કાવ્ય ગુંજન ૧

કાવ્ય ગુંજન ૧
“Only the very weak-minded refuse to be influenced by literature and poetry.”
― Cassandra Clare, Clockwork Angel
આજે મિત્રો તરફથી મળેલી કાવ્ય પ્રસાદીઓ.
સૌથી પ્રથમ મારા મિત્ર સુરેન્દ્ર ગાંધીનું કાવ્ય. કવિ પ્રેમરોગની કેફિયત એમના શબ્દોમાં રજુ કરે છે.

Image

Surendra Gandhi
મરીઝ
હતાશા ના હલેસાંએ ડુબાડી નૌકા છીંછરા પાણીમાં
વિરહ વિતકો વહ્યા નિઃશબ્દ વાણીમાં

રસ્તો સામિપ્યનો એમનાથી દૂર લઈ ગયો
રઝળીને એક વણજારો મશહુર થઈ ગયો.

સપ્તપદીતો ન’તી, ન’તો બે કદમનો સથવારો
વ્હાલપની વસવી વાટ, એનો નહીં આરો કે ઓવારો

ભર વસંતમાં ઉજડ્યો બાગ, ખીલતા પહેલા
મિલન કેરી મોસમમાં થયા વિખૂટા પારેવડા મળતા પહેલા

કુરબાન એમની ખુશી પર થઈને કરી બરબાદ જીંદગી
આવ્યા બની તારણહાર, હસીને અવગણી મારી માંદગી
રચના – સુરેન્દ્ર ગાંધી

@@@@@@@@@@@@@@@

બીજું કાવ્ય મારી યુવા મિત્ર રચના ઉપાધ્યાયે મોકલ્યું છે. દાંપત્ય જીવનની રોજીદી ઘટમાળ, ઓન્કોલોજી ક્ષેત્રમાં વ્યવસાય, પુસ્તક પ્રેમ અને હૃદયમાંથી સતત સર્જાતા કાવ્ય એટલે રચના… રચના ઉપાધ્યાય. આશા છે કે આપને આ રચના ગમશે જ.

આવું શું કામ કરું?

ખુદના હોવાનું વિસ્મય લઇ ફર્યા કરું
પછી ખભે ભાર હોવાની ફિકર કરું

રેતી પર દરિયાનાં મોજાંથી ચાસ કરું
કશુંએ ના ઉગવાની પછી ફરિયાદ કરું

હું મારામાં જ સર્વને ગોત્યાં કરું
ત્યાં જ ખુદ થી ખુદાને ખોયાં કરું

ઉપર ચઢવાની લાયમાં રહ્યા કરું
છે સાપ સીડીની રમત એ ભૂલ્યાં કરું

અંકાયેલ ગલીઓની જ સફર કરું
શબ્દોની નવી “રચના”ની ઉમ્મીદ કરું.
@@@@@@@@@@@@@@@@

ત્રીજી પ્રસાદી ખૂબ જાણીતા માનીતા કવિ, લેખક, અનુવાદક સાહિત્યકાર મિત્ર શ્રી રમણિક અગ્રવાત તરફથી મળી છે.

Image

Ramanik Agravat
પરિચય–રેખા
૨૫ ડિસેમ્બર ૧૯૫૫ને રોજ અમરેલી જીલ્લાના આંબરડી(જોદીદાસ)માં, જન્મેલા ષ્રી રમણીક ગોવિંદરામ અગ્રવાત વ્યવસાયે તો ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સમાં શિફ્ટ એન્જિનીયર છે. પણ કાવ્ય પરબ માંડીને બેઠા છે.
એમના કાવ્ય સંગ્રહો; ક્ષણકમળ, વહી જતા આભાસનાં રેખાચિત્રો, . અવસર આવ્યા આંગણે. . સંગત (વિવેચન, કાવ્યાસ્વાદ), . મૃત્યુ અને પરલોક (હિન્દીમાંથી અનુવાદ. વિચારણા અને સંકલન), . ચિલિયન કવિ પાબ્લો નેરુદાના કાવ્યોનો અંગ્રેજીમાંથી અનુવાદ, . રશિયન કવિ યેવજેની યેવતુશેંકોની આત્મકથાનો અંગ્રેજીમાંથી અનુવાદ સામયિક ‘શબ્દસૃષ્ટિ’માં ‘એક વહેલી આત્મકથા’ શીર્ષકથી ધારાવાહિકરૂપે પ્રગટ, આ આપણી ગુજરાતી’ શીર્ષકથી તરતાં થયેલાં ચૂંટેલાં ગુજરાતી કાવ્યોના આસ્વાદ ઈ–બુક રૂપે પ્રગટ થયા છે
કાવ્યસંગ્રહ ‘ક્ષણકમળ’ અને ‘વહી જતા આભાસનાં રેખાચિત્રો’નું શ્રી પોરબંદર અંધજન સેવામંડળ દ્વારા બ્રેઈલલિપિમાં રૂપાંતરણ થયું છે. એમના કાવ્યોનો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયો છે
એમનો સંપર્ક
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ, ગુજરાત. પીન. ૩૯૨ ૦૧૫
મોબાઈલઃ ૯૬૬૨૦ ૫૮૨૪૩
ઇ–મેઈલઃ rgagrawat@gnfc.in, ramanikagravat@gmail.com

આજની પ્રસાદી
બારીઓ * રમણીક અગ્રાવત

બારીઓ ન હોત તો                                         Without windows
પ્રાર્થનાની જેમ ઊડતાં પંખીઓ                         We would have never heard
આપણને કદી ન સંભળાત.                               birds flying like prayers.

બારીઓ ન હોત તો                                         Without windows
ભેરુઓની બૂમ આપણા લગી આવતાં આવતાંમાં  Calls of our pals would have grown old
વૃદ્ધ થઈ જાત.                                               reaching up to us.

બારીઓ ન હોત તો                                        Without windows
મારી ને તમારી દીવાલ વચ્ચેનો પ્રાણવાયુ        The oxygen between my wall and yours
થૂ થૂ ગંધાઈ ઊઠત.                                       would have utterly stunk.

બારીઓ ન હોત તો                                       Without windows
રસ્તા પરનાં નમણાં દૃશ્યો                             The pleasing, pretty scenes on the road
નધણિયાતાં રહેંસાઈ જાત. would                  have got butchered unprotected.

બારીઓ ન હોત તો                                                Without windows
આપણા સંબંધોમાં વસાઈ જતી હવડ ઈસ્ટાપડીઓ     The unused stoppers getting shut
ખૂલવાનું ભૂલી જાત.                                             on our relations would have forgotten to open.

બારીઓ ન હોત તો                                              Without windows
હું ને તમે પોતપોતાના દીવાલવટામાં                    You and I would still rot,
હજીયે સબડતા હોત.                                           walled within our separate exiles.

બારીઓ ન હોત તો                                             Without windows
ઘર થોડાં વધુ સાંકડાં થઈ જાત                            Our homes would be narrower
પૃથ્વી થોડી વધુ વાસી.                                       and the earth staler.
Translation: Nandita Muni and Dilipsinh Chauhan

4 responses to “કાવ્ય ગુંજન ૧

  1. pravinshastri April 15, 2014 at 11:33 PM

    I will inform Surendrabhai.

    Like

  2. chandravadan April 15, 2014 at 10:59 PM

    Nice Rachanao !
    Seem to remember meeting Surendra Gandhi @ the Medical Conference @ Long Beach California….Hope Surendrabhai reads this Comment.
    Pravinbhai send this as an Email to him
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Inviting YOU & Surendrabhai to my Blog Chandrapukar.
    See you soon !

    Like

  3. pravinshastri April 15, 2014 at 11:48 AM

    વિનોદભાઈ, આપના અને સુરેન્દ્રભાઈના ભૂતકાળની મનસિક વ્યથાઓ વચ્ચે કંઈક સામ્ય ખરું!.

    Like

  4. Vinod R. Patel April 15, 2014 at 11:39 AM

    એક જ થાળીમાં ત્રણ મજાની પ્રસાદી પીરસી દીધી તમે પ્રવીણભાઈ .

    ભર વસંતમાં ઉજડ્યો બાગ, ખીલતા પહેલા
    મિલન કેરી મોસમમાં થયા વિખૂટા પારેવડા મળતા પહેલા

    મારી જ વાત શાયર મરીઝના મુખેથી .

    કાવ્યોમાં કવિઓ કેવો હૃદયનો ભાવ ઠાલવી દેતા હોય છે એ આ કાવ્યો બતાવે છે .

    આસ્વાદ કરાવવા બદલ આભાર, પ્રવીણભાઈ .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: