SELECTED FROM FACEBOOK
સૌજન્યઃ

“…નામે બદનામ…”
.
નામમાં તો એવું છે … નામ પ્રમાણે ગુણ ના-જ હોય … નયન-નયના-કમલાક્ષી-મૃગાક્ષી જેવા આંખને લગતા નામ હોય એટલે આંખે ચશ્માં હોયને-હોય-જ … લક્ષ્મીચંદ ભિખારી હોય અને ભીખાલાલ કરોડોના કાળાનાણાં પર આળોટતા હોય …. ભજિયાવાળા અટક ધરાવતો ફક્ત 2000-કરોડ-રૂપિયાના કાળાનાણાંની નોટૉ પર ગરમ-તળેલા ભજીયા ખાતો હોય …આસારામ પાસે સારા વર્તનની આશા-જ ના રખાય … અને નિત્યાનંદનું કામ-જ કામાનંદનું હોય … શ્રી રવિશંકરમાં કોઈપણ ગુણ રવિ કે શઁકરના ના હોય …. રામવિલાસ ખાલી વાણી-વિલાસ કરી અને રાજનીતિ કરતો હોય અને મહમ્મદ તે પયગંબર-સાહેબનું નામ બોળતો શેરીમાં દારૂ પીને પડ્યો હોય ….
.
અમુક મા-બાપ તો અદભુત-નવિન નામ શોધવા એવી તો મહેનત કરે … અને જયાંત્યાંથી નામ ઉખેડીને લઇ આવે અને તેમના નવજાત સંતાન ઉપર તે નામનો અર્થ જાણ્યા વગર ચિપકાવી દે … એક મિત્ર બંગાળી-દંપત્તિ તેમના નવજાત-પુત્રનું નામ સાવ-નવિન એવું એક નામ “ઉર્નનવ” રાખ્યું … થોડા વખત પછી ખબર પડી કે એનો અર્થ “કરોળિયો-Spider” …એ જાણ થતા-જ, કરોળિયા-ફોબિયા એટલેકે અર્કનોફોબિઆ (Arachnophobia)થી પીડિત તે બંગાળી માતા એ તરત તે નામ એફિડેવિટ કરીને બદલાવી નાખ્યું … એવા ઘણા નામો છે જે સ્ત્રી-પુરુષને સમાન યુનિસેક્સે પ્રયોજી દેવામાં આવે છે … જેયારે તમે “હેતલ – દેવલ – જિનલ” નામ સાંભળો ત્યારે એ ભાઈ હશે કે બહેન તે કલ્પના-જ ના કરવી … એ વ્યક્તિ સામે આવે ત્યાં સુધી રાહ જોવી … અને અત્યાર સુધીનું સૌથી ખતરનાક નામ મારી નજરમાં આવ્યું તે છે “અનલ” …જેનો સંસ્કૃતમાં અર્થ થાય “આગ-અગ્નિ” …જેનો ઇંગ્લીશમાં સ્પેલિંગ થાય “Anal” અને તેનો ઇંગ્લીશમાં અકુદરતી-રતિક્રિયા માટે વપરાતો શબ્દ “ગુદા-મૈથુન” અર્થ થાય … માઈક્રોસોફ્ટમાં અમારી એક ભારતીય-એમ્પ્લોયીને પોતાના નામ “અનલ-શાહ” સાથે ઇન્ટ્રોડકશન આપતા શરમ અનુભવવી પડતી હતી … નહિ તો પછી પોતાના નામના સંસ્કૃત અર્થની ચોખવટો કરવી પડતી …
.
જ્યારે અમુક નામ-અટકો-સરનેમ મફતમાં એવી તો બદનામ થઇ ગઈ છે કે … અમેરિકી-એરપોર્ટ પર ગમેતેવો ખેરખાં-માધાંતા હોય કે વિશ્વ-વિજેતા હોય … જે-તે દેશનો મોટો ફિલ્મી હીરો- રાજકીય નેતા -ધર્મગુરુ હોય … એના કપડા તે અમેરિકન-એરપોર્ટ-ઑથોરિટિ કાઈપણ જોયા-જાણ્યા-સમજ્યા વગર ઉતારી-જ નાખે …. અમેરિકન-ઍરપોર્ટ પણ જો કોઈ એમ કહે કે “માય નેઈમ ઇઝ “ખાન” …” તો પતી ગયું … તેના કપડા તે અમેરિકન-ઍરપોર્ટ-ઑથોરિટિ ઉતરાવે-જ … અને 2-કલાક પૂછતાછ કરે … એવું બીજું નામ છે “Ali” … જયાં પાસપોર્ટ પર “અલી-Ali” સ્પૅલિંગ દેખાયો … અમેરિકન-ઍરપોર્ટ-ઑથોરિટિના કમ્પ્યુટરાઇઝડ-સ્ક્રૂટિનીમાં “રેડ-માર્કે” ઝડપાઇ જાય … અને પછી તે વ્યક્તિએ પણ નિઃવસ્ત્ર-નિર્દોષતાની સાબિતીઓ આપવી-જ પડે … એક એવો કિસ્સો નજરમાં આવ્યો જ્યારે કોઈ કહેવાતા મોટા સ્વામી-ગુરુ પોતાના 100+ ચેલા-ચેલીઓને લઈને અમેરિકા-એરપોર્ટ પર ઉતરયા … તેમના ચેલા-ચેલી તો એરપોર્ટ બાહર નીકળી ગયા … પરંતુ ગુરુદેવ-સ્વામી “મુરલી”ને અમેરિકન-ઍરપોર્ટ-ઑથોરિટિએ ઝડપી લીધા … કારણ કે તેમના નામ મુરલી = Mur”Ali”માં “Ali” ઉપર રેડ-માર્ક આવી ગયેલું … અને મુર-Ali ગરુબાબા લાચાર 2-કલાક અમેરિકન-ઍરપોર્ટ-ઑથોરિટિના સવાલોના જવાબ આપતા બેસી રહયા … હા હાહાહા …
.
અમુક નામ ઇતિહાસે અને અમુક નામ પૌરાણિક-કથાઓએ બદનામ કરી નાખ્યા છે … જેમકે… કોઈ મા-બાપ પોતાના સંતાનનું નામ “રાવણ” ના રાખે કે કોઈ માતા તેની દીકરીનું નામ “શુર્પણખા” ના રાખે … નામ “કંસ” પણ તે નામધારીને બદનામ-જ કરે … એવા બદનામ નામ કોઈ ના રાખે … પરંતુ …
પરંતુ … અમુક ધર્માન્ધ ઇસ્લામ-પરસ્તોમાં સાવ ઊંધો ટ્રેન્ડ જોવામાં આવેલ છે … તેઓ મહમદ-ગઝનવી અને ચંગિઝ-ખાન જેવા ખૂંખાર-લૂંટારાઓ કે જેમનું કામ ફક્ત લૂંટફાટ અને કત્લેઆમ હતું … જેમને મુસલમાન-કોમની તબાહી કરી …એમને-જ મુસલમાન-સમાજ પોતાના “હીરો” માને છે … એ તો એટલી હદ સુધી કે 2001માં 9/11 ના દિવસે થયેલા અમેરિકાના ટ્વીન-ટાવર પરના હુમલો કરનાર “બિન-લાદેન”ના નામે-નામ તે પછી જન્મેલા અનેક ઇસ્લામિક-સમૂહના બાળકોના નામ “લાદેન” રાખવામાં આવ્યા … અને એવું-જ કંઈક તાજેતરમાં એક ફિલ્મી-ફેક-હીરોના ઘરે બન્યું … જેણે 160-લાખ મુસલમાનોની કત્લેઆમ કરી અને તેમની ખોપડીઓના ઢગલા કર્યા … તેવા “તૈમુર-લંગ”ના પ્રેમમાં પોતાના નવજાત દીકરાનું નામ પણ “તૈમુર” રાખ્યું … અને અમુક ધર્માન્ધ ઇસ્લામ-પરસ્તોનો પોતાની-જ કોમની બરબાદી કરવાવાળ લૂંટારા કે કત્લેઆમ ચાલવાવાળા પ્રત્યેનો પ્રેમ કાયમ રાખ્યો …
……
#
આશ્ચર્ય તો થાય-જ ને …
“અમુક સ્ટોકહોમ-સિન્ડ્રોમ (Stockholm syndrome)*** થી પીડિત લોકો જ્યારે તેમની કોમની કત્લેઆમ કરવાવાળા મહમ્મદ-ગઝનવી અને તૈમુર-લંગની “પૂજા” કરે ત્યારે આશ્ચર્ય તો થાય …તે સ્વાભાવિક છે….”…
.
– જયેન્દ્ર આશરા …ટાઈમલેસ…
.
*** સ્ટોકહોમ-સિન્ડ્રોમ (Stockholm syndrome) – જે વ્યક્તિ તેનું અપહરણ કરતા … સખ્ત માર મારી ટોર્ચર કરતા … તેને બધી રીતે બરબાદ કરી નાખતી અસામાજિક-ખૂંખાર વ્યક્તિના “પ્રેમ”માં પડે અને તેને પ્રત્યે અહોભાવ કે દયાભાવ ધરાવે તેવી માનસિક અવસ્થાથી પીડિત વ્યક્તિની સ્ટોકહોમ-સિન્ડ્રોમ પીડિત કહેવાય …