Category Archives: Gujarati Stories

થેન્ક્સ બેબી…

મિત્રો આ વિજયભાઈ મારા મિત્ર છે એમ કહેતાં જ છાતી છપ્પનની થઈ જાય અને લૂલો કોલર ટટાર થઈ જાય એવા મિત્રની લેખન શૈલી તો જૂઓ. સરકતા શબ્દો પદ્ય જ લાગે. નવલિકા રસિકોને આ ડા્યસોરા વાર્તા ગમશે જ.

ગુર્જરિકા

નિકોલસ  હોલ  ચિક્કાર ભરાયેલો હતો..અમેરિકન એકેડેમી ઑફ ગુજરાતી લિટરેચર એન્ડ કલ્ચર(એ એ જી એલ સી)નું સિલ્વર જ્યુબિલી ફંક્શન હતું. સમગ્ર અમેરિકામાંથી આવેલા સાહિત્યરસિક પ્રેક્ષકથી આખો સભા-ખંડ ઉભરાઈ રહ્યો હતો અને એનું કારણ એ હતું કે આજે આ સભાને સંબોધન કરવા એક એવી વ્યક્તિ આવવાની છે કે જે મૂળેતો સાહિત્યકાર છે અને એવો વિક્રમસર્જક સાહિત્યકાર છે જેણે ગુજરાતી સાહિત્ય સર્જનના ક્ષેત્રનાં તમામ રેકોર્ડ્સ પોતાના નામે કરી નાખ્યા છે…ભારત સરકારે એમને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. તેઓ જેટલા સારા સર્જક છે તેનાથી પણ સારા વક્તા છે….અનેક ભાષાઓ પર તેનું  જબરદસ્ત પ્રભુત્વ છે…એમને સાંભળવા તે એક લહાવો છે….અમેરિકાના ગુજરાતીઓને સંબોધવા આજે પહેલી વખત તે આવી રહ્યા છે…લોકોમાં એમને સાંભળવાનો સખ્ત ક્રેઝ છે….બધાં લોકો આગન્તુકની વાટ જોતા હતાં…. થોડીવારમાં એક લીમોઝીન નિકોલસ હોલના દરવાજા પાસે આવીને ઉભી રહી ગઈ…શોફરે દરવાજો ખોલ્યો અને એક પુરુષ બહાર આવ્યો…. હોલની બહાર એમને આવકારવા ઉભેલા એકેડેમીના પ્રબંધક અને પ્રેક્ષકનો, એ આગંતુક જ આજના અતિથી વક્તા હોવાનો વિશ્વાસ દ્રઢ…

View original post 2,427 more words

“હસ્તમેળાપ”

prosthetic-arm

હસ્તમેળાપ”

હોસ્પિટલમાં સમીરના બિછાના પાસે તેના કાકા ઈશ્વરલાલ અને કાકી સવિતાબેન રડતી આંખો સાથે બેઠા હતા. આખો રૂમ સગા અને મિત્રોથી ભરાઈ ગયો હતો. નર્સે બે વાર બધાને બહાર બેસવા તાકીદ કરી હતી. કાકાના એપાર્ટમેન્ટની સામેજ રહેતા જયંતીભાઈ,  હંસાબેન અને એની પુત્રી મુગ્ધા બહાર બેઠા હતા. જયંતીભાઈ, કાકી સવિતાબેનના દૂરના પિત્રાઈ ભાઈ થતા હતા. લ્યુસી એક ખૂણાંમાં ભીંત સાથે અંઢેલીને અદબ વાળીને ઉભી હતી. સમીર ભાનમાં આવે તેની સૌ રાહ જોતાં હતા.

        સમીરના બન્ને હાથ કોણી નીચેથી કાપી નાંખવા પડ્યા હતા. સમીરને તેની ખબર ન હતી. કાર એક્સિડન્ટ પછી તે ભાનમાં આવ્યો જ ન હતો. ડ્રાઈવ કરતી કોલેજ મિત્ર લ્યુસી ને ખાસ ઈજા થઈ ન હતી. ટ્રક પેસેન્જર સાઈડ પરજ અથડાઈ હતી. સમીરજ કચડાયો હતો.

સમીર બે વર્ષ પહેલાજ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવ્યો હતો. કાકા ઈશ્વરલાલને ત્યાં રહી અભ્યાસ કરતો હતો. સામેના એપાર્ટમેન્ટમાં રહેતા જયંતીલાલની પુત્રી મુગ્ધા સાચા અર્થમાં મુગ્ધા જ હતી. એને સમીર ગમવા લાગ્યો હતો. કેમ ન ગમે?  સમીરના ગાલ પરનું ખંજન તેને વધુ રૂપાળો બનાવતું હતું. મુગ્ધા એના પર મરતી હતી. સમીરના આવ્યા પછી એ કંઈનું કંઈ બહાનું કાઢી જયંતીકાકાને ત્યાં કાકીને મદદ કરવા પહોંચી જતી. તે હાઈસ્કુલના છેલ્લા વર્ષમાં હતી. આવડતું હોય તો પણ સમજ નથી પડતી કહીને સમીર પાસે હોમ વર્ક કરાવવા પહોંચી જતી. વડિલોના ધ્યાનમાં હતું. પણ તેઓ ઈરાદા પૂર્વક આંખ આડા કાન ધરતા. સમીર લ્યુસી સાથે કોલેજ આવે જાય તે મુગ્ધાને ગમતું તો ન જ હતું. પણ છૂટકોજ નહતો. સમીર પાસે કાર ન હતી. લ્યુસી એજ ગાર્ડન એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં રહેતી હતી. કોલેજમાં ભણતી હતી. લ્યુસી એને મફત રાઈડ આપતી હતી. સમીરની આજની દશા માટે મુગ્ધા લ્યુસીને જ જવાબદાર ગણતી હતી.

આતુરતાનો અંત આવ્યો.. સમીરે આંખ ખોલી. સામેજ કાકી બેઠા હતા. ‘કેમ છે બેટા?’

‘કાકીમાં! હું ક્યાં છું?’

‘બેટા! તું અમારી સાથેજ છે. તને કારમાં વાગ્યું હતું એટલે હોસ્પિટલમાં લાવ્યા છે.’

કંઈક યાદ આવતું હોય તેમ સમીરે કહ્યું ‘અમારે કોલેજ જવાનું છે. લ્યુસી મારી સાથે હતી એ ક્યાં ગઈ?’ ‘વ્હેર ઈઝ લ્યુસી? કાકી બાવીસ વર્ષના દીકરા સમા ભત્રીજાને નાના બાળકની જેમ ખવડાવતા. વાળ હોળતા. કાકા એને નવડાવતા, એના કપડા બદલતા. અરે! ટોયલેટમાં મળશુધ્ધી પછીની સાફસુફી પણ કરતા. દરેક વખતે સમીરની આંખોમાંથી નદી નહિ પણ ખારો સમુદ્ર ઉછળતો.

ધીરે રહીને લ્યુસી બેડ પાસે આવી. તે વાંકી વળી. ગાલ પાસે વ્હાલથી ગાલ ગોઠવ્યા. મૈત્રી ચુબનનો બુચકારો થયો. સમીર એને વળગવા ગયો…..

‘ઓહ! નો.. મારા હાથ ક્યાં છે?  પ્લીઝ  ‘મને કોઈ કહો મને શું થયું છે?’

એની ચીસથી રૂમની ચાર દિવાલો હાલી ઉઠી. કાકાએ એના કપાળ પર હાથ મુક્યો. ‘દીકરા હિમ્મત રાખજે. ધીમે ધીમે ભગવાન સૌ સારા વાના કરશે.’  અપંગ થયેલો ભત્રીજો મોતના મોંમાંથી પાછો આવ્યો એ જ એમને માટેતો મોટી પ્રભુકૃપા હતી. નર્સ આવી. આઈ.વી.માં એક ઈજેક્શન આપી ગઈ. કહેતી ગઈ. ‘પેશન્ટ નીડ રેસ્ટ. કાકી સિવાય બધાને બહાર જવું પડ્યું. સમીરે આંખો બંધ કરી. ધીમે ધીમે તે ઊંઘી ગયો. લ્યુસીએ મુગ્ધાને આલિંગન આપ્યું. ગાલ પર હાથ ફેરવ્યો અને ચાલતી થઈ.

એક્સિડન્ટ પહેલાજ સમીરે કારમાં લ્યુસીને આનંદના સમાચાર આપ્યા હતા.

કાકા કાકીએ જયંતીલાલ અને હંસાબેન સાથે નક્કી કર્યુ હતું કે આ સમરમાં મુગ્ધા સાથે સમીરના લગ્ન કરી દેવા. લગ્નથી સમીરને સીધો ગ્રીન કાર્ડ મળી જશે. લગ્ન પછી સગવડ અને રૂચી પ્રમાણે બન્ને ભણ્યા કરશે. સૌને હરખની એ વાત મંજુર હતી. મુગ્ધા અમેરિકન સીટીઝન હતી. અહીંજ જન્મી હતી. રૂપાળી હતી. ભાવુક હતી અને એને પણ સમીર ગમતો હતો.

કારમાં આ વાત થઈ ત્યાર પછી તરતજ ચાર રસ્તા પર સ્ટોપ સાઈન ચૂકીને જમણી બાજુથી આવતી બેફામ ટ્રકે, લ્યુસીની કારને ટક્કર મારી. કાર પચ્ચીસેક ફુટ ટ્રક સાથે  ઘસડાઈ.પેસેન્જર સાઈડ પર બેઠેલો સમીર કચડાયો. બે ત્રણ પાંસળી તૂટી. ઘૂંટણ ભાંગ્યું પણ પ્રભુકૃપાથી જીવ બચ્યો. બરાબર સત્તર દિવસ કોમામાં રહ્યા પછી ભાન આવ્યું. દરમ્યાન ઘણી સર્જરી થઈ સૂકી હતી. કચડાયલા અને અર્ધબળેલા બન્ને હાથ કાઢી નાંખવા પડ્યા હતાં. સદભાગ્યે લ્યુસીને ગંભીર ઈજા થઈ ન હતી. ચાર દિવસ પછી તે હરતી ફરતી થઈ ગઈ હતી. કોલેજ, એકસિડન્ટ અંગેની જરૂરી ઈન્સ્યુરન્સ, પોલિસ રિપોર્ટ, એટર્ની વગેરે કાર્યવાહીમાં તે વ્યસ્ત હતી. રોજ સાંજે છ વાગ્યે હોસ્પિટલ આવતી. એક કલાક બેસતી. નર્સ સાથે વાત કરતી. હાથ જોડતાં શીખી ગઈ હતી. કાકાકાકીને નમસ્તે કરીને ચાલી જતી. લ્યુસી રાત્રે આઠથી બાર એક ડાઈનરમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી.

ઈશ્વરલાલ અને જયંતીભાઈએ, મનોમન વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી કે હવે સમીર અને મુગ્ધાના સંબન્ધની શક્યતા નથી. એ બન્ને કુટુંબો મુગ્ધાને હોસ્પિટલથી દૂર રાખવા માંગતા હતા, પણ મુગ્ધા તો રાત દિવસ હોસ્પિટલમાંજ પડી રહેતી હતી. સમીરના ભાનમાં આવ્યા પછી લ્યુસીનું આવવાનું ઓછું થઈ ગયું હતું. અવાર નવાર ઈશ્વરકાકાને ફોન પર સમાચાર મેળવી લેતી હતી.

સમય પસાર થતો ગયો. સમીર માનતો હતો કે ભગવાને તેને જીવતો રાખીને ગત જન્મના કોઈક પાપોની ભયંકર સજા કરી છે. એને રિહેબ સેન્ટરમાં ખસેડાયો. ત્રણ મહિના પછી એ કાકાને ઘેર આવ્યો.

એક નવું,  હાથ વગરનું લાચાર અને કપરું જીવન શરૂ થયું.

કાકી બાવીસ વર્ષના દીકરા સમા ભત્રીજાને નાના બાળકની જેમ ખવડાવતા. વાળ હોળતા. કાકા એને નવડાવતા, એના કપડા બદલતા. અરે! ટોયલેટમાં મળશુધ્ધી પછીની સાફસુફી પણ કરતા. દરેક વખતે સમીરની આંખોમાંથી નદી નહિ પણ ખારો સમુદ્ર ઉછળતો.

મુગ્ધા ઈશ્વરકાકાને ત્યાંજ આખો દિવસ ભમ્યા કરતી. કાકીને મદદ કરતી. ધીમે ધીમે સમીરને ખવડાવવાનું કામ કાકી પાસે પડાવીજ લીધું. કોઈ ન હોય ત્યારે સમીરના ગાલ પર બકી કરી લેતી. સમીર અકળાતો. ઈન્ડિયા ચાલ્યા જવાનું વિચારતો હતો. ત્યાં એકલી વિધવા વૃદ્ધ માં હતી. કાકા કાકીએજ અમેરિકામાં કુટુંબને ભેગું કરવાની યોજના કરી હતી. પહેલા સમીર અમેરિકા આવે, અહીં કોઈ રીતે સીટિઝન થાય અને એ માને બોલાવે. હળીમળીને ઘડપણનો સથવારો પામીયે. ઉદ્દાત ભાવના હતી. સમીર તેજસ્વી અને પ્રભાવશાળી યુવાન હતો. બધાની આશા અપેક્ષાઓ પર કુદરતે પાણી ફેરવી દીધું હતું.  વડિલોએ હતાશ થઈને સમીર મુગ્ધાના સંબંધ અંગે મૌન સેવ્યુ હતું હવે એને ઈન્ડિયા જવું હતું પણ મુગ્ધા એને વળગી રહી હતી.

એક દિવસ રાત્રે બધા બેઠા હતા. સમીરે કહ્યું ‘કાકા, મુગ્ધાને બોસ્ટન કોલેજમાં મોકલી આપો. અહીં રહેશે તો એ જરાયે ભણશે નહીં.’

‘મારાથી છૂટકારો મેળવવા મને બોસ્ટન કાઢવી છે કેમ ખરુંને!’  મુગ્ધાએ શરમ વગરનો ધડાકો કર્યો. ‘મારે ક્યાં ભણવું છે! મારે તો જેમ બને તેમ જલ્દી તારી સાથે પરણવું છે. તને કાકા કાકીની જરાયે દયા નથી આવતી? એની પાસે આટલી ઉમ્મરે કેટલી વેઠ કરાવી છે?  ભાઈસાહેબને તો ઈન્ડિયા નાસી જવું છે. ત્યાં માજીની સેવા કરવાને બદલે તારે એની પાસે હજુ તારું નરક ધોવડાવવાનું બાકી રહ્યું છે ખરુંને?’

મુગ્ધા રડતાં રડતાં વડિલોની હાજરીની પરવા કર્યા વગર બેડ પર જઈને સમીરને વળગી પડી.

સમીર… ‘આઈ લવ યુ. આઈ વીલ લવ યુ ટીલ ડેથ ડુ અસ એપાર્ટ.’

ચારે વડિલો મુગ્ધાની મક્કમતાથી  નિઃશબ્દ અને સ્તબ્ધ થઈ ગયા.

‘મુગ્ધા તું તો ગાંડી થઈ ગઈ છે. જુની ઈન્ડિયન ફિલ્મની મીના કુમારી થવાનું છોડી દે. ધીસ ઈઝ રિયલ લાઈફ. તું અહીંજ જન્મી છે પણ દેશી ગામડિયણ જેવા વિચારવાનું કોની પાસે શીખી?  મારા જેવા અપંગ સાથે તારું જીવન બગાડીને તારે કયું નૉબેલ પ્રાઈઝ મેળવવું છે?  અને તું તો દીવો લઈને કુવામાં ઉતરવાની હઠ કરે છે.’

‘આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ કુવો – બુવો. આઈ ડોન્ટ નો એની મીના કુમારી. આઈ અંડરસ્ટેન્ડ ઓન્લી લવ. ડુ યુ નો, વોટ ઈઝ  લવ?  લવ એટલે પ્રેમ. હું તને પ્રેમ કરું છું. કેમ તે હું જાણતી નથી. લગ્ન કરીને કે લગ્ન વગર હું તારી સાથેજ જીવવાની છું.’  મુગ્ધા રડતાં રડતાં લડતી હતી.

‘હું તને કોલેજ લઈ જઈશ. તારા શર્ટના ગજવામાં તને પેન વોઈસ રેકોર્ડર સેટ કરી આપીશ.ઘરે હું તું કહેશે તે પ્રમાણે નોટ્સ તૈયાર કરી આપીશ. તું ખૂબ ખૂબ ભણજે.’

કાકી મુગ્ધાને માટે પાણી લઈ આવ્યા, ‘જો દીકરી હજુ તો તું અઢારની થઈ. ખરેખર તો તારેજ ખુબ ભણવાનું છે. તારે તારા ભવિષ્યનો વિચાર કરવાનો છે. તારી આ ઉમ્મર કાંઈ લગ્ન કરવાની નથી. ભણવાની છે. આ કંઈ અમારા જમાનાનું ઈન્ડિયા નથી. આ અમેરિકા છે અને સમય પણ જૂદો છે. દીકરી ગાંડી ગાંડી વાત ન કર. તારી કોલેજ પુરી કર અને પછી તને જેમ ઠીક લાગે તેમ કરજે.  હમણાંતો હું મારા અપંગ દીકરાની સેવા કરવાવાળી બેઠી છું. ચાર વર્ષ પછી હું તને સોંફી દઈશ બસ. તું નિરાંતે બોસ્ટન જઈને ભણ.’

‘વાહ કાકી! કાકી તમને શું ખબર. અમારી હાઈસ્કુલમાં કંઈ કેટલી છોકરીઓ વગર પરણ્યે પારણા ઝૂલાવતી થઈ ગયેલી છે. સમય આવશે ત્યારે હું પણ ભણીશ. તમેતો જાણે નાની કિકલીને પટાવો છો. તમને એમ કે હું ચાર વર્ષ દૂર રહું. સમીરને ભૂલી જાઊં અને પછી બીજા કોઈને પરણી જાઊં. ફરગેટ ઈટ. કાકી! ચાર વર્ષમાં તો તમે સમીરને વધારે હેન્ડીકેપ બનાવી દેશો. મેં બે ઈન્ડિયન મુવી જોઈ છે. એક જુની મધર ઈન્ડિયા અને બીજી શોલે. તમારે સમીરને મધર ઈન્ડિયાનો રાજકુમાર બનાવવો છે કે શોલેનો સંજીવ કુમાર બનાવવો છે? ‘

‘ચાલો જવાદો એ વિષય. બીજી એક વાત કહું?  આજે રાત્રે ૯ વાગ્યે સમીરની ગર્લફ્રેન્ડ એના બીજા ફ્રેન્ડસને લઈને આવવાની છે. મને સવારે મળી હતી. કાકીમાં, તેમને માટે આપણે પિઝા મંગાવી લઈશું. કેમ સમીર, ચાલશેને?’ જાણે મુગ્ધાગૃહીણી બોલતી હતી. આજ સુઘી કોઈએ શરમાળ મુગ્ધાને આવા રંગોમાં જોઈ ન હતી. અઢારની મુગ્ધા અટ્ઠાવીસની હોય એવા એના અધિકાર પૂર્વકના વાણી વ્યવહાર હતા.

એણે ફરમાવ્યું,  ‘જો સમીર! દોસ્તો આવે ત્યારે નિઃસહાય દર્દીની જેમ બૅડમાં પડી રહેવાનું નથી. આ રિક્લાયનર પર હસતે મોઢે બેસવાનું છે; ઓકે એ..’

મુગ્ધાએ જ એને રિક્લાઈનર ચેર પર બેસાડ્યો. હુંફાળા નેપ્કીનથી ચહેરો સાફ કર્યો. સરસ વાળ ઓળ્યા. આંખ પટપટાવીને પૂછ્યું ‘ હોઠ પર લિપસ્ટીક કરી આપું?’

‘એ બાકી હોય તો એ પણ કરી દે. ક્લાઊન ની જેમ નાક પણ રંગી દે. હું ક્યા તારો હાથ પકડવા જવાનો છું! હાથ હોય તો પકડું ને!

‘યાર, જો વડિલો ના હોત ને તો મારા હોઠની લિપસ્ટીક જ તારા હોઠ પર લગાવી દેત.’

વડિલો સાનંદાશ્ચર્યથી મોટી થઈ ગયેલી મુગ્ધાની શરારતી હરકતો જોઈ-સાંભળી રહ્યા હતાં.

‘હાથ નથી ત્યાં સુધી તકનો લાભ લઈ લે. હાથ આવ્યા પછી આવો સરસ ચાન્સ કદાચ ન પણ મળે.’ કહેતાં સમીરની ક્લાસમેટ દીપિકા ચૌહાણ રૂમમાં દાખલ થઈ.એની પાછળ યુવાનીયાનું ટોળું નાના એપાર્ટમેન્ટમાં દાખલ થઈ ગયું. લ્યુસીના હાથમાં મોટો બુકે હતો. લ્યુસીના બોયફ્રેન્ડ સ્ટિવના હાથમાં પોષ્ટર સાઈઝ્નો કોલેજ મિત્રોએ સાઈન કરેલો  મોટો કાર્ડ હતો. મિથુન ભાર્ગવ ફ્રુટ બાસ્કેટ લાવ્યો હતો. રણધીર ચોપરા અને દીપિકા ચોકલેટ બોક્ષ લાવ્યા હતા. કોઈને ઔપચારિક સ્વાગતની જરૂર ન હતી. સોફા પર, બેડ પર કૉફિ ટેબલ પર કે ફ્લોર પર જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા.

દીપિકાએ શરૂ કર્યું. લ્યુસીએ અમને તારા સમાચાર આપ્યા. હોસ્પિટલમાં ક્રાઉડ ભેગું કરવાને બદલે અમે લ્યુસી દ્વારા રોજે રોજની સમીરની ખબર મેળવતા રહ્યા. દસ મિનીટ ભેગા મળી તારી રિકવરી માટે પ્રાર્થના કરતા રહ્યા. અમારી પ્રાર્થના ફળી. લ્યુસી, રણધીર અને હું ઓટો ઇન્સ્યુરન્સ, સોસીયલ વેલફેર સાથે તારો કેઇસ આગળ વધારતા રહ્યા. મિથુને કોલેજના જુદા જુદા સ્ટુડન્ટ યુનિયનનું કોઓર્ડિનેશન કરીને મેડિકલ ટ્રિટમેન્ટ માટે ફંડ કલેક્ટ કર્યું.  હવે તારે માટે મોટી સર્જરીની બધી તૈયારી થઈ ગઈ છે. માત્ર તારી ‘હા’ ની જ જરૂર છે. લ્યુસીના ફ્રેન્ડ, એક્ચ્યુલી બોય ફ્રેન્ડ ડો. સ્ટિવન્સ સર્જરીમાં ઈન્ટર્નશીપ કરે છે. એણે યુનિવર્સીટી હોસ્પીટલ સાથે બધી વાત કરી દીધી છે. એ આપણને બાયોનિક આર્મ અંગે ટૂકમાં સમજાવશે.

ડો.સ્ટીવન્સને સમજાવ્યું.

આધુનિક સર્જરીથી કૃત્રીમ અંગો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. તમારા કપાયલા હાથની જગ્યાએ આર્ટિફિસીયલ હાથ મુકીને છાતીના સ્નાયુના ચેતાતંત્ર એટલે કે નરવસ સિસ્ટિમ સાથે જોડવામાં આવશે. માક્રોકોમ્પ્યુટર અને ઈલેક્ટ્રોડ, નર્વના સિગ્નલ્સને એમ્પ્લિફાય કરશે કે જેનાથી તમે હાથ અને આંગળાનું હલન ચલન કરી શકશો. આ સર્જરી જટિલ અને ખર્ચાળ છે. સેંકડો સ્ટુડન્સ તમારી સર્જરી માટે, ચેરીટી સંસ્થાઓ પાસેથી ફંડ મેળવી રહ્યા છે. ખુબ સારો સહકાર મળે છે. ઈન્સ્યુરન્સ કંપની અને મેડિકેઈડની પણ મદદ મળવાની સંભાવના છે.  ખાસતો તમારી સર્જરીમાં મને પણ હાજર રહેવાનો લાભ મળશે. પહેલા જમણા હાથમાં સર્જરી થશે અને છ માસ પછી ડાબા હાથનું ગોઠવાશે.

હાજર રહેલા ઘણાંને સર્જરીની મેડિકલ ટેકનોલોજી ન સમજાઈ પણ સૌ એટલુંતો સમજ્યા કે આધુનિક શસ્ત્રક્રિયાથી સમીરને કૃત્રિમ હાથો મળશે અને જિંદગીભર લાચારીથી જીવવું નહીં પડે.

મુગ્ધા લ્યુસીને વળગી પડી. આનંદ અને આભારના ડૂસકા સિવાય, બોલવા માટે એની પાસે  બીજા કોઈ શબ્દો ન હતા.

સમીરે ગળગળા થઈને કહ્યું, ‘એટેન્શન પ્લીઝ! મારે કંઈક કહેવું છે. અમેરિકામાં મને આવા ઉમદા મિત્રો મળશે એવી મને કલ્પના પણ ન હતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’

‘……..અને એક બીજી પણ વાત કહેવી છે. મને જ્યારે મારો જમણો હાથ મળશે ત્યારે તમે બધાના પ્રેમભર્યા પ્રયત્નોથી આપેલો  એ હાથ; હું મુગ્ધાના જમણા હાથમાં મુકવા માંગું છું. જો એ હસ્તમેળાપ સમયે મારો કૃત્રિમ હાથ પકડવા તૈયાર હોય અને વડિલો ની મંજુરી હોય તો આપ સૌ મારા મિત્રોની હાજરીમાં ડાયમંડ રીંગ વગર  મુગ્ધાને પૂછવા માંગું છું, “મુગ્ધા વીલ યુ મેરી મી?”

મુગ્ધાનો જવાબ હતો. “યસ યસ એન્ડ યસ.”

 

Story Published in

****************************************

શ્રદ્ધાનું બળ અગાધ છે, અજમાવીતો જુઓ!

જહાજો ડૂબે  ત્યાં બાવડે તરવાનું શક્ય છે.

સાગરનાં મોતી –   પ્રા. ચન્દ્રકાંત દેસાઈ

ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો.

ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો.

high_rise_building_by_arcanevsu-d599b5t

 

મનીષા બાર માળના કોન્ડોમિનિયમ પાસે ઉભી રહી. ટાઉન એ હતું. જગ્યા એ હતી. મકાન એ હતું. પણ રૂપ રંગ બદલાયા હતાં. ખખડધજ એપાર્ટ્મેન્ટ બિલ્ડિંગ માં થી મોડર્ન કોન્ડો બની ગયો હતો. વર્ષો પહેલાં લગ્ન કરીને આ મકાનમાં પહેલી વાર આવી હતી. બન્ને એલિવેટર  આઉટ ઓફ ઓર્ડર હતાં. માંડ માંડ અગિયાર માળ ચડી હતી.

લગ્ન? ના એ ક્યાં લગ્ન હતા.

મહોલ્લાની એક સામાન્ય છોકરી પરણીને અમેરિકા ગઈ હતી.  એણે એસ.એસ.સીમાં નાપાસ થયેલા ભાઈ બાબુને અમેરિકા બોલાવ્યો હતો. થોડો સમય બાબુએ બનેવીના સ્ટોરમાં મફતની મજૂરી કરી. ન ફાવ્યું. ટાઉનમાં આવી અહીંની સુપર માર્કેટમાં કેશિયર કમ સ્ટોકબોય તરીકે જોબ કરી લગ્ન કરવા દેશમાં આવ્યો હતો.

પણ આ બાબુ ને કોણ પરણે. સીધો સાદો, ગગો; અને તેમાંયે કોણ જાણે કેમ પણ આગળથી નાની ઉમ્મરે ટાલ પડી ગયેલી. મરવા પડેલી માની વહુ જોવાની ઝંખના પૂરી કરવાઆવ્યો હતો.

મહોલ્લાની નીષા તાજી ડોક્ટર થયેલી. બાબુને ઓળખે. એક સિનિયર ડોક્ટરને ત્યાં મદદનીશ તરીકે નોકરી કરતી હતી. મનીષાના મગજમાં ભૂત ભરાયું. ચાન્સ મળે તો અમેરિકા જવું જોઈએ. અને એ ચાન્સ એને બાબુ સાથે લગ્નમાં દેખાયો.

બાબુ, તું મારા કરતાં સ્કુલમાં બે વર્ષ પાછળ. આપણાં ખાસ સંબંધ નહીં પણ મહોલ્લનાતે એકબીજાને જાણીયે તો ખરા . સાંભળ્યું છે કે તું લગ્ન કરવા આવ્યો છે. હજુ સૂધી કાંઈ ગોઠવાયું નથી. અને લાગે છે કે ગોઠવાશે પણ નહીં. તારા માજી બિચારા વહુ વહુ કરીને તડપે છે. મને ખરેખર દયા આવે છે. જો તારી મરજી હોય તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’

અરે! નીષાબેન તમે અને હું?’

હા તું અને હું. પણ લગ્ન તો નામ ના . મારે અમેરિકામાં આવવું છે. મેડિકલ પ્રેક્ટિશ કરવી છે. કોર્ટમાં નોંધાવી દેવાના. માત્ર માજીને જણાવીશું કે હું તારી વહુ છું. એ શાંતિથી દેહ છોડશે. અમેરિકામાં પગ મૂકું પછી આપણે છૂટ્ટા. યાર ઈન્ડિયન ન મળે તો ગમે તે કાળી ધોળી શોધી કાઢજે. હું જરૂરથી તારા લગ્નમાં આવીશ.

અને બન્યું પણ એવું . સિવિલ મેરેજ થયા. અને ત્રીજે દિવસે માજીએ દેહ છોડ્યો.

બાબુએ ગભરાતાં ગભરાતાં પૂછ્યું હતું. ‘મનિષાબેન બે દિવસ આપણે સાથે રહી શકીયે?’

અરે! ગાંડો થયો છે?. એક વાર તું બરાબર સમજી લે. આપણે કાગળના લગ્ન કર્યા છે. ચાર ફેરા ફરીને લગ્ન નથી કર્યા. હું અમેરિકા આવીશ ત્યાં ભલે મારી વ્યવ્સ્થા થાય ત્યાં સૂધી તારી સાથે રહીશ પણ એક બેડરૂમમાં સાથે નહીં. કોઈ પણ ખોટી આશા કે ઈરાદા રાખવાના નહીં. ગ્રીન કાર્ડ મળે એટલે આપણે કાયમના છૂટ્ટા. સમજ્યોને?’

બાબુએ માત્ર હકારમાં માથું હલાવ્યું હતું. એને જીવનમાં અભણ હોવાનો અને ટાલ હોવાનો પહેલી વાર અફસોસ થયો. બાકી, સ્ટોરમાં સાથે કામ કરતી અમેરિકન છોકરીઓ તો કહેતી. બોબ યુ આર ક્યૂટ એન્ડ હેન્ડસમ.

બાબુએ બધા પેપર્સ ફાઈલ કર્યા. વિઝા મળ્યા. અને પહેલી વાર ડોક્ટર નીષાએ બિલ્ડિંગમાં પગ મૂક્યો હતો. એલિવેટર ચાલતું ન હતું. બાબુએ બન્ને બેગ અગિયારમે માળે ચડાવી હતી. પોતે ખાલી હાથે ચડતાં પણ થાકી ગઈ હતી.

આજે એ બિલ્ડિંગ ફેસ લિફ્ટ પામી આધૂનિક લક્ઝૂરિયસ કોન્ડો બની ગયો હતો. શું બાબુ અત્યારે પણ અહિ રહેતો હશે? અમેરિકામાં તો દર ત્રણ ચાર વર્ષે એડ્રેસ બદલાય છે. બદલાયલા એડ્રેસ પ્રગતિની નિશાની ગણાય. બાબુ પરણ્યો હશે? સિંગલ હોય તો હું બાબુને મારી સાથે લઈ જઈશ. ખરેખર ભલો માણસ.

એ અગિયારમા માળની એક્ષ્પ્રેસ એલિવેટર પાસે ઊભી રહી. અપ બટન દબાવતાં એલિવેટર ડોર પર ટીવી સ્ક્રિન પર બાબુ દેખાયો. એણે કોડ આપ્યો અને એલિવેટરનું બારણું ખુલ્યું. નીષા દાખલ થઈ. અને દસ સેકંડમાં એલિવેટરમાંથી બહાર આવી. લોબીમાં નહીં પણ આધુનિક સ્ટૂડિયોમાં.

સામે ટાલિયો પણ હેન્ડસમ ફેસ લિફ્ટ થયેલો બાબુ ઊભો હતો.

આવો નીષાબેન. આટલા વર્ષો ક્યાં ખોવાઈ ગયા હતાં?’

પણ ડોક્ટર નીષાએ ક્યાં એ સવાલ સાંભળ્યો હતો? એ તો વર્ષો પહેલાના એક બેડરૂમના તૂટેલ ફૂટેલ એપાર્ટમેન્ટને બદલે અલ્ટ્રા મોડર્ન સ્વીટને જોતી હતી.

હં વ્હોટ?’

અરે! ડોક્ટર, વ્હેર ડીડ યુ હાઈડ યોર સેલ્ફ ઓલ ધીસ યર્સ? આપણે જૂદા થવાનું હતું અને થયા; પણ આટલી બધી જૂદાઈ રાખશો એવું નહોતું ધાર્યું.

બાબુ પ્લીઝ આપણે એક મહોલ્લાના છીએ, એક સમયે આપણે હસબંડ વાઈફ હતાં. નીષાબેન નીષાબેન ના કર. માત્ર નીષા કહે. તું કેટલો બધો બદલાઈ ગયો છે. આવા ભવ્ય કોન્ડોમાં કેવી રીતે  રહેતો થઈ ગયો? આઈ એમ પ્રાઉડ ઓફ યુ બાબુ. શું ભાડું આપે છે?’

ચાલો બહેન ના કહું. મેડમ કહીશ. હું તો મરીશ ત્યાં સૂધી અહીં છું. મને એકલો મૂકીને ક્યાં ગયા. ક્યાં સંતાઈ ગયા?’

ના તું તારી વાત કર; અને મને તમે અને મેડમને બદલે તું કહેવાનું રાખ.

મારી વાતમાં ખાસ દમ નથી. જૂઓને થોડા વાળ હતા તે પણ હિજરત કરી ગયા. ટાલિયાને કોણ પરણે. સિંગલ છું. તમે?’

પાછું તમે? હું યે તારી જેમ સિંગલ છું. નાપાસ થતી રહી. ડોક્ટર ના બનાયું. હોસ્પિટલમાં સામાન્ય ક્લેર્કની નોકરી કરું છું.’

લગ્ન કેમ ના કર્યા.

ડોક્ટર થવા તને છોડી ગઈ હતી. એક ડોક્ટર સાથે લગ્નને ઈરાદે સાથે રહેતી હતી. મને પ્રેગ્નન્ટ કરીને તે બીજી સાથે પરણી ગયો. એક દીકરી છે. મારાથી ડોક્ટર ન થવાયું દીકરીને એકલે હાથે ઉછેરી, એને ડોક્ટર કરી, ત્રણ વર્ષ પહેલા પરણીને સાસરે ગઈ. સુખી છે.

તમે? સોરી નીષાબેન, મારાથી તુંકારો ના થાય તમે સુખી તો છોને?’

દુઃખ નથી. દુખી નથી. એકલી છું. તને શોધીને આવી. મનમાં એક ગાંડો અવાસ્તવિક વિચાર આવ્યો તો?’

શું? કદાચ તું પણ એકલો હોય તો તને મારી સાથે લઈ જઈ નવી જીંદગી શરૂ કરવા વિચારતી હતી, પણ…!’

પણ શું?’

ના હવે તે શક્ય નથી.

કેમ શક્ય નથી?’

તારી જીંદગી બદલાઈ ગયેલી લાગે છે. અત્યારે હું મારા ભૂતપૂર્વ પતિ બાબુ સાથે નહીં પણ કોઈ બીજી વ્યક્તિ સાથે વાત કરી રહી છું. બાબુ, તું કોઈ ખોટા ધંધામાં તો નથી પડ્યો ને?’

ના નીષાબેન.’

તો શું તારી લોટરી લાગી હતી?’

હા.

કેટલી? પચાસ મિલિયન?’

ના મારે માટે તો ઘણી મોટ્ટી, બે મિલિયન ડોલરની.

એટલામાં આ બધી ભવ્યતા?’

ના, એટલામાં નહીં. મહેનત અને બુદ્ધિથી કમાયલા સાઠ મિલિયનમાંથી.’

માંડીને વાત કરો.

અરે! કરમાંથી એકાએક કરો પર આવી ગયા ડિયર નીષા મેડમ. તમે તો પેલી કહેવત જેવું કર્યું. નાણાં વગરનો નાથીયો નાણે નાથાલાલ.” હા આ બે મિલિયનનું રિસેશન સમયમાં સ્ટોકમાં રોકાણ કર્યુ. નસીબે યારી આપી. મેં ફાઇનાન્સ ઈન્વેસ્ટમેન્ટ અને સ્ટોક માર્કેટનો કોમપ્યુટર પર સ્ટડી કર્યો હતો. થોડા સ્ટોર, મોલની પેપર પર ખરીદી અને વેચાણ કર્યું. લે વેચમાં માસ્ટરી આવી ગઈ. કમાણી વધતી ગઈ. નવ્વાણું નો ધક્કો લાગ્યો હતો. દશ મિલિયન કરવા હતાં. કહેવાય છે કે પહેલા મિલિયન માટે ઘણી મહેનત કરવી પડે. પછી થોડી આવડત હોય અને પ્રારબ્ધ સાથ આપે તો બાકીનો ઢગલો આપો આપ થયા કરે. મારું નસીબ જાગ્યું હતું. બે ના બાર અને બારના બાવીસ થયા. નીતિ રીતિથી રહું છું. અત્યારે સાઠ મિલિયન થયા છે.  આ મકાન મારે માટે શુકનિયાળ સાબિત થયું. વેચાતું લઈ રિનોવૅટ કર્યું. ઉપર આખો બારમો માળ મારી બહેનને આપી દીધો છે. જીજાજી ગુજરી ગયા પછી બહેનને મારી સાથે બોલાવી દીધી હતી. એના બે સન અને ડોટર ઈન લો અને ચાર ગ્રાન્ડ કિડસ સાથે રહે છે.  આ એક્ષપ્રેસ એલિવેટર માત્ર અગિયાર અને બારમા માળે જાય છે. ભાણેજો એકટિવ મેનેજમેન્ટ સંભાળે છે. હું અહીંથી માત્ર કોમપુટરથી બિઝનેશ કરતો રહું છું.’

ચાલો હું તમને આપણો જૂનો રૂમ બતાવું.

જૂઓ આ જૂનો રૂમ. જેમાં આપણા લગ્ન પછી તમે સૂતા હતા. એ બેડ. એજ મેટ્રેસ, અને દિવાલ પરનો ફોટો જે તમારી ના મરજી છતાં યે મેં પાડ્યો હતો. મારી માનો તમારી સાથે પાડેલો ફોટો. એક માત્ર અને છેલ્લો ફોટો. આજની તારીખે પણ મેં રૂમની બહારની ફ્લોર પરની મેટ્રેસ પર સૂવાનું રાખ્યું છે. આખું એપાર્ટમેન્ટ રિનોવેટ કર્યું છે. માત્ર આ રૂમ સિવાય. સવારે ઉઠતાની સાથે આ રૂમમાં આવી ફોટાને પ્રણામ કરી મારો દિવસ શરૂ કરું છું. જો તમને એકલવાયું લાગતું હોય તો તમે મારી સાથે આવીને રહી શકો છો. આ રૂમને ભવ્ય બનાવી આપીશ. પણ હું તો બહાર સૂઈશ.’

નીષા સ્તબ્ધ બની બાબુ ને જોતી અને સાંભળતી રહી.

એલિવેટરનું ડોર ખૂલ્યું. એક સુંદર મહિલાએ રૂમમાં પ્રવેશ કર્યો.

હાય કેલી, ધીસ ઈસ માય એક્ષ. નીષા.’

નીષાબેન, કેલી ઈઝ માય બેસ્ટ ફ્રેન્ડ. વી યુઝ્ડ ટુ વર્ક ટુ ઘેધ ઈન સુપર માર્કેટ. નાવ સી લિવ્સ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. આઈ સ્પેન્ડ માય ફ્રી ટાઈમ વીથ કેલી. મારા જીવનની તમામ જરૂરીયાતની કાળજી કેલી પ્રેમથી સાચવે છે. અમે અલગ છતાં પણ સાથે છીએ. તમે પણ અહીં એ રીતે નિરાંતે રહી શકો છો. તમને ન અડવાનું વ્રત સાચવીશ. તમને જરા પણ તકલીફ ન પડવા દઉં.  હું રોજ આઠ વાગ્યા પછી માત્ર એક-દોઢ કલાક એના સ્વીટમાં ગાળું છું.’ બાબુએ ઓળખાણ આપતાં બદલાયલા જીવનની ઘણી વાતો કહી દીધી.

ના બાબુ ના, હું તો મારો પહેલાનો બાબુ લેવા આવી હતી. આપણે કદીયે એક રૂફ નીચે રહેવા સર્જાયા નથી. અમેરિકાની આ ધરતી કોના જીવન કઈ રીતે બદલે તેની કલ્પના કરવી અઘરી છે. હું જઈશ.’

જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી રહેજો. આપને માટે મારા દરવાજા સદાને માટે ખુલ્લા રહેશે. આ નાની ભેટ સ્વીકારશો તો આપનો આભારી થઈશ.’

બાબુએ નીષાના હાથમાં બે મિલિયન ડોલરનો ચેક મૂકી દીધો. એલિવેટરનો દરવાજો ખૂલ્યો. બાબુએ નીષાને વળાવી. જે રીતે પાંત્રીસ વર્ષ પહેલાં ખખડધજ એલિવેટરમાં વળાવી હતી તેમજ.

મનમાં ગણગણતો હતો, “ચલો એકબાર ફિરસે અજનજીબ બન જાય હમ દોનો.”

બાબુ નીષાને એ કહેવાનું તો ચૂકી ગયો કે જે દિવસે નીષાએ ઘર છોડ્યું તે દિવસે એણે લોટરી લીધી હતી અને બીજી સવારે ખબર પડી હતી કે એની બે મિલિયનની લોટરી લાગી હતી.

*******

વાડકી વ્યવહાર

વાડકી વ્યવહાર

vadki

રસમલા

‘મોટાભાઈ, તમારી તબીયત તો સારી છેને? કેમ કાંઈ બોલતા નથી. સવારથી તમે કશું ખાધું પણ નથી બસ માળા લઈને જ બેસી રહ્યા છો.’

મોટાભાઈ એટલે ડો. ભાવિન ભટ્ટ્ના ચોપ્પન વર્ષીય મોટાભાઈ ભાલચંદ્ર. બે દિવસથી બસ રૂમમાં જ ભરાઈને જપ કરતા હતા કે દિવાલ સામે તાકી રહેતા હતા. ભાવિન અને તેની ડોકટર પત્ની સુરભીને ચિંતા થતી હતી. મોટાભાઈ ને એકદમ શું થયું? મોટાભાઈ એટલે એટલે ભાવિનના ભગવાન.

‘ભઈલા, મને એમ લાગે છે કે મારાથી આ દેશમાં હવે ના રહેવાય. હું પાછો આપણા દેશ ભેગો થઈ જાઉં’

કેમ મોટાભાઈ અમારાથી કાંઈ ભૂલ થઈ છે? અમને છોડીને ચાલ્યા જવાનો તમને વિચાર જ કેમ આવ્યો? સુરભીએ તો જેઠ ના ખભા પર માથું નાંખી રીતસર રડવા માંડ્યું.

દીકરી રડવાનું બંધ કર. મારી વાત સાંભળ. મને તમારી આગળ વાત કહેતાં પણ શરમ સંકોચ નડે છે. જીભ નથી ઉપડતી. બસ તમારો કોઈ વાંક વાંધો નથી. આ દેશની હવાની મને આડ અસર નડે છે. ચાલો ભાણું કરો દીકરા, આપણે પહેલાં જમી લઈયે. પછી બધી વાત.

મોટાભાઈ બોલ્યા અને જમવાની વાત કરી એનાથી ડોક્ટર દંપતીને થોડી રાહત થઈ. ચાલો, જમવા તો તૈયાર થયા. ભાવિન અને સુરભીને માટે મોટાભાઈ પિતા તુલ્ય હતા. જમ્યા પછી મન હળવું કરશે એમ માની બન્ને ચૂપ રહ્યા. પણ બન્નેના મનમાં મોટાભાઈને શું થયું હશે તેનું કુતુહલ તો હતું જ.

***

શહેરથી બાર માઈલના અંતરે આવેલા નાના ગામમાં ભાવિનને જન્મ આપી માતાએ સ્વર્ગવાસ સ્વીકાર્યો. ત્યારે આ મોટાભાઈ ભાલચંદ્ર  ચાર વર્ષના હતા. પિતા રામશંકર, આછું પાતળું વૈદુ કરતાં, યજમાનને સાચવતા. ઘરમાં રસોઈ પણ જાતે કરતાં. ચાર વર્ષ મોટોભાઈ ભાલુ નાના ભઈલાની કાળજી રાખતો, સ્કુલે જતો, પોતે જે ભણતો તે બધું જ એના ભઈલાના મગજમાં ઠાલવતો. આ મોટોભાઈ સ્કુલ શિક્ષણ ઉપરાંત પિતા પાસે  ધરવૈદુ, રસોઈ અને થોડા યજમાનવૃત્તિના શ્લોક પણ શીખતો રહ્યો. મોટાભાઈ ચૌદ પંદરના થયા અને બાપે પણ વિદાય લીધી.

મોટાભાઈનું શિક્ષણ અને બાળપણ છીનવાઈ ગયું. મોટાભાઈ ભઈલા ભાવિનના બાપ અને માં બની ગયા. આપોઆપ પંદર વર્ષના મોટાભાઈમાં પચ્ચીસ વર્ષની સમજદારી અને ઠરેલતા આવી ગઈ. ગામના વાણીયા શેઠની થોડી કૃપા દૃષ્ટિ, શેઠાણીબાની મમતા સાથે આવડે તેવી યજમાનવૃત્તિ થી જીવન ચલાવવા માંડ્યું. બસ ભૈલા ને ભણાવવો છે. ડોક્ટર બનાવવો છે. એ જ ધૂન. અને એમાંને એમાં પોતે પરણવું જોઈએ એ વાત પણ સદંતર ભૂલાઈ ગઈ.

ભઈલુ બાર માઈલ દુર હાઈસ્કુલમાં જશે. એને સાઈકલ જોઈશે. થોડી બચાવેલી અને થોડા યજમાન પાસે મેળેલી રકમમાંથી સાઈકલ આવી ગઈ. અને પછી કોલેજ. ભઈલુ ખૂબ હોંશિયાર વાણીયાશેઠની દીકરી પણ ભાવિનની સાથે જ ભણે. નાનપણથી જ દોસ્તી. શેઠાણી બાએ જાતે જ કહ્યું ભાલુ, સુરભી સાથે ભાવિનને પણ અમારો ડ્રાઈવર કોલેજ મૂકી જશે અને લઈ જશે. એ સૂચનાત્મક આશીર્વાદ જ હતા. ભાવિન તો રોજ મોટાભાઈને પગે લાગીને જ કોલેજ જાય. સ્કોલરશીપ મળે. બન્ને સાથે જ ડોકટર થઈ ગયાં.

કોઈ પણ જાતના ફિલ્મી આડાઅવળા આટાપાટા વગર મંગળગીતો ગવાયા અને સુરભી શાહ, સુરભી ભટ્ટ બની ગઈ.

બન્ને હોસ્પિટલમાં નોકરી કરે. અને એક દિવસ ભાવિને કહ્યું ‘મોટાભાઈ, અમને અમેરિકાના વિઝા મળ્યા છે. શું કરીએ? તમારી શું સલાહ અને આજ્ઞા છે.’

‘ભઈલા, હું તો અભણ છું. તમારા ભવિષ્યને માટે જે રૂડુ હોય તે કરવાનું.’

‘પણ તમે એકલા?’

‘અરે એકલો શાનો? આખું ગામ મારી સાથે છે. શેઠજી જેવા સ્નેહી સાથે છે.’

‘ના મોટાભાઈ એ બધા છે પણ જો ઘરમાં કોઈ ભાભીમા હોય તો જ અમારાથી તમારી સોંફણ નોંધણ કરીને નીકળાય.’

જવાબમાં મોટાભાઈ માત્ર હસ્યા.માંડ સાંઠ-સિત્તેર ઘરોનું ખોબા જેવું ગામ. તેમાં માત્ર આઠ બ્રાહ્મણ કુટુંબો. તેમાંએ ચાર તો સંબંધીઓ. પરગામમાં કોઈ ઓળખે નહીં. માત્ર સાત ચોપડી જ ભણેલા પાંત્રીસ વર્ષના બ્રાહ્મણને કોણ કન્યા આપે? ઈશ્વરેચ્છા બલીયસી. પોતાની ઇચ્છાઓ તો જાગે તે પહેલાં જ મરી પરવારી હતી.

નાના ભઈલા અને સુરભીએ રડતી આંખે ચરણરજ લઈ મોટાભાઈની વિદાય લીધી. સમય વહેતો ગયો. કાગળો લખવાનો જમાનો તો ચાલ્યો ગયો હતો. એક એક દિવસના અંતરે વહેલી સવારે ભઈલાનો ફોન આવતો. વાતો થતી. ભઈલુ તરફથી મોટાભાઈ માટે જરૂર કરતાં વધારે નાણાં શહેરની બેન્કમાં જમા થતાં. મોટાભાઈ તો ભગવાનના માણસ. છોકરાંઓને ચોપડા-નોટબુક લાવી આપે. માંદાની ખબર કાઢવા જાય. શહેરમાં ડોક્ટરને ત્યાં લઈ જાય. ભઈલુની ફોન પર સલાહ માંગે. કોઈ વધારે માંદુ હોય તો, સેવા કરે, તેમની સુખાકારી માટે જાતે જપ પણ કરે. પૂજા પાઠ પણ કરે. બસ નિઃસ્વાર્થ સેવા.

એક દિવસ સવારે ફોન આવ્યો.

‘મોટાભાઈ મેં તમારે માટે એપ્લાઈ કર્યું’તું. તમારા પર બધા કાગળો આવશે. મેં મારા મિત્ર સુરેશને કહ્યું છે. તે તમને વિઝા લેવા મુંબઈ લઈ જશે. એ પણ અમેરિકા આવવાનો છે તેની સાથે જ તમારે પણ આવવાનું ગોઠવ્યું છે.’

બસ પ્લાન પ્રમાણે મોટાભાઈ અમેરિકા આવી ગયા.

એક વીકમાં તો બરાબર ગોઠવાઈ ગયા.

સુરભી એના બે બાળકો સાથે દોડાદોડ કરે, ક્લિનિક સંભાળે, ખાવાનું બનાવે. હવે હાઉસકિપર તો હતી તો પણ મોટાભાઈની કાળજીમાં અટવાઈ જતી. મોટાભાઈ તો સમજુ. બધી જવાબદારી લેવા માંડી. ઘરની સાફસૂફી અને સરસ ખાવાનું બનાવવા માંડ્યું. ખરેખર તો મોટાભાઈ બોજ નહિ પણ મદદગાર બની ગયા. છ વર્ષની બેબી અને નવ વર્ષના ભત્રીજાના વ્હાલા દાદા બની ગયા. બસ સંસારમાં સૂખ જ સૂખ છલ્કાતું હતું.

એમના મકાનના બેકયાર્ડની પાછળ જ જેમનો બેકયાર્ડ પડતો તે મકાનમાં લક્ષ્મી રહેતી હતી. નહીં કાળી, નહીં ધોળી. પણ થોડી ઉજળી ખરી એવી એની પાછલા બારણાની સાંઠ વર્ષીય પાડોસણ લક્ષ્મી, ડોક્ટર દંપતિના બાળકો નાના હતા ત્યારે બેબીસીટીંગ કરતી હતી. જરૂર પ્રમાણે ડોક્ટરની ઓફિસનું થોડું પેપર વર્ક પણ કરી આપતી. સુરભીની પેશન્ટ અને ફ્રેન્ડ. લક્ષ્મીના બાપ-દાદા બ્રીટીશ ગિયાનાના મૂળ ઈન્ડિયન, મા ગોરી અમેરિકન, દાદી કાળી. લક્ષ્મીનો પહેલો પતિ લગ્ન પછી ત્રણ વર્ષમાં ગુજરી ગયેલો. બીજો પતિને છ મહિનામાં જ ડિવોર્સ આપેલા. સીંગલ લાઈફની મજા માણતી લક્ષ્મીના ઘરમાં ગણપતી, શંકર-પાર્વતી, રાધાકૃષ્ણ અંબામાતાના અને સેન્ટ મેરીના ફોટા હતા. ગળામાં ક્રોસ પણ ખરો. ભગવાનને પગે લાગે, હાર્ટ ક્રોસ કરે, અને દિવાને બદલે મિણબત્તીઓ અને ધૂપસળી સળગાવે. દિવાળી નવરાત્રીના ગરબા અને ઉત્સવ ભટ્ટ ફેમિલી સાથે જ ઉજવાય. મોટાભાઈ જ્યારે સરસ સરસ વાનગી બનાવે ત્યારે પાછળ લક્ષ્મીબેનને ત્યાં પહોંચે. ક્યાંક જવું હોય તો લક્ષ્મીબેન જ મોટાભાઈને રાઈડ આપે. આપણા મોટાભાઈ તો ભગવાનના માણસ. લક્ષ્મી એમનાથી એ ચાર પાંચ વર્ષ મોટા એટલે મોટાભાઈ લક્ષ્મીને લક્ષ્મીબેન જ કહે.

હવે એક દિવસ મોટાઈએ રસમલાઈ બનાવેલી. સુરભીએ યાદ કરાવ્યું; લક્ષ્મીને ખૂબ ભાવે છે. એને આપી આવજો. ખુશ થશે. મોટાઈએ ફોન કર્યો. લક્ષ્મીબેન હું રસમલાઈ લઈને આવું છું. લક્ષ્મીબેનને ત્યાં તેઓ રસ મલાઈ આપવા ગયા.

લક્ષ્મીના કમ્મરમાં સખત દુઃખાવો થતો હતો.

મોટાઈએ પૂછ્યું “એસ્પીરીન આપું?”

‘ના સવારથી પેઈન કિલર લઉં છું, ફેર પડતો નથી. કેન યુ ડુ સમ મસાજ? આઇ’લ એપ્રીશીએટ.’

મોટાઈને સંકોચ તો થયો. પણ પછી થયું, એણે તો સેવા ભાવે ઘણા વડીલ વૃધ્ધોની સેવા કરી છે. અરે! બગડેલા વસ્ત્રોની સાફસૂફી પણ કરી છે. બિચારા લક્ષ્મીબેનનું શરીર તોડાય છે, તો જરા ચંપી થાય તો એમને બિચારાને રાહત થાય. એમણે ધર્મ ભાવે એમની ફરજ બજાવવા માંડી…….

પણ લક્ષ્મીબેને તો…. ખરેખર એમને પાપમાં પાડ્યા…..

બસ મોટાભાઈએ આડું જોઈને કહ્યું. આઈ એમ સોરી લક્ષ્મીબેન, આઈ એમ વેરી સોરી લક્ષ્મીબેન. મારે તમને અટકાવવા જોઈતા હતા. આવું કેમ થયું તે સમજાયું નહીં. આઈ એમ સોરી.

લક્ષ્મીબેને કહ્યું યુ આર પર્ફેક્ટ મેન, આઈ મીન જેન્ટલમેન. થેન્ક્યુ. થેન્ક્યુ. નાવ માય પેઈન ઇઝ ગોન.

મોટાઈ ઘરમાં આવી પોતાના  રૂમમાં ખાધા પીધા વગર પૂરાઈ રહ્યા. કોઈને મોં બતાવવા ન્હોતા માંગતા. જમવા બોલાવવા આવે એટલે માળા કરવા માંડે. જપ શરૂ કરી દે. બે દિવસ સૂધી જમવા પણ ન આવે.

ભઈલાએ ખૂબ ચિંતા વ્યક્ત કરી સુરભી તો રીત સર રડી. ત્યારે જમ્યા. કહ્યું બેટા  મોટું પાપ થઈ ગયું ….લક્ષ્મીબેનને ત્યાં.

બસ પાછા એમના એમના રુમમાં ભરાઈ ગયા. આ સમયે નાનો ભઈલો અને સુરભી પચાસના હતાં. ડોક્ટર હતાં. આમ તો મોટાભાઈ ચોપ્પનના જ હતા તો પણ પિતા તુલ્ય હતા. વધુ પૂછીને એમને ક્ષોભમાં નાંખવાનો કોઈ અર્થ ન હતો. સુરભીને કંઈક શંકા ગઈ. કદાચ મોટાભાઈએ…..લક્ષ્મી અને મોટાભાઈ….કદાચ રેપ….ના, ના. મોટાભાઈને માટે વિચારાય જ નહીં…. તો?

બીજા દિવસે સુરભી અને લક્ષ્મી વચ્ચે ઘણી મહિલા-મૈત્રી વાતો થઈ. ખુલાસાઓ થયા. બન્ને પરિપક્વ-મેચ્ચ્યોર લેડિઝ પેટ પકડીને મોટાઈની ગભરામણની વાતો કરતાં હસ્યા પણ ખરા. લક્ષ્મીએ કહ્યું જો મને રિસ્પોન્સ ના મળતે તો …તો હું એને વુમનહૂડનું ઈન્સલ્ટ ગણતે.’

હાશ. મોટાભાઈ તો મનના ચોખ્ખા જ હતા. આતો સાહજિક માનવીય પ્રકૃતિ.

અને છેલ્લે લક્ષ્મીબેને કહ્યું પણ કરું કે ‘આઈ લાઈક હીમ વેરી મચ. આઈ એમ રેડી ટુ મેરી થર્ડ ટાઈમ’

પણ એવું કાંઈ, બન્યું નથી. લગ્ન થયા નથી. નાનોભાઈ મનુસ્ય જીવનની કેટલીક જરૂરો સમજે છે. કોઈ વાત ચર્ચાતી નથી. મર્યાદા ભંગ થતો નથી. નાનાભાઈ અને સુરભીની સમજદારી પૂર્વકની ઉપેક્ષાએ મોટાભાઈનો અપરાધભાવ કાઢી નાંખ્યો. તે ઈન્ડિયા પાછા ગયા નથી. પાડોસીઓનો સ્વૈચ્છિક વાડકી વ્યવહાર મર્યાદિત રીતે ચાલુ છે. મોટાભાઈના ચહેરા પર પ્રસન્નતા પથરાય છે.

મોટાભાઈ ભઈલા ભાવિન સાથે પારિવારિક સુખ, અને પાડોસણ લક્ષ્મીબેન સાથે મૈત્રી સુખ માણે છે. મોટાભાઈ ખરેખર અમેરિકામાં સુખી છે.

કૂતરાની પૂંછડી

આસપાસ – ચોપાસ : કૂતરાની પૂંછડી

કહેવાય છે કે માણસનો સાચો દોસ્ત કૂતરો હોય છે. તેની વફાદારીની અનેક વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. પ્રાથમિક શાળામાં તો અમારે કવિતા પણ હતી – ‘કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયાં / ચાર કાળિયા ને બે ધોળિયા…’વિ. વિ. આમ કૂતરાં માનવોના મિત્ર અને ભલા સ્વભાવના હોય છે. આ વાત મેં બચપણથી સાંભળી હતી અને તે સાચી છે તે માનવા લાગ્યો હતો. 

 

જુના જમાનાની વાત છે. એક દિવસ મારા પરમ મિત્ર અમૃતભાઈ રાવળને લંગડાતા જોયા. દિલસોજી બતાવવા મેં તેમને થયેલી તકલીફ વિશે પૂછ્યું. “અરે, શું વાત કરૂં? કાલ રાતના સડક પરની વીજળી ગૂમ હતી. રસ્તામાં અંધારું હતું અને હું ગીત ગાતો ગાતો આવતો હતો ત્યાં કોણ જાણે ક્યાંથી એક કૂતરૂં આવ્યું અને મારા પગની પિંડી પર બટકું ભરીને જાણે કોઈ મહાન ફરજ પૂરી કરી હોય તેમ વીજળી વેગે ત્યાંથી ભાગી ગયું. અંધારામાં ઈ યે ખબર નો પડી કે ક્યા રંગ – રૂપનું આ પ્રાણી હતું. અત્યારે જો, તખ્તસિંહજી હૉસ્પિટલમાંથી ઈન્જેક્શન લઈને આવું છું. આવા ચૌદ ઈન્જેક્શન પેટમાં લેવા પડશે.”

 

રાવળ પરગજુ હતા. બીજા કોઈને તેમના જેવું દુ:ખ ભોગવવું ન પડે તેથી તેમના જાત અનુભવની સલાહ સૌને આપતા. ચૌદ ઇન્જેક્શનમાંથી બચવા માટે શું કરવું જોઈએ તેની તેમણે કહેલી વાતો બરાબર યાદ રહી ગયું. તેમની વાતોનો સાર આ પ્રમાણે છે : 

 

૧. કોઈ કૂતરું તમારી નજીક આવે તો ગભરાયા વિના આરામથી ચાલવું. જો તમે દોડશો તો તે જરૂર તમારી પાછળ પડશે અને કરડશે. 

૨. જો કોઈ કૂતરો તમને કરડે જ તો તેનો રંગ અને તેના શરીર પરના આઈન્ટિફિકેશન માર્ક્સ બરાબર નોંધી રાખવા. બને તો તેનું નામ જાણવાનો પ્રયત્ન કરવો, જેથી તમે તેને તેના નામથી બોલાવો તો તે તરત તમારી પાસે અવી જાય. તમને કરડી જનાર કૂતરાને શા માટે બોલાવવો તે મને ન સમજાયું.

૩. ઉપરની વાતો મહત્વની છે કેમ કે તમને કરડી ગયા બાદ આ કૂતરાને ચૌદ દિવસમાં હડકવા ન ઉપડે, કે તેનાં ચિહ્નો ન દેખાય તો તમારે ઈન્જેક્શન લેવાની જરૂર નથી. મહોલ્લામાં કે અન્ય કોઈ જગ્યાએ રખડતા અનેક કૂતરાઓમાં બરાબર ક્યો કૂતરો કરડી ગયો તેની તપાસ કરવા ઉપરની માહિતી રાખવામાં મદદ થશે. 

૪. હડકાયા કૂતરાની પૂંછડી સીધી થઈ જાય છે, તેથી તમને જે કૂતરું કરડી ગયું હોય તેનું નિરીક્ષણ (દૂરથી) કરતા રહેવું. ખાસ કરીને તેની પૂંછડીનું.

૫. ચૌદ દિવસમાં તમને પોતાને પાણીનો ડર ન લાગે તો સમજવું કે તમે સલામત છો. 

 

આટલી વાતો ધ્યાનમાં રાખશો તો તમને ઈન્જેક્શન લેવાની જરૂર નહિ પડે. 

સમય વીતતો ગયો અને મારા પર પણ ન વીતવાની વાત વીતી.

 

એક રવિવારે અમદાવાદથી થોડા માઈલ દૂર આવેલ ગામડામાં અમે ક્રિકેટ મૅચ રમવા ગયા હતા. મેદાન ગામની સીમમાં હતું. રમત શરુ થઈ. મારી ફિલ્ડિંગ એક ખેતરની વાડ નજીક હતી. બૅટ્સમૅને ફટકો માર્યો અને બૉલ વાડ પાસે ગયો. હું ત્યાં દોડતો ગયો અને નીચે નમીને બૉલ ઉંચક્યો ત્યાં વાડ પાછળથી બે ડાઘિયા કૂતરા દોડતા આવ્યા. બન્નેએ મળીને જાણે કારસો કર્યો હોય તેમ એક કૂતરૂં મારી સામે આવીને જોર જોરથી ભસવા લાગ્યું અને બીજાએ પાછળથી આવીને મને વિચીત્ર જગ્યાએ (એટલે પાછળ કમરની નીચે) બચકું ભર્યું. આવા કોલાહલમાં પણ મેં અમૃતભાઈની વાત યાદ રાખી. તે જમાનામાં સ્માર્ટ ફોન તો છોડો, સાદા ચક્કરડા ઘૂમાવવાના પણ ફોન (ડૉક્ટરો અને મોટી અૉફિસો સિવાય બીજે ક્યાંય) આવ્યા નહોતા, તેથી પેલા ગુનેગાર માનવમિત્રનો ફોટો લઈ શક્યો નહિ. કેવળ નજરથી તેના આઇડેન્ટિફકેશન માર્કસ્ નોંધવા ગયો ત્યાં બીજો કૂતરો ભસતો ભસતો નજીક આવ્યો. મારે પાછા વળી ‘હડે – હડે’ કરવું પડ્યું અને બૉલવાળો હાથ ઉગામ્યો ત્યારે એ નાસી ગયો. આ ધમાચકડીમાં મારા પર ‘પ્રેમ’ વરસાવનાર પેલો મિત્ર ગુમ થઈ ગયો ; જો કે મને યાદ રહી ગઈ તે બે વાતો હતી : તેનો રંગ કાબરચિતરો હતો, અને પૂંછડી કાળા રંગની હતી. બીજી વાત –  મારી પાટલૂનની ‘સીટ’ પર પડેલા તેના દાંતના પડેલા કેટલાક કાણાં. એ તો ઠીક,પણ બેસતી વખતે જે અસહ્ય દર્દ થયું તે હજી સુધી ભુલી શક્યો નથી. હવે ચૌદ ઈન્જેક્શનોથી બચવા માટેની કઈ વાતો અમલમાં લાવવી તેનો વિચાર કરવા લાગ્યો.

તે વખતે મને નવી નવી નોકરી મળી હતી. સવારે દસથી પાંચનો ટાઈમ તો જાળવવો પડે. તેથી સોમવારે સાંજની બસ પકડી દહેગામ ગયો અને પેલા ખેતરની પાસે જઈ બે – ત્રણ ચક્કર માર્યા, પણ પેલા ભાઈબંધ ક્યાંય ન દેખાયા. મને ચિંતા થઈ. આસપાસ પૂછપરછ કરવામાં અમદાવાદ જનારી છેલ્લી બસ નીકળી ગઈ. એક નિસાસો નાખી હું અમદાવાદ ભણી ચાલવા લાગ્યો. બે’એક માઈલ ચાલ્યો હઈશ ત્યાં પાછળથી એક ભારવાહક રિક્ષા આવી. મેં હાથ ઉંચો કરતાં તેમણે રિક્ષા રોકી અને “પાછળ બેહી જાવ,” કહી રિક્ષા દોડાવી. ભારવાહક રિક્ષાઓમાં પાછળની જગ્યામાં ગાદી હોતી નથી તેથી બેસનારને સહેજ તકલીફ થાય તો…

 

મારા પિત્રાઈ ભાઈ ડૉક્ટર હતા. તેમણે કહ્યું, “નરેન. રોજ તપાસ કરવા જવાને બદલે રવિવારે જા અને તપાસ કર. બીજા રવિવાર સુધીમાં તો તને ખાતરી થઈ જશે, પણ મારી સલાહ છે તું ઈન્જેક્શન લેવાનું શરૂ કર.”

 

પહેલા રવિવારે ‘નો રિઝલ્ટ’. બીજા રવિવારની ‘સફર’ – વાચક અાને ગુજરાતી અને અંગ્રેજી, બન્ને અર્થમાં લઈ શકે છે – તેમાં અંગ્રેજીમાં કહે છે તેમ ‘ગુડ ન્યૂઝ અૅન્ડ બૅડ ન્યૂઝ’ મળ્યા. સારા સમાચાર એટલે દૂરથી કેટલાક શ્વાનનો ભસવાનો અવાજ સાંભળી હૃદયનો હર્ષ આકાશ સુધી પહોંચ્યો. હું ‘હાશ’ કરૂં ત્યાં ત્રણ મિલનસાર કૂતરા આવ્યા અને પૂંછડી હલાવવા લાગ્્યા. તેમને જોઈ ‘બૅડ ન્યૂઝ’ની હતાશા વ્યાપી ગઈ. ત્રણે કૂતરાં કાળા રંગના હતા, જ્્યારે મને કરડનાર કૂતરો કાબરચિતરો હતો! એક કલાક સુધી તેને શોધવા ત્યાં આસપાસ ફરતો રહ્યો. મારી હિલચાલ જોઈને કેટલાક લોકોને મારા પર અનુકંપા આવી અને પૂછ્યું, “કોને ગોતો છો?” 

 

હું તેમને કેવી રીતે કહું કે હું કાળી પૂંછડીવાળા કાબરચિતરાને શોધું છું? હવે મારૂં ગળું સૂકાવા લાગ્યું હતું. કૂતરાં મારી પાછળ ન પડે તે માટે હળવે હળવે ચાલીને બસ સ્ટૉપ સુધી પહોંચ્યો. ત્યાં માટલાંવાળાં એક બહેન હતા તેમની પાસે જઈને પાણી માગ્યું. અત્યંત તરસ લાગી હતી તેથી પાણી જોઈને ડર લાગે છે કે કેમ તેનો વિચાર ન કરતાં બે ગ્લાસ પાણી ગટગટાવી ગયો. તેવામાં બસ આવી અને હું પાછો ઘેર પહોંચી ગયો. 

 

બીજા દિવસે વહેલી સવારે એલિસબ્રિજની વિ.એસ. હૉસ્પિટલમાં પહોંચી ગયો. જ્યારે કમ્પાઉન્ડર ઈન્જેક્શન આપવા આવ્યા ત્યારે તેમના હાથમાંની સિરિન્જમાંની સોય જોઈ બેભાન થઈ ગયો. બરફની દુકાનમાં બરફ તોડવા માટે જે સોયો વપરાતો, બરાબર તે માપ અને આકારની આ સોય હતી. હું કંઈ કહું તે પહેલાં મારા પેટમાં, ડૂંટીની જમણી બાજુએ  ઝડપથી સોય ખૂંપી ગઈ. મારા મોઢેથી સિસકારાને બદલે હાયકારો નીકળી ગયો. પેલા સજ્જને કહ્યું, ‘બે – ચાર ઈન્જેક્શન પછી તમને ટેવ પડી જશે.’ પ્રશ્ન હતો, બીજા બે – ચાર ઈન્જેક્શન જીવી શકીશ?

 

હું જીવી ગયો. પહેલા છ ઈન્જેક્શન બાદ ડૂંટીની બન્ને બાજુએ ત્રણ ત્રણ ઢિમણાં થયા હતા. તમે ભલે તેને ઢિમણાં કહો, પણ હું જ્યારે ત્યાં હાથ લગાડતો તો તે માઉન્ટ આબુ જેવા ડુંગરા હોય તેવું લાગતું. ત્યાર પછીના આઠ સોયા આ ઢિમણાં પર જ ઠોકાયા. આમ મારી ચૌદ ઈન્જેક્શનની ગાથા પૂરી થઈ, પણ વાત થોડી બાકી છે.

 

છેલ્લું ઈન્જેક્શન લીધાને ત્રણેક મહિના થયા હશે. અમારી ટીમ ‘રિટર્ન મૅચ’ માટે દહેગામ ગઈ. હું રમતો નહોતો પણ જિજ્ઞાસાને ખાતર પેલી ઐતિહાસિક જગ્યા – પેલા ખેતરની વાડ પાસે ગયો ત્યાં પૂંછડી પટપટાવતું એક માનવમિત્ર આવ્યું. તેનો રંગ કાબરચિતરો હતો. તેની પૂંછડી કાળી હતી અને તે વાંકી હતી. મને જોઈને તેણે એક આંખ બંધ કરી અને હસતો હોય તેવો આભાસ થયો.

*****

હવે મારી થોડી વાતઃ

હું કદીયે કૂતરાથી ગભરાયો નથી, બલ્કે કૂતરા મારાથી ગભરાય છે. હું ભસતા કૂતરા પાસે જાઉં અને હાથ ફેરવું એટલે એ તરતજ દોસ્ત બની જાય. મોટા કૂતરાઓ બે પગે ઊભા થઈને મારી છાતી કે ખભા સૂધી હાથ મૂકે ત્યાં સૂધી બરાબર, પણ દોસ્તી દાવે મારા ગાલ ચાટવા આવે તે મને ના ફાવે.
હવે દુશ્મનીની વાત.
સુરતમાં હું બરોડા રેયોનમાં નોકરી કરતો હતો. સેકન્ડ શિફટ કરીને રાત્રે સાયકલ પર ઘરે આવતો. રસ્તામાં  એક ઘરના ઓટલા પર એક કૂતરો બેસી રહેતો. એ મને જૂએ એટલે તરત જ મારી સાયકલ પાછળ ભસતા ભસતા દોડે. પગ પાસેનું પેન્ટ પકડે. એકવાર હું ખીજવાયો. પેન્ટ છોડાવી સાયકલ આગળ દોડાવી. એકદમ યુ તર્ન લઈને ઉભેલા કૂતરા પર સાયકલ ચઢાવી અને કૂતરું ભાગ્યું.
બીજા દિવસે મારી સાયકલ જોઈને કૂતરું ઓટલા પરથી નીચે ઉતર્યું જ નહીં માથું નીચું રાખી ઉં ઉં કરીને રડતું રહ્યું. હું માનું છું કે શ્વાન માનવીને અને એની વૃત્તિને સારી રીતે ઓળખે છે. માનવીની ગંધ અને એની આંખોને યાદ રાખે છે. મારા અંગત પરિવાર અને સંબંધીઓને ત્યાં ડોગ છે. કુટુંબના સભ્ય જેટલી જ માયા છે. મારા ભાણેજને ત્યાંના ડોગને સર્જરી કરવી પડી હતી. ઈનસ્યુરન્સ શરુ થયો ન હતો. એની સર્જરીનું બીલ  $૧૦,૦૦૦ (દશ હજાર ડોલર આવ્યું..અને ભર્યું પણ ખરું)

**
એઝ યુઝ્વલ કોપી પેસ્ટ કરીને આખો લેખ મારા બ્લોગ પર આભાર સહિત 

http://captnarendra.blogspot.com/2016/05/blog-post_7.html#gpluscomments  માંથી મારા વાચક મિત્રો માટે શેર કર્યો છે.

 

માઈક્રોફિક્ષન “વસ્તી વધારાનો રિપોર્ટ” અને “સ્ટ્રેસ ફ્રી ડોસા-ડોસી”

Re: થોડી મજાની વતો-માઈક્રોફિક્ષન “સ્ટ્રેસ ફ્રી ડોસા-ડોસી”


માઈક્રોફિક્ષન “સ્ટ્રેસફ્રી ડોસા-ડોસી”બદલામાં સૌથી પહેલા આ એક મજાની

          એક જુની જોક પરથી છોટીસી બાત વાંચો.

ગામમાં વસ્તી કેમ વધી ગઈ તેનો  રિપોર્ટ.

                              લેખક “અનામિ”:

“એક ગામમાં મોટાં કરતાં છોકરાં ઘણા.

સેન્સસનો રેપોર્ટ આવ્યો-છેલા દસ વર્ષોમાં

વસ્તી દર બે વર્ષે બમણી થઈ જાય છે.

સરકારી ફેમિલી પ્લાનીંગના એક્ષપર્ટોએ સર્વે કરીને

રીપોર્ટ આપ્યો

Image result for freight train circling the town cartoon

‘આ નાના ગામને ફરતી રેલવે લાઈન

પર સવારે ચાર વાગે વિસલો વગાડતું ભારખાનુ જાય છે.

લોકો કવખતે ઉઠી જાય છે.ફરી ઉંઘ આવે નહી અને

કામ પર જવા માટેતો હજુ ચાર કલાકની વાર્.

હવે શું કરવું તેની દ્વિધામાં લોકો

હુંફાળી શયન સેજામાં ફરી દાંપત્યસુખ માણવાનો પર્યાય

પસંદ કરી લે છે.Case closed”

 

અને હવે …

નિવૃત્તિ નો પહેલો પાઠ.

OldLove

માઈક્રોફિક્ષન “સ્ટ્રેસ ફ્રી ડોસા-ડોસી”

આજે રવિવારની સવારના નવ વાગ્યા છે.

એલાર્મ વગર મેં કેવી રીતે જાણ્યું?

હા જાણું છું. મારા પાડોસી ડોસાડોસીના સેક્સી અવાજોથી. ડોસીએ જ મને ખાનગીમાં કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી તેઓ માત્ર રવિવારે સવારે જ રાત્રીના પૂરા આરામ પછી સેક્સ માણે છે.

હું તો કદી રવિવારે નવ પહેલાં નથી ઊઠતી પણ મને બધાએ કહ્યું છે કે રવિવારની સવારે વયસ્કો નવ નો એલાર્મ મૂકીને આ જ કરે છે. એમાંથી પરવારી વહેલા વહેલા યોગામાં જઈ એકદમ રિલેક્ષ થઈ જાય છે. એમને ક્રેડિટ કાર્ડના બિલની કોઈ ચિંતા જ નહી; જે આજે મને છે.

પણ હું ક્યાં નિવૃત્તિ સૂધી પહોંચી છું કે ડોસી જેવી સ્ટ્રેસ ફ્રી થાઉં?

[એક જોક આધારીત માઈક્રો ફિક્ક્ષન]

કોણ માં?

मातृदेवो भव કોણ માં? તેજસ્વી દબાયલા પગલે ઘરમાં દાખલ થઈ. આજે વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. દર વખતની જેમ આ વર્ષે તેજસ્વીનો પહેલો નંબર ન્હોતો આવ્યો. નિરાશ તેજસ્વી ઘરમાં દાખલ થઈ ત્યારે દાદાજી …

Source: કોણ માં?

દેવકી-યશોદા

દેવકી-યશોદા અંજની, સ્વીટ સિક્સટીન પાર્ટીની આમંત્રણ પત્રિકા હાથમાં લઈને પંપાળતી હતી. આમંત્રણ પત્રિકા ઉપર લાલ રંગના ગાઉનમાં શોભતી, ગાલમાં ખંજનવાળી મોહક સ્મિત રેલાવતી, એક ટીનેજર લીના બ્રાઉનનો ફોટો હતો…

Source: દેવકી-યશોદા

“સ્પેર ધ રૉડ”

મિત્રો આ એક જૂની વાત પી.ડી.એફ ફોર્મેટ્સમાં ડાઉન્લોડ કરવી પડતી હતી અને ઘણાં વાચકો વાંચી શકતા ન હતા.  ફરીથી આપ સૌની સરળતા માટે  ક્લિક કરતાં  જ સરળતાથી વાંચી શકાય એ માટે, “મધર્સ ડે”  નિમિત્તે ફરીથી રજુ કરું છું.  આશા છે કે આપ સૌને ગમશે.

સ્પેર ધ રૉડ

 

SpareTheRod

ડિયર મોમ્,

ઘણાં લાંબા સમય પછી લખું છું. ખરુંને?  શક્ય છે કે હું ક્યાં હતી તે તને કદાચ ખબર ન પણ હોય. હું કેલિફોર્નિયા, કરેક્શન એન્ડ રિહેબ સેન્ટરમાં હતી. જેલને માટેનું આ સરસ નામ છે. અકળાવાની જરૂર નથી મોમ.  હવે હું બહાર આવી ગઈ છું. આજે તો હું ફ્રી છું.

મારો ગુનો?

મેં મારી મુન્નીને થપ્પડ મારી હતી…. ચમચમતી થપ્પડ… જાહેર જગ્યાએ… શોપિંગમોલમાં… વાત નાની અને સામાન્યજ હતી. મૂળવાત તો ભુલાઈ ગઈ છે. પણ મને એટલું યાદ છે કે એ મારી સામું બોલી હતી. મને સામો જવાબ આપ્યો હતો. મેં તારી જેમજ ધિરજ ગુમાવી દીધી. માત્ર એક તામાચો……

મુન્નીએ મોટો ભેંકડો તાણ્યો. એક ચાંપલી ડોસીએ આ જોયું. તેણે પોલીસને ફોન કર્યો. મૉમ, આઈ વોઝ એરેસ્ટેડ…હેન્ડકફડ્.  એક રાત લોકાઅપમાં ગાળી.

જીમીતો મુન્નીના જન્મ પછી અમને મા દીકરીને છોડીને ચાલ્યો ગયો હતો. મેં એકલીએ કેટલા લાડથી મુન્નીને ઉછેરી!…. એકલે હાથે…. કોઈ દિવસ ટપલાની વાત તો બાજુ પર રહી પણ એનું મન દુભાય એવી રીતે ખીજવાઈ પણ નહોતી. અને એક દિવસમાં, એક થપ્પડમાં બધુંજ ધોવાઈ ગયું.

ત્રણ મહિનાની જેલ થઈ. તે દરમ્યાન મારી ફ્રેન્ડ મૌલીએ મુન્નીને પ્રેમથી સંભાળી. ત્રણ મહિનાની જેલ હતી પણ પાંચ વીકમાં જ છૂટકારો થયો. થેન્કસ ગોડ.

મુન્નીને વળગીને કેટલું રડી હતી! જેલનું દુઃખ ન હતું. પણ વગર વિચાર્યે શામાટે મેં મારી દીકરી પર હાથ ઉપાડ્યો એ આજે પણ સમજાતું નથી. આજે મારી પાસે કોઈ જ નથી. માત્ર છે મારી મુન્ની.

પાંચ વીકના રિહેબ પ્રોગ્રામમાં ચાઈલ્ડ એબ્યુઝ અંગે કેટલું બધું સમજાવાયું હતુ.

 

બે નાની છોકરી.

 

એક છોકરી… તેની ઢિંગલીને પ્રેમથી વળગે…. કપડાં પહેરાવે…. વહાલથી બકી કરે…..  પ્રેમથી પોતાની સાથે સુવડાવે. ….હાલરડું ગાય…. બસ પ્રેમ, પ્રેમ અને પેમ. વહાલનો દરિયો. બસ જાણે  મારી અને મારી મુન્નીની જ વાત.

બીજી છોકરી…. એની પોતાની ઢિંગલી…. એને અફાળે…. ખીજવાતી હોય એમ બબડે…. જાણે ઢિંગલી તોફાન કરતી હોય એમ એને શિક્ષા કરે…. હા, એ એમ કરી શકે કારણકે,   એ એની પોતાની ઢિંગલી છે. એનો એના પર અધિકાર છે…મને થતું કદાચ એ મારી અને મારી મૉમ એટલે કે તારી વાત જ હશે.

મને ગળા સુધીની ખાત્રી છે. યુ રિયલી લવ મી. તેં જ મને જન્મ આપ્યો છે. હા, તું થોડી ડિસએપોઇન્ટ થઈ હતી મને ભગવાને છોકરાને બદલે છોકરી બનાવીને મોકલી હતી. પ્રેમ હોવા છતાં તારામાં પ્રેમ પ્રદર્શિત કરવાની સમજ ન હતી. આવડત ન હતી. કદાચ તારી દૃષ્ટિએ એવા વેવલાવેડાની જરૂર ન હતી. કદાચ પ્રેમ જણાવવાની વૃત્તિ નહતી. હું આખી જીંદગી, મને પ્રમથી કચડી નાંખે એવા તારા આલિંગનની તરસીજ રહી છું. મારી ફ્રેન્ડસ્ ની મમ્મીઓ પણ જ્યારે મને દીકરી દીકરી કહીને વહાલથી બોલાવતા ત્યારે મારું મન તારામાં ખોવાઈ જતું. તેં બને કદીયે દીકરી કે બેટી કહીને બોલાવી નથી. શીલા કહી ને જબોલાવી છે.  તારી પાસેથી એ શબ્દોની અપેક્ષા આજે યે અધુરી જ રહી છે.

મોમ, અગેઇન આઈ સે, યુ મસ્ટ હેવ લવ્ડ મી બટ યુ કુડ નોટ એક્ષપ્રેસ ટુ મી.

યાદ છે મોમ્ હું અઢાર વર્ષની હતી. આપણા ઘરે મારી જ બર્થડેપાર્ટી હતી. એક જરા સરખી વાતમાં તેં મને થપ્પડ મારવાની વાત કરી હતી. તેં મને મારી તો ન હતી, પણ બધાની હાજરીમાં અઢાર વર્ષની પુત્રીને મારવાની વાત… મારાથી મારું હ્યુમિલીયેશન સહન ન થયું….આખી રાત હું રડતી રહી. તે વખતનો મિત્ર અને મીનુના બાપનો સ્વાર્થી સહારો મળી ગયો. મેં ઘર છોડ્યું. ભણવાનું પુરું ન કરી શકી. મારી સમજ અને વિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ. વગર લગ્ને મુન્નીની મા બની ગઈ.  

મારે તને બતાવવું હતું કે હું તારા કરતા મારા સંતાનની સારી અને પ્રેમાળ માતા છું. બટ આઈ ફેઇલ્ડ. એક વખતના ગુસ્સાએ મને જેલમાં મોકલી. મોમ્!   મને તારો પ્રદર્શિત પ્રેમ મળ્યો હોત તો?   મારી જીંદગી કદાચ  જુદી જ હોત. હું નાની હતી ત્યારે તારા કેટલાયે ટપલા, ટોણાનો લાભ લીધો છે. ટપલાના કોઈ ઘા તો પડ્યા જ ન હતા, છતાંયે જીવન ભર દુખતા રહ્યા.

રિહેબના સેસન્સમાં જાણ્યું કે આ જીવન શૈલી ઘણીવાર વારસાગત હોય છે.  શું નાનીમાએ તને આ જ રીતે ઉછેરી હતી?  મુન્નીની હઠને હસી કાઢવાને બદલે મેં હાથનો ઉપયોગ કેમ કર્યો?  હવે તો મારા પર “ચાઈલ્ડ એબ્યુઝર”નું લેબલ લાગી ગયું છે.  શું હું  ખરેખર ચાઈલ્ડ એબ્યુઝર છું?  મને પણ તારો વારસો તો નથી મળ્યો ને?

આપણે ત્યાં ઈન્ડિયામાં કહેવાતું ‘સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ઝમ ઝમ.’  આજે તો ત્યાં પણ કાયદો બદલાયો છે. અહિ પણ અસલના સમયમાં કહેવાતું  ‘સ્પેર ધ રોડ, એન્ડ સ્પોઈલ ધ ચાઈલ્ડ’. પણ   હવે લોકોનું દૃષ્ટિબીંદુ બદલાયું છે. નબળું એબ્યુઝ્ડ ચાઈલ્ડ આખી જીંદગી ડિપ્રેશન ભોગવે છે. એનો વિકાશ અટકે છે. માર ખાઈને મોટું થયેલું સબળુ બાળક બુલી થઈ જાય છે. મોટું થતા ક્રિમિનલ થઈ જાય છે.

‘કોર્પોરલ પનીસ્મેન્ટ’ પણ ચર્ચાનો વિષય છે. જેલમાં અમારી પાસે સોગંદ લેવડાવ્યા છે કે અમે અમારા બાળકોને મારીશું નહિ કે ‘કોર્પોરલ પનીસ્મેન્ટ’ની ધાક ધમકી આપીશું નહિ. બાળકોને પ્રેમથી ઉછેરીશું અને કેળવીશું.

આમ છતાંએ મૉમ આઈ લવ યું. આઈ નો…માઈ હાર્ટ સેઝ, યુ લવ મી ટુ. મામ, આઈ મીસ યુ. આપણે જ્યારે મળીશું ત્યારે મન મુકીને હગ કરીશું. કરીશ ને?

યોર વન એન્ડઓન્લી ડોટર શીલા.

એક ઝીણી માઈક્રોફિક્ષન “લગ્નયોગ.”

એક ઝીણી માઈક્રોફિક્ષન “લગ્નયોગ.”

.

એક હતો છોકરો.

કાશીમાં વેદાભ્યાસ કરેલા દાદાનો એકનો એક જીવીત રહેલો પૌત્ર.

એક વાર કાશીમાં સાથે ભણેલા દાદાના, સફેદ દાઢીવાળા જ્યોતિષી દોસ્ત, દાદાને મળવા આવ્યા. એ જોશીદાદાને પણ હિમ્મતલાલ જોશી જેવી જ સફેદ લાંબી દાઢી હતી. ફેર એટલો કે જરીભરેલી પાઘડી પહેરતા.

છોકરાનું ડાચું જોઈને કહ્યું કે “ આપકે પૌત્રકે ભાગ્યમેં લગ્ન યોગ નહી હૈ.” તે વખતે યોગ બોગમાં તો સમજ નહીં પણ છોકરાને એટલી ખબર પડેલી કે બધા વર બૈરી જેમ માહ્યરામાં બેસે તેવું બેસવા મને મળવાનું નથી.

જમાનો બાળલગ્નનો નહી પણ તે સમાજમાં તે સમયે બાળ વિવાહો તો બહુ થતાં. તે સમયમાં જનોઈ દેવાય ત્યારથી છોકરીઓ ના માબાપ કુટુંબ પ્રમાણે બુકિંગ કરાવવા માંડે. છોકરા છોકરીની ક્વોલિટી નહીં પણ ફેમિલીની ક્વોલીટી જ જોવાય. એ છોકરા માટે પણ બધા પૂછે. નાના છોકરા માટે વાતો આવે. પણ માતા પિતા, કાકા કાકી કહે હજુ નાનો છે.

સાત વર્ષની ઉમ્મર કાંઈ નાની કહેવાય? બાપ કાકા, અને બા કાકી બધાને ના જ કહ્યા કરે. દાદા બિચારા ખૂબ ચિંતા કરે. જોષીદાદાની વાત સાચી પાડવા જ દાદાના દીકરાઓ નન્નો વાસતા હોય એવું એમને લાગતું.  બિચારા છોકરાને પણ ખૂબ ચિંતા થાય. જોશીની વાત સાચી પડે તો? હું રહી જવાનો.

છોકરાએ મનમાં નિર્ણય કરી લીધો. ઓકે. લવ કરીને મેરેજ કરીશ. ભાગી જઈને લગન કરીશ.

પણ  લવ કરવા કોઈ નવરી છોકરી પણ મળવી જોઈએને? ભણવાના પણ ઠેકાણા નૈ. બીજો ત્રીજો નંબર આવે. પહેલો નંબર લાવવો જોઈએ એનું ભાન જ નહીં. ભાઈના ડાચામાંયે ખાસ નવાઈ નહીં એટલે એને છોકરી મળે નહીં. લવ કરતાં આવડે નહી. બિચારો એ છોકરો સોળ વર્ષનો થયો ત્યાં સૂધી લવલેશ રહ્યો.

છેવટે એ છોકરાના પેરન્ટ્સને દયા આવી. દાદાજી ઉપડી જાય તે પહેલાં એક છોકરી સાથે ગોઠવી આપ્યું. દાદાએ સંતોષથી આશીર્વાદ આપ્યા. છોકરો તો ખૂશ ખુસાલ. છોકરાને પ્રેમ કરતાં પણ આવડી ગયું. લવલેટર અને ગપ્પાબાજીની લાંબ્બી લાંબી વારતા લખતાં પણ આવડી ગયું.

છોકરાને તો તરત જ મેરેજ કરીને સંસાર માંડવાની મરજી. પણ સસરાજી આડા ફાટ્યા. કહે કે પહેલા ભણવાનું પૂરું કરો. એકાદ વર્ષ નોકરી કર્યા પછી મારી છોકરીનો વિચાર કરજો.

માનશો નહીં પણ આઠ વર્ષ સુધી તડપતો રહ્યો. નફ્ફટ થઈને છોકરી સાથે હરતો ફરતો, રોમાન્સના ગીતો ગાતો રહ્યો.

આખરે મે મહિનાની પાંચમી તારીખે ૧૯૬૩માં એ છોકરો પરણી ગયો. અને એણે આવો ફોટો પણ પડાવ્યો હતો.

 May 5,1963

આજે તેપ્પન વરસ પછી યે ઊંઘતા જાગતા બોલ્યા કરે છે…આઈ લવ યું આઈ લવ યુ. આજે એ છોકરો આવો થઈ ગયો.

 YoginiPravin2016

દાદાના દોસ્તના જોષ ખોટા પડ્યા. ત્યારથી એ  છોકરો કોઈ પણ જોશીની વાતને ગંભીરતાથી લેતો નથી. જોશીદાદાને બે પત્નીઓ હતી. એ છોકરો જોશીદાદાને દર મે મહિનામાં  યાદ કરતો રહે છે.