક્યો અને પરિણામે ત્યાં સમૃધ્ધી તો છે પણ સાથે સાથે માનસિક વિક્ષિપ્તતા પણ તેની પરાકાષ્ટાએ છે. એ રીતે જ પૂર્વના દેશોએ ધર્મ ને જ મહત્વ આપ્યું અને દરિદ્રતા તેનુ પરિણામ છે. જરુર છે માનવ વિકાસ માટે વિજ્ઞાન અને ધર્મનો વિકાસ સમાન રીતે થાય.આમ દૃષ્ટિભેદ ને પરિણામે મતભેદ આપણી વચ્ચે રહેવાનો. મને મારી સમજ જ સાચી છે તેવું પુરવાર કરવા માટે તમારા વકત્વ્યોનુ ખંડન નથી કરતો, પણ મારી આ દૃષ્ટિ છે તેવું કહું છું. શક્ય છે તે સાચી હોય કે ખોટી પણ હોય.”

ટીકાકારે કહેવાનું કહીં નાખ્યુ છે. જવાબી કાર્યવાહીમાં મારે ભાગે કહેવાનુ ઘણુ ઓછું છે…..જુઓ…. જ્ઞાનની ભુમિકાને સીધી રીતે તો નકારી શકાઈ નથી….કહ્યુ કે બાહ્ય વિકાસ માટે જ્ઞાન….તો પછી ભીતરી વિકાસ માટે ધર્મ શા માટે ? આતો પ્રપંચ થયો. રાજકારણ થયું. જો ધર્મને ભીતરી વિકાસનુ શ્રેય અપાવવુ છે, તો તેમા પણ કહેવાતા ધર્મની વાત નથી તો બીજા કેવા ખરેખરા ધર્મ ? ધર્મની વ્યાખ્યા અહી થઈ નથી. જે રીતે જ્ઞાન વ્યક્તિમાં જ્ઞાનેન્દ્રિય મારફતે પ્રવેશે છે અને જ્ઞાનથી વિજ્ઞાનનો વિકાસ વ્યક્તિઓનાં મનમાં થાય છે, તો તેમાં ભીતરી અને બાહ્ય એ શું છે ? વિજ્ઞાનને જો સમૃધ્ધીનુ શ્રેય આપ્યુ જ છે, અને ધર્મને ગરીબી માટે શ્રાપ, તો પછી ધર્મની વાતને જ પડતી મુકોને. જેનાથી ગરીબી આવે છે એને શા માટે પોષવાનો ? મારે મન તો ધર્મ એ વ્યક્તિ વિરોધી, જ્ઞાન વિરોધી….એટલે જ સંસ્કૃતિ વિરુધી અજ્ઞાનની ભુમિકા ઉભી કરવી. આપણા દેશે ધર્મને મહત્વ આપ્યુ એનો અર્થ થાય આપણા દેશે અજ્ઞાનને મહત્વ આપ્યું…તેમાં ગરીબી આવવાની જ આવવાની અને આવી…..ગરીબીએ ગુલામીને પોષતુ માનસ તૈયાર કર્યુ…હવે એ સવાલ નથી કે કયા ધર્મએ શાસકનુ રાજકારણ રમ્યું…ઈસ્લામે ? ઈસાઈયતે ? જૈનએ ?….એ રમતની વાત થઈ…..કોઈકની જીત થઈ અને કોઈકની હાર થઈ….એમા જ્ઞાનની સજ્જતા નથી. શાસન એ અજ્ઞાનનીઓનો વ્યવસાય બન્યો. હવે પશ્ચિમની વાત. મારે આટલુ જ કહેવુ છે, કે પશ્ચિમ એટલે જ સંસ્કૃતિ-વિજ્ઞાનની સર્વોપરિતા. જે રીતે ભારતીઓ કોઈક યુગમાં સાંસ્કૃતિક હતા, વૈદિકસંસ્કૃતિ જેને વૈરાગીઓએ પરાજીત કરી અને ? ભારતની પ્રજાની ગુલામીનો ઈતિહાસ ઘણુ કહી જાય છે.

ટીકાકારે ધર્મનો આગ્રહ જ પડતો મુકવાનો થાય છે. મારી સમજ– વિજ્ઞાન એક માત્ર જ્ઞાનનુ માધ્યમ કે સત્યનુ માધ્યમ છે — આ જ સાચી સમજ છે. કારણકે જ્ઞાન પ્રાકૃતિક છે. જ્ઞાન માનવીય છે…તેથી સંસ્કૃતિ છે. માણસ સિવાયના સજીવ પદાર્થોમાં પણ જ્ઞાનના સંપન્ન થવાની પ્રાકૃતિક ઘટના તો ઘટે જ છે…પણ માણસ બૌદ્વિક છે તેથી, વ્યક્તિના સંકલ્પથી વિજ્ઞાન સતત વિસ્તરતુ કે વિકસતુ રહ્યુ છે. જ્ઞાનનો વિકાસ એ વિજ્ઞાન. વિકાસ બાહ્ય કે આંતરિક હોય પણ કારણમાં જ્ઞાન જ છે….અજ્ઞાન વ્યક્તિને પાંગળો બનાવે છે.

તમને નથી લાગતુ કે જ્ઞાનનો માર્ગ એ સીધો સાદો સરળ અને પ્રાકૃતિક માર્ગ છે. અને જે પ્રાકૃતિક છે તે માનવીય હોવાના કારણે સાંસ્કૃતિક છે.

પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે કોઈ પણ પ્રકારનો કલહ કંકાસ વાદ-વિવાદ કે તકરાર જ નથી. આરોપણ તો ધર્મ ઉપર છે કારણ–ધર્મ તકરારી છે. દ્વંદ્વવાદી છે, યુદ્વખોર છે.

વિજ્ઞાન વિના જીવન બેજાન.

Bharat Mehta

11041745_10205929494576991_6626687375119914720_n

.

શ્રી ભરત મહેતાએ ફેસ-બુક માટે લખેલ આ લેખ ફેસ-બુક પર ન હોય એવા મારા વાચક મિત્રો માટે રજુ કરું છું. મારા બ્લોગમાં જૂદા જૂદા મંતવ્યો વાળા લેખો પણ રજુ કરતો રહ્યો છું બધી જ વખતે બધા જ ચર્ચાત્મક લેખો સાથે બધા સહમત ન થાય પણ વિચાર વિનિમય તો કરી શકાય. બસ એ જ હેતુ છે.

.
વિજ્ઞાન વિના જીવન બેજાન.
September 2, 2015 at 12:20am
અનામતનો રાજકારણીય આતંક……

.

.

ફેસબુક સાથે જોડાયા પછી પહેલ્લી વાર સળંગ એક અઠવાડિયાથી ફેસબૂકથી વંચિત રહેવુ પડ્યું. આમ વંચિત રહેવાનુ ખૂબ જ વસમુ લાગેલુ. 25 મી તારીખનું પટેલોનું અમદાવાદ ખાતેનુ, અનામત આંદોલને હિંસક્ વળાંક લેતા કરફ્યુ તો ખરો જ પણ ફેસબૂક જેવી સોસિયલ સાઈટ ઉપર પણ સરકારનુ બાન આવી પડેલું. આ વાતને સમજી લેવા જેવી છે. માંડીને વાત લખી રહ્યો છું, અમેરિકન હિન્દુઓએ અંધારામાં કે અધુરી સમજણમાં રહેવા જેવું નથી. સમાજવાદ નામની વિચારસરણીમાં માનવીય સમજણનું સ્તર શૂન્યથી નીચલા સ્તરે ઉતારી દેવાયેલુ છે, હિન્દુસ્તાનમાં સમાજવાદી શૈક્ષણિક વ્યવસ્થામાં અપાયેલા ભણતર મુજબ સવર્ણોના શિક્ષિત વર્ગો પણ માર્ક્સની થિયરીને ખૂબ જ વાસ્તવિક માને છે. દા.ત. ??? અમેરિકાના રેશનાલિસ્ટોને જ લ્યો. રેશનાલિઝમની વિચારસરણી પણ છે તો પશ્ચિમીઓની જ ને…..અહી પશ્ચિમી એટલે ઈસાઈ પશ્ચિમી….પેલા વિજ્ઞાન ટેકનોલોજીવાળા પશ્ચિમીઓ નહીં….એ બાપડાઓ ભોળા, શંકર જેવા…

ભારતમાં પછાતજાતિ [શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ], પછાતજ્ઞાતિઓ [શિડ્યુલ્ડ કાસ્ટ] અને અન્ય પછાતજ્ઞાતિઓના વર્ગ [ઓબીસી ] માટે શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં 47 ટકા જેટલી સિટો અનામત રખાયેલી છે. આ અનામતવાદીઓ પોતાને દલિત-શોષિત વર્ગના સભ્યોથી ઓળખાવે, બાકીના 53 ટકા સવર્ણો માટે, જેને શોષકથી ઓળખાવાયા છે….તમારુ જ્ઞાન તાજુ કરવા માટે….. આ શોષિત અને શોષક એ માર્ક્સએ શોધી કાઢેલી વર્ગવાદી કે દ્વૈતવાદ્દી ભાષા છે, જેનો વિજ્ઞાન સાથે કે વાસ્તવિકતા સાથે કોઈ જ સંબંધ નથી . લોકસભા અને રાજ્યસભાના રાજકારણમાં પણ તેમની અનામત સિટ્સ. આ અનામતવાળાઓને નોકરીના પ્રમોશન ઉપર પણ અનામતનો લાભ. કહે છે કે મનુના જમાનામાં સવર્ણોએ દલિતોનુ ખૂબ શોષણ કરેલુ તેનુ વૈર વસુલાઈ રહ્યુ છે. કાર્લ માર્ક્સ પોતે ચુસ્ત ઈસાઈ સભ્યતામાં ઉછરેલો અને તેણે ઈસાઈયતી ધર્મની થિયોલોજીનું જ સામાજિક રૂપાંતરણ કરેલું , તેનુ માંદળિયું ગાંધી-નહેરૂ–આંબેડકર–ઝિન્નાહ….જેવા તે સમયના હિન્દુસ્તાનના નેતાઓના ગળે પરોવી દેવાયેલુ. આટલુ સમજાયું ?

તો હવે આગળ જુઓ. વૈરને વસુલવાની પરાકાષ્ટા એ વાતે લવાઈ… કે અનામતના હક્ક્દાર વિદ્યાર્થીઓ જો પરિક્ષાત્મક સ્પર્ધામાં 53 ટકાવાળા વિદ્યાર્થીઓનો મુકાબલો કરે તો….તેઓને અપાતી સિટ્સ મુક્ત કોવોટામાંથી મળે…જ્યારે અનામત સિટો ઉપર નબળા, સ્પર્ધામાં ટકી શક્યા ના હોય એવા વિદ્યાર્થીઓ માટે રાખવાની જ્યારે મુક્ત ક્વોટાની સિટ્સ ઉપર ભલે કાપ મુકાતો અને હક્કદાર ભલે વંચિત રહેતો….માર્ક્સની શોષિત અને વંચિતપણાની જે વ્યાખ્યા છે તેને ખેંચી તાણીને એ હદે લઈ જવાઈ કે… સવર્ણ વર્ગનો વિદ્યાર્થી નેવુ ટકા લાવે તો પણ તેને ઉચ્ચ ગુણવતાવાળા સ્થાનો મળતા અટકી ગયા…..માસ્ટર ડિગ્રીના અભ્યાસકર્મો ની સીટ તો બધી જ કહેવાયેલા વંચિતો માટે…..પટેલો પાસે પૂરતુ કારણ છે, પોતાને વંચિતો–શોષિતોમાં ગણાવા માટે લડી લેવાનું….ગાંધી ચિંદ્યા માર્ગે જો દાળ ગળે તો ઠીક નહી તો માર્ક્સના કે મોહંમદના હિંસક માર્ગે પણ લડી લેવા જેવુ પટેલોને લાગ્યુ. જો એવુ જ લાગ્યુ હોય, તો એવું લાગવામાં કોઈ બુરાઈ નથી. માર્ક્સ અને મોહંમદ બંન્ને ધાર્મિકોને હિંસાચારમાં કોઈ બુરાઈ લાગી નહતી. તેઓએ–મતલબ વંચિતોના નેતાઓએ સત્તાનુ રાજકારણ ગુંથવામાં ભારે હોંશિયારી વાપરી હોવાનુ જણાઈ આવે છે.

આ અનામતના રાજકારણમાં હિસ્સેદાર થવા અથવા અનામતના રાજકારણને મીટાવી દેવા પટેલ જ્ઞાતિના સભ્યોએ ઝંપલાવ્યુ. પહેલા જુદાં જુદાં શહેરોમાં કઢાયેલી રેલીમાં પટેલ લોકોએ જાન લાવી દીધી હતી. જબ્બરદસ્ત શિસ્ત. પણ અમદાવાદ ખાતેની તેમની રેલી હિંસક બની કે હિત ધરાવનારાઓએ બનાવી.. . ફેસબુક ઉપર અનામતના પ્રશ્ન ઉપર ઘણી મુક્ત અને સમજદારીથી ભરેલી ચર્ચાઓ થઈ રહી હતી. એ ચર્ચામાં વિદ્વતા હતી, ઊંડણ હતું…. હિત ધરાવનારાઓના ધ્યાનમાં આવી ચર્યા આવી અને માન્યુ કે આંદોલન હિંસક બનવા માટે સોશિયલ સાઈડ ઉપર થતી ચર્ચાઓ જવાબદાર છે, તેથી ઈંટરનેટની બધી જ સોશિયલ સાઈટ ઉપર એક અઠવાડિયા જેટલુ લાંબુ બાન મૂકાવી દીધુ. આમ અનાયાસ આવી મળેલો એક અઠવાડિયાનો સમય અનામતના ઈતિહાસ અને અનામતની પાછળ રહેલા વિજ્ઞાન નહી, પણ —– અજ્ઞાનને— સમજવામાં રોકી દીધો હતો.

53 ટકા બિનઅનામતવાળા વર્ગમાં આવતી વસ્તિને એલોકો સર્વણવર્ગની વસ્તિ ગણે છે. માર્ક્સના રેશનાલિઝમા આ ”મધ્યમવર્ગ” કહેવાય. વંચિતો એટલે આમ આદમીવાળા….. હિન્દુસ્તાનની આ અડધો-અડદ વસ્તિમાં આવતા મા-બાપ ક્રોધિત હતા, કે . તેમના હોનહાર બચ્ચાઓ ….90 થી 99 ટકા સુધી ગણિત-વિજ્ઞાનમાં માર્ક્સ લાવવાની સિદ્વિ ધરાવતા હોવા છતા લાયકાતવાળા સ્થાનો મેળવવામાં નિષ્ફળ જતા હતા. સ્પર્ધામાં નિષ્ફળ જવાથી આવતી હતાશા કરતા અન્યાય કે અજ્ઞાનથી લવાયેલી હતાશા વિનાશક માર્ગની તલાશમાં રહે છે. આ પટેલોની અનામતવાળી રેલીએ જોઈતો માર્ગ કંડારી આપ્યો. અને તેમજ થયુ જે અપેક્ષિત હતુ. તેમાં ફેસબૂકના પ્લેટફોર્મ ઉપરની ચર્ચા કારણરૂપ નહતી. કારણ હતુ અનામત જેવું વિજ્ઞાન વિહોણું અજ્ઞાન અને અન્યાયથી તરબતર થતું રાજકારણ.

એક સપ્તાહ લાંબા વિરહે મને અનામતપ્રથાના ઈતિહાસમાં ઊંડા ઉતરવાનુ કારણ આપ્યું , એટલે આઝાદીકાળના ગાંધી-નહેરૂ-આંબેડકર જેવા, અનામતપ્રથા લાવવા માટે જવાબદાર નેતાઓના માનસમાં ઊંડા ઉતરવાનુ કારણ મળ્યું . ગાંધી અને આંબેડકર વચ્ચેનો પૂનાનો બહુ ગવાયેલો વિવાદ વાંચવાનુ બન્યું. માત્ર આ ત્રણ નેતાઓ જ નહીં, આઝાદીકાળના બધા જ નેતાઓ તેમના વિચારમાં સમાજવાદી બની ગયેલા કે અંગ્રેજોના શિક્ષણે બનાવી દીધેલા હતા. આ અંગ્રેજો એટલે ઈસાઈ સામ્રાજ્યવાદવાળા.

હિન્દુસ્તાનના નેતાઓ હોવા જોઈતા હતા વિજ્ઞાનદર્શી વ્યક્તિવાદી. પણ કોઈ એક નેતા ને પણ અમેરિકન વ્યક્તિવાદનુ આકર્ષણ થયેલુ જણાતુ નથી. અમેરિકાની ધનાઢ્યતા પાછળ વિજ્ઞાન એટલે વ્યક્તિવાદ કારણરૂપે છે એવું કોઈને પણ દેખાયેલું નહી. આમ કેમ બન્યુ ? વિશ્વમાં અમેરિકા એકલુ વ્યકિતવાદી અને ભારત સહિતાના અન્ય દેશો વ્યક્તિના વિરોધી એવા સમાજવાદી કેમ ? આ સમજવા જેવો સવાલ છે. જેને હું અમેરિકામાં વસ્તા આપણા હિન્દુ મિત્રો સમક્ષ રજુ કરી રહ્યો છું.

ભારતના મોટાભાગના…કદાચ 99 ટકા લેખકોના ભણવામાં વિજ્ઞાન એટલે વ્યક્તિવાદ લવાયો જ નથી. …પણ અમેરિકા નિવાસી હિન્દુઓ માટે વાત જુદી બને એવુ મારુ માનવુ છે. અમેરિકન હિન્દુઓ જો વિજ્ઞાન કે વ્યક્તિવાદને ભણ્યા ના હોય તો પણ, વિજ્ઞાનની સર્વોપરિતા ધરાવતા સમાજમાં પેઢીઓથી વસી રહ્યા છે. આવો વિજ્ઞાનની સર્વોપરિતાવાળો સમાજને જ સેક્યુલર સમાજ કહેવાય, જેને માટે પશ્ચિમ યુરોપના ફિલોસોફરોએ જબરી લડત ચલાવેલી…ચર્ચની સત્તાને પરાસ્ત કરેલી અને ધારેલુ મેળવેલુ. આને કહેવાય…… Separation of Church from State. તુર્કના મુસ્તફા કઁમાલે આવુ પશ્ચિમી સેક્યુલરાઈઝમ લાવવા માટે ઈસ્લામ ધર્મને તેની ખિલાફત સહિત ઉખેડીને ફેંકી દીધેલો….એ 1920 ની વાત છે, અને ગાંધીએ અફઘાની તાલિબાનો સાથે મળીને તુર્કમાં લવાઈ રહેલા સેક્યુલારીઝમ વિરુદ્વ દેખાવો કરેલા, આંદોલનો કરેલા…શું મેળવવા ? તુર્કને ઈસ્લામિક ધાર્મિક દેશના રૂપમાં જાળવી રાખવા ! ……

આંબેડકરે મનુસ્મૃતિનુ જાહેર દહન કરેલુ, એમ કહીને કે મનુસ્મૃતિના કારણે જ હિન્દુ સમાજ સવર્ણો અને દલિતોમાં વિભાજીત થયો હતો. અને દલિતોનુ શોષણ થયેલું. આંબેડકરે પોતે બૌદ્વ ધર્મ સ્વિકારેલો. જાણે ગાંધી પોતે દલિત વિરોધી હોય એવી છાપ આંબેડકરે એ વિવાદમાં ઉપસાવેલી……હરિજન શબ્દ સામે આંબેડકરને વાંધા-વચકાઓ હતા. અહીં મને જે આશ્ચર્ય અને આઘાતજનક જણાયુ તે…..શા માટે હિન્દુત્વને મૂલવવા માટે જે કંઈ નકારાત્મક છે તેનાથી મૂલવવામાં આવેલું ? હિન્દુત્વ એ કંઈ મુસ્લિમ કે ખ્રિસ્તી જેવો, કે બૌદ્વ અને જૈન જેવો ઓર્ગેનાઈઝડ ધર્મ નથી. વ્યાખ્યા પ્રમાણે તો હિન્દુ એ ધર્મ જ નથી. એનો કોઈ સ્થાપક છે ? ધર્મગ્રંથ છે ન? ધર્મનુ રાજકારણ છે ? પત્થરો મારી મારીને મોતને ઘાટ ઉતારી શકાય એવી સજા કરાવવાની સત્તા ધરાવતા મુલ્લાઓ કે ફાધરો છે ? નથી. તો ?

હિન્દુ એ મુક્તરૂપથી જ અસ્તિત્વમાં આવેલી સંસ્કુતિ છે. અને સંસ્કુતિ અને ધર્મ વચ્ચે જીવન મરણનો ફરક છે. આંબેડકર અમેરિકામાં હરેલા-ફરેલા માણસ છે અને તેમણે અમેરિકાના મુક્ત સમાજની નોંધ તેમના સમયે લીધેલી, ત્યારે તેમને એ મુક્તિ પાછળના સાંસ્કુતિક કારણો કેમ દેખાયેલા નહી ? હિન્દુઓના…. વિજ્ઞાનને સર્વોપરિ મનાવતા વેદો અને વેદાંતોના લેખિત સાહિત્યના અર્થ કેમ દેખાયા નહીં ?

હિન્દુ— એ વિજ્ઞાનની એક શાખા–પુરાતત્વવિજ્ઞાન— અનુશાર સંસ્કુતિ છે. 1920 માં એટલે જે સમયે ગાંધી-નહેરૂ-આંબેડકર તેમની ચઢતી યુવાનીમાં હતા તે સમયે જ આ પુરાતત્વ વિજ્ઞાને હિન્દુત્વના મૂળ રૂપે રહેલ સિન્ધુ સંસ્કુતિ સંબંધી તથ્યો બહાર લાવી દીધા હ્તા.

આશરે…ચૌદથી સોળમી સદી દરમિઆન પુરાતત્વવિદોએ ઈશુ પહેલાની સાતેક સદી દરમિઆનની ગ્રીક સંસ્કુતિ સંબંધી તથ્યો વિશ્વ સામે રજુ કરી દીધેલા હતા, જેના પ્રતિભાવમાં ઈસાઈ સમાજમાં ઐતિહાસિક કહેવાય એવો…. An Age of Reason and Enlightenment…. આવેલો. અને ખ્રિસ્તી ધર્મના પાયા હચમચી ગયેલા. પશ્ચિમ યુરોપનુ ધાર્મિક રાજકારણ, રાષ્ટ્રોની નીતિ અને વહિવટથી અલગ પાડી દેવાયેલા. હવે ધાર્મિક શિક્ષણ, એટલે બાઈબલનુ શિક્ષણ અર્થશૂન્ય થઈ ગયુ. કળાકારો તેમના સર્જનમાં વિજ્ઞાન પ્રેરિત નવજાગૃતિનો યુગ લાવ્યા. જેનુ અંતિમ પરિણામ એ વ્યક્તિવાદી અમેરિકાનુ સર્જન.

હિન્દુસ્તાનમાં પણ થવુ એ જ થવું જોઈતુ હતુ જે અમેરિકામાં થયુ. સાંસ્કુતિક જગતની વૈજ્ઞાનિક સિદ્વિઓના રહસ્યો ખોલતા ધર્માન્ધોના રાજકારણનો અંત આવી ગયો. પણ હિન્દુસ્તાનમાં એવુ કશુ બન્યુ નહીં જેની તર્કસંગત આશા કરી શકાતી હતી. વિવેકાનંદે તેમની નજર સામે ખુલેલા હિન્દુઓના સાંસ્કુતિક વિશ્વનો પડઘો પાડ્યો, અમેરિકાની શિકાગોની ધર્મપરિષદમાં….અને જાહેર કર્યુ કે હિન્દુ એ યુગો જુના વેદાંતની પેદાશ છે. અને હિન્દુઓને ખ્રિસ્તીઓ દ્વારા રખાયેલા ગુલામ એ અયોગ્ય અને અનૈતિક છે.

અનેક્ અદાલતી ચુકાદાઓએ હિન્દુત્વના સાંસ્કુતિકપણાનો સ્વિકાર કર્યો છે. સાંસ્કુતિક હિન્દુત્વ એ લેખિતમાં લખાયેલા ગ્રંથોનો સમંદર છે….જેમકે વેદ-વેદાંત-વેદાંગ–સ્મૃતિ–શ્રુતિ–બ્રાહ્મણગ્રંથો–આરણ્યકો અથવા ઉપનિષદો, એનુ સંક્ષિપ્ત અને શાસ્ત્રિય નામ વેદાંત પણ છે. આ વેદાંત એટલે વિજ્ઞાનને સ્થાપિત કરતા જ્ઞાનના સિદ્વાંતો. ગ્રીકમાં જેને ફિલોસોફી કહે, તેને પ્રાચિન હિન્દુજગતમાં વેદાંત કહેતા, જેમાં પહેલી વાર જ્ઞાન-વિજ્ઞાન જેવા પારિભાષિક શબ્દો પ્રયોજાયા છે….જેની નોંધ આઝાદીકાળના કોઈ એક નેતાએ પણ લીધી નથી. આ નેતાઓએ ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મો દ્વારા લવાયેલા રાજકારણને અનુશરવાનુ પસંદ કરેલુ પણ સાંસ્કુતિક જગતે વિકસાવેલા વિજ્ઞાન અને તેના કાર્યકારણની ખાસ્સી અવગણના કરેલી.

ઉપર લખી એ વાત મારી સમજણમાં બરોબર ફીટ બેઠી છે. તમારી વિચારણામાં શું છે ? ચાલો આપણે આ વાત ઉપર વિચાર-વિનિમય કરીએ.

ફિલોસોફીનો લવર એટલે ફિલોસોફર–તમારે ફિલોસોફર થવાનુ છે. લેખાંક–3

Bharat Mehta

ભરત મહેતા

ફિલોસોફીનો લવર એટલે ફિલોસોફર–તમારે ફિલોસોફર થવાનુ છે. લેખાંક–3

લેખ  1,  અને 2,  નો સારાંશ…….. [

1] ] ફિલોસોફી, સંસ્ક્રુતિ અને વિજ્ઞાન, એ એક જ વિભાવના [concept] ત્રણ ઘટક તત્વો છે. એકલી સંસ્ક્રુતિ કે એકલું વિજ્ઞાન કે એકલી ફિલોસોફી વિકસી શકે નહીં. વિકાસ થાય તો આ ત્રણે તત્વોનો એક જ સાથે થતો હોય છે…….

[2] ફિલોસોફીની વિરુદ્વમાં–ધર્મ– એ માનવ વ્યક્તિઓને આયોજનબદ્વ મૂર્ખ હોવાનું દર્શાવતી— મૂર્ખબનાવતી, ઠગવિદ્યા છે. લોકો, ભુલમાં આ ઠગવિદ્યાને ક્યાં તો શિક્ષણ અથવા સારા હેતુવાળુ, ભગવાન પ્રેરિત શાસન સમજી રહ્યા છે……

[3] ‘વસ્તુ’ને જોતા થવું-સમજવું અને સમજાયેલ વસ્તુનું સર્જનાત્મક આલેખન કરવું  [રીક્રીએશન] —એ સર્જનાત્મક લેખન કહે છે….. 

[4] મનુષ્ય માટે જ  ફિલોસોફરોએ સર્જેલી  સંસ્ક્રુતિને   જોવાની અને પ્રચારવાની  વાત છે, ધર્મોની સામે જ સંસ્ક્રુતિને સ્પર્ધામાં મૂકીને, આ  સ્પર્ધાને જીતી લેવાની વાત છે,……

[5] ધાર્મિક હિન્દુત્વ એટલે આઈન રેન્ડએ લખેલ નિબંધ કે આર્ટીકલ—લિવિંગ ડેથ……..

[6] બન્ને કથા નાયિકાઓને સ્ત્રીઓની હયાતીઓની પ્રતિનિધી સમજીએ તો સમજણ ખોટી પણ નથી, અને મરણમાંથી જીવનને કંડારવાની સંજીવની ફિલોસોફીના લેખકો પાસે ના  હોય તો કોની પાસે હોઈ શકે ? …

 ———————————————

લેખાંક—3

ફિલોસોફી છે  મનુષ્યજીવનની  સંજીવની.

ધર્મને પ્યારી છે મનુષ્યની   કુરબાની.

 

 હિન્દુવાદી નેતા અને દેશના મુખ્યપ્રધાને આજે કોઈ સમાચાર એજંસીને કહ્યુ, કે તેઓ ધાર્મિક સ્વાતંત્ર્યની બંધારણીય જોગવાઈને માને છે, અને ધાર્મિક લઘુમતિઓના હક્ક અને હિતની રક્ષા કરવા પ્રતિબદ્વ છે. હું આવી બંધારણીય જોગવાઈની સામે સવાલ કરું છું…. સાંસ્ક્રુતિક જીવન અને સમાજનો નાશ કરવાના હક્ક અને હિતની પણ આઝાદી આવે ખરી ?

 

બીજી તરફ પાકિસ્તાનમાં રચાયેલા નવા પક્ષ જમાતે ઈસ્લામના વડા સિરાજુલ હકે પોતાના સમર્થકોને સંબોધન કરતા કાશમીર મુદ્દો ઉછાળ્યો અને મોદીના માથા સાટે એક અબજ રુપિયાનું ઈનામ જાહેર કર્યું. 

 

ધર્મના સમર્થકોને શેને માટે ધાર્મિક સ્વાતંત્ર્ય જોઈએ છે ? તમે જ વિચારો.  અને વિચારણીય મુદ્દો એ છે કે ધાર્મિક સ્વાતંત્ર્યનો અર્થ શું થાય ? આતંકવાદને સમર્થન આપવું ? તો સાંસ્ક્રુતિક જીવન અને સમાજનું શું ?

વિશ્વનું રાજકારણ  દિશા દૌર વિનાનું અંધ છે. તમે શું કહી શકો તેમ છો ? બોલો.

આ સમાજવાદી ધાર્મિક બંધારણ ગુનાહિત છે, એમ સમજીને તેને બદલીને સાંસ્ક્રુતિક, વૈજ્ઞાનિક અને વ્યક્તિવાદી બંધારણ બાબતમાં આપ શું કહો છો ?

ફિલોસોફીનો લવર એટલે ફિલોસોફર–તમારે ફિલોસોફર બનવાનું છે–લેખાંક-2

Bharat Mehta

ફિલોસોફીનો લવર એટલે ફિલોસોફર–તમારે ફિલોસોફર બનવાનું છે–લેખાંક-2

    લેખાંક—1’ 27.05.2015, બુધવાર’ના લખાણનો સારાંશ………………..

 

 [1.] ફિલોસોફી–એ વિજ્ઞાનને સ્થાપિત કરતો ‘જ્ઞાન’ નો સિદ્વાંત છે   [2.] –ધર્મ– એ માનવ વ્યક્તિઓને આયોજનબદ્વ મૂર્ખ હોવાનું દર્શાવતી— મૂર્ખ બનાવતી, ઠગવિદ્યા છે. [3] ફિલોસોફી સંસ્ક્રુતિ અને વિજ્ઞાન, એ એક જ વિભાવના [concept] ત્રણ ઘટક તત્વો છે. એકલી સંસ્ક્રુતિ કે એકલું વિજ્ઞાન કે એકલી ફિલોસોફી વિકસી શકે નહીં. વિકાસ થાય તો આ ત્રણે તત્વોનો એક જ સાથે થતો હોય છે. [4]  હું વિજ્ઞાનપ્રેમી છું, ખુલ્લા મનનો નથી, મનફાવે તે દિશામાં ઉડી શકું, ગણિત જેવો બંધીયાર છુ; શિસ્તબદ્વ. વૈજ્ઞાનિક-ફિલોસોફીક- અને, સાંસ્ક્રુતિક હિન્દુત્વનો પ્રેમી છું, કટ્ટરવાદી [ Radical ] છું.  [5]  આજનું—અત્યારનું– હિન્દુત્વ, રાજનૈતિક રીતે ભાજપી અને બિનભાજપી [સમાજવાદીયા-socialist] , જેવી બે છાવણીમાં વિભક્ત થયું છે.

 

 

હવે, આગળ વાંચો….લેખાંક—2. 

સંસ્ક્રુતિને—ફિલોસોફરના સર્જનને— સમાજવાની શરૂઆત  કરીએ.

 

 થોડાક   પેરાગ્રાફ ફિક્શનલ  રાઈટીંગને નામ…

સાહિત્ય નહીં, પણ સંસ્ક્રુતિને આવે કામ…….

 

 

બોલતા શીખવું એ  માનવબાળ માટે પ્રાથમિક સ્તરેથી —પ્રાકુતિકકર્મ– છે, એકાદ વરસની આસપાસનું બાળક ચાલતા શીખે તે પહેલાં બોલાતા અને એના શાંભળવામાં આવતા થોડાક શબ્દોના અર્થને  શીખી-સમજી  લેતું હોય  છે.  થોડા થોડા શબ્દો બોલી શકે છે….પણ, લખાયેલું વાંચતા અને વંચાયેલું,  લખતા શીખવામાં, આ માનવબાળની બધી જ જીનીઅસ પ્રકારની  શક્તિઓનો કસ નીકળી જાય છે, મનુષ્યજીવનનું સૌથી કઠિન કામ છે, લખાયેલું વાંચવું અને વાંચેલું સમજવું-સમજીને ફરીથી, એ  સમજાયેલું  લખવું એ  સર્વાધિક કઠીન કામ છે, એનું ભયસ્થાન, પોપટીયાવુત્તિથી ગોખાઈ ગયેલું લખાઈ જવામાં રહે છે….જ્યારે કોઈક નસીબદાર….ગોખાયેલ અને સમજાયેલ વચ્ચેનો તફાવત જોતો થઈ શકે ત્યારે ?

 

ત્યારે ?   ‘વસ્તુ’ને જોતા થવું-સમજવું અને સમજાયેલ વસ્તુનું સર્જનાત્મક આલેખન કરવું  [રીક્રીએશન] —એ સર્જનાત્મક લેખન કહે છે.  જે ખાસ પ્રકારની પ્રતિભા હોય તો જ આવું,  વસ્તુને જોઈને, સમજીને, સર્જનાત્મકરૂપમાં  લખતા થઈ  થઈ શકાય. પ્રતિભા નથી ? તો સર્જનાત્મક લેખનની વાત ભુલી જઈને, પૂરા શાણપણથી સર્જનાત્મક લખાણને વાંચતા અને તેનું વિવેચન [એટલે નિંદાઓ નહીં, હિરાનું કરાય એવું મુલ્યાંકન  કરતા શીખવું એ પણ  બહેતરીન કામ  છે.  એ જુદા પકારની પણ ડીમાન્ડેડ ટેલેંટ છે, તેથી તેની શરમ ના રાખવી. એ કારકૂનીઆ કામગીરી ન કહેવાય. વસ્તુનું મુલ્યાંકન કરવાની આવડતવાળા ઝવેરી કે ઉદ્યોગપતિ કહેવાય છે. અમેરિકામાં આઈન રેંડના કામને સળંગરૂપથી ચૌદ જેટલા  પબ્લિશરોએ એ કારણે નકારેલું, કે એમનું કામ બૌદ્વિક હતું, પરંપરા મુજબનું ધાર્મિક નહીં…ત્યારે એક વિવેચકએ—તેના બોસને પડકારીને કહી દીધેલું. આ રેર ઑફ ધી રેરેસ્ટ કામ છે, જો તમે એને ઈંકારવાના હો તો.. આ મારું રાજીનામું લ્યો…..આ વિવેચક, અથવા ત્યાંની ભાષામાં લિટરરી એડ્વાઈઝરના આ મુલ્યાંકન બાદ…રેંડ ફિલોસોફીનો ઈતિહાસ બની ગયા. એરિસ્ટોટલની શુદ્વ ફિલોસોફીક પરંપરાને નવું જીવન આપનાર…એનો એક અંશ એટલે ‘હું’, મને ફિલોસોફીનો લેખક ગણાવું છે…..’એ’.

 

એરિસ્ટોટલે   [[સર્જનાત્મક, પણ મારા નવા અર્થઘટન મુજબ] સાંસ્ક્રુતિક લેખનની કળા ઉપર એક સિદ્વાંત આપેલો, કહેલુંકે—Fiction is of greater philosophical importance  then history,  because historian represent  thing as they are, while  fiction represent them  as  they might be and ought to be.

 

એરિસ્ટોટલ પછીના ઉતરતા ક્રમના, એટલે,  આપણા સમયમાં આવતા  ફિલોસોફરોએ . આ સિદ્વાંતની યોગ્ય માવજત કરી નથી.  આઈન રેન્ડ, આપણા સમયની ફિલોસોફર છે, આપણા ઓશોની સમકાલિન કહી શકાય, જોકે ઓશો ફિલોસોફર નહતા નથી, અમસ્તુ જ મેં સરખામણી કરી,  રેન્ડ  પોતે ફિક્શન રાઈટર હતા તેથી  ફિક્શનલ નોવેલના સંદર્ભમાં વિવરણ લખ્યું છે, અને તે ખાસ્સુ માર્ગદર્શક છે, છતાં , એકઝહોસ્ટીવ નથી, સાહિત્યિક લેખકોનું માર્ગદર્શન થતું નથી.  તેઓમાંના બધા જ ધાર્મિક છે,  કોઈ સાંસ્ક્રુતિક નથી,  ,  મારે કહેવાનું હોય તો હું શું કહું ? આ તો ફિલોસોફરોએ સર્જેલી ‘વસ્તુ-સંસ્ક્રુતિ’ને જોવાની, ફોકસમાં લેવાની વાત છે, આ કંઈ પશુ સહજ જોવાની શક્તિના વર્ણન કે વિવરણની  વાત નથી, જેમકે  આકાશમાં ઊંચ્ચે ઉડતા ગરૂડ, કઈ રીતે જમીન ઉપર સરકતા ઉંદર કે સાપ—તેના ખોરાકને, નજરમાં લઈને,  ત્રાટકીને, એક જ તરાપમાં ઝડપી લઈને, ઉડી જાય, એવું, ટેકનીકલી જ્ઞાનેનિદ્રિય અને કર્મેન્દ્રિયનું વિવરણને આલેખવાની    વાત નથી. આ તો સમગ્રરૂપથી  ‘મનુષ્ય’ ને  જોવાની વાત છે, મનુષ્યની સંસ્કારીતા, સંસ્કાર કે શિક્ષણની વાત છે, મનુષ્ય માટે જ  ફિલોસોફરોએ સર્જેલી  સંસ્ક્રુતિને   જોવાની અને પ્રચારવાની  વાત છે, ધર્મોની સામે જ સંસ્ક્રુતિને સ્પર્ધામાં મૂકીને સ્પર્ધાને જીતી લેવાની વાત છે,   જેની ચર્ચા કોઈક વાર હું ખાસ શિર્ષક બનાવીને લખીશ. આઈન રેંડથી અને તેમના સમકાલિનોથી બાકી રહી ગયેલું કામ, મારે પુરુ કરવું પડશે,  આજે આટલું જ કહું છું.. કે મનુષ્ય એ કંઈ શોધ નથી…પણ સર્જન છે,  ફિલોસોફરનું જ સાંસ્ક્રુતિક સર્જન, એ જ મનુષ્ય, આપણા ધાર્મિક કવિઓ ગાય છે, એવું…હું માનવી માનવ થાઉં તો ય ઘણું’ વાળું કાયર ગીત નહીં.

 

 તો આજે શું ? આજે ફેસબૂકના, મારી કલ્પના મુજબના જ ફિક્શનલ રાઈટર,   રીટા થાકરે લખેલ એક ટૂંકી વાર્તાની વાત છે. વાર્તાની કશ્મકશની વસ્તુ  સાંસ્ક્રુતિક હોઈ મારું ધ્યાન ખેંચાચાયેલું . અને એ લખાણને હું મારી વોલ ઉપર લઈ આવેલો. 

મારે કંઈક કહેવાનું છે તે ફિક્શનલ શબ્દના પ્રયોગ ઉપર, કે જે કંઈ સાંસ્ક્રુતિક છે, તે ફિક્શનલ છે, કેમકે તે વસ્તુ  ફિલોસોફીકલ ક્રિએશનથી સંબંધ ધરાવે છે, અને તેથી,  સાંસ્ક્રુતિક શું છે ? કઈ ચીઝને સાંસ્ક્રુતિક કહેવાની ? મનુષ્યની ઘર-ગ્રુહસ્થી- પેલી દેશી જુબાનમાં  કહે, એ મારો ઘરવાલો છે, બીજો કહે એ મારી ઘરવાલી છે, એ સાંસ્ક્રુતિક છે, અથવા ફિલોસોફીક ક્રિએશન છે, એ જ ફિક્શનલ કહેવાય, મતલબ ફિલોસોફરનું ફિક્શનલ સર્જન, માત્ર કાલ્પનિક સર્જનો નહીં, એ ખૂબ જ સંકુચિત ઓળખ થઈ, ઓળખ એટલી વ્યાપક હોવી જોઈએ, કે ફિલોસોફીક અલગ પડે, નનફિલોસોફીક વસ્તુઓથી…… કહું તો,    મનુષ્યનો પોષાક, તેનો વ્યવસાય, તેની ભાષા, તેના સંબંધો, તેની અનુભૂતી, તેની પ્રતીતિ, તેની અભિવ્યક્તિ…આ બધું અને બીજું ઘણું બધું….  સાંસ્ક્રુતિક છે, પ્રાકુતિક નથી…પણ પ્યોર સાંસ્ક્રુતિક, અને જે કંઈ સાંસ્ક્રુતિક છે તે જ ફિલોસોફીક અને ફિક્શનલ કહેવાય એવું મારે કહેવાનું થયું છે, કે જેથી કંઈક લખવા માંગતા  કલાકારોનું માર્ગદર્શન થાય. આઈન રેન્ડના એનાલિલીસીસમાં ક્રિએટીવ સ્ટોરી રાઈટીંગના, એટલે જ ફિક્શનલ સ્ટોરી રાઈટીંગનું વિવરણ સુપર્બ  છે, પણ ઉગતા નવા અને નવા કલાકારોને ઘણું બધું જોઈતું હોય છે. ઘણાંને પોતાની બાઉન્ડ્રીની ખબર નથી હોતી, તેથી બાય ડીફોલ્ટ  તેઓ ધાર્મિક, સેકન્ડ હેન્ડ, ઉતરતી, હલકી ક્વોલિટીની વસ્તુ ઉપર હાથ અજમાવી બેસે છે. ઘણાંને સંસ્ક્રુતિનો ઈતિહાસ ખબર નથી, ધર્મનો સંસ્ક્રુતિ સાથેનો હિંસક ટકરાવની ખબર નથી, ઘણાને કોણ નાયક છે ? સંસ્ક્રુતિ ? કે ધર્મ ? તેની જ ખબર નથી. મને મારી તપાસમાં જણાયેલું કે ઘણા મોટા ગજાના લેખકો-વિવેચકોને, અહીં મેં વર્ણવી એ બાઉન્ડ્રીની ખબર જ નથી., અને તેમનો વાંક નથી કે તેમને ખબર નથી…..કેમકે ફિલોસોફીને કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં ભણાવવામાં આવી કે આવતી નથી. ફિલોસોફીનો પહેલ્લો પરિચય આપનાર સંત થોમસ એક્વિંસ હતા…જેઓ પોતે જ ઈસાઈ ચર્ચના એક પાદરી હતા…અને એમના પછી તરત જ ઈમાંત્યુએલ કાંટએ બધું ઉલ્ટાવી નાંખ્યું….હિન્દુસ્તાન હતું, પણ તે તો ઈસાઈયત+ઈસ્લામ+  પોતાની ધરતી ઉપર સ્થપાયેલા જૈન+બૌદ્વ+ હિન્દુત્વનો જ મરજાદી થઈ ગયેલો હિસ્સો, ‘ભાગવતો’ દ્વારા ગુલામ થઈ ગયેલો….વધારે સારા અને સચોટ શબ્દોમાં કહું તો ઠગાઈ ગયેલો…..તો હવે કોણ સાહિત્યકારને કહે કે તુ જ છે સંરક્ષક આ સંસ્ક્રુતિનો  !!!!

 

મને, મારા વાંચવામાં આવેલા  સાહિત્યમાં રસ નથી. સાહિત્યના નામ ઉપર મારી તરૂણ ઉમરને ગાંધીવાદને  પ્રચારતું  લખાણ વાંચવાનું આવેલું, એ મારું ખરાબ કિસ્મત હતું, અથવા  મારો જન્મ ખોટા સમયે થયેલો. મારો ખરો જન્મ, હવે થઈ રહ્યો છે, મારી ઈચ્છા મુજબ….મારા પછીના  ત્રીજા જનરેશનના સમયગાળામાં, જ્યાં લેખકો ખરેખર ફિક્શનલ લખાણો લખે છે, અને તે પણ પોતાની જન્મજાત સૂઝ ઉપર, અને આ ફેસબૂક ઉપર…મારે મન આ ફેસબુક એટલે જ ફિલોસોફીબૂક.  હું ભાગ્યેજ ન્યુઝ પેપરના કોલમ લેખકોને વાંચું છું, ટીવી ન્યુઝ જોતો હોવું… મરજાદીયા ભારતીય લખાણોને  વાંચવાનું છોડી દીધેલું ત્યારે મારી ઉમર વીસેકની  હશે…અને હું ફિલોસોફીની શોધમાં વીસેકની ઉમરથી શરૂ થયેલો……ખાસ્સા ત્રીસથી ચાળીસ વરસ થઈ ગયા…ફિલોસોફીને શોધવામાં સમજવામાં અને ફિલોસોફીને લખતા થવામાં….મારે મારો વારસો ઘણો બધો સહેલો બનાવીને અહીં ફેસબૂક ઉઅર મૂકી જવો છે…..

 

‘સાધ્વી’ એ ખૂંબ સંક્ષિપ્તમાં કહેવાયેલી વિરાટમાં વિસ્તરી શકે એવી  વાર્તા છે.  તેમાં  એક પ્રણયી યુગલ, તેઓના લગ્નબાદ, કૌટુંબિક સંબંધના તાણાવાણામાં અટવાઈ જઈને, પ્રેમમયી જીવનનો  અંત લાવે છે, અને….યુગલ પૈકીનો પ્રેમી, આત્મહત્યા દ્વારા પોતાના જીવનનો અંત લાવે છે, અને પ્રેમિકા ? મારી પાસે પ્રેમિકાએ લાવેલા પોતીકા જીવનના અંત માટે, મારો પોતીકો શબ્દ નથી…આઈન રેન્ડએ પ્રયોજેલો શબ્દપ્રયોગ છે…પ્રેમિકાનો અંત એટલે ? Living Death….. એટલે ?

 

ધાર્મિક હિન્દુત્વ,  ઈસાઈયત કરતા પણ પાચિન છે. મરજાદી  બૌદ્વો અને જૈનો  કરતા પણ પ્રાચિન છે.  દાર્શનિક-એટલે ફિલોસોફીક-વૈજ્ઞાનિક-અને સાંસ્ક્રુતિક હિન્દુત્વની સમાંતરે ધાર્મિક હિન્દુત્વ વિકાસ પામ્યું છે, એ ધાર્મિક હિન્દુત્વ એટલે આઈન રેન્ડએ લખેલ નિબંધ કે આર્ટીકલ—લિવિંગ ડેથ.  આઈન રેન્ડની ભાષા શૈલી ઉપર ઈસાઈયતોની કેથોલિક ચર્ચની  કાનૂની ભાષાનો પ્રભાવ છે, જે આપણા ગુજરાતી  હિન્દુઓ માટે નવી શૈલી કહેવાય, પણ હું ફિલોસોફીથી રસાયેલો હોઈ, ઈસાઈયતોની કાનૂની શૈલીમાં રહેલી વૈષણવોની ગાંધીઅન, સુગાળવી  શૈલીને ઓળખી શક્યો હતો.

 

મારા વાંચવામાં આવેલી સૌથી ગંદી શૈલીનું લખાણ  ઈસાઈયત હોવાનું હું માનતો  હતો, પણ જ્યારે મેં વૈષણવ સંતો પૈકીના એક નમૂનેદાર સંતનું મરજાદી લખાણ વાંચ્યું,  ત્યારે મને એ વાતે વિશ્વાસ થઈ ગયેલો,  કે ઈસાઈયત અને હિન્દુત્વનું ધાર્મિક પાંસુ એક જ પ્રકારના સંતોની લેખન શૈલી, વિચાર શૈલી કે જીવન શૈલીની પેદાશ છે. અને આ ‘સાધ્વી’ નામની વાર્તાની નાયિકાએ પોતાના જીવનના અંતને, — જીવંત મ્રુત્યું—માં તબદીલ કરવાનો  નિર્ણય કર્યો હશે,  ત્યારે, અને તે પૂર્વે   તેણે અનુભવેલી પીડા,  મારા અંતરના એટલે ઊંડે સુધી ઉતરી ગઈ ….કે હવે મારા પક્ષની ફાઈનલ કહી શકાય એવી  અભિવ્યક્તિ માટે મારે જયેન્દ્ર આશરાએ પોતાની વોલ ઉપર પ્રકાશીત કરેલ  એક વાર્તાને મારા લખાણમાં લાવવી પડશે,  …જોગાનુ જોગ બંન્ને વાર્તાઓ—રીટા થાકરની અને જયેન્દ્ર આશારાની– ના મૂળ ધાર્મિકતામાં  છે. અને છતાં, બન્ને લેખકો ધાર્મિક નથી.   અને આ બંન્ને વાર્તાઓની નાયિકાનો જ્યારે હું મારી અનુભૂતીમાં લાવું છું, ત્યારે મારી આંખોમાં આંસુ નથી આવતા….તમે બંન્ને વાર્તાઓને વારંવાર વાંચતા રહેજો. આ રડીને ખરખરો કરવાની ઘડી નથી. બંન્ને કથાઓની નાયિકા મરી નથી, પણ તેઓને ધર્મોએ જીવતું મરણ આપ્યું છે, અને મારે…તેઓને જીવતું સ્વર્ગ આપવું છે, અને હું આપી શકીશ. જો એ બન્ને કથા નાયિકાઓને સ્ત્રીઓની હયાતીઓની પ્રતિનિધી સમજીએ તો સમજણ ખોટી પણ નથી, અને મરણમાંથી જીવનને કંડારવાની સંજીવની ફિલોસોફીના લેખકો પાસે ના  હોય તો કોની પાસે હોઈ શકે ?

 

એને માટે તમે  ઈંતેજાર કરજો, મારા ત્રીજા લેખ માટે…હું મારી કહેવાય એવી ફાઈનલ અભિવ્યક્તિ આપીશ…ફિલોસોફીક અને સાંસ્ક્રુતિક અભિવ્યક્તિ….

જે મારા લેખોની શ્રેણીને આજીવન ચાલ્યા કરી એટલી લાં….બી આવરદા આપી રહી  છે.

 

આ લેખના અંત પહેલા કહેવાનું—ઘર-ગુહસ્થી એ ધાર્મિક નહીં સાંસ્ક્રુતિક સર્જન છે. પૂર્વસાંસ્ક્રુતિક યુગનો માણસ પત્થરયુગની શિકારી સભ્યતાવાળો હતો, જેને કોઈ ઘર-ગુહસ્થી ન હતી.  એ ખુલ્લા આકાશ નીચે, નાગુ-ઉઘાડું ઢંગ-ઢડાવગરનું જીવન જીવતો હતો. પશુ જેવું જેમાં બધુ જ બળાત્કારે થતું,  શિકાર પણ અને સંવનન પણ…એમાં સેક્સ અને હિંસા એક જ સિક્કાની બે બાજુઓ જેવા રહેતા હોય છે, હોવાના.

 

સાંસ્ક્રુતિક યુગનું સૌથી મહત્વનું લક્ષણ ?  આ ઘર-ગ્રહસ્થી…ઘરવાળો અને ઘરવાળી.  મકાનને તમે બે આંખે જોઈ શકો છો, અને કોઈક અંઘ હોય તો તેને પણ એ અનુભૂતી કરાવી શકો છો કે મકાન કોને કહેવાય ? પણ ઘર-ગુહસ્થી એ બે આંખેથી દેખી કે દેખાડી શકાતી નથી. એને જોવા માટે પ્રેમીઓએ પહેલાં ફિલોસોફીના લવર, એટલે ફિલોસોફર બનવાનું હોય છે, તો ?

 

તો—તમે ધાર્મિકોની વાતમાં આવી જઈને ઠગાઓ નહીં, આલોકની તમારી પોતાની  ઘર-ગુહસ્થીનું સત્યાનાશ નોંતરો નહીં.   મરણ પછી મળનારા સ્વર્ગની, અને  સ્વર્ગની અપ્સરાઓવાળી વાતમાં આવી જઈને ઘરની અપ્સરાને દાળની મૂરઘી માની બેસો નહીં  …ઠગાઈના જેટલા પણ પ્રકારો શોધાયા,  કે નવા શોધાય, તે  પૈકીના એકેય પ્રકારમાં તમે આવીને ફસાઈ જાઓ  નહીં.

 

 

થોડુક અંગેજીમાં થઈ જાય ?  અંગ્રેજી આખરે તો ભાષા જ છેને….ભાષા જ મા છે….ઈસાઈયત કે ઈસ્લામીયતને કોણ મા કે બાપ કહેવા બેઠું છે ?

 

Your life  not enlighten by anyone like Guru or religious teacher….but by philosophy, which is very well written in your own body and your mind is able to read it and live up to what is written there by nature.  હવે કહો, કોણ ફિલોસોફર છે ?

 

અને છેલ્લે ?

સંસ્ક્રુતિનું બીજું નામ છે—પ્રકુતિપૂજા.  નેંચર વર્શીપ.   એટલે ?  મૂર્તીપૂજા. પતિને પરમેશ્વર અને પત્નીને પરમેશ્વરી સમજવાની, એવી સમજણનો જણનારો ફિલોસોફર જ હોઈ શકે…..

ભરત મહેતા અને ફિલોસોફી – ૧

Bharat Mehta

Bharat Mehta લેખાંક:- 1.

———————————————————————————
ફિલોસોફીનો લવર એટલે ફિલોસોફર— તમારે ફિલોસોફર થવાનુ છે
———————————————————————————

લેખાંક:- 1.
27.05.2015, બુધવાર,

યુદ્વ–ફિલોસોફી વિરુદ્વ ધર્મસમર્થકોનું.

કારણકે-–ફિલોસોફી–એ વિજ્ઞાનને સ્થાપિત કરતો ‘જ્ઞાન’ નો સિદ્વાંત છે, [ Theory Of Knowledge] આ સિદ્વાંત [Principle] એવા નીરિક્ષણ ઉપર રચાયો છે, કે માનવ વ્યક્તિ, સમગ્ર સજીવ સુષ્ટિમાં, મૂળભૂત રીતે બૌદ્વિક [ Rational ] જીવ છે, અને અસ્તિત્વનો [ અથવા પ્રકુતિનો] પ્રત્યેક પદાર્થ-[વસ્તુ- Matter]- પણ બુદ્વિગમ્ય [Intelligible ] જ છે. ફિલોસોફરની આ પ્રકારની વૈજ્ઞાનિક પ્રતિબદ્વતાની [ આ પ્રતિબદ્વતાને માટે અંગ્રેજી શબ્દ છે, એક્ઝિઓમ-AXIOM- છે ] સામેના છેડે, ફિલોસોફીની વિરુદ્વમાં–ધર્મ– એ માનવ વ્યક્તિઓને આયોજનબદ્વ મૂર્ખ હોવાનું દર્શાવતી— મૂર્ખબનાવતી, ઠગવિદ્યા છે. લોકો, ભુલમાં આ ઠગવિદ્યાને ક્યાં તો શિક્ષણ અથવા સારા હેતુવાળુ, ભગવાન પ્રેરિત શાસન સમજી રહ્યા છે. પણ….શાસન કહો તો એ શેતાનનું શેતાની શાસન છે.

આવી, શેતાનોની ઠગવિદ્યા, એવી ગણતરીબદ્વ દ્વૈતવાદી-દ્વૈતપ્રદર્શક માન્યતાઓ ઉપર રચાઈ છે, કે આ અસ્તિત્વનો સર્જક સર્વશક્તિમાન પરમેશ્વર-ભગવાન-અલ્લાહ-ગોડ …. છે. અને આ રીતે અસ્તિત્વને સર્જન અને સર્જકમાં વિભાજીત કરીને, એ વિભાજનના [Duality] આધાર ઉપર મનુષ્યની બૌદ્વિક પ્રતીતિઓને ઠગવા માટેની ઠગવિદ્યા રચાઈ. અને ? અજદિન સુધી મનુષ્ય ઠગાતો રહ્યો છે, એક તરફ ચંદ્રથી પણ આગળની અવકાશ યાત્રાનો માર્ગ અને વાહન બનાવનાર, ઈંટરનેટ અને મોબાઈલ જેવી જાદુઈ ટેકનોલોજીનું સર્જન કરનાર અને વપરાશ કરનારાઓનું દિમાગ સાવ જ મામૂલી પ્રકારના ઠગોના હાથે ઠગાતા રહે, એને શું સમજવું ? મઝાનો જોક્સ ? કરુણતા ? કે શું ?

અસ્તિત્વના સર્જકને જો માનવા જાઓ, તો માનનારે વિજ્ઞાન અને ફિલોસોફીને માની શકે નહી. માન્યતાને મનાવવા માટે ઠગવિદ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ, નહતો અને નથી. આવા પ્રકારની ઠગવિદ્યા ઈશુથી શરૂ થતી પચીસેક સદીનો કારભાર છે, આવા કારભારમાં, બાદમાં, અનેક ધર્મો, આધ્યત્મવાદીઓ, તો હિન્દુઓમાંથી ભક્તિ-કર્મકાંડી માર્ગના ભાગવતો [વૈષ્ણવો] જોડાયા, સરવાળે, આવી ઠગાઈઓનું સહિયારું પરિણામ, માનવજાતને આતંકવાદી યુદ્વોની ચરમસીમાએ લાવ્યું, અને ભારતના જ મહાન હિન્દુત્વના સર્જક-સમર્થકો, વારસો, આવા જ મુફલિસ જેવા ધાર્મિકો સામે પરાજીત, પરિણામે ગુલામ અને અભૂતપૂર્વ ગરીબીનો સમાનો કરતી પ્રજાના રૂપમાં, નમૂનારૂપ ઉદાહરણ બન્યા, તેથી મારી આ લેખમાળા ખાસ—હિન્દુઓ—માટે સમજવા, અને બિન્હિન્દુઓ માટે અથવા હિન્દુત્વના વિરોધીઓને એક સંદેશ આપવા, કે તમે અમારામાંથી [ હું પ્રતિબદ્વ હિન્દુત્વવાદી છું ] કંઈક શીખો, નહીં તો, બુરા હાલ હવાલ થવામાં તમારો નંબર પહેલ્લો છે, ઈસ્લામિક સ્ટેટવાળાઓ તમને જ સૌથી પહેલાં જીવતે જીવ ફાડી ખાવાના છે. ધર્મ એવા પ્રકારની ગદ્દારી ઉપર રચાયો છે, જેઓ તેના બને છે, તેઓને જ દગો આપીને સૌથી પહેલા ફાડી ખાવા—સમજ્યા ? જે ડાળી ઉપર આશરો લેવાનો છે, તે આશરો આપનારને જ કાપવાના….હું મરું તો મરું પણ તને રાંડ કરવાનો, જેવો નપુંસકીયા ચાલ તો ચાલવાની જ…..ધાર્મિક એટલે ?

ફિલોસોફી સંસ્ક્રુતિ અને વિજ્ઞાન એ એક જ વિભાવના [concept] ત્રણ ઘટક તત્વો છે. સંસ્ક્રુતિનો વિકાસ પૂર્વમાં થયો હોય કે પશ્ચિમમાં, કે પછી મધ્યપૂર્વમાં, પણ એક હોય તો તેની જોડે બીજા બે હોવાના જ. એકલી સંસ્ક્રુતિ કે એકલું વિજ્ઞાન કે એકલી ફિલોસોફી વિકસી શકે નહીં. વિકાસ થાય તો આ ત્રણે તત્વોનો એક જ સાથે થતો હોય છે. હિન્દુસ્તાન જગતની સૌથી પ્રાચિન અને સર્વાધિક વિકસિત કહી શકાય એવી સંસ્ક્રુતિ છે, એનો અર્થ પણ એ જ થાય, કે હિન્દુસ્તાન સર્વાધિક વિકસિત પ્રકારની ફિલોસોફી અને વિજ્ઞાન પણ ધરાવે જ છે. આ લેખમાળા આવા વૈજ્ઞાનિક તથ્યો ઉપર આધાર રાખે છે.

હિન્દુસ્તાનનું હિન્દુત્વ નિ:શંકરૂપથી સાંસ્ક્રુતિક વૈજ્ઞાનિક અને ફિલોસોફીક છે, પણ અહીં વિકસિત થયેલા અન્ય મતદર્શનો, અથવા ધર્મો, જેવાકે જૈન અને બૌદ્વ ધર્મોના મરજાદીયા સન્યાસીવાદે [Puritanical Asceticism ] હિન્દુત્વને [ Advanced Civilization] અસર પહોંચાડી છે, અને હિન્દુત્વનો એક હિસ્સો ધાર્મિકરંગથી રંગાયો, ઉત્તર વૈદિક યુગમાં ઈસાઈયત અને ઈસ્લામના પ્રવેશે મોટી સંખ્યામાં હિન્દુઓને ધર્મના રંગે રંગી નાંખ્યા છે, જેનાથી સરવાળે તો હિન્દુપ્રજાને અમાપ નુકશાન પહોંચ્યું છે, જે હિન્દુપ્રજાની ગુલામી અને ગરીબીમાં જોવા મળે છે. આજનું—અત્યારનું– હિન્દુત્વ, રાજનૈતિક રીતે ભાજપી અને બિનભાજપી [સમાજવાદીયા-socialist] , જેવી બે છાવણીમાં વિભક્ત થયું છે, તેથી બંન્ને છાવણીના સમર્થકો કે આશિકોને માટે મારે કંઈકને કંઈક કહેવાનુ રહેવાનું છે.

હું તટસ્થ નથી, હું હિન્દુત્વ તરફી છું, મતલબ પક્ષપાતી. નરસિંહ મહેતા, મારી—ભરત મહેતા–ની જાતવાળા, એક જ જ્ઞાતીના-વૈષ્ણવ, કહે છે, કે પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર…તો મારે ઈશ્વર કે પરમેશ્વર કોઈની જરૂર નથી. હું વેદાંતપ્રેમી છું, શંકરની ડ્રાવિડીઅન જાતીનો. આર્યન જાતિને પસંદ કરતો નથી. એરિસ્ટોટેલીઅન, આઈન રેંડથી ફિલોસોફી શીખ્યા બાદ હિન્દુત્વને વધારે સાચી અને સારી રીતે સમજી શક્યો હોવાનો દાવેદાર.

હું વિજ્ઞાનપ્રેમી છું, ખુલ્લા મનનો નથી, મનફાવે તે દિશામાં ઉડી શકું, ગણિત જેવો બંધીયાર છુ; શિસ્તબદ્વ. વૈજ્ઞાનિક-ફિલોસોફીક- અને, સાંસ્ક્રુતિક હિન્દુત્વનો પ્રેમી છું, કટ્ટરવાદી છું.

મહાભારત જેવી મોટીવાતને, સુત્રાત્મક્ સ્વરૂપના નાનકડા વિધાનમાં લઈને કહેવાનું થાય તો, આ લડાઈ ધર્મ વિરુદ્વ દર્શન [અથવા ફિલોસોફી] વચ્ચેની છે, અને આપણે અહીંથી શરૂ થવું જરૂરી છે, વચ્ચે આવતા વ્યક્તિગત ફિલોસોફરો કે ધાર્મિકોનો ઉલ્લેખ હું સહેતુક ટાળવા માંગુ છું, કારણકે વૈશ્વિક અસર ઉભી કરવામાં વ્યક્તિઓ નહીં, નીતિ નિર્ણાયક પૂરવાર થાય છે. ધર્મએ રાજકારણીય સ્વરૂપના સામ્રાજ્યો ઉભા કર્યા…..હવે યાદ રાખતા જજો, સામ્રાજ્યવાદ એ ધાર્મિક વિચારસરણી થઈ,

સમાજવાદ જેવી જ. ખુની-લોહિયાળ અને બલિદાનવાદી. સમાજવાદીઓ પોતાને સેક્યુલર કહેવડાવે છે, કેમકે તેઓ સમાજને માને છે, પણ તેઓ સેક્યુલર નથી, વિજ્ઞાનની સર્વોપરિતાને માનનારા નથી, જો માનતા હોતે તો ? સમાજવાદી ન રહેતા…વ્યક્તિવાદી રહેતે, મૂંડીવાદી હોતે, ઉદ્યોગ-પ્રેમી હોતે જ હોતે કેમકે સમાજમાં રોજગારનું સર્જન, આવકનું સર્જન, માત્ર અને માત્ર ઉદ્યોગપતિઓ જ કરી શકે છે. ઉદ્યોગ એટલે ઉત્પાદતાના કિમિયાગરો…ખેડુતો પણ ઉદ્યોગપતિ જ કહેવાય…તેઓએ પણ ઉત્પાદકતાના પ્રેમી જ થવાનું હોય છે, કોઈના ઓશિયાળા નહીં….વિજ્ઞાનની સર્વોપરિતાને સમજીને ચાલનારા……તો ? સમાજવાદીઓનો સેક્યુલર હોવાનો દાવો દંભી છે, પડકારવા જેવો છે.

અંતમાં એક કામની વાત, તમે…. આપણી સામેના ટેકનોલોજી ના વિકાસને વિજ્ઞાનનો વિકાસ એવું માનવાની ભુલ કરી શકો છો. સમાજવાદીયા સ્કૂલથી ગ્રેડ્યુએટ થયેલાઓ એવું માની બેઠા છે, કે મોબાઈલ-ઈંટરનેટનો ઉપયોગ કરનારાઓમાં વિજ્ઞાન+સંસ્ક્રુતિ+ફિલોસોફી માટેની સમજણ અને પ્રેમ ઉભરાતો હોય છે, આ નરી ભ્રમણા છે. આજકાલ તો બે-ત્રણ વરસના ટેણિયાઓ મોબાઈલ વાપરતા થઈ જતા હોય છે, એનો અર્થ એવો કરી શકાય નહીં કે તેના ઉગતા મગજમાં ફિલોસોફી-વિજ્ઞાન અને સંસ્ક્રુતિ સંબંધી સમજણો ધકધકી રહી છે. ઈસ્લામિક સ્ટેટવાળાઓ પણ ટેકનોલોજી–બોંબની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે..તેથી શું ?

અને લેખના અંતે—આપણો યુગ ઈસ્લામિક સ્ટેટવાળાઓનો યુગ છે, પત્થરયુગની પાશવી માનસિકતા તેની ચરમસીમાએ છે, અને આટલી વાત સમજવા માટે તમારે ઈતિહાસ ફિલોસોફી કે વિજ્ઞાનને સમજવાના થતા નથી, માત્ર રોજીંદા અખબારો તમને એ પત્થરયુગની ખબર આપે છે.

આવનારો લેખ—મારી વોલ ઉપરની ત્રણ પોસ્ટ—જયેન્દ્ર આશરાની, રીટા થક્કરની તથા વત્સલ થાકરની પોસ્ટની સામગ્રીઓનો ઉપયોગ કરીને એ દર્શાવશે કે ધર્મોની ઠગવિદ્યા કઈ રીતે કામ કરી રહી છે ? માટે આવનાર લખાણ માટે પણ મનમાં જિજ્ઞાસા રાખજો.

ભરત મહેતા અને ફિલોસોફી- પ્રસ્તાવના

Bharat Mehta

BHARAT MAHETA 1
ફિલોસોફીનો લવર એટલે ફિલોસોફર— તમારે ફિલોસોફર થવું છે ?

——————————————————————————–
આવતી કાલથી આવનાર લેખોની શુંખલા, અમારા મિત્રશ્રી પ્રવિણ ભુવાના, મારા મેસેજ બોક્ષમાં તેમણે મોકલેલ આ એક મેસેજ,—– ‘હુ લંડન રહુ છુ. મને ફિલોસોફિકલ પુસ્તકો જોઈયે છે. તમને ઠીક લાગે તે. એક વાત હુ નાસ્તીક નથી, ઈશ્વવાદી છુ પણ ધાર્મિક અંધશ્રધાનો કટર વિરોધી છુ. પુસ્તકો તમે મોકલી શકો તો હુ તમને પૈસા તરત જ મોકલી આપીશ. સુરત મારે બે ત્રણ વરસે આવવાનુ થાય છે. અને બેક વિક સુરતમા રહુ છુ. જિંદગીને સાથ દિયા તો સુરતમા મળશુ— ના અનુસંધાનમાં લખાય રહ્યો છે,

આ અગાઉ બે-ત્રણ મિત્રોએ ફિલોસોફી બાબતે લખવાનો આગ્રહ કરેલો. મઝા આવે એવી વાત એ હતી, કે હું ફિલોસોફીનો લેખક હોવાના કારણે જ પાકિસ્તાનની પચ્ચીસેક વરસની એક છોકરી મારી ખાસ મિત્ર બનેલી, તેના ખૂબ આગ્રહના કારણે મારે સુરતથી તેને ફિલોસોફીનું એક પુસ્તક, તેના જન્મદિનની ભેટરૂપે મોકલવું પડેલુ, એ હતું, ‘ લેટર ઑફ આઈન રેંડ’.

એ બહેન પોતે અભિનયકળાની તાલિમ લઈ રહેલ વિદ્યાર્થીની હતા, તદઉપરાંત સ્ક્રીન પ્લે તથા સ્ટેજ પ્લે રાઈટર્સની તાલિમ પણ લઈ રહ્યા છે….મને તેઓ તેમની લેખિત સ્ક્રિપ્ટ વાંચવા મોકલતા, સારૂ ગાઈ શકતા હોવાને કારણે, આપણી હિન્દી ફિલ્મના ગીત ગાઈને તેની ઓડિઓ પ્લે રેકોર્ડ મોકલતા…એક ગીત—અભી ના જાઓ છોડકે—ખૂબજ ભાવવાહી સ્વરે ગાતા, આવી જ રીતે મલેશિયાના એક યુવાન વિધવા મુસ્લિમ બહેન પણ ફિલોસોફીના કારણે મારા ખાસ મિત્ર બનેલા અને કલ્લાકોના કલ્લાકો મારી સાથે વાત કરતા….

આવા પ્રશંસકોની સંખ્યા બેસુમાર વધતા…ફિલોસોફીની વધુ સેવા કરવાના આશયથી, મિત્ર સંબંધો ઉપર બ્રેક લગાવવી પડેલી….પછી તો હું મક્કમતાથી ગુજરાતી ફોંટમાં ગુજરાતી લખતો થવાના કારણે અંગ્રેજીભાષી મિત્રોની સંખ્યા ઘટી ગઈ…..પણ, ફિલોસોફી ઉપર લખો વાળી ફરમાઈસ કરતા મિત્રો મને ખૂબ જ ગમે છે…..પેલી પાકિસ્તાની યુવાન છોકરીએ પણ આવું જ દબાણ વધાર્યુ છે….તેથી, ફિલોસોફી ઉપર એક લાંબી લેખમાળા કાલથી—

“ફિલોસોફીનો લવર એટલે ફિલોસોફર—તમારે ફિલોસોફર થવું છે?”… શરૂ કરું છું.

આજનું આ લખાણ, આવતીકાલના લખાણની પ્રસ્તાવના કે પરિચયાત્મક નોંધ ગણવાનું……..

ફિલોસોફર થવાનો એક અર્થ, હિન્દુત્વના ખૂબ ખૂબ સમઝદાર પ્રેમી થવું, અને આવા પ્રેમીની ‘ હિન્દુ રાષ્ટ્રની માંગ’ માં વજન ઉમેરાય, કેમકે માંગની સાથી માર્ગ પણ અંકિત થયેલો જ હોય, માંગ માત્ર હવાઈ કિલ્લો ના રહે.

હું હિન્દુત્વને ફિલોસોફીથી જુદું ગણતો નથી. ગણિત માત્ર વિજ્ઞાનનો જ આત્મા નથી, પણ પ્રણયનો પણ આત્મા છે. ફિલોસોફર માટે ‘પ્રણય’ પણ ગણિત જ છે, જેમાં પ્રાણ એટલે શ્વાસ– પણ ગણી ગણીને ભરવાના થાય છે, અને પ્રેમ અમાપ નથી, માપી શકાય છે, માપવાનો પણ છે, તમે પણ અનુભવી રહેલ પ્રેમની માત્રાને, જે રીતે સંગીતમાં રાગની માત્રા આવે તેમ તમારા પ્રેમની માત્રાને માપી માપીને અનુભવ બોધમાં લાવી શકો છો…શરત?

“ફિલોસોફીના લવર–એટલે કે ફિલોસોફર બનવું જરૂરી છે”.

૦૦૦૦૦

હવે મારી વાત, મારી એટલે કે પ્રવીણ શાસ્ત્રીની વાત.

મેં નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. પૌત્રીએ મારો બ્લોગ બનાવી આપ્યો. બીજા એક મિત્રએ સલાહ આપી “ફેસબુકમાં જઈને મિત્રો બનાવો. અને તમારી વાર્તાની માહિતી આપો. પાંચ-દસ વાચકો તો મળી રહેશે….અને ખરેખર થોડા પણ ઉમદા અને વિદ્વાન વાચક મિત્રો મળી પણ ગયા. એમાંના એક મિત્ર તે નામાંકિત ફિલોસોફી લેખક શ્રી ભરત મહેતા.

એઓ મારી ગુજરાતી વાર્તાઓ વાંચતા; વાંચીને મારી વાર્તાઓનું ફિલોસોફિકલ મુલ્યાંકન અંગ્રેજીમાં કરતા. અમારો સંબંધ? સાસરે ગયેલી છોકરીને પિયરનું કૂતરું પણ મળે તો વ્હાલુ લાગે અને હૈયું હરખાય. તો હું સુરતનો અને ભરતભાઈ પણ સુરતના? આવી વખતે હું અમેરિકન, ઈન્ડિયન, કે ગુજરાતી મટીને માત્ર સુરતી બની જાઉં. બસ આ છે અમારા સંબંધ.

ભરતભાઈ જીવનના દરેક ઘટકોમાં વણાયલી ફિલસૂફી પ્રણયના ફાગ ખેલતી લેખમાળા શરૂ કરી રહ્યા છે. મારા બધા જ વાચક મિત્રો ફેસ-બુક એકાઉન્ટ ધરાવતા નથી અથવા તો એમના મિત્ર મંડળમાં ભરતભાઈને સામેલ કર્યા નથી. બસ, એવા મિત્રોને કંઈક જૂદી જ વાંચન પ્રસાદી માણવા મળે એ હેતુથી એમના લખાણો મારા બ્લોગમાં રજુ કરવા નીચે મુજબ મંજૂરી માંગી.

Pravinkant Shastri જો આપની મંજુરી હોય તો આપના ફેસ-બુક પરના લખાણો “ભરત મહેતા અને ફિલોસોફી” ના શિર્ષક હેઠળ મારા બ્લોગમાં કોપી પેસ્ટ કરી મુકવા વિચાર છે. મંજુરી મળશે?

…..અને આ રહ્યો એમનો પ્રત્યુત્તર…..

Bharat Mehta ઓહ ! પ્રવિણભાઈ…કેટલા બધા આનંદની વાત છે, કે તમે એ સમયે મારી વોલ ઉપર આવ્યા, જ્યારે મારી વોલ ખૂબ જ મહત્વના નિર્ણયની જાહેરાત બની છે….આજે હું જે રીતે ગુજરાતીમાં લખી રહ્યો છું, અને ગુજરાતી ભાષી સ્વજનો જે રીતે ફિલોસોફીને સ્વિકારી રહ્યા છે…..એ આનંદપ્રદ ઘટનાના સાચા શિલ્પી તો તમે છો….તમારું મને ગુજરાતીમાં લખવાનું કરાયેલ સુચન બદલ તો હું આપનો આજીવન આભારી છું જ…..તમે મારા એવા વડિલ સજ્જ્ન છો, કે તમને તો અધિકાર છે, મારા ઉપર….મારા આ લખાણ ઉપર….તમે સાઅધિકાર ફિલોસોફીના લખાણોને તમારી વોલ ઉપર મુકજો….એ મારું, પણ સવિશેષ ફિલોસોફીનું ગૌરવ છે……જ્યારે તમે કહેતા કે તમે તો કાલ્પનિક કથાઓના લેખક છે, ત્યારે હું તમને હિન્દુત્વ પછીના, ફિલોસોફીના ભિષ્મપિતા જેવા એરિસ્ટોટલનું કથન કહેતો….ફિક્સન રાઈટીંગ ઇઝ મોસ્ટ ફિલોસોફીક ફોર્મ ઓફ રાઈટીંગ….તમારું લખાણ….ફિલોસોફીની શ્રેષ્ઠતમ અભિવ્યક્તિ બરોબર છે…કહીને બિરદાવતો….આજકાલ—એટલે વેસ્ટર્ન યુરોપના એનલાઈટનીંગ એઈજના અંતબાદના મોટાભાગના લેખકો ફિકશન રાઈટીંગથી વિમુખ થયા છે, ત્યારે તમે, કે તમારા જેવા જુજ લેખકો ફિકશન રાઈંટીંગની પરંપરાને સાચવનારા છો….. ફિકશન રાઈટીંગને મોટાભાગના કાલ્પનિક લખાણો, એવી વ્યાખ્યા આપે છે, પણ હું ફિકશન રાઈટીંગનો અર્થ જ ફિલોસોફીક રાઈટીંગ કરું છું, જેમા ફિલોસોફીક સ્ટોરી એટલે જ માણસ સંબંધી, માણસના જીવન સંબંધી લેખકનું ફોકસ્ડ, લેખન…માણસ એ ફિલોસોફીનું સર્જન છે…શોધ નહીં, પણ સર્જન……અને આવા કારણોસર હું તમને મારી–ફિલોસોફીની—સૌથી નજીકના સ્નેહી સમજી રહ્યો છું…..

આજે જ અમેરિકન-ઈંડિઅન બહેનશ્રી સુજાતા આચાર્યનું, મારી વોલ ઉપરના તેમના આગમનનુ હું સ્વાગત કરું છું, જોગાનુજોગ મારું આ લખાણને લાઈકનું ક્લીક તેમનાથી મળવું એ મારું સૌભાગ્ય છે, આ એ જ બહેન છે, જે મને સામેથી એવા સવાલ સાથે મળવા આવેલા…..ભાઈશ્રી, તમે કઈ કોલેજના પ્રોફેસર છો ? ત્યાર પછી અમારો….મિત્રનો નહીં, મિત્રથી વિશેષ એવા ભાઈ-બહેનનો ગાઢ સંબંધ રચાયો….એમને નવાઈ પણ લાગેલી, કે આજકાલ તો મિત્રોના સંબંધની બોલબાલા છે ત્યારે હું તેમને બહેન કહું ? મેં જવાબ આપેલ..મિત્રો તો ઘણા છે, બહેન કોઈ નથી, બહેન અને સાચા આત્મીય બહેન કિસ્મતથી મળે, મિત્રતા તો હાલચા ચાલતા બની જતી હોય છે, સમાન રસ ધરાવનારા ઘણા મિત્રો આમેય બને છે….પણ ? અમારી વાતોનો સિલસિલાથી ? ફિલોસોફીની વધુ સેવા કરવાના મક્કમ નિર્ણય સાથે.. અને આજની જાહેરાત કરવાનો દિવસ આવી ગયો ત્યારે હું આ બંન્ને Pravinkant Shastri, and Sujata Acharya સ્નેહીઓનો આનંદ અને આદર સહિત સ્વાગત કરી રહ્યો છું…ફિલોસોફીના લખાણ માટે આ બંન્ને સજ્જનો ખરેખરા પ્રેરણાના સ્ત્રોત છે.

૦૦૦૦૦૦

હું એમના લખાણ ફેસ-બુક પરથી કોપી પેસ્ટ કરી મારા આ બ્લોગમાં મિત્રની પ્રસાદી તરીકે પીરસતો રહીશ. બધાને બધું જ ભાવે અને રૂચે એવી આશા તો ન રખાય. પણ આશા છે કે મારા મિત્રોને વાંચવાનું ગમશે. તો અગોતરા આભાર સાથે હું એમની વાતો અને કેટલીકવાર એમના કેટલાક મિત્રોના ચર્ચાત્મક પ્રતિભાવો પણ રજુ કરતો રહીશ.