Category Archives: Music Video

માત્ર, માત્ર શાસ્ત્રીય સંગીતપ્રેમી મિત્રો માટેના વિડીયો.

વડીલ મિત્ર ડો. કનક રાવળે ધનાશ્રી પંડિતનો સરસ મજાનો અને મ્યુઝિકલ  એડ્યુકેશનલ વિડિયો બ્લોગ મિત્રો માટે સજેસ્ટ કર્યો. મને ખાત્રી છે કે જો સાંભળવાની શરૂ કરશો તો પુરેપુરો સાંભળશો જ.

 

 

સંગીતપ્રિય મિત્રો માટે ત્રણ જુગલબંધી.

સૌજન્યઃ ડો. કનક રાવળ


Bhagyada Lakshmi Baaramma – Jugalbandi by Pt. Jayateerth Mevundi and Pt…

Dear Pravinbhai:

.

I am forwarding this musical clip to you for your BLOG. I received it from my niece with strong recommendation to listen this musical piece by Jugalbandi by Pt. Jayateerth Mevundi and Pt..Anand Bhate’

.

Their rendering of this Marathi Abhang is outstanding. Their style and voice remindsus of Music Great  Late Bhimsen Joshi.(listen to below) In fact they sound as tween clones of Pandatji 

.

Worth your time until the end….reallly beautifully done…..

.

Kanak Ravel

 

 

મારા સંગીત પ્રિય મિત્રો માટે જ.

Divinity – Divine Music for Meditation (Full Album Stream)

ઘણાં વર્ષ પહેલાં મારા પુત્રના મિત્રે મને આ ઓડિયો સીડી ભેટ આપી હતી. ઘર બદલ્યું અને ક્યાંક મુકાઈ ગઈ હતી. આજે એ મળી આવી. ઘરાઈને બે ત્રણ વાર સાંભળી. મારા મોટાભાગના સંગીતપ્રેમી મિત્રો માટે કદાચ આ નવી સીડી ન પણ હોય. મારો સ્વભાવ મને ગમતી વાત મિત્રોને પહોંચાડવાનો છે. જો આ સીડી કોઈએ ન સાંભળી હોય તો રાત્રે સૂતી વખતે આ સાંભળતાં સાંભળતાં. ઊંઘી જજો. અપાર શાંતિનો અનુભવ થશે.

Tracklisting 1. Awakening – based on rang Khamaj (00:00)

2. Enlightenment – based on raag Desh (10:42)

3. Homage – based on raag Gara (17:42)

4. Serenety – based on raag Pahadi (25:33)

5. Elation – based on raag Jaijaivanti (31:36)

6. Devotion – based on raag Yaman Kalyan (35:26)

7. Harmony – based on raag Hansdhwani (43:32)

8. Solace – based on rang Darbari (51:17)

9. Eternity – based on raag Bhairavi (58:35)

10. Bliss – based on raag Rageshri (01:06:00)

Buy on iTunes: https://itunes.apple.com/gb/album/div… An exploration of the Divine by some of the finest musicians of their generation that showcases the beauty and sanctity of the ancient art of Indian Music.

Divinity is a musical journey that truly experiences the inner soul.

Gentle and soothing instrumental music that will relax and relieve the stress of modern times that we all suffer from.

Music arranged and conducted by Ashit Desai. Conceieved and Produced by Hemant Mattani

Artists : Rakesh Chaurasia, Rupak Kulkarni, Sunil Das, Ulhas Bapat, Madhu Dhumal, Shambhaji Dhumal, Chintoo Singh, Pandit Bhavani Shankar, Alap Desai, Dnanesh Deo, Deepak Shah, Navin Manraja.

 

शारदे जय हंसवाहिनी

शारदे जय हंसवाहिनी जयति वीणा वादिनी (३)

जय सरस्वति ज्ञान दायिनी (२)

कमल हास विलासिनी (२) —–शारदे

रिद्धिसिद्धि विवेकदायिनी कुमतिशूल विनासिनी

देवी वंदे सुहास वर्षिणी (२)

ह्रदय हंस विराजिनी _____शारदे

मधुर काव्ये कलाधीशा प्रणवनादे विकासिनि

भगवती संगीत वर दे भुवन मानस वासिनी

शारदे जय हंसवाहिनी जयति वीणा वादिनी जय सरस्वति ज्ञान दायिनी

Sharade Jai Hans Vahini

Raag Malkauns, Rupak Taal

 

Ahmed and Mohammed Hussain.JPG

उस्ताद अहमद हुसैन और मुहम्मद हुसैन भारत के राजस्थान सूबे के शहर जयपुर से दो भाई हैं जो क्लासिकी ग़ज़ल गायकी करते हैं। उनके वालिद साहिब का नाम उस्ताद अफ़्ज़ल हुसैन है जो ग़ज़ल और ठुमरी के उस्ताद माने जाते थे।

શ્રી અનુજા બહેન કામત અને શાસ્ત્રીય સંગીત ના રાગોની સમજણ

સૌજન્યઃ મિત્ર પ્રભુલાલ ભરાડિયાની ફોર્વર્વર્ડેડ ઈ-મેઇલ

શ્રી  અનુજા બહેન કામત સરસરીતે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના રાગોની સમજણ આપે છે.

મિત્રો, તમે કોઈ કોઈવાર  હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પણ સાંભળતા પણ હશો, અને તેના વિષે વધુ માહિતી જાણવાનું પણ
મન થાય, તો સાહેબ આ નીચે આપેલ લિંક પર જઈ ને તે ખોલી ને જરુરથી વિડીયો જોવાની ભલામણ છે,
શ્રી અનુજા બહેન કામત સરસ રીતે શાસ્ત્રીય સંગીત ના રાગોની સમજણ આપે છે. 
તમને ગમશે.

રાગ વસંત (Basant)

saraswat

રાગ વસંત (Basant)

આ વર્ષે ૨૦૧૮માં વસંતપંચમી માધ (મહા) સુદ પાચમ ૨૧ જાન્યુઆરી, રવિવારને દિવસે આવે છે. ચાલો વધાવીએ વસંતના આગમનને મંગલવાદ્યમાંથી રેલાતા વસંત (બસંત) રાગથી.

Basant Hai Aayaa Rangeela Film – Stree  – 1961
Rag – Basant Tal – Dadra, Tintal
Music Director(s) – C. Ramchandra Singer(s) – Asha Bhosle, Mahendra Kapoor

 

સંક્ષિપ્ત પરિચય રાગ વસંત-

दो मध्यम कोमल ऋषभ चढ़त न पंचम कीन्ह।

स-म वादी संवादी ते, यह बसंत कह दीन्ह॥’

આરોહ- સા ગ, મ॑ ધ॒ રેં સાં, નિ સાં

અવરોહ- રેં॒ નિ ધ॒ પ, મ॑ ગ મ॑ ऽ ગ, મ॑ ધ॒ ગ મ॑ ગ, રે॒ સા

પકડ- મ॑ ધ॒ રેં॒ સાં, નિ ધ॒ પ, મ॑ ગ મ॑ ऽ ગ

વાદી સ્વર : સા સંવાદી : મ

થાટ- પૂર્વી (પ્રચલિત)

આ રાગ વિશે કેટલાક મતભેદો પણ છે. પહેલા મત મુજબ, આ રાગમાં કેવળ તીવ્ર મધ્યમનો પ્રયોગ હોવો જોઈએ, પરંતુ અન્ય મત મુજબ, બંને મ વાપરવા જોઈએ, જે વર્તમાન સમયમાં પ્રચલિત છે.

વિશેષતા – ઉત્તરાંગ પ્રધાન રાગ હોવાને કારણે આમાં તાર સપ્તકનો સા ઘણો ચમકે છે. શુદ્ધ મ નો ઉપયોગ માત્ર આરોહમાં એક ખાસ રીતથી કરવામાં આવે છે – સા મ, મ ગ, મ॑ ધ॒ સાં

ગાયન સમય – રાત્રિના છેલ્લા પહોરમાં પરંતુ વસંત ઋતુમાં તે દરેક સમયે ગાય શકાય છે.

આ રાગને પરજ રાગ થી બચાવવા માટે આરોહમાં નિ સ્વરનું લંઘન કરવામાં આવે છે-

સા ગ મ॑ ધ॒ સાં અથવા સા ગ મ॑ ધ॒ રેં॒ સાં

વિશેષ સ્વર સંગતીઓ-

૧) પ મ॑ ગ, મ॑ ऽ ગ

૨) મ॑ ધ॒ રેં સાં

૩) સા મ ऽ મ ગ, મ॑ ધ॒ રેં॒ સાં

 

Click below and enjoy classical raag Basant

https://www.youtube.com/results?search_query=raag+basant

મહાન સંગીતકારની જીવનકથની

મહાન સંગીતકારની જીવનકથની

 

જેમને ફિલ્મી શાસ્ત્રીય સંગીતમાં રસ છે એવી દરેક વ્યક્તિએ ચોક્કસ પણે બૈજુબાવરાના ગીતો તો સાંભળ્યા જ  હશે. એમાં તાનસેન અને બૈજુની સંગીત સ્પર્ધાનું  દેશી રાગમાં ગવાયલું એક ગીત ફરીવાર સાંભળી લઈએ.

#

 

 

ખબર છે આના ગાયક કોણ હતા?

આ ડ્યુએટમાં  કંઠ આપનાર સંગીત કાર હતા  ઉસ્તાદ અમિર ખાન અને પંડિત ડી.વી. પુલસ્કર.

પણ આજે વાત કરવી છે.દત્તાત્રય વી પલુસ્કરની નહિ પણ એના સંગીત દિગજ્જ પિતા વિષ્ણુ દિગંબર પલુસ્કરની.

V.Pulaskara

વિષ્ણુ દિગંબર પલુસ્કર

આ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી સંગીતકારનો જ્ન્મ મહારાસ્ટ્રના કુરુન્દવાડ નામના નાના ગામમાં ૧૮ ઓગસ્ટ ૧૮૭૨ના રોજ થયો હતો. પલુસ્કરને ઘરમાં સંગીતનું વાતાવરણ મળ્યું. કારણ કે તેમના પિતા દિગંબર ગોપાલ પાલુસ્કર ધાર્મિક સ્તોત્રો અને કીર્તનના સારા ગાયક હતા.  વિષ્ણુ દિગંબર પલુસુકરને બાળપણમાં એક કરુણાંતિકાનો સામનો કરવો પડ્યો હતો.

નજીકના શહેરમાં દત્તાત્રેય જયંતીની ઉજવણી દરમ્યાન એમના ચહેરા પર ફટાકડો ફૂટ્યો અને તેમની આંખને ઈજા થઈ. તાત્કાલિક સારવાર ન મળવાને કારણે એમણે દૃષ્ટિ ગુમાવી. સદ્ભાગ્યે પાછળથી તેમને સારવાર મળતાં આંશિક દૃષ્ટિ પાછી મળી હતી.

મિરાજના મહારાજાએ બાળક વિષ્ણુ દિગંબરની સંગીત પ્રત્યેની લગન અને સૂઝ નિહાળી ગ્વાલિયર ઘરાનાના સંગીતકાર ગુરુ બાલક્રિષ્નનબુઆ ઈચલકરણીકર પાસે સંગીત શીખવા મોકલ્યા. તેઓએ તેમના ગુરુ સાથેના સંબંધો બગડ્યા ત્યાં સૂધી બાર વર્ષ એમની પાસે સંગીતનું શિક્ષણ લીધું અને ૧૮૯૬માં છૂટા થયા.

છૂટા થયા પછી એમણે ભારતમાં સંગીત પ્રવાસ શરૂ કર્યો. ઉત્તર ભારતની અનેક હિન્દુસ્તાની સંગીત પ્રણાલિકાનો અભ્યાસ કર્યો. મથુરામાં આવી બ્રજ ભાષા શીખ્યા. ત્યાં ચંદન ચૌબાજી પાસે ધ્રુપદ શૈલીનું શિક્ષણ મેળવ્યું.

           . આ સમય દરમિયાન તેમણે બરોડા અને ગ્વાલિયરના રાજવી કુટુંબોનો સંપર્ક સાધ્યો. 

તેમણે નાણાં કમાવવા માટે જાહેર સંગીત કાર્યક્રમો પણ કર્યા. પલુસકર કદાચ જાહેર સંગીત કાર્યક્રમોનું આયોજન કરવા માટેનું સૌપ્રથમ શાસ્ત્રીય ગાયક છે. આ પહેલાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો માત્ર રાજદરબાર અને મંદિરોમાં જ યોજાતા હતા.
મથુરા ચાલ્યા ગયા બાદ પલુસુકર લાહોર પહોંચ્યા અને  મે ૫, ૧૯૦૧ માં તેમણે ગંધર્વ વિદ્યાલયની સ્થાપના કરી. સંગીત શાળા માટે દાન ઉપરાંત એમને લોન પણ લેવી પડી હતી.

લાહોર બાદ તેમણે ૧૯૦૮-૦૯ના અરસામાં મુંબઇમાં ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરી.  વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત રહેવા જમવા અને અન્ય સગવડોનો ભાર પણ એઓ જ ઉપાડતા. કેટલાક વર્ષો પછી, આ શાળા નાણાકીય કારણોસર ચલાવવા માટે સક્ષમ ન રહી અને આ કારણે નાણાં ભેગા કરવાબ તેમણે અનેક જાહેર કાર્યક્રમો પણ આપ્યા. આમ છતાં; પલુસ્કરજીની મિલકત પણ જપ્ત થઈ ગઈ હતી.

મુંબઈ ઉપરાંત એમણે નાશિકમાં રામ-નામ-આધાર આશ્રમની સ્થાપના અને સંચાલન કર્યું.

એમનું અંગત કૌટુંબિક જીવન પણ યાતના મુક્ત ન હતું.  એમણે ૧૮૯૦ માં શ્રીમતી રામાબાઈ સાથે લગ્ન કર્યાં. એમના અગિયાર સંતાનોનું બાળ વયે જ અવસાન થયું હતું, બારમું સંતાન દત્તાત્રેય જ્યારે દશ વર્ષના હતા ત્યારે ૨૧ ઓગસ્ટ ૧૯૩૧માં શ્રી વિષ્ણુ દિગંબર પુલસ્કરનું નિધન થયું. ત્યાર પછી એક માત્ર સંતાન દત્તાત્રેયનું પણ યુવાવ્સ્થામાં જ ૧૯૫૫માં અકાળ અવસાન થયું. પત્ની રામાબાઈ પણ બે વર્ષ પછી ૧૯૫૭ માં મૃત્યુ પામ્યા.

વિષ્ણુ દિગંબર પલુસ્કરના વિશ્વવિખ્યાત  શિષ્યોમાં પંડિત ઓમકારનાથ ઠાકુર, પંડિત વિનાયક રાવ પટવર્ધન, પંડિત નારાયણ રાવ  વ્યાસ જી.આર. ગોખલે, બી.એ. દેવધર, વામનરાવ,  શંકર શ્રીપદ વોડા, વિષ્ણુદાસ શીરાલી,  અને તેમના પુત્ર ડી.વી. પલુસ્કર જેવા પ્રસિદ્ધ સંગીતકારોનો સમાવેશ થાય છે.

એમણે એમના જીવનકાળ દરમ્યાન સંગીતશાસ્ત્ર અંગે ૭૦ જેટલા પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. રઘુપતિ રાઘવ રાજારામની સામુહિક ધૂન હોય કે પછી રામચરિત માનસનું સંગીતમય પ્રસારણ હોય, કોંગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રીય ભાવનાત્મક વંદેમાતરમનું ગાન હોયકે ધાર્મિક અને સામાજિક ઉત્સવોના સંગીતના કાર્યક્રમો હોય; એમણે એમનું સમગ્ર જીવન સંગીતની સેવા અને સંવર્ધન માટે જ અર્પણ કર્યું હતું.

 એમણે શાસ્ત્રીય સંગીત પરિષદોનું આયોજન કરીને લોકપ્રિય બનાવવાનું સફળ અભિયાન ચલાવ્યું. તુલસી, કબીર, સુરદાસ વિગેરે ભક્ત કવિઓના કવિઓના પદોને જૂદા રાગોને શ્રૂંગાર-પ્રધાન ઠુમરીમાં રજુ કરી કરીને જાણીતા કર્યા હતા.

સંગીતવાદ્ય માટે પોતાનું વર્કશોપ ખોલ્યું હતું અને વાદ્ય પ્રદર્શનો પણ યોજ્યા હતા.

એમના જીવન પરની નીચેની એક સરસ ડોક્યુમેન્ટરી જાણવા માણવા જેવી છે.

 

This Music on Violin Shahanai and Tabala by three great musicians of India will play YAMAN RAGA

ઉસ્તાદ બિસ્મિલ્લાખાનની શેહનાઈ, ડો. એમ. રાજમનું વાયોલિન અને કિશન મહારાજની તબલા પરની સંગત જેટલી વાર માણીયે દર વખતે નવી જ દુનિયા સર્જે છે. પ્રજ્ઞા બહેનના આભાર સહિત મારા સંગીત પ્રિય મિત્રો માટે રાગ યમન કલ્યાણ – તીન તાલમાં રજુ કરું છું.
બે લાખ ઉપરના રસિકોએ આ વિડિયો માણ્યો છે. તમે રહી ના જતાં.

https://www.youtube.com/watch?v=Sgu-xXwJWvs&feature=youtu.be

નીરવ રવે

From Rajendra Trivedi <rmtrivedi@comcast.net> wrote:
OUR BEST WISHES.
WE WISH ALL ON THIS GURU PURNIMA MUSIC OF MEETING AT RAJENDRA GHAT VARANASI.
This Music on Violin Shahanai and Tabala by three great musicians of India will play YAMAN RAGA.
Sunday, July 9th 2017.
Medford,MA
Dhavalrajgeera Dharma Dhruv Nikhil Divya.

View original post

ઉત્તર-દક્ષિણ, સંગીત સંલગ્ન.

saraswat

***********

અંગતરીતે સંગીત મારે માટે મૅટિટેશન છે. એમાં ડૂબી જવાનું મને ગમે છે. આધુનિક ટેક્નોલોજીએ આપેલી યુ-ટ્યૂબની ભેટનો બને તેટલો લાભ લેતો રહું છું. એક સમયે સંગીત પાછળ, એલ.પી કે કેસેટ કે સીડી પાછળ મન મૂકીને નાણાં ખર્ચવા પડતા હતા. આજે હાથવગુ અને મફત છે. મિત્રોને ગમશે કે ન ગમે તે વિચાર્યા વગર જ; હું જે માણું છું તેમાનું થોડું થોડું, બ્લોગમાં પોસ્ટ કરતો રહું છું.

આજે યુ ટ્યૂબ પર ભટકતાં ભટકતાં આ સરસ વિડિયો હાથ લાગ્યો. મારા સંગીતપ્રિય મિત્રો માટે રજુ કરવાનો મોહ ના છૂટ્યો. આશા છે કે થોડા મિત્રો તો માણશે જ. હિદુસ્તાની સંગીતમાંનો માલકૌંસ રાગ કર્નાટકી સંગીતમાં હિન્ડોલમ છે. જો અડધો કલાક સાંભળશો તો તમારા મન હૃદયમાં કલાકો સૂધી એ ગું જતો રહેશે.

રવિશંકર-અનોષ્કાઃ જ્યોર્જ હેરિસન કોન્સર્ટ

જ્યોર્જ હેરિસન કોન્સર્ટ

જ્યોર્જ હેરિસનની પહેલી સંવતસરીના પ્રસંગે ૨૯ નવેમ્બર ૨૦૦૨માં જ્યોર્જ ની વિધવા ઓલિવિઆ અને પુત્ર ધાનીએ લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં જ્યોર્જ હેરિસનના સ્મર્ણાર્થે સંગીત મહોત્સવ ગોઠ્વ્યો હતો. એના પહેલા ચાર ભાગ અહિ રજુ કરું છું

000000000000

 1. “SarveshaamTraditional prayer – including a dedication by Ravi

 1. “Your Eyes” (Ravi Shankar) – 8:22
  • Anoushka Shankar: sitar; Tanmoy Bose: tabla

 1. The Inner Light” (Harrison) – 3:01
  • Anoushka Shankar: sitar; Jeff Lynne: lead vocals, acoustic guitar; Rajendara Prasanna: shahnai; Tanmoy Bose: tabla; Dhani Harrison: backing vocals, piano; Unidentified musicians: other instruments

MUST SEE VIDEO

 1. “Arpan” (Ravi Shankar) – 23:01
  • Anoushka Shankar: conductor; Sukanya Shankar: vocal-shloka; M. Balanchandar: mridangam; Rajendara Prasanna: shahnai; Vishwa Mohan Bhatt: mohan vina; Tanmoy Bose: tabla, dholak; Chandrasekhar, Balu Raghuraman: violins; Eric Clapton: electric guitar; Pedro Eustache: wind instruments; Sunil Gupta: flute; Anuradha Krishamurthi, O.S. Arun: lead vocals; Jane Lister: harp; Gaurav Mazumdar: sitar; Snehashish Mzumdar: mandolin; Ramesh Mishra: sarangi; Pirashanna Thevarajah: percussion; Kenji Ota: tanpura; Barry Phillips: cello; Emil Richards: marimba; Partho Sarathy: sarod; Hari Sivanesan, Sivaskti Sivanesan: veena; Boys and Girls Choir courtesy of Bharatiya Vidya Bhavan; English Chamber Choir; London Metropolitan Orchestra (Andrew Brown, Roger Chase, Chris Fish, Helen Hathorn, Lynda Houghton, Ian Humphries, Zoe Martlew, Stella Page, Debbie Widdup)
  • Michael Kamen – string conductor, string arrangement

Co

Music video credit: You Tube.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

The full program જો સમય હોય તો આખો પ્રોગ્રામ નીચે ક્લિક કરીને માણી લો.