મિડલાઈફ ક્રાઇસિસ

 Sexy-South-Actress-Shanvi-In-Tight-Blue-Suit-Salwar_2012_8Midlifeteach_101112-2

                     મિડલાઈફ  ક્રાઇસિસ

અવિનાશ વોશિંગટન ડી.સી ની ૨૨મી સ્ટ્રીટ પરના ૧૧૭૭ નંબરના હાઈરાઈઝ કોન્ડો પાસે આંટાં મારતા સુહાસિનીની રાહ જોતા હતા.

સુહાસિની એચ.વન. વિસા પર અમેરિકા આવી હતી. પંજાબી હોવા છતાં મુંબઈમાં ઉછરેલી એટલે ગુજરાતી પણ બોલતી હતી. જ્યારે એણે જાણ્યું કે એના બૉસ અવિનાશ ઈન્ડિયન છે ત્યારે એણે આત્મીયતાથી પોતાની ઘણી વાતો કરી હતી. કૂડી પંજાબણના ગુલાબી ગાલમાં ખંજન પાડતું સ્મિત અને હસતી આંખોનો સરવાળો, ભલભલા પાસે ધાર્યું કામ કરાવી શકતો.

એણે જ લાડથી અવિનાશ સરને એપાર્ટમૅન્ટ શોધી આપવાનું કહ્યું હતું. અવિનાશે સિલ્વરસ્પ્રીંગમાં પોતાના ઘરથી બે બ્લોગ દૂર એપાર્ટ્મેન્ટ શોધી આપ્યો હતો. સવાર સાંજ બાવન નંબરની બસમાં સાથે જ જતા. ઓફિસમાં સાથે જ કામ કરતા. અવિનાશ સરે કૂડી પંજાબણને આઠ મહિનામાં બે વાર પગાર વધારો કરાવી આપ્યો હતો.

અવિનાશ સુહાસિની મારકણી આંખોમાં અને ચુસ્ત યૌવનની દેહલતાના વળાંકોમાં કઈક શોધતા હતા, જે પોતાની પત્ની કેતકીમાં સુકાઈ ગયું હતું.

હજુ ગયે વર્ષે જ દીકરી જમાઈએ સિલ્વર વૅડિંગ ઍન્નીવર્સરીની સરપ્રાઈઝ પાર્ટી આપી હતી. આમ તો અવિનાશના કેતકી સાથેના પ્રેમ લગ્ન જ હતા. લગ્ન પહેલા અને દીકરીના જન્મ સૂધી તો કેતકી પણ એક અપ્સરા જેવી હતી પણ હવે એ પચ્ચીસ વર્ષ પહેલાની રોમૅન્ટિક કેતકી રહી ન હતી. હાઈસ્કુલમાં છોકરાં ભણાવી, થાકીને ઘરમાં આવતી ગૃહિણી હતી. ઘરમાં વધારે થાકતી. સ્કુલ માટે પ્રોજેક્ટ તૈયાર કરતી. અને…ઊંઘી જતી. જો અર્ધજાગૃત હોય તો ફરજ પૂરતું દેહ દાન કરીને નિશ્ચેતન પડી રહેતી. હા, બધા અંતઃસ્રાવ સુકાઈ ગયા હતા. એજ સમયમાં સુહાસિનીએ અવિનાશની ઓફિસમાં અને તેના આંતરમનમાં પ્રવેશ કર્યો.

વોશિંગટન ડી.સી.માં અને તેમાં પણ એચ સ્ટ્રીટ પર પાર્કિંગની મુશ્કેલી. કારને બદલે બાવન નંબરની બસ એ જ યોગ્ય વિકલ્પ હતો. રોજ બસમાં બન્ને સાથે જતા. સાથે બેસતા. મોટેભાગે સુહાસિની અવિનાશ સરના ખભા પર માથું ઢાળી ઊંઘ કાઢી લેતી. લંચ સમયે અવિનાશ સર એને બહાર લઈ જતા. કેતકીએ તૈયાર કરેલો લંચ બોક્ષ એમનો એમ પાછો આવતો. ઓફિસનું કામ વધ્યું હતું. ઘણી વાર ઈરાદા પૂર્વક બસ ચૂકી જવાતી. છેલ્લી બસમાં આવતા રાત પડી જતી. કેતકી બેડ પર સ્કુલના કાગળોના પથારા વચ્ચે હાથમાં પેન્સિલ સાથે ઊંઘતી રહેતી.

‘સર, મને લાગે છે કે જો એકાદ એપાર્ટમેન્ટ ડીસીમાંજ મળી જાય તો રોજની દોડાદોડી મટી જાય. મને એકલીને તો ન પોસાય. કોઈક પાર્ટનર મળે તો શેર કરી શકાય. તમે પણ કેટલા થાકી જાવ છો! જો વીક ડેઈઝમાં તમે મારી સાથે રહી શકો તો આપણે બન્નેને ફાયદો થાય. સર! મારા પાર્ટનર બનશો? વીકએન્ડમાં સિલ્વર સ્પ્રીગ ચાલ્યા જવાનું. આમતો ઘરે સૂવા માટેજ જઈએ છીએ ને?’

વાળની લટને કરાંગુલીથી રમાડતી સુહાસિનીએ લંચ સમયે સૂચન કર્યું. એના સૂચિત પ્રશ્નમાં અવિનાશે ઇચ્છીત આંમંત્રણ ભાળ્યું.

અવિનાશના દેહમાં નવી ચેતનાનો સંચાર થયો. પગથી માથા સૂધીના રક્તભ્રમણમાં ઉષ્મા વહેતી થઈ.
‘ઍક્સેલન્ટ આઈડિયા સુસી, તારી વાત મને ગમી. તારે રેન્ટ શેર કરવાની જરૂર નથી. હું જ આપી દઈશ. સારો એપાર્ટમેન્ટ શોધી કાઢીશું.’

એક વીક પછી…

‘સર! એક ખુશ ખબર છે. એક સરસ વન બૅડરૂમનો એપાર્ટમેન્ટ મળી ગયો છે. રેન્ટ થોડું વધારે છે પણ તમારે એકલાએ એ ભાર ઉપાડવાની જરૂર નથી. હું પણ શેર કરીશ જ. અત્યારે એક માસનું રેન્ટ અને દોઢ માસની ડિપોઝીટ મળીને સાત હજાર પાંચસો જેટલા થશે. સર, તાત્કાલિક વ્યવસ્થા થઈ શકશે? ‘

‘હા, હા, સુસી ચિંતા નહીં. લે આ ચેક.’

અવિનાશે ચેક લખી આપ્યો.

‘તમારા નામ પર જ એપાર્ટમેન્ટનું એક વર્ષનું લીઝ કરીશુ. વાંધો નહીંને?’

‘કશો વાંધો નહીં.’

‘સર, આના પર સાઇન કરી આપો. હું અત્યારે જ મેનેજરને આપી આવીશ. સર, સાંજે સાત વાગ્યે આપણે આપણા એપાર્ટમેન્ટ પર જ મળીશું ઓકે!’

સહી થઈ ગઈ. ઓફિસમાં સુહાસિનીએ અવિનાશના ગાલ પર એક ચુંબનનો બુચકારો બોલાવી લીધો હોઠની લાલી અવિનાશના ગાલે પ્રસરી. ગાલ લૂછ્યા તો વધારે લાલ થયા.

‘સુસી, હવે તું મને સર કહેવાનું બંધ કર.’

‘ઓકે સર! ઓફિસમાં તો સર જ. ઘરે તમને પસંદ પડે તે.’

અને પતંગીયું લીઝ પેપર લઈને ઉડી ગયું.

અવિનાશે નોટ્પૅડ પર લખવા માંડ્યું.

કેતકી,
વર્ષો પહેલા આપણી વચ્ચે સ્નેહ પાંગર્યો અને આપણા પરિણયમાં પરિણમ્યો. દીકરીનો જન્મ થયો ત્યારે સ્નેહ સંબંધ એની સર્વોચ્ચ ઉંચાઈએ હતો. દીકરીનો ઉછેર અને એના ઘડતરે, તારી સ્કુલની નોકરીએ તને મારી પાસેથી ઝૂંટવી લીધી. દરેક સંબંધની એક સમય મર્યાદા હોય છે.

મને લાગે છે કે આપણો સમય પૂરો થયો છે. હવે હું અહીં વોશિંગટનમાં જ રહેવાનો છું. તારી ઈચ્છા અને શરત પ્રમાણે આપણે છૂટા થઈ જઈશું.

અવિનાશ.

પત્ર એક કવરમાં મૂક્યો. મારે એનો રડતો ચહેરો જોવો નથી. ઓફિસ જવા નીકળતા પહેલા આવતી કાલે સવારે કેતકીના ડેસ્ક પર મૂકી દઈશ. જીવનના નવીન તબક્કામાં પ્રવેશવાનો અવસર હતો. આવતી કાલે બાહોંમા ઠંડી ગુજરાતણને બદલે ઉકળતી ઉછળતી કૂડી પંજાબણ હશે. કદાચ દીકરી જમાઈને ન ગમે પણ તેઓ પણ ટેવાઈ જશે. ધે આર ઍડલ્ટ. ધે બોર્ન ઈન અમેરિકા. ધે વીલ અન્ડરસ્ટેન્ડ.

ગજવામાંના એન્વલેપ પર આંગળી ફેરવતા અવિનાશ વોશિંગટન ડી.સીની ૨૨મી સ્ટ્રીટ પરના ૧૧૭૭ હાઈરાઈઝ કોન્ડો પાસે આંટા મારતા સુહાસિનીની રાહ જોતા હતા.

સાતને બદલે સાડા સાત થવા આવ્યા. અકળાતા હતા.

એકાએક મોટી બાઈક એની પાસે અટકી. એક ઉંચો સશક્ત યુવાન અને એક યુવતી હેલ્મેટ ઉતારતા તેની નજીક આવ્યા. તે સુહાસિની હતી.

નજીક આવી.

‘સોરી સર, તમારે રાહ જોવી પડી. આ નીલને લીધે જ મોડું થયું. ઓહ! તમને વાત કરવાની તો ભૂલાઈ જ જતી હતી. આ છે મારો બોયફ્રેન્ડ નીલ કપુર. જાણે શાહિદ કપુરનો જોડિયો ભાઈ! ખરુંને! ન્યુયોર્કથી લાસ્ટ વીકમાં જ આવ્યો. અહીં એને ટીવી કૉરિસપૉન્ડન્ટ ની જોબ મળી છે. એણે જ આપણે બધાને માટે એપાર્ટમેન્ટ શોધી કાઢ્યો. એ પણ આપણો એપાર્ટમેન્ટ શેર કરશે. હવે તમારે આખુ રેન્ટ આપવાની જરૂર નથી. જો તમને વાંધો ન હોય તો બેડરૂમમાં અમે રહીશું. લિવિંગ રૂમમાં આપને ફાવશે ને? આ ફર્નિશ્ડ એપાર્ટમેન્ટમાં બીગ વૉલ હઈડાબૅડ છે. વીક ઍન્ડમાં આન્ટીને બોલાવીશું. ત્યારે બેડરૂમ તમે વાપરજો.’

‘સર, આપના સૂચન મુજબ હવેથી હું આપને અંકલ કહીશ. હું તમને હવેથી અંકલ કહું તો ગમશે ને! તમે જ કહેતા હતાને કે મને સર કહેવાનું બંધ કર.’
‘અંકલ તમે મારી હનીની એક ફાધરની જેમ કેર કરી છે. થેન્ક્સ અંકલ.’ નીલ કપુરે વિનયથી હાથ જોડતા કહ્યું.

‘લેટ્સ ગો અંકલ ઇન અવર એપાર્ટ્સ્મેન્ટ. ઉપર જઈને વાતો કરીએ. હું હેપ્પી ટુ ઘેધરની કૅઇક લાવી છું. સુહાસિની નીલને વેલની જેમ વિંટળાયલી હતી.

અવિનાશની આજુબાજુની દુનિયા એને મધ્યમાં રાખીને ગરબા કરતી હતી.

સુહાસિની! આજે તમે જ કૅઇક એન્જોય કરો. આપણે કાલે ઓફિસમાં વાતો કરીશું. જો મોડું થશે તો લાસ્ટ બસ ચૂકી જવાશે.

બસમાં ક્યારે બેઠા, ક્યારે ઘરમાં પ્રવેશ કર્યો તેનું અવિનાશને કશુંજ ભાન ન હતું. ગજવામાંનું કવર અને એમાની તેમણે લખેલી નૉટસ્ પરસેવાવાળી મુઠ્ઠીમાં ચિમળાઈને ડૂચો થઈ ગઈ હતી.

કિચન ટેબલ પર એને માટે ડિનર સેટ થયેલું હતું. કેતકી ઘરમાં ન હતી. ટેબલ પર એક ચિઠ્ઠી હતી.

અવિનાશ,
ટેબલ પર તારું ભાવતું ભોજન તૈયાર છે. ઘણા વખતથી તારે માટે બાસુદી બનાવવાનો વિચાર કરતી હતી પણ તને સાથે બેસીને ખાવાની ક્યાં ફૂરસદ હતી? સાથે તને ભાવતી કોપરાની પૅટિસ પણ છે. પૅટિસ સાથેની ચટણી નથી બનાવી. સમય ન હતો. સ્કુલમાં મારી સાથે જોબ કરતા સુધાકર મને લેવા આવ્યા હતા. તું તો એમને ઓળખે છે. એમની સાથે રહેવા જવાનો નિર્ણય ખૂબ જ મનોમંથન ને અંતે લીધો છે. પાંચ વર્ષ પહેલા એમની પત્ની ગુજરી જતાં એકલા પડી ગયા હતા. અને સત્ય હકિકતતો એ છે કે હું તારી સાથે હોવા છતાં પણ એકલી જ હતીને! સ્ટાફ રૂમમાં એકબીજાના અંતરની વાતો કરતા થયા. આખી સ્કુલના સ્ટાફમાં માત્ર અમે બે જ ઈન્ડિયન હતાને! પરસ્પરની લાગણીઓની કડીઓની સાંકળ ગુંથાઈ ગઈ. બન્નેના એકલવાયાનો અવકાશ પુરાતો ગયો. એ સંબંધમાં શરીરના વલખાં ને સ્થાન ન હતું. માત્ર હતી હૈયાની હૂંફ. સાહચર્યનો સંતોષ. પા સદીના આપણા સુખદ્ લગ્નજીવનની મધુર સ્મૃતિમાં કટાણો સ્વાદ ભળે તે પહેલા આપણે જુદા થઈએ એજ યોગ્ય છે. જીવન પ્રવાહ આપોઆપ માર્ગ શોધી લે છે. હું જાણું છું કે તારી લાગણીનો પ્રવાહ સુહાસિની તરફ વહી રહ્યો છે. અનેક શુભેચ્છાઓ.
કેતકી.

અવિનાશ ચેર પર ફસડાઈ પડ્યા. ધ્રૂજતા હાથે સેલ ફોન પર કેતકીનો નંબર ડાયલ કર્યો. કેતકીનો ફોન સ્વિચ્ડ ઓફ્ફ હતો….

Published in
Gujarat Darpan

30 responses to “મિડલાઈફ ક્રાઇસિસ

  1. aataawaani February 10, 2016 at 11:42 AM

    પ્રિય જયદીપ અને ઘરના સર્વે
    હું ડિસેમ્બરની બીજી તારીખે ડેવિડ ઘરે સિમેન્ટ કોન્ક્રેત ઉપર પડી જવાથી કમરનું હાડકું ભાંગી ગયું છે એટલે હાલ હું હોસ્પીટલમાં છું .

    Liked by 1 person

  2. aataawaani February 4, 2016 at 8:48 AM

    पंजाबदी कुड़ी अविनाशनु मार गई .
    एक मारी ओळखीति बाई जे लखनऊ बाजुनी हती . ते मने वात करती हती के एक लखनवी जवान अमेरिकथि देशमा गयो . परणानयो ने अमेरिका आवि गया ने पत्नीने तेड़ाववाना कागलिया तैयार कर्या / पत्नी आववा रवाना थै प्लेनमा एने कुंवारों पंजाबी युवक मल्यो आने बन्ने वच्चे दोस्ती जामी . अने ंलखनऊ की लड़की पंजाबी मुंडे दे नाल नस गई . आने परनेलो पति एरपोर्ट ऊपर लेवा गैलो पत्नी वगर पाछो फरयो .

    Liked by 1 person

  3. pravinshastri January 30, 2016 at 10:43 AM

    થેન્ક્સ તુફાનભાઈ.

    Like

  4. Toofan Patel January 30, 2016 at 10:23 AM

    કાકા, ખરેખર બહુ મસ્ત વાર્તા છે.
    જીવનના આ પ્રેમલીલાના પાસામાં અવિનાશ ફસડાઈ પડ્યો. તો અહીં એક અશ્વુની ધાર વછૂટી ગઈ. કદાચ કાલ્પનિક હશે પણ વાસ્તવિકતાની વધુ નજીક આ વાર્તા બેહદ પસંદ આવી પણ સાથે ચહેરાના હરેક રંગને ફીક્કા કરી દીધા…..

    Liked by 1 person

  5. jashara January 30, 2016 at 9:51 AM

    દાદા … આબુ બઢઢુ ની લખો …. કઈ કેટલા ગલઢાઓ ને હાર્ટ-ફેઈલ ઠઈ જાહે …
    “પુરુષ પાછલી ઉમરે સેક્સ ચાહે અને
    સ્ત્રી મોનોપોઝના થોડા વર્ષ પહેલા સેક્સ ચાહે …
    પરંતુ પુરુષ સુધરે-જ નહિ તે પાછલી ઉમરે પણ સેક્સ ચાહે અને
    સ્ત્રી પાછલી ઉમરે હુંફ ચાહે … “

    Liked by 1 person

  6. pravinshastri January 29, 2016 at 7:51 PM

    થેન્ક્સ છેલશંકરભાઈ.

    Like

  7. chhelshankar January 29, 2016 at 4:42 PM

    કોઈ એ સાચુ જ કહયુ છે કે સ્ત્રી ને કોઈ પૂરેપૂરી સમજી શક્યુ નથી ટૂંકી વારતા માં બે અલગ અલગ સ્ત્રી પાત્રો ? નો માનસ પરિચય કરવી દીધો. અભિનંદન. પ્રવિણ ભાઈ

    Liked by 1 person

  8. pravinshastri November 5, 2015 at 7:54 AM

    તુષારભાઈ, આપને મારી વાર્તા ગમી એનો આનંદ. હું સાહિત્યકાર નથી. હાઈસ્કુલ કોલેજમાં થોડી વાર્તાઓ પ્રગટ કરી હતી. પછી બધું બંધ થઈ ગયું. નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે ફરી જીવનની અને સમાજ ની વાસ્તવિકતાને કલ્પનાના રંગે રંગીને વાતો લખું છુંં. પ્રતિભાવ બદલ આભારી છું.

    Like

  9. Tushar Bhatt November 5, 2015 at 6:20 AM

    Jivan nu satya bahu sundar rite ujagar karyu.Aa paristhiti mahadanshe banne taraf hoy chhe.Je purush pakshe vadhare bolku hoy chhe ,e varta ma barabar ujagar thay chhe.Saras!…Abhinadan!

    Liked by 1 person

  10. pravinshastri November 4, 2015 at 9:43 PM

    ના હોં. આ ઉઠાંતરી નથી. સંપૂણ પણે મૌલિક છે. મારી કલ્પના છે. મારી બધી જ વાર્તાઓ મારી જ છે. મારા મગજમાં પાત્ર અને પ્રસંગો ગોઠવાય છે અને એને હું શબ્દ દેહ આપું છું. કવિતા આવડતી નથી. એ મિત્રોની લઉં છું એને તમામ ક્રેડિટ એના સર્જકોને આપું છું. સતિશભાઈ વાંચતા રહેજો. તમે તો અમેરિકન લાઈફથી માહિતગાર છો. તમાર્રા અભિનંદન મારો ઉત્સાહ વધારશે.

    Like

  11. Satishbhai T. Parikh November 4, 2015 at 8:02 PM

    મીડ લાઈફ ક્રાસીસ વાર્તા મને પણ બહુ જ ગમી .ફરી ફરીને વાંચવી ગમે એવી વાર્તા છે. ક્યાથી ઉઠાન્તરી કરી લાવો છો. સરનામુ આપશો તો અમે પણ ઉઠાન્તરી કરતા શીખી જઈએ. સરનામુ ના આપો તો વાન્ધો નથી પરન્તુ આવી વાર્તા શેર કરવાનુ ચાલુ રાખજો. અભનંદન.

    Liked by 1 person

  12. aataawaani December 1, 2014 at 7:47 AM

    ફરી ફરીને વાંચવી ગમે એવી તમારી વાર્તા હતી પ્રવીણભાઈ

    Like

  13. aataawaani November 26, 2014 at 1:42 PM

    બહુ સારી વાર્તા છે
    પ્રવીણ ભાઈ તમને વાર્તાના કસબી છો .

    Like

  14. aataawaani November 14, 2014 at 12:13 PM

    પ્રિય પ્રવીણ ભાઈ
    મીડ લાઈફ ક્રાસીસ વાર્તા મને બહુ જ ગમી .
    પહેલાના જેવું આકર્ષણ કાયમ નથી રેહતું ધીમે ધીમે ઓસરતું જાય છે .પણ ટકી રહેવાય છે . ક્યા જવું ?એમાય જો પરમેશ્વર કોઈ સુહાસિની જેવી ભટકાડી દ્યે તો વળી નવું આકર્ષણ જન્મે છે . શું વાર્તાની જમાવટ કરી .પૂરી વાંચ્યા સિવાય અટકવાનું મન નથી થતું .
    रंग बदल जाते है जज्बात बदल जाते है
    वक्त पे इन्सानके खयालात बदल जाते है .

    Liked by 1 person

  15. yuvrajjadeja November 14, 2014 at 6:12 AM

    આ વાર્તામાં તમે કહો છો તેમ પતિ નું પાત્ર વાસ્તવમાં જોવા મળતું હોય એવું છે તો પત્ની નું પાત્ર પણ બિલકુલ વાસ્તવિક. અભિનંદન. વાર્તા વાસ્તવિકતાની ઘણી નજીક છે. અને હા, તમારી ઘણી વાર્તાઓ ફોરેન કન્ટ્રીઝમાં સેટ થયેલી હોય છે. ધેટ ઈઝ વેરી ગુડ. તમે વિદેશમાં રહીને ત્યાંના સ્થળોને વાર્તામાં જેટલી સહજ રીતે ઉતારી શકો એથી પણ વધુ સહજ રીતે ઉતારી રહ્યા છો. બીજી વખત અભિનંદન.

    Liked by 1 person

  16. pravinshastri November 13, 2014 at 11:03 PM

    આ પરિસ્થિતિ ને કોઈ કોમ, જાતી કે દેશની મર્યાદા નથી નડતી. પુરુષ અને સ્ત્રી બન્નેને આ મિડલાઈફ ક્રાઈસિસ પજવતી હોય છે. ખાસ કરીને આપણી ભારતીય મહિલાઓ કેટલેક અંશે એ સંયમિત રાખી શકે છે. જ્યારે પુરુષોમાં એ ભડકા લે છે. અમેરિકામાં એક યા બીજા કારણે દિવસે દિવસે ૩૦-૪૦ વર્ષના દાંપત્ય અને સહજીવન પછી વયસ્કોમાં ડિવોર્સનું પ્રમાણ સતત વધતું જ રહ્યું છે.

    Liked by 1 person

  17. mdgandhi21, U.S.A. November 13, 2014 at 10:38 PM

    અણધાર્યા અંતવાળી અને ભ્રમર વૃત્તિના લોકોને લપડાક મારતી બહુ સુંદર વાર્તા છે. સુહાસિનીએ તો અવિનાશને બરાબર બેવકુફ બનાવ્યો પણ ખરી હિરોઈન તો અવિનાશનું પગેરું દબાવતી કેતકી ગણાય, કોઈ પણ જાતની હોહા વગર, શ્રી નવિનભાઈના શબ્દોમાં કહીએ તો અવિનાશને ન છુટકે પણ પોતાનું માત્ર “દેહદાન” લેવામાંથીયે મુક્તિ આપી દીધી…..

    Liked by 1 person

  18. chaman November 13, 2014 at 9:32 PM

    ઓફિસના કામ તરફ આંખ આડા કાન કરી આ વાર્તા વાંચી ગયો. ચલચિત્રની જેમ આગાળ શું આવશે અને ટૂકી વાર્તાને સુંદર ન્યાય આપ્યો છે.
    પેલી કહેવત યાદ કરાવી જાય છે આ વાર્તા-ચળકે એ બધુ સોનુ નથી હોતું, પણ આવા મેનકા જેવા આકર્ષણમાં એ ભૂલાઈ જવાય છે!

    Liked by 2 people

  19. pravinshastri November 13, 2014 at 6:58 PM

    રાજુલબેન, પ્રતિભાવ બદલ આભાર. બ્લોગની મુલાકાત લઈ સલાહ સૂચન કરતા રહેશો તો ઘણું ગમશે.

    Liked by 1 person

  20. Rajul Shah November 13, 2014 at 6:37 PM

    સરસ વાર્તા અને અવિનાશ જેવા મનગમતો સાથ શોધનાર માટે ઝટકો લાગે એવો અંત.

    Like

  21. pravinshastri November 13, 2014 at 2:03 PM

    ભારત, અમેરિકા કે દુનિયામાં વસતો કોઈપણ પુરુષ જ્યારે ઘરથી દૂર વ્યવસાય અંગે કોમ્યુટ કરતો હોય કે પ્રવાસ કરતો હોય અને કોઈ સુંવાળો સંગાથ મળી જાય તો લપસવાના ચાન્સીસ ઘણા જ વધી જાય. આપને વાર્તા ગમી એટલે લખ્યાનો આત્મ સંતોષ. પ્રતિભાવ બદલ આભાર.

    Like

  22. dee35 November 13, 2014 at 1:03 PM

    વાહ,બહુ સરસ વાર્તા છે.પરંતુ તે સત્ય હકીકત ઉપરથી લખાઇ છે તેમાં બે મત નથી.
    બંધ બેસતી પાઘડી કોઈએ પહેરવી નહીં એટલું ઉમેરી શકાય?

    Like

  23. pravinshastri November 13, 2014 at 9:53 AM

    દોસ્ત નવીનભાઈ, તમારો પ્રતિભાવ મારી વાર્તાનું સાચું અને સનાતન સત્ય દર્શન છે જ પણ “”મને એમાં ‘હું’ દેખાયો. “” એ અધ્યાહાર રાખ્યું હોત તો સારું થાત. હવે ઘરમાં વેલણ શોધાય છે….મહિલા મિત્રો પણ તમારાથી દૂર ભાગે છે. નવીનભાઈ જ બની રહો. હરિશચંદ્ર બનવાનું માંડી વાળો.

    Liked by 1 person

  24. pravinshastri November 13, 2014 at 9:42 AM

    Manishkumar Nathubhai Patel say on face booka, Vah uncle, Saras !

    Like

  25. Navin Banker November 13, 2014 at 9:27 AM

    મારી દ્રષ્ટીએ આ વાર્તાને ડાયસ્પોરા સાહિત્ય કહેવાય. દરેક પુરુષના જીવનમાં આવું જ બનતું હોય છે.મીડલાઇફ ક્રાઇસીસ આવે જ છે- કોઇ સ્વીકારે અને કોઇ છુપાવે એટલું જ.એમાં થ્રીલ હોય છે, એક્સાઈટમેન્ટ હોય છે. વર્ષોના સહજીવન પછી તો માત્ર ‘દેહદાન’ જ રહી જાય છે. પેલો ઉમળકો, આવેશ, ઉન્માદ બધું પત્નીની બાબતમાં ઓસરી જાય છે. નવા નવા સંબંધોને કારણે એક પ્રકારની ચેતના જાગતી હોય છે એ બધાનો અનુભવ હોય છે.
    પ્રવિણભાઈ, મને આ વાર્તા ખુબ ખુબ ગમી. મને એમાં ‘હું’ દેખાયો.
    નવીન બેન્કર ( હ્યુસ્ટન)

    Liked by 1 person

  26. pravinshastri November 13, 2014 at 9:22 AM

    બામણનો રસ બામણ જ જાણે. ઘરના બાસુદી-પૅટિસનો આનંદ ધરવાળી સાથે જ બેસીને માણશો તો ચટણી માટે બહાર ફાંફા મારવા ન પડે….વાત કેવી લાગી?

    Liked by 1 person

  27. સુરેશ જાની November 13, 2014 at 8:45 AM

    ટેબલ પર તારું ભાવતું ભોજન તૈયાર છે. ઘણા વખતથી તારે માટે બાસુદી બનાવવાનો વિચાર કરતી હતી પણ તને સાથે બેસીને ખાવાની ક્યાં ફૂરસદ હતી? સાથે તને ભાવતી કોપરાની પૅટિસ પણ છે. પૅટિસ સાથેની ચટણી નથી બનાવી. સમય ન હતો.
    ———
    આ બામણ ભાઈને તો આ વાત બહુ ગમી ગઈ. આવું ભોજન મળતું હોય – તો આખી દુનિયા જાય …. ‘તેલ લેવા’ !!!

    Liked by 1 person

  28. Manu Bhatt November 13, 2014 at 8:43 AM

    Beautiful story. Artistic end.

    Like

Leave a comment