રાગ આસાવરી

saraswat

આસાવરી થાટ (Aashaavari Thaat) – (૧)

મિત્રો મને સંગીત  ગમે છે. પણ જ્ઞાન નથી. જેમ ક્રિકેટ જોવાનું ગમતું હોય પણ બેટ પકડતાં ન આવડતું હોય એવું જ.

આ રાગ શ્રેણીમાં મારું પોતાનું કશું જ નથી. આમતેમ જુદા જુદા બ્લોગ અને સ્રોત પરની માહિતીનું સંકલન છે.

સંગીત ૧૨ સ્વરના આધાર પર બને છે. બાર સ્વર સંગીતના આલ્ફાબેટ છે. આ સ્વરો છે સા,રે,ગ,મ,પ,ધ,નિ શુધ્ધ સ્વર વત્તા રે,ગ.પ,ધ,નિ કોમળ અને મા તીવ્ર

S,R,G,M,P,D,N + r,g,m,p,d,n

આ બાર સ્વરોમાંથી ઓછામાં ઓછા પાંચ સ્વરોમાંથી રાગ બની શકે છે. આ ૧૨ સ્વરના સમુહને જુદી જુદી રીતે એરેન્જ કરવાથી જુદા જુદા રાગો બને છે.

ભારતીય શાસ્ત્રીય સંગીતમાં સ્વર સમુહને થાટ કહેવામાં આવે છે. પંડિત ભાતખંડેજીએ પ્રચલિત રાગોનું  ૧૦ થાટમાં વર્ગીકરણ કર્યું છે. આ ૧૦ થાટો આ પ્રમાણે છે.

(૧)બિલાવલ, (૨)યમન, (૩)ખમાજ (૪)મારવા, (૫)પૂર્વી, (૬)ભૈરવ, (૭)તોડી, (૮)કાફી, (૯)આશાવરી, (૧૦)ભૈરવી

આજે મારે આશાવરી થાટની વાત કરવી છે.

આશાવરી થાટ એ એક કુળ છે. એક કુટુંબનો મોભી છે. એનું સ્વરોનું એક બંધારણ છે. આરોહ ક્રમમાં  S, R. g, M, P, d, n,,

રાગ આશાવરી, જોનપુરી, દેવગંધાર, સિંધુભૈરવી, દેશી, ખટરાગ, કૌશિકકાનડા, દરબારી કાનડા, અડાણા વિગેરે એના સંતાનો છે. આ રાગશ્રેણીમાં હું આસાવરી, જોનપુરી, અડાણા અને દરબારી કાનડા ચાર રાગ વારાફરતી રજુ કરીશ. આજનો રાગ છે આસાવરી

#

હું જ્યારે જ્યારે આ આસાવરી થાટના રાગો સાંભળું છું ત્યારે સ્પષ્ટ રીતે સમજી શકતો નથી કે આ રાગ કયો છે. ફિલ્મ સંગીતમાં મ્યુઝિક ડાયરેક્ટરો પણ શુધ્ધ રાગને બદલે સ્થાયી અને અંતરામાં મિશ્રણ કરતા હોય છે. નીચે રજુ કરેલા ફિલ્મી ગીતો શુદ્ધ આસાવરી છે કે મિશ્ર છે એ તો સંગીતજ્ઞ જ કહી શકે.

આશાવરી થાટ (Aashaavari Thaat) – (૧)

રાગ આસાવરી

તેમાં આરોહમાં સા, રિ, મ, પ, ધ, એમ પાંચ સ્વર અને અવરોહમાં સા, નિ, ધ, પ, મ, ગ, રિ એમ સ્વર આવે. ગ, ધ, ન, કોમળ અને રિ બન્ને આવે. તેમાં ગ્રહ સ્વર રિ, વાદી સ્વર ધ, સંવાદી સ્વર ગ અને ન્યાસ સ્વર ધ છે. રિ બન્ને લેવાનો રિવાજ છે. જો કોમળ લેવી હોય તો અવરોહમાં લેવાય. ગાવાનો વખત શિશિર ઋતુમાં દિસનો બીજો પહોર છે. આ રાગિણી ગંભીર પ્રકૃતિવાળી હોઈ શાંત, કરુણ, શૃંગાર રસ ઉત્પન્ન કરે.

 

 

Chale Jana Nahin Naina Milake

#

Piya Te Kaha

  • Film – Toofan Aur Diya – 1956
  • Rag – Asawari Music Director – Vasant Desai, Singer- Lata

#

Mujhe Gale Se Laga Lo Bahut Udas Hun Main

#

Lo Aa Gayi Unki Yaad, Wo Nahi Aaye

#

Jadoo Teri Nazar, Khusboo Tera Badan

  • Film – Darr – 1993
  • Rag – Mishra Asawari
  • Music Directors – Shiv / Hari, Singers – Udit Narayan

 

#

 

Mere Janama Marana Ke Sathi–Meera Bhajan–Lakhsmi Shankar

Published on Jan 1, 2014

In the Memory of Lakhsmi Shankar who left us for the Heavenly Abode on December 30, 2013.
Mere Janama Marana Ke Sathi–Meera Bhajan–Lakhsmi Shankar

Uploaded for listening pleasure. No intention to infringe copyright.

Noted Vocalist, Lakshmi Shankar passed away on 30th December 2013.
Lakshmi Shankar, one of the foremost and well-known vocalists of India, had her training in the North Indian tradition from Ustad Abdul Rehman Khan of the Patiala Gharana (style or school). Later she learnt from many masters including Prof. B.R. Deodhar and also from the sitar Maestro, Pandit Ravi Shankar, whom she assisted in most of his projects for ballets, films, fusions and festivals.
The magic of her rich, melodious voice, her sense of proportion and the emotional content of her singing are some of the qualities that have made her one of the foremost and most popular vocalists since the last fifty years.
She is the first Indian classical vocalist who has done pioneering service to popularize vocal music in the west. She has numerous recordings to her credit and has lent her voice to many films, including the Academy Award-winning ‘Gandhi’ by Sir Richard Attenborough.

#

https://www.youtube.com/watch?v=kduCnhTk1JQ

Pandit Jasraj- Tribute to Baiju Bawra. Raga Asavari

 

આમાં રે શુધ્ધ ને બદલે રે કોમળ લેમ લીધો છે.

#

#

 

12 responses to “રાગ આસાવરી

  1. Hemendra N. Mehta July 15, 2020 at 12:21 PM

    પ્રવીણભાઈ, આજે અચાનક જ આપની આ વેબ સાઇટ મળી ગઈ, ખૂબ આનંદ થયો.
    જોકે હું હાર્મોનિયમ, કી બોર્ડ, બંસરી, માઉથ ઓર્ગન વગેરે વગાડું છું. ફિલ્મી ગીતો વગાડી શકું છું. જોકે જાહેરમાં કે સ્ટેજ પર ન વગાડી શકું. હું કોઇની પાસે શીખ્યો નથી. છતાં મારી રીતે મથીને ગમે તેમ કરીને સરળ ગીતો વગાડી લઉં છું. પધ્ધતિસરનું જ્ઞાન નથી. સા રે ગ મ પ ધ ની – વડે નથી શીખ્યો.
    મને બાર સૂરમાંથી મુખ્ય સાત સૂર ખબર છે બાકીના પાંચ સૂર વિષે થોડી માહિતી આપશો. જેમ કે કાળી 1 અને 2 વચ્ચેની સફેદ સૂરને, કોમળ કે તીવ્ર , સા (ષડજ) કે રે (રિષભ) કહેવાય ?
    માટે શું કહેવાય અને કેવી રીતે લખાય અને લખેલો હોય તો ઓળખાય, તે જણાવશો.
    તેવી જ રીતે બીજા વધારના સફેદ સૂરો વિષે જણાવશો. કેવી રીતે લખે – આ અક્ષરની નીચે લીટી અથવા તો અક્ષર પર માથે મીંડું કર્યું હોય તેને શું કહેવાય ? થોડો સમય ફાળવીને મેઈલ કરી જવાબ આપશો.
    મારે મારી દીકરીને શીખવાડવા માટે જરૂર છે. તે કહું ધ્યાન દઈને શીખે છે. આપના મેળની રાહ જોઈશ.
    ખૂબ ખૂબ આભાર.
    – હેમેન્દ્ર મહેતા

    Like

  2. pravinshastri March 20, 2017 at 1:53 PM

    કિરિટભાઈ આપના પ્રેમ બદલ ઘણો જ આભાર. સાંભળતા બાંચતા રહેજો ફિલ્મી ગીતો માટે ભલભલા સંગીત કારો ગુંચવાય છે. મુખડા અને અંતરામાં કે મધ્ય સંગીતમાં મ્યુઝિક ડાય્રેક્ટરો પોતાની રૂચી પ્રમાણે ઇમ્પ્રોવાઈઝ મીક્ષ કરતા રહે છે.

    Like

  3. Kirit Modi March 20, 2017 at 10:28 AM

    મારુ માનવું છે કે ઘણા તમારો સંગીતનો વિભાગ રસથી વાંચે છે. હું પણ અચૂક સૌ પ્રથમ તે વાંચુ છું. તમારી મહેનત માટે ધન્યવાદ. થોડા વર્ષોથી સંગીત શીખું છું. હજી આશાવરી અને જોનપુરી રાગના તફાવતને પારખી શકતો નથી.

    Liked by 1 person

  4. pravinshastri February 27, 2017 at 6:05 PM

    આપ ચાર પાંચ મિત્રોના રસને કારણે રાગની ફાંફાખોળી કરવાનું ગમે છે. શીખ્યો નથી. પણ ગુગલ અને યુ ટ્યુબ ઘણુ શીખવી જાય છે. નાનપણમાં હાર્મોનિયમ, ટ્રાઈસોકોટો, પાઈપતરંગ (સુરતના બેન્ડ વાળા વગાડતા તે) અને વાંસળી વગાડ્યા કરતો. હવે સુરાવલીઓ કી-બોર્ડ પર વગાડવાની કોશીશ કરતો રહું છું.
    હરનિષભાઈ,
    મારી આ શ્રેણીમાં આપના સહિત માત્ર પાંચ સાત મિત્રોને જ રસ છે. પણ મારે માટે જ કલેકશન કર્યા કરું છું. પોસ્ટ કરતાં પહેલાં બે ત્રણ દિવસો સૂધી એ જ રાગ કાનમાં ગુંજતો રહે છે. આ વિષયમાં આઈ મીસ અવર ઉપેન.

    Like

  5. harnishjani52012 February 27, 2017 at 2:23 PM

    પ્રવિણભાઈ,જુ.ભાઈ, પ્રજ્ઞાજી આપ સૌને વ.દન. સંગીતના સુંદર જ્ઞાન બદલ. મે ણ સંગીત ગમે છે. પણ રાગ રાગિણીનુંજ્ઞાન નથી.. આપના જ્ઞાનથી પ્રભાવિત થયો છું.ધન્યવાદ.

    Liked by 1 person

  6. pravinshastri February 26, 2017 at 9:51 PM

    મેં કોઈ શિક્ષણ લીધું નથી. મને શાસ્ત્રીય રાગો પર રચાયેલ બંદીશ ભજનો ગીતો ગમે છે. બસ જૂદા જૂદા બ્લોગ અને યુ ટ્યૂબ પરની માહિતીઓનું સંકલન કરું છું. કલાકો સૂધી હેડફોન કાન પર લહાવીને સાંભળું છું.

    Like

  7. Devika Dhruva February 26, 2017 at 9:45 PM

    Great collection with deep and keen interest.
    I like music but very little knowledge.

    Liked by 1 person

  8. Vinod R. Patel February 22, 2017 at 10:25 PM

    આસાવરી રાગ વિષે ઘણી નવી જાણકારી મળી.

    આ રાગ પર આધારિત ફિલ્મી અને શાસ્ત્રીય સંગીત ના વિડીયો સાંભળવાની મજા આવી.

    Liked by 1 person

  9. pravinshastri February 22, 2017 at 7:29 PM

    How to Tune a Sitar
    Tuning the 7 Main Strings on a Sitar (Pancham-Kharaj tuning popularized by Ravi Shankar):
    Strings on Sitar Indian Note Name: Western Note:
    2nd Sa C note one octave below Middle C
    3rd Pa G note
    4th Sa C note two octaves below Middle C (On some sitars this string is tuned the same as the 2nd string). *
    આપની વાત સાચી છે. ઘણી વાર સમજ્યા વગર પણ હું કિ બોર્ડ પર અપર ઓક્ટેવમાં જાણે કોર્ડ તરીકે સા અને પ કે સા અને મ નો ઉપયોગ કરું છું.

    Like

  10. pravinshastri February 22, 2017 at 7:11 PM

    ધન્યવાદ પ્રજ્ઞનાબહેન, આપે આસાવરી થાટની રાગણી સરસ સમજાવી. આ શ્રેણીમાં ખૂબ જ થોડા મિત્રો રસ લે છે તેમાંના આપ એક છો. હું કશું જ શીખ્યો નથી. પણ કાન કેળવવાની કોશીશ સતત કરતો રહું છું. આપની કોમેન્ટસ પણ મારે માટે એડ્યુકેશનલ હોય છે. નોટેશન જોઉં છું. રાગ સાંભળું છું. ગીતો સાંભળું છું અને કી-બોર્ડ પર અર્થરાઈટિસ ફિંગરને થોડી એક્સર સાઈઝ આપતો રહું છું.
    નરસૈયાની વાત તો પહેલી વાર આપની પાસે જ જાણી. આભાર કહું કે સેલ્યુટ?

    Like

  11. pragnaju February 22, 2017 at 6:17 PM

    અદભુત સકલન…
    રસદર્શનમા જાણીતી વાત ફરી ફરી માણવાની ગમી.
    અમારા વૈદ્યકાકા કહેતા આશાવરી લોહીનું એક સમાન ગતિમાં પરિભ્રમણ કરે છે.માથાનો દુખાવો દૂર કરે, શારિરીક ઉત્સાહ અને સ્ફૂર્તિ લાવે.ડૉકટર કાકા પણ ‘ the metaphysical conceit’માનતા
    આપે કહ્યું તેમ- આ રાગિણીમાં કેટલેક ઠેકાણે દરબારી કાનડા અને જોનપુરીનો ભાસ થાય. તેની જાતિ સંપૂર્ણ હોવાથી ખરજ શુદ્ધ, રિખબ કોમળ, ગંધાર મિશ્ર, મધ્યમ કોમળ પંચમ શુદ્ધ, ધૈવત કોમળ, નિખાદ મિશ્ર એ પ્રમાણે સાતે સ્વર આવે. તેમાં ધૈવત વાદી સ્વર રિખબ સંવાદી સ્વર અને મધ્યમ ગ્રહ સ્વર અને ન્યાસ સ્વર ધૈવત છે
    યાદ આવે ધન્ય સોરઠ ને ધન્ય શામળિયો ધન્ય આશાવરી રાગ રે. – નરસિંહ
    નરસિંહે લખેલાં શૃંગાર પદો , રાગ આશાવરી માટે લખેલા અમર-પદમાં કવિ ભક્તિનો મહિમા કરે છે . ચાર જણને આ ભક્તિરસના સ્વાદની ખબર છે, એક શંકર એટલે કે શંકરાચાર્ય, બીજા શુકજોગી, (શુકદેવજી -ભાગવત ), ત્રીજી છે વ્રજ વનિતા (ગોપીઓ ) અને ચોથો છે, નરસૈંયો ભોગી
    રાગ આશાવરી.
    શ્રીગુરુ ગણપતિ શારદા, હું સમરું સુખે સર્વદા;
    મનમુદા કહું મામેરું, મહેતાતણુંરે.
    ઢાળ.
    મામેરું મહેતાતણું, પદબંધ કરવા આશ;
    નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જુનાગઢમાં વાસ.
    ભાભીએ એક વચન કહ્યું, મહેતાને લાગી દાઝ;
    પરિત્યાગ કીધો ઘરતણો, મહેતો વન ગયા તપકાજ.
    તે વનવિષે એક દેહેરું દીઠું, અપૂજ્ય શિવનું લિંગ;
    નરસૈંયે તેની પૂજા કીધી, અંતરમાંહિ ઉમંગ.
    ઉપવાસ સાત મહેતે કર્યા, તવ રીઝ્યા શ્રીમહાદેવ;
    કમળની પેરે લિંગ વિકાશ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.
    કર્પૂર ગૌર સ્વરુપ શોભા, ધર્યા ઉમયા ડાબે પાસ;
    બિરાજે જટામાં જાહ્‌નવી, નિલવટ ચંદ્ર પ્રકાશ.
    છે રુંઢમાળા સર્પભૂષણ, વાઘાંબર ગજ ચર્મ;
    વાજે ડાક ડમરુ શંખ શૃંગી, મહેતે દીઠા પરિબ્રહ્મ.
    તવ નરસૈંયો જ‌ઇ પાયે લાગ્યો, ત્યારે મસ્તક મૂક્યો હાથ;
    માગ્ય માગ્ય હું કૃપાળ છું, એમ બોલ્યા ઉમયાનાથ.
    મહેતો કહે મહાદેવજી, એક માગું છું સ્વામીન,
    તમતણું દર્શન પામિયો, હવે વિષ્ણુનું દર્શન.
    ધન્ય ધન્ય સાધુ શિવ કહે, તને ભક્તિની છે આશ;
    અખંડ વ્રજમાં ગયા તેડી જ્યાં, હરિ રમે છે રાસ.
    વલણ.
    રાસમંડળતણી રચના, લીલા શી વખાણે કવી;
    નરસૈંયો કૃતારથ થયો, તે કૃપા શ્રીહરની હવી…. આ કૃપા પામવી છે

    Liked by 1 person

  12. jugalkishor February 22, 2017 at 11:21 AM

    તમારું કાર્ય બહુ ગમે તેવું હોય છે……આભાર.

    સુરોમાંના સા ાને પ બન્ને સાવ શુદ્ધ રુપે હોય છે…બાકી રે, ગ,ધ, નિ એ કોમળ પણ થઈ શકે છે જ્યારે મ એ તીવ્ર પણ થઈ શકે છે. હું ભુલતો ન હોઉં તો સંગીતકારો સુર મેળવવા માટે ચારતારાને સા અને પ સાથે રાખીને વાદ્યને મેળવતા હોય છે.

    Liked by 1 person

Leave a comment